Book Title: 108 Parshwanath Tirth Samput Part 02
Author(s): Prashantshekharvijay
Publisher: Ugamraj Bhanvarlal Shahji

View full book text
Previous | Next

Page 321
________________ પારસના ચરણમાં ‘કલ્હારા’ શ્રી કલ્હારા પાર્શ્વનાથ જે અતિ પ્રાચીન જિનબિંબ છે, જેનું બીજું નામ યશોધરા પણ છે. જે હાલમાં કલ્યાણ પાર્શ્વનાથ તરીકે પણ ઓળખાય છે. (મહાપ્રભાવિક કલ્હારા પાર્શ્વનાથ જૈનાબાદમાં પણ છે, ત્યાં આજે પણ અનેક ચમત્કારો થાય છે. તનમનધન અર્પણ સદા. EFOP કલ્ચરા નિરંજનોના જૈનાબાદને ‘કલ્હારા’ પારસ મોહભંજી કાલહારા બની જજો, નગરમાં એકવાર મુજને લઈ જજો, ભૃગકચ્છ તારા તીર્થ જગમાં જાણીતા, પારસનાથને ભાવે કરૂ હું વંદના. શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં બિરાજમાન શ્રી કલ્હારા પાર્શ્વનાથ ભારતવર્ષમાં જૈન ધર્મનો વિજયધ્વજ અતિ પ્રાચીન કાળથી લહેરાઈ રહ્યો છે. જૈનો વ્યવહાર કુશળ, ધર્મવત્સલ, અને કલાપ્રેમી રહ્યાં છે. ભારતમાં ધર્મપ્રિય શ્રેષ્ઠીઓએ પ્રભુભક્તિ માટે ઠેરઠેર જિનાલયોના ભવ્ય નિર્માણો કરાવીને તેમાં શ્રી જિનેશ્વર ભગવંતોની દૈદીપ્યમાન, પરમ પ્રભાવક પ્રતિમાજીઓ બિરાજમાન કરાવી છે. આજે પણ પ્રાચીન જિનાલયો ભૂતકાળના દિવ્ય સંભારણાની માફક અડીખમ ઊભા છે. ભૌગોલિક પરિસ્થિતિ, આક્રમણ અને સ્થળાંતર જેવા કારણોથી અનેક જિનાલયો અદૃશ્ય થયા છે. પરંતુ તીર્થનું મહાત્મ્ય અને તેનો પ્રભાવ પ્રાચીન કાળથી અકબંધ રહ્યો છે. આજે પણ તેમાં જરાપણ ઘટાડો થયો નથી. આજે શ્રી શંખેશ્વર તીર્થનો મહિમા દિન-પ્રતિદિન વધતો જાય છે. શ્રી પાર્શ્વ પ્રભુના અન્ય તીર્થો પણ એટલાંજ પ્રભાવક છે. શ્રી શંખેશ્વર તીર્થ અત્યંત પ્રાચીન છે. એનો ઈતિહાસ યુગો પૂર્વનો છે. આજે આ તીર્થ જાગૃત તીર્થસ્થાન છે. આ તીર્થસ્થાને હજારો યાત્રાળુઓની અવરજવર રહે છે. અને ભાવભરી ભક્તિથી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની સેવા-પૂજા-સ્તુતિ કરે છે. બાવીસમા તીર્થંકર શ્રી નેમિનાથ પ્રભુના કાળથી આ મહાતીર્થ અસ્તિત્વમાં છે. ૨૯૭ શ્રી ઝ્હારા પાર્શ્વનાથ

Loading...

Page Navigation
1 ... 319 320 321 322 323 324