Page #1
--------------------------------------------------------------------------
________________
શ્રી 100 પાનાથ
પ્રેરક : પ્રેમ ગુરૂ કૃપાપાત્ર ૫.પૂ.આ.શ્રીernશેખરસૂરીશ્વરજી મ.સા.
સંપાદકઃ પૂ.મુનિશ્રી પ્રશાંતશેખર વિ.
Iકશક...
ઉગમરાજ ભંવરલાલજી શાહજી ૩૧૨, કોમર્સ હાઉસ, ૧૪૦ નગીનદાસ માસ્તર રોડ, ફોર્ટ, મુંબઈ-૪૦૦ ૦૨૩.'
Page #2
--------------------------------------------------------------------------
________________
• વિશ્વપૂજય શ્રીમદ્ વિજય રાજેન્દ્રસૂરીશ્વર
કલિકાલ કલ્પતરૂ પ્રાતઃ સ્મરણીય વિ
સ્વર્ગારોહણ શતાબ્દિ મહોત્સવે ગુરૂ ચરણે અર્પણ...
શાહ ભંવરલાલ સોહનરાજજી પરિવારના
શત્ શત્ વંદન...
83
Page #3
--------------------------------------------------------------------------
________________
વજય પ્રેમસ,
- બ.શ્રી વિ
તપાગચ્છસ
ગચ્છસૂર્ય પ.પૂ. આ.
રજી મહારાજ
શા ભક્તિના નંદન...
અગાધ પુણ્યાઈ લઈને જન તપગચ્છનાયક પ્રેમસરી
યક પ્રેમસૂરીશ્વજી , તુમ ચરણે હો વંદન
શાહ ભંવરલાલ] સોહનરાજજી પરિવાર
Page #4
--------------------------------------------------------------------------
Page #5
--------------------------------------------------------------------------
________________
( GET
શ્રી ૧u૮ પાનાથ
તીર્થ સંપુટ
પ્રેરક : પ્રેમ ગુરૂ કૃપાપાત્ર પ.પૂ.આ.શ્રીerનોખમૂર્ધન્વરજી મ.સા.
સંપાદક પૂ.મુનિશ્રી પ્રશાંતશેખર વિ.
પ્રાશક..
as, A; 33 દૈ14 જce & tree .શ$ ' , , ઉગમરાજ ભંવરલાલ શાહજી રમવા દA33 % - ૩૧૨, કોમર્સ હાઉસ, ૧૪૦ નગીનદાસ માસ્તર રોડ, ફોર્ટ, મુંબઈ ૪૦૦ ૦૨૩.
Page #6
--------------------------------------------------------------------------
________________
- સર્વ હક્ક પ્રકાશન્ને આધીન
- પ્રાશન તારીખ ઃ ૭-૫-૦૬, રવિવાર
- મૂલ્ય : શ્રી પાર્શ્વનાથ આરાધના
- પ્રત: ૧000 નક્ત
-: પ્રાપ્તિસ્થળ :ઉગમરાજ ભંવરલાલજી શાહજી ૩૧૨, કોમર્સ હાઉસ, ૧૪૦ નગીનદાસ માસ્તર રોડ, ફોર્ટ, મુંબઈ-૪૦૦ ૦૨૩. ફોન : ૦૨૨-૨૨૬૫૧૩૧૨
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર
શંખેશ્વર મહાતીર્થ મુ. શંખેશ્વર, તા. સમી, જી. પાટણ (ઉ.ગુ.)
ફોન : ૦૨૭૩૩-૨૭૩૩૨૫
મુદ્રકઃ જૈનમ્ ગ્રાફીક્સ
સી-૧૪૧, પહેલો માળ, બી.જી. ટાવર, દિલ્હી દરવાજા બહાર, શાહીબાગ, અમદાવાદ. ફોન : ૨૫૬૨૭૪૬૯, ૨૫૬૩૦૧૩૩.
Page #7
--------------------------------------------------------------------------
________________
અર્પણ
જેમની નસ નસ માં છે, સંયમની ખુમારી.. જેમના શ્વાસોચ્છવાસમી છે, જિનભક્તિ... જેમની કૃપાદ્રષ્ટિ જ, મારા જીવના મુડી... જેમના દમ દમમાં, શાસન પ્રભાવનાનો મંત્ર... જેમના અણુ અણુમાં, સમતા ભાવમતો હોય...
મારા
આવા પરમ શ્રેષ્ઠ ગુરૂની કૃપા અને અંતરના આશીર્વાદ વિના આત્મકલ્યાણ સંભવ નથી... | સો સો સૂરજ ભલે ઉગે ચંદા ઉગે હજાર... ચંદા સૂરજ ભલે ઉગે પર ગુરૂ બિન ધોર અંધાર...
એવા આ ગુરૂદેવ ના ચરણ કમલમાં તેમના ૭૫ માં સંયમ સુવર્ણ મહોત્સવે “શ્રી ૧૦૮ પાર્શ્વનાથ તીર્થ ઈતિહાસ” માળા અર્પણ કરીએ છીએ.
શ્રી પ્રેમગુરુ ક્ષાપાત્ર શિષ્યરના પં.શ્રી રત્નશેખર વિ. મ.સા.
Page #8
--------------------------------------------------------------------------
________________
Sજી શાહ
aHUJ)
Page #9
--------------------------------------------------------------------------
________________
નોનCO TOO
હું દાદીજી પ્યારીબાઈ સોર
Page #10
--------------------------------------------------------------------------
________________
' 'DDDDDDDnt ,
CCC
શિાહ વિરલાલા સોહનરાજજી શાહજી
પૂ.પિતાશ્રી એ તેમના જીવનકાળ દરમ્યાન કરેલા
તપશ્ચર્યા... તળેટી થી શત્રુંજયદાદાની નવાણું યાત્રા, વર્ષીતપ એકાસણાથી, ૧૧ ઉપવાસ, અઠ્ઠાઈતપ, છરીપાલ સંઘ ૮ દિવસનો...
Page #11
--------------------------------------------------------------------------
________________
DDDDDDDDD
cocco coo શાહશીતાબેના ભવરલાલજી શાહજી
પૂ.માતુશ્રી એ તેમના જીવનકાળ દરમ્યાન કરેલ તપશ્ચર્યા... વીશસ્થાનક તપ, ૪ માસીક તપ, ઉપધાન તપ, તળેટી થી શત્રુંજયદાદાની નવાણું યાત્રા, ૩ માસીક તપ, ૨ માસીક તપ, ૧ માસીક તપ, ઉપવાસ થી તેમજ આયંબિલથી વર્ષીતપ, અઠ્ઠાઈ, નવપદ ઓલી, ૫૦૦ આયંબિલ તપ, ૧૦૨૦ એકાસણા તપ, છરીપાલિત સંઘ ૨ મહિનાનો...
Page #12
--------------------------------------------------------------------------
________________
तपागच्छ सूर्य प.पू. आ. ल. श्री विभ्य પ્રેમસૂરીશ્વરજી મહારાજા નો शुभसंहेश...
श्री सोसोखाङ पार्श्वनाथतीर्थ संपुटना प्रकाशनमा धर्मनी परिवार के लाल वस्ती उदारता जताते रजतुमाहनीयो वाय या पुस्तक वांगी लाकार जती आत्मल्या सार्व खेड शुभालिलाथा.
जा-विषय प्रेम सूरि
बित्संख्डर के सुटि
राजेश्वर
ता. 30-४-२००५ रविवार, महातीर्थ
O
Page #13
--------------------------------------------------------------------------
________________
સ્થળ
ઉ૮ શ્રી સેસલીજી પાર્શ્વનાથ-સેસલી (રાજ.),
ઉલે શ્રી વિજય ચિંતામણી પાર્શ્વનાથ-ખંભાત (ગુજ.)
૪
શ્રી ઉંમરવાડીજી પાર્શ્વનાથ-સુરત (ગુજ.),
૪િ૧ શ્રી કુદ્ધેશ્વર પાર્શ્વનાથ-ક્રેશ્વર (મ.પ્ર.),
૪િ૨ શ્રી ભીડભંજનજી ભગવાન-ખેડા (ગુજ.),
|૪૩ શ્રી નવપલ્લવ પાર્શ્વનાથ-માંગરોળ (ગુજ.),
Page #14
--------------------------------------------------------------------------
________________
૪૪ શ્રી ઘીયા પાર્શ્વનાથ-પાટણ (ગુજ.)
શ્રી પોસલીયાજી પાર્શ્વનાથ-પોસલીયા (રાજ.),
(
કી
((( 1 )
!
૪છે શ્રી વારાણસી પાર્શ્વનાથ-વારાણસી (ઉ.પ્ર.),
૪િ શ્રી સપ્તફણા પાર્શ્વનાથ-મોટીભણસાલ (ગુજ.),
૪િ૮ શ્રી લોઢણજી પાર્શ્વનાથ-ડભોઈ (ગુજ.),
૪િ૯ શ્રી ક્રેડાજી પાર્શ્વનાથ-ભૂપાલસાગર (રાજ.),
[૫
શ્રી ડોહલાજી પાર્શ્વનાથ-ધોતા (ગુજ.),
Page #15
--------------------------------------------------------------------------
________________
૫૧ શ્રી ચમત્કારી પાર્શ્વનાથ-વર્ધમાનપુર (મ.પ્ર.)
૫૩ શ્રી ભદ્રેશ્વરજી પાર્શ્વનાથ-ભદ્રેશ્વર (ગુજ.)
૫૬ શ્રી સહસ્ત્રફણાજી પાર્શ્વનાથ-સુરત (ગુજ.)
all 104 Im શા
//
૫૪ શ્રી ચંપાજી પાર્શ્વનાથ-પાટણ (ગુજ.)
૫૨ શ્રી શેરીસાજી પાર્શ્વનાથ-શેરીસા (ગુજ.)
૫૭ શ્રી સુરજમંડનજી પાર્શ્વનાથ-સુરત (ગુજ.)
WAMEK
૫૫) શ્રી સુખસાગરજી પાર્શ્વનાથ-અમદાવાદ (ગુજ.)
૫૮ શ્રી સોમચિંતામણીજી પાર્શ્વનાથ-ખંભાત (ગુજ.)
Page #16
--------------------------------------------------------------------------
________________
૫૭ શ્રી અલૌક્કિ પાર્શ્વનાથ-હસામપુરા (મ.પ્ર.)
૬૧ શ્રી પલ્લવીયાજી પાર્શ્વનાથ-પાલનપુર (ઉ.ગુ.)
૬૪ શ્રી સિરોડીયાજી પાર્શ્વનાથ-સિરોડી (રાજ.
$il 10t
T શા
૬૨ શ્રી આશાપુરણ પાર્શ્વનાથ-નુન (રાજ.)
૬૫) શ્રી ચારૂપ પાર્શ્વનાથ-ચારૂપ (ગુજ.)
૬૦ શ્રી ક્લ્યાણ પાર્શ્વનાથ-વિસનગર (ઉ.ગુ.)
શ્રી સ્વયંભૂ પાર્શ્વનાથ-કાપરડા (રાજ.)
નાન
પ
माय
માં
૬૬ શ્રી । સુલતાન પાર્શ્વનાથ-સિદ્ધપુર (ગુજ.)
Page #17
--------------------------------------------------------------------------
________________
| દે
gil 10t
ભા、પાલ m
શા
CICL
૬૭ શ્રી દુ:ખભંજન પાર્શ્વનાથ-સુરત (ગુજ.)
૬૯ શ્રી શંખલા પાર્શ્વનાથ-શંખલપુર (ગુજ.)
૭૨ શ્રી આનંદા પાર્શ્વનાથ-ઉંબરી (ગુજ.)
27
૭૦ શ્રી જગવલ્લભ પાર્શ્વનાથ-બાહુબલી (મહારાષ્ટ્ર),
૭૩શ્રી સોગઠીયા પાર્શ્વનાથ-નાડલાઈ (રાજ.)/
શ્રી
ભુવન
પાર્શ્વનાથ-ખંભાત (ગુજ.)
૭૧ શ્રી વિમલ પાર્શ્વનાથ-છાણી (ગુજ.)
૪ શ્રી વિઘ્નહરા પાર્શ્વનાથ-સુરત (ગુજ.)
Page #18
--------------------------------------------------------------------------
________________
TOG
G
પો શ્રી
સ્મૃલિમ પાર્શ્વનાથ-કછોલી (રાજ.)
૬ શ્રી લિંગજી પાર્શ્વનાથ-વિજાપુર (ગુજ.)
st
-
9) શ્રી અહિછત્રાજી પાનાથ-રામાનગર (ઉં.પ્ર.),
૮ શ્રી મહિમા પાર્શ્વનાથ-મહિમાપુર (પ.બંગાલ)એ
કે શ્રી પ્રગટપ્રભાવી પાર્શ્વનાથ-ડભોઈ (ગુજ.),
૮૦ શ્રી રત્નચિંતામણી પાર્શ્વનાથ-ખંભાત ગુજ.)
૮૧ શ્રી સ્તંભન પાર્શ્વનાથ-ખંભાત (ગુજ.),
૮૨ શ્રી
લ્હારા પાર્શ્વનાથ-ભરૂચ ગુજ.).
Page #19
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના - શ્રી ૧૦૮ પાર્શ્વનાથ તીર્થ આરાધના નામના પુસ્તકો શ્રી ઉગમરાજ ભંવરલાલાજી શાહજી પરિવાર તરફથી પ્રકાશીત થતાં આનંદની અનૂભુતિ થાય છે કે આપણા ચોવીશે ચોવીશ તીર્થકરોમાં સર્વશ્રેષ્ઠ અદિય નામ કર્મના પ્રબલ ઉપાર્જક, વચન સિદ્ધ, સ્મરણમાત્ર થી દુઃખ અને દર્દ-પીડા પાન શમી જાય, એવા પાર્શ્વનાથ ભગવંતના આ ભારતની ધરતી પર એમના નામના ૧૦૮ (એકસોને આઠ) તીર્થો પ્રસિદ્ધ છે. વ્યક્તિ તરીકે એકજ પરંતુ વ્યક્તિના નામ ૧૦૮. જરાક કલ્પના કરો તો સહજ પણે ખ્યાલ આવી જાય કે આ જગતમાં પાર્શ્વનાથ ભગવંતનો આભા કેવો જબરજસ્ત પુણ્ય ઉપાર્જન કરી આરાધના અને સાધના ઉપાસનાના બળે વીશસ્થાનક તપની વિશિષ્ઠ કોટીની આરાધના તથા જગતના સર્વ જીવોને સુખી કરૂં, સુખ આપું, સુખી બનાવવામાં નિમિત્ત બનું એ ભાવનાના બળે જ આ, આત્મા તીર્થંકર નામ કર્મ, જબરજસ્ત પુણ્ય કર્મ સાથે અદિય નામ કર્મ સાથે નિકાચીત કર્યું, કે આ આત્માના જન્મના અવસરે જગતમાં જેટલી પણ વિધમાન એટલી પુયરાશી એકત્રિત થઈ કે, જેના પ્રભાવે આ આત્મા જબરજસ્ત કોટીના અદિય નામ કર્મના પ્રભાવે જ્યાં પણ વિચરે કે તરતજ આ આત્માના નામે તીર્થની સ્થાપના થઈ જાય, અત્યારે પણ આપ જોતા જ હશો કે ભારતમાં સૌથી વધુ તીર્થો પાર્શ્વનાથ ભગવંતના નામે જ જોવા મળે છે. એની પાછળ કોઈપણ કામ કરતું હોય તે એકજ એમનું આય નામ કર્મ કે જે આત્માનો નામ લેવા માત્ર થી પરમ શાંતિ સંતોષ અને આધિ-વ્યાધિ, ઉપાધિના બંધનોમાંથી છૂટકારો
Page #20
--------------------------------------------------------------------------
________________
PDIDSK
થઈ જાય તથા પરમ આનંદની અનુભૂતિ થવા લાગે એવા શ્રી પાર્શ્વનાથ ભગવાનના (૧૦૮) એકસોને આઠ તીર્થોની આરાધનાદર્શન-જાપ-ધ્યાન-સાધના-ઉપાસના દરેક જીવો એક સાથે કરી શકે માટે જ મારા જીવનના રાહબર અને અસીમ અનંત ઉપકારી ભવોદધિતારક એવા મારા વ્હાલા ગુરૂદેવે આ શંખેશ્વરજી તીર્થમાં એકસો આઠ તીર્થં સ્વરૂપી તીર્થની સ્થાપના કરી સાથે સાથે પૂ. ગુરૂદેવશ્રીના સંસારીપક્ષે વડીલભાઈ, ગુરૂભાઈ, સુબોધસૂરીશ્વરજી મ.સા. પણ સંપૂર્ણ સાથ અને સહકાર આપી આ તીર્થની પ્રતિષ્ઠા વધુ મહિમા વધે એ વાત ને ધ્યાનમાં લઈને બંને ભાઈઓએ પોતાનું નામ પણ ક્યાંય ન રાખતા ફ્ક્ત ગુરૂના નામે જ ભક્તિવિહાર (ભક્તિનગર) એવુ નામ આપ્યું અને મૂળનાયક પણ ભક્તિપાર્શ્વનાથ ભગવાન રાખ્યા. આવા મારા ગુરૂદેવના મનમાં ક્યારની એક ભાવના રમી રહી હતી કે ખરેખર ૧૦૮ (એકસોઆઠ) પાર્શ્વનાથ ભગવાનનો ટુંકુ અને ટચ મંત્ર આરાધના-જાપ-ધ્યાનસાધના સાથે નો પુસ્તક સેટ બહાર પડે તો કેટલું સારૂં, આ ભાવના ધ્યાનમાં લઈને ગુરૂદેવ મને પ્રેરણા કરી કે ભાઈ રત્નશેખર આવું એકાદ સેટ બહાર પડે તો ખૂબજ સારૂં એમાં મારા શિષ્ય પ્રશાંતશેખરે આ વાત ઝીલી લીધી, ગુરૂ અને શિષ્યના અથાગ પ્રયત્ને તથા પ્રવર્તિની પૂ.સા.શ્રી વિધુત્કભાશ્રીજી મ. ના શિષ્યા પૂ.સા.શ્રી રત્નપ્રભાશ્રીજી મ. ના શિષ્યા પૂ.સા.શ્રી ૠજુપ્રજ્ઞાશ્રીજી મ. તથા પૂ.સા.શ્રી હેમરત્નાશ્રીજી મ. (બેન મ.સા.) ના સહકારથી આ સુંદર પુસ્તકોનો સેટ તૈયાર થયેલ છે. તો આ સંપૂર્ણ સેટ
Page #21
--------------------------------------------------------------------------
________________
પ્રકાશિત કરવામાં ભીનમાલ (રાજ.) નિવાસી ઉગમરાજ ભંવરલાલજી શાહજી સપરિવારે સુંદર સહયોગ આપેલ છે, તો આચાર્યપદ પ્રદાન સમારોહ, તપાગચ્છાધિપતિ પદ પાટોત્સવે, અને ૭૫ વર્ષના સંયમ હીરક મહોત્સવે આ સેટ બહાર પાડવામાં આવી રહેલ છે, તો સુરીજનો વાંચી-વિચારી-અનુભવી અને ખુબ-ખુબ મંત્રજાપ આરાધના ઉપાસના સાધના કરી તમારા આત્માને ઉજમાળ બનાવો... એજ અભ્યર્થના સાથે...
| પં. રનશેખર વિ.
Page #22
--------------------------------------------------------------------------
________________
૩૮
૩૯
४०
ૐ = ?
શ્રી ઉંમરવાડીજી પાર્શ્વનાથ
૪૧
શ્રી કુક્તેશ્વર પાર્શ્વનાથ
૪૨ શ્રી ભીડભંજનજી ભગવાન
૪૩
શ્રી નવપલ્લવ પાર્શ્વનાથ
୪୪
શ્રી ઘીયા પાર્શ્વનાથ
૪૫
શ્રી પોસલીયાજી પાર્શ્વનાથ
૪૬
શ્રી વારાણસી પાર્શ્વનાથ
૪૭
શ્રી સતફણા પાર્શ્વનાથ
૪૮ શ્રી લોઢણજી પાર્શ્વનાથ ૪૯ શ્રી રેડાજી પાર્શ્વનાથ શ્રી ડોહલાજી પાર્શ્વનાથ
શ્રી ચમત્કારી પાર્શ્વનાથ
૫૩
૫૪
૫૫
૫૬
૫૭
5
..અનુક્રમ...
* 652 | sy
શ્રી સેસલીજી પાર્શ્વનાથ
શ્રી વિજય ચિંતામણી પાર્શ્વનાથ
૬૦.
૬૧.
શ્રી શેરીસાજી પાર્શ્વનાથ
શ્રી ભદ્રેશ્વરજી પાર્શ્વનાથ
શ્રી ચંપાજી પાર્શ્વનાથ
શ્રી સુખસાગરજી પાર્શ્વનાથ
શ્રી સહસ્ત્રફણાજી પાર્શ્વનાથ
શ્રી સુરજમંડનજી પાર્શ્વનાથ શ્રી સોમચિંતામણીજી પાર્શ્વનાથ
ЧЕ શ્રી અલૌક્કિ પાર્શ્વનાથ
શ્રી કલ્યાણ પાર્શ્વનાથ
શ્રી પલ્લવીયાજી પાર્શ્વનાથ
૧ થી ૫
૬ થી ૧૧
૧૨ થી ૧૭
૧૮ થી ૨૪
૨૫ થી ૩૦
- ૩૧ થી ૩૬
૩૭ થી ૪૨
૪૩ થી ૪૯
૫૦ થી ૫૬
૫૭ થી ૬૩
૬૪ થી ૭૦
Gus ole
૭૧ થી ૭૬
૭૭ થી ૮૨
૮૩ થી ૮૯
૯૦ થી ૯૬
૯૭ થી ૧૦૩
૧૦૪ થી ૧૦૯
૧૧૦ થી ૧૧૬
૧૧૭ થી ૧૨૩
૧૨૪ થી ૧૩૦
૧૩૧ થી ૧૩૭
૧૩૮ થી ૧૪૩
૧૪૪ થી ૧૪૯
૧૫૦ થી ૧૫૬
Page #23
--------------------------------------------------------------------------
________________
૬૨.
૬૩.
૬૪.
૬૫.
૬૬.
૬૭.
૬૮.
૬૯.
90.
૩૧.
૭૨.
93.
૪.
94.
૭૬.
99.
96.
૭૯.
૮૦.
૮૧.
૮૨.
શ્રી આશાપુરણ પાર્શ્વનાથ
શ્રી સ્વયંભૂ પાર્શ્વનાથ
શ્રી સિરોડીયાજી પાર્શ્વનાથ
શ્રી ચારૂપ પાર્શ્વનાથ
શ્રી સુલતાન પાર્શ્વનાથ
શ્રી દુઃખભંજન પાર્શ્વનાથ
શ્રી ભુવન પાર્શ્વનાથ
શ્રી શંખલા પાર્શ્વનાથ
શ્રી જગવલ્લભ પાર્શ્વનાથ
શ્રી વિમલ પાર્શ્વનાથ
શ્રી આનંદા પાર્શ્વનાથ
શ્રી સોગઠીયા પાર્શ્વનાથ
શ્રી વિઘ્નહરા પાર્શ્વનાથ
શ્રી ક્લુલિકા પાર્શ્વનાથ
શ્રી સ્ફુલિંગજી પાર્શ્વનાથ
શ્રી અહિછત્રાજી પાર્શ્વનાથ
શ્રી મહિમા પાર્શ્વનાથ
શ્રી પ્રગટપ્રભાવી પાર્શ્વનાથ
શ્રી રત્નચિંતામણી પાર્શ્વનાથ
શ્રી સ્તંભન પાર્શ્વનાથ
શ્રી બ્હારા પાર્શ્વનાથ
૧૫૭ થી ૧૬૨
૧૬૩ થી ૧૬૮
૧૬૯ થી ૧૭૫
૧૭૬ થી ૧૮૧
૧૮૨ થી ૧૮૮
૧૮૯ થી ૧૯૫
૧૯૬ થી ૨૦૨
૨૦૩ થી ૨૦૯
૨૧૦ થી ૨૧૬
૨૧૭ થી ૨૨૩
૨૨૪ થી ૨૩૧
૨૩૨ થી ૨૩૮
૨૩૯ થી ૨૪૫
૨૪૬ થી ૨૫૨
૨૫૩ થી ૨૫૮
૨૫૯ થી ૨૬૫
૨૬૬ થી ૨૭૨
૨૭૩ થી ૨૭૯
૨૮૦ થી ૨૮૬
૨૮૭ થી ૨૯૩
૨૯૪ થી ૨૯૯
Page #24
--------------------------------------------------------------------------
Page #25
--------------------------------------------------------------------------
________________
શ્રી સેસલીજી પાર્શ્વનાથ
gulls been
રાજસ્થાનના પાલી જિલ્લાના સેસલી ગામમાં પરમ દર્શનીય શ્રી સેસલી પાર્શ્વનાથ પ્રભુનું પ્રાચીન જિનાલય આવેલ છે. આ તીર્થધામ ફાલના રેલ્વે સ્ટેશનથી ૭ કિ.મી. ના અંતરે, સાદડીથી ૧૨ કિ.મી.ના અંતરે અને બાલી ૩ કિ.મી. ના અંતરે, આવેલું છે. અહીંના પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી દર્શનીય છે. અહીં જૈનોની વસ્તી નથી. ધર્મશાળાની સગવડ છે. દર વર્ષે કારતક સુદ પુનમ અને ભાદરવા સુદ ૧૦ના દિવસે અહીં મેળો ભરાય છે. આજુબાજુમાં અન્ય તીર્થો હોવાથી યાત્રિકોની અવરજવર વર્ષ દરમ્યાન રહે છે.
સેસલી (રાજસ્થાન) ખાતે શિખરબંધી જિનાલયમાં કલાત્મક પરિકરથી વિભૂષિત, શ્વેત પાષાણના મનોરમ્ય શ્રી સેસલી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી પદ્માસનસ્થ છે. સપ્તફણાથી અલંકૃત આ પ્રતિમાજીની ઊંચાઈ ૨૩ ઈંચ અને પહોળાઈ ૧૯.૫ ઈંચની છે.
મહારાજા સંપ્રત્તિના સમયની આ પ્રતિમાજીના દર્શન માત્રથી હૈયામાં ભક્તિ અને શ્રધ્ધાના ભાવ પ્રગટ થયા વિના ન રહે તેવી દિવ્યતા ધરાવતી આ પ્રતિમાજી છે. મીઠડી નદીના તટે સેસલી ગામ છે, પણ ત્યાં આજે જૈનોની વસ્તી નથી. પ્રાચીનકાળમાં આ વૈભવશાળી અને સમૃધ્ધ નગર હોવાનું મનાય છે.
શ્રેષ્ઠી માંડણ સંઘવીએ બારમાં સૈકામાં અઢળક દ્વવ્યનો સર્વ્યય કરીને અહીં ભવ્ય શિખરબંધી જિનાલયનું નિર્માણ કર્યું. બાલી નજીકના નારલાઈ ગામમાંથી શ્રી પાર્શ્વનાથજીની મનોરમ્ય પ્રતિમાજી અહીં લાવવામાં આવી અને ગાદીનસિન કરી. ભટ્ટારક આનંદસૂરિના વરદ હસ્તે આ ભવ્ય જિનાલયમાં મહા મહોત્સવ રચીને વિ.સં. ૧૧૮૭ના અષાઢ સુદ-૭ના દિવસે આ પ્રતિમાજીની પ્રતિષ્ઠા કરાઈ હતી.
સંવત ૧૨૫૨માં આ જિનાલયનો જીર્ણોધ્ધાર કરવામાં આવ્યો હતો અને પ્રતિમાજીને પુનઃ પ્રતિષ્ઠિત કરવામાં આવી.
જ્યારે આ પ્રતિમાજીને કલાત્મક પરિકરથી સંવત ૧૪૯૩માં પરિવૃત્ત કરવામાં આવી હતી. સંવત ૨૦૨૦માં આ જિનાલયનો પુનઃ જીર્ણોધ્ધાર કરવામાં આવ્યો હતો. અહીં દર વર્ષે અષાઢ સુદ-૧૪નો પ્રતિષ્ઠાદિન ઉજવવામાં આવે છે.
