________________
શ્રી કલ્હારા પાર્શ્વનાથ
ગુજરાતના ભરૂચ શહેરમાં શ્રીમાળી પોળમાં શ્રી કલ્હારા પાર્શ્વનાથ પ્રભુનું મુખ્ય જિનાલય આવેલું છે. ભરૂચના પ્રાચીન નામો ભૃગુકચ્છ કે ભૃગુપુર હતા. આ ઘણી પ્રાચીન ભૂમિ છે. આ પ્રાચીન તીર્થ ભરૂચ રેલ્વે સ્ટેશનથી દોઢ કિલોમીટરના અંતરે આવેલું છે. રસ્તા માર્ગે પણ ગુજરાતના અનેક શહેરો સાથે સંકળાયેલું છે.
ભરૂચની પવિત્ર ભૂમિ વજસ્વામી, શ્રી બપ્પભટ્ટી સૂરીજી, શ્રી કાલિકાચાર્ય, શ્રી મલ્લવાદિસૂરી, શ્રીપાદલિપ્તસૂરી, શ્રી હેમચંદ્રાચાર્ય, શ્રી વિજયસેનસૂરી સહીત મહાન અને પ્રભાવક જૈનચાર્યોના પદાર્પણથી આ ભૂમિ પાવન થઈ છે. આ તીર્થના જીર્ણોધ્ધારમાં આચાર્ય ભગવંત શ્રી વિક્રમસૂરીશ્વરજી મહારાજા વગેરેએ ઊંડો રસ લીધો હતો. આ તીર્થની આજુબાજુમાં વેજલપુર, કબીરપુરા, કાવી, ગંધાર, દહેજ, જંબુસર વગેરેમાં ભવ્ય જિનાલયો આવેલા છે. અહીં ધર્મશાળા ભોજનશાળાની ઉત્તમ સગવડ છે. શ્રી કલ્હારા પાર્શ્વનાથનું બીજું તીર્થ પાટડી નજીકમાં આવેલ જૈનાબાદ ખાતે આવેલું છે.
શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ જિનાલયની ફરતી ભમતીમાં શ્રી કલ્હારા પાર્શ્વનાથ પ્રભુની દેવકુલિકા છે. અહીં શ્રી કલ્હારા પાર્શ્વનાથ પ્રભુની નયનરમ્ય અને દર્શનીય પ્રતિમાજી બિરાજમાન કરવામાં આવી છે.
વીસમા તીર્થકર ભગવંત શ્રી મુનિસુવ્રત સ્વામીના સમયમાં બ્રાહ્મણોએ અશ્વમેઘ યજ્ઞ માટે એક અશ્વ તૈયાર કર્યો. તે અશ્વ તીર્થંકર પ્રભુના ઉપદેશથી પ્રતિબોધ પામ્યો. તે અશ્વ શુભ ભાવમાં પોતાનું ચિત્ત સેવીને મૃત્યુ પામ્યો. અને દેવ બન્યો. તે દેવે પોતાના પરમ ઉપકારી પ્રભુનું જિનાલય બંધાવ્યું. તે જિનાલય અશ્વાવબોધ તીર્થ તરીકે ખ્યાતિ પામ્યું.
સિંહલદ્વીપના સિંહલ રાજાની કુંવરી સુદર્શનાએ જાતિ સ્મરણજ્ઞાનમાં પોતાનો પૂર્વનો સમડીનો ભવ જોયો. તેથી તેણે અશ્વાવબોધ ચૈત્યનો ઉધ્ધાર કરાવ્યો. તેને ‘શકુનિકા વિહાર’ નામ આપ્યું. ત્યાર પછી તો આ તીર્થના અનેકવાર જીર્ણોધ્ધાર થતા રહ્યાં છે. (વિમલભાઈ ધામી લિખિત ‘સુદર્શના’ પુસ્તકમાં વિસ્તૃત માહિતી કથાનક રૂપે અપાયેલ છે.)
શાંતુ મહેતાએ આ તીર્થ પર સુવર્ણનો કળશ પ્રસ્થાપિત કર્યો હતો. અંબડ નામના મંત્રીએ આ જિન પ્રાસાદ પાછળ બત્રીસ લાખ સોનૈયાનો વ્યય કરીને કાઇના જિનાલયને પાષાણમય બનાવ્યો. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યના
શ્રી ઝ્હારા પાર્શ્વનાથ
૨૯૪