________________
પિકવિકિચનની જાહેર ઓળખાણ એ પત્ર-શાખાને દરેક સભ્ય પિતાનું મુસાફરી ખર્ચ પોતે જ ઉઠાવે, એ સિદ્ધાંતને આ ક્લબ હાર્દિક મંજૂરી આપે છે, તથા એ શરતેઓ સદરહુ શાખાના સભ્યો પિતાનાં પ્રવાસ તથા નિરીક્ષણ ગમે તેટલે વખત લંબાવે, તેની સામે તેને કશો વાંધો ઉઠાવવાપણું દેખાતું નથી.
સદરહુ પત્ર-શાખાના સભ્યોએ પોતે જે પત્ર લખે તેનું ટપાલખર્ચ, તથા પિતે જે પાર્સલ મેકલે તેમનું નૂર પોતે જ ભરવાને જે પ્રસ્તાવ રજૂ કર્યો છે, તેના ઉપર આ ક્લબે વિચારણું ચલાવી છે; અને આ ક્લબ એ પ્રસ્તાવ, જે મોટાં મનના લોકો તરફથી તે આવ્યો છે તેમને સર્વથા અનુરૂપ માને છે, અને તે ઉપર પિતાની સંપૂર્ણ અનુમતિની મહેર લગાવે છે.”
આ મંડળની ને લખનાર સેક્રેટરી ઉમેરે છે કે, પોતે આ ઠરાવો વાંચતો હતો તે વખતે તેની સામે ઘુમાવેલા ટાલિયા માથામાં કે તેની સાથેનાં ગોળ ચશ્માંમાં સામાન્ય નિરીક્ષકને તે કશું અને સામાન્ય ન લાગે; પરંતુ એ કપાળ હેઠળ મિ. પિકવિકનું વિરાટ મગજ ધમધમી રહ્યું હતું તથા એ ચશમાંના કાચ પાછળ પિકવિકની ઉજજવળ આંખો ચમકી રહી હતી. ત્યાં બેઠેલા એ માણસે હેમસ્ટેડનાં જંગી સરોવરેને તેમનાં મૂળ કારણ સાથે જોડી આપીને તથા ટિટલ-બેટ માછલાં અંગેનાં પિતાનાં સંશોધનથી આખા વૈજ્ઞાનિક જગતને ચોંકાવી મૂકયું હતું, એ યાદ રહે!
પછી તો ક્લબના સૌ સભ્યોએ “મિ. પિકવિક, “મિ. પિકવિક” એમ એકીસાથે બૂમ પાડીને તેમને કઈક બલવાનું જણાવતાં, તેઓશ્રી પોતાની વિન્ડસર-ખુરસી ઉપર ધીમેથી ઊભા થયા, અને પોતે જ સ્થાપેલી ક્લબને સંબોધીને બે શબ્દ બેલવા તૈયાર થયા. તે વખતે, સામાન્ય પુરુષે જેમને પહેર્યા હતા તો જે ટાઈટ-પાટલૂન અને ગેઈટરે કોઈનું ધ્યાન પણ ન ખેંચત, તે જ ટાઈટ-પાટલૂન અને ગેઈટરો મિત્ર પિકવિકે પહેર્યા હોવાથી જે અસાધારણતાની છાપ સૌ ઉપર પાડી