શ્રી સેસલીજી પાર્શ્વનાથ
૧
Page #26
--------------------------------------------------------------------------
________________
શ્રી સેસલી પાર્શ્વનાથજીને શ્રી દાદા પાર્શ્વનાથજીના નામથી સ્તુતિ આચાર્ય ભગવંતો તથા કવિઓએ પોતાની પ્રાચીન રચનાઓમાં કરી છે. અને આ તીર્થનો ઉલ્લેખ કરાયો છે. સંપર્ક : શ્રી સેસલી પાર્શ્વનાથ શ્વેતાંબર તીર્થ પેઢી, મુ.પો. સેસલી, સ્ટેશન - ફાલના તા. બાલી. જી. પાલી (રાજસ્થાન).
નાના શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં
બિરાજમાન શ્રી સેસલી પાર્શ્વનાથ
.
ની
| શંખેશ્વર તીર્થ સમસ્ત જૈન-જૈનેતરો માટેનું આસ્થાનું પરમ પવિત્ર સ્થળ છે. આ તીર્થ એકદમ જાગૃત છે. શંખેશ્વરમાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુનું મુખ્યતીર્થ આવેલું છે. શંખેશ્વર ગામ નાનું . પરંતુ પવિત્રતાનું મહાધામ છે.
શંખેશ્વરમાં ધર્મશાળાઓ અને ભોજનશાળાઓ આવેલી છે. શંખેશ્વરથી ગુજરાતના કોઈપણ સ્થળે જવા માટે બસ કે અન્ય વાહનો ઉપલબ્ધ થઈ શકે છે. શંખેશ્વર સુધી જવા-આવવા માટે પાકો રોડ છે. શંખેશ્વરમાં અનેક જૈન સંધો સ્પેશ્યલ બસ દ્વારા દરરોજ આવતા-જતા રહે છે તેમાંય દર પુનમના દિવસે ઠેકઠેકાણેથી બસ દ્વારા યાત્રિકો અહીં આવે છે અને અનેરી શ્રધ્ધાથી ભક્તિ કરે છે. | શંખેશ્વરમાં બીજું દર્શનીય સ્થળ એટલે શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ. આ તીર્થમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પરમાત્માની દિવ્ય અને અલૌકિક પ્રતિમાજીઓ બિરાજમાન છે. દરેક પ્રતિમાજીઓના દર્શન કરતાં હૈયામાં ભક્તિની સરિતા વહેવા લાગે છે. આ
- શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહા પ્રાસાદમાં ભવ્ય જિનાલય આવેલું છે ધર્મશાળા તથા ભોજનશાળાની સર્વોત્તમ સુવિધાઓ છે. સાધુ-સાધ્વીજી ભગવંતોના અલગ-અલગ ઉપાશ્રયો છે. આ સંકુલની જગ્યા વિશાળ હોવાથી વાતાવરણ અત્યંત મનોરમ્ય લાગે છે. દરરોજ વહેલી સવારે પક્ષીઓનો મધુર કલરવ આત્માને પ્રસન્ન કરી મૂકે તેવો હોય છે. બાગ-બગીચા, વૃક્ષોના કારણે વાતાવરણ વધારે પવિત્ર ભાસે છે. આ
શ્રી સેસલીજી પાર્શ્વનાથ
Page #27
--------------------------------------------------------------------------
________________
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદના ભવ્ય જિનાલયની ફરતી ભમતીમાં આડત્રીસમી દેરીમાં શ્રી સેસલીજી પાર્શ્વનાથ પ્રભુજીની પરિકરથી પરિવૃત્ત પ્રતિમાજી બિરાજમાન છે. શ્વેત પાષાણની આ પ્રતિમાજી પદ્માસનસ્થ છે. તેમજ આ પ્રતિમાજીની ઊંચાઈ ૩૧ ઈંચની છે.
મહિમા અપરંપાર
સુરેન્દ્રનગરથી શંખેશ્વર ૧૧૬ કિલોમીટરના અંતરે આવેલું છે. જૈન સમાજના અગ્રણી પ્રભુદાસભાઈ દર પુનમની શંખેશ્વરની યાત્રા કરે. તેઓ જ્યારે શંખેશ્વર જાય ત્યારે શ્રી શંખેશ્વર પાર્શ્વ પ્રભુની સેવા-પૂજા અને ભક્તિ કરે તેમજ શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર જિનાલયની ભમતીમાં આવેલ શ્રી સેસલીજી પાર્શ્વનાથ પ્રભુની ભાવથી ભક્તિ કરે. તેઓ શંખેશ્વર એક દિવસ માટે આવતાં પણ સેવાપૂજાનો લાભ અવશ્ય લેતા હતા. તેમને શ્રી સેસલીજી પાર્શ્વનાથ પ્રભુ પ્રત્યે અપૂર્વ શ્રધ્ધા હતી. તેમને જીવનમાં એક-બે પ્રસંગો એવા બની ગયા હતા જેમાં શ્રી સેસલીજી પાશ્વનાથ પ્રભુના સ્મરણ માત્રથી લાભ થયો હતો.
પ્રભુદાસભાઈ પોતાની ઓફિસમાં બેઠાં હતા. ત્યાં તેમને તેમના મિત્ર નિરંજનભાઈ મળવા આવ્યા. બન્ને વાતોએ વળગ્યા.
વાતવાતમાં નિરંજનભાઈએ કહ્યું : ‘ભાઈ, હમણાં તો હું ભારે ઉપાધિમાં ફસાયો છું.’
‘કેમ....શું થયું ?’
‘કલકત્તા એક પાર્ટીને માલ મોકલ્યો હતો. દસલાખનું પેમેન્ટ આવતું નથી. બે મહિના થઈ ગયા. તેને ફોન કર્યા પણ આજ મોકલું – કાલ મોકલું તેમ કહ્યાં કરે છે. મારો દીકરો એકવાર કલકત્તા પણ જઈ આવ્યો છતાંય મેળ ન પડ્યો. જો અઠવાડિયામાં પેમેન્ટ નહિ આવે તો હું મુશ્કેલીમાં મૂકાઈ જઈશ. એની સામે મારે ચેક આપવાના છે.
ન
શ્રી સેસલીજી પાર્શ્વનાથ
૩
Page #28
--------------------------------------------------------------------------
________________
‘આ તો હેરાનગતિ થઈ કહેવાય...' પ્રભુદાસભાઈ બોલ્યા.’ ‘પ્રભુદાસભાઈ, આજે વકીલ મારફત નોટીસ ફટકારવી છે. તમે શું સલાહ આપો છો ?’
‘નિરંજનભાઈ, હું તમને સલાહ આપું ખરો, પણ તમને ગળે નહિ ઉતરે.’ ‘એવું તો શું છે ?’
‘વાત એમ છે કે હું દર પુનમની શંખેશ્વરની યાત્રા કરૂં છું. ત્યાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારનું ભવ્ય જિનાલય આવેલું છે. આ જિનાલયની ભમતીમાં શ્રી સેસલીજી પાર્શ્વનાથ પ્રભુની દેરી છે. આ પાર્શ્વનાથ ભારે ચમત્કારિકરે છે. તમે અત્યારે સંકલ્પ ધારો કે મારી રકમ આઠ દિવસમાં આવી જશે તો દર્શનાર્થે આવીશ. મને પૂરી શ્રધ્ધા છે કે શ્રી સેસલી પાર્શ્વનાથ દાદા તમારી ઉપાધિ જરૂર દૂર કરશે.’
‘પ્રભુદાસભાઈ, હું હૃદયના ભાવ સાથે, અનન્ય શ્રધ્ધા સાથે સંકલ્પ કરૂં છું કે મારી વ્હેણી રકમનો ચેક આઠ દિવસમાં આવી જશે તો શ્રી સેસલીજી પાર્શ્વનાથ દાદાના દર્શનાર્થે આવીશ અને સેવાભક્તિ કરીશ.’ નિરંજનભાઈ બોલ્યા. નિરંજનભાઈ થોડીવાર ત્યાં બેઠા પછી પોતાના સ્થાને પાછા ફર્યા.
ચાર દિવસ પસાર થયા ત્યાં કલકત્તાથી નિરંજનભાઈ પર ફોન આવ્યો અને કહ્યું : ‘શેઠ, આજે કુરિયરમાં ડ્રાફ્ટ મોકલ્યો છે. એક-બે દિવસમાં તમને મળી જશે...તમને તકલીફ પડી તે બદલ માફ કરશો.’
‘તમારો ડ્રાફ્ટ આવી જાય પછી હું ફોન કરીશ.' નિરંજનભાઈને કલકત્તાની પાર્ટી પર વિશ્વાસ નહોતો.
અને ખરેખર ત્રણ દિવસ પછી ડ્રાટ આવી ગયો. નિરંજનભાઈ તરતજ પ્રભુદાસભાઈ પાસે આવ્યા અને કહ્યું : ‘ભાઈ, આપણે શંખેશ્વર જવું છે. તમે તૈયાર થઈ જાઓ..'
‘કેમ..?’ પ્રભુદાસભાઈ તો ભૂલી ગયા હતા.
‘પેલા દિવસે શ્રી સેસલીજી પાર્શ્વનાથના દર્શનાર્થે જવાનો સંકલ્પ મેં કર્યો નહોતો ? મારો એ સંકલ્પ પૂરો થયો છે. આપણે આવતીકાલે સવારે શંખેશ્વર
શ્રી સેસલીજી પાર્શ્વનાથ
૪
Page #29
--------------------------------------------------------------------------
________________
પછી
બાછ
જવા નીકળીએ. હું મારી ગાડી લઈ લઈશ. સવારે નીકળીશું, રાતે આવી જઈશું.’ ‘ભલે....શંખેશ્વર જવા માટે તો હું હરહંમેશ તૈયાર છું..' પ્રભુદાસભાઈ
બોલ્યા.
અને બીજે દિવસે નિરંજનભાઈ અને પ્રભુદાસભાઈ ડ્રાઈવરને લઈને ગાડીમાં બેસીને શંખેશ્વર જવા સવારે સાત વાગે નીકળી ગયા.
શંખેશ્વર પહોંચ્યા પછી બન્ને શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં આવ્યા ત્યાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ જિનાલયમાં સેવાપૂજા કરી તેમાંય ખાસ શ્રી સેસલીજી પાર્શ્વનાથ પ્રભુની સેવાપૂજા, ચૈત્યવંદન કર્યુઃ પૂજન કરતાં નિરંજનભાઈની આંખો માંથી હર્ષના આંસુ વહેવા લાગ્યા હતા.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ જિનાલમાં સેવાપૂજા કર્યા પછી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ દાદાની સેવાપૂજા કરી. બપોરે ભોજન કરીને આરામ કર્યો અને સાંજે પાંચ વાગે ત્યાંથી નીકળી ગયા અને સુરેન્દ્રનગર પાછા ફર્યાં.
નિરંજનભાઈને શ્રી સેસલીજી પાર્શ્વનાથ દાદા પ્રતિ અનન્ય ભક્તિ થઈ ગઈ. તેઓ પણ પ્રભુદાસભાઈની સાથે દર પુનમે શંખેશ્વર જવા લાગ્યા. મંત્ર આરાધના
(૧)
(૨)
(૩)
ૐૐ હ્રીં શ્રીં સેસલી પાર્શ્વનાથાય નમઃ ।
ૐૐ હ્રીં શ્રીં હ્રીં શ્રÆ સેસલી પાર્શ્વનાથાય નમઃ । ૐૐ હ્રીં શ્રીં શ્રીં શ્રીં સેસલી પાર્શ્વનાથાય નમઃ ।
ઉપરોક્ત ત્રણ મહામંત્રોમાંથી કોઈપણ એક મંત્રની માળા નિત્ય વહેલી સવારે ઉઠીને, સ્નાનકાર્ય પતાવીને શુધ્ધ વસ્ત્રો ધારણ કરીને કરવી. જાપનો સમય અને સ્થાન એકજ રાખવું. જાપ દરમ્યાન ધૂપ અને દીવો ચાલુ રાખવો. આ મંત્રની આરાધનાથી મુંઝવતા પ્રશ્નો હલ થાય છે. મુશ્કેલીનો અંત આવે છે. આ મંત્રો અનુભવ સિધ્ધ છે.
સંપર્કઃ
શ્રી સેસલી પાર્શ્વનાજી
મુ.પો. સેસલી, તા. બાલી, જી. પાલી ફોન : (૦૨૯૩૮) ૨૨૨૦૬૯
શ્રી સેસલીજી પાર્શ્વનાથ
૫
Page #30
--------------------------------------------------------------------------
________________
શ્રી વિજયચિંતામણિ પાર્શ્વનાથ રાજસ્થાનના નાગોર જિલ્લામાં મેડતા સિટી ગામમાં પરમ વંદનીય શ્રી વિજય ચિંતામણિ પાર્શ્વનાથ પ્રભુનું પ્રાચીન જિનાલય આવેલું છે. મેડતા સિટી રેલ્વે સ્ટેશન છે. સ્ટેશનથી આ ગામ ૧૪ કિ. મી. દૂર છે. અહીંના ચૌદ જિનાલયો અત્યંત દર્શનીય છે અહીં ઉપાશ્રય અને ધર્મશાળાની ઉત્તમ સગવડ છે. બાજુમાં શ્રી ફલવૃધ્ધિ પાર્શ્વનાથ પ્રભુનું તીર્થ આવેલું છે.
અધ્યાત્મ યોગી, મહાપુરુષ શ્રી આનંદઘનજી મહારાજની જન્મ અને સ્વર્ગવાસ ભૂમિ છે.
આ સ્થળે અનેક મહાપુરુષોના આગમન થતાં ભૂમિ અત્યંત પવિત્ર છે.
શ્રી વિજયચિંતામણિ પાર્શ્વનાથ પ્રભુનું મુખ્ય જિનાલય મેડતા ગામની બહાર શ્રી પાર્શ્વનાથ વાડીમાં છે. આ સિવાય ખંભાતમાં વાઘમાસીની ખડકી સામે, અમદાવાદમાં કાળશાની પોળમાં પણ શ્રી વિજય ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયો આવેલા છે. તદુપરાંત મુંબઈના સાંતાક્રુઝમાં શ્રી કલિકુંડ પાર્શ્વનાથ જિનાલયની ભમતીમાં પણ શ્રી વિજય ચિંતામણિ પાર્શ્વનાથની એક દેરી છે.
શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ વિહારના જિનાલયની ભમતીમાં ઓગણચાલીસમી દેરીમાં શ્રી વિજય ચિંતામણિ પાર્શ્વનાથ પ્રભુ બિરાજીત છે.
| રાજસ્થાનના મેડતા સિટીમાં પદ્માસનસ્થ, સપ્તફણાથી યુક્ત શ્રી વિજય ચિંતામણિ પાર્શ્વનાથ પ્રભુનું પ્રાચીન જિનાલય આવેલું છે. પ્રતિમાજીની ઊંચાઈ ૧૯ ઈંચ અને પહોળાઈ ૧૫ ઈંચની છે.
મેડતા સિટી પૂર્વે મેદિનીપુર કે મેડતાપુર તરીકે ઓળખાતું હતું. આ નગરી બારમા સૈકાથી પણ વધારે પ્રાચીન છે. એ સમયમાં જૈન શાસનનો વિજય ધ્વજ ફરકતો હતો. આ નગરીમાં સમર્થ જૈનાચાર્યોના આગમન થતા રહેતાં. તેમની પ્રેરક વાણીથી અહીંના લોકો ધર્મ-આરાધનામાં વધારે પ્રગાઢ બન્યા. આ નગરમાં શ્રી અભયદેવસૂરિએ શાસન પ્રભાવનાના મહાન કાર્યો કર્યા હતા. તેમણે હજારો બ્રાહ્મણો અને કડમડ નામના યક્ષરાજને પ્રતિબોધ્યા હતા. તેમના ઉપદેશથી અહીં શ્રી મહાવીર સ્વામીનું દર્શનીય જિનાલય આકાર પામ્યું હતું.
શ્રી વિજયચિંતામણિ પાર્શ્વનાથ
Page #31
--------------------------------------------------------------------------
________________
આચાર્ય ભગવંત શ્રી અભયદેવસૂરિએ મેડતા નગર અને છાત્રાપલ્લીમાં રહીને “ભવભાવના' ગ્રંથની રચના કરી હતી. વિક્રમ સંવત ૧૬૭૬ માં રાણા માલદેવની વિનંતીથી શ્રી જિનચંદ્રસૂરિજી મહારાજ મેડતા આવેલા અને અહીં થોડા દિવસો રોકાયા હતા. સં૧૫૦૫માં આચાર્ય સિધ્ધસૂરિશ્વજી મહારાજનો પદમહોત્સવ અહીં ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો.
સં. ૧૬૩૯ની સાલમાં શ્રી હીરવિજયસૂરિ મેડતા પધારેલા હતા. એ વખતે મુસલમાનોની વસ્તી વધારે હતી. જૈનોના મહોત્સવમાં બેન્ડવાજા વગાડી શકાતાં નહોતાં. તેમજ જૈન મંદિરો પાસેથી કર ઉઘરાવવામાં આવતો હતો. તે સમયે શ્રી હીરવિજયસૂરિએ અહીંના સુલતાનને ઉપદેશ આપ્યો અને બધા પ્રતિબંધો દૂર કરાવ્યા હતા. સુલતાનને જૈન ધર્મનો રાગી પણ બનાવ્યો. તેના પર
આજે મેડતામાં ૧૪ ભવ્ય જિનાલયો આવેલા છે. મેડતા ગામની બહાર આવેલા શ્રી પાર્શ્વનાથજીની વાડીમાં શ્રી વિજય ચિંતામણિ પાર્શ્વનાથનું ભવ્ય જિનાલય શ્રધ્ધાળુઓની મનોકામના સાધ્ય કરનારું છે. આ જિનાલય શ્રી વાડી પાર્શ્વનાથના નામથી પણ ઓળખાય છે. સં. ૧૬૮૭માં સંઘ દ્વારા જિનાલયનું નિર્માણ કાર્ય હાથ ધરાયું હતું તેમજ પ્રતિમાજી પર સંવત ૧૬૯૭નો ઉલ્લેખ પણ જોવા મળે છે..
અમદાવાદમાં કાળશાની પોળમાં આવેલા એક જિનાલયમાં શ્રી વિજય ચિંતામણિ પાર્શ્વનાથની પ્રાચીન પ્રતિમાજી બિરાજમાન છે. સંવત ૧૬૫૪માં અમદાવાદમાં ધરતીમાંથી પ્રગટ થયેલ છે.
શ્રી વિજય ચિંતામણિ પાર્શ્વનાથ પ્રભુની દિવ્યતાથી સભર પ્રતિમાજીની પ્રતિષ્ઠા શકન્દરપુરમાં શ્રીમદ્ વિજયસેનસૂરિજીના હસ્તે કરાયાનો ઉલ્લેખ છે.
સંપર્ક : શ્રી વિજય ચિંતામણિ પાર્શ્વનાથ જૈન મંદિર, ઠે. શ્રી પાર્શ્વનાથની વાડી મુ.પો. મેડતા સીટી (જી.નાગોર) રાજસ્થાન. .
શ્રી વિજયચિંતામણિ પાર્શ્વનાથ
Page #32
--------------------------------------------------------------------------
________________
( શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં બિરાજમાન શ્રી વિજય ચિંતામણિ પાર્શ્વનાથ
શંખેશ્વર તીર્થનો મહિમા અપરંપાર છે. શંખેશ્વરમાં શ્રી શંખેશ્વર પાર્થ પ્રભુની પ્રતિમાજી યુગો જૂની હોવાથી અત્યંત પ્રભાવક છે આ સ્થળ પવિત્ર અને જાગૃત છે. શંખેશ્વરમાં રોજ હજારો યાત્રિકોની અવર-જવર રહે છે. શંખેશ્વરમાં અનેક ધર્મશાળા-ભોજનશાળા આવેલી છે. શંખેશ્વર તીર્થના દર્શને દેશ-વિદેશથી યાત્રિકો આવતાં – જતાં હોય છે. એ
શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ આવેલ છે. આ સંકુલમાં ભવ્ય જિનાલય કલાકારીગરીથી સમૃધ્ધ છે. શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પરમાત્માની પ્રતિમાજીઓ આ જિનાલયમાં બિરાજીત છે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારના સંકુલમાં ધર્મશાળા અને ભોજનશાળાની ઉત્તમ સગવડ છે. તેમજ સાધુ-સાધ્વીજી ભગવંતોના અલગઅલગ ઉપાશ્રયો આવેલા છે. આ
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ જિનાલયની ફરતી ભમતીમાં ઓગણચાલીસમી દેરીમાં શ્રી વિજય ચિંતામણિ પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી બિરાજમાન છે. આ પ્રતિમાજી સપ્તફણાથી અલંકૃત છે તેમજ પદ્માસનસ્થ છે. આ પ્રતિમાજીની ઊંચાઈ૩૧ ઈંચની
મહિમા અપરંપાર પુનામાં સ્વારગેટની પાસે, સાંઈબાબા મંદિરની પાસે આદિનાથ સોસાયટી આવેલી છે. આ સોસાયટીમાં શ્રી આદિનાથ પ્રભુનું જિનાલય આવેલું છે. આદિનાથ સોસાયટીમાં જયંતિભાઈ શાહ, તેમના પત્ની રસીલાબેન તથા પુત્ર દીપક અને તેની પત્ની માધવી રહે.
જયંતીભાઈ અને રસીલાબેન નિયમિત આદિનાથ પ્રભુની સેવાપૂજા કરવા
શ્રી વિજયચિંતામણિ પાર્શ્વનાથ
Page #33
--------------------------------------------------------------------------
________________
જતાં. જયંતીભાઈ મૂળ ધોરાજીના હતા. ધોરાજીમાં તેમનું મકાન પણ હતું. તેઓને દેશમાં આવવાનું ઓછું બનતું, કારણકે તેમને વ્યવસાય ઓટોમોબાઈલ્સનો હતો. તેમની દુકાન પણ બાજુમાં હતી. છેલ્લા એક વર્ષથી વેપાર ઠપ્પ થઈ ગયો હતો. આથી જયંતીલાલ અને દીપકને ચિંતા ઘેરી વળી હતી કે ધંધો ચાલતો નથી હવે શું કરવું? ઓટોમોબાઈલ્સના મોટા ભાગના વેપારીઓ કાત્રજ ચાલ્યા ગયા હતા, ટ્રાન્સપોર્ટ નગર ત્યાં ઊભું થતું હતું તે કારણે આ વિસ્તારના વેપારીઓએ સમય સૂચકતા વાપરીને કાત્રજ દુકાનો લઈને વેપાર કરવા લાગ્યા હતા. આ દોડમાં જયંતીલાલ દોડી ન શક્યા અને તેઓ મૂળ જગ્યાએ જ રહેવું ઉચિત માન્યું હતું. જયંતીલાલ હવે ત્યાં જવાનું વિચારે તો દુકાન લેવા માટે માતબર રકમ ખરચવી પડે તેમ હતી. બીજા પણ ઘણા પ્રશ્નો હતા.. ' પોતાની દુકાન ચાલતી ન હોવાથી જયંતીલાલ ભારે મુંઝવણ અનુભવતા હતા. ક્યારેક તો દસ રૂપિયાનો પણ વેપાર થતો નહોતો. તેમણે આવા દિવસો ક્યારેય કાત્યા નહોતા. વચ્ચે તેમણે દેશમાં જવાનું વિચાર્યું પણ ત્યાં જઈને શું કરવું? એટલું જ નહિ પણ પુત્ર અને પુત્રવધુ પણ એ માટે સહમત નહોતા.
એક દિવસ જયંતીલાલ અને રસીલાબેન સેવાપૂજા માટે શ્રી આદિનાથ જિનાલયે આવ્યા ત્યારે ત્યાં તેમને મુંબઈના એક વેપારી ભીખાચંદ શેઠનો ભેટો થયો. અગાઉ જયંતીલાલ તેમની પાસેથી માલ મંગાવતા હતા. ભીખાચંદ શેઠ ઘણા સમય પછી પુના આવ્યા હતા. આ
જયંતીલાલ ભીખાચંદ શેઠને જોઈને આનંદ પામ્યા, બન્ને મળ્યા.
ભીખાચંદ શેઠે કહ્યું: “જયંતીભાઈ, કેમ છો? હમણાં તો તમે માલ મંગાવતા નથી? શું વાત છે?'
શેઠ, શું વાત કરું? હમણાં ધંધો ઠપ્પ થઈ ગયો છે.
ટ્રાન્સપોર્ટવાળા બધા કાત્રજ ચાલ્યા ગયા છે અહીં માત્ર બે-ત્રણ વેપારીઓ છે. ધંધો ચાલતો નથી. મને ભારે મુંઝવણ થઈ રહી છે.
જયંતીલાલાઈ, તમે એક કામ કરો...તમે અને ભાભી દેશમાં જાઓ અને 5 સીધા શંખેશ્વર જજો. શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ
શ્રી વિજયચિંતામણિ પાર્શ્વનાથ
Page #34
--------------------------------------------------------------------------
________________
આવેલ છે. ત્યાં ભવ્ય જિનાલય છે. આ જિનાલયની ભમતીમાં શ્રી વિજયચિંતામણિ પાર્શ્વનાથ પ્રભુની દેરી છે. આ પાર્શ્વનાથની ભક્તિ કરી આવો. બધા સારાવાનાં થઈ જશે. મને વચ્ચે તકલીફ થઈ હતી ત્યારે હું પણ એક મિત્રની સલાહ માનીને શંખેશ્વર ગયો હતો અને શ્રી વિજય ચિંતામણિ પાર્શ્વનાથ દાદાની ભક્તિ કરી હતી...હું મુંબઈ આવ્યો ત્યાં ચાર દિવસમાં મારી મુંઝવણ દૂર થઈ ગઈ. ” | ‘ભલે...અમે એક-બે દિવસમાં નીકળીશું....' જયંતીભાઈ બોલ્યા.
એમજ થયું.
બે દિવસબાદ જયંતીભાઈ અને રસીલાબેન પુનાથી શંખેશ્વર જવા નીકળ્યા. તેઓ અમદાવાદ આવ્યા અને ત્યાંથી શંખેશ્વર જવા બસ પકડી. શંખેશ્વર પહોંચ્યા પછી તેઓ સીધા શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ વિહારમાં આવ્યા. પ્રથમ તો ધર્મશાળામાં એક રૂમ રાખી. રૂમ પર બન્ને તૈયાર થઈને શ્રી ૧૦૮ પાર્શ્વનાથના જિનાલયે દર્શનાર્થે આવ્યા. બીજે દિવસે સેવાપૂજા કરી. ખાસ કરીને શ્રી વિજય ચિંતામણિ પાર્શ્વનાથ પ્રભુની સેવાપુજા કરી, જયંતીલાલે હૃદયના ખરા ભાવથી પ્રાર્થના કરી અને મુંઝવણ માંથી ઉગારી લેવા શ્રી વિજય ચિંતામણિ પાર્શ્વનાથ દાદા સમક્ષ વિનંતી કરી. | ત્યારબાદ તેઓ શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની સેવા પુજા કરી અને બે દિવસ રોકાઈને ઘોરાજી ગયા ત્યાં ચારેક દિવસ રોકાઈને પુના જવા રવાના થયા. - પુના આવ્યા પછી પંદરેક દિવસમાં તેઓને એક એજન્સી મળી ગઈ અને વેપાર ચાલવા લાગ્યો. જયંતીલાલ અને રસીલાબેન દરરોજ શ્રી વિજય ચિંતામણિ પાર્શ્વનાથ પ્રભુના જાપ કરતાં હતા. ; આમ થોડા સમયમાં ફરીને જયંતીલાલની દુકાન ચાલવા લાગી.
શ્રી વિજયચિંતામણિ પાર્શ્વનાથ
૧૦
Page #35
--------------------------------------------------------------------------
________________
મંત્ર આરાધના
ه
ه
ه
ૐ હ્રીં શ્રીં વિજય ચિંતામણિ પાર્શ્વનાથાય નમઃ | ૩ૐ શ્રીં હ્રીં શ્રીં વિજય ચિંતામણિ પાર્શ્વનાથાય નમઃ |
ૐ હ્રીં શ્રી વિજય ચિંતામણિ પાર્શ્વનાથાય નમઃ |
ઉપરોક્ત ત્રણ મંત્રોમાંથી કોઈપણ એક મંત્રનો દરરોજ વહેલી સવારે જાપ કરવો. જાપ કરવા બેસો ત્યારે મુખ પૂર્વ દિશા તરફ રાખવું. વસ્ત્રો સ્વચ્છ ધારણ કરવા. જાપ દરમ્યાન ધૂપ-દીપ અખંડ રાખવા. આ મંત્રની આરાધના અત્યંત ફળદાયી છે. દરેક વિનોને દૂર કરે છે.
