________________
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર જિનાલયની ભમતીમાં શ્રી વિજય ચિંતામણિ પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી શ્વેત પાષાણની છે. તેમજ પદ્માસનસ્થ છે. આ પ્રતિમાજીની ઊંચાઈ ૩૧ ઈંચની છે. શ્રધ્ધાળુ ભક્તિ અને શ્રધ્ધાથી શ્રી વિજય ચિંતામણિ પાર્શ્વનાથની સેવાપૂજા કરે તો તેની સર્વ ચિંતાઓ નષ્ટ થાય છે. મહિમા અપરંપાર
પશ્ચિમી સંસ્કૃતિના આંધળા અનુકરણથી દોરવાઈને પ્રતીક્ષા અને સાગરે લવમેરેજ કરવાના નિર્ણય કર્યો. બન્ને હજુ કોલેજના પ્રથમ વર્ષમાં હતા. બન્નેમાંથી કોઈને દુનિયાદારીની ખબર નહોતી. લવમેરેજ કર્યા પછી ક્યાં જવું ? શું કરવું ? કાંઈ યોજના નહોતી.
પ્રતીક્ષાએ ઘેર પોતાની માતાપિતાને વાત કરી કે સાગર પરજ્ઞાતિનો છોકરો છે પણ મને ગમે છે આથી હું તેની સાથે લગ્ન કરવાની છું.
પ્રતીક્ષાની વાત સાંભળીને તેના માતા જયશ્રીબેન અને પિતા સુભાષભાઈ અત્યંત આશ્ચર્ય પામ્યા તેમજ સ્તબ્ધ થઈ ગયા.
સુભાષભાઈ અને જયશ્રીબેને પુત્રીને સમજાવવાનો ખૂબ પ્રયત્ન કર્યો પરંતુ સાગર પ્રત્યે અંધ બનેલી પ્રતીક્ષા કોઈ વાત સાંભળવા તૈયાર નહોતી.
જયશ્રીબેને કહ્યું : ‘દીકરી, તું જરા વિચાર તો કર... તારા પપ્પા મામલતદાર છે. સમાજમાં તેમની ઈજ્જત છે. તું આવું પગલું ભરવાનું છોડી દે...અમે સમાજમાં મોં બતાવવાને લાયક રહીશું નહિ...’
‘ના...મમ્મી...આજે તો આવા લગ્નનો વાયરો છે. તમારી વાતો બધી જૂની છે. જૂના જમાનાની છે. તમે હજુ કયા યુગમાં જીવો છો ?' પ્રતીક્ષા દલીલ કરતી.
માતા પિતાએ બે-ત્રણ દિવસ સુધી સમજાવવાનો અથાગ પ્રયાસ કર્યો પરંતુ કોઈ અર્થ સર્યો નહિ.
શ્રી ઉમરવાડીજી પાર્શ્વનાથ
૧૪