Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ત્યારે તો એવું કહી રહ્યો છું તે નમ્રતાથી જવાબ સુધને આપે. સાબીત કરવાની ચેષ્ટા કરતાં પોતાના હાથમાં રહેલી સેનાના થાળની કિનાર તેને બતાવી, અને એ પણ જણાવ્યું કે જુઓ સેનાને થાળ જે તુટેલી અવસ્થામાં તમારે ત્યાં છે તેની આ કિનાર છે. આપની સમક્ષ જ હું તેને આ સાથે જોડું છું, કદાચ તે આ થાળ સાથે જોડાઈ જાય તે આપને મારી વાત સત્ય માનવી પડશે. સુનંદે એ વાતને સ્વીકાર કર્યો. સુધને સુનંદની સામે જ એ કિનાર તુટેલા થાળ સાથે જોડતાં તેની સાથે બરાબર મળી ગઈ. આ જોઈ સુનંદે કહ્યું-ઠીક છે, હવે તમે એ તે બતાવે કે તમે છો કેણ? આ પ્રકારે સુનંદના પૂછવાથી સુધને તેને પોતાને પરિચય આપ્યો. પરિચય સાંભળતાં જ ખૂબ જ હર્ષ પામ્યા અને કહેવા લાગ્યો કે ધન્ય છે આજને દિવસ, કે આપનાં દર્શન થયાં. તમારા પિતાએ મારી પુત્રી સાથે તમારું વેવિશાળ અગાઉ નક્કી કરેલું એટલે તમે મારા જમાઈ છે, અને તમે એગ્ય ઉમરના થયા છે, એ માટે મારી પુત્રીને અને મારા સર્વસ્વને પિતાનું માની મને કૃતાર્થ કરે. સુનંદનાં વચને સાંભળી સુધને કહ્યું-સંસારની વિચિત્રતાને જુઓ, ખરી રીતે પુરૂષ જ કામ ભેગેને પરિત્યાગ કરતો આવેલ છે, પરંતુ આશ્ચર્ય છે કે જ્યારે કામ–ભેગોએ જ પહેલેથી મને છોડી દીધેલ છે, ત્યારે સારામાં સારે માગ એ છે કે હું પણ આને સર્વથા છોડી દઉં, એટલે મને હવે નથી આપની પુત્રીથી મતલબ કે ન આપના સર્વસ્વથી. આ પ્રકારનાં વૈરાગ્યથી યુક્ત એવાં સુધનનાં વચને સાંભળીને સુનંદને પણ વૈરાગ્ય પ્રાપ્ત થયો. હવે વણિકુપુત્ર સુધનના વૈરાગ્યને જોઈ તેના પૂર્વભવને મિત્ર કે જે દેવ છે તે પ્રત્યક્ષ બની તેને કહેવા લાગ્ય-મિત્ર સુધન! તને પ્રતિબંધિત કરવા માટે જ મે આ સઘળો ખેલ રચેલ છે. ઠીક થયું કે તમે પ્રતિબોધ પામ્યા. આ પ્રકારે કહેતાં તેણે તેના માટે સાધુનાં ઉપકરણરૂપ દેરાસાથેમુખવસ્ત્રિકા, રજોહરણ અને પાત્ર આદિ સમર્પિત કર્યા. આ પ્રકારે સંગનાં કડવાં ફળને જાણીને સુધનની સાથોસાથ સુનંદે પણ પ્રવજ્યા અંગીકાર કરી.
હવે “બારસ મિકરવુળો એનો અર્થ કહે છે–અનગાર શબ્દને અર્થ ઘરનો પરિત્યાગ કરે. તે દ્રવ્ય અને ભાવના ભેદથી અગારના બે ભેદ છે. નિયત જે નિવાસનું સ્થાન છે તે દ્રવ્ય–અગાર છે. કષાય મેહનીય કર્મ ભાવ-અગાર છે. તેની ઉત્કૃષ્ટ સ્થિતિ આદિમાં જીવને વિરતિને લાભ થ. નથી. વિરતિને લાભ થવા માટે એની સ્થિતિ આદિ અલ્પ અપેક્ષિત થાય છે, આ માટે અપકષાયમેહનીયવાળા ભાવનગારરૂપથી વિવક્ષિત થયેલ છે. હવે “મિચ્છુ” શબ્દનો અર્થ કહે છે–ભિક્ષુ એજ થઈ શકે છે જે હનન ઘાતન આદિ કિયાઓને નવકેટીથી પરિત્યાગ કરે છે. અર્થાત્ હણવું, હણાવવું અને તેનું અનુમોદન કરવું. પકાવવું, બીજાથી તૈયાર કરાવવું, તેનું અનુમંદન કરવું, ખરીદવું, ખરીદાવવું, અને તેનું અનુમોદન કરવું, આ નવકેટી દેથી રહિત
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