________________
પાલીતાણા
[ જૈન તીર્થોનો વ્યાકરણ, કાવ્ય, કેશ, સાહિત્ય, ન્યાય આદિને અભ્યાસ કરાવાય છે. બ્રાહ્મણ પંડિતને ખાસ સ્થાન અપાય છે. અત્યારે તે ટ્રસ્ટીઓ દ્વારા વ્યવસ્થા ચાલે છે. રાયબાબુ બુદ્ધિસિંહજી જૈન પાઠશાલા
પાલીતાણા શહેર તથા બહારગામના યાત્રાળુઓના છોકરાઓને ધામિક જ્ઞાન આપવાની વ્યવસ્થા છે તેમજ શ્રાવિકાઓને તથા શ્રાવકને પણ જીવવિચારાદિ પ્રકરણોનું જ્ઞાન આપવાની વ્યવસ્થા છે. સાધુ સાધ્વીઓને માટે પણ પ્રબંધ છે. ચાલીશ વર્ષથી સંસ્થા ચાલે છે, વ્યવસ્થા સારી છે. દેખરેખ મોટી ટેળીની છે. શ્રી જિનદત્તસૂરિ બ્રહ્મચર્યાશ્રમ–
આ સંસ્થાની વ્યવસ્થા તથા દેખરેખ શેઠ પ્રેમચંદજી મરેઠી આદિ રાખે છે. ખાસ કરીને મારવાડ વગેરે પ્રદેશમાં વસતા જન વિદ્યાર્થીઓ અત્રે અભ્યાસ કરી શકે તે માટે પ્રબંધ આ સંસ્થામાં મુખ્યત્વે રાખવામાં આવ્યો છે. રાયબાબુ ધનપતસિંહજી પાઠશાલા
પાલીતાણુ શહેના જૈન વિદ્યાર્થીઓને ધાર્મિક જ્ઞાન અપાય છે. નાની ટેળી વ્યવસ્થા રાખે છે. ત્રીશ વર્ષથી સસ્થા ચાલે છે
જ્ઞાનભંડાર–લાયબ્રેરી તલકચંદ માણેકચંદ લાયબ્રેરી–
સુરત નિવાસી શેઠ તલકચંદ માણેકચંદે પાલીતાણામાં આવતા જેન યાત્રાળુઓને તથા પાલીતાણાની જનતાના લાભાર્થે આ લાયબ્રેરીની સ્થાપના કરી છે. ઈગ્લીશ, ગુજરાતી દૈનિક, સાપ્તાહિક, માસિક પેપરે આવે છે. પુસ્તક પણ સારી સંખ્યામાં છે. વીરબાઇ લાયબ્રેરી –
શેઠ કેશવજી નાયકની ધર્મપત્નીએ આ સંસ્થા સ્થાપી છે. સંસ્થા માટે ભવ્ય મકાન અર્પણ કરેલ છે. શાસ્ત્રીય પુસ્તકે શાશ્વસંગ્રહને જ સારે છે. વ્યાકરણ, કાવ્ય, સાહિત્ય, ન્યાયનાં પુસ્તકને સંરતુ પણ યથેષ્ટ છે. સાપ્તાહિક અને માસિક પિપેરે પણ આવે છે. પન્નાલાલ લાયબ્રેરી
બાબુ પન્નાલાલની ધર્મશાલામાં જ લાયબ્રેરી છે. પુસ્તકને સંગ્રહુ સામાન્ય છે. મુનિમજી જોઈએ તેને વાંચવા આપે છે. મોહનલાલજી લાયબ્રેરી–
ઉજમબાઈની મેડીમાં આ લાયબ્રેરી છે. સામાન્ય પુસ્તકસંગ્રહ છે. ટેળીવાળા વ્યવસ્થા કરે છે,