________________
નામ સ્થાપના દ્રવ્ય અને ભાવ છે, આનિક્ષેપોમાં અનેક પેટા વિભાગે છે.
અનુગમ એટલે વસ્તુ સ્થાપ્યા પછી તેનું વ્યાખ્યાન કરે, કે આ સૂત્રમાં આટલે વિષય આ સંબંધી કહેવાશે, તેને લાભ આ છે, એટલે તેનું વ્યાખ્યાન ત્રણ પ્રકારે થાય છે. એક શબ્દાર્થ માત્ર પછી નિર્યુક્તિ સહિત અને ત્રીજી વખતે સંપૂર્ણ, એટલે શિષ્યની બુદ્ધિ તીક્ષણ હોય તે પ્રમાણે વિભાગ પાડી સમજાવાય છે. જેમ બાળ શિક્ષણ, યુવક શિક્ષણ, અને પૂર્ણ શિક્ષણ સ્કુલ હાઈસ્કુલ તથા કેલેજમાં અપાય છે.
નય–આ નનું વર્ણન જૈનશાસ્ત્રમાં વિસ્તારથી વર્ણવ્યું છે, નયને અર્થ ગુજરાતીમાં અભિપ્રાય છે. એક માણસ અમુક કાળે અમુક અભિપ્રાય ધરાવે, અને સંજોગે બદલાતાં બીજો અભિપ્રાય ધરાવે, અથવા એકજ કાળે બંન્ને જણ પિતાની બુદ્ધિને અનુસારે જુદા અભિપ્રાય ધરાવે, અને તે બધા સત્યવાદી પણ હોય છે, તેથી નવા માણસે બ્રમમાં પડે, કે આમાં શું વિચારવું કે જુઠે કહે ? કેને સાચો કહે કેને હિતસ્વી કહે? કેને શત્રુ કહે? કેને માર્ગે ચાલવું? એટલે સત્યને ખાતર હિતને ખાતર પોપકારને ખાતર પણ અભિપ્રાયોમાં ભેદ પડે છે, વર્તમાનકાળે સહકાર અસહકાર કેન્સીલમાં જવું કે ન જવું એ એટલું બધું