________________
રેડ
કૃતિ છે. એના અનુકરણરૂપે એક કૃતિ રચાઈ છે.
વેદાન્તનું નિરૂપણ – વેદાન્તને અંગે ઉપાધ્યાયજીએ નિમ્નલિખિત બે ગ્રન્થ રચ્યાનું મનાય છે:
(૧) વેદાન્તનિર્ણય અને (૨) વેદાન્તવિવેકસર્વસ્વ
આ બેમાંથી એકે ગ્રંથ હજી સુધી તો મળી આવ્યો નથી એટલે એમાં વેદાન્તદર્શનનું સ્વરૂપ જ સમજાવાયું હશે કે સાથે સાથે એનાં કેટલાંક મંતવ્યોનું નિરસન પણ હશે તે વિષે ખાતરીથી શું કહેવાય? આ પરિસ્થિતિમાં અનેકાન્તવ્યવસ્થામાં જે વેદાન્તનું નિરૂપણ છે તે સંક્ષિપ્ત પરંતુ વિશદ અને સાથે સાથે વેદાન્તીઓને પણ વેદાન્તનો યથાયોગ્ય પરિચય કરાવનારું ગણાય. કોઈ વેદાન્તીએ પણ વેદાન્ત વિષે ટૂંકમાં આવો સુંદર બોધ કરાવ્યો હોય એમ જાણવામાં નથી. વેદાન્ત દર્શનનાં મંતવ્યો. સાચાં રજૂ કરી કેટલાંકનું ખંડન કરાયું છે.
અજેને દર્શનો પૈકી જેમ વેદાન્તને અંગે બે કૃતિ ઉપાધ્યાયજીએ રચી છે તેવી અન્ય કોઈ અજૈન દર્શનને અંગે કોઈ સ્વતંત્ર કતિ રચી જણાતી નથી બાકી પાતંજલ યોગદર્શનની વ્યાખ્યા તો એમણે રચી છે અને એ દ્વારા આ યોગદર્શનના ગુણદોષનું આપણને દિગ્દર્શન કરાવ્યું છે.
ઉપનિષદોનું અને "ભગવદગીતાનું દોહન – શ્રમણ ભગવાન મહાવીરસ્વામીના આદ્ય અગિયારે મુખ્ય શિષ્યો – ગણધરો, વેદો, બ્રાહ્મણો, આરણ્યકો, ઉપનિષદો ઈત્યાદિ વૈદિક ગ્રંથોમાં પારંગત હતા એટલે એમણે જે પ્રારંભમાં ચૌદ પુત્ર પૂર્વ) રચ્યાં તેમાં આ ગ્રન્થોમાંથી કેટલુંક લખાણ ગૂંથી લીધું હશે પરંતુ આજે તો એ પુત્વ લુપ્ત થયેલાં છે. એ બહુશ્રુત અને આત્માર્થી ગણધરો બ્રાહ્મણ હતા. એમના પછી પણ વૈદિક સાહિત્યથી સુપરિચિત એવા કેટલાક બ્રાહ્મણોએ જૈન દીક્ષા અંગીકાર કરી જૈન શાસનને દીપાવ્યું છે અને જૈન સાહિત્યને સમૃદ્ધ બનાવ્યું છે.' આશ્ચર્યની વાત તો એ છે કે જૈન વણિક જ્ઞાતિમાં જન્મેલા ઉપાધ્યાયજીએ અનેક ઉપનિષદોનું અને ભગવદ્ગીતાનું પરિશીલન કરી એની વાનગી આપણને કોઈ કોઈ કૃતિ દ્વારા પીરસી છે. એમણે નિમ્નલિખિત ઉપનિષદોમાંથી અવતરણ આપ્યાં છે:
૧. આનો ઉપયોગ અને ઉલ્લેખ જે જૈન ગ્રંથકારોને હાથે કરાયેલ છે તે બાબત મેં જૈન
સાહિત્યમાં ભગવદ્ગીતા” નામના મારા લેખમાં દર્શાવી છે. આ લેખ “જે. ધ. પ્ર.” ૫.
૭૭, . ૧૦)માં છપાયો છે. ૨. ઉદાહરણાર્થે વિચારો શવ્યંભવરિ, સિદ્ધસેન દિવાકર અને એમની વેદદ્ધાત્રિશિકા તેમજ
હરિભદ્રસૂરિ અને એમની કૃતિઓ નામે લોકતત્ત્વનિર્ણય અને વીસવીસિયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org