________________
લલિતને કહ્યું : “દીકરા, આધુનિકતાના પ્રવાહમાં આપણે ન પહોંચી શકીએ...આપણે વ્યવસાય બદલવો પડે એ જ સાચો ઉપાય છે.'
“પિતાજી, આપણે વ્યવસાય બદલીએ તો પણ આવડી નાની ખોલી જેવડી દુકાનમાં બીજું કરી શકીએ ?'
લલિતભાઈની પત્ની સુરેન્દ્રનગરની હતી અને ભણેલી પણ હતી. તેનું નામ ભાવના હતું.
ભાવનાએ કહ્યું : “પિતાજીની વાત એકદમ સાચી છે. અને તમારી વાત પણ સાચી છે કે નાનકડી દુકાનમાં શું કરી શકીએ ? મને એક વિચાર આવે છે આપણે શંખેશ્વર જઈએ ત્યાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ જિનાલયની ફરતી ભમતીમાં શ્રી પ્રગટ પ્રભાવી પાર્શ્વનાથ પ્રભુની મનોરમ્ય અને ચમત્કારિક પ્રતિમાજી છે. તેમના દર્શન-વંદન અને ભક્તિ કરવાથી કોઈ માર્ગ સુઝી આવશે...”
સોમચંદભાઈ અને લલિતભાઈ બન્ને ભાવનાની વાત સાથે સહમત થયા. સોમચંદભાઈના પત્ની પ્રભાબેન ત્રણવર્ષ પહેલાં જ મૃત્યુ પામ્યા હતા.
બીજે દિવસે સોમચંદભાઈ, લલિત, ભાવના તથા તેમનો પાંચ વર્ષનો પુત્ર સુમિત શંખેશ્વર ગયા. શંખેશ્વરમાં સીધા શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં ગયા અને ધર્મશાળામાં રૂમ રાખી.
થોડીવાર આરામ કરીને, નવકારશી વાપરીને સ્નાન કાર્યથી નિવૃત્ત થઈને, પૂજાના વસ્ત્રો ધારણ કરીને શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારના જિનાલયમાં સેવા-પૂજા કરવા ગયા ત્યાં દરેક ભગવાનની પૂજા કરી, શ્રી પ્રગટપ્રભાવી પાર્શ્વનાથ પ્રભુની અનેરી શ્રધ્ધા અને ભક્તિ સાથે સેવા-પૂજા કરી. ભાવનાએ ચૈત્યવંદન કરાવ્યું. ત્યારબાદ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ દાદાની પૂજા કરવા માટે ગયા. સૌએ ત્યાં ભાવથી સેવા પૂજા કરી અને પાછા ધર્મશાળામાં આવ્યા.
શ્રી પ્રગટપ્રભાવી પાર્શ્વનાથ
૨૭૭