________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
૨૧
ભાઈ, પ્રારંભમાં વૃત્તિઓના સંશોધન- રૂપાંતરણનું કાર્ય અશક્યવત્ ભાસશે, પણ અમે સ્વાનુભવથી કહીએ છીએ કે, અભ્યાસે અભ્યાસે એ સહજ સુસાધ્ય બની શકે છે. એમ કામને ખુલ્લા રણમેદાનમાં જીત્યા વિના કોઈ નિષ્કામ-વિભૂતિ થઈ શકવાનો નથી જ.
વૃત્તિવિજય તો અનંત જન્મોની અપૂર્વ ઘટના હોય એ અસીમ આહલાદક અને તૃપ્તિદાતા છે જ. – પણ સંગ્રામનીય ઓર મજા છે. જેમ જેમ મોહનું બળ મંદ થતું જાય છે ને પોતાના મૂળ નિર્મોહી સ્વરૂપની નજદીક અવાતું જાય છે તેમ તેમ એની અપૂર્વ મજા છે.
વૃત્તિના સંગ્રામમાં...જ્યારે જ્યારે ભીડ પડે ત્યારે, પરમ એકલીન થઈ પોતાના અંતર્યામિનું ધ્યાન કરવું અંતર્યામિ પ્રતિ ખૂબ ભીના હૃદયવાળા બની જવું. અંતર્યામિનું ધ્યાન જામતાં જ મોહ અલોપ થવાં માંડશે. ‘અપ્પા સો પરમપ્પા' – પોતાનો આત્મા જ પરમાત્મા છે.
જs પ્રત્યેક આત્માની ભીતરમાં જ ભગવાન છે. એ શુદ્ધાત્માનું સ્મરણ, કામનાઓનું વિસ્મરણ આસાનીથી કરાવે છે. આત્મસ્મરણમાં નિરંતર લયલીન રહેનારને કોઈ કામના સતાવી શકવા સમર્થ નથી. આત્મસ્મરણમાં રત રહેવું એ અક્સીર ઉપાય છે.
* જOS પુનઃ કહીએ... પોતાના ત્રિકાળ શુદ્ધ આત્મદેવના સ્મરણમાં જે હરઘડી રત રહે છે એને કોઈ કામના ઘણું કરી સતાવી શકતી નથી. કામનાનો ઉદય થાય તોય આત્માનું વિસ્મરણ થવા પામતું નથી. – ઉદય આપમેળે શમી જાય છે.
કોઈ પણ આત્માને વસ્તુતઃ પ્રયોજન તો એક માત્ર સુખનું જ છે. જ્ઞાનીઓ કહે છે કે એ ભીતરમાં જ છે. – પણ જીવ ભંતિવશ બહારમાં સુખ માની બેઠો હોય કે ગમે તેમ પણ એ બહાર ઝાંવા નાખે છે – પરંતુ, ભીતરમાં કદિય ઈમાનદારીથી ખોજ જ કરતો નથી.
ભાઈ, ખરે જ સુખ ભીતરમાં છે – ભીતરમાં જ સાચો આનંદ ભર્યો પડ્યો છે. સમસ્ત જ્ઞાનીઓ પોકાર પાડીને કહે છે કે ભીતરમાં જે અનોખી જાતનો આનંદ રહેલો છે એવો નિરાળો આનંદ બહારમાં ક્યાંય-કશામાંય નથી. બાહ્યસુખની ભ્રમણા ત્યજી ભીતરમાં ખોજ કરવાની જરૂર છે.