________________
૨૯
આપતાં, વડીલોની ઈચ્છાથી વિરુદ્ધ વર્તાવ તે કાળે એક મોટા દૂષણ તરીકે મનાતે, એથી વિરાગી પણ આત્માએ માતાપિતાદિની ઈચ્છાને આધીન બની સંસારના માર્ગે ચઢી જતા.
હીરાકુંવર માટે પણ પ્રાયઃ એવું જ બન્યું. કાવી અને ગન્ધારની વચ્ચે આવેલા જબુસર નામના શહેરમાં પ્રતિષ્ઠાવન શેઠ પાનાચન્દભાઈ અને તેમનાં ધર્મપત્ની ગંગાબેન રહેતાં હતાં, તેઓને પુરૂષોત્તમદાસ, મેહનલાલ અને બાલુભાઈ નામે ત્રણ પુત્રે ઉપરાન્ત આદિતી નામે એક પુત્રી હતાં. વ્યવહાર અને કુલાચારથી પ્રધાન એ કુટુમ્બમાં પુરૂષોત્તમદાસની સાથે બહેન હીરાકુંવરનું વેવિશાળ કરી માતાપિતાએ જાણે પોતાને માથેથી ઋણ ઉતારવું હોય તેમ તેમનું લગ્ન પણ કરી નાખ્યું. હીરાકુંવર હેન કુમારિકા મટીને ગૃહિણી બન્યાં, પણ તેઓનું ચિત્ત એમાં માન્યું નહિ. ધનાઢરા ઘરમાં ભેગની વિપુલ સામગ્રી પણ તેમને આકર્ષી શકી નહિ, બલકે વૈરાગ્ય દઢ થતે ગયે. પરિણામે સંયમ ન લેવાય ત્યાં સુધી છ વિગઈઓને સામાન્ય રૂપે ત્યાગ કરી પિતાની સંયમની ભાવના પ્રગટ કરી. ભર યૌવનમાં સાંસારિક સુખના મનેર સેવતા પુરૂષોત્તમભાઈ તે ન પીગળ્યા, પણ તેમનાં માતાપિતા કે સાસુ-સસરાને પણ તેની અસર થઈ નહિ. એમ છતાં સત્વ કેળવી હીરાકુંવર હેન પોતાના માર્ગે અડગ રહ્યાં. એમ સેળ વર્ષ જેટલો લાંબે કાળ વહી ગયે, તે ગાળામાં પોતાના બે દીયરે પિકી ન્હાના દીયર મેહનભાઈમાં વૈરાગ્યને રંગ પૂરી તેઓને