________________
‘હા.. .છેલ્લા બે-ત્રણ વર્ષથી ગયો નથી...' ચમનલાલે કહ્યું.
‘તમે તમારા પત્નીને લઈને શંખેશ્વર જાઓ, ત્યાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ વિહાર મહાપ્રાસાદ આવેલ છે તેમાં ફરતી ભમતીમાં ત્રેપનમી દેરી શ્રી ભદ્રેશ્વર પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી બિરાજમાન છે. ત્યાં દેવ દર્શન - વંદન, સેવા-પૂજા કરીને મનમાં સંકલ્પ ધારણ કરજો...દાદાની કૃપાથી બધું સારૂ થઈ જશે.'
‘ભાઈ, તો તો અમે કાલેજ જઈએ...’ચમનલાલ બોલ્યા.
એમજ થયું.
બીજે જ દિવસે ચમનલાલ અને દેવકીબેન શંખેશ્વર ગયા. મહેસાણાથી શંખેશ્વરનો માર્ગ નજદીક હોવાથી સવારે દસ વાગે પહોંચી ગયા. બન્ને શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારની ધર્મશાળામાં ઉતર્યાં. પ્રથમ સ્નાનાદિથી નિવૃત્ત થઈને સેવા-પૂજાના વસ્ત્રો ધારણ કરીને શ્રી ૧૦૮ પાર્શ્વ પ્રભુની પૂજા કરી પછી શ્રી ભદ્રેશ્વર પાર્શ્વનાથ પ્રભુની દેરી પાસે આવીને અનેરી શ્રધ્ધા સાથે સેવા-પૂજા અને ચૈત્યવંદન કર્યું. અને મનોમન પ્રાર્થના કરી. ચમનલાલે ફરી દર્શનાર્થે આવવાનો સંકલ્પ ધારણ કર્યો.
બન્ને સેવાપૂજા કરીને બહાર નીકળ્યા અને શ્રી શંખેશ્વર પાર્શ્વ પ્રભુની સેવાપૂજા કરી. એજ દિવસે બપોર પછી મહેસાણા જવા નીકળી ગયા.
ત્રણ મહિના પસાર થઈ ગયા. દેવકીબેનનો પેટનો દુઃખાવો ગાયબ થઈ ગયો. જે અઠવાડિયે - પંદર દિવસે પેટનો દુઃખાવો ઉપડતો તે સાવ શાંત થઈ ગયો.
બન્નેની શ્રધ્ધા શ્રી ભદ્રેશ્વર પાર્શ્વનાથ પ્રત્યે અપૂર્વ થઈ ગઈ. બન્ને દર્શનાર્થે જઈ આવ્યા અને અનેરા ભાવથી ભક્તિ કરી. શ્રી ભદ્રેશ્વર પાર્શ્વનાથ પ્રભુનું સ્મરણ મનોકામના પૂર્ણ કરે છે.
૧૦૨
શ્રી ભદ્રેશ્વરજી પાર્શ્વનાથ