________________
2૧
હીરાકુંવર હેનને આ એક બન્ધન હતું તે તૂટી ગયું અને સંયમને પન્થ નિષ્કપ્ટક થયે. તે પ્રસંગે વર્તમાનમાં સારુ કલ્યાણશ્રીજી કે જેઓ ગૃહસ્થ હતાં તેઓએ સુન્દર સહાય કરી હતી. તે પછી સુરતના ઝવેરી ઝવેરચંદભાઈનાં સુપુત્રી રતનબહેન કે જેઓ હાલ તેઓનાં જ શિષ્યા સા. શ્રી સુમિત્રાશ્રીજી તરીકે વિદ્યમાન છે તેઓની સાથે પાદચારી વિહાર કરી તેઓ સુરત ગયાં. તે અવસરે ત્યાં ચાતુર્માસ માટે પધારેલા શ્રીસાગરાનન્દ સૂરીશ્વરજી બિરાજતા હતા, તેઓને મળી સઘળી હકિકત જણાવી અને તેઓશ્રીએ વિ. સં. ૧૯૬૭ના અષાડ સુદ ૧૧ના રેજ હીરાકુંવર બહેનને વિધિપૂર્વક દીક્ષાની ક્રિયા કરાવી જાવજીવ સુધીનું સામાયિક ઉચ્ચરાવી સાશ્રીચન્દનશ્રીજીનાં શિષ્યા સા. શ્રીઅશકશ્રીજીનાં શિખ્યા સા. શ્રીહરશ્રીજી નામ સ્થાપન કર્યું. એમ ગૃહસ્થાશ્રમનાં બન્ધન તેડી ત્યાગી બનેલાં હીરાકુંવર હેનની ઈચ્છા લગભગ વીશ વર્ષ પૂર્ણ થઈ એને આનન્દ તેમના ઉત્સાહને પષક બન્યા. વડી દીક્ષા ન થાય અને ગુરૂ પાસે ન પહોંચાય ત્યાં સુધી યોગ્ય નિશ્રા માટે પૂ. સાગરાનન્દસૂરીશ્વરજીએ તેમને સુરતમાં વિચરતાં યોગ (ગ)શ્રી નામનાં સાધ્વીને સેપ્યાં. ચાતુર્માસ દરમ્યાન ત્યાં રહી વિનય વૈયાવચ્ચ જ્ઞાન ધ્યાન આદિમાં દત્તચિત્ત બનેલાં સા- શ્રીહીરશ્રીજીએ સાવ જેવશ્રી પાસેથી સાધુ જીવનનું પ્રાથમિક જ્ઞાન મેળવ્યું.
ચાતુર્માસ પૂર્ણ થતાં ગુરૂણીની પાસે જવા સુરતથી