Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વિનય કે વિષયમેં ગુણનિધિ શિષ્ય કા દ્રષ્ટાંત
આ અંગે ગુણનિધિ શ્રમણનું દૃષ્ટાંત કહે છે
ધમસિંહ આચાર્યને નિધિ નામના એક શિષ્ય હતા. તે બુદ્ધિવાળા અને પ્રકૃતિભદ્ર હતા. વિનીત હતા. ગુરૂ મહારાજ પાસે બેસવું, તેમના વચન અનુસાર ચાલવું, તેમની મનેવૃત્તિ અનુકૂળ કામ કરવું ઇત્યાદિ સમસ્ત સદ્ગુણાથી યુક્ત હતા. ઘણે! સુશીલ હતા. જ્યારે ગુરૂમહારાજ પધારે ત્યારે આસનથી ઉઠીને તે તેમને માટે વિનયપૂર્વક આસન આપતા, તથા જ્યારે ગુરૂ મહારાજ ત્યાંથી ઉઠીને જતા ત્યારે તે આસન લઇને તેમની પાછળ પાછળ જતા અને જ્યાં ગુરૂ મહારાજ બેસવા ઇચ્છે ત્યાં આસન બીછાવી ( પાથરી ) દેતા. ગુરૂ મહારાજની આજ્ઞા કયારે કેવી હશે, તેની પ્રતિક્ષણ પ્રતીક્ષા કરતા હતા. જે જે રૂતુમાં જે જે આહાર પાણી આદિ ગુરૂ મહા રાજની પ્રકૃતિને અનુકૂળ હેાયતે તે રૂતુમાંતે તે પદાર્થ લાવીને ગુરૂ મહારાજને અર્પણ કરતા. ગુરૂએ જે કંઈ કહ્યું એજ કરવું, એવું સમજીને કે ગુરૂ મહારાજ કદી પણ અન્યથા પ્રવૃત્તિ ન જ કરાવે. અહિતમાં પ્રવર્તન કરાવવાના અભિપ્રાય તેમના અંતઃકરણમાં કઇ વખત પણ જાગ્રત થાય જ નહીં, કેમકે તેઓ મારા હિતકારી છે. આ અભિપ્રાયથી—આવી દ્રઢ આસ્તાથી તે સદા ગુરૂની આજ્ઞાનું આરાધન કર્યા કરતા. સાથેાસાથ તેને એ પાકે વિશ્વાસ હતા કે ગુરૂ મહારાજ માતા પિતાથી પણુ અધિક ઉપકારી હેાય છે. કેમકે જન્મદાતા તે આ જીવને પ્રત્યેક ભવમાં પ્રાપ્ત થતા જ રહે છે. પરંતુ મુક્તિદાતા ગુરૂ તે સારા સભાગ્યથી જ મળે છે. નિધનને નિધિ સમાન તેવી રીતે આત્માને ગુરૂના સમાગમ ઘણા જ દુર્લભ છે. આત્મજ્ઞાનની પ્રાપ્તિ તેમનાથી જ થાય છે. ગુરૂ વિના તે કાલત્રયમાં પણ સમ્યજ્ઞાનના લાભ થઈ શકતા નથી. એએ તા સિદ્ધ-અજન સમાન છે. જે પ્રકારે સિદ્ધ-અજન આંખામાં આંજ વાના પ્રભાવથી જીવેાની ભૂમિગત નિધાનને લક્ષિત કરવાવાળી દિષ્ટ ખુલી જાય છે એવી રીતે ગુરૂની કૃપાથી આત્મજ્ઞાનના અનુભવ જીવને થવા લાગે છે. દુધને વલાવ્યાં શીવાય જેમ માખણનું મળવું અસંભવ છે તેમ ગુરૂની સેવા કર્યા સિવાય રત્નત્રયની પ્રાપ્તિ થવી મહાદુ`ભ છે. ધન્ય છે ગુરૂ મહારાજ!. શુનિધિએ આ પ્રકારના મનમાં વિચાર કરી ગુરૂમહારાજની સ્તુતિ કરી, જે આ પ્રકારની છે.—હે ગુરૂમહારાજ આપ મેઘની માફક મારા ચિત્તરૂપી ચાતકને કરૂણારસના વણુથી પ્રમુદ્રિત કરવાવાળા છે. શમ દમ આદિ ગુણસ્વરૂપ ઉદ્યાનને ફાલતા ફૂલતા બનાવવાવાળા છે, હે કરૂણાસાગર ! જ્યાં સુધી આપની કરૂણા રસા (દયાથી ભીની) દિષ્ટ જીવા પર નથી પડતી ત્યાં સુધી તેને સમ્યક્ત્વના લાભ થતા નથી. સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યા વગર જીવ કયારેય પણ તત્ત્વાતત્ત્વવિવેકરૂપ અમૃતથી ભરેલી ભાવનાને પેાતાનામાં ભરી શકતે નથી. અમૃત ભાવના ભર્યા વગર વિશુદ્ધ ધ્યાન કદી પણ જાગત થતું નથી. વિશુદ્ધધ્યાનની જાગૃતિ વિના જીવને ક્ષપકશ્રેણીની પ્રાપ્તિ થતી નથી. ક્ષપકશ્રેણીની પ્રાપ્તિ થયા વિના શુધ્યાનના બીજો પાયેા પ્રાપ્ત થતા
ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧
૧૦