________________
પિકવિયિની જાહેર ઓળખાણ વિજય મેળવવાની કીર્તિ મારા મિત્ર ટ૫મનને વહાલી છે, અને મેદાન, હવા અને પાણીની રમતગમતમાં વિક્રમ સ્થાપવાની તમન્ના મારા મિત્ર વિકલને વહાલી છે. તેમ જ હું પણ એવી માનવસુલભ લાગણીઓ અને ભાવનાઓથી પ્રેરિત થયેલો માનવ છું (હર્ષનાદો)- અને કદાચ માનવસુલભ નિર્બળતાઓથી પણ. (“ના, “ના”, એવા મોટેથી પિકારે.)
કદીક પોતાની જાતને વધુ મહત્વ આપવાની ભાવના મારામાં પણ પ્રબળ બની હશે; છતાં સાથે સાથે હું એટલું જરૂર ઉમેરવા માગું છું કે, માનવજાતનું હિત સાધવાની વૃત્તિ પણ મારામાં તે સાથે જ એટલી જ પ્રબળ રહી છે–જેથી પેલી કેવળ કીર્તિની વાસના હમેશ અસરકારક રીતે બુઝાતી રહી છે. મેં જ્યારે “ટિટલએશિયન” સિદ્ધાંત જગતને અર્યો, ત્યારે મારા મનમાં જરૂર કંઈક ગર્વની લાગણી
સ્કરી આવી હતી – અને એ વાત હું ખુલ્લા દિલે કબૂલ કરી દઉં છું. ભલે પછી તે સિદ્ધાંત જગતમાં વિખ્યાત થવા લાયક હોય કે નહિ. (“જરૂર છે” એવો એક અવાજ; અને હર્ષનાદ.) હું એ માનવંત પિકવિકિયન સભ્યનું કથન સ્વીકારી લઉં છું કે, તે સિદ્ધાંત વિશ્વવિખ્યાત થવા લાયક છે; પરંતુ એ સિદ્ધાંતની ખ્યાતિ માનવજાતને જાણતા જગતના છેડા સુધી પહોંચે, તો પણ તે સિદ્ધાંતને કર્તા હોવાને લીધે મારા અંતરમાં જે અહંકાર ઊભો થાય, તે અત્યારે મારા અસ્તિત્વની આ સર્વોત્તમ ક્ષણે જે ગર્વ હું અનુભવી રહ્યો છું, તેની તેલે હરગિજ નહિ આવે. (હર્ષનાદે.)
હું પોતે બહુ નાચીજ વ્યક્તિ છું, (“ના, “ના') છતાં તમે બધાએ મોટું ગૌરવ પ્રાપ્ત થાય તેવી તથા કંઈક જોખમભરેલી સેવા માટે મને અત્યારે પસંદ કર્યો છે. મુસાફરી આજકાલ બહુ બિસ્માર હાલતમાં છે, અને કેચ-ગાડી હાંકનારા કેચમેનેનાં મન હંમેશ અસ્થિર રહે છે. રોજ કોઈને કોઈ કાચ-ગાડી ઊંધી વળ્યાના, ઘોડાઓ જોતર તેડી નાસી ગયાના, હેડીઓ ડૂખ્યાન, અને બોઈલરે ફાટયાના સમાચાર આવ્યા જ કરે છે. (એક અવાજ – “નહિ!નહિ!)