________________ ( 18 ) જયાનંદ કેવળ ચરિત્ર, મુનિએ કેમ કાંઈ પણ ગ્રહણ ન કર્યું ?" શ્રાવકે કહ્યું—“ તમે તે તે વસ્તુ કેવી રીતે આપતા હતા, તે મને હમણાં બરાબર બતાવે.” તે સાંભળી તેમણે પ્રથમની હકીકત બધી કહી બતાવી. ત્યારે ખીરના છાંટા પૃથ્વી પર પડ્યા હતા, તેની ઉપર ઘણી કીડીઓ આવી હતી તે સર્વ જતા આવતા માણસના પગથી મર્દન થતી જઈ તે શ્રાવકે તેમને દેખાડીને કહ્યું કે –“હિંસાદિક અનર્થને કરનારા છાંટા જ તે ખીર નહીં લેવામાં કારણભૂત છે, અને ભાત વિગેરે ન લીધું તેમાં સચિત્ત ઉપરથી કે સચિત્તની નીચેથી લેવાથી તેની વિરાધનાનું કારણ છે. પછી દહીં ન લેવાનું કારણ સમજાવવા માટે અદતાનું પોતે ઢાંકીને દહીંનું પાત્ર તડકામાં મૂકયું, એટલે દહીંમાંથી તેના પર આવેલા દહીંની જેવા જ વર્ણવાળા વેત કુંથુવા બતાવ્યા કે જે તે દહીં ન લેવાના કારણરૂપ હતા, છેવટ તેઓએ માદક દેખાડ્યા, તે બેંતાલીશ દોષથી રહિત હતા, તે જોઈ શ્રાવકે કહ્યું કે -" આને નહીં ગ્રહણ કરવાનું કારણ હું જાણતો નથી, તેથી મુનિને જ પૂછશું. " આ પ્રમાણે સર્વ જઈ તથા સાંભળીને વિસ્મય પામેલા મંત્રીએ વિચાર્યું કે–“અહો ! અરિહંતના ધર્મની સૂક્ષમતા ઘણું જ આશ્ચર્યકારક છે, અને મુનિની નિસ્પૃહતા પણ અતિ આશ્ચર્યકારક છે. મેં વિચિત્ર પ્રકારના-જૂદા જૂદા પાત્રને અનેક પ્રકારે દાનો આપ્યાં છે અને અનેક શાસ્ત્રોનો અભ્યાસ પણ કર્યો છે, છતાં આવું કેઈ ઠેકાણે જોયું નથી.” પછી શ્રાવકે કહ્યું કે -" ચાલે આપણે તે મુનિને નમવા જઈએ અને કૃતાર્થપણું ધારણ કરીએ.” મંત્રીએ કહ્યું- “અમે તેનો અપરાધ કર્યો છે, તેથી તેને શી રીતે મોટું દેખાડી શકીએ ?" શ્રાવકે કહ્યું –“તે મુનિ કોઇના દેષને જેનારા જ નથી, તેથી તેમની પાસે આવવામાં લજા શા માટે રાખે છે?” પછી તે સર્વેએ ઉદ્યાનમાં જઈ તે મુનિને ભક્તિથી વંદના કરી. મુનિએ તેમને ધર્મલાભ રૂપ આશીષ આપી. પછી મંત્રીએ બે હાથ જોડી નમ્રતાથી કહ્યું કે –“હે પૂજ્ય ! અમે અજ્ઞાનને લીધે આપનો જે અપરાધ કર્યો છે, તે આપ ક્ષમા કરો. મુનિએ ક્રોધ પામ્યા હોય તો તે પોતાના તેજવડે કરોડો મનુષ્યને બાળી શકે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust