Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
નથી. શુક્લધ્યાનના બીજા પાયાની પ્રાપ્તિ વિના કેવળજ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. કેવળજ્ઞાનની પ્રાપ્તિ વિના શૈલેશી અવસ્થા પ્રાપ્ત થતી નથી. શૈલેશી અવસ્થાની પ્રાપ્તિ વિના સકલ કર્મોના ક્ષય થતા નથી અને સકલ કર્મોના ક્ષય વિના મુક્તિની પ્રાપ્તિ થતી નથી. અને મુક્તિની પ્રાપ્તિ વિના અમરપદ મળી શકતું નથી. અમરપદ મેળવ્યા વગર આત્મા સિદ્ધઅવસ્થાસ પન્ન અની શકતા નથી માટે હે નાથ ! આપજ સકલ કલ્યાણના કારણ છે. એટલે પ્રતિક્ષણ આપના ચરણાનું આરાધન જ મારૂ' સંચમ આરાધન છે. આ પ્રકારથી પોતાના ગુરૂની આરાધના કરતાં કરતાં નિધિએ તપ સંયમની આરાધના કરી અને ઘેાડાજ કાળમાં આત્મકલ્યાણ કર્યું. આવી રીતે અન્ય શિષ્યાએ પણ પેાતાના ગુરૂ પ્રત્યે વિનયશીલ રહેવું જોઇએ. રા
અવિનીત શિષ્ય કા લક્ષણ ઔર ઉસ વિષય મેં ક્ષુદ્રબુદ્ધિ શિષ્ય કા દ્રષ્ટાંત
શિષ્યમાં વિનીતતા અવિનીતતાના પરિત્યાગથી જ આવે છે. આ માટે વિનીતથી વિપરીત અવિનીતનું સ્વરૂપ સૂત્રકાર કહે છે—‘બાળાનિ,સરે.’ ઈત્યાદિ
અન્વયા (મુળ બાળનિસ-મુળાં બાજ્ઞા નિર્દેરા :) ગુરુની આજ્ઞાના અનાદર કરવાવાળા (અનુવવાચાહ) એમની સામે ન બેસવાવાળા (કિનીય) એમનાથી સત્તા પ્રતિકૂળ વર્તાવ કરવાવાળા (અસંતુū) જીવ અને અજીવ આદિના સ્વરૂપને નહી જાણવાવાળા એવા શિષ્ય (વિનોદ્વ્રુષ્ણદ્ગવિનીતઃ ઉજ્જતે ) અવિનીત કહેવાય છે,
ભાવા — આ ગાથાદ્વારા સૂત્રકારે વિનીતથી વિપરીત અવિનીતનું સ્વરૂપ પ્રદર્શિત કરેલ છે. જોકે આ વાત અર્થાપત્તિથી સ્વયંસિદ્ધ થઈ જતી હતી કે જે વિનીતના કથિત સ્વરૂપથી રહિત છે, તે અવિનીત છે, તે પણ અહિં સૂત્રકારે એના સ્પષ્ટ શબ્દો દ્વારા અલગ ઉલ્લેખ કરેલ છે, તેનુ કારણ વિશેષ રીતિથી વિવેચન કરવું એજ છે, કારણ કે મંદબુદ્ધિવાળા માણસ પણ આ વાતને સારી રીતે સમજી શકે. ગુરુની સમીપ તે અવિનીત શિષ્ય એટલા માટે રહેવા નથી ચાહતા કે તે વિચારે છે કે કદાચ ગુરૂની પાસે બેસું તે તેનું પ્રત્યેક કાર્ય મારે કરવું પડશે. આ માટે સારૂ એ છે કે હું તેમનાથી દૂર બેસું. આવું કરનાર શિષ્ય સ્વેચ્છાચારી બને છે. ગુરૂની પાસે બેસવાને ખાસ ઉદ્દેશ તા એ છે કે શિષ્યજન વિનય આદિ ગુણાને પ્રાપ્ત કરતાં કરતાં તપ સચમની આરાધના સુખથી કરી શકે. ગુરૂ મને કાંઇ પણ કહી ન શકે, ગુરૂ ઉપર મારા દાખ રહે, આ ખ્યાલથી તે પોતાના પૂજ્ય ગુરૂજનેામાં પણ દાષાને શોધવા લાગી રહે છે. આ કામ તેવા શિષ્ય કરે છે કે જે અસમુદ્ધ અર્થાત્ હિતાહિતના વિચારથી રહિત છે, અભિજ્ઞ શિષ્ય આવા નથી હાતા. ગાથામાં આ બધાં વિશેષણ હેતુહેતુમાવવાળાં છે, જેના અભિપ્રાય આ પ્રકારે છે. તે ગુરૂની આજ્ઞાનો પાલક એ ખાતર નથી કે તે ગુરૂની પાસે બેસતા
ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧
૧૧