________________
પિકનિક ક્લબ
રહ્યાં હતાં, તેનું વર્ણન કરવા તેા કાઈ કળાકારે જ ત્યાં હાજર રહેવું જોઈતું હતું.
તેમની આસપાસ, જે સાથીઓએ તેમની મુસાફરીનાં જોખમે માં તથા તેમનાં સંશાધનેાની યશગાથામાં ભાગીદાર બનવાનું સ્વીકાર્યું હતું, તે ગેાઠવાયા હતા. તે જેમકે,— જમણે હાથે મિ॰ ટ્રેસી ટપમન, જે સ્ત્રી-જાતિ પ્રત્યેના તેમના નિત્ય વહેતા અખૂટ આદરભાવને કારણે હંમેશ તેમનાથી ભેદાઈ જવાની માનવસુલભ અને તેથી ક્ષમ્ય નિર્બળતા ધરાવતા હતા, તે બેઠા હતા. સમય અને ખાનપાને એક વખતની તેમની રેામાંચક આકૃતિને વિસ્તારી મૂકી હતી; અને તેથી તેમની સેાનાની ઘડિયાળની ચેઈન પણ એક એક ઈંચ કરીને તેમની ફાંદ આડે દબાતી જતી રહેવાથી તેમની દૃષ્ટિથી અગેાચર બનતી ગઈ હતી; અને તેમની હડપચીએ પણુ વધતાં વધતાં તેમના કલરને દબાવી દીધા હેતે; છતાં ટંપમનને ‘ માંહ્યલા ' જરાય બદલાયે। નહેાતે સુંદરી જાતિ માટેના તેમને પ્રશંસાભાવ હજી તેમના જીવનનું પહેલાં જેટલું જ મુખ્ય લક્ષણ રહ્યું હતું.
મિ॰ પિકવિકને ડાબે હાથે, કવિના જીવ કહી શકાય તેવા મિ સ્નૉડગ્રાસ બેઠા હતા; અને તેમની પાસે જ બધી મેદાની રમતગમતાના આભૂષણ રૂપ મિ૦ વિકલ બિરાજ્યા હતા; જેમનેા પેાશાક પણ તેમના જીવન-રસને અનુરૂપ ‘મેદાની ’ હતા.
મિ॰ પિકવિક આ પ્રસંગે જે વતૃત્વ કર્યું તથા તે ઉપર જે ચર્ચા ચાલી, તે બધું ક્લબના અહેવાલમાં શબ્દશઃ નાંધવામાં આવ્યું છે. અને મેટાં મેટાં અને વિખ્યાત મંડળેાની કાર્યવાહી સાથે એ બધાનું એટલું બધું સામ્ય છે કે, તેમાંથી ઘેાડીક વાનગી આ પાનાંમાં ઉતાર્યાં વિના સંપાદકને ચાલે એમ લાગતું નથી.
મિ॰ પિકવિકે શરૂઆતમાં જ જણાવ્યું (એમ સેક્રેટરી નાંધે છે) કે, “કીર્તિ દરેક માણસને વહાલી છે; જેમ, મારા કવિ-મિત્ર સ્નૉડગ્રાસને કવિ તરીકેની કીર્તિ વહાલી છે, સ્ત્રી-જાતિનાં હૃદયા ઉપર