________________
દેવકુલિકા છે.
સંપર્ક : શ્રી ઘીયા (કંબોઈયા) પાર્શ્વનાથ જૈન શ્વેતામ્બર દેરાસરજી, ઘીયાનો પાડો, મુ.પો. પાટણ (જી.મહેસાણા) ઉ.ગુજરાત.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં બિરાજમાન શ્રી ઘીયા પાર્શ્વનાથ
શ્રધ્ધા અને ભક્તિનું પરમ મંગલ તીર્થધામ શંખેશ્વરમાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુનું મુખ્ય તીર્થ છે. દિનપ્રતિદિન આ તીર્થનો મહિમા વધતો જાય છે. શંખેશ્વર તીર્થનો ઈતિહાસ અત્યંત પ્રાચીન છે અને ભવ્યતાથી સમૃધ્ધ છે. શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ આવેલ છે. આ તીર્થધામના પ્રેરક તપાગચ્છ સૂર્ય આ.ભ.પૂ. પ્રેમસૂરિશ્વરજી મહારાજ તથા સ્વ. પૂ. આ. ભ. શ્રી સુબોધ સૂરિશ્વરજી મહારાજ રહ્યાં છે. આજે આ તીર્થ હજારો ભાવિકોની શ્રધ્ધાનું કેન્દ્ર બનેલ છે. આ તીર્થના દર્શનાર્થે દરરોજ મોટી સંખ્યામાં ભાવિકો આવતાં રહે છે.
આ તીર્થની પ્રતિષ્ઠા સંવત ૨૦૪પ મહાસુદ પાંચમના શુભ મુહૂર્ત કરવામાં આવેલ. આ તીર્થમાં મૂળનાયક રૂપે શ્રી ભક્તિ પાર્શ્વનાથ પ્રભુ બિરાજમાન છે.
લગભગ ૫૦ વિઘા ધરતી ઉપર ૮૪000 ચોરસ ફૂટના ઘેરાવામાં પથરાયેલું પદ્મ સરોવર આકારનું શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર જિનાલય જાણે પૃથ્વીના પાટલે પ્રગટેલું પદ્મ સરોવર ન હોય તેવો આભાસ થયા વિના રહેતો નથી.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર જિનાલયમાં પાર્શ્વનાથ પ્રભુની મનોહર, મનોરમ્ય ૧૦૮ પ્રતિમાજીઓ, પંચ ધાતુઓની ત્રણ મૂર્તિઓ તેમજ અન્ય પ્રતિમાજીઓ બિરાજમાન છે. આ તીર્થમાં આવવાથી પાર્શ્વનાથ પ્રભુના ૧૦૮ તીર્થોના એકી સાથે દર્શન, વંદન, પૂજન અને યાત્રાનો લાભ મળે છે. આ જિનાલય ૧૧૬ દેવકુલિકાઓના ૧૦૮ શિખરોથી તથા આઠ સામરણોથી સુશોભિત છે.
શ્રી ધીયા પાર્શ્વનાથ
૩૮