________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધા. પાટીદાર "અંત" એટલે સાર, નિચોડ, અંતિમ લક્ષ્ય એવો અર્થ લઈને ઉપનિષદુમાં વૈદિક સાહિત્યનો નિચોડ, સાર અથાંત એનો સારભૂત અર્ક રહેલો છે. તેમ જણાવે છે. શ્રીમદ્ ભાગવત ઉપનિષદ્ અર્થ "સાર” કરે છે.*
છા. ઉપનિષદુ, જૈમિનીય ઉપનિષ બ્રાહ્મણમાં ગૂઢજ્ઞાન કે પરમજ્ઞાન એ અર્થમાં ઉપનિષ૬ શબ્દનો પ્રયોગ કરે છે. ત્યાં વેદ, સામ, ઉગીશ અને ઉપનિષદ્ સમાન અર્થમાં પ્રયોજાયેલાં છે. એટલું જ નહીં બ્રહ્મપ્રાપ્તિનો ઉપાય દર્શાવનાર વંદ, સામ, ઉપનિષદને તે બ્રહ્મરૂપ જ જણાવે છે.
ડૉ. રાધાકૃષ્ણનનાં મતે ઉપનિષદ્ એટલે એવું જ્ઞાન કે જે જમનો નાશ કરી આપણને સત્યપ્રતિ દોરી જાય છે. જે વિદ્યાના અધ્યયન દ્વારા મુમુક્ષુજનોની વિષયોની વિસ્તૃષ્ણા જે સંસારનાં બીજભૂત અવિધાનો નાશ કરે છે અને જે વિદ્યા બ્રહ્મની પ્રાપ્તિ કરાવે છે, તેમજ તેનાં પરિશિલનથી ગર્ભવાસ વગેરે દુઃખોનો સંપૂર્ણ નાશ થઈ જાય છે, તે જ અધ્યાત્મ વિદ્યા ઉપનિષ છે. શ્રીમદ્ શંકરાચાર્ય ઉપનિષદ એટલે એવી વિધા જે સંસારનો સમૂળ નાશ કરી શકે, તે વિદ્યાને--બ્રહ્મવિધાને ઉપનિષ કહી શકાય છે શ્રીરામ શર્મા આચાર્ય પણ આ જ અર્થ ઉપનિષદ્ શબ્દનો કરે છે. આચાર્યશ્રી શંકર બ્રહ્મવિદ્યાનું જે ગ્રંથમાં નિરૂપણ થયું હોય તે ગ્રંથવિશેપને પણ ઉપનિષદ કહીને જણાવે છે કે, અવિદ્યાનો નાશ થતાં બ્રહ્મવિદ્યા પ્રાપ્ત થાય છે. જે
કવિશ્રી નાનાલાલ ઉપનિષદ્ શબ્દને આવી રીતે સમજાવે છે, ઉપ એટલે કેટલાંક પાસેનાઓની સભા, જેમ પરિષદ એટલે ટોળે મળેલા સાર્વત્રિક સમુદાયની સભા. પ્રાતને કે દેશના મહાસમુદાય મળે અને સમગ્ર ચિત્તવન કરે તે પરિષદ. થોડાક ગુરુ શિષ્યો કે સમાનવી બ્રહ્મનિષ્ઠો મળે અને એકાંતિક ચિંતવન કરે તે ઉપનિષદ્દ એટલે કે મહાસમુદાયનું સભા ચિત્તવન તે પરિષદ અને (૩૫) અ૫ સમુદાયનું મંત્ર ચિન્તવન તે ઉપનિષદ્ આ ઉપનિષદ્ માત્ર ગુરુ-શિષ્યનાં જ નહીં સમાન કક્ષાના બ્રહ્મનિષ્ઠોનાં પણ છે. પ્રો. પણ ઉપનિષો અર્થ બ્રહ્મવિધા સંબંધી ઉહાપોહ કરનારાઓની પરિષદ તેવો આપે છે. આ જ બાબતને મુંડકો. પણ સમર્થન આપે છે.
અભ્યાસ પૂર્ણ થયા બાદ શાખાનાં કર્મ અનુસાર શિષ્યનાં મસ્તક ઉપર આચાર્ય સંસકાર આપતા, જે દ્વારા શિષ્ય ભવિષ્યમાં વેદને માત્ર શબ્દ રૂપે નહીં, પરંતુ અર્થરૂપે વિકસાવી શકે એવી ભાવના તે કર્મવડે થતી હતી. આ ઉપનિષદ્ શબ્દનો મૂળ ધૌગિક અર્થ જયારે પ્રકટરૂપે વેદની ચચાં જે મંડળીમાં યજ્ઞનાં સમયે થતી તે મંડળીને "પરિપદુ" સંજ્ઞા મળી હતી. ત્યારે ગુરુ-શિષ્યની જે નાની મંડળીઓમાં અધ્યયન-અધ્યાપન શુદ્ધ ભાવના પૂર્વક થતું તે મંડળીને "ઉપનિષદુ" સંજ્ઞા મળી હતી.'
For Private And Personal Use Only