________________
ઇતિહાસ ]
પાલીતાણા અંબાલાલ જ્ઞાન ભંડાર
આણંદજી કલ્યાણજીની પેઢીના તાબામાં આ જ્ઞાનભંડાર છે. શાસ્ત્રસ ગ્રહ સારે. છે. સાધુ સાધ્વીઓને અમુક સમયે ઉપગ કરવા દેવામાં આવે છે. શ્રી દેવગિણિ ક્ષમાશ્રમણ જેને જ્ઞાનમંદિર–
આ જ્ઞાનમંદિર શેઠ આણંદજી કલ્યાણજીની દેખરેખ નીચે સારી રીતે ચાલે છે. સંસ્કૃત, પ્રાકૃત, ગુજરાતી, ધાર્મિક શાસ્ત્રીય સંગ્રહ ઘણું જ સારે છે. વ્યાકરણ, કાવ્ય, કેષ, ન્યાય, સાહિત્ય સંગ્રહ પણ સારે છે. શેઠાણ જસકેર બાઈની ધર્મ શાલામાં આ સંસ્થા છે. રાયબાબુ ધનપતસિંહજી જ્ઞાનભંડાર–
આ સંસ્થા તલાટી ઉપરના બાબુના મંદિરજીમાં છે. શાસ્ત્રસંગ્રહ સારે છે. સાધુ સાધ્વીઓના ઉપગ અર્થે સંસ્થા સ્થપાયેલ છે. મુનિમજીની વ્યવસ્થા છે,
શ્રી યશોવિજયજી જૈન ગુરુકુલ અને જેન બાલાશ્રમમાં પણ જ્ઞાનમંદિર, લાયબ્રેરી ચાલે છે, જેમાં ધાર્મિક સામાજિક પુસ્તકને સંગ્રહ છે. પેપરે પણ આવે છે. બન્ને સ્થાનેમ વ્યવસ્થા સારી છે.
આ સિવાય હમણાં જ નવીન બંધાયેલ મુક્તિકમલ જૈન સાહિત્યમંદિર તથા ગિરિરાજની શીતલ છાયામાં નીચે તલાટીની પાસે બંધાયેલ ભવ્ય આગમમંદિર પણ દર્શનીય છે.
પાલીતાણુ શહેરનાં જૈન મંદિરોની સંક્ષિપ્ત નોંધ ૧. મોટું દહેરાસર–
મૂલનાયક શ્રી આદિનાથ ભગવાન છે. વિ. સં. ૧૮૭૧ દીવબંદરનિવાસી શેઠ રૂપચંદ ભીમશીએ આ દેહરાસરજી બંધાવી મહા શુદિ બીજને દિવસે પ્રભુજીની સ્થાપના કરી હતી. આ મંદિરની વ્યવસ્થા શેઠ આ. ક. ની પેઢી રાખે છે. ૨, નાનું દહેરાસર (શ્રા ગોડીજી પાર્શ્વનાથજીનું મંદિર )
સુરત નિવાસી ભણશાળી હિરાચંદ ધરમચંદની ધર્મપત્નીએ ૧૮૫૦મા પાલીતાણામાંના પોતાના મકાનમાં નાનું દહેરાસર કરાવી, શ્રી ગોડીજી પાર્શ્વનાથજીની રહ્યાપના કરી હતી. હમણાં વિશાલ મંદિર બનાવી તેમાં પ્રતિષ્ઠા કરાવી છે. વ્યવરધા શેઠ આ. ક. ની પેઢી રાખે છે. ૩. ગોરજીના ડેલામાં શ્રી શાંતિનાથજીનું મંદિર
સ. ૧૯૫૦ માં રાયબાબુ ધનપતરિડછની અંજનશલાકાસમયે પ્રતિષ્ઠા થઇ છે. આ પ્રમાણે શ્વેતાંબર શ્રી સંઘના ત્રણ મંદિરો પાલીતા. હાં . નીચેના છ મંદિર ગામ બાર કવે. જેન ધમuળામા છે