સંપર્કઃ શ્રી વિજય ચિંતામણી પાર્શ્વનાથ જૈન દેરાસર - મુ.પો. ખારવાડો, પો. ખંભાત
જી. આણંદ (ગુજરાત)-૩૮૮૬૨૦. | ફોન : (૦૨૬૯૮) ૨૨૧૮૧૬
શ્રી વિજયચિંતામણિ પાર્શ્વનાથ
Page #36
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉંમરવાડીજી પાર્શ્વનાથ ગુજરાતના સુરત શહેરના ગોપીપુરા વિસ્તારમાં ઓસવાલ મહોલ્લામાં શ્રી ઉમરવાડી પાર્શ્વનાથ પ્રભુનું તીર્થ આવેલું છે. આ વિસ્તારમાં અનેક જિનાલયો, ઉપાશ્રયો, પાઠશાળા, આયંબીલ ભવન, ધર્મશાળા, ભોજનશાળા, જ્ઞાનભંડારો આવેલા છે તેમજ વસતી પણ વિશાળ છે.
સુરતમાં ઓસવાલ મહોલ્લામાં બિરાજમાન શ્રી ઉમરવાડી પાર્શ્વનાથજીની પ્રતિમા પદ્માસનસ્થ, શ્વેત પાષાણ અને ફણા રહિતની છે. આ પ્રતિમાજીની ઊંચાઈ ૧૪ ઈંચ અને પહોળાઈ ૧૨ ઈંચની છે.
ગોપીપુરાના ઓસવાલ મહોલ્લામાં ઉમરવાડીમાં આ પ્રભુજી બિરાજતા હોવાથી શ્રી ઉમરવાડી પાર્શ્વનાથજીના નામથી પ્રસિધ્ધ થયા.
પ્રતિમાજી દર્શનીય અને ચમત્કારિક છે. પરમાત્માના દર્શનમાત્રથી હૈયું પ્રસન્ન બની ઉઠે છે. આ જિનાલય ૧૭માં સૈકામાં હતું. શ્રી વિનય વિજયજી ઉપાધ્યાયે “સૂર્યપુર ચૈત્ય પરિપાટી’માં આ પાર્શ્વનાથની સ્તુતિ લખી છે.
વિક્રમ સંવત ૧૯૭૧માં આ જિનાલયનો પુનઃ જીર્ણોધ્ધાર થયો હતો. આ જિનાલયનો વહીવટ દેસાઈપોળ જૈન પેઢી કરી રહી છે. સં. ૧૬પ૬માં કવિ નયસુંદરે, મુનિ શ્રી ગુણવિજયના શિષ્ય શ્રી પાર્શ્વનાથ સ્તવનમાં આ પાર્શ્વનાથને વિંદના કરી છે.
સંપર્ક : શ્રી ઉમરવાડી પાર્શ્વનાથ જૈન શ્વે. તીર્થ, ઉમરવાડી, ઓસવાલ મહોલ્લો, ગોપીપુરા, સુરત (ગુજરાત).
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં
બિરાજમાન શ્રી ઉમરવાડી પાર્શ્વનાથ શંખેશ્વર મહાતીર્થનો મહિમા અપરંપાર છે. આ તીર્થ અત્યંત પ્રચીન છે. એનો ઈતિહાસ યુગો પૂર્વેનો છે. આ જાગૃત તીર્થ સ્થાન છે. આ તીર્થસ્થાને હજારો યાત્રાળુઓની અવર-જવર રહે છે. અને શ્રધ્ધાળુઓ ભાવભરી ભક્તિથી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની સેવા-પૂજા અને સ્તુતિ કરે છે.
શ્રી ઉમારવાડીજી પાર્શ્વનાથ
૧૨.
Page #37
--------------------------------------------------------------------------
________________
બાવીસમા તીર્થંકર શ્રી નેમનાથ પ્રભુના કાળથી આ મહાતીર્થ અસ્તિત્વમાં છે. હાલમાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુનું વિદ્યમાન જિનાલય છેલ્લા બે-ત્રણ સૈકાથી સ્થિત છે. એક વિશાળ કમ્પાઉન્ડની મધ્યમાં બેઠી બાંધણીનું આ મનોહર જિનાલય બાવન દેવકુલિકાઓથી યુક્ત છે. આજે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પરમાત્મા તીર્થનો મહિમા દિન-પ્રતિદિન વધતો જાય છે. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથની પ્રતિમાના દિવ્ય પ્રભાવ અંગે આચાર્ય ભગવંતોએ શાસ્ત્રોમાં ઉલ્લેખ કર્યો છે. અનેક મહાપુરુષોએ આ તીર્થનો ગુણગાન ગાયા છે.
શંખેશ્વરમાં બીજું દર્શનીય અને ૫૨મ પ્રભાવક સ્થળ એટલે શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ વિહારમાં આવેલું ભવ્ય, કલાત્મક જિનાલય છે. શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ વિહાર મહા પ્રસાદમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પરમાત્માની પ્રતિમાજીઓ બિરાજમાન છે. આ જિનાલયમાં બિરાજમાન કરવામાં આવેલ દરેક પ્રતિમાજીઓ અત્યંત દર્શનીય અને અલૌકિક છે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ વિહાર જિનાલય વિશાળ જગ્યામાં હોવાથી દર્શનાર્થીઓ અત્યંત મુક્ત મને પ્રભુ દર્શનનો લાભ લઈ શકે છે. જિનાલયની બહા૨ કેસ૨૫૨ તથા સ્નાનઘર આવેલું છે. જિનાલયના બહારના ઓટલે ફૂલવાળા બેસતાં હોય છે. જિનાલયમાં પ્રવેશ કરતાં જ ભાવિકનું હૈયું પ્રસંન્ન બની ઊઠે છે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર જિનાલય ઉપરાંત આ સંકુલમાં ધર્મશાળા આવેલી છે. બહારગામથી આવનાર યાત્રાળુઓ માટે રહેવા-ઉતરવાની સુંદર વ્યવસ્થા છે. તેમજ આ સંકુલમાં સાત્વિક અને શુધ્ધ ભોજન પીરસતી ભોજનશાળા છે. સવારે નવકારશી, બપોરે તથા સાંજે ભોજનની વ્યવસ્થા છે.
દરેક વિભાગો વચ્ચે ખુલ્લી જગ્યા હોવાથી યાત્રિકને અહીં રહેવાનું મન થાય છે. તેમાંય આ સંકુલમાં બાગ તથા વૃક્ષોની હારમાળા હોવાથી વાતાવરણ અત્યંત પ્રસન્ન કરી મૂકે છે. પવિત્રતાના દર્શન અહીં સૌ કોઈ યાત્રિક કરી શકે છે. વાહન પાર્કીંગની વ્યવસ્થા તથા એસ.ટી.ડી. બુથની વ્યવસ્થા પણ કરાઈ છે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર જિનાલયની ફરતી ભમતીમાં ચાલીસમી દેરીમાં શ્રી ઉમરવાડીજી પાર્શ્વનાથ પ્રભુજીની પ્રતિમાજી બિરાજમાન છે.
શ્રી ઉમરવાડીજી પાર્શ્વનાથ
૧૩
Page #38
--------------------------------------------------------------------------
________________
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર જિનાલયની ભમતીમાં શ્રી વિજય ચિંતામણિ પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી શ્વેત પાષાણની છે. તેમજ પદ્માસનસ્થ છે. આ પ્રતિમાજીની ઊંચાઈ ૩૧ ઈંચની છે. શ્રધ્ધાળુ ભક્તિ અને શ્રધ્ધાથી શ્રી વિજય ચિંતામણિ પાર્શ્વનાથની સેવાપૂજા કરે તો તેની સર્વ ચિંતાઓ નષ્ટ થાય છે. મહિમા અપરંપાર
પશ્ચિમી સંસ્કૃતિના આંધળા અનુકરણથી દોરવાઈને પ્રતીક્ષા અને સાગરે લવમેરેજ કરવાના નિર્ણય કર્યો. બન્ને હજુ કોલેજના પ્રથમ વર્ષમાં હતા. બન્નેમાંથી કોઈને દુનિયાદારીની ખબર નહોતી. લવમેરેજ કર્યા પછી ક્યાં જવું ? શું કરવું ? કાંઈ યોજના નહોતી.
પ્રતીક્ષાએ ઘેર પોતાની માતાપિતાને વાત કરી કે સાગર પરજ્ઞાતિનો છોકરો છે પણ મને ગમે છે આથી હું તેની સાથે લગ્ન કરવાની છું.
પ્રતીક્ષાની વાત સાંભળીને તેના માતા જયશ્રીબેન અને પિતા સુભાષભાઈ અત્યંત આશ્ચર્ય પામ્યા તેમજ સ્તબ્ધ થઈ ગયા.
સુભાષભાઈ અને જયશ્રીબેને પુત્રીને સમજાવવાનો ખૂબ પ્રયત્ન કર્યો પરંતુ સાગર પ્રત્યે અંધ બનેલી પ્રતીક્ષા કોઈ વાત સાંભળવા તૈયાર નહોતી.
જયશ્રીબેને કહ્યું : ‘દીકરી, તું જરા વિચાર તો કર... તારા પપ્પા મામલતદાર છે. સમાજમાં તેમની ઈજ્જત છે. તું આવું પગલું ભરવાનું છોડી દે...અમે સમાજમાં મોં બતાવવાને લાયક રહીશું નહિ...’
‘ના...મમ્મી...આજે તો આવા લગ્નનો વાયરો છે. તમારી વાતો બધી જૂની છે. જૂના જમાનાની છે. તમે હજુ કયા યુગમાં જીવો છો ?' પ્રતીક્ષા દલીલ કરતી.
માતા પિતાએ બે-ત્રણ દિવસ સુધી સમજાવવાનો અથાગ પ્રયાસ કર્યો પરંતુ કોઈ અર્થ સર્યો નહિ.
શ્રી ઉમરવાડીજી પાર્શ્વનાથ
૧૪
Page #39
--------------------------------------------------------------------------
________________
જયશ્રીબેન દીકરીના પરાક્રમની વાત તો ક્યાંય કરી શકે તેમ નહોતા. તેઓ ભારે મુંઝાયા. શું કરવું ? તેની ચિંતા કોરી ખાતી હતી.
એક દિવસ તેમના પાડોસમાં રહેતા ચંદાબેન બેસવા આવ્યા અને કહ્યું : ‘પાંચ-છ દિવસથી તમને જોયા નહિ એટલે થયું કે શું તબીયત બગડી છે કે શું ?’ ‘ચંદાબેન, તબીયત તો સારી છે પણ સંસારમાં છીએ એટલે થોડા ઘણા પ્રશ્નો તો ઉદ્ભવે...હમણાં એવો પ્રશ્ન અમારી સમક્ષ ઊભો થયો છે કે જેનો કોઈ ઉપાય મળતો નથી. શું કરવું જોઈએ ? તે વિચારવાની મતિ મુંઝાઈ ગઈ છે.’ ‘જયશ્રીબેન, તમારો શું પ્રશ્ન છે તે હું જાણતી નથી અને જાણવા માગતી નથી પરંતુ એક ઉપાય બતાવું ?’
‘કહો...’
‘આપ ખરા હૃદયથી શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ જિનાલયની ભમતીમાં બિરાજમાન શ્રી ઉમરવાડીજી પાર્શ્વનાથ દાદાને પ્રાર્થના કરશો તો તમારો ગમે તેવો વિકટ પ્રશ્ન હલ થઈ જશે...’
‘પણ એમાં અમારે કરવાનું શું ? અમે તો બ્રાહ્મણ છીએ...તમે જૈન છો...તેથી તમને વિધિની બધી ખબર હોય અમને કશી ખબર ન હોય...’ જયશ્રીબેન બોલ્યા.
‘જયશ્રીબેન, વિધિ કંઈજ નથી. માત્ર તમારે મનમાં સંકલ્પ ધારણ કરવો કે મને પીડવતો પ્રશ્ન હલ થઈ જશે તો શંખેશ્વર આપના દર્શનાર્થે આવીશ.’
‘મારો પ્રશ્ન હલ થઈ જાય તો તમારે અમારી સાથે શંખેશ્વર આવવું પડશે. અમે કોઈ દિવસ શંખેશ્વર જોયું જ નથી...’
‘ના..જરૂર...હું તમારી સાથે શંખેશ્વર આવીશ.' ચંદાબેન બોલ્યા. ચંદાબેનની ઉપસ્થિતિમાંજ જયશ્રીબેને શ્રી ઉમરવાડીજી પાર્શ્વનાથનું સ્મરણ કરીને સંકલ્પ ધારણ કર્યો કે પોતાની પુત્રી યોગ્ય માર્ગે આવે અને તેના મનમાં જે ભૂત ભરાઈ ગયું છે તે નીકળી જાય. પંદર દિવસમાં આ પ્રશ્નનો ઉકેલ આવશે તો
શ્રી ઉમરવાડીજી પાર્શ્વનાથ
૧૫
Page #40
--------------------------------------------------------------------------
________________
શંખેશ્વર યાત્રાર્થે આવીશું.
આઠ દિવસ પસાર થઈ ગયા.
કોઈ પરિણામ આવ્યું નહોતું.
નવમા દિવસે પ્રતીક્ષાએ જયશ્રીબેનને કહ્યું : ‘મમ્મી, તમે સાચા છો...' આટલું કહીને તે ધ્રુસકે ધ્રુસકે રડી પડી. જયશ્રીબેને પૂછ્યું : ‘પણ વાત શું છે ?’
‘મમ્મી, સાગરને આજે મેં બીજી છોકરી સાથે જોઈ, એટલું જ નહિ મેં તે બન્નેની વાત પણ સાંભળી, તે બન્નેની વાત સાંભળ્યા પછી લાગ્યું કે સાગરને ગુણનો નહિ પણ રૂપનો મોહ છે. તેની સાથે જે છોકરી હતી તે અતિ રૂપવતી છે. અમારી કોલેજમાં આઠ દિવસથી જ આવી છે. સાગરે તેને પોતાની જાળમાં ફસાવી લીધી છે. હું પડતાં પડતાં બચી ગઈ છું. આપ મારા લગ્ન જ્યાં કહેશો ત્યાં કરીશ....આપની સલાહ સાચી હતી. મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. હવે હું ભણવામાંજ ધ્યાન આપીશ...'
‘દીકરી, જાગ્યા ત્યારથી સવાર...તું બધું ભૂલી જઈને ભણવામાં ધ્યાન દે..તું તારૂં ભવિષ્ય તેજસ્વી બનાવ....અમારે બીજું શું જોઈએ ?' જયશ્રીબેન પણ રડવા લાગ્યા. મા-દીકરી એક બીજાને વળગી પડ્યા હતા.
જયશ્રીબેનની શ્રધ્ધા શ્રી ઉમરવાડીજી પાર્શ્વનાથ પ્રભુ પ્રત્યે વધારે ગાઢ
બની.
જયશ્રીબેન, સુભાષભાઈ, પ્રતીક્ષા વગેરે ચંદાબેનને લઈને શંખેશ્વર ગયા. ત્યાં જયશ્રીબેન, સુભાષભાઈ તથા પ્રતીક્ષાએ શ્રી ઉમરવાડી પાર્શ્વનાથ દાદાની મુક્ત મને ભક્તિ કરી...
આમ શ્રી ઉમરવાડી પાર્શ્વનાથ દાદાની ભક્તિ અને આરાધના કરવાથી પરિવાર પર આવી પડેલી વિપદા દૂર થઈ ગઈ.
શ્રી ઉમરવાડીજી પાર્શ્વનાથ
૧૬
Page #41
--------------------------------------------------------------------------
________________
elow spaep le રાગ
મંત્ર આરાધના
(૧)
(2)
(૩)
ૐ હ્રીઁ Æ ઉમરવાડી પાર્શ્વનાથાય નમઃ ।
ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં ઉમરવાડી પાર્શ્વનાથાય નમઃ ।
ૐૐ હ્રીં શ્રીં શ્રÆ Æ ઉમરવાડી પાર્શ્વનાથાય નમઃ । ઉપરોક્ત ત્રણ મંત્રોમાંથી કોઈપણ એક મંત્રનું આરાધન કરવું. મંત્રના જાપ વહેલી સવારે સ્વચ્છ વસ્ત્રો ધારણ કરીને કરવા. દરરોજ એક માળા તો અવશ્ય ગણવી. આ મંત્રની આરાધનાથી આરોગ્ય સારૂં રહે છે. તેમજ આવી પડેલા વિકટ પ્રશ્નોનો ઉકેલ આવે છે. આ મંત્રજાપ માનસિક શાંતિ આપે છે.
સંપર્કઃ
શ્રી ઉંમરવાડી પાર્શ્વનાથ જૈન દેરાસર ઓસવાલ મોહલ્લા, ગોપીપુરા, સુરત-૩૯૫૦૦૧ ફોન : (૦૨૬૧) ૨૫૯૧૫૩૬
૧૭
As
શ્રી ઉમરવાડીજી પાર્શ્વનાથ
Page #42
--------------------------------------------------------------------------
________________
શ્રી કૂડેશ્વર પાર્શ્વનાથ મધ્યપ્રદેશના મંદસોર જીલ્લાના મનસા તાલુકાના કૂકડેશ્વર ગામમાં શ્રી કુકડેશ્વર પાર્શ્વનાથ પ્રભુનું દિવ્યતાથી ઓપતું પ્રાચીન અને મુખ્ય જિનાલય આવેલું
આ તીર્થ મંદસોરથી ૬૦ કિ.મી.ના અંતરે અને રતલામથી ૧૧૭ કિ.મી. ના અંતરે આવેલું છે. નીમચ રેલ્વે સ્ટેશનથી આ તીર્થ ૪૫ કિ.મી. ના અંતરે આવેલું છે.
| શ્રી કૂકડેશ્વર પાર્શ્વનાથની પ્રતિમાજી વઢવાણ સીટી, જીરાવલા તીર્થમાં છે તેમજ શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારના ભવ્ય જિનાલયની ફરતી ભમતીમાં એકતાલીસમી દેવકુલિકામાં શ્રી કૂકડેશ્વરજી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી બિરાજમાન છે. સાંતાક્રુઝમાં શ્રી કૂકડેશ્વર પાર્શ્વનાથની પ્રતિમાજી શ્રીકલિકુંડ પાર્શ્વનાથ જિનાલયની ભમતીના ગોખલામાં બિરાજમાન છે.
મધ્યપ્રદેશના નીમચ રેલ્વે સ્ટેશનથી ૪૫ કિ.મી. ના અંતરે આવેલ શ્રી કકડેશ્વર પાર્શ્વનાથ તીર્થમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુની શ્યામ વર્ણની પ્રતિમાજી નવફણાથી મુક્ત પદ્માસનવાળી છે. ૨૭ ઈંચની ઊંચાઈ અને ૨૫ ઈંચ પહોળી આ પ્રતિમાજી છે.
શ્રી કૂકડેશ્વર પાર્શ્વનાથ પ્રભુના તીર્થ અંગેની એક પ્રાચીન કથા છે. પ્રાચીન કાળની વાત છે.
વસંતપુર નામની નગરી હતી. આ નગરીમાં દત્ત નામનો બ્રાહ્મણ રહેતો હતો. નગરી મધ્યમ કક્ષાની હતી.
પૂર્વ પાર્જિત કર્મોના કારણે દત્ત બ્રાહ્મણ કુષ્ઠ રોગનો ભોગ બન્યો. કુષ્ઠ રોગની વ્યાધિમાં તે અસહ્ય પીડા અનુભવતો હતો. દત્ત બ્રાહ્મણથી લોકો દૂર રહેતા હતા. દત્ત બ્રાહ્મણની સ્થિતિ એવી થઈ ગઈ હતી કે તે કોઈને કશું કહી શકતો નહોતો. તે ઘરની બહાર ક્યારેક જ નીકળતો હતો. દત્ત બ્રાહ્મણને કુષ્ઠ રોગ થવાથી તેની પત્ની અને બાળકો અન્યત્ર ચાલ્યા ગયા હતા. દત્ત બ્રાહ્મણ પોતાની કુટિરમાં એકલો રહીને દિવસો પસાર કરતો હતો. આ રોગ શી રીતે દૂર
શ્રી ક્રેશ્વર પાર્શ્વનાથ
Page #43
--------------------------------------------------------------------------
________________
થાય તેની જાણકારી તેના પાસે નહોતી તેમજ ઉપચાર કરાવી શકે તેવી સ્થિતિ પણ નહોતી.
| દત્ત બ્રાહ્મણ પોતાના માથા પર આવી પડેલી વિપદા અંગે છાને ખૂણે રડી પણ લેતો હતો.
દત્ત બ્રાહ્મણને કોઈ બોલાવતું પણ નહોતું. કોઈ તેને જોઈ જાય તો લોકો રસ્તો બદલાવી નાખતાં હતા. તેમાં ઘણા તો સલાહ આપતાં કે ઘરની બહાર શું કામ નીકળે છે? ઘરમાં પડ્યો રહેતો હોય તો...!
| દત્ત બ્રાહ્મણ લોકોના તીખાં વેણ સહન કરી લેતો હતો. તેનામાં સામનો કરવાની શક્તિ નહોતી. લોકોના વાગબાણોથી ઘવાયેલો દત્ત બ્રાહ્મણ ક્યારેક જ ઘરની બહાર નીકળતો હતો.
એકવાર દત્ત બ્રાહ્મણ નગરીના પાદરે આવ્યો હતો ત્યારે એક જ્ઞાની મુનિરાજનો ભેટો થયો. તેણે દૂરથી વંદન કર્યા અને કહ્યું : “મુનિરાજ, મને કુછ રોગ થયો છે એટલે આપના ચરણોને સ્પર્શ કરી શકીશ નહિ... મને કુષ્ઠ રોગ થવાથી મારો પરિવાર મને છોડીને ચાલ્યો ગયો છે. કોઈ મારૂં રહ્યું નથી. મારી આવી પરિસ્થિતિ કેમ થઈ ?'
હે ભદ્ર, જે કાંઈ બને છે તે કર્મને આધીન છે. પૂર્વ ભવોના કર્મો ઉદયમાં આવે ત્યારે કોઈપણ જીવને તે ભોગવ્યા વિના છૂટકો નથી. સર્વ જીવોને કર્માનુસાર જીવવું પડે છે કર્મથી મુક્તિ મેળવવા સર્વત્યાગ વગર બીજો કોઈ માર્ગ નથી...” મુનિરાજે ઉપદેશ આપ્યો..
મુનિરાજે દત્ત બ્રાહ્મણને કર્મની સત્તા વિષેનું જ્ઞાન આપ્યું. કર્મ વિષેની વિશદ જાણકારી મળતાં દત્ત બ્રાહ્મણને જૈન ધર્મ પ્રત્યે અનન્ય શ્રધ્ધા ઉપજી.
મુનિરાજે દત્ત બ્રાહ્મણને શ્રાવકના ગુણ બતાવ્યા અને દત્ત બ્રાહ્મણે શ્રાવક ધર્મ અંગીકાર કર્યો. | ત્યાર પછી દત્ત બ્રાહ્મણ શ્રાવકધર્મનું ચુસ્ત રીતે પાલન કરવા લાગ્યો. તેના જીવનમાં ફેરફાર થયો. તેના વિચારોમાં પરિવર્તન આવી ગયું. જૈન ધર્મ પ્રત્યેની શ્રધ્ધામાં વધારો થયો.
શ્રી ક્રેશ્વર પાર્શ્વનાથ
૧૯
Page #44
--------------------------------------------------------------------------
________________
આમને આમ દિવસો વીતવા લાગ્યા.
એકવાર દત્ત બ્રહ્મણને સાંભળવા મળ્યું કે નગરી બહાર ગુણસાગર નામના કેવળીભગવંત પધાર્યા છે. તેની ખુશીનો પાર ન રહ્યો. તેનું હૈયું કેવળીભગવંતના દર્શન માટે નાચવા લાગ્યું.
દત્ત બ્રાહ્મણ ઝટપટ તૈયાર થઈ ગયો અને ધીમે ધીમે કરતો નગરી બહાર સમવસરેલા ગુણસાગર કેવળીની નજદિક આવ્યો. દત્ત બ્રાહ્મણે દૂરથી કેવળીના દર્શન કર્યા અને હૈયામાં અનેરો હર્ષ ઉત્પન્ન થવા લાગ્યો.
દત્ત બ્રાહ્મણ આગળ વધીને ગુણસાગર કેવળીની નજદિક આવ્યો. અને અનેરા હર્ષોલ્લાસથી ચરણોમાં મસ્તક ઝુકાવ્યું.
દત્ત બ્રાહ્મણે કહ્યું : “ભગવંત, આપના દિવ્ય દર્શનથી મારી બધી પીડા ચાલી ગઈ છે....આપ મારા પર કૃપા વરસાવો...”
ગુણસાગર કેવળી બોલ્યા : “ધર્મલાભ...'
ભગવંત, આપ મને જણાવો કે મારું ભાવિ શું છે? આવતો ભવ કેવો જશે ?' દત્ત બ્રાહ્મણે પૂછયું.
ત્યારે ગુણસાગર કેવળી ભગવંતે કહ્યું : “હે દત્ત શ્રાવક તને જૈનધર્મ પ્રત્યે અપાર શ્રધ્ધા પ્રગટી છે. તે હું જાણું છું. આ સંસારમાં કર્મની સત્તા મહાન છે. સર્વ જીવોને કર્મને આધીન રહેવું પડે છે. તે નિકાચિત કરેલા આયુષ્ય બંધ ના ફળ તારે ભોગવવાં જ પડશે. તિર્યંચ યોનિમાં તારે અથડાવવું પડશે. સમ્યકત્વ પામી મૃત્યુ બાદ તું રાજપુર નગરમાં રોહિતગૃહે કૂકડી કુક્ષીએ અવતરીશ. તું જ્યારે કૂકડાના રૂપમાં હોઈશ ત્યારે તને એક જૈન મુનિના મંગલકારી અને પાવનકારી દર્શન થશે. એમના દર્શન થતાં જ તારા અંતરમન પર ખળભળાટ સર્જાશે. એ જ વખતે તને જાતિસ્મરણ જ્ઞાન ઉપજશે. તું અનશન વ્રત ગ્રહણ કરીને આત્મ આરાધનામાં મસ્ત બનીને મૃત્યુ પામીશ. ત્યાંથી તારો આત્મા રાજકુળમાં જશે અને તું ઈશ્વર નામનો રાજા થઈશ. તે રાજાને રાજાધિરાજ શ્રી પાર્શ્વનાથ પ્રભુના મંગલ પરિચયની વેળાએ જાતિ સ્મરણ જ્ઞાન થશે, ત્યાર પછી તું આત્મ કલ્યાણની સાધનામાં લાગી જઈશ.”
શ્રી કૂદ્ધેશ્વર પાર્શ્વનાથ
(
૨૦ )
Page #45
--------------------------------------------------------------------------
________________
કેવળી ભગવંતની વાણી કદીય મિથ્યા હોતી નથી. દત્ત શ્રાવક પોતાનું ભાવી જાણીને અત્યંત હર્ષિત થયો. પોતાના આત્માનું કલ્યાણ ભાવી તીર્થંકર ભગવંત શ્રી પાર્શ્વનાથ પ્રભુના પરિચયથી થશે તે જાણીને તેનું હૈયું પુલકિત બની ગયું.
આમ કેવળી ભગવંતે દર્શાવેલી શ્રીદત્ત શ્રાવકની ભવયાત્રા ઈશ્વર રાજાના અવતાર સુધી ચાલી. શ્રીદત્ત શ્રાવક ભવના ફેરામાં ભ્રમણ કરતાં ઈશ્વર નામે રાજા થયો.
એકવાર ઈશ્વર રાજા કુસુમ ઉદ્યાનમાં ગયો.
ત્યાં કાયોત્સર્ગ સ્થિત શ્રી પાર્શ્વ પ્રભુના દર્શન માત્રથી તેને જાતિ સ્મરણજ્ઞાન થયું. કુકડે અને ઈશ્વરના પોતાના છેલ્લા બે ભવોની સ્મૃતિમાં રાજાએ કુકડેશ્વર પાર્શ્વનાથજીનું મનોરમ્ય બિંબ ભરાવીને ભવ્ય જિનાલય બંધાવ્યું.
