Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કરવાના સમયે નાકરાથી ચાર સેાનાના કળશ, ચાર ચાંદીના કળશ, ચાર તાંખાના કળશ, અને ચાર માટીના કળશ પાણીથી ભરાવીને પોતાની ચારે તરફ—આજીમાજી ચારે દિશાઓમાં રખાવ્યા. આ પછી એના પૂર્વ ભવના મિત્ર જે દેવ પર્યાયમાં હતા તેણે આ રીતે સંચેાગી પદાર્થના સેવનમાં અધિક લાલસાનું નિરીક્ષણ કરી તેને પ્રતિબધ આપવા માટે ત્યાં આવ્યા. વણિકપુત્ર સુધને ન્હાવા માટે જ્યાં સુવર્ણ કળશને ઉપાડચો ત્યાં અદૃશ્ય રહેલા દેવના પ્રભાવથી તે કળશ તુરત જ અદૃશ્ય થઇ ગયા. આજ રીતે બીજા ત્રણ કળશેાની પણ એજ હાલત થઇ. વણિપુત્ર સ્નાનની જગ્યાએથી એકદમ ઉભા થઈ ગયા અને પાટલા ઉપર પાતે બેઠા હતા તેનાથી નીચે ઉતર્યાં ત્યાં એ પાટલે પણ અદૃશ્ય થઇ ગયા. એણે આશ્ચર્યચકિત બની ચારે તરફ જોવા માંડ્યુ પરંતુ કાંઇ સમજવામાં ન આવ્યું. એનામાં ધિરજ ન રહી. આથી અકળાઇ નાવાનું છેાડી દઈ ઘરમાં ગયા અને ભાજન કરવા ભાજનાલયમાં પહોંચ્યા જ્યાં રસાઇયાએ સેના ચાંદિના વાસણામાં એના બેઠા પછી ભાજન પીરસ્યુ’, ભેાજન પિરસાયા પછી તેની નજર સામે જોત જોતામાં ક્રમ ક્રમથી ભાજનપાત્રા અદૃશ્ય થવા લાગ્યાં. ખખર ન પડી કયાં ચાલ્યાં ગયાં. એક સુવણૅ થાળ જે તેની સામેથી ઉડવા માંડેલા તેને હાથથી પકડતાં એ થાળની કિનાર તુટીને તેના હાથમાં રહી ગઇ. અને માકીના થાળ અદૃશ્ર્વ બની ગયા. થાળના તુટેલા ટુકડાને હાથમાં રાખીને પેાતાના મુળ ધનને જોવા માટે ત્યાંથી ખીજી તરફ ગયા. ત્યાં જતાં શું દેખે છે કે પેાતાનું મુળ ધન પશુ અદૃશ્ય બની ગયું હતું આ રીતે પોતાની નજર સામે તેની સઘળી લક્ષ્મી અદૃશ્ય ખની ગઇ, નિધાન નષ્ટ થઇ ગયેા. દાસી દાસ વગેરે પિરવાર પણુ નષ્ટ થઇ ગયા, આ પછી સેાનાના થાલના ટુકડાને હાથમાં રાખીને તે અહિં તહિં ઘુમવા લાગ્યા. ફરતાં ફરતાં તેની દષ્ટ ઉત્તર દિશામાં રહેવાવાળા સુનદના મકાન ઉપર પડી, જે તેના પિતાના મિત્ર હતા. તે એના ઘેર ગયા. સુન દે તેને આવકારી પ્રેમપૂર્વક ભાજન કરવા બેસાડયા. ત્યાં સુધને પેાતાની નષ્ટ થએલી સઘળી વસ્તુઓ જોઇ તેજ સાનાના થાળ, એજ સેાનાના કળશ અને એજ રત્ન આદિ. જ્યારે તેની ષ્ટિ એ પેાતાની ચીજોનુ નિરીક્ષણ કરવામાં આસક્ત થઇ રહી હતી, ત્યારે અચાનક જ તેને ટાકતાં સુનદે કહ્યું-સુધન ! આ શું કરો છે ? તમારી ષ્ટિ આ સમયે કળ્યાં છે, શું મારી પુત્રીને જોઇ રહ્યા છે ? સુનંદના વચન સાંભળીને સુધને કહ્યું-મહાશય ! હું આપની પુત્રી તરફ જોતા નથી, પરંતુ એ વિચાર કરૂ છું કે “તમારે ત્યાં રહેલી આ સઘળી રત્નાદિક વસ્તુએ મારી છે, અહિં એ કઈ રીતે આવી” આ વાતના વિચાર કરી રહ્યો છું. સુન ંદે કહ્યું-તમારી હાવાનું શું પ્રમાણ છે. હા, પ્રમાણ છે,
ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧
D