________________
પિકવિકિચનની જાહેર ઓળખાણ મિ. બ્લેટને જણાવ્યું કે, પ્રમુખશ્રી માટે તેમના મનમાં સંપૂર્ણ આદર હોવા છતાં, એ શબ્દ પાછો ખેંચી લેવા પોતે હરગિજ ના પાડે છે.
પ્રમુખશ્રીએ પછી એ માનવંત સભ્યને પૂછ્યું, “તમે વાપરેલો શબ્દ તમે ચાલુ અર્થમાં વાપર્યો છે કે કેમ, એ પૂછવાની મને ફરજ
મિ. બ્લેટને તરત જ ખચકાયા વિના જણાવ્યું કે, “મેં એ શબ્દ ચાલુ અર્થમાં નહિ, પણ પિકવિયિન અર્થમાં વાપર્યો છે.” (“સાંભળે, “સાંભળો,’ના પિકારે.)
પોતાના માનવંત મિત્રે ખુલ્લા દિલથી કરેલા આ સંપૂર્ણ ખુલાસાથી મિ. પિકવિકને ઘણે સંતોષ થયો અને તેમણે પણ સૌને એમ સમજવા આગ્રહ કર્યો કે, તેમણે પોતે પણ એ બારામાં જે કાંઈ કહ્યું હતું, તેને પિકવિકિયને અર્થ જ સમજવામાં આવે, (હર્ષનાદ.)”
અહીં આગળ એ બેઠકને અહેવાલ પૂરે થાય છે. કારણ કે, નાહક ઊભી થયેલી એક કડવી ચર્ચાને સંતોષજનક અને સમજી શકાય તે ઉકેલ આવી ગયો હતો. હવે બીજા પ્રકરણમાં જે માહિતી અમે રજૂ કરી છે, તેને કશા સત્તાવાર હેવાલ અમને મળ્યું નથી, પણ અમે જુદા જુદા પત્રો તથા પ્રમાણભૂત હસ્તલિખિત પ્રતો ઉપરથી એ બધું એકઠું કરી, કમબદ્ધ રૂપમાં ગોઠવીને રજૂ કર્યું છે, એ કહી દેવાની અને સંપાદક તરીકે અમારી ફરજ સમજીએ છીએ.