________________
આ સિદ્ધાંત અનુસાર ચાર્વાકવાદીઓ ઈશ્વરનું કદાચ સમર્થન કરે છે, તો તે પણ રાજાના રૂપમાં. કેમ કે રાજા નિગ્રહ-અનુગ્રહ કરવામાં સમર્થ છે, ઐશ્વર્યશાળી છે તેથી તે જ ઈશ્વર છે, પરંતુ ‘આંખે દેખાય તેટલું જ માન્ય અને વિશ્વસનીય છે' આ વાત તર્કથી ખંડિત થઈ જાય છે. ચાર્વાક કે નાસ્તિક વિચારધારા ધરાવનારા લોકોએ પોતાના પરદાદા(પ્રપિતામહ)ને પોતાની આંખોથી જોયા નથી, છતાં પણ એમને માનવું પડે છે કે તેમના પરદાદા હતા.
કોઈ નાસ્તિકની પત્ની વિદેશથી પત્ર લખે કે ‘મારી કૂખે પુત્રજન્મ થયો છે.' શું પેલો નાસ્તિક પોતાની આંખોથી જોયા વગર જ પુત્રજન્મની વાત માની લેશે ? હા, જરૂર માનશે.
આ રીતે કોઈ નાસ્તિકના વિદેશમાં વસતા પુત્રનો પત્ર આવવાથી તે એમ કહે છે કે આ મારા પુત્રનો પત્ર છે,' જ્યારે તેનો પુત્ર તો પ્રત્યક્ષ નથી. આંખોથી વીજળી કે હવા દેખાતી નથી, પરંતુ વીજળી દ્વારા થતાં કાર્યો પંખો ચાલવો, મશીનો ચાલવાં, પ્રકાશ આપવો, હીટર દ્વારા ગરમી પેદા થવી વગેરે કામોને જોઈને અનુમાન કરાય છે કે વીજળી છે. પાંદડાં હાલતાં હોય, ઠંડી લહેર આવતી હોય, તો આ બધાથી વગેરે અનુમાન કરી શકાય કે હવા છે. આ જ રીતે નાસ્તિકમાં નાસ્તિક વ્યક્તિ પણ પ્રત્યક્ષ ઉપરાંત અનુમાન, આગમ (આમ્રવચન) આદિને પ્રમાણ માનીને સ્વીકારે છે, તો પછી ઈશ્વર અંગે માનવામાં આનાકાની કે આપત્તિ શા માટે ?
-
―
ઈશ્વર દ્વારા થતાં કાર્યો અથવા તો ઈશ્વરની મહત્તાને જોઈને ઈશ્વરના અસ્તિત્વનું અનુમાન કરી શકાય. વળી રાગદ્વેષ વિનાના દોષરહિત, સર્વજ્ઞ મહાપુરુષોનાં વચન (આગમ) પણ આમ કહે છે, તો પછી ઈશ્વરને માનવામાં કોઈ મુશ્કેલી હોવી જોઈએ નહીં.
આપણા ચિત્તમાં રહેલાં જ્ઞાન કે વિદ્યાને આપણે નરી આંખે જોઈ શકીએ છીએ ખરા ? વિદ્યા કે જ્ઞાનને કોઈ પ્રત્યક્ષ બતાવી શકે ખરું ? આમ છતાં વિદ્યા કે જ્ઞાનના કાર્ય કે વ્યવહારને જોઈને કહી શકાય કે અમુક વ્યક્તિમાં જ્ઞાન છે તેથી એ વિદ્યાવાન છે. ઈશ્વરીય સ્વરૂપનો વ્યવહાર કે કાર્ય જેનામાં દેખાય, તે ઈશ્વર કહેવાય. રાગદ્વેષરહિતતા (વીતરાગતા) અને નિર્દોષતા ધરાવનારને સર્વજ્ઞ વીતરાગ કહેવાય.
૧૬
રત્નત્રયીનાં અજવાળાં