________________
શ્રી શત્રુંજય
: 2:
[ જૈન તીર્થોના
શ્રી શત્રુંજય ર્ગારેરાજ (સિદ્ધાથલછ )
સંસારમાં દરેક પ્રાચીન ધર્મોમાં કાઈ ન કોઈ સ્થાનવિશેષ પૂજ્ય, પ્રતિષ્ઠિત અને પવિત્ર માનવાનાં ઉદાહરણા પ્રત્યક્ષ જ છે. મૂર્તિપૂજા માનનાર કે ન માનનાર દરેક વર્ગ, ઇશ્વરવાદી કે અનીશ્વરવાદી હરેક પેાતાનાં પવિત્ર તીસ્થાના માને છે હિન્દુ કાશી- હિમાલયાદિને, મુસલમાનો મક્કા તથા મદીનાને, ક્રિયના જેરૂસલમને, બૌધ્ધો બુદ્ધગયા, એધિવૃક્ષને હજારો વર્ષોથી તીરૂપે માને છે. આ ધર્માવલમ્બીએ પેાતાનાં પવિત્ર તીર્થસ્થાનાની જિંદગીમાં એછામાં ઓછી એકાદ વાર ચાત્રા અવશ્ય કરે છે અને પેાતાના જીવનને પૂનિત બનાવી પેાતાના જન્મ સલ થયાનુ માને છે. આવી જ રીતે જૈનધર્મમાં આવાં કેટલાંયે સ્થાને ઘણાં જ મહત્ત્વનાં, પૂજનીય અને પવિત્ર માનવામાં આવ્યાં છે. આમાં શત્રુજય, શિખરજી, ગિરનાર, પાવાપુરી, આપ્યૂ વગેરે મુખ્ય મહત્ત્વનાં તીસ્થાને છે. આ બધાં તીમા શત્રુંજય ગિરિરાજ શ્રેષ્ઠ, વધુ પવિત્ર અને પૂજનીય મનાય છે. દરેક તીર્થોમાં (શરતાજ સિધ્ધાચલજી મનાય છે.
જૈનેનું આ પ્રસિદ્ધ તીર્થસ્થાન સુખઇ ઇલાકાના કાઠિયાવાડ પ્રદેશના ગેહેલવાડ પ્રાતનાં પાલીતાણા નામના દેશી રાજ્યના પાટનગર પાલીતાણામા આવેલુ છે. મુંબઇથી વીરમગામ, વઢવાણુ, મેઢાદ થઇ ભાવનગર જતી બી. એસ. રેલ્વેનું શીહાર જંકશન છે ત્યાંથી એક નાની (બ્રાંચ) લાઇન પાલીતાણા જાય છે, આ લાઈનતું આ છેલ્લુ જ સ્ટેશન છે.
સ્ટેશનથી ગામ મો માઇલ દૂર છે. ગામમાં જવા-આવવા માટૅ સ્ટેશન પર ઘેાડાગાડી વગેરે વાહનાની સગવડ મળે છે. શહેરમાં પ્રવેશતા એક કસ્ટમથાણું છે જ્યાં નવા માલ પર સ્ટેટ તરફથી જગાત લેવામા આવે છે.
ભૂંગાલમાં પાલીતાણાનું સ્થાન ૨૧ અંશ, ૩૧ કલા, ૧૦ વિકલા ઉત્તર અક્ષાંશ અને ૭૧ અંશ, પ૩ કલા, ૨૦ વિકલા પૂર્વદેશાન્તર છે. પાલીતાણા એક શહેર છે અને તેની વસ્તી આશરે ૧૫૦૦ ની છે જેમા ૨૫૦૦ આશરે જૈન છે.
શહેરમાં થામાં રાજકીય મકાનેાને બાદ કરતા જેટલાં મેટાં મેટાં વિશાલ મકાના છે તે અધાં શ્વેતાંબર જૈન સમાજનાં જ છે. શહેરમા અધી મળીને ૮૦ થી ૯૦ જૈન ધર્મશાળાઓ છે, જેમાં લાખા જૈનયાત્રીએ આનદપૂર્વક ઉતરી શકે છે, આ ધર્મશાળામાં કેટલીક તા લાખ્ખા રૂપિયાના ખર્ચે દાનવીર જૈનેાએ બધાવી છે, જે દેખાવમાં મેટા રાજમહેલા જેવી લાગે છે. યાત્રિકાને ભાજન વગેરેની સગવડ મળે તે માટે જૈન સમાજ તરફથી એ જૈન લેાજનશાળા, એક જૈન દવાખાનુ અને નાની મેડટી પાઠશાળાઓ, સાહિત્યમદિર વગેરેની સગવડ છે,