Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સંયોગ કે વિષયમેં દ્રષ્ટાંત
संयोगो हि वियोगस्य, संसूचयति संभवम् ।
अनतिक्रमणीयस्य, जन्म मृत्योरिवागमम् ॥ १ ॥ સંગ, અવશ્ય થવાવાળા વિયોગને સૂચક છે, જે રીતે જન્મ એ થનારા મૃત્યુના આગમનનું અવશ્ય સૂચક છે (૧). વળી....ચા વેષ્ઠ ર વષ્ટ ૨, સમેતાં મહોત !
સમેત્ર જ વેચાતાં, તદન્ મૂતમિનિમઃ ૨. જે રીતે સમુદ્રમાં ચારે તરફથી અનેક લાકડાઓ તણાઈને આવે છે, ભેળાં મળે છે અને થોડા જ ક્ષણ પછી તે પાછાં વિખરાઈ જાય છે. આજ રીતે આ સંસારમાં આ સંસારી જીવનું મીલન અને એ પછી અવશ્ય વિયોગ થાય છે (૨). વળી પણ...7 વસ્તુ વિઘટિતા પુનર્ધટન્ત, ન જ ઘટતા: સ્થિરતં શચતે !
पिपतिषुमवशं रुजन्ति वश्यास्तटतरुमाप इवापगागणस्य ॥३॥
જે મળીને ફરી જુદા થઈ જાય છે. એમનું એજ પર્યાયમાં એજ રૂપમાં ફરી મળવાનું થાશે, એ સર્વથા અસંભવ છે. જે મળ્યા છે તે અમારી સાથે સદા સ્થિર જ રહેશે–આ પણ કઈ કહી શકતું નથી. જે રીતે નદિયેનું પાણી પિતાના તટ ઉપરનાં વૃક્ષોને દુઃખ આપે છે, એજ પ્રકારે વક્ય-પ્રિય સ્ત્રી પુત્રાદિ મરતી સમયે મનુષ્યને દુઃખી કરે છે, અર્થાત્ એ સ્ત્રીપુત્રાદિક આ જીવને અનેક પ્રકારથી દુઃખી કરતાં રહે છે. આ માટે માતાપિતા આદિને સંગ સર્વથા ત્યાગવા ગ્ય છે.
આ અંગે સુધન નામના વણિકપુત્રનું દૃષ્ટાંત આ પ્રકારનું છે–
સુધન નામના એક વણિપુત્રને કેવી રીતે આ સંયોગનું ફળ કડવું માલુમ પડ્યું ? અને કેવી રીતે વિરક્ત બનીને તેને પરિત્યાગ કર્યો? એ વાત તેના આખ્યાન દ્વારા પ્રગટ કરવામાં આવે છે–મથુરા નગરીમાં સુભગ અને સુનંદ નામના બે વણિકુ નિવાસ કરતા હતા. સુભગનું ઘર દક્ષિણ દિશામાં હતું અને સુનંદનું ઘર ઉત્તર દિશામાં. એક દિવસની વાત છે કે એ બન્નેમાંથી એક બીજાને ઘેર મહેમાન બનેલ, ત્યાં આ બન્નેએ પરસ્પર વિચાર કર્યો કે– આપણે બન્નેને આ સ્નેહ કાયમ ટકી રહે તે હેતુથી આપણું બન્નેમાંથી કદાચ એકને પુત્ર હોય અને બીજાને પુત્રી હોય તે બન્નેના વિવાહ કરી દેવા. ભાગ્યવશાત્ એવું જ બન્યું કે, સુભગને ત્યાં પુત્રને જન્મ થયો, છોકરાનું નામ સુધન રાખવામાં આવ્યું ઉત્તર દિશામાં નિવાસ કરવાવાળા તે સુનંદને ત્યાં પુત્રી અવતરી, તેનું નામ કુસુમવતી રાખવામાં આવ્યું. અગાઉના નિશ્ચય અનુસાર તેમની સગાઈ કરવામાં આવી. સગાઈ પાકી કર્યા પછી સુભગનું મૃત્યુ થયું. પિતાના ધનનો અધિકારી પુત્ર હોય છે, આ નિયમ અનુસાર પોતાના પિતાના ધનને સુધન અધિકારી બ. કોઈ એક સમયે સુધને સ્નાન
ઉત્તરાધ્યયન સૂત્ર: ૧