મહારાજા ઈશ્વર રોજ ત્યાં સેવા-પૂજા અને ભક્તિ કરવા લાગ્યો, ત્યારથી કુકડેશ્વર પાર્શ્વનાથનું નૂતન તીર્થ નિર્માણ પામ્યું.
ઈશ્વર રાજાએ નિર્માણ કરેલું શ્રી કુકડેશ્વર પાર્શ્વનાથજીનું મૂળ જિનાલય તો કાળની ગર્તામાં ક્યાંય વિલીન થઈ ગયું. છતાંય શ્રી કુકડેશ્વર પાર્શ્વનાથનું એક પ્રાચીન જિનાલય આજે પણ છે.
મધ્યપ્રદેશના નીમચની નજદીક આવેલ આ ભવ્ય તીર્થ ૧૦૪૦ વર્ષ જૂનું ગણાય છે. હાલ જે પ્રતિમાજી છે તેના પર વિક્રમ સંવત ૧૬૭૬નો લેખ છે.
આ તીર્થનો જીર્ણોદ્ધાર તાજેતરમાં થયો છે. શ્રી કુકડેશ્વર પાર્શ્વનાથ લોકભાષામાં કૂકડેશ્વર નામથી વધુ જાણીતું છે.
૧૪મા સૈકામાં આચાર્ય શ્રી જિનપ્રભસૂરિજીએ ‘વિવિધ તીર્થ કલ્પ’ નામના ગ્રંથમાં આ તીર્થનો કલ્પ રચ્યો છે.
એ સિવાય અનેક જૈનાચાર્યોએ આ તીર્થનો મહિમા ગાયો છે. સંપર્ક : શ્રી કૂકડેશ્વર પાર્શ્વનાથ શ્વે. જૈન મંદિર, મુ. કૂકડેશ્વર, તાલુકો : મનસા, જીલ્લો - મંદસોર (મધ્યપ્રદેશ).
૨૧
શ્રી ક્લેશ્વર પાર્શ્વનાથ
Page #46
--------------------------------------------------------------------------
________________
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં બિરાજમાન શ્રી કૂકડેશ્વર પાર્શ્વનાથ
સમગ્ર વિશ્વમાં જૈનોનું મહાતીર્થ શંખેશ્વર ધામ અત્યંત જાણીતું છે. આ તીર્થના દર્શનાર્થે દ૨૨ોજ હજારો ભાવિકોની અવરજવર રહે છે. શંખેશ્વરમાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુનું મુખ્ય તીર્થ ઉપરાંત શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ આવેલ છે. વિશાળ જગ્યામાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર આવેલું છે. કલાત્મક અને ભવ્ય કલાત્મક અને ભવ્ય કલા કારીગરીથી આ જિનાલય શોભી રહ્યું છે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ જિનાલયમાં મૂળનાયક રૂપે શ્રી ભક્તિ પાર્શ્વનાથ પ્રભુ બિરાજે છે જ્યારે આ જિનાલયની ફરતી ભમતીમાં એકતાલીસમી દેવકુલિકામાં શ્રી કુકડેશ્વર પાર્શ્વનાથ પ્રભુની ભવ્ય પ્રતિમાજી બિરાજમાન છે. શ્યામ પાષાણની પ્રતિમાજી પદ્માસનસ્થ છે. નવફણાથી અલંકૃત્ત આ પ્રતિમાજીની ઊંચાઈ ૩૧ ઈંચની છે.
શ્રી કુકડેશ્વર પાર્શ્વનાથ પ્રભુની શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારના જિનાલયમાં બિરાજમાન પ્રતિમાજી અત્યંત દર્શનીય અને ચમત્કારી છે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં ધર્મશાળાની સર્વોત્તમ સગવડ છે. તેમજ ભોજનશાળા પણ આવેલી છે. આ સંકુલનો સ્ટાફ વિનયી હોવાથી ભાવિકો અવાર-નવાર ભક્તિ વિહાર ધામમાં આવે છે. વિશાળ જગ્યા હોવાથી બાગબગીચો તથા વૃક્ષોની હારમાળા ભાવિકોને પ્રસન્નતા બક્ષે છે. શંખેશ્વર જવાનું થાય ત્યારે શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારના દર્શન કરવાનું ચૂકવા જેવું નથી.
શ્રી કૂડેશ્વર પાર્શ્વનાથ
૨૨
Page #47
--------------------------------------------------------------------------
________________
મહિમા અપરંપાર જીવનમાં ઘણીવાર એવી આશ્ચર્યજનક ઘટનાઓ બનતી હોય છે કે જેની કલ્પના કરી શકાતી નથી.
ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતો વિપુલ દેસાઈનું વાર્ષિક પરિણામ આવ્યું ત્યારે તે એક વિષયમાં નાપાસ થયેલો બતાવાયો હતો. વિપુલ પ્રથમ ધોરણથી અગિયારમા ધોરણ સુધી ૮૦ ટકાથી નીચે ગુણ લાવ્યો નહોતો તેનું બારમાનું નાપાસનું પરિણામ આવતાં તેના ઘરના જ નહિ બલ્કિ મિત્રો, સ્નેહીઓ, સગાઓને ભારે આશ્ચર્ય થયું. વિપુલને ગણિત વિષયમાં નેવું થી ઉપર ગુણ મળવાની અપેક્ષા હતી પરંતુ તેને ગણિતમાં જ નાપાસ કરાયો હતો.
વિપુલને પરિણામ જાણીને ભારે આઘાત લાગ્યો હતો. તેની સ્કૂલના આચાર્યને પણ આશ્ચર્ય થયું હતુ કે આમ બની જ ન શકે... ?
સ્કૂલના આચાર્યે પેપર ખોલાવવાનું વિપુલને સૂચન કર્યું.
વિપુલને અન્ય દરેક વિષયોમાં ૭૫થી વધારે ગુણો હતા. વિપુલે તરત જ પેપર ખોલાવવાની ફી ભરી દીધી. તેની માતા યશોદાબેને વિપુલને કહ્યું કે તું શંખેશ્વરમાં આવેલ શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારના જિનાલયની ભમતીમાં બિરાજમાન શ્રી કૂકડેશ્વર પાર્શ્વનાથ દાદાને સાચા હૃદયથી પ્રાર્થના કર...તે જેટલા ગુણ ધાર્યા છે તેટલા મળી જશે...'
વિપુલે ખરા હૃદયથી શ્રી કૂકડેશ્વર પાર્શ્વનાથ પ્રભુનું સ્મરણ કરીને પ્રાર્થના કરી અને દર્શનાર્થે આવવાની ભાવના સેવી.
પંદર દિવસ બાદ વિપુલ તેના પિતા સાથે ગાંધીનગર ગયો. શિક્ષણ વિભાગમાં ગયા. તેનું પેપર ખોલવામાં આવ્યું ત્યારે તેમાં નવ્વાણું ગુણ લખેલા હતા. જ્યારે રીઝલ્ટમાં માત્ર નવ ગુણ જાહેર થયા હતા. તેના પરિણામમાં સુધારો કરવામાં આવ્યો અને તે આણંદ કેન્દ્રમાં પ્રથમ ક્રમે આવ્યો. વિપુલની ખુશીનો પાર ન રહ્યો.
વિપુલ તેના પિતા સાથે ત્યાંથી સીધો શંખેશ્વર આવ્યો. ત્યાં શ્રી શંખેશ્વર
શ્રી ક્વેશ્વર પાર્શ્વનાથ
૨૩
Page #48
--------------------------------------------------------------------------
________________
પાર્શ્વનાથ દાદાના દર્શન કર્યા અને શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર જિનાલયમાં દર્શનાદિ કર્યા બાદ એકતાલીસમી દેરીમાં બિરાજમાન શ્રી કૂકડેશ્વર પાર્શ્વનાથ પ્રભુના દર્શન-વંદન કર્યા. પિતા-પુત્ર એક દિવસ રોકાઈને સેવા પૂજા અને ભક્તિનો લાભ લીધો. ત્યાંથી બીજે દિવસે આણંદ જવા નીકળી ગયા.
વિપુલના પરિવારમાં ખુશીની લ્હેર દોડી ગઈ.
મંત્ર આરાધના
છે.
૩ૐ હ્રીં શ્રીં કૂકડેશ્વર પાર્શ્વનાથાય નમઃ | (૨) ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં કૂકડેશ્વર પાર્શ્વનાથાય નમઃ | (૩) ૐ હૂ Ø Ø Ø કુકડેશ્વર પાર્શ્વનાથાય નમ:
ઉપરોક્ત ત્રણ મંત્રોમાંથી કોઈપણ એક મંત્રના નિત્ય વહેલી સવારે પૂર્વ દિશા તરફ મુખ રાખીને જાપ કરવા. વસ્ત્રો સ્વચ્છ પહેરવા. જાપનો સમય તથા આસન નિશ્ચિત રાખવું. આ મંત્રના જાપથી સઘળા વિઘ્નો દૂર થાય છે. માનસિક શાંતિ મળે છે.
સંપર્કઃ શ્રી કુદ્ધેશ્વર પાર્શ્વનાથ ચે.મૂ. જૈન ટ્રસ્ટ મુ.પો. કુકડેશ્વર જિ. નીમચ (મ.પ્ર.)-૯૫૮૪૪૬ ફોન: (૦૭૪૨૧) ૨૩૧૨૫૧, ૨૩૧૬૯૧
શ્રી કૂદ્ધેશ્વર પાર્શ્વનાથ
Page #49
--------------------------------------------------------------------------
________________
શ્રી ભીડભંજનજી પાર્શ્વનાથ ગુજરાતના ખેડા જીલ્લામાં ખેડા શહેરના પટેલવાડામાં શ્રી ભીડભંજન પાર્શ્વનાથ પ્રભુનું મુખ્ય તીર્થ આવેલું છે. | શ્રી ભીડભંજન પાર્શ્વનાથના અનેક જિનાલયો વિવિધ શહેરોમાં આવેલા છે. જેમકે સુરતના નાણાવટવિસ્તારમાં શ્રી ભીડભંજન પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી બિરાજમાન છે. તે પ્રમાણે પાટણ, ઉનાવા, ભીવંડી, તારાપુર, વડોદરા, ઉદયપુર તથા મુંબઈના સાંતાક્રુઝના શ્રી કલિકુંડ પાર્શ્વનાથ જિનાલયની ભમતીમાં તથા જીરાવલા તીર્થની ભમતીમાં શ્રી ભીડભંજન પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી બિરાજમાન છે.
શંખેશ્વરમાં અત્યંત દર્શનીય શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદના જિનાલયની ફરતી ભમતીમાં બેતાલીસમી દેરીમાં શ્રી ભીડભંજન પાર્શ્વનાથ પ્રભુની અલૌકિક અને દિવ્ય પ્રતિમાજી પ્રતિષ્ઠિત કરવામાં આવેલ છે.
ખેડામાં આવેલ શ્રી ભીડભંજન પાર્શ્વનાથની પ્રતિમાજી દર્શનીય અને મનોહારી છે.
અમદાવાદથી ખેડા ૨૨ માઈલના અંતરે આવેલ છે. અને નડિયાદથી ૧૪ માઈલના અંતરે અમદાવાદ-મુંબઈ હાઈવે રોડ પર આવેલ છે.
- ખેડામાં આઠ જિનાલયો છે. ગામમાં ઉપાશ્રય, પાઠશાળા, આયંબિલ ભવન છે. ધર્મશાળા તથા ભોજનશાળાની ઉત્તમ સગવડ છે. અહીં કારતક અને ચૈત્રી પુનમના દર્શન કરવાનો વિશેષ મહિમા છે. આ બન્ને દિવસોમાં હજારો દર્શનાર્થીઓ આવતા હોય છે. ઉપાધ્યાય શ્રી ઉદયરત્નજી મહારાજ તથા આચાર્ય ભગવંત શ્રી કપૂરસૂરિશ્વરજી મહારાજાની આ જન્મભૂમિ છે.
ખેડામાં આવેલ શ્રી ભીડભંજન પાર્શ્વનાથજીની શ્વેત પાષાણની પ્રતિમાજીની ઊંચાઈ ૨૫ ઈંચ અને પહોળાઈ ૨૧ ઈંચની છે. બાજુમાં શ્રી સંભવનાથ ભગવાન અને શ્રી મલ્લિનાથ ભગવાનના જિનબિંબ છે.
વિક્રમ સંવત ૧૫૧૬ના વર્ષની ઘટના છે. એ સમયમાં અધ્યાત્મનો પ્રકાશ રેલાવતાં જૈનાચાર્યશ્રી વિજયરાજસૂરિ
શ્રી ભીડભંજનજી પાર્શ્વનાથ
Page #50
--------------------------------------------------------------------------
________________
વિચરણ કરતાં ખેડા ગામ તરફ આવ્યા. ખેડાથી પશ્ચિમ બાજુએ સરિતાકિનારે આવેલા હરિયાળા ગામ પાસેના એક વડ નીચે આવીને આચાર્ય ભગવંત બેસી ગયા અને ધ્યાનમાં પરોવાઈ ગયા.
જૈનાચાર્ય શ્રી વિજયરાજસૂરિજી મહારાજ અલગારી મહાત્મા હતા. જ્યારે તેઓ ધ્યાનમાં બેસતાં ત્યારે વાસ્તવિકતાને ભૂલી જતા અને આત્મ રમણમાં ગુંથાઈ જતા.
આ તરફ ગામની બહાર કોઈ સંત મહાત્મા બિરાજેલા છે તે સમાચાર જોતજોતામાં પ્રસરી ગયા. સંત પુરુષના દર્શન કરવા ગામના લોકો ઉત્સુક બન્યા. ગામના લોકો એકઠાં થયા અને સૌ ભેગા થઈને સંત મહાત્માના દર્શનાર્થે આવ્યા. જૈનાચાર્ય શ્રી વિજયરાજસૂરિજી મહારાજના મુખ પર તપની તેજસ્વીતા જોઈને ગામના લોકો ચકિત બની ઊઠ્યા.
સૌ આચાર્ય મહારાજની પાસે આવ્યા અને ભાવથી વંદના કરી. ત્યારબાદ એક તરફ બેસી ગયા અને પ્રતીક્ષા કરવા લાગ્યા કે મહાત્માનું ધ્યાન ક્યારે પૂરું થાય...!
લગભગ અર્ધ ઘટિકા બાદ આચાર્ય ભગવંતે આંખો ખોલી. અને એકત્રિત ગામના લોકો સમક્ષ અમી દૃષ્ટિ ફેરવી. મુખ પર પ્રસન્નતાનું હાસ્ય વેર્યું.
આચાર્ય ભગવંત બોલ્યા : “ધર્મલાભ...”
ગ્રામ્યજનોએ આચાર્ય મહારાજને જણાવ્યું કે ગુરૂદેવ આપ અમને કંઈક ઉપદેશ આપો.
ગ્રામ્યજનોએ અદમ્ય ઈચ્છાથી આચાર્ય ભગવંતે ધર્મ દેશના આપી.
આચાર્ય ભગવંત શ્રી વિજય રાજસૂરિજી મહારાજે મધુર સ્વરે કહ્યું : “જે ઉત્તમ જીવનું ચિત્ત સંસારના ભોગ વિલાસ અને માયા પરથી ઉદ્વેગ પામ્યું હોય, જેના હૈયામાં આત્મકલ્યાણની ભાવના જાગૃત થઈ હોય અને પરમપદ પામવાની ભાવના હૈયામાં રમતી હોય તેમણે કાષાયનો અવશ્ય ત્યાગ કરવો. આ કષાયો કટુક ફળ આપવાવાળા વિષવૃક્ષ જેવા છે. દુર્થાન તરફ દોરી જનારા છે. અને તેના અનુભવથી આ ભવમાં દુ:ખ સિવાય કશું મળતું નથી. વળી તે ઘણા અનર્થોનું પણ
શ્રી ભીડભંજનજી પાર્શ્વનાથ
Page #51
--------------------------------------------------------------------------
________________
કારણ છે.”
કોઈએ પૂછયું : “ગુરૂદેવ, આ કષાયો કોણ છે? તેના નામ, ભેદ, સ્થિતિ શું છે? આપ તે અંગે પ્રકાશ પાડશો તો અમને આનંદ થશે.
ગુરૂદેવે કહ્યું : “હે ભદ્ર, કષાય શબ્દમાં બે શબ્દોનું સંયોજન છે. કષ તથા આય. કષ એટલે સંસારની અને આય એટલે વૃધ્ધિ કરાવનાર. તે કષાય કહેવાય છે. આમ કષાયના ચારભેદ શાસ્ત્રમાં વર્ણવ્યા છે. ક્રોધ, માન, માયા અને લોભ. તે દરેકના પણ તેના સ્વભાવ તથા કાળને નજરમાં રાખીને ચાર ભેદ પાડેલા છે. અનંતાનુબંધી, અપ્રત્યાખાની, પ્રત્યાખાની અને સંજવલન.
અનંતાનુબંધી ક્રોધ પર્વતની રેખા જેવો દુઃખદાયી, દારૂણ અને અનંત સંસાર રખડાવનાર છે.
બીજો પૃથ્વીની રેખા જેવો ક્રોધ છે. ત્રીજો પ્રત્યાખ્યાની ક્રોધ ધૂળની રેખા જેવો છે. ' ચોથો સંજવલન ક્રોધ પાણીની રેખા જેવો છે. આમ ક્રોધના ગુણ પ્રમાણે ભાગ પાડેલા છે.
અનંતાનુબંધી ક્રોધનો ઉદય થાય તો તે કેમેય કરીને શાંત થતો નથી. ઓછામાં ઓછા શાંત થનારા બીજા, ત્રીજા અને ચોથા પ્રકારના ક્રોધ છે. ( આ પ્રમાણે માન અનુક્રમે પથ્થરના સ્તંભ જેવો, હાકડાના સમૂહના સ્તંભ જેવો, કાષ્ટના તંભ જેવો, પાતળી લાકડી જેવો વધતી ઓછી અસર બતાવનાર જણાવેલ છે.
આ પ્રમાણે માયા કષાય - વાંસના મૂળ, મિંઢોળની સીંગ, ગાયના મૂત્રની ધારા તેમજ અવલેહ જેવો સમજવો.
ચોથો લોભકષાય-કૃષિનો રંગ, કાદવ નો રંગ, અંજનનો રંગ અને હરિદ્રના રંગ જેવો સમજવો.
( આ પ્રમાણે આ સઘળા કષાયો આત્મા પર ઓછાવત્તા અંશે અસર કરનારા છે. પરમપદની પ્રાપ્તિ માટે કષાયોથી મુક્ત થવું જોઈએ.
આચાર્ય ભગવંતની મંગલવાણી સાંભળીને કેટલાક ભવ્ય જીવોએ શ્રાવક
શ્રી ભીડભંજનજી પાર્શ્વનાથ
Page #52
--------------------------------------------------------------------------
________________
ધર્મ અંગીકાર કર્યો.
ગામના લોકો શ્રી જિનેશ્વર દેવના પૂજન માટે ઉત્સુક બન્યા હતા. અને તેમણે પૂજ્યશ્રી પાસે શ્રી જિનબિંબની માંગણી કરી.
ગ્રામ્યજનોની માંગણી સાંભળીને પૂજ્યશ્રીએ પોતાની બેઠક નીચેની જગ્યા ખોદવાનું જણાવ્યું. અને તે વડ નીચે ખોદકામ કરવામાં આવતાં એક મનોહર, દર્શનીય જિન પ્રતિમાજી પ્રાપ્ત થયા. પરમાત્માની પ્રાપ્તિ સાથે બે કાઉસગ્ગિયા, પિત્તળની દીવી, ત્રાંબાની કુંડી સહિત અન્ય સામગ્રીઓ પ્રાપ્ત થઈ.
ગ્રામ્યજનોના હર્ષનો પાર ન રહ્યો. તેઓએ પૂજ્યશ્રી ના માર્ગદર્શન અનુસાર ભવ્ય મહોત્સવ ત્યાં જ ઉજવ્યો.
વડના વૃક્ષ નીચેથી જે દિવ્ય રૂપધારી શ્રી જિનપ્રતિમા પ્રાપ્ત થઈ તે જ આ શ્રી ભીડભંજન પાર્શ્વનાથ.
શ્રી ભીડભંજન પાર્શ્વનાથ પરમાત્માની આ પ્રાગટ્ય કથા છે.
સરિતાના કિનારા પાસે આવેલ એક ટેકરી પર પરમાત્માને બિરાજિત કરીને એક ભવ્ય જિનાલયનું નિર્માણ કરવામાં આવ્યું. શ્રી ભીડભંજન પાર્શ્વનાથના પ્રભાવનો લોકોને અનુભવ થવા લાગ્યો.
હિરયાળા ગામના ચાવડા રાજપૂતો પણ શ્રી ભીડભંજન પાર્શ્વનાથના પ્રભાવથી બાકાત ન રહ્યાં. તેઓ શ્રાવક ધર્મ અંગીકાર કરીને પરમાત્માની આરાધનામાં મગ્ન બન્યા. તેઓ પાછળથી શેઠ કહેવાયા.
શ્રીભીડભંજન પાર્શ્વનાથની પ્રતિમાજી મહારાજા સંપ્રતિકાલીન છે. ખેડાનગરમાં આવેલ શ્રી ભીડભંજન પાર્શ્વનાથનું જિનાલય ૫૦૦ વર્ષ પ્રાચીન છે. આજે પણ આ જિનાલય અડિખમ ઊભું છે. ભવ્ય ભૂતકાળના યશોગાન કરતું આ જિનાલય અત્યંત દર્શનીય છે. વિક્રમ સંવત ૧૯૭૪માં આ તીર્થનો જીણોધ્ધાર થયો હતો. જેઠ સુદ દશમના દિવસે પરમાત્માની પુનઃ પ્રતિષ્ઠા કરવામાં આવી. શ્રી ભીડભંજન પાર્શ્વનાથ વિશે અનેક જૈનાચાર્યો તથા મહાપુરુષોએ પોતાની રચનામાં ઉલ્લેખ કર્યો છે.
૨૮
શ્રી ભીડભંજનજી પાર્શ્વનાથ
Page #53
--------------------------------------------------------------------------
________________
સંપર્ક : શ્રી ભીડભંજન પાર્શ્વનાથ જૈન શ્વેતાંબર તીર્થ પેઢી, પટેલવાડો, મુ.ખેડા (જી.ખેડા) ગુજરાત.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં બિરાજમાન શ્રી ભીડભંજન પાર્શ્વનાથ
પરમપાવન તીર્થ શંખેશ્વર જગવિખ્યાત તીર્થધામ છે. અહીં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની યુગો પ્રાચીન પ્રતિમાજી બિરાજમાન છે. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુનો મહિમા અપરંપાર છે. આ તીર્થ અત્યંત જાગૃત છે. શંખેશ્વરમાં દરરોજ હજારો ભાવિકોની અવર-જવર રહે છે જ્યારે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ દાદાના ખાસ પ્રસંગો આવે છે ત્યારે તે પ્રસંગોની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. એ વખતે વિરાટ સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડે છે.
| શંખેશ્વરમાં પરમ પવિત્ર શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર તીર્થ આવેલું છે. ભક્તિવિહારમાં કલાત્મક અને કલાકારીગીરીથી શોભતું ભવ્ય જિનાલય છે. આ જિનાલયનું વિશાળ જગ્યામાં નિર્માણ થયું છે. આ જિનાલયની ફરતીભમતીમાં બેતાલીસમી દેવકુલિકામાં શ્રી ભીડભંજનજી પાર્શ્વનાથ પ્રભુ બિરાજમાન છે. અત્યંત મનોહર અને દર્શનીય શ્રી ભીડભંજન પાર્શ્વનાથની પ્રતિમા પદ્માસનસ્થ છે. શ્વેતપાષાણની આ પ્રતિમાજી પરિકરથી પરિવૃત્ત છે. નવફણાથી અલંકૃત્ત છે. પ્રતિમાજીની બન્ને બાજુએ એક તરફ શ્રી ધરણેન્દ્ર પાર્શ્વ પક્ષ તથા બીજી તરફ પદ્માવતી માતાજી જોવા મળે છે. આ પ્રતિમાજીની ઊંચાઈ ૩૧ ઈંચની છે.
મહિમા અપરંપાર
હે પાર્શ્વનાથ સ્વામી, આપ સર્વ કર્મ રૂપ દુષ્ટ વૈરીનું દહ્મન કરનાર છો. કમઠ નામ મહામુર્ખ અસુર રૂપ પવન સામે મેરૂવત અડગ રહેનાર છો. નિર્મળ સિધ્ધસ્થાન માં રમનાર છો. જગતના જીવોરૂપી ઉજ્જવલ કમળને વિકસ્વર કરનાર
શ્રી ભીડભંજનાજી પાર્શ્વનાથ
૨૯
Page #54
--------------------------------------------------------------------------
________________
આદિત્ય છો. પરમત રૂપી મેઘ ઘટાનું વિસર્જન કરનારા પવન છો.
જલપૂર્ણ મેઘઘટા જેવો શ્યામ આપનો દેહ છે અને આપ ઉપશમ કરનારા છો. પાપરજનું હરણ કરનારા મેઘ છો. ત્રિભુવનને પૂજ્ય છો. અને ભવભયને હરનારા છો. મૃત્યુને દળનારા છો. અને ભવ્ય જીવોની નરકોનો ક્ષય કરનારા
છો.
અગાધ ભવસાગરથી તારનારા છો, કામદેવના વનનું દહન કરનારા છો. એવા હે, અભયદાતા પ્રભુ આપનો જય થાઓ...(શ્રી ૧૦૮ પાર્શ્વનાથ તીર્થ દર્શન).
મંત્ર આરાધના
(૧) ૐ હ્રીં શ્રીં ભીડભંજન પાર્શ્વનાથાય નમઃ (૨) ૩ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રુ ભીડભંજન પાર્શ્વનાથાય નમઃ | (૩) ૐ હ્રીં શ્રીં શ્રીં શ્રીં ભીડભંજન પાર્શ્વનાથાય નમઃ |
ઉપરોક્ત કોઈપણ એક મંત્રના જાપની આરાધના શ્રધ્ધા અને ભક્તિથી કરવી. દરરોજ વહેલી સવારે એક સમય રાખીને, નિશ્ચિત આસન પર બેસીને જાપ કરવા. મંત્ર આરાધનાથી વિપત્તિઓ નષ્ટ પામે છે. સર્વ કાર્યો સિધ્ધ થાય છે.
સંપર્કઃ શ્રી ભીડભંજન પાર્શ્વનાથ જૈન દેરાસર)
ઠે. મેઈન પોસ્ટ ઓફિસ પાસે, મુ. પો. ખેડા, જી. ખેડા (ઉ.ગુ.)-૩૮૭૪૧૧.
ફોન : (૦૨૬૯૪) ૨૨૨૦૧૨
શ્રી ભીડભંજનજી પાર્શ્વનાથ
૩૦
Page #55
--------------------------------------------------------------------------
________________
શ્રી નવપલ્લવ પાર્શ્વનાથ
સૌરાષ્ટ્રના જૂનાગઢ જિલ્લાના માંગરોળ ગામમાં શ્રી નવપલ્લવ પાર્શ્વનાથ પ્રભુનું પ્રાચીન તીર્થસ્થળ આવેલું છે. શ્રી નવપલ્લવ પાર્શ્વનાથ પ્રભુનું આ મુખ્ય તીર્થ છે. આ તીર્થ જૂનાગઢથી ૬૫ કિ.મી. અને કેશોદથી ૨૫ કિ.મી.ના અંતરે આવેલું છે. બરેજ તીર્થથી ૩૮ કિ.મી. ના અંતરે આ તીર્થ આવેલું છે.
કંપાણી ફળિયા – માંગરોળમાં શ્રી નવપલ્લવ પાર્શ્વનાથ જિનાલય સિવાય અન્ય બે જિનાલયો છે. તેમાં શ્રી સુપાર્શ્વનાથ પ્રભુનું જિનાલય અતિ દર્શનીય છે. અહીં ઉપાશ્રય અને ધર્મશાળાની ઉત્તમ સગવડ છે. આ તીર્થથી સમુદ્ર કિનારો ત્રણ કિલોમીટરના અંતરે છે.
