Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
મોકલવાનો વિચાર કરતા હતા એટલામાં શુદ્રબુદ્ધિએ ગુરૂમહારાજને મારવાના અભિપ્રાયથી ચતુર્વિધ સંઘની સમક્ષ એવું પ્રગટ કર્યું કે વૃદ્ધાવસ્થાને કારણે ગુરૂ મહારાજના શરીરની સ્થિતિ સારી રહેતી ન હોવાથી તેમણે જ્યાં સુધી જીવે ત્યાં સુધી અનશન વ્રત ધારણ કરેલ છે. ક્ષુદ્રબુદ્ધિના આ પ્રકારનાં વચન નોને સાંભળી સમસ્ત ચતુર્વિધ સંઘ તે સમયે આચાર્યની પાસે આવી અને વિનંતી કરી કહેવા લાગ્યા કે હે મહાત્મા ! આપને અનેકાનેક ધન્યવાદ છે, આપ વાસ્તવમાં મહાન ભાગ્યશાળી છે. આપ જેવા જીનશાસનને પ્રકાશિત કરવાવાળા સૂર્યથી ધર્મની પ્રભાવના થાય છે. કરૂણાસાગર અમે આપના ગુણને ક્યાં સુધી વર્ણવી શકીયે. અમને બધાને તો એ જાણીને એ હર્ષ થયો છે કે આપે વૃદ્ધાવસ્થાથી જીર્ણ કૃશ અને નિઃસત્ત્વ શરીર હોવા છતાં પણ કાયરજનો દ્વારા દુષ્કર એવા આ કઠિનતર તીવ્ર અનશનનો અંગીકાર કરેલ છે. ચતુર્વિધ સંઘના આ પ્રકારનાં વચન સાંભળીને ગુરૂ મહારાજે ચિત્તમાં વિચાર કર્યો કે જે હું મારી ભુખ પ્રગટ કરું અને “આ સઘળા શિષ્યનો પ્રપંચ છે એમ જ કહું તે જીનશાસનની અવહેલના થાય છે, નિન્દા થાય છે, લઘુતા જાહેર થાય છે, માટે હવે તે શ્રેય એમાં છે કે અનશન વ્રત અંગીકાર કરી લઉં. કર્મક્ષયનો આ સહેજે સમય પ્રાપ્ત થયેલ છે. એને છોડ એ બુદ્ધિવાળી વાત નથી. આ પ્રકારે વિચાર કરી ગુરૂ મહારાજે સમાધિભાવ ધારણ કર્યો અને પરિણામેની અતિશય વિશુદ્ધિ અને વૃદ્ધિથી ક્ષપકશ્રેણી પર આરૂઢ બની ઘાતીયા કર્મોના નાશથી સિદ્ધગતિના અધિપતિ બની ગયા. દેવોએ ભદ્રબુદ્ધિ આચાર્યને પ્રાપ્ત થયેલ કેવળજ્ઞાનનો ઉત્સવ મનાવ્યો. આકાશમાં જયજયકાર સાથે દુદુંભિયો વગાડવામાં આવી, અને દેએ સાથોસાથ એ પણ જાણી લીધું કે આ આચાર્યની સાથે મુકબુદ્ધિએ સારો વહેવાર કરેલ નથી, તેણે એમને વધુમાં વધુ દુઃખ આપેલ છે, અને મનમા અવિનીતને વહેવાર એમની સાથે ચલાવ્યો છે. દેવતાઓએ આ વાતને સંઘમાં જાહેર કરી સંઘે ક્ષુદ્રબુદ્ધિને સંઘ બહાર કર્યો. મુદ્રબુદ્ધિ ગુરૂદ્વેષી હોવાના કારણે થોડા સમય બાદ અજીત પાપકર્મના ઉદયથી ઘણે દુઃખીત થયા, તેના શરીરમાં સેળ ૧૬ પ્રકારના રોગોએ પિતાનો પ્રભાવ જમાવ્યો. સંઘથી બહિષ્કૃત એવા એ શિષ્ય આ પ્રકારની તીવ્ર વેદના અને તિરસ્કારજન્ય દુઃખને અનુભવ કર્યો, અને છેવટે તેને દેહાંત થયે. મરણબાદ તેને દસ પ્રકારની તીવ્રતર ક્ષેત્ર સંબંધી વેદનાઓ સહેવી પડી. એ સ્થિતિ ભોગવી
એ જ્યારે ત્યાંથી નિકળે છતાં પણ તેના દુઃખનો અંત ન આવ્યો. એક ગર્ભમાંથી બીજા ગર્ભમાં જવું અને ત્યાંનાં કષ્ટ ભોગવવાં. એક સ્થળેથી મરી બીજે સ્થળે ફરી જન્મ ધારણ કરે અને કષ્ટ ભોગવવાં. આ પ્રકારે અનન્ત સંસારી બનેલ તે શુદબુદ્ધિના આત્માને બોધિનો લાભ દુર્લભ બની ગયે.
અવિનીતની અવસ્થાને દષ્ટાંત દ્વારા સૂત્રકાર પ્રદર્શિત કરે છે—મુળી. ઈત્યાદિ.
દ્રષ્ટાંત સહીત અવિનીત કા લક્ષણ ઔર અવિનીત શિષ્ય કા દ્રષ્ટાત
અન્વયાર્થ–(-૨થા) જેમ (પૂર્વ-પૂતિwf) સડેલા કાનવાળી (સુખી-સુની) કુતરી (શ્વસો-સર્વા) સઘલા પ્રકારથી (
નિસિનરૂ-
નિતે) પ્રત્યેક સ્થળેથી કાઢી મુકવામાં આવે છે. (વિં) આ રીતે (ટુરીસ્ટ-ડુશાસ્ત્ર )
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
૧૩