________________
ઈશ્વરશ્રદ્ધાના અજવાળે
આજે મારે ઈશ્વર (સિદ્ધ ભગવાન) પર આસ્થાના સંબંધમાં તમારી સમક્ષ કેટલીક વાતો કહેવી છે. આજે જગતમાં ઝડપથી લોકો નાસ્તિક્તા તરફ વિશ્વાસ ધરાવવા લાગ્યા છે. ધર્મ અને ઈશ્વરને ઢોંગ સમજીને તેના પર શ્રદ્ધા રાખવી કે ઈશ્વરમાં વિશ્વાસ રાખવો અને આફત માને છે અથવા તો હાથે કરીને બંધનમાં ફસાવું એમ ગણે
છે.
જૈનધર્મ વૈજ્ઞાનિક ધર્મ છે. એ પ્રત્યેક બાબતને બુદ્ધિ, તર્ક અને યુક્તિની એરણે કસે છે અને કસોટીમાં પાર ઊતર્યા પછી જ એમાં આસ્થા રાખે છે.
નાસ્તિકો, ભૌતિકવાદીઓ અને ચાર્વાકના દર્શનમાં માનનારા કહે છે કે ઈશ્વરને માનવાની જરૂર જ શી છે ? ઈશ્વર આંખોથી નજરોનજર દેખાતો નથી, તો પછી તેને માનવો શા માટે ?
નાસ્તિક કે ચાર્વાક વિચારધારામાં માનનારાઓ ઈશ્વરના અસ્તિત્વમાં શ્રદ્ધા ધરાવતા નથી. તેઓ કહે છે કે આ જગતમાં જે નજરોનજર છે તે જ માન્ય અને વિશ્વસનીય છે. આ લોકથી ભિન્ન એવી આત્મા, પરલોક, ઈશ્વર આદિ કપોળકલ્પિત બાબતો છે. તેમના મત પ્રમાણે સુર્વે સત્યમ્'. (આંખે
દેખાય તે જ સત્ય છે.) ઈશ્વરશ્રદ્ધાના અજવાળે.
૧૫