શ્રી નવપલ્લવ પાર્શ્વનાથના જિનાલયો ખંભાત અને ગોગુંદા (રાજસ્થાન) માં આવેલા છે. એ સિવાય મુંબઈમાં સાંતાક્રુઝના શ્રી કલિકુંડ પાર્શ્વનાથ તીર્થોની ભમતીમાં શ્રી નવપલ્લવ પાર્શ્વનાથજીની દર્શનીય પ્રતિમાજી બિરાજમાન છે.
શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદના દર્શનીય, ભવ્ય જિનાલયની ફરતી ભમતીમાં તેતાલીસમી દેરીમાં શ્રી નવપલ્લવ પાર્શ્વનાથ પ્રભુની દેવકુલિકા છે.
સૌરાષ્ટ્રના જૂનાગઢ જીલ્લાના માંગરોળ મુકામે આવેલ શ્રી નવપલ્લવ પાર્શ્વનાથ તીર્થ પ્રાચીન અને દર્શનીય છે. પ્રતિમાજી મહારાજા સંપ્રતિના સમયના છે. શ્વેત પાષાણની, પદ્માસનસ્થ, ફણારહિત આ પ્રતિમાજીની ઊંચાઈ ૩૩ ઈંચ અને પહોળાઈ ૨૭ ઈંચની છે.
આજનું માંગરોળ પૂર્વે, ‘મંગલપુર’ ના નામથી ઓળખાતું હતું. પૂર્વે, ‘મંગલપુર’ની પ્રતિષ્ઠા શ્રેષ્ઠ બંદર તરીકેની ફેલાયેલી હતી. આ નગરી અતિ પ્રાચીન છે. પ્રાચીન સમયથી અહીં જૈનોની વસ્તી રહી છે. અને તે કારણે અહીં ભવ્ય જિન પ્રાસાદોના નિર્માણ થયા હતા.
શ્રી નવપલ્લવ પાર્શ્વનાથ જિનાલયનું નિર્માણ ગુજરેશ્વ૨ ૫૨માર્હત મહારાજા કુમારપાળે કરાવ્યાનો ઉલ્લેખ છે. સંવત ૧૨૬૩માં શ્રી નવપલ્લવ પાર્શ્વનાથની અલૌકિક પ્રતિમાજીને પ્રતિષ્ઠિત કરવામાં આવી હતી.
શ્રી નવપલ્લવ પાર્શ્વનાથ
૩૧
Page #56
--------------------------------------------------------------------------
________________
ભારતના મધ્યકાલીન ઈતિહાસમાં મહારાજા કુમારપાળનું વિશિષ્ટ મહત્વ રહ્યું છે. મહારાજા કુમારપાળ અઢાર દેશનો ધણી હતો. અઢાર દેશોમાં અહિંસાનો વિજય ધ્વજ લહેરાવીને મહાન કાર્ય એમના હાથે થયું હતું. સમ્રાટ હર્ષવર્ધન પછી રાજ રાજેશ્વર કુમારપાળ બારમી સદીમાં ભારતનો અંતિમ હિંદુ સમ્રાટ થયો. એ સમયે ચૌલુક્ય ભૂષણ કુમારપાળના સામ્રાજ્યનો વિસ્તાર ચરમ સીમા પર પહોંચ્યો હતો. કુમારપાળ મહારાજાનો રાજ્યકાળ સન ૧૧૪૨થી ૧૧૭૩ ઈસ્વી. તથા એનો યુગ સામ્રાજ્ય વિસ્તાર અથવા સફળ સૈનિક અભિયાનોની શૃંખલાને કારણે જ મહત્વપૂર્ણ છે એમ નથી, રાજનૈતિક, આર્થિક, સામાજીક, ધાર્મિક, સાહિત્યિક તથા સાંસ્કૃતિક એમ બધી દષ્ટિઓથી એની વિશેષ મહત્તા છે. અર્થાત કુમારપાળ મહારાજાનો રાજ્યકાળ અને યુગ દેશમાં નવીન રાષ્ટ્રીય ચેતના, નવા સામાજીક સુધારા, કલાપૂર્ણ નિર્માણ તથા સાહિત્યિક - સાંસ્કૃતિક પુનર્જાગરણના યુગારંભની દૃષ્ટિથી ભારતીય ઈતિહાસમાં વિશિષ્ટ સ્થાન રાખે છે.
| મહારાજા કુમારપાળ ૫૦ વર્ષની ઉંમરે રાજગાદી પર આરૂઢ થયા હતા. કલિકાળ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યનો પ્રભાવ તેમના પર પ્રગાઢ હતો. અહિંસા, સાત વ્યસનોનો ત્યાગ વગેરેમાં રાજા કુમારપાળ ચુસ્ત રહ્યાં હતા. તેમના જીવનના અંતિમ વર્ષોમાં ધર્મ આરાધના, તપશ્ચર્યા ખૂબ કરી. ગુરૂદેવ શ્રી હેમચંદ્રાચાર્ય કાળધર્મ પામ્યા પછી તેમણે પોતાનું જીવન વૈરાગી જ બનાવી દીધું હતું. ગુરૂદેવની વિદાય પછી છ મહિના બાદ તેના ભત્રીજા અજયપાળ દૂધમાં ઝેર પીવડાવીને વયોવૃધ્ધ મહારાજા કુમારપાળને હંમેશ માટે શાંત કરી દીધા હતા. | મહારાજા કુમારપાળની દૈનિક ક્રિયા આ પ્રમાણે હતી. વાજિંત્રોના નાદ સાથે વહેલી સવારે ઊઠી જતાં, નવકાર મંત્રનો જાપ તથા ૩૨ પ્રકાશનો પાઠ, જિનદર્શન, ચૈત્યવંદન, કુમાર વિહારમાં ચૈત્ય પરિપાટી, ગૃહમંદિરમાં નૈવેદ્ય ધરીને ભોજન, સંધ્યાકાળે ગૃહમંદિરમાં ભવ્ય અંગ રચના, આરતી, મંગળ દીવો, પરમાત્માની ભક્તિ, રાત્રે નિદ્રા પૂર્વે તેઓ નવકાર મહામંત્રનું અવશ્ય સ્મરણ કરતાં હતા. તેમણે ચૈત્યવંદન, ગુરૂવંદન, સામાયિક, અને પ્રતિક્રમણના સૂત્રો કંઠસ્થ કરી લીધા હતા. તેમણે પાટણ, થરાદ, લાડોલ, જાલોર, સોમનાથ પાટણ,
શ્રી નવપલ્લવ પાર્શ્વનાથ
૩૨
Page #57
--------------------------------------------------------------------------
________________
માંગરોળ, ખંભાત, તારંગા સહિત અન્ય સ્થળોએ “કુમારવિહાર' નામના જિનાલયો ના નિર્માણ કરાવ્યા હતા.
રાજ રાજેશ્વર કુમારપાળ અને તેનો યુગ, વસ્તુતઃ ભારતીય ઈતિહાસમાં સુવર્ણાક્ષરોમાં અંકિત કરવા યોગ્ય છે.
તે પ્રમાણે પેથડશા મહામંત્રીએ આચાર્ય ભગવંત શ્રી વિજય ધર્મઘોષસૂરિજી મહારાજના ઉપદેશથી ૮૪ જિનાલયો બંધાવ્યા હતા. તેમણે માંગરોળમાં પણ એક ભવ્ય જિનાલય બંધાવ્યું હતું.
શ્રી સમય સુંદર ઉપાધ્યાયે પોતાની રચના “શ્રી નવપલ્લવ ભાસ' માં જણાવેલ છે કે પૂર્વે આ પ્રતિમાજી વલ્લભીપુરમાં બિરાજમાન હતી. વલ્લભીપુરનો નાશ થતાં ત્યાંના જિનાલયોની પ્રતિમાજીઓને ભિન્ન જગ્યાએ લઈ જવામાં આવી હતી. ત્યારે શ્રી નવપલ્લવ પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજીને માંગરોળ લઈ જવામાં આવેલા. જ્યારે આ પ્રતિમાજી વલ્લભીપુરથી માંગરોળ લઈ જવામાં આવતી હતી ત્યારે પ્રતિમાજીની બે આંગળીઓ ખંડિત થઈ, ત્યારે એક ચમત્કાર સર્જાયો. તરત જ તે ખંડિત થયેલી બન્ને આંગળીઓ પુનઃ હતી તેવી થઈ ગઈ. અર્થાત તે અંગુલિઓ નવપલ્લિત થઈ જતાં આ દિવ્ય પ્રભાવ જોતાં ભાવિકોએ આ પ્રભુજીને
શ્રી નવપલ્લવ પાર્શ્વનાથ' ના નામથી નવાજ્યા. | ‘શ્રી નવપલ્લવ પાર્શ્વનાથ' ના ઉલ્લેખો આચાર્ય ભગવંતો, કવિઓની રચનાઓમાં જોવા મળે છે. એથી આ તીર્થસ્થળ ઘણું પ્રાચીન હોવાનું મનાય છે.
સંપર્ક : શ્રી નવપલ્લવ પાર્શ્વનાથ શ્વે. જૈન તીર્થ, કંપાણી ફળિયા, મુ. માંગરોળ (જી. જૂનાગઢ), સૌરાષ્ટ્ર
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં બિરાજમાન શ્રી નવપલ્લવ પાર્શ્વનાથ
પરમ પાવન તીર્થ શંખેશ્વર સમસ્ત જૈનોનું પુણ્યવંતુ તીર્થધામ છે. શ્રી
શ્રી નવપલ્લવ પાર્શ્વનાથ
૩૩
Page #58
--------------------------------------------------------------------------
________________
શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુનું મુખ્ય તીર્થ છે. શંખેશ્વરમાં દરરોજ હજારો યાત્રાળુઓની અવર-જવર રહે છે. અહીં ધર્મશાળા તથા ભોજનશાળાની ઉત્તમ સગવડો છે. શંખેશ્વરમાં નવા-નવા જિનાલયોની રચના થતી જાય છે. સર્વત્ર આરાધનાના કેન્દ્રો ચાલી રહ્યાં છે. - શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ આવેલ છે. આ સંકુલમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુનું ભવ્ય અને દર્શનીય જિનાલય આવેલું છે. આ જિનાલયમાં મુળનાયક રૂપે શ્રી ભક્તિ પાર્શ્વનાથ પ્રભુની દિવ્ય પ્રતિમાજી બિરાજમાન છે. સંવત ૨૦૪૫માં આ જિનાલયની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. તપાગચ્છ સૂર્ય આ.ભ.પૂ.શ્રી પ્રેમસૂરિશ્વરજી મહારાજ તથા સ્વ.પૂ. આ. ભ. શ્રી સુબોધસૂરિશ્વરજી મહારાજ આદિ સાધુ-સાધ્વીજી ભગવંતોની પાવન નિશ્રામાં તથા હજારો ભાવિકોની ઉપસ્થિતિ વચ્ચે પ્રતિષ્ઠા મહોત્સવ તથા અંજનશલાકા મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. તેની
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ જિનાલયની ફરતી ભમતીમાં તેતાલીસમી દેરીમાં શ્રી નવપલ્લવ પાર્શ્વનાથ પ્રભુની મનોરમ્ય પ્રતિમાજી પ્રતિષ્ઠિત કરવામાં આવેલ છે. પ્રતિમાજીના દર્શન કરતાં અંતરમાં શ્રધ્ધાના સૂર ઝણક્યા વગર ન રહે તેવી પ્રતિમાજી છે.
છે. અહીં તેતાલીસમી દેરીમાં બિરાજમાન શ્રી નવપલ્લવ પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી પદ્માસનસ્થ છે. શ્વેત પાષાણના આ પ્રતિમાજી પરિકરથી પરિવૃત્ત છે. આ પ્રતિમાજીની ઊંચાઈ ૩૧ ઈંચની છે.
મહિમા અપરંપાર
અમદાવાદમાં નિવાસ કરતાં જયંતીભાઈને ગળાનું કેન્સર થયું હતું. તેઓ ભારે પરેશાની ભોગવતા હતા. તેમને ગળે ખોરાક પણ ઉતરી શકતો નહોતો. શરૂઆતમાં જયંતીભાઈએ ફેમીલી ડોક્ટર પાસે દવા કરી હતી પરંતુ કશો ફરક
શ્રી નવપલ્લવ પાર્શ્વનાથ
Page #59
--------------------------------------------------------------------------
________________
પડ્યો નહોતો. ત્યારે મોટા સર્જનને બતાવ્યું. સર્જને બધા રીપોર્ટ, એકસરે કઢાવ્યા ત્યારે નિદાન થયું કે લેરીગ્સ-વોક્સબોક્ષ પર કેન્સરની ગાંઠ છે. ડોક્ટરે સલાહ આપી કે ઓપરેશન દ્વારા વોકલ બોક્ષ (સ્વરપેટી) કાઢવી પડશે. એ સિવાય બીજો કોઈ રસ્તો નથી.
ઘ૨માં સૌ ચિંતામાં પડી ગયા. તરત જ વધુ તપાસ અને સારવાર માટે જયંતીભાઈ અને તેના પરિવારના સભ્યો મુંબઈ આવ્યા અને જયંતીભાઈને મુંબઈની જાણીતી હોસ્પીટલ ટાટા કેન્સર નિદાન ઈન્સ્ટીટ્યુટમાં લઈ ગયા.
તે વખતે બોરીવલીમાં જયંતીભાઈના નજીકના સ્નેહીએ પરિવારના સભ્યોને જણાવેલું તમે ટાટામાં બતાવી આવો પરંતુ મારી એક વિનંતી છે.’
‘શું... ?’ પરિવારના સભ્યે કહ્યું.
‘શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર છે ત્યાંની ફરતી ભમતીમાં તેતાલીસમી દેરીમાં શ્રી નવપલ્લવ પાર્શ્વનાથ પ્રભુ બિરાજમાન છે. તમે લોકો સંકલ્પ કરો કે જયંતીભાઈને સારૂં થઈ જશે અને ઓપરેશન ન કરાવવું પડે તો અમે દર્શનાર્થે આવશું.’
જયંતીભાઈના પત્ની રમાબેને સંકલ્પ કર્યો. આ સંકલ્પ પછી જ જયંતીભાઈને ટાટા ઈન્સ્ટીટ્યુટમાં લઈ ગયા હતા. ટાટા કેન્સર ઈન્સ્ટીટ્યુટમાં તમામ પ્રકારના ટેસ્ટ લેવાયા અને છેવટે નિદાન થયું કે વોકલ બોક્સ કઢાવવું નહિ પડે. પણ ઓપરેશન કરવું પડશે.
૨માબેન અને પરિવારના અન્ય સભ્યો આ જાણીને ખૂબજ રાજી થઈ ગયા. ત્યાંના સર્જનોએ દવા લખી આપી.
ત્યાર પછી બે-ચાર દિવસ રોકાઈને જયંતીભાઈનો પરિવાર અમદાવાદ પાછો ફર્યો.
જયંતીભાઈને બોલવામાં તકલીફ પડતી હતી જયંતીભાઈનું ઓપરેશન અમદાવાદની જાણીતી હોસ્પીટલમાં કરાયું પણ વોકલ બોક્સ બચાવી લેવાયું હતું. ઓપરેશન અમદાવાદ જ કરવું તેવો જયંતીભાઈનો નિર્ણય હતો. આથી ઓપરેશન મુંબઈના બદલે અમદાવાદ કરાયું હતું.
શ્રી નવપલ્લવ પાર્શ્વનાથ
૩૫
Page #60
--------------------------------------------------------------------------
________________
જયંતીભાઈને સારું થઈ ગયું. પંદર દિવસ બાદ તેઓ પરિવાર સાથે શંખેશ્વર ગયા અને જયંતીભાઈએ પરિવાર સાથે શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં આવ્યા ત્યાં બે દિવસ રોકાઈને શ્રી નવપલ્લવ પાર્શ્વનાથ પ્રભુની અનેરી શ્રધ્ધા સાથે ભક્તિ કરી.
જયંતીભાઈ આજે પણ બધા સાથે સરસ રીતે વાતચીત કરી શકે છે. શ્રી નવપલ્લવ પાર્શ્વનાથ પ્રભુની ભક્તિ કરવાથી દુઃખ, વિપત્તિઓ નાશ પામે છે.
મંત્ર આરાધના ૐ હ્રીં શ્રીં નવપલ્લવ પાર્શ્વનાથાય નમ: (૨) ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં નવપલ્લવ પાર્શ્વનાથાય નમઃ | (૩) ૩ૐ હ્રીં શ્રીં શ્રીં શ્રીં નવપલ્લવ પાર્શ્વનાથાય નમઃ |
ઉપરોક્ત ત્રણ મંત્રોમાંથી કોઈપણ એક મંત્રનો જાપ નિત્ય કરવો. જાપનો સમય વહેલી સવારનો રાખવો તેમજ આસન અને સમય જાળવી રાખવો. મંત્ર આરાધનાથી જીવનમાં આવતી વિપત્તિઓ દૂર થાય છે. તેમજ આરોગ્ય સુખાકારી રહે છે.
સંપર્કઃ શ્રી નવપલ્લવ પાર્શ્વનાથ જૈન દેરાસર મુ. પો. માંગરોલ, તા. માંગરોલ, જિ. જુનાગઢ (ઉ.ગુ.)-૩૬૨૨૨૫. ફોન : (૦૨૮૭૮) ૨૨૨૭૯૫
શ્રી નવપલ્લવ પાર્શ્વનાથ
૩૬
Page #61
--------------------------------------------------------------------------
________________
શ્રી ધીયા પાર્શ્વનાથ
મહેસાણા જીલ્લાના પાટણ (સિધ્ધપુર) શહેરમાં ધીયાના પાડામાં બે જિનાલયો આવેલા છે. એક જિનાલયમાં શ્રી શાંતિનાથજી ભગવાન અને બીજી જિનાલયમાં શ્રી ધીયા(કંબાઈયા) પાર્શ્વનાથ પ્રભુ મૂળનાયક પદે બિરાજમાન છે.
શ્રી ધીયા પાર્શ્વનાથનું જિનાલય અતિ ભવ્ય છે. શ્વેત વર્ણની આ પ્રતિમાજીની ઊંચાઈ ૨૭ ઈંચ અને પહોળાઈ ૨૩ ઈંચની છે. શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારના જિનાલયની ફરતી ભમતીમાં ચુમાલીસમી દેરીમાં શ્રી ધીયા પાર્શ્વનાથ પ્રભુ બિરાજે છે.
ધીયાના પાડામાં બિરાજમાન આ પાર્શ્વ પ્રભુ બબ્બે નામથી જાણીતા છે. કોઈ શ્રી ધીયા પાર્શ્વનાથ તરીકે તો કોઈ શ્રી કંબોઈયા પાર્શ્વનાથ તરીકે જાણે છે. ઘણા જૂના જમાનાની વાત છે. એ વખતે પાટણમાં શ્રી પાર્શ્વ પ્રભુનો પરમ ભક્ત ઘીનો વેપા૨ી રહેતો હતો.
તે વેપા૨ીને શ્રી પાર્શ્વ પ્રભુ પ્રત્યે અનન્ય શ્રધ્ધા અને ભક્તિભાવ હતા. તે દ૨૨ોજ પ્રભુની સેવા-પૂજા અને ભક્તિ કરતો.
એકવાર તેની ભક્તિ મહોરી ઊઠી. ભક્તિના પ્રભાવે તે પોતાના ઘીના વેપારમાં અઢળક નાણા કમાયો. ઘીના વેપારમાંથી ભેગી કરેલી સંપત્તિ માંથી તેણે ઘીયાના પાડામાં ભવ્ય અને દર્શનીય જિનાલયનું નિર્માણ કરાવ્યું. તેણે આ જિનાલયમાં પોતાના આરાધ્યદેવ શ્રી પાર્શ્વ પ્રભુને પ્રતિષ્ઠિત કર્યા. ત્યારથી લોકો આ પાર્શ્વ પ્રભુને ‘શ્રી ઘીયા પાર્શ્વનાથ’ તરીકે સંબોધવા લાગ્યા.
વિક્રમ સંવત ૧૬૪૮માં શ્રી લલિત પ્રભસૂરિજી મહારાજે ‘પાટણ ચૈત્ય પરિપાટી' ની રચના કરી. તેમાં તેમણે શ્રી કંબોઈયા પાર્શ્વનાથને ભાવભર્યા વંદન કર્યાં છે. આ સિવાય અન્ય મહાપુરુષોએ પોતાની રચનામાં આ તીર્થનો ઉલ્લેખ કર્યો છે. શ્રી કંબોઈયા (ઘીયા) પાર્શ્વનાથનું મુખ્ય જિનાલય પાટણના ઘીયાના પાડામાં આજે પણ ઘીના વેપારીની ભક્તિના ગાન ગાતું અડિખમ ઊભું છે. તે ઉપરાંત જીરાવલા તીર્થની ભમતીમાં શ્રી કંબોઈયા પાર્શ્વનાથ પ્રભુની
શ્રી ધીયા પાર્શ્વનાથ
68
Page #62
--------------------------------------------------------------------------
________________
દેવકુલિકા છે.
સંપર્ક : શ્રી ઘીયા (કંબોઈયા) પાર્શ્વનાથ જૈન શ્વેતામ્બર દેરાસરજી, ઘીયાનો પાડો, મુ.પો. પાટણ (જી.મહેસાણા) ઉ.ગુજરાત.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં બિરાજમાન શ્રી ઘીયા પાર્શ્વનાથ
શ્રધ્ધા અને ભક્તિનું પરમ મંગલ તીર્થધામ શંખેશ્વરમાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુનું મુખ્ય તીર્થ છે. દિનપ્રતિદિન આ તીર્થનો મહિમા વધતો જાય છે. શંખેશ્વર તીર્થનો ઈતિહાસ અત્યંત પ્રાચીન છે અને ભવ્યતાથી સમૃધ્ધ છે. શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ આવેલ છે. આ તીર્થધામના પ્રેરક તપાગચ્છ સૂર્ય આ.ભ.પૂ. પ્રેમસૂરિશ્વરજી મહારાજ તથા સ્વ. પૂ. આ. ભ. શ્રી સુબોધ સૂરિશ્વરજી મહારાજ રહ્યાં છે. આજે આ તીર્થ હજારો ભાવિકોની શ્રધ્ધાનું કેન્દ્ર બનેલ છે. આ તીર્થના દર્શનાર્થે દરરોજ મોટી સંખ્યામાં ભાવિકો આવતાં રહે છે.
આ તીર્થની પ્રતિષ્ઠા સંવત ૨૦૪પ મહાસુદ પાંચમના શુભ મુહૂર્ત કરવામાં આવેલ. આ તીર્થમાં મૂળનાયક રૂપે શ્રી ભક્તિ પાર્શ્વનાથ પ્રભુ બિરાજમાન છે.
લગભગ ૫૦ વિઘા ધરતી ઉપર ૮૪000 ચોરસ ફૂટના ઘેરાવામાં પથરાયેલું પદ્મ સરોવર આકારનું શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર જિનાલય જાણે પૃથ્વીના પાટલે પ્રગટેલું પદ્મ સરોવર ન હોય તેવો આભાસ થયા વિના રહેતો નથી.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર જિનાલયમાં પાર્શ્વનાથ પ્રભુની મનોહર, મનોરમ્ય ૧૦૮ પ્રતિમાજીઓ, પંચ ધાતુઓની ત્રણ મૂર્તિઓ તેમજ અન્ય પ્રતિમાજીઓ બિરાજમાન છે. આ તીર્થમાં આવવાથી પાર્શ્વનાથ પ્રભુના ૧૦૮ તીર્થોના એકી સાથે દર્શન, વંદન, પૂજન અને યાત્રાનો લાભ મળે છે. આ જિનાલય ૧૧૬ દેવકુલિકાઓના ૧૦૮ શિખરોથી તથા આઠ સામરણોથી સુશોભિત છે.
શ્રી ધીયા પાર્શ્વનાથ
૩૮
Page #63
--------------------------------------------------------------------------
________________
કલાત્મક ગર્ભદ્વાર, બબ્બે ચોકી મંડપ, ઊંચા શિખરો ધરાવતાં ત્રણ દિશાના ત્રણ મહાધર પ્રસાદ છે. કલાત્મક પ્રવેશદ્વાર છે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ જિનાલયની ચુમાલીસમી દેરીમાં શ્રી ઘીયા પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી બિરાજમાન છે. આ પ્રતિમાજીની ઊંચાઈ ૩૧ ઈંચની છે. શ્વેત પાષાણની પ્રતિમાજી પદ્માસનસ્થ છે. શ્રી ઘીયા પાર્શ્વનાથની ભક્તિ કરવાથી સર્વ મનો૨થો પૂર્ણ થાય છે.
મહિમા અપરંપાર
જામનગરના સુશ્રાવક પ્રશાંતભાઈને શંખેશ્વરમાં આવેલા શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહા૨ જિનાલયની ફરતી ભમતીમાં ચુમાલીસમી દેરીમાં બિરાજમાન શ્રી ઘીયા પાર્શ્વનાથ પ્રભુ પ્રત્યે અનન્ય શ્રધ્ધા હતી. તેઓ અવારનવા૨ શંખેશ્વર જતાં અને શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં ઉતરતા અને બે દિવસ રોકાઈને સેવાપૂજાનો અનન્ય લાભ લેતા હતા.
પ્રશાંતભાઈ જામનગર હતા ત્યારે એક દિવસ તેમની પુત્રીને આંખનું ઓપરેશન ક૨વાનું નક્કી થયું. તેઓ ભારે ચિંતામાં પડી ગયા. પોતાની પુત્રીને આંખમાં મુશ્કેલી તો આવશે નહિને....તેમની પુત્રી દીપા માત્ર બાર વર્ષની હતી. ભણવામાં તે ખૂબજ હોશિયાર હતી.
પ્રશાંતભાઈ અને તેમની પત્ની રંજનબેન ડોક્ટરની સૂચના મૂજબ પુત્રી દીપાને હોસ્પીટલમાં દાખલ કરી.
રંજનબેને કહ્યું : ‘મને તો ભારે ચિંતા થાય છે. આપણી પુત્રીને કશું થશે નહિ ને ?’
‘રંજન, શ્રી ઘીયા પાર્શ્વનાથ પ્રભુના જાપ મનમાં કરતી રહેજે....બધા સારાવાનાં થઈ જશે. મને પૂરી શ્રધ્ધા છેકે કશું નહિ થાય. શ્રી ઘીયા પાર્શ્વનાથ પર બધું છોડી દે... દીકરીને સારૂં થઈ જાય કે આપણે શંખેશ્વર જઈ આવીશું.' પ્રશાંતભાઈના નજીકના સ્નેહીઓ અને મિત્રો બીજે દિવસે દીપાના આંખના
શ્રી ઘીયા પાર્શ્વનાથ
३८
Page #64
--------------------------------------------------------------------------
________________
ઓપરેશનના સમયે આવી ગયા હતા.
દીપાને ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવી. ઓપરેશન બે કલાક ચાલ્યું. ડોક્ટર ઓપરેશન થિયેટર માંથી બહાર આવ્યા અને પ્રશાંતભાઈને જણાવ્યું : ‘પ્રશાંતભાઈ, બેબીનું ઓપરેશન સફળ થયું છે. તેની આંખે પાટો બાંધવામાં આવ્યો છે. જે આવતીકાલે ખોલવામાં આવશે. આજનો દિવસ હોસ્પીટલમાં રાખવી પડશે.'
પ્રશાંતભાઈ અને રંજનબેન ડોક્ટરની વાત સાંભળીને આનંદિત થયા. મિત્રો અને સ્નેહીઓ પણ રાજી થયા..
અને બીજે દિવસે ડોક્ટરે દીપાની આંખ પરથી પાટો કાઢ્યો. દીપાને ઘણું સરસ દેખાતું હતું. તેનું આંખનું ઓપરેશન સફળ થયું હતું.
પ્રશાંતભાઈ અને રંજનબેન દીપાને લઈને ઘેર આવ્યા.
આઠ દિવસમાં દીપા હરતી ફરતી થઈ ગઈ. પ્રશાંતભાઈ આઠ દિવસબાદ ડોક્ટર પાસે ગયા અને શંખેશ્વર જવાની વાત કરી. ડોક્ટરે ખુશીથી રજા આપી.
બીજે દિવસે પ્રશાંતભાઈ, રંજનબેન અને દીપા ટેક્સીમાં બેસીને શંખેશ્વર આવ્યા.
