________________
પિકવિક લઇ આ ક્લબ એ બદલ સદરહુ સેમ્યુએલ પિકવિક, એક્વાયર, જી. સી., એમ. પી. સી. ને પોતાના હાર્દિક ધન્યવાદ સમર્પે છે.
સેમ્યુએલ પિકવિક, એસ્કવાયર, જી. સી. એમ. પી. સી.-ના ઉપરોક્ત લેખથી તથા તે ઉપરાંત તેમણે હોન્સ, હાઈગટ, બ્રિકન્સ્ટન અને કેમ્બરવેલ મુકામાએ ચલાવેલાં અથાક સંશોધનોથી વિજ્ઞાનની તે તે શાખાને જે લાભ થવાના છે, તેનું આ કલબને ઊંડું ભાન છે; છતાં, એ વિદ્વાન પુરુષ પિતાનાં સંશોધને વધુ વિશાળ ક્ષેત્રોમાં ચલાવે અને પિતાને પ્રવાસ વધુ વિસ્તૃત બનાવીને પોતાના નિરીક્ષણનું ક્ષેત્ર વધુ મોટું બનાવે, તે જ્ઞાનની વૃદ્ધિ અને જ્ઞાનના પ્રસારને જે અનુપમ લાભ અચૂક થાય, તેના પ્રત્યે આ ક્લબ આંખ મીંચી શકતી નથી.
“ઉપર દર્શાવેલો હેતુ નજર સમક્ષ રાખીને, સદરહુ સેમ્યુએલ પિકનિક, એસ્કવાયર, જી. સી., એમ. પી. સી., અને બીજા ત્રણ પિકવિકિય – જેમનાં નામે હવે પછી દર્શાવેલાં છે, તેમના તરફથી આવેલી, પિકવિક ક્લબની જંગમ પત્ર-શાખા સ્થાપવાની દરખાસ્ત ઉપર આ કલબે ગંભીરપણે વિચારણું ચલાવી છે.
“એ દરખાસ્તને આ મંડળ પૂરેપૂરી મંજૂર અને બહાલ રાખે છે.
અને તેથી, પિકવિક કલબની જંગમ પત્ર-શાખા આ સાથે વિધિસર સ્થાપિત થયેલી જાહેર કરવામાં આવે છે; અને સેમ્યુઅલ પિકવિક, એસ્કo, જી. સી., એમ. પી. સી., ટ્રેસી ટપમન, એસ્ક, એમ. પી. સી., ઓગસ્ટસ ઓંડગ્રાસ, એસ્કટ, એમ. પી. સી., અને નેથેનિયલ વિકલ, એસ્ક, એમ. પી. સી. ની સદરહુ શાખાના સભ્યો તરીકે પસંદગી અને નિમણૂક કરવામાં આવે છે. વખતોવખત તેઓ તેમની મુસાફરી અને સંશોધનના પ્રમાણભૂત અહેવાલે, તે તે સ્થળના લેકેનાં વર્તન અને રીતભાત વિષેનાં તેમનાં નિરીક્ષણે, તથા સ્થાનિક દો અથવા પરિચયથી જે વાત કે નેધો ઊભી થાય, તે સહિત તેમનાં પરાક્રમની પૂરી વિગતો લંડન મુકામે પિકવિક ક્લબને મોકલતા રહે, એવી વિનંતી કરવામાં આવે છે.