________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
એકવાર તું જ્ઞાનચક્ષુથી નિહાળવા પામીશ કે અંદરમાં કેવો આનંદ છે તો ખરે જ એ અનુભવ તું કદી પણ વિસરી શકીશ નહીં. વારંવાર તને સ્વાનુભવમાં ડૂબવાનું મન થશે... પછી તો બસ જરાક સ્મરણ કરતા જતું એ આનંદલોકમાં વિહરી શકીશ.
અંદરમાં કરો તો તમને હરેકવેળા વિભિન્ન પ્રકારની અનુભૂતિઓ લાધશે. ક્યારેક સ્વરૂપમાં નહીં શોક – નહીં આનંદ– બસ – નીરવ પ્રશાંતિ પથરાયેલી અનુભવાશે. ક્યારેક આનંદના લોઢ ઉછાળા લેતા હોય એવું તો ક્યારેક મીઠી ગમગીની જેવું પણ અનુભવાશે.
નાનકડું શીશુ જેમ ક્યારેક અકારણ ખૂબ પ્રસન્નતામાં હોય– ક્યારેક માલુમ કોક શોકમાં હોય –
ક્યારેક નહીં ખિલખિલાટ કે નહીં ગમગીની બસ સહજ ઉપશાંત દશામાં હોય, એમ અંદરમાં ઠરતા પણ જાત-ભાતની સંવેદના કે સ્તબ્ધતા અનુભવાય છે.
સ્વરૂપ સંવેદનાની ગહેરામાં ગહેરી અનુભૂતિ સ્તબ્ધતાની છે. સમગ્ર ચેતન્ય ઠરીને જામ થઈ ગયું હોય અને –મન સાવ ભાવ-પ્રતિભાવથી વિમુક્ત થઈ અભાવ જેવું થઈ ગયું હોય -ને- જાતની તથા જગતની તમામ ગતી થંભી ગઈ હોય, એવી એ અનુભૂતિ છે.
ચૈતન્યની સ્તબ્ધતાની અનુભૂતિમાં વિચારો એવા સાવ થંભી ગયા હોય કે આપણે જાણે કે તદ્દન મૂઢ ન હોઈએ...એટલા મનના વ્યાપાર થંભી રહે છે. પ્રભુની પ્રતિમામાં અને આપણામાં એ વેળા બિલકુલ ભેદ નથી રહેતો. – રહે છે માત્ર અસ્તિત્ત્વનું ભાન – નિઃશબ્દ ભાન.
ચૈતન્યની સ્તબ્ધતા વેળા ત્રણે ભુવનમાં શાંતિ પથરાય ગઈ હોય એવી અનુભૂતિ થાય છે. આજુબાજુથી કોઈ રવ આવે તો પણ ભીતરના નિરવ સન્નાટાને એ બધા કરી શકતા નથી. મન એવું સૂનમૂન થઈ જાય છે કે જાણે એની અસ્તિ જ નથી. વાણીથી વર્ણન કેટલું થઈ શકે ?
કાલની અનુભૂતિ આજે થતી નથીઃ સવારની અનુભૂતિ સાંજે પુનઃ થતી નથી. તેથી સાધકે કોઈ પણ અનુભૂતિને પકડી રાખવા કે દોહરાવવા પ્રયત્ન કરવો ઘટે નહીં. નિત્યકૂન તરોતાજા જે પણ સહજ સંવેદના સ્વભાવતઃ હોય એ જ અનાદુર મને દવા સહજ પ્રયત્ન કરવો.
,
,
TITLE
રક