પ્રશાંતભાઈ અને રંજનબેન કાર્યાલય પર સામાન મૂકીને, દીપાને લઈને પ્રથમ શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારના ભવ્ય જિનાલયમાં આવ્યા. ત્યાં ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજીને વાંદણા કરીને શ્રી ઘીયા પાર્શ્વનાથ પ્રભુની દેરી પાસે આવ્યા અને પ્રશાંતભાઈ, રંજનબેન અને દીપાએ ચૈત્યવંદન કર્યું. ભાવથી સ્તવન ગાયું ત્યારે પ્રશાંતભાઈની આંખોમાંથી હર્ષના આંસુ વહેવા લાગ્યા.
રંજનબેનની આંખો પણ ભીની થઈ ગઈ. ત્રણેય દર્શન કરીને પાછા કાર્યાલય પર આવ્યા અને ધર્મશાળામાં રૂમ લીધી.
પ્રશાંતભાઈ, રંજનબેન અને દીપા ધર્મશાળાની રૂમમાં આવ્યા. સૌ પ્રથમ તેઓ સ્નાનાદિથી નિવૃત્ત થયા અને પૂજાના વસ્ત્રો પહેરીને સેવાપૂજા અર્થે ફરીને શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર જિનાલયમાં આવ્યા. પ્રશાંતભાઈના પરિવારે શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુની અનેરા ભાવથી સેવા પૂજા કરી.
શ્રી ધીયા પાર્શ્વનાથ
૪૦
Page #65
--------------------------------------------------------------------------
________________
શ્રી ઘીયા પાર્શ્વનાથ પ્રભુની અનન્ય ભાવે સેવા પૂજા કરી. પ્રશાંતભાઈ મનોમન બોલ્યા: હે શ્રી ધીયા પાર્શ્વનાથ, આપની કૃપા અપરંપાર છે.... આપતો કરૂણાના સાગર છો. આપની કૃપા દૃષ્ટિથી જ મારી પુત્રી દીપાનું આંખનું ઓપરેશન સફળ થયું છે. હું ભવોભવ આપની આરાધના કરી શકું તેવું બળ આપજો, શક્તિ આપજો ....”
પ્રશાંતભાઈ આટલું મનોમન બોલ્યા ત્યાં તો તેમની આંખોમાંથી દડદડ આંસુ પડવા લાગ્યા.
પ્રશાંતભાઈ, રંજનબેન, દીપાએ ચૈત્યવંદન કર્યું પછી ધર્મશાળા પર ગયા. થોડીવાર બેસીને શ્રી શંખેશ્વર પાર્શ્વ પ્રભુની સેવા પૂજા કરવા માટે ગયા. ત્યાં અનેરા ભક્તિભાવથી સેવાપૂજા કરી, પછી ધર્મશાળામાં આવ્યા, વસ્ત્રો બદલાવીને ભોજનશાળામાં ભોજન અર્થે ગયા.
ભોજનશાળામાં ભોજનની ઉત્તમ સગવડ ઉપલબ્ધ છે. પ્રશાંતભાઈનો પરિવાર સાત્વિક ભોજનથી તૃપ્ત થયો.
પ્રશાંતભાઈ બોલ્યા: “રંજન, ખબર નહિ પણ આ સ્થાન અત્યંત મેગ્નેટિક છે. અહીં આવ્યા પછી જવાનું મન થતું નથી. અહીં પ્રવેશીએ છીએ પછી મનમાં વિકારો રહેતા નથી...માત્ર પવિત્રતાના દર્શન થાય છે.
રંજનબેને કહ્યું : ‘તમારી વાત સાચી છે. અહીંનું વાતાવરણ જ કંઈક જૂદું છે. આભૂમિ અત્યંત પવિત્ર છે. અહીંના રજકણો અત્યંત પવિત્ર છે. મને પણ અહીં આવ્યા પછી જવાનું મન થતું નથી પરંતુ આપણને ગયા વગર છૂટકો હોતો નથી...'
- “સાચી વાત છે. સાંસારિક ઉપાધિઓ વળગેલી છે. એને નિભાવ્યા વગર પણ ચાલે તેમ નથી. પરંતુ અહીં આપણે જે કંઈ ક્ષણો પસાર કરીએ છીએ તેનાથી ચિત્તમાં અનન્ય પ્રસન્નતા ઊભી થાય છે. એ પ્રસન્નતા જ આપણા જીવનને મંગલમય બનાવે છે.'
આમ બન્ને પતિ-પત્ની વાતો કરીને સમય પસાર કરતાં હતા. બપોરે શંખેશ્વરની બજારમાં આંટો મારી આવ્યા.
શ્રી ધીયા પાર્શ્વનાથ
૪૧
Page #66
--------------------------------------------------------------------------
________________
અને બીજે દિવસે સવારે શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુની તથા શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની સેવાપૂજા કરીને જામનગર જવા વિદાય થયા. શ્રી ઘીયા પાર્શ્વનાથ પ્રભુની આરાધના જીવનને મંગલમય બનાવે છે.
મંત્ર આરાધના
૩ૐ હ્રીં શ્રી ધીયા પાર્શ્વનાથાય નમઃ | (૨) ૐ હીં શ્રીં હ્રીં શ્રી ધીયા પાર્શ્વનાથાય નમ: (૩) ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં ધીયા પાર્શ્વનાથાય નમઃ |
ઉપરોક્ત ત્રણ મંત્રોમાંથી કોઈપણ એક મંત્રની શ્રધ્ધા અને ભક્તિથી આરાધના કરવી. મંત્રજાપનો સમય વહેલી સવારનો રાખવો. તેમજ આસન નિશ્ચિત તથા સમય પણ એક જ રાખવો. અખંડ ધૂપ-દીપ રાખવા. શ્રી ઘીયા પાર્શ્વનાથ પ્રભુના મંત્રજાપથી સર્વ કષ્ટો નષ્ટ થાય છે. જીવન ને મંગલમય બનાવે છે.
સંપર્કઃ શ્રી ધીયા પાર્શ્વનાથ જૈન દેરાસર
મુ.પો. પાટણ જિ. પાટણ (ઉ.ગુ.) ફોન : (૦૨૭૬૬) ૨૨૨૨૭૮
શ્રી ધીયા પાર્શ્વનાથ
Page #67
--------------------------------------------------------------------------
________________
શ્રી પોસલીયાજી પાર્શ્વનાથ
રાજસ્થાનના સિરોહી જીલ્લાના પોસલીયા ગામમાં શ્રી પોસલી પાર્શ્વનાથ પ્રભુનું મુખ્ય જિનાલય આવેલું છે. આ તીર્થ સિરોહી-પાલી હાઈવે રોડ પર અને એરનપુરા રેલ્વે સ્ટેશનથી ૨ કિલોમીટર દૂર છે. શિખરબંધી જિનાલય છે. અહીં એક પ્રાચીન જ્ઞાન ભંડાર છે. ગામમાં બે ધર્મશાળા અને એક ઉપાશ્રય છે.
શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર ના ભવ્ય જિનાલયની ભમતીમાં પિસ્તાલીસમી દેરીમાં શ્રી પોસલીયાજી પાર્શ્વનાથ પ્રભુ બિરાજમાન છે. રાજસ્થાનના પોસલીયા ગામમાં શિરોહીકા વાસખાતે શ્રી પોસલી પાર્શ્વનાથ પ્રભુનું જિનાલય આવેલું છે. શ્રી પોસલી પાર્શ્વનાથજીની શ્યામ પાષાણની પ્રતિમાજી પદ્માસનસ્થ, નવફણાથી અલંકૃત્ત છે. પ્રતિમાજીની ઊંચાઈ ૧૮ ઈંચ અને પહોળાઈ ૧૪ ઈંચની છે.
પોસલી ગામ પરથી ‘શ્રી પોસલી પાર્શ્વનાથ’ નામ પડ્યાનું મનાય છે. હાલમાં આ ગામમાં જૈનોની વસ્તી સારી છે. શ્રી સંઘે આ જિનાલય સં. ૧૭૫૦માં નિર્મિત કર્યું. પ્રતિમાજી ૫૨ વિક્રમ સંવત ૧૭૪૫નો ઉલ્લેખ છે. તે પૂર્વે પણ આ ગામમાં જિનાલય હોવાનું એક પ્રાચીન તીર્થમાળા પરથી જાણવા મળે છે. સં. ૧૭૨૨ માં ‘ચૈત્ય પરિપાટી' માં પોસલીમાં ત્રણ જિનબિંબો હોવાનું પંન્યાસજી મહિમા વિજયજી મહારાજે જણાવેલ છે.
RE
સંપર્ક : શ્રી પોસલીયા પાર્શ્વનાથ શ્વે. જૈનતીર્થ, મુ.પો.પોસલીયા, શિરોહીકાવાસ, સ્ટે : એરનપુરા, જી. સિરોહી, રાજસ્થાન.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં બિરાજમાન શ્રી પોસલીયા પાર્શ્વનાથ
શ્રી શંખેશ્વર મહાતીર્થનો પ્રભાવ અને મહિમા દિનપ્રતિદિન વધતો જાય છે. દર વર્ષે લાખો યાત્રાળુઓ શ્રી શંખેશ્વર મહાતીર્થમાં દર્શનાર્થે આવે છે.
શ્રી પોસલીયાજી પાર્શ્વનાથ
૪૩
Page #68
--------------------------------------------------------------------------
________________
શંખેશ્વરમાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુનું મુખ્ય તીર્થ છે. આ તીર્થની કથા યુગોજૂની ની છે. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી અત્યંત પ્રાચીન છે.
શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ આવેલ છે. આ સંકુલમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુની દિવ્ય અને તેજોમય પ્રતિમાજી પ્રતિષ્ઠિત કરવામાં આવેલ છે. આ પ્રતિમાજી નવફણાથી અલંકૃત્ત છે. શ્યામ વર્ણની આ પ્રતિમાજી પદ્માસનસ્થ છે.આ પ્રતિમાજીની ઊંચાઈ ૩૧ ઈંચની છે. તે
શંખેશ્વરમાં આવેલ શ્રી પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદના પ્રેરક પ.પૂ.પ્રશાંતમૂર્તિ, તપાગચ્છ સૂર્ય, ગચ્છાધિપતિ આચાર્ય દેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરિવરજી મ.સા. તથા પ.પૂ.આ. શ્રીમદ્ વિજય સુબોધસૂરિશ્વરજી મ.સા. ના વરદ હસ્તે સંવત ૨૦૪૫ મહાસુદ પાંચમના શુભ મુહૂર્ત આ મહાપ્રાસાદમાં મૂળનાયક શ્રી ભક્તિ પાર્શ્વનાથ સાથે ૧૦૮ પાર્શ્વનાથ ભગવાનની અંજનશલાકા પ્રતિષ્ઠાનો ભવ્ય મહોત્સવ ઉજવાયો હતો.
આ તીર્થસ્થાનમાં રોજ હજારો ભાવિકો ખાસ કરીને મહાપ્રાસાદ જોવાની ઉત્સુકતાથી આવે છે. અને દર્શન પૂજન કરી જીવનની ધન્યતમ ભાવદશાનો અનુભવ કરે છે. વિશ્વભરમાં વિક્રમ સર્જક આ મહાપ્રાસાદ પોતાની વિશાળતા અને ભવ્યતાના કારણે વર્તમાનકાળમાં સ્વર્ણિમ ઈતિહાસનું એક ભવ્ય સંભારણું બની રહ્યો છે.
લગભગ ૫૦ વિઘા જમીન ઉપર ૮૪૦૦૦ ચોરસ ફૂટના ઘેરાવામાં પથરાયેલું પદ્મ સરોવર આકારનું જિનાલય, જાણે પૃથ્વીને પાટલે પ્રગટેલું સ્વર્ગલોકનું પદ્મ સરોવરનો આભાસ કરાવે છે. [ આ જિનાલયમાં પાર્શ્વનાથ પ્રભુની મનોહર અને નયનરમ્ય ૧૦૮ પ્રતિમાજીઓ સહિતની અન્ય પ્રતિમાજીઓ બિરાજમાન છે. અહીં દર્શનાર્થે આવનારને પાર્શ્વનાથ પ્રભુના ૧૦૮ તીર્થોના એક સાથે દર્શન, વંદન, પૂજન અને યાત્રાનો લાભ મેળવે છે. ૧૧૬ દેવકુલિકાઓના ૧૦૮ શિખરોથી અને ૮ સામરણોથી આ ભવ્ય જિનાલય સુશોભિત છે. તેમાં બે ઉપમંદિરોથી શોભતું મુખ્યત્વે મકરાણાના આરસનું શ્રી ભક્તિ પાર્શ્વનાથ પ્રભુનું મુખ્ય મંદિર અતિ
-
શ્રી પોસલીયાજી પાર્શ્વનાથ
४४
Page #69
--------------------------------------------------------------------------
________________
મનોહર ભાસે છે. અહીં નાનામાં નાનું શિખર ૩૭ ફૂટ ઊંચું છે અને સૌથી ઊંચું શિખર ૭૦ ફૂટની ઊંચાઈવાળું છે. પાર્શ્વનાથ પ્રભુના શુભ આદિ ૧૦ ગણધરો શ્રી ગૌત્તમસ્વામીજી, શ્રી માણિભદ્રવીર, સરસ્વતી માતા, લક્ષ્મીમાતા, ધરણેન્દ્ર દેવ, માતા ભગવતી પદ્માવતી દેવી, અંબિકા માતાજી, ચક્રેશ્વરી માતાજી દરેકની સ્વતંત્ર દેવકુલિકાઓ તથા શ્રી શંખેશ્વર મહાતીર્થના અધિકાષ્ઠાયક બનેલા શ્રી વર્ધમાન સૂરિજીની તથા ગુરુમૂર્તિઓની દેરી આવેલ છે.
શ્રી પાર્શ્વનાથ સ્તુતિ
૩ૐ નમ: પાર્શ્વનાથાય, વિશ્વચિંતામણિયતે, હૂ ધરણેન્દ્ર - વૈરૂપ્યા – પદ્માદેવીયુતાય તે...૧ શાંતિ - તુષ્ટિ - મહાપુષ્ટિ - ધૃતિ - કીર્તિ - વિઘયિને, ૐ હૂ દ્વિવ્યાલ - વૈતાલ - સર્વાધિ - વ્યાધિ – નાશિને...૨
જ્યા – જિતાખ્યા – વિજયાખ્યા – પરાજિત - યાન્વિતઃ, દિશાંપાલે - ગ્રહૈ – યક્ષે — વિદ્યા દેવી - ભિરન્વિત....૩
ૐ અસિઆઉસાય નમસ્તત્ર સૈલૌક્ય નાથતામ્, ચતુઃ દૃષ્ટિ : સુરેન્દ્રાસ્તે ભાષત્તે છત્ર ચામર : ....૪ શ્રી શંખેશ્વરમંડન ! પાર્શ્વજિન પ્રણત - કલ્પતરુ - કલ્પ !
ચૂરયદુષ્ટ વાત, પુરય મે વાંછિત નાથ !.....૫
મહિમા અપરંપાર
ભાવનગરમાં હસમુખભાઈ શાહનો પરિવાર ડાયમંડ ચોક વિસ્તારમાં રહે, હસમુખભાઈના પરિવારમાં પત્ની રશ્મિબેન, બે પુત્રો કિરીટ અને દર્શન તથા પુત્રી ઈશિતા હતા.
શ્રી પોસલીયાજી પાર્શ્વનાથ
૪૫
Page #70
--------------------------------------------------------------------------
________________
હસમુખભાઈના બન્ને પુત્રો તથા પુત્રી અભ્યાસ કરતાં હતા. હસમુખભાઈને ભાવનગરની મુખ્ય બજારમાં પ્રોવિઝન સ્ટોર હતો.
હસમુખભાઈનો પ્રોવિઝન સ્ટોર ધમધોકાર ચાલતો હતો. આજુબાજુના ગામડાના વેપારીઓ હોલસેલ ભાવે માલ ખરીદવા હસમુખભાઈની દુકાને આવતા હતા. ભાવનગરમાં હસમુખભાઈનું વેપારી આલમમાં પ્રતિષ્ઠાભર્યું નામ હતું. હસમુખભાઈ પ્રમાણિકતા અને નિષ્ઠાથી વેપાર કરતાં હતા.
| હસમુખભાઈનો પરિવાર દાદાવાડીના જિનાલયે દર્શનાર્થે જતો હતો. તેમાંય હસમુખભાઈ અને રશ્મિબેન દરરોજ વહેલી સવારે સેવાપૂજા કરવા જતા હતા.
ભાવનગરમાં મુંબઈની એક મોટી પેઢીએ પોતાની બ્રાંચ શરૂ કરી. મુંબઈની આ બ્રાંચમાં હસમુખભાઈ શાહના માલથી ઘણો જ સસ્તો માલ આપવાનો શરૂ થયો. શરૂઆતમાં મુંબઈની આ બ્રાંચને વેપારીઓનો પ્રતિસાદ ન મળ્યો પરંતુ ત્રણ મહિના વીત્યા પછી હસમુખભાઈના વેપારી ગ્રાહકો મુંબઈની પેઢીની બ્રાંચ તરફ વળી ગયા. મુંબઈની પેઢીની અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, સહિત અન્ય શહેરોમાં બ્રાંચ હતી. દરેક બ્રાંચો ધમધોકાર ચાલતી હતી.
હસમુખભાઈનો વેપાર ઠપ્પ થવા લાગ્યો. કોઈ રડ્યાખડ્યા વેપારીઓ અને ગ્રાહકો જ આવતા હતા. હસમુખભાઈને વેપારની ચિંતા સતાવતી હતી.
હસમુખભાઈએ એક દિવસ મન મોકળું કરીને પત્ની રશ્મિબેનને કહ્યું : રમિ, ભાવનગરમાં મુંબઈની એક પેઢીએ પોતાની બ્રાંચ શરૂ કરી છે. બ્રાંચ શરૂ થયાને ચાર-પાંચ મહિના થઈ ગયા અને અત્યારે તેની બ્રાંચ ધમધોકાર ચાલી રહી છે. તેમાંય તેણે સ્કીમ કાઢી છે કે આટલા માલની ખરીદી પર આ વસ્તુની ભેટ મળશે. કેશ ડીસ્કાઉન્ટ તો અલગ...આ બ્રાંચના કારણે આપણા વેપારને મોટી અસર પડી છે. આપણા વર્ષો જૂના ગ્રાહકો પ્રલોભનના કારણે તે તરફ વળી ગયા છે. એમ કહો કે આપણો વેપાર ઠપ્પ જેવો થઈ ગયો છે. પહેલાં દરરોજ દોઢસોબસો ગ્રાહકો અને પચ્ચીસ-ત્રીસ ગામડાના વેપારીઓ આવતા હતા તેઓ આવતાં બંધ થઈ ગયા છે. અત્યારે આખા દિવસ દરમ્યાન આઠ-દશ ગ્રાહકો અને એક-બે
શ્રી પોસલીયાજી પાર્શ્વનાથ
४६
Page #71
--------------------------------------------------------------------------
________________
વેપારીઓ દેખાય છે.”
આપણે ઓછા ભાવે માલ વેંચી ન શકીએ?” રશ્મિબેને પૂછયું.
રશ્મિ, ખોટ ખાઈને તો વેપાર ન કરી શકાય. મુંબઈની પેઢીની અનેક શહેરોમાં બ્રાંચ છે તેથી તેઓની ખરીદી પણ ખૂબજ મોટી હોય.... લાખોના હિસાબે ચીજ-વસ્તુઓ ખરીદાતી હોય એટલે તેઓને દરેક વસ્તુ અત્યંત સસ્તી મળી શકે. જ્યારે આપણી ખરીદીની મર્યાદા હોય છે. તે સિવાય મુંબઈની પેઢી જાહેરાતો કરતી હોય છે, તેનો પણ પ્રભાવ પડે...આપણે વ્યવસાય બદલવો પડશે...'
- “આપ ચિંતામુક્ત બની જાઓ...આપ જાણો છો કે મને શંખેશ્વરમાં આવેલ શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુના જિનાલયની ફરતી ભમતીમાં પીસ્તાલીસમી દેરીમાં બિરાજમાન શ્રી પોસલીયાજી પાર્શ્વનાથ પ્રભુ પ્રત્યે અપાર અને અનહદ શ્રધ્ધા છે. આપણને જ્યારે કોઈ મુશ્કેલી ઊભી થાય છે ત્યારે આપણે શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારના દર્શનાર્થે જઈએ છીએ... આપણી ચિંતા શ્રી પોસલીયા પાર્શ્વનાથ પ્રભુ સમક્ષ વર્ણવીને કોઈ માર્ગ નીકળે તેવી પ્રાર્થના કરીશું.'
રશ્મિ, તારી વાત સાચી છે. આવતીકાલે રવિવાર છે. આજે જ આપણે શંખેશ્વર જવા નીકળી જઈએ. રાત્રિના ત્યાં પહોંચી જઈશું. કાલે બપોરે ત્યાંથી નીકળી જઈશું...'
એમજ થયું.
હસમુખભાઈ શાહનો પરિવાર શનિવારે બપોરે બે વાગે ટેક્સી કરીને શંખેશ્વર જવા માટે નીકળી ગયો. માર્ગમાં એક-બે તીર્થ આવતાં ત્યાં દર્શન કર્યા. અને વાળું પણ કરી લીધું.
લગભગ રાત્રિના નવ વાગે હસમુખલાલનો પરિવાર શંખેશ્વર પહોંચી ગયો. સૌ પ્રથમ તો તેઓએ ધર્મશાળાની રૂમ બુક કરાવી. અને રૂમ પર આવ્યા.
- હસમુખલાલે કહ્યું: “આપણે હાથ-મોં ધોઈને શ્રી ૧૦૮ પાર્શ્વનાથ જિનાલય તથા શ્રી શંખેશ્વર પાર્શ્વ પ્રભુના દર્શનાર્થે જઈ આવીએ... કાલે બન્ને જગ્યાએ સવારે સેવા-પૂજા અને ભક્તિ કરીશું...'
શ્રી પોસલીયાજી પાર્શ્વનાથ
४७
Page #72
--------------------------------------------------------------------------
________________
રશ્મિબેન બોલ્યા : “ભલે...એમજ કરીએ...'
બધાએ હાથ-મોં ધોયા, વસ્ત્રો બદલાવીને શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર જિનાલયમાં દર્શનાર્થે ગયા. ત્યારે ત્યાં શ્રી ભક્તિ પાર્શ્વનાથ પ્રભુના મુખ્ય જિનાલયમાં ભાવના ભણાવાતી હતી. હસમુખલાલનો પરિવાર થોડીવાર ભાવનામાં બેઠો. પછી ફરતી ભમતીમાં બિરાજમાન દરેક પાર્થ પ્રભુના દર્શન કર્યા શ્રી પોસલીયાજી બની ગયા. ( શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુના દર્શન કરીને હસમુખભાઈ અને પરિવારના સભ્યો શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુના દર્શનાર્થે ગયા.
રાત્રિના સવા દસ થઈ ગયા હતા. સૌ ધર્મશાળામાં પાછા ફર્યા અને મુસાફરીનો થાક લાગ્યો હોવાથી સૌને સૂતા વેંત નિદ્રા આવી ગઈ.
બીજે દિવસે એક પછી એક તૈયાર થવા લાગ્યા. હસમુખભાઈ, રશ્મિબેન, કિરીટ, દર્શન તથા ઈશિતાએ પૂજાના સત્રો ધારણ કર્યા અને શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારના જિનાલયમાં સેવા-પૂજા કરવા માટે નીળ્યા.
સૌએ શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુની અનેરી શ્રધ્ધા સાથે સેવા પૂજા કરી. શ્રી પોસલીયાજી પાર્શ્વનાથ પ્રભુની શ્યામવર્ણની પ્રતિમાજીની અનેરા ભાવથી સેવાપૂજા કરી. હસમુખભાઈના પરિવારે ત્યાંજ ચૈત્યવંદન અને ભક્તિ કરી.
હસમુખલાલ અને રશ્મિબેને વેપારને અંગે ઊભી થયેલી ચિંતા માટે ખરા હૃદયથી પ્રાર્થના કરીને માર્ગ બતાવવા વિનંતી મનોમન કરી.
ત્યારપછી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની વાસક્ષેપ પૂજા કરીને ધર્મશાળામાં પાછા ફર્યા. બપોરનું ભોજન લઈને બપોરે બે વાગે શંખેશ્વરથી ભાવનગર જવા નીકળી ગયા.
ભાવનગર આવ્યા પછી પંદરેક દિવસ બાદ હસમુખભાઈ પાસે મુંબઈનો પ્લાસ્ટીક ફેક્ટરીનો માલિક મળવા આવ્યો અને હોલસેલના વેપાર અંગે વાતચીત કરી. હસમુખલાલે બે દિવસ વિચારી તેમ જ મારકેટનો સર્વે કરીને પ્લાસ્ટીકની આઈટમોમાં ઝુકાવવાનો નિર્ણય કર્યો. તેમણે પ્રોવિઝન - અનાજ – કરિયાણાનો વેપાર ચાલુ રાખ્યો તેમ જ પ્લાસ્ટીકની હોલસેલની નવી દુકાન શરૂ કરી. કંપની
શ્રી પોસલીયાજી પાર્શ્વનાથ
૪૮
Page #73
--------------------------------------------------------------------------
________________
દ્વારા જાહેરાતોનો દોર શરૂ થયો અને હસમુખલાલની દુકાન ધમધોકાર ચાલવા લાગી. નવી લાઈન મળવાથી હસમુખભાઈના આનંદનો પાર નહોતો. તેમને પોસલીયા પાર્શ્વનાથ પ્રભુ પ્રત્યેની શ્રધ્ધામાં અનેક ગણો વધારો થઈ ગયો. દર વર્ષે બેવાર શંખેશ્વર જવાનો સંકલ્પ ધારણ કરી લીધો.
મંત્ર આરાધના
ૐ હ્રીં શ્ર પોસલીયા પાર્શ્વનાથાય નમઃ | ૐ હ્રીં હ્રીં શ્ર પોસલીયા પાર્શ્વનાથાય નમઃ |
ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં પોસલીયા પાર્શ્વનાથાય નમઃ |
ઉપરોક્ત ત્રણ મંત્રોમાંથી કોઈપણ એક મંત્રના જાપ દરરોજ સવારે નિશ્ચિત સમયે અને આસન પર બેસીને, પૂર્વ દિશા તરફ મુખ રાખીને કરવા. દરરોજ એક માળા અવશ્ય કરવી. ધૂપ-દીપ જાપ દરમ્યાન અખંડ રાખવા. મંત્ર આરાધનાથી વિપત્તિઓ માંથી માર્ગ મળી જાય છે. જીવનમાં મંગલ પ્રવર્તે છે.
સંપર્કઃ શ્રી પોસલીયા પાર્શ્વનાથ શ્વેતામ્બર જૈન તીર્થ
મુ.પો. પોસલીયા, સ્ટેશન-જવાઈબંધ વાયા - શિવગંજ, જી. સિરોહી (રાજસ્થાન)
શ્રી પોસલીયાજી પાર્શ્વનાથ
४८
Page #74
--------------------------------------------------------------------------
________________
શ્રી વારાણસી પાર્શ્વનાથ ઉત્તરપ્રદેશના વારાણસી (બનારસ) ખાતે શ્રી કાશી પાર્શ્વનાથ અર્થાત શ્રી વારાણસી પાર્શ્વનાથ પ્રભુનું મુખ્ય તીર્થ આવેલું છે. વારાણસી રેલ્વે સ્ટેશનથી ૩ કિ.મી. ના અંતરે આ તીર્થ આવેલું છે.
અહીં આવેલા બાર જિનાલયો પ્રાચીન છે. ભેલપુર, ભદૈની, રત્નપુરી અને સિંહપુરી જેવી કલ્યાણક ભૂમિઓની સ્પર્શના અંતરને આહલાદક બનાવનારી છે. અહીં ધર્મશાળા, ભોજનશાળાની ઉત્તમ સગવડ છે.
વારાણસીમાં ભેલપુરમાં ધર્મશાળાની વચ્ચે જ ધાબાબંધી જિનાલયમાં શ્રી વારાણસી(કાશી) પાર્શ્વનાથ પ્રભુની દિવ્ય પ્રતિમાજી બિરાજમાન છે. પંચફણાથી અલંકૃત્ત, પદ્માસનસ્થ અને શ્યામ વર્ણની આ પ્રતિમાજીની ઊંચાઈ લા ઈંચ અને ૯ ઈંચ પહોળી છે. વારાણસી આજે બનારસ તરીકે ઓળખાય છે. વારણા અને અસી નામની બે નદીના સંગમ પર આ સ્થળ વસેલું છે.
