________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
૧૯
સાધના સાચી લગન માંગે છે, નિશ્ચિત, લગનમાં દિનરાત મગન રહેનાર જ સિદ્ધિનો અધિકારી છે. સાધના ભોગ પણ માંગે છે...અલૈાકિક આનંદની પ્રાપ્તિ માટે લાકિક આનંદ જતા કરવા પડે તો એ ભોગ કાંઈ વિશેષ નથી - સોનું મેળવવા મુઠ્ઠીમાંના બોર જતાં કરવા જેવો એ ભોગ છે.
કોઈ કહે કે, અમારે જગતના ભોગ પણ સાધવા છે અને યોગીના યોગ પણ સાધવા છે: યોગ દ્વારા મળતી સર્વ સિદ્ધિઓ પણ ઉપલબ્ધ કરવી છે અને દૂન્યવી ભોગની મજા પણ ભરપુર માણવી છે. તો તેઓને એટલું જ કહેવાનું કે તમારા માટે યોગનો માર્ગ અનુકૂળ નથી.
જેને હજું વિષયાનંદ રૂચે છે. ભોગોમાં ભૂતકાળ જેવી જ મજા આવે છે. એણે આત્માનું દર્શન પણ યથાર્થ કર્યું નથી. – આત્મલીનતાનો અનિર્વચનીય આનંદ તો એણે જાણ્યો - માણ્યો જ નથી. અતીન્દ્રિય આનંદ માણ્યા પછી ઇન્દ્રિય સુખના રસ સ્વભાવતઃ ફિક્કા જ માલુમ પડે છે.
70T
=
હે જીવ ! તું પૂર્વક્રીડીત વિષયોના ભોગોપભોગના સ્મરણ વાગોળવા છોડી દે – એ સ્મરણ કેવળ આકુળતા અને અજંપો ઊપજાવનાર છે. પ્રશમરસમાં જેસુખ... જે અનુપમેય-અનિર્વચનીય-આનંદની અસ્ખલીત સરવાણી છે તેના જ સ્મરણ વાગોળને
11
ઉપશમરસમાં ઝબોળાઈ જા • હે જીવ ! તું પ્રશમરસમાં તરબોળ થઈ જા. પ્રશમરસ પ્યારો હોય તો વિષયોના સ્મરણ તું વિછોડી દે. યોગાનંદમાં એકલીનતા સાધી, તું ભોગોના ક્ષુદ્રાનંદ સામું નજર પણ માંડવી મૂકી દે. રત્નો મળ્યા પછી કાચના ટુકડાઓને કોણ પકડી રાખે ?
70T
જીવ ! તું વિચારોને જ જોયા કરે છો પણ જરાક ઠરીને, શાંત થઈ એ તપાસ ચલાવ કે આ વિચારો ક્યાંથી આવે છે ? શું બહારના વાતાવરણમાંથી આવે છે ? – કે, નિગૂઢમાંથી અંતરચેતનાના સ્તરેથી ઊઠી, ઉપરના સ્તરે આવે છે ? ઠરીને એની તપાસ કર.
70T
વિચારોનું ઉદ્ભવ કેન્દ્ર જ્યાં છે ત્યાં લક્ષને કેન્દ્રિત-એકાકાર કરવામાં આવે તો ખ્યાલ આવે કે, જેમ વાવાઝોડું જે કેન્દ્ર ઉપરથી ઊભું થાય એ કેન્દ્ર સાવ નિશ્વલ-શાંત-સ્થિર હોય છે. તેમ વિચારોનું પણ ઉદ્ભવ કેન્દ્ર સાવ નિશ્વલ-શાંત-સ્થિર છે. એ કેન્દ્રનું ધ્યાન કરવાનું છે.