________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org.
સેવામાં પોતાની જાતને અત્યંત એટલે નિઃશેષ ઘસી નાખનારો, જે રહસ્યભૂત વિધા મેળવે છે તે
ઉપનિષદ્
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બૃહ, ઉપનિષદ્ ઉપનિષદ્ શબ્દનો અર્થ "સત્ય" કરે છે.
ઉપનિષદનું બીજું નામ 'વેવાન્ત' છે. ઘણાં વિદ્વાનો ઉપનિષદ્ધે વૃંદનો અંત કરનાર અર્થાત્ વેદનાં કર્મકાંડનો અંત કરનાર ઉપનિષદો છે એમ રજૂઆત કરીને વેવાતા, લેવસ્ય અન્ત: અન્ય મ વેવાન્ત' એમ વ્યુત્પત્તિ આપીને સમજાવે છે. પરંતુ વેદમાં જે જ્ઞાન છે તેની અંતિમ પરાકાષ્ઠા ઉપનિષદ્મમાં જ આવે છે; તેથી વેદાંત સંજ્ઞા સાર્થક છે. એ બાબત મહાનારાયણ ઉપનિષદ્ પણ નોંધે છે. વેદાંત શબ્દમાંનાં અન્ત શબ્દનો અર્થ આચાર્ય સાયણે અક્ષ સૂક્ત ઉપરનાં ભાષ્યમાં "નજીક" એવો કરેલ છે. અન્તવાસિન્ એ શબ્દમાં પણ અન્ત એટલે "પાસે" એમ અર્થ કરે છે. આ રીતે વેદ–જ્ઞાનરૂપ બ્રહ્મની પાસે જ ઉપનિષદ્ રહેલાં છે. વેદના ધ્યેયરૂપ પરબ્રહ્મની પણ તે ખૂબ જ નજીક છે, એટલે જ વેદાન્ત એટલે ઉપનિષદ્. એ ભાવ સ્પષ્ટ જ છે. મુંડક ઉપનિષદ્,॰ શ્વેતાશ્ર્ચતર ઉપનિષદ અને મહાનારાયણ ઉપનિષદ્ વેદાન્ત શબ્દનો પ્રયોગ ઉપનિષદ્દના અર્થમાં જ કરે છે.
ન
ઉપનિષદ્નું જ્ઞાન આપવા માટે આચાર્ય સાધકની શિષ્યની પરિપક્વતાને પણ ધ્યાનમાં રાખે છે, તેથી જ વેદ તેમજ અન્ય શાસ્ત્રના અભ્યાસ બાદ જ ઉપનિષનું જ્ઞાન આપવામાં આવે છે. તેથી તેનું બીજું નામ વેદાંત સાર્થક છે. આ બાબતને મુંડક ઉપનિષદ્ પણ અનુમોદન આપે છે.“ એટલું જ નહીં સાધકને પરિપક્વ થયાં બાદ જ આ જ્ઞાન અપાય એમ સ્પષ્ટ કહે છે. આમ વૈદિક જીવનયાપનમાં એકસૂત્રતા છે અને ઉપનિષદ્ વિધામાં તેની ચરિતાર્થતા કે પરિસમાપ્તિ(અંત) છે. સદાનંદ યોગીન્દ્ર "વેદાન્તસાર"માં જણાવે છે કે વેદાન્ત ઉપનિષદ્નું બીજું નામ છે, વેદના અંતિમ જ્ઞાનને, જ્ઞાનની પરાકાષ્ઠાને કે સારભૂત સિદ્ધાંતને રજૂ કરતાં હોઈ વેદાન્ત એવી સંજ્ઞા પ્રાપ્ત થઈ છે.
GT
ઉપનિષદ્ શબ્દનો પ્રયોગ વેદોની વચ્ચે વિખરાયેલા દાર્શનિક પ્રકરણોને માટે થાય છે. આ દાર્શનિક પ્રકરણોનાં સંકલનને વેદાન્ત કહેવામાં આવે છે.
પ્રો. હિરિયણા જણાવે છે કે વેદને છેડે આવેલા હોવાથી ઉપનિષદ્ વંદાન્ત કહેવાય છે. "વેદાન્ત' શબ્દ સર્વપ્રથમ તો ઉપનિષનું સ્થાન જ સૂચવતો હતો, પરંતુ આગળ જતાં તેનો અર્થ વેદના શિક્ષણનું ધ્યેય, તેનો સાર કે તેની પરાકાષ્ઠા એવો થવા લાગ્યું. જેમ અંગ્રેજીમાં END શબ્દનો અર્થ છેડો અને ધ્યેય' એ બન્ન થાય છે તેમ સંસ્કૃતમાં 'અંત" શબ્દ પણ એવા જ બે અર્થોમાં વાપરી શકાય.
૧૯
For Private And Personal Use Only