________________
વ્યોમશિવાચાર્ય, આદિ વૈદિક તથા તત્ત્વોપપ્તવવાદી આદિના બ્રાન્ત મતોની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી છે. સપ્તભંગીનું સ્વરૂપ, સકલાદેશ અને વિકલાદેશની ભેદરેખા તથા આ અંગે આચાર્ય મલયગિરિ આદિના મતોની મીમાંસા કરીને સ્યાદ્વાદની જીવનોપયોગિતા સિદ્ધ કરી છે. એમાં સંશય આદિ દૂષણોનો ઉદ્ધાર કરીને વસ્તુને ભાવાભાવાત્મક, નિત્યાનિત્યાત્મક, સદસદાત્મક, એકાનેકાત્મક અને ભેદાભદાત્મક સિદ્ધ કરી છે.
૧૧. અગિયારમા પ્રકરણ “જૈન દર્શન અને વિશ્વશાન્તિમાં જૈન દર્શનની અનેકાન્તદષ્ટિ અને સમન્વયની ભાવના, વ્યક્તિસ્વાતન્યની સ્વીકૃતિ અને સર્વસમાનાધિકારની ભૂમિ પર સર્વોદયી સમાજનું નિર્માણ અને વિશ્વશાન્તિની સંભાવનાનું સમર્થન કરવામાં આવ્યું છે.
૧૨. બારમા પ્રકરણ “જૈન દાર્શનિક સાહિત્ય'માં દિગમ્બર અને શ્વેતામ્બર બન્ને પરંપરાઓના પ્રાચીન દાર્શનિક ગ્રન્થોની શતાબ્દીવાર નામોલ્લેખ કરીને એક સૂચી પ્રસ્તુત કરવામાં આવી છે.
આમ આ ગ્રન્થમાં જૈન દર્શનનાં બધાં અંગો પર સમૂલ પર્યાપ્ત પ્રકાશ પાડ્યો છે.
અન્તમાં તે બધા ઉપકારકોનો આભાર માનવાનું મારું કર્તવ્ય છે એમ હું સમજું છું કે જેમના સહયોગથી આ ગ્રન્થ આ રૂપે પ્રકાશમાં આવ્યો છે. સુપ્રસિદ્ધ અધ્યાત્મવેત્તા ગુરુવર્ય શ્રી ૧૦૫ ક્ષુલ્લક પૂજય પં. ગણેશપ્રસાદજી વર્ણીના સહજ સ્નેહ અને આશીર્વાદ મને સદા મળતા જ રહ્યા છે.
ભારતીય સંસ્કૃતિના તટસ્થ વિવેચક ડૉ. મંગલદેવજી શાસ્ત્રીએ (પૂર્વ પ્રિન્સિપલ ગવર્નમેંટ કોલેજ) પોતાનો અમૂલ્ય સમય આપીને પ્રાકથન લખવાની કૃપા કરી છે. પાર્શ્વનાથ વિદ્યાશ્રમની લાઈબ્રેરીમાં બેસીને જ આ ગ્રન્થના લેખનનું કાર્ય થયું છે અને તેના બહુમૂલ્ય ગ્રન્થરાશિનો તેમાં ઉપયોગ થયો છે. ભાઈ પંડિત ફૂલચન્દ્રજી સિદ્ધાન્તશાસ્ત્રીએ, જે જૈન સમાજના ખરા વિચારક વિદ્વાન છે તેમણે, મુશ્કેલ સમયમાં આ ગ્રન્થને જે લગન, આત્મીયતા
૨૫