________________
મુસાફરી અને પરાક્રમનું મંડાણ
છે, સ. ૧૮૨૭ના મે મહિનાની તેરમી તારીખે જગતને નિયમિત મુસાફર સૂર્ય હમણું જ ઊડીને આકાશમાં ઊંચે આવ્યો હતો, ને પૃથ્વી ઉપરના બીજા સૂર્ય મિ. સેમ્યુઅલ પિકવિક પણ પિતાની નિંદરમાંથી ઊઠીને ઊભા થયા. તેમણે પોતાના કમરાની બારી ઉઘાડી નીચેની દુનિયા ઉપર નજર નાખી, તે ગેલ-શેરી તેમના પગ નીચે પથરાયેલી હતી, ગેલ-શેરી તેમને જમણે હાથે ફેલાયેલી હતી; અને ગેલ-શેરી જ તેમને ડાબે હાથે પણ આંખ પહેચે ત્યાં સુધી લંબાતી પડેલી હતી.
- મિ. પિકવિકને એ જોઈ વિચાર આવ્યો, “અહા! જે ફિલસૂફ -પિતાની નજર સમક્ષ પથરાયેલી વસ્તુઓથી જ સંતોષ માને છે, અને તેમની પાર છુપાયેલાં સત્યો જોવા ને જાણવા તસ્દી લેતા નથી, તેમની માનસમૃષ્ટિ પણ આવી સંકચિત જ રહે છે. હું પણ એમની પેઠે જ અહીં પડયો રહું, તો ગૅલ-શેરીની દુનિયાથી જ વીંટાયેલો રહું અને તેની પેલી તરફ બધી બાજુએ જે અફાટ સૃષ્ટિ ફેલાયેલી પડી છે, તેનું યત્કિંચિત દર્શન પણ ન પામું.”
આ સુંદર વિચાર કરી લઈ, મુસાફરીએ નીકળવાના પોતાના નિર્ણયને વધુ દઢ કરી, મિ. પિકવિક કપડાં પહેરીને તૈયાર થવાની વેતરણમાં પડયા. મહાપુરુષો પોતાની બાહ્ય ટાપટીપ પાછળ વધુ વખત કે વધુ વિચાર ખર્ચતા નથી; એટલે મિ. પિકવિક શૌચ-પ્રસાધન-કેફી વગેરે બધું એકાદ કલાકમાં જ પરવારી લઈને કાચ-સ્ટેન્ડ આગળ