________________
-
-
પાલીતાણા
[ જૈન તીર્થોને પહાડ ઉપર ચઢતાં રસ્તામાં કુંડ અને વિસામાઓ આવે છે. આ વિસામાઓ ઉપર ગરમ અને ઠંડા પાણીની વ્યવસ્થા પેઢી રાખે છે.
ઉપર કિલ્લામાં રહેલ જિનમદિર અને ધાર્મિક સ્થાનેનું રીપેરીંગ, સાફસુફી, દેખરેખ પેઢી રાખે છે. ઉપર્યુક્ત કર્યો કરવા માટે પેઢી તરફથી ઉપર એક ઈન્સપિકટર રહે છે. સેંકડો પૂજારીઓ, સિપાઈઓ, કામ કરનારાઓ તેના હાથ નીચે કાર્ય કરે છે. પહાડ ઉપર રથયાત્રા, પૂજા, સ્નાત્ર આદિની વ્યવસ્થા પણ પેઢી જ કરે છે.
બીજાં કાર્યો માટે પણ પેઢીના હાથ નીચે સેંકડો માણસે કામ કરે છે.
નીચેની કેટલીક ધર્મશાલાઓ પણ પેઢીના વહીવટમાં છે. શેઠ આણંદજી કહથાણુજીની પેઢી એટલે એક નાને દરબાર સમજી હશે.
પેઢી તરકુથી એક મોટી પાંજરાપોળ છાપરીયાળીમાં ચાલે છે. ભાવનગર સ્ટેટ આ ગામ પેઢીને ભેટ આપેલું છે, ત્યાં સેક હજારે પશુઓનું પાલન થાય છે. શહેરમાં પણ પાંજરાપોળનું વિશાલ મકાન છે. અહીં શેડાં પશુઓ રાખી બાકીના છાપરીયાળી મોકલવામાં આવે છે. '
આ સિવાય પેઢી તરફથી પાઠશાલા, જ્ઞાનભંડાર, ઔષધાલય વગેરે પણ ચાલે છે.
સાતે ક્ષેત્રોની વ્યવસ્થા, સારસંભાલ અને દેખરેખ રાખવાનું મહાન કાર્ય આ પેટી કરે છે. આ સંસ્થા પાલીતાણાની મહાન અને પુરાણ સંસ્થા છે.
- ધાર્મિક કેળવણી સંસ્થાઓ શ્રી યશોવિજયજી જૈન ગુરુકુળ–
પાલીતાણા એ હિન્દુસ્તાનના જૈનસંઘનું મહાન તીર્થક્ષેત્ર છે તેમ જૈનધર્મના સંસ્કાર અને જ્ઞાન આપવાનું કાશી જેવું વિદ્યાક્ષેત્ર નથી તે પણ કેટલીક વિદ્યાપ્રચાર સંસ્થાઓ સારું કાર્ય કરી રહી છે. આ બધામાં સૌથી શ્રેષ્ઠ જ્ઞાનપ્રચાર કરનારી સંસ્થા તે શ્રી યશોવિજયજી જેન ગુરૂકુલ છે, જેની સ્થાપના અગત ગુરુદેવ શ્રી ચારિત્રવિજયજી મહારાજ સાહેબે કચ્છીએ) કરી છે. સંસ્થાની સ્થાપના પાલીતાણાને વિદ્યાપુરી બનાવવાની શુભ ભાવનાથી જ કરી હતી અને શરૂઆતમાં સંસ્કૃત, પ્રાકૃત તથા જૈનધર્મનું ઉત્તમ જ્ઞાન મળે તેવી વ્યવસ્થા હતી.
સં. ૧૯૬૮ ના કે. શુ ૫ ના રોજ આ સંસ્થાની સ્થાપના મહારાજ સાહેબ શ્રી ચારિત્રવિજ્યજી(કચ્છી)એ કરી હતી, એ જ સાલના વૈશાખ મહિનામાં સંસ્થા સાથે બેટીગ હાઉસની સ્થાપના કરી હતી. સંસ્થાનું શરૂઆતનું નામ યશેવિજ્યજી ન સંસ્કૃત પ્રાકૃત પાઠશાલા, બેડીંગ હાઉસ હતું.
૧૯૬ના ભયંકર જલપ્રલય સમયે ગુરુમહારાજ શ્રી ચારિત્રવિજયજીએ સેંકડે મનુ અને પશુઓના જાન બચાવ્યા હતા. મહારાજશ્રીનું આ મહાન પપકારી