________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યોગચૂડામણિ ઉપનિષદ્ અભ્યાસ પૂર્ણ થયા બાદ આચાર્ય દ્વારા શિષ્યને જે અંતિમ ઉપદેરાવચનો કહેવામાં આવે તે ઉપનિષદ્ "
ઉપનિષ એટલે બ્રહ્મવિષયક વાક્યો એવા પણ અર્થ કરવામાં આવેલ છે. તેમજ ઉપનિષદ એટલે બ્રહ્મ એમ પણ વસૂચિકોટમાં જણાવેલ છે. -
મહાભારતની દષ્ટિએ ઉપનિષદ્ એટલે ગૃહસ્થ બ્રહ્મચારી વગેરેના ધર્મો દર્શાવતા વાક્યો.
સુરેશ્વરાચાર્યે તેમની કૃતિ બૃહદારણ્યક ભાષ્યવાર્તિકમુમાં ઉપનિષો અર્થ સ્પષ્ટ કરતાં જણાવેલ છે કે, બ્રહ્મવિદ્યા, સદ્ભાવ,'' ઉપસર્ગથી નજીક રહી જ્ઞાનને પૂર્ણ કરવું, નિશબ્દનાવિશેષણથી -ત્રણ અર્થ (ત્રિવિધદુઃખને દૂર કરવા); પોતાના આત્માને બ્રહ્મ પાસે લઈ જાય છે, ઉપનિષદુ અવિધાને હણે છે, અનર્થ અને મલને હરે છે, પરમતત્વ પાસે લઈ જાય છે, તે ઉપનિષદ્ પ્રવૃત્તિના મૂલોચ્છેદ કરી મુતિ તરફ લઈ જાય છે, તે વિદ્યા એટલે ઉપનિષદ
ઉપનિષદ્ શબ્દ સિદ્ધાંતના અર્થમાં છે. છા, ઉપનિષદ્ધ આઠમાં અધ્યાયમાં અસુરોનાં સિદ્ધાંતો માટે “અસરોનું ઉપનિષદએમ શબ્દ પ્રયોગ છે. જેમાં અસુરોનાં સિદ્ધાંતો, "દાન ન કરવું, યજ્ઞ ન કરવા"દ વગેરે. અહીં ઉપનિષદ્ શબ્દ સિદ્ધાંતોના અર્થમાં દર્શાવ્યા છે. આ સંદર્ભમાં શ્રી વિનોબા ભાવે જણાવે છે કે "નિષ્કામ વ્યભિચાર નિર્વેરન, નિર્લોભ દરોડા" એ મિટનના શેતાનનાં સૂત્રો છે, દેવદૂતનાં દર્શન નથી.છ
સામાન્ય રીતે વેદ-બ્રાહ્મણ-આરયકમાંનાં બ્રહ્મજ્ઞાનનું પ્રતિપાદન કરતાં વેદના જ અંગપૂન ભાગને ઉપનિષદ્ કહેવામાં આવે છે. ઈશોપનિષ યજુર્વેદ સંહિતાનો ૪૦મો અધ્યાય છે. છો, ઉપનિષદ પણ છાંદોગ્ય બ્રાહ્મણનો જ એક ભાગ છે.
વેદાંત, ઉત્તરમીમાંસા, બ્રહ્મવિદ્યા, પરાવિધા, અધ્યાત્મ વિદ્યા, શાંતિવિધા, આત્મવિદ્યા, મોક્ષવિધા, પરમવિધા, શ્રેષ્ઠ વિધા રહસ્ય, તત્ત્વવિદ્યા વગેરે ઉપનિષદ્રના પાંવવાથી નામાં ગણવામાં આવે છે અને મોટાભાગના આચાર્યો અને અવતરણો "ઉપનિષદુ" એટલે ગુરુ પાસે સમજ્યા થઈ જવું અને બ્રહ્મચર્યપૂર્વક તેની પાસે રહીને રહસ્ય વિધાનું જ્ઞાન મેળવવું તે.
For Private And Personal Use Only