પ્રાચીનકાળથી વારાણસી કાશીનગરી તરીકે ઓળખાય છે. સંસ્કૃત્તિ અને વિદ્યાના ક્ષેત્રે કાશીનું પ્રદાન સર્વશ્રેષ્ઠ રહ્યું છે.
શ્રી સુપાર્શ્વનાથ પ્રભુનું જન્મ કલ્યાણક સ્થાન ભદૈની તે વારાણસીનું જ એક અંગ છે. પ્રાચીન કાળથી આ નગરી જૈનોનું યાત્રાધામ રહ્યું છે. | આ નગરીના ભાગ સમી ચંદ્રપુરીમાં શ્રી ચંદ્રપ્રભુસ્વામી અને સિંહપુરીમાં શ્રી શ્રેયાંસનાથ પ્રભુનો જન્મ થયો.
શ્રી પાર્શ્વનાથ પ્રભુનો ભેલપુર (વારાણસી)માં જન્મ થતાં આ નગરીની પ્રતિષ્ઠામાં વધારો થયો. આ નગરીને તીર્થંકર પરમાત્માઓના ૧૬ કલ્યાણક ઉજવવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થયેલ છે.
શ્રી પાર્શ્વનાથ પ્રભુના ચ્યવન, જન્મ, દીક્ષા અને કેવળજ્ઞાન કલ્યાણક આ નગરીમાં થયા હતા. તેમજ પ્રથમ દેશના પણ અહીં થઈ હતી. તે સમયમાં શ્રી પાર્શ્વ પ્રભુના અપત્ય શ્રમણોની સંયમ ક્રિયાઓનું મહત્વનું કેન્દ્ર વારાણસી રહ્યું હતું. પ્રભુની ઉપદેશવાણીથી સમગ્ર બિહાર પ્રભાવિત હતું.
શ્રમણ ભગવાન મહાવીર પ્રભુના સમયમાં આ નગરી મલ્લકી જાતિના
શ્રી વારાણસી પાર્શ્વનાથ
૫૦
Page #75
--------------------------------------------------------------------------
________________
[332
રાજાઓની રાજધાની હતી. કહેવાય છે કે આ નગરી શ્રેણિક મહારાજાને પહેરામણીમાં મળી હતી.
અહીં કાશી વિશ્વનાથનું પ્રસિદ્ધ મંદિર હિંદુઓની યાત્રાનું પરમ પવિત્ર ધામ છે. મુસ્લિમ આક્રમણોના સમયમાં અનેક જૈન, બૌધ્ધ અને શિવમંદિરો મજીદમાં બદલાયા હતા. આ નગર સંસ્કૃત્ત વિદ્યાનું મહત્વનું ધામ આજે પણ છે. દર્શનશાસ્ત્ર, વ્યાકરણ, જ્યોતિષ, આયુર્વેદ વગેરે સહિત પ્રાચીન વિદ્યા પરંપરાનો વારસો ટકાવી રાખનારા પંડિતો, વિદ્વાનો આજે પણ મોટી સંખ્યામાં વસે છે. -
અહીં વિશ્વ વિખ્યાત શાસ્ત્રીય સંગીતના કલાકારો વસે છે. ભગવાન પાર્શ્વનાથના ચાર કલ્યાણકોનું એકમાત્ર યાદગાર સ્મારક સ્થાન ભેલપુરમાં છે. વારાણસીમાં જ શ્રી પાર્શ્વકુમારે કમઠયોગીના યજ્ઞમાંથી બળતા સર્પને બહાર કઢાવ્યો હતો. અને નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરાવીને તેને ધરણેન્દ્રપદ સુધી પહોંચાડ્યો
હતો.
આવી પાવન ભૂમિની સ્પર્શનાથી જીવન ધન્ય બની ઊઠે છે. ભેલપુરમાં ધર્મશાળાની વચ્ચે જ ધાબાબંધી જૈન મંદિર અનુપમ અને દર્શનીય છે. ઊંચી બેઠકની છત્રીમાં મૂળનાયક શ્રી પાર્શ્વનાથજી ગાદીનશીન થયેલા છે. અહીંના પાર્શ્વનાથ પ્રભુને “શ્રી કાશી પાર્શ્વનાથ અથવા તો શ્રી વારાણસી પાર્શ્વનાથ' ના નામથી ઓળખાય છે.
| ‘વિવિધ તીર્થકલ્પ' ની રચના આચાર્ય ભગવંત શ્રી જિનપ્રભસૂરિશ્વરજી મહારાજાએ ૧૪માં સૈકામાં કરી હતી. તેમાં વારાણસી નગરી ચાર વિભાગમાં વહેંચાયેલી બતાવાઈ છે.
આચાર્ય ભગવંતો અને મુનિ ભગવંતોએ પોતાની પ્રાચીન રચનાઓમાં શ્રી કાશી(વારાણસી) પાર્શ્વનાથને જુહાર્યા છે. '
સંપર્ક : શ્રી વારાણસી (કાશી) પાર્શ્વનાથ શ્વેતાંબર જૈનતીર્થ, શ્રી જૈન શ્વે. તીર્થ સોસાયટી, બી-૨૦/૪૬, ભેલપુર, વારાણસી (ઉત્તરપ્રદેશ).
શ્રી વારાણસી પાર્શ્વનાથ
Us
Page #76
--------------------------------------------------------------------------
________________
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં બિરાજમાન શ્રી કાશી પાર્શ્વનાથ
પરમ તારક શ્રી શંખેશ્વર તીર્થ સમગ્ર વિશ્વમાં સુવિખ્યાત છે. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ દાદાના દર્શનાર્થે રોજેરોજ હજારો યાત્રિકોની અવર-જવર રહે છે. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુના મુખ્ય ઉત્સવોના પ્રસંગે મેળા જેવું વાતાવરણ સર્જાય છે. દરેક ઉત્સવોની ઉજવણી અનેરા ઉમંગ સાથે ઉજવવામાં આવે છે. શ્રી શંખેશ્વર તીર્થનું મહાભ્ય દિન પ્રતિદિન વધતું જાય છે. | શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ આવેલું છે આ સંકુલમાં ભવ્યાતિભવ્ય શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુનું જિનાલય છે. તે સિવાય ધર્મશાળા, ભોજનશાળા, ઉપાશ્રય વગેરે આવેલા છે. આ સંકુલ વિશાળ જગ્યામાં પથરાયેલું હોવાથી ભાવિકોને આરાધના માટે સાનુકૂળતા રહે છે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારના જિનાલયની ફરતી ભમતીમાં છેતાલીસમી દેવકુલિકામાં શ્રી કાશી પાર્શ્વનાથ પ્રભુ બિરાજમાન છે. શ્રી કાશી પાર્શ્વનાથને શ્રી વારાણસી પાર્શ્વનાથ તરીકે ઓળખવામાં આવે છે.
શ્રી કાશી પાર્શ્વનાથ પ્રભુની શ્વેત પાષાણની પ્રતિમાજી અહીં બિરાજમાન છે. પરિકરથી પરિવૃત્ત આ પ્રતિમાજી પદ્માસનસ્થ છે. તેમજ પ્રતિમાજીની ઊંચાઈ ૩૧ ઈંચની છે. તથા ફણાથી અલંકૃત્ત છે. શ્રી કરી પાર્શ્વનાથની આરાધના કરવાથી મનને શાંતિ પ્રદાન થાય છે. તેમજ મનોરથો પૂરાં થાય છે. ના
|
મહિમા અપરંપાર
સાણંદમાં એક રાષ્ટ્રીયકૃત્ત બેંકમાં નીતિનભાઈ મણિયાર નોકરી કરતાં હતા. તેમનો પરિવાર સુરત હતો. તેમના પરિવારમાં માતા-પિતા, પત્ની અને એક પુત્ર હતો. તેમના પત્ની અને પુત્ર સુરત હતા. નીતિનભાઈ મહિને એકવાર
શ્રી વારાણસી પાર્શ્વનાથ
૫૨
Page #77
--------------------------------------------------------------------------
________________
સુરત આંટો મારી આવતા હતા.
આ દર મહિનાની જેમ નીતિનભાઈ બે દિવસની રજા મૂકીને સુરત આવ્યા. નિતિનભાઈએ તેમના પિતાને કહ્યું : “પપ્પા, મારી નોકરી સાણંદ છે અને હું આપની અને મમ્મીની સેવા કરવાથી વંચિત રહી જાઉ છું. આ તરફ બદલી કરાવવા ઘણા પ્રયત્નો કર્યા પરંતુ કશું થઈ શકતું નથી.”
દીકરા, તું મુંઝાઈશ નહિ...હું તો તને એમ કહું કે હવે તું મારી પત્ની અને તારા બાળકને ત્યાં લઈજા, અમને અહીં બેઠાં તારી જ ચિંતા રહ્યા કરે છે. તું ત્યાં શું જમતો હોઈશ. એકલો કેવીરીતે રહેતો હોઈશ? વગેરે ચિંતા રહે છે. હું અને તારી મમ્મી રહીશું.'
ના...પપ્પા, તમને અને મમ્મીને એકલાં મૂકવા નથી.. મારો જીવ ન માને...'
‘તું અમારી વધારે પડતી ચિંતા કરે છે..' પિતાએ કહ્યું.
“આપ ગમે તે કહો....પણ હું આપની વાત માનવાનો નથી.’ નીતિનભાઈ બોલ્યા.
| પિતા-પુત્રની વાત નીતિનભાઈની પત્ની રાધિકા સાંભળી ગઈ. એ રાત્રે જ રાધિકાએ નીતિનભાઈને કહ્યું : “તમે આ તરફ બદલી કરાવી લો અથવા અમને ત્યાં લઈ જાઓ...અમને એકલા ગમતું નથી.”
‘રાધિકા, તું તારી રીતે સાચી જ છો. મને પણ તમારા બન્ને વગર ગમતું નથી. પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે કંઈ થઈ શકે તેમ નથી. માતા-પિતાની સેવા કરવાની આપણી ફરજ છે કે નહિ?'
હા....એમાં હું ના પાડતી નથી. હું તો એટલું જ કહેવા માગું છું કે તમારા વગર અમને જરાય ગમતું નથી. તમે આ તરફ બદલી કરાવી લો...'
રાધિકા, મારા પ્રયત્નો ચાલુ જ છે પરંતુ કેટલાક વિદ્ગો નડે છે...' વિશ્નો” શબ્દ સાંભળતાં રાધિકાના ચહેરા પર એક ચમક ઉપસી આવી.
રાધિકા તરત જ બોલી : “ત્રણ મહિનામાં તમારી બદલી સુરતમાં જ થઈ જાયતો ?'
શ્રી વારાણસી પાર્શ્વનાથ
૫૩
Page #78
--------------------------------------------------------------------------
________________
“એ અશક્ય છે....” નીતિનભાઈ બોલ્યા. ‘એનો ઉપાય હું બતાવું છું.' રાધિકાએ કહ્યું. શું ઉપાય છે?
જુઓ, તમે સાણંદ જાઓ તે પહેલાં શંખેશ્વર જાઓ. ત્યાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ વિહારનું ભવ્ય જિનાલય છે. આ જિનાલયમાં ૧૦૮ પાર્શ્વનાથ તીર્થોના પાર્થ પ્રભુ બિરાજે છે. તેમાં છેતાલીસમી દેરીમાં શ્રી કાશી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી બિરાજમાન છે. આ દેરી પાસે આવીને ભાવથી વંદન કરીને મનમાં સંકલ્પ ધારજો કે મારી બદલી સુરત થઈ જાય તો હું પરિવાર સાથે દર્શનાર્થે આવીશ.” આવો સંકલ્પ ધારણ કરી લેશો પછી જોજો કેવો ચમત્કાર સર્જાય છે...!”
પણ આમ બને ખરું !'
‘એનું નામ જ ચમત્કાર છે. દાદાની કૃપાથી બધું જ બની શકે છે... આપણી બાજુમાં રહેતા પ્રકાશભાઈને કંઈક વિઘ્ન આવ્યું હતું ત્યારે તેમણે વિપ્ન દૂર કરવા માટે શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારના જિનાલયની ભમતીમાં બિરાજમાન શ્રી કાશી પાર્શ્વનાથ પ્રભુને પ્રાર્થના કરી હતી અને પંદર દિવસમાં તે વિઘ્ન દૂર થઈ ગયું હતું... ત્યારથી મને પણ શ્રી કાશી પાર્શ્વનાથ પ્રભુ પ્રત્યે શ્રધ્ધા વધી ગઈ છે.
| ‘ભલે...તારી ઈચ્છા છે તો હું જરૂર શંખેશ્વર જઈશ અને શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારના જિનાલયે, સંકલ્પ પુરી શ્રધ્ધાથી શ્રી કાશી પાર્શ્વનાથ પ્રભુ સમક્ષ દર્શાવીશ....'
નીતિનભાઈ બે દિવસ સુરત રોકાઈને સીધા શંખેશ્વર ગયા ત્યાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારની ધર્મશાળામાં ઉતર્યા અને ભવ્ય જિનાલય જોઈને નીતિનભાઈનું મન અતિ પ્રસન્નતા અનુભવ્યું.
નીતિનભાઈએ શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુના દર્શન-વંદન કર્યા બીજે દિવસે સવારે સેવા-પૂજા કરીને શ્રી કાશી પાર્શ્વનાથ ની અનેરી શ્રધ્ધા સાથે સેવા-પૂજા
શ્રી વારાણસી પાર્શ્વનાથ
Page #79
--------------------------------------------------------------------------
________________
કરી અને સંકલ્પ ધારણ કર્યો.
tho1315
નીતિનભાઈ સેવા-પૂજા કરીને પછી ધર્મશાળામાં આવ્યા વસ્ત્રો બદલાવીને ભોજનશાળામાં ભોજન અર્થે ગયા. ધર્મશાળાની રૂમમાં થોડીવાર આરામ કરીને બપોરે ચાર વાગ્યાની બસમાં વીરમગામ આવ્યા અને ત્યાંથી સાણંદ જવાની બસ પકડી. સાણંદ પહોંચીને ભાડે રાખેલી રૂમ પર આવી ગયા. બીજા દિવસથી ફરજ પર બેંકમાં હાજર થઈ ગયા.
આમને આમ એક મહિનો પસાર થઈ ગયો. બદલી માટેની કોઈ કાર્યવાહી આગળ વધતી નહોતી. નીતિનભાઈને શ્રધ્ધા બેસી ગઈ હતી કે મારી બદલીનો ઓર્ડર આવશેજ. અને થયું એવું જ.
બીજું અઠવાડિયું પસાર થયું ત્યારે બેન્કના મેનેજરે નીતિનભાઈને બોલાવીને કહ્યું : ‘નીતિનભાઈ, તમારી સુરત બદલી કરવામાં આવી છે. હવે તો સંતોષ ને! તમારી બદલીની કોઈ શક્યતા જ નહોતી છતાં અશક્ય કાર્ય શક્ય બન્યું છે. સુરતના એક કર્મચારી સાણંદ આવી રહ્યાં છે. તેમનું અમદાવાદ નેટીવ છે તેથી તેમને અહીં મૂક્યા છે. ૫૨મ દિવસે સુરત પહોંચી જવાનું છે.'
નીતિનભાઈના શંખેશ્વરથી જ સીધા સુરત જવા નીકળી ગયા. સુરતમાં ઘેર આવ્યા પછી પરિવારના બધા સભ્યોએ આનંદ વ્યક્ત કર્યો. માતાપિતા, પત્ની અને પુત્રના આનંદનો પાર નહોતો...બીજે દિવસે સુરત બેંકમાં નીતિનભાઈએ ચાર્જ સંભાળી લીધો. એ અઠવાડિયાના રવિવારે સપરિવાર નીતિનભાઈ શંખેશ્વર જઈ આવ્યા અને શ્રી કાશી પાર્શ્વનાથ પ્રભુને દર્શન-વંદન, સેવાપૂજા કરી, એક દિવસ રોકાઈને સુરત પાછા ફર્યાં.
૫૫
શ્રી વારાણસી પાર્શ્વનાથ
Page #80
--------------------------------------------------------------------------
________________
(૧)
(3)
(૩)
મંત્ર આરાધના
ૐ હ્રીં શ્રીં કાશી પાર્શ્વનાથાય નમઃ ।
ૐૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં કાશી પાર્શ્વનાથાય નમઃ ।
ૐૐ હ્રીં શ્રÆ Æ Æ કાશી પાર્શ્વનાથાય નમઃ ।
ઉપરોક્ત ત્રણ મંત્રોમાંથી કોઈપણ એક મંત્રની આરાધના કરવી. મંત્ર જાપ દ૨૨ોજ વહેલી સવારે નિશ્ચિત સમયે અને આસન પર બેસીને કરવા. મંત્ર જાપ ના સમય દરમ્યાન ધૂપ-દીપ અખંડ રાખવા. આ મંત્ર આરાધનાથી વિઘ્નોનો વિનાશ થાય છે. મંગલ શાંતિ સ્થપાય છે. અત્યંત પ્રભાવક મંત્રો છે.
સંપર્કઃ
શ્રી કાશી જૈન શ્વેતાંમ્બર તીર્થ સોસાયટી
બી-૨૦૪૬, ભેલુપુર, મુ.પો. વારણસી(ઉ.પ્ર.)-૨૨૧૦૧૦ ફોન : (૦૫૪૨) ૨૨૭૫૪૦૭
શ્રી વારાણસી પાર્શ્વનાથ
૫૬
Page #81
--------------------------------------------------------------------------
________________
શ્રી સમફાજી પાર્શ્વનાથ સૌરાષ્ટ્રના જામનગર જીલ્લાના ભણસાલ મુકામે શ્રી સતફણા પાર્શ્વનાથનું એકમાત્ર તીર્થ છે. ભણસાલ તીર્થ જામનગરથી ૨૪ કિ.મી. ના અંતરે આવેલું છે. અહીં ઉપાશ્રય અને પાંજરાપોળ છે. આસો વદ ૧૩ના પ્રતિષ્ઠા દિનની ઉજવણી દર વર્ષે કરવામાં આવે છે.
શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારના ભવ્ય જિનાલયની ભમતીમાં સુડતાલીસમી દેવકુલિકામાં શ્રી સતફણા પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી બિરાજમાન છે.
ભણસાલ તીર્થમાં શ્રી સપ્તફણા પાર્શ્વનાથજીની શ્વેત વર્ણની પ્રતિમાજી સપ્તફણાથી અલંકૃત્ત અને પદ્માસનસ્થ છે. પ્રતિમાજીની ઊંચાઈ ૨૦ ઈંચ અને પહોળાઈ ૧૬ ઇંચની છે.
આમતો શ્રી પાર્શ્વ પ્રભુના બિંબોને નાગફણાના છત્રથી સુશોભિત કરવાનો રિવાજ પ્રચલિત છે. શ્રી પાર્શ્વ પ્રભુના ફણાયુક્ત જિનબિંબો ઠેરઠેર છે. પરંતુ ભણસાલના શ્રી પાર્શ્વનાથ પ્રભુ “શ્રી સતફણા પાર્શ્વનાથ' ના નામથી સુપ્રસિધ્ધ
પારકર દેશમાંથી અનેક જૈનો ભણસાલ આવીને વસ્યા. આ જૈનો પાસે અપાર સમૃધ્ધિ હતી. જેમાંના રાયસી શાહ અને વર્ધમાન શાહ આગળ પડતા જૈન શ્રેષ્ઠીઓ હતા. આ બન્ને શ્રેષ્ઠીઓએ વિક્રમ સંવત ૧૫૪૦ માં ભણસાલમાં જિનાલય બંધાવ્યું.
આ જિનાલયમાં અનેક જિન પ્રતિમાજીઓ બિરાજમાન કરવામાં આવી. સાત મનોહર ફણાથી અલંકૃત આ શ્રી પાર્શ્વનાથ સ્વામી ‘શ્રી સતફણા પાર્શ્વનાથ નામથી જાણીતા બન્યા. અનેક કવિઓ અને મુનિવરોએ પોતાની પ્રાચીન રચનામાં આ તીર્થનો ઉલ્લેખ કર્યો છે.
સંપર્ક : શ્રી સતફણા પાર્શ્વનાથ શ્વે. જૈનતીર્થ, મુ. ભણસાલ, જી. જામનગર, સૌરાષ્ટ્ર.
શ્રી સતફણાજી પાર્શ્વનાથ
Page #82
--------------------------------------------------------------------------
________________
suclear emmes fe
નવી શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં બિરાજમાન શ્રી સતફણા પાર્શ્વનાથ
પરમ પાવન તીર્થ શંખેશ્વર જગવિખ્યાત છે. શંખેશ્વરમાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુનું મુખ્ય જિનાલય છે. અત્યંત દર્શનીય અને તેજોમય પ્રતિમાજી આ જિનાલયમાં બિરાજમાન છે. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુના દર્શન કરતાં હૈયામાં અનેરી ધર્મ ભાવના જાગૃત થયા વિના રહેતી નથી.
શંખેશ્વરમાં અન્ય દર્શનીય જિનાલય એટલે શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ. અહીં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજીઓ ભવ્ય અને કલાત્મક જિનાલયમાં બિરાજમાન છે.
સંવત ૨૦૪૫ મહાસુદ પાંચમના શુભ મુહૂર્તે આ મહાપ્રાસાદના પ્રેરક પ.પૂ. પ્રશાંતમૂર્તિ, તપાગચ્છ સૂર્ય, ગચ્છાધિપતિ આ. દેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરિશ્વરજી મ.સા. તથા પ.પૂ. આ. શ્રીમદ્ વિજય સુબોધસૂરિશ્વરજી મ.સા. ના વરદ હસ્તે આ મહાપ્રાસાદના મૂળનાયક શ્રી ભક્તિ પાર્શ્વનાથ સાથે શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભગવંતની અંજન શલાકા - પ્રતિષ્ઠાનો ભવ્ય મહોત્સવ ઉજવાયો હતો. શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ લગભગ ૫૦ વિઘા ધરતી ઉપ૨ ૮૪૦૦૦ ચોરસ ફૂટના ઘેરાવમાં પથરાયેલું પદ્મ સરોવર આકારનું આ જિનાલય પૃથ્વીને પાટલે પ્રગટેલું સ્વર્ગલોકનું પદ્મ સરોવર સમાન લાગે છે.
આ ભવ્ય જિનાલયમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુની મનોહર, મનોરમ્ય ૧૦૮ પ્રતિમાજીઓ સહિત અન્ય પ્રતિમાજીઓ બિરાજમાન છે. ૧૧૬ દેવકુલિકાઓના ૧૦૮ શિખરોથી અને ૮ સામરણોથી સુશોભિત છે. બે ઉપમંદિરોથી શોભતું મુખ્યત્વે મકરાણા આરસનું ‘શ્રી ભક્તિ પાર્શ્વનાથ પ્રભુનું મુખ્ય મંદિર છે. અહીં કલાત્મક ગર્ભદ્વાર, બબ્બે ચોકી મંડપ અને ઊંચા શિખરો ધરાવતાં ત્રણ દિશાના ત્રણ મહાઘર પ્રસાદ આવેલા છે. અહીં નાનામાં નાનું શિખર ૩૭ ફૂટ ઊંચું અને
શ્રી સતફણાજી પાર્શ્વનાથ
૫૮
Page #83
--------------------------------------------------------------------------
________________
સૌથી ઊંચું શિખર ૭૨ ફૂટની ઊંચાઈ ધરાવતું છે.
અહીં શ્રી પાર્શ્વનાથ પ્રભુના શુભ આદિ ૧૦ ગણધરો તથા શ્રી ગૌત્તમસ્વામીજી, શ્રી મણિભદ્રવીર, સરસ્વતી માતા, લક્ષ્મી માતા, ધરણેન્દ્ર દેવ, પદ્માવતી માતાજી, અંબિકા માતાજી, ચક્રેશ્વરી માતાજી દરેકની સ્વતંત્ર દેવકુલિકાઓ તથા શ્રી શંખેશ્વર મહાતીર્થના અધિષ્ઠાયક બનેલા શ્રી વર્ધમાનસૂરિજીની તથા ગુરૂમૂર્તિઓની દેરી છે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારના ભવ્ય અને કલાત્મક જિનાલયની ફરતી ભમતીમાં સુડતાલીસમી દેવકુલિકામાં શ્રી સપ્તફણા પાર્શ્વનાથ પ્રભુની ભવ્ય પ્રતિમાજી બિરાજમાન છે. શ્રી સપ્તફણા પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજીના દર્શન કરતાં જ અંતરમાં અવર્ણનીય આનંદ પ્રગટ્યા વગર ન રહે તેવી પ્રતિમાજી છે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર પાર્શ્વનાથ જિનાલયની ભમતીમાં બિરાજમાન શ્રી સતફણા પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી શ્વેત પાષાણની પદ્માસનસ્થ છે. તેમજ આ પ્રતિમાજી સપ્તફણાથી અલંકૃત છે. તેમજ આ પ્રતિમાજીની ઊંચાઈ ૩૧ ઈંચની છે.
મહિમા અપરંપાર
ગાંધીનગરમાં શૈલેષભાઈ ગાંધીનો પરિવાર રહે. શૈલેષભાઈ ગાંધીનગરના સચિવાલયમાં નોકરી કરે... શૈલેષભાઈના પત્ની સગુણબેન ગૃહિણીની ફરજો બજાવતાં હતા. શૈલેષભાઈને એક પુત્રી મનીષા હતી. તે કોલેજના છેલ્લા વર્ષમાં હતી. ભણવામાં હોશિયાર હોવા છતાં તે રમતીયાળ પણ ખૂબ હતી. માતાપિતાની એકની એક પુત્રી હોવાથી ભારે લાડકોડમાં ઉછરી હતી. આ
| મનીષા બાયોટેકનોલોજી ફેકલ્ટીમાં હતી. બાયોટેકનોલોજીનો અભ્યાસક્રમ અઘરો હતો પરંતુ ભવિષ્યમાં આ શિક્ષણ માટે અનેરી તકો છૂપાયેલી હોવાથી મનીષાએ ધોરણ ૧૨ પછી સાયન્સ કોલેજમાં બાયોટેકનોલોજી ફેકલ્ટી પસંદ કરી
શ્રી સતફણાજી પાર્શ્વનાથ
• ૫૯
Page #84
--------------------------------------------------------------------------
________________
હતી.
મનીષાએ છેલ્લા વર્ષમાં શ્રેષ્ઠ પરિણામ મેળવવા માટે તનતોડ મહેનત કરી પરંતુ જ્યારે રીઝલ્ટ આવ્યું ત્યારે ચોપન ટકા ગુણ આવ્યા. તે ભારે નિરાશ થઈ ગઈ કારણ કે એમ.એસ.સી. માટે પંચાવન ટકા જરૂરી હતા. પંચાવન ટકા વિના એમ.એસ.સી.માં પ્રવેશ મળે તેમ નહોતો.
મનીષા કોલેજમાં ગઈ ત્યારે કોલેજના પ્રિન્સીપાલે સ્પષ્ટ જણાવી દીધું કે પેમેન્ટ કે જનરલમાં પણ પ્રવેશ મળી શકે તેમ નથી.
મનીષાએ તે દિવસે પોતાના મમ્મી-પપ્પાને કહ્યું : ‘પપ્પા, મને એમ.એસ.સી. બાયોટેકનોલોજીમાં પ્રવેશ મળી શકે તેમ નથી... મેં ત્રણ વર્ષ બાયોટેકનોલોજીમાં અભ્યાસ કર્યો છે મને આ ફેકલ્ટીમાં પ્રવેશ નહિ મળે તો અભ્યાસ ક૨વાનો કોઈ અર્થ નથી.’
‘બેટા, મને આમાં કશી ખબર ન પડે...શું કરવું જોઈએ તે મને જણાવ. . .' ‘કોલેજવાળા મારૂં ફોર્મ સ્વીકારવા જ તૈયાર થતાં નથી...' મનીષા ૨ડી
પડી...
