________________
(૨૦) તેમને જન્મ સાઠંબા ( સાબરકાંઠા) જેવા ન્હાના ગામમાં થયો હતો. તેમનું મૂળ નામ બેચરદાસ હતું. માતપિતાને સ્વર્ગવાસ બાલ્યાવસ્થામાં જ થઈ જવાથી તેઓ પિતાના મોસાળમાં–દેહગામમાં મેટા થયા હતા. મામાનું નામ હતું શ્રી બુલાબદાસ અનેપચંદ. બહું જ હસમુખા અને વિનેદવૃત્તિના. કેરીને એમને મુખ્ય વેપાર હતો અને કેરી જેવા જ મીઠા અને એ જ મીઠાસ પૂ. મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી મહારાજમાં પણ ઉતરી આવેલી.
પ્રાથમિક અભ્યાસ દેહગામમાં પૂરો કર્યા પછી તેમણે સાંભળ્યું કે બનારસમાં આચાર્ય શ્રી વિજય ધર્મસૂરીશ્વરજી મહારાજે “યશવિજયજી જૈન પાઠશાળા” નામની એક સંસ્થા ખેલી છે અને તેમાં ભણવાની તથા રહેવાની નિઃશુલ્ક વ્યવસ્થા છે. ભાઈ બેચરદાસ પણ બનારસ પહોંચી ગયા અને સાત-આઠ વર્ષ સુધી સંસ્કૃત-પ્રાકૃત-ધામિક–હિન્દી વગેરે ભાષાને અભ્યાસ કર્યો અને તેમાં નિપુણતા મેળવી. વકતા બનવાની એમની પ્રબળ ભાવના. પં માલવીયાજી કે સુરેન્દ્રનાથ બેનરજી જે વક્તા બનું, એવી ભાઈ બેચરદાસની ઉડે ઉડે મનમાં તમન્ના હતી. પ્રબલ ઈચ્છા શું નથી કરી શકતી તેઓ પ્રખર વક્તા બન્યા. વ્યવસ્થા શક્તિ કે કાર્ય શક્તિ પણ તેમનામાં પહેલેથી સારી. આચાર્ય વિજય ધર્મસૂરીશ્વરજીના કાર્યોમાં તેઓ વિદ્યાર્થી અવસ્થામાં જ સહયોગ દેવા લાગ્યા. આચાર્યશ્રીની પણ તેમના પ્રત્યે મમતા. પરિણામે કલકત્તામાં બીજા ચાર સહાધ્યાયે સાથે બેચરદાસભાઈએ દીક્ષા લીધી અને તેમનું નામ “વિદ્યાવિજયજી પાડવામાં આવ્યું. જેમાંના એક ન્યાય વિશારદ ન્યાયવિજયજી મહારાજ પણ હતા. સાધુ અવસ્થામાં હંમેશા વ્યાખ્યાન આપવાનું હોય છે તેથી તેમની