________________
૦
સંયમના અથી બનાવ્યા અને ચૌદ વર્ષની ન્હાની ઉમ્મરમાં વિ. સં. ૧૯૯૭ ના મહા વ પ ના રોજ તે કાળે પં શ્રીઆનન્દસાગરજી ગણિવર (સાગરાનન્દસૂરીશ્વરજી) પાસે દીક્ષા અપાવી. વર્તમાનમાં તેઓ તેમના પટ્ટધર શ્રીમાણેકસાગરસૂરિજી તેઓના સમુદાયના મુખ્ય આચાર્ય તરીકે પ્રસિદ્ધ છે.
હીરાકુંવર હેનને પોતાને આત્મા પણ સંયમ માટે ઉત્કઠિત થતો ગયે અને આખરે છેલ્લા છ મહિનાઓમાં મૂળથી સર્વ વિગઈઓને ત્યાગ કરી શીધ્ર સંયમ સ્વીકારવાને દઢ સંકલ્પ કરી લીધું. ગૃહસ્થજીવન દરમ્યાન કરેલી જિનભક્તિ, ગુરૂભક્તિ અને ધર્મક્રિયાઓએ તેમના આત્માને વૈરાગ્યના રંગથી રંગી દીધો અને વડીલોની સમ્મતિ દુર્લભ માની સ્વયં સંયમ લેવા તૈયાર થયાં. વિ. સં. ૧૯૬૭ના જેઠ વદ ૬ ના મંગળ પ્રભાતે સુરતની પાસે જલાલપુર જવા માટે ઘેરથી નીકલતાં શુભ શકુનાદિ ઉત્તમ નિમિત્તે મળતાં તેમને ઉત્સાહ વધી ગયો અને ત્યાં જઈ શ્રીશાન્તિનાથ પ્રભુની છેલ્લી દ્રવ્ય પૂજાભક્તિ આદિ માંગલિક કરી સ્વયમેવ સાધ્વીને વેશ ધારણ કરી લીધે. - છાણું અને જમ્બુસર સમાચાર પહોંચી ગયા, પુરૂત્તિમદાસ તુ ત્યાં પહોંચ્યા અને કરવા ચગ્ય શકય પ્રયત્ન કર્યા છતાં ત્યાંના સંઘની સમજાવટથી અને હીરાકુંવર હેનના દૃઢ નિશ્ચયથી આખરે મન શાન્ત કરી તેઓ પાછા જબૂસર ગયા. .