Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પ્રશ્ન–જો છત્રીસ અધ્યયનાત્મક આ શાસ્ત્ર જ પ્રધાન મનાશે તો આચારાંગ વગેરે દ્વાદશાંગ કે જેનું પ્રરૂપણ પણ સ્વયં ભગવાને જ કરેલ છે, તે પ્રધાનરૂપનાં ન કહેવાવાને કારણે આની અપેક્ષા અપકૃષ્ટ–અપ્રધાન બની જશે, અને આ કારણથી તે પ્રેક્ષાવાન-બુદ્ધિમાનની દષ્ટિએ ઉપાદેય નહીં રહે. જે આ પ્રકારનો કદાચ કઈ પ્રશ્ન કરે છે એનું સમાધાન આ પ્રકારથી છે
સ્વયં ભગવાનથી પ્રતિપાદિત હોવાના કારણે કે બધાં દ્વાદશાંગાત્મક પ્રવચન પ્રધાન છે છતાં પણ અહિં આ વિનયશ્રુતાદિક છત્રીસ અધ્યયનેમાં પ્રધાનતા પ્રદર્શિત કરાયેલ છે, તે કેવળ પ્રસિદ્ધિને વશ હેવાનું સમજવું જોઈએ. ભગવાનની છેલ્લીદેશના સ્વરૂપ હોવાથી આ શાસ્ત્રમાં દ્વાદશાંગપ્રતિપાદિત અથને સંક્ષેપમાં સમાવેશ કરવામાં આવેલ છે, એટલે સૂત્રકારે પ્રસિદ્ધિથી જ આમાં પ્રધાનતા પ્રગટ કરી છે. દ્વાદશાંગનું વિસ્તારસહિત વાસ્તવિક તત્વ, આચારાંગ, સૂત્રકૃતાંગ વગેરે આગમાં ઠેકઠેકાણે વર્ણન થયેલ
એટલે પ્રસિદ્ધિવશ આને પ્રધાન કહેવામાં કાંઈ અનુચિત જેવું નથી. આ માટે આ મુલસૂત્રનું નામ ઉત્તરાધ્યયન કહેવાયેલ છે. ઉત્તરાધ્યયનના છત્રીસ અધ્યયન આ પ્રકારે છે–
અધ્યયનોં કે નામ નિર્દેશ
(૧) વિનયકૃત, (૨) પરિષહ, (૩) ચતુરંગીચ, (૪) અસંસ્કૃત, (૫) અકામસકામમરણ, (૬) ક્ષુલ્લકનિર્ગથીય, (૭) એલકીય (૮) કપિલક, (૯) નમિપ્રત્રજ્યા (૧૦) ધ્રુમપત્રક (૧૧) બહુકૃત, (૧૨) હરિકેશીય, (૧૩) ચિત્તસંભૂતીય (૧૪) ઇષકારીય, (૧૫) સભિક્ષુ, (૧૬) બ્રહ્મચર્યસમાધિ, (૧૭) પાપશ્રમણીય, (૧૮) સંયતીય, (૧૯) મૃગાપુત્રીય, (૨૦) મહાનિર્ચન્થીય (૨૧) સમુદ્રપાલી, (૨૨) રથનેમીય, (૨૩) કેશિગૌતમીય, (૨૪) સમિતીય, (૨૫) યજ્ઞીય, (૨૬) સામાચારી, (૨૭) ખલુંકીય, (૨૮) મોક્ષ માર્ગગતિ, (૨૯) સમ્યક્ત્વપરાક્રમ, (૩૦) તપમાર્ગ, (૩૧) ચરણવિધિ, (૩૨) પ્રમાદસ્થાન, (૩૩) કર્મપ્રકૃતિ, (૩૪) વેશ્યા, (૩૫) અનગારમાર્ગગતિ, (૩૬) જીવાજીવવિભક્તિ.
આમાં શ્રી સુધર્મા સ્વામીએ સર્વ પ્રથમ જખ્ખસ્વામી અને બીજા ઘણુ શિષ્યોને આ ઉત્તરાધ્યયન સૂત્રને અર્થ સમજાવવા માટે “વિનય છે મૂળ કારણ જેનું એ ધર્મ છે” એવું સમજી પહેલાં આ વિનયશ્રત નામના અધ્યયનનું પ્રરૂપણ કરતાં પ્રથમ સૂત્ર કહે છે–“સંગોના વિષમુ”િ ઈત્યાદિ.
અન્વયાર્થ(સંકો–સંચો ) સંગથી (વિષમુસ્લિ-વિમુરસ્ય) સર્વથા.
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