‘બેટા, તું રડીશ નહિ...હું જરૂર કોઈ રસ્તો શોધીશ..' શૈલેષભાઈ બોલ્યા. ત્યાં સગુણાબેને કહ્યું : ‘બેટા, જ્યારે કોઈ વિપદા આવે છે ત્યારે મેં શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ વિહારના જિનાલયની ફરતી ભમતીમાં બિરાજમાન શ્રી સપ્તફણા પાર્શ્વનાથ ને યાદ કર્યાં છે અને ગમે તેવા સંકટો દૂર થયા છે. આજે જ હું તારા માટે પ્રાર્થના કરીશ. તને એડમીશન મળી જાય પછી આપણે સૌ શંખેશ્વર જઈશું અને શ્રી સપ્તફણા પાર્શ્વનાથ પ્રભુની સેવા-પૂજા અને ભક્તિ કરીશું.
એ દિવસે સગુણાબેને અનેરી શ્રધ્ધા સાથે શ્રી સપ્તફણા પાર્શ્વનાથ પ્રભુને પોતાની પુત્રીના પ્રશ્ન માટે પ્રાર્થના કરી અને સંકલ્પ પૂરો થયે શંખેશ્વર દર્શનાર્થે આવી જવાનું મનોમન નક્કી કર્યું.
સગુણાબેને મનીષાને કહ્યું : ‘દીકરી, હવેતું જરાય મુંઝાઈશ નહિ. મેં પ્રાર્થના કરી છે એટલે તારો પ્રશ્ન ઉકેલાઈ જશે.’
‘મમ્મી, પ્રથમ તો મારૂં ફોર્મ કોલેજમાં સ્વીકારે પછી યુનિવર્સિટી મંજુર કરે
શ્રી સતફણાજી પાર્શ્વનાથ
૬૦
Page #85
--------------------------------------------------------------------------
________________
તો જ મારો અભ્યાસ આગળ ચાલી શકે.'
બેટા, તારી વાત સાચી છે પરંતુ તે જોજે આઠ દિવસમાં કોઈને કોઈ મદદ મળી જવાની છે અને તારું કામ પતી જવાનું છે એની મને શ્રદ્ધા છે. એમાંય વધારે શ્રધ્ધા તો સતફણા પાર્શ્વનાથ દાદા પ્રત્યે છે.”
મનીષાએ કશો ઉત્તર ન આપ્યો.
ચાર દિવસ પસાર થઈ ગયા. મનીષાનો પ્રશ્ન એમ ને એમ હતો. પાંચમાં દિવસે શૈલેષભાઈને મળવા તેમના વર્ષો જૂના મિત્ર પ્રવિણભાઈ આવ્યા. તેઓ અમદાવાદના એક જાણીતા અખબારમાં સીનીયર પત્રકાર હતા. તેમની પહોંચ ખૂબ હતી.
| શૈલેષભાઈએ પ્રવિણભાઈનું સ્વાગતકર્યું. અને કહ્યું: ‘પ્રવિણભાઈ, કેટલા વર્ષો પછી તમે દેખાયા છો ? આપણે એક રૂમમાં સાથે અભ્યાસ કર્યો હતો. એ દિવસો કેવા સરસ હતા ?',
હા...શૈલેષભાઈ, તમે સરકારી નોકરીમાં લાગી ગયા અને હું અખબારમાં જોડાયો...સમયને જતાં શી વાર લાગે છે?”
બન્ને મિત્રો વાતોએ વળગ્યા.
ત્યાં મનીષાની વાત નીકળી. શૈલેષભાઈ બોલ્યા : “જુઓને, મનીષાએ ટી.વીય.બાયો ટેકનોલોજીની પરીક્ષા આપી અને રીઝલ્ટ આવ્યું તો ચોપન ટકા આવ્યા. તેને એમ.એસ.સી. કરવું છે. પરંતુ તેમાં પંચાવન ટકા હોય તો જ પ્રવેશ મળી શકે. હવે કરવું તેની અમને ભારે મુંઝવણ છે.” - “અરે...શૈલેષભાઈ, તમે શું મુંઝાઈ ગયા...! અમે બેઠાં છીએને તમારું કામ કરવા... કઈ કોલેજમાં પ્રવેશ લેવાનો છે ?'
ત્યારે મનીષા ત્યાં જ બેઠી હતી તેણી બોલી : “અંકલ, હું જયાં અભ્યાસ કરતી હતી ત્યાં જ આ કોર્ષ ચાલે છે...એમ કહીને તેણીએ કોલેજનું નામ, પ્રિન્સીપાલનું નામ તથા ફોન નંબર આપ્યા.
( પ્રવિણભાઈ બોલ્યા : ‘તમારું કામ પતી ગયું સમજો ... આ પ્રિન્સીપાલ S તો મારો મિત્ર છે... લાવો હું અત્યારે જ તેની સાથે વાત કરી લઉં...”
શ્રી સતફણાજી પાર્શ્વનાથ
૬૧
Page #86
--------------------------------------------------------------------------
________________
"
પ્રવિણભાઈએ તરત જ પ્રિન્સીપાલ સાથે ટેલીફોનમાં વાત કરી અને કહ્યું : મારી દીકરી મનીષાનું એમ.એસ.સી. પ્રવેશ માટેનું ફોર્મ સ્વીકારી લેવાનું છે...’ પ્રિન્સીપાલ બોલ્યા : ‘સાહેબ, ફોર્મ તો સ્વીકારી લઉ પણ યુનિવર્સિટી નામંજુર કરશે... અમને તો લેવામાં કોઈ વાંધો નથી.
પ્રવિણભાઈ બોલ્યા : ‘તમે યુનિવર્સિટીની ચિંતા ન કરો. એ બધું ચપટી વગાડતા થઈ જશે...’
‘તો મને વાંધો નથી. એની જવાબદારી આપે લેવી પડશે...’ ‘ભલે...’ પ્રવિણભાઈ બોલ્યા.
પ્રવિણભાઈએ ફોન મૂકી દીધો અને શૈલેષભાઈને કહ્યું : ‘શૈલેષભાઈ, કાલે કોલેજમાં ફોર્મ ભરાવી દો. ને પ્રિન્સીપાલ તમને ફોર્મ યુનિ. માં ભરવા માટે જણાવશે. તમે એ ફોર્મ લઈને મારો સંપર્ક કરશો... બધું ગોઠવાઈ જશે.’
બીજે દિવસે કોલેજના પ્રિન્સીપાલે મનીષાનું ફોર્મ ભર્યું. અને એ જ દિવસે પ્રવિણભાઈના ફોનથી યુનિવર્સિટીમાં તે ફોર્મનો સ્વીકાર થઈ ગયો.
આમ મનીષાનો એમ.એસ.સી.માં પ્રવેશ મળી ગયો. તે રાજી રાજી થઈ
ગઈ.
સગુણાબેને ત્યારે કહ્યું : દીકરી, મેં તને કહ્યું હતું ને કે શ્રી સમ્રફણા પાર્શ્વનાથની ભક્તિ કરીએ તો વિપદા દૂર થાય છે. આટલા વર્ષોથી આપણે ત્યાં પ્રવિણભાઈ નહોતા આવ્યા. પણ તારૂં કાર્ય કરવા માટે તેઓ આવ્યા હોય એવું હવે તને લાગતું નથી. . . આ બધો પ્રતાપ શ્રી સપ્તફણા પાર્શ્વનાથ દાદાની ભક્તિનો છે.’
મનીષાએ કહ્યું : ‘મમ્મી, આપણે આજેજ શંખેશ્વર જઈએ અને બે દિવસ રોકાઈને શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુની ભક્તિ સેવા-પૂજા કરીએ. તેમાંય શ્રી સપ્તફણા પાર્શ્વનાથ પ્રભુની વિશેષ કરીને ભક્તિ કરીશું. ’
એમજ થયું.
શૈલેષભાઈ, સગુણાબેન અને મનીષા બે દિવસ શંખેશ્વર જઈ આવ્યા અને શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારના જિનાલયમાં શ્રી સક્ષફણા પાર્શ્વનાથ પ્રભુની
શ્રી સમફણાજી પાર્શ્વનાથ
૬૨
Page #87
--------------------------------------------------------------------------
________________
Create fla
ભક્તિ, સેવા-પૂજા વિશેષ રીતે કરીને પાછા ફર્યાં. મનીષા અને શૈલેષભાઈને પણ શ્રી સમ્રફણા પાર્શ્વનાથ પ્રભુ પ્રત્યેની શ્રધ્ધામાં અનેક ગણો વધારો થયો.
મંત્ર આરાધના
ૐ હ્રીઁ * સમ્રફણા પાર્શ્વનાથાય નમઃ ।
ૐ હ્રીઁ * હ્રીં Æ સપ્તફણા પાર્શ્વનાથાય નમઃ । ૐ હ્રીઁ Æ Æ Æ સપ્તફણા પાર્શ્વનાથાય નમઃ ।
(૧)
(૨)
(૩)
ઉપરોક્ત ત્રણેય મંત્રોમાંથી કોઈપણ એક મંત્રની આરાધના અનેરી શ્રધ્ધાથી કરવી. મંત્ર જાપ સવારના સમયે નિશ્ચિત સમયે અને આસન પર બેસીને કરવા. આરાધના દરમ્યાન ધૂપ-દીપ અખંડ રાખવા. આ મંત્રની આરાધના કરવાથી ગમે તેવા સંકટો, મુંઝવણો દૂર થાય છે. અને જીવનમાં મંગલ મંગલ વર્તે છે.
સંપર્કઃ
શ્રી સતફણા પાર્શ્વનાથ જૈન દેરાસર પાંજરાપોળ મુ.પો. મોટી ભણસાલ તા. જામનગર જિ. જામનગર(સૌરાષ્ટ્ર)-૩૬૧૦૧૨.
ફોન : (૦૨૮૮) ૨૬૧૦૨૪૪
શ્રી સતફણાજી પાર્શ્વનાથ
poje
૬૩
臺北
$$
7643
Page #88
--------------------------------------------------------------------------
________________
શ્રી લોઢણજી પાર્શ્વનાથ ગુજરાતના વડોદરા જિલ્લામાં ડભોઈ ખાતે શ્રી લોઢણ પાર્શ્વનાથ પ્રભુનું મુખ્ય તીર્થ આવેલું છે. વડોદરાથી ડભોઈનો માર્ગ ૩૨ કિ.મી.નો છે. ડભોઈમાં અનેક જિનાલયો, ધર્મશાળા, ભોજનશાળા, આયંબીલ ભવન, જ્ઞાન ભંડારો આવેલા છે.
મુંબઈમાં સાંતાક્રુઝના શ્રી કલિકુંડ પાર્શ્વનાથ જિનાલયની ભમતીના એક ગોખલામાં શ્રી લોઢણ પાર્શ્વનાથજીની પ્રતિમાજી બિરાજમાન છે તેમજ શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ વિહારના ભવ્ય જિનાલયની ફરતી ભમતીમાં અડતાલીસમી દેવકુલિકામાં શ્રી લોઢણજી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી બિરાજમાન
ડભોઈમાં શ્રી લોઢણ પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી શ્યામ વર્ણની છે. સપ્તફણાથી અલંકૃત, અર્ધ પદ્માસનસ્થ આ પ્રતિમાજીની ઊંચાઈ ૪૧ ઈંચ અને પહોળાઈ ૩૩ ઈંચની છે.
લગભગ ૬૦૦ વર્ષ પહેલાંની વાત છે.
સાગરદત્ત નામનો એક વેપારી પોઠોમાં ચીજ વસ્તુઓ ભરીને વિચરતો વિચરતો દર્શાવતી નગરીમાં આવ્યો.
સાગરેદત્ત વ્રતધારી શ્રાવક હતો અને ચોમાસાના દિવસો શરૂ થવાના હોવાથી તેણે દર્ભાવતીમાં જ રોકાઈ જવાનું નક્કી કર્યું.
સાગરદત્તને એક પ્રતિજ્ઞા હતી કે પરમાત્માની પૂજા થયા પછી જ ભોજન ગ્રહણ કરવું. આ વ્રતપાલન માટે તેણે માતાના કહેવાથી વેળુની મનોરમ્ય પ્રતિમાજીનું નિર્માણ કર્યું. અને પોતાના ઘરમાં પધરાવી.
સાગરદત્ત અનેરા ધર્મોલ્લાસ સાથે આ પ્રતિમાજીની સેવા-પૂજા કરતો.
ચોમાસાના ચાર મહિના પૂર્ણ થતાં તે પોતાના વતન તરફ જવા તૈયાર થયો, ત્યારે તેણે આ પ્રતિમાજી નગરીની મધ્યમાં આવેલા એક કૂવામાં પધરાવી. ત્યારબાદ તે પોતાના વતનમાં ચાલ્યો ગયો.
બે-ત્રણ વર્ષ બાદ ફરીને સાગરદત્તને દર્ભાવતી તરફ આવવાનું થયું, ત્યારે
શ્રી લોઢણજી પાર્શ્વનાથ
૬૪
Page #89
--------------------------------------------------------------------------
________________
એક રાત્રે અધિષ્ઠાયક દેવે સાગરદત્તને કૂવામાંથી પ્રતિમાજી બહાર કાઢવાનો આદેશ આપ્યો.
બીજે દિવસે સવારે સાગરદત્તે સ્થાનિક જૈનસંઘને પોતાને આવેલા સ્વપ્નની વાત કરી. અને આ કાર્યમાં સહયોગ આપવા વિનંતી કરી.
સાગરદત્ત વેપારીના સ્વપ્નાની વાત દર્ભાવતીમાં વાયુવેગે પ્રસરી ગઈ. અન્ય ધર્મના લોકોએ પણ આ મૂર્તિ માટે પોતાનો દાવો રજૂ કર્યો.
છેવટે સમાધાન કરવામાં આવ્યું કે જે કોઈ સંપ્રદાય આ પ્રતિમાજી કૂવામાંથી બહાર કાઢે તે સંપ્રદાયની આ પ્રતિમાજી ગણાશે. બધાએ આ વાત કબૂલ રાખી. | બધા સંપ્રદાયના લોકોએ પ્રયત્નો કરી જોયા, પરંતુ સફળતા ન મળી ત્યારે જૈનોએ કુંવારી કન્યા પાસે કાચા સૂતરના તાંતણે ચાળણી બાંધી કુવામાં ઉતરાવી. | સૌના આશ્ચર્ય વચ્ચે પ્રતિમાજી આપો આપ ચાળણીમાં બિરાજમાન થઈ અને કૂવાની બહાર આવી ગઈ.
એ સમયે જૈન શાસનનો જયજયકાર ગુંજી ઉઠ્યો. | કુવામાંથી બહાર આવેલી પ્રતિમાજીને સારથિ વગરના ગાડામાં પધરાવવામાં આવી. ગાડું જ્યાં ઊભું રહ્યું ત્યાં ભવ્ય જિનાલય બંધાવીને પરમાત્માની પ્રતિમાજીને પ્રતિષ્ઠિત કરવામાં આવી.
આ પ્રતિમાજી કૂવાના પાણીમાં લાંબો સમય રહી છતાં વેળુની આ પ્રતિમાજીનો એક કણ ખર્યો નહોતો. અને વળપિંડ લોઢા જેવો બની ગયો હતો. તેથી આ પ્રતિમાજી “લોઢણ'ના નામથી ઓળખાવા લાગી.
આ જિનાલયનો વિક્રમ સંવત ૧૯૯૦માં જીર્ણોધ્ધાર થયો હતો. જિનાલયના ઉપરના ભાગે શ્રી શીતલનાથ પ્રભુ મૂળનાયક રૂપે બિરાજે છે.
શ્રી લોઢણ પાર્શ્વનાથજી પ્રભુની પ્રતિમાજી ભોંયરામાં બિરાજમાન છે.
આ પરમાત્માને “શ્રી વેળુ પાર્શ્વનાથ” તરીકે પણ જાણવામાં આવે છે. આ તીર્થની પ્રશસ્તિ અનેક જૈનાચાર્યો, કવિઓએ પોતાની રચનાઓમાં કરી છે.
ક સંપર્ક : શ્રી લોઢણ પાર્શ્વનાથ જે. જૈન મંદિર, દેવચંદ ધરમચંદ જૈન પેઢી, મુ. ડભોઈ, જી. વડોદરા (ગુજરાત)
શ્રી લોઢણજી પાર્શ્વનાથ
Page #90
--------------------------------------------------------------------------
________________
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ વિહારમાં
બિરાજમાન શ્રી લોઢણ પાર્શ્વનાથ જૈન-જૈનેતરોનું શ્રધ્ધાનું પરમધામ એટલે શ્રી શંખેશ્વર તીર્થ. શ્રી શંખેશ્વર પાર્થ પ્રભુની પ્રતિમાજી યુગોના યુગો પ્રાચીન છે. આથી આ તીર્થનો મહિમા દિન-પ્રતિદિન વધતો જાય છે. શંખેશ્વરમાં રોજ હજારો યાત્રિકોની અવર-જવર રહે છે અને અનેરી શ્રધ્ધા અને ભક્તિથી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની ભક્તિ કરે છે. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજીના દર્શન માત્રથી દર્શનાર્થી ધન્યતા અનુભવે છે. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની તેજોમય અને દિવ્ય પ્રતિમાજી શ્રધ્ધાળુઓને ભક્તિ માર્ગમાં વધારે પ્રવૃત્ત થવાની પ્રેરણા આપે છે.
શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ વિહાર મહાપ્રાસાદ આવેલ છે શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજીઓ અહીંના ભવ્ય જિનાલયમાં પ્રતિષ્ઠિત કરવામાં આવી છે. અહીં દર્શનાર્થે આવનારને શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુના તીર્થોના દર્શનનો અનેરો લ્હાવો મળે છે એટલું જ નહિ ભક્તિ, સેવા-પૂજા કરવાનો પણ લાભ મળે છે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદના પ્રેરક પ.પૂ. પ્રશાંતમૂર્તિ, તપાગચ્છ સૂર્ય, ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય પ્રેમસૂરિશ્વરજી મહારાજા અને પ.પૂ. આચાર્ય દેવ શ્રીમદ્ વિજય સુબોધસૂરિશ્વરજી મહારાજા છે. આ ભવ્ય જિનાલયની પ્રતિષ્ઠા વિક્રમ સંવત ૨૦૪૫ ના મહાસુદ પાંચમના થઈ હતી. | આ ભવ્ય જિનાલયમાં શ્રી ભક્તિ પાર્શ્વનાથ પ્રભુ મૂળ નાયક તરીકે બિરાજમાન છે. લગભગ ૫૦ વિઘા જમીન પર ૮૪000 ચોરસ ફૂટના ઘેરાવામાં પથરાયેલું પદ્મ સરોવર આકારનું આ જિનાલય પૃથ્વીના પાટલે પ્રગટેલું સ્વર્ગલોકનું પદ્મ સરોવર ન હોય તેવો ભાસ કરાવે છે.
આ ભવ્ય જિનાલયમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુની નયનરમ્ય અને મનોહર ૧૦૮ પ્રતિમાજીઓ સહિત અન્ય પ્રતિમાજીઓ બિરાજમાન છે. ૧૧૬ દેવકુલિકાઓના
શ્રી લોઢણજી પાર્શ્વનાથ
Page #91
--------------------------------------------------------------------------
________________
૧૦૮ શિખરોથી અને આઠ સામરણોથી સુસોભિત છે. બે ઉપમંદિરોથી શોભતું મુખ્યત્વે મકરાણા આરસનું ‘શ્રી ભક્તિ પાર્શ્વનાથ પ્રભુનું મુખ્ય મંદિર છે. અહીં કલાત્મક ગર્ભદ્વાર, બબ્બે ચોકી મંડપ અને ઊંચા શિખરો ધરાવતાં ત્રણ દિના ત્રણ મહાધર પ્રાસાદ આવેલા છે. અહીં નાનામાં નાનું શિખર ૩૭ ફૂટ ઊંચું અને સૌથી ઊંચું શિખર ૭૨ ફૂટની ઊંચાઈ ધરાવતું છે.
અહીં શ્રી પાર્શ્વનાથ પ્રભુના શુભ આદિ ૧૦ ગણધરો તથા શ્રી ગૌત્તમસ્વામીજી, શ્રી માણિભદ્રવીર, સરસ્વતી માતા, લક્ષ્મી દેવી, શ્રી ધરણેન્દ્ર દેવ, મા ભગવતી પદ્માવતી દેવી, શ્રી અંબિકા માતાજી, શ્રી ચક્રેશ્વરી દેવીજી, શ્રી ઘંટાકર્ણવી૨, શ્રી નાકોડાજી ભૈરવ દરેકની સ્વતંત્ર દેવકુલિકાઓ તથા શ્રી શંખેશ્વર મહાતીર્થના અધિષ્ઠાયક બનેલા શ્રી વર્ધમાનસૂરિજીની તથા ગુરૂમૂર્તિઓની દેરી છે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારના ભવ્ય અને કલાત્મક જિનાલયની ફરતી ભમતીમાં અડતાલીસમી દેવકુલિકામાં શ્રી લોઢણ પાર્શ્વનાથ પ્રભુજીની ભવ્ય પ્રતિમાજી બિરાજમાન છે. શ્રી લોઢણ પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજીના દર્શન કરતાં જ અંતરમાં અવર્ણનીય આનંદની ધારા વહ્યાં વગર રહેતી નથી.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ વિહા૨ જિનાલયની ભમતીમાં અડતાલીસમી દેરીમાં બિરાજમાન શ્રી લોઢણ પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી શ્યામ પાષાણના છે, આ પ્રતિમાજી પદ્માસનસ્થ તથા સમણાથી મંડિત છે. આ પ્રતિમાજીની ઊંચાઈ ૩૧ ઈંચની છે. UE =
આ પ્રતિમાજી અત્યંત મનોહર અને નયનરમ્ય છે. પ્રતિમાજીના દર્શન કરતાં જ હૈયામાં ભક્તિના સૂર ગુંજવા લાગે છે.
મહિમા અપરંપાર
સુરેન્દ્રનગરમાં શાંતિલાલભાઈ એક જીનની ફેક્ટરીમાં કામ કરતાં હતા.
६७
શ્રી લોઢણજી પાર્શ્વનાથ
Page #92
--------------------------------------------------------------------------
________________
શાંતિલાલને બે પુત્રો હતા પરંતુ તે બન્નેની નોકરી સામાન્ય હતી. બન્ને ભાઈઓ ઘરમાં બે-બે હજાર રૂપિયા આપતાં હતા. બન્ને ભાઈઓના વિવાહ થઈ ગયા હતા અને બન્નેને એક-એક સંતાન પણ હતું.
શાંતિલાલને સાંઈઠ વર્ષ થઈ ગયા હતા. તેમનો પગાર છ હજાર રૂપિયા હતો. વર્ષોથી જીન ફેક્ટરીમાં નોકરી કરતા હતા. તેમને હવે થાક પણ લાગતો હતો. તેમને નિવૃત થવાનું મન થતું હતું પણ પરિવારની જવાબદારી પોતાના શિરે હોવાથી વધુ વિચારી શકતા નહોતા. જો તેઓ નોકરી મૂકી દે તો જીવન વ્યવહારમાં અડચણ આવે તેમ હતી.
શાંતિલાલના પત્ની પુષ્પાબેન સ્વભાવે નરમ હતા. તેઓને પણ ઉંમરના કારણે પગનો દુઃખાવો રહેતો હતો. તેઓ વધારે કામ કરી શકતા નહોતા. તેઓ નિયમિત જિનાલયે દર્શન કરવા અચૂક જતા હતા. શાંતિલાલ તો વહેલી સવારે શ્રી જિનેશ્વર ભગવંતની સેવા-પૂજા કરવા જતા.
એક વાર એવું થયું કે પુષ્પાબેનના પગ ચાલતાં સાવ બંધ થઈ ગયા. શાંતિલાલને ભારે ચિંતા થઈ. તેઓ તરત જ પુષ્પાબેનને ઓર્થોપેડિક સર્જન પાસે લઈ ગયા. એકસરે પડાવ્યા પછી તારણ નીકળ્યું કે સાંધા ઘસાઈ ગયા છે. ઓપરેશન કરવું પડશે.
શાંતિલાલે ઓપરેશનનો ખર્ચ પૂછ્યો તો ડોક્ટરે જણાવ્યું કે સાંધા રીપ્લેસ કરવાનો ખર્ચ બે લાખ રૂપિયા થશે. શાંતિલાલ ઘેર પાછા આવ્યા. બે લાખ રૂપિયા પોતાને કોણ આપે ? ૨કમ કંઈ નાની નહોતી.
ચાર દિવસ સુધી શાંતિલાલની શાંતિ હણાઈ ગઈ હતી. તેઓ રાત્રે નિદ્રા કરી શકતા નહોતા. પત્ની માટે શું કરવું ? તેનો જ વિચાર આવતો હતો.
એક દિવસ જિનાલયે પૂજા કરવા ગયા ત્યારે દ૨૨ોજ પૂજામાં ભેગા થતાં ન્યાલચંદભાઈ ભેગા થઈ ગયા.
ન્યાલચંદભાઈએ કહ્યું ઃ ‘છેલ્લા ત્રણ-ચાર દિવસથી જોઉ છું કે તમે કોઈ ઘેરી ચિંતામાં છો...શું વાત છે ?’
ત્યારે શાંતિલાલે બધી વાત કરી.
શ્રી લોઢણજી પાર્શ્વનાથ
૬૮
Page #93
--------------------------------------------------------------------------
________________
ન્યાલચંદભાઈ બોલ્યા: ‘શાંતિભાઈ, એક રસ્તો બતાવુ...” કહો...ભાઈ, મારા માથે ભારે ઉપાધિ આવી પડી છે.” ‘તમે શંખેશ્વર ગયા છો?”
હા...એકાદ વાર ગયો હોઈશ...”
‘ત્યાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ વિહાર મહાપ્રસાદ આવેલું છે ત્યાં ભવ્ય જિનાલયની ભમતીમાં અડતાલીસમી દેરીમાં શ્રી લોઢણજી પાર્શ્વનાથ પ્રભુની દેરી છે ત્યાં તમે સેવા પૂજા કરીને પત્નીની સુખાકારી માટે પ્રાર્થના કરજો. તમારા પત્ની અવશ્ય સાજા થઈ જશે. ન્યાલચંદભાઈ બોલ્યા.
‘ભલે...હું એકલો જાઉં તો ચાલે ને ?'
હા...તમે એકલા જ જજો . પણ ભાભી સાજા થઈ જાય પછી સપરિવાર શંખેશ્વર જજો અને સેવા-પૂજાનો લાભ લેજો.’
ભલે...આવતીકાલે રવિવાર છે. કાલે મારે રજા છે તો આવતીકાલે જ શંખેશ્વર જઈ આવીશ.' શાંતિલાલ બોલ્યા.
એમજ થયું.
બીજે દિવસે શાંતિલાલ શંખેશ્વર ગયા અને શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ વિહારના જિનાલયની ભમતીમાં અડતાલીસમી દેરીમાં બિરાજમાન શ્રી લોઢણજી પાર્શ્વનાથ પ્રભુની અનન્ય શ્રધ્ધા સાથે સેવા-પૂજા અને ચૈત્યવંદન કર્યું. પત્ની ની સુખાકારી માટે પ્રાર્થના કરી તેમજ પત્ની સાજી થઈ જશે તો બધા દર્શનાર્થે આવશું તેવો પણ સંકલ્પ કર્યો.
શાંતિલાલ પાછા ફર્યા.
પંદર દિવસ વીત્યા બાદ પુષ્પાબેનની તબીયતમાં સુધારો થવા લાગ્યો. મહિના પછી તો પાછા જિનાલયે જવા માંડ્યા. શાંતિલાલ તો અત્યંત હર્ષ પામ્યા. | અને એક દિવસ તેઓ પરિવારને લઈને શંખેશ્વર જઈ આવ્યા. ત્યાં પરિવારના તમામ સભ્યોએ શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુની તેમજ શ્રી લોઢણજી પાર્શ્વનાથ પ્રભુની વિશેષ રીતે સેવા-પૂજા કરી. શ્રી શંખેશ્વર પાર્થ પ્રભુની પણ સૌએ પૂજા કરી. બે દિવસ રોકાઈને પાછા સુરેન્દ્રનગર આવી ગયા.
શ્રી લોઢણજી પાર્શ્વનાથ
૬૯
Page #94
--------------------------------------------------------------------------
________________
શાંતિલાલે સંકલ્પ ધાર્યો કે હવેથી વર્ષમાં બેવાર શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ વિહારમાં અવશ્ય આવવું અને સેવા-પૂજા કરવી. શ્રી લોઢણજી પાર્શ્વ પ્રભુની સાચા હૃદયથી ભક્તિ કરવામાં