________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અવિદ્યા અને તેનાં કાર્ય શોક-મોહાદિની એકાંતિક ને આત્યંતિક નિવૃત્તિ કરનાર બ્રહ્મવિદ્યા ઉપનિષદ કહેવાય છે. એ બ્રહ્મવિદ્યાની પ્રાપ્તિ કરાવનાર વેદના જ્ઞાનોપદેશ કરનાર ભાગો પણ ઉપનિષમાં બ્રહ્મ વિદ્યામાં હેતુભૂત હોવાથી ઉપનિષદ્ કહેવાય છે.”
ઓલ્ડનબર્ગ ઉપનિષો અર્થ પૂજાની એક પદ્ધતિ કહે છે. ક્યુસન આ કથનનું ખંડન કરી જણાવે છે કે, ઉપનિષદ્ શબ્દ વારંવાર "રહસ્ય"ના પર્યાયરૂપે જ આવે છે, ઉપાસનાના અર્થમાં નહી, સેના/ પણ આ જ મતનું સમર્થન કરે છે. તે જણાવે છે કે ૩૫ + માસ નો અર્થ ગંમર જ્ઞાન પ્રાપ્ત કરવું તે છે, પૂજા કરવી નહીં, જે. ડબ્લનાં મતાનુસાર ઉપનિષદ્ શબ્દનો અર્થ તપ અને ધ્યાન દ્વારા પ્રાપ્ત કરેલું રહસ્યમય જ્ઞાન છે. આમ ઉપનિષદ્ શબ્દનો મુખ્ય અર્થ રહસ્ય છે અને આ રહસ્યમયાન સામાન્ય લોકો માટે નહીં પરંતુ અમુક વિશિષ્ટ વ્યક્તિઓને જ આપવામાં આવે છે. કા. ઉપનિષદ્ જણાવે છે કે,
આ રહસ્ય જ્ઞાન (બ્રહ્મવિદ્યા)નો ઉપદેશ પોતાનાં મોટા પુત્ર અથવા અત્યંત વિશ્વાસપાત્ર શિષ્યને જ આપવો. અન્ય ધોઈને નહીં, પછી ભલે તે ધનથી ભરેલી સંપૂર્ણ પૃથ્વી આપી દે.” એટલું જ નહીં ઉપનિષદ્ભા અનેક જગ્યાઓ ઉપર કહેલું છે કે શિષ્યની વારંવારની પ્રાર્થના બાદ તેની કઠોર પરીક્ષા કરી લીધા બાદ જ ગૃહ્ય જ્ઞાનનો ઉપદેશ આપવો.
નિમાં પણ ઉપનિષત્ શબ્દ "સૂત્રાત્મક વાક્ય", "ગૂઢ શબ્દ" કે "ગૂઢ રહસ્ય" અર્થમાં વપરાયો છે. 'તન્નતાનું જેવા ગૂઢ મંત્રને અથવા પાર્વત જેવા ગૂઢ વ્રતને ઋષિ ઉપનિષદ્ તરીકે
ઓળખાવે છે. પાછળના સાહિત્યમાં પણ ઉપનિષદ્ શબ્દ રહસ્યાત્મક વિદ્યા માટે વપરાય છે. આ રહસ્યાત્મક વિદ્યાની ગંભીરતા દર્શાવવા માટે જ શ્વેતાશ્વતર ઉપનિષદ્ વેદાંતમાં પરમ શ્રેષ્ઠ ગુહ્યાંગુપ્ત જ્ઞાન રહેલું છે તેમ જણાવે છે. અમરકોપ પણ ઉપનિષદ્ શબ્દનો અર્થ "ગૂઢ ધર્મ અને રહસ્ય એવો કરે છે. કપીતકિ-બ્રાહ્મણ ઉપનિષમાં ઉપનિષો અર્થ રહસ્યવ્રત-ગુપ્તવ્રત એવાં દર્શાવેલ છે. મહર્ષિ પાણિનિ પણ પરોક્ષ અથવા રહસ્ય અર્થ કરે છે.
છો. ઉપનિષદમાં જણાવેલ છે કે માણસ બળવાન થાય છે, ત્યારે ઊઠીને ઊભાં થાય છે અને ઊઠીને ઊભો થાય એટલે ગુરુની સેવા કરે છે. પછી તે ગુરુની પાસે જઈને બેસે છે, ગુરુનાં જીવન વ્યવહાર નીરખે છે, તેનું વ્યાખ્યાન સાંભળે છે, મનન કરે છે, સમજે છે, પછી તે મુજબ વર્તે છે, તેમાંથી છેવટે તેને વિજ્ઞાન એટલે અપરોક્ષ અનુભૂતિ પ્રાપ્ત થાય છે. તે જ ઉપનિષદ છે. પ્રા. સી.વી. રાવળ જણાવે છે કે ઉપર્યુક્ત વ્યાખ્યામાંf અર્થાત્ ઉગતા- નિષ્ઠાથી એ ઉપસર્ગ રહી ગયા જેવો લાગે છે. પરંતુ સેવામાં નિષ્ઠા આવી જાય છે. છા, ઉપનિષમાં જ કહ્યું છે કે બ્રહ્મચર્યપૂર્વક ગુર પાસે રહી, ગુરુ
*
૧૮
For Private And Personal Use Only