________________
३७
સ્યાદ્વાદને અન્ય દર્શનોમાં અપાયેલા સ્થાનના નિર્દેશથી કરાયો છે.
સ્યાદ્વાદરહસ્ય નામની ત્રણ કૃતિઓ તો વીતરાગસ્તોત્રના આઠમા પ્રકાશના સ્પષ્ટીકરણરૂપ છે. આમ જેમ ત્રણ કૃતિ છે તેમ વાદમાલાને અંગે પણ ત્રણ કૃતિ છે પરંતુ તે એક જ વિષયની નથી.
(૩) દ્રવ્યવિચારણા દાર્શનિક સાહિત્યના “પદાર્થપરામર્શ” નામના ત્રીજા પ્રકરણમાં પ્રમેયમાલા પણ આ વિષયની કૃતિ હશે એમ માની એકંદર વીસેક કૃતિ વિષે મેં વિચાર કર્યો છે. આ પૈકી બહુમાં બહુ અડધોઅડધ કૃતિઓ મૌલિક છે અને બાકીની કૃતિઓ વિવરણાત્મક છે.
વિશેષમાં આ તમામ કૃતિઓ અદ્યાપિ મળી આવી નથી તેમ જ જે ઉપલબ્ધ કૃતિઓ છે તે બધી જ સંપૂર્ણ નથી. આ પરિસ્થિતિમાં ઉપલબ્ધ અને સાથે સાથે સંપૂર્ણ કૃતિઓનો જ વિચાર કરવાનો રહે છે. આવી કૃતિઓમાં દ્રવ્ય અનુયોગ વિચાર અને એનો સ્વોપજ્ઞ ટબ્બો એ બે કૃતિઓ દ્રવ્ય, ગુણ અને પર્યાયના ઝીણવટભર્યા - તલસ્પર્શી અને સમ્મઈપયરણ જેવાના આધારે યોજાયેલું નિરૂપણ પૂરું પાડતી હોવાથી જેનોના હાથે ગુજરાતીમાં રચાયેલી દાર્શનિક કૃતિઓમાં આદ્ય સ્થાન ભોગવે છે એટલું જ નહિ, પણ આ વિષયની સંસ્કૃતાદિ ભાષાઓમાં નિબદ્ધ કૃતિઓમાં પણ અગ્રગણ્ય છે. પ્રસ્તુત કૃતિ નિમ્નલિખિત બીજી બે રીતે પણ વિશિષ્ટ છેઃ
(૧) આ ઉપરથી પ્રેરણા મેળવી દ્રવ્યાનુયોગતર્કશા રચાઈ છે.
(૨) સામાન્ય રીતે ચરિત્રાત્મક કૃતિનો, નહિ કે દાર્શનિક કૃતિનો “રાસ' તરીકે ઉલ્લેખ કરાય છે જ્યારે આ દાર્શનિક કૃતિ હોવા છતાં તેમ કરાયું છે.
જૈન સાહિત્યમાં અહિંસા અને અનેકાન્તવાદનું જેમ વિશદ અને તલસ્પર્શી નિરૂપણ છે તેમ કર્મસિદ્ધાન્તનું પણ છે. આ સિદ્ધાન્તને લગતી કમ્મપડિ નામની કૃતિ આઠ કિરણો ઉપર વેધક પ્રકાશ પાડે છે. એના ઉપર ઉપાધ્યાયજીએ સંસ્કૃતમાં બે વૃત્તિ રચી છે. તેમાંની લઘુ વૃત્તિ અંશતઃ જ મળી આવી છે. આઠ કરણોનો વિષય એમણે કોઈ ગુજરાતી કૃતિમાં ઉતાર્યો જણાતો નથી.
સંયમશ્રેણિવિચારમાં કંડક અને સ્થાન વિષે ગુજરાતીમાં નિરૂપણ હોઈ એ દૃષ્ટિએ આ કૃતિ નોંધપાત્ર ગણાય.
વિજયપ્રભસૂરિસ્વાધ્યાય એ તકયુક્તિથી અલંકૃત નાનકડી પણ મહત્ત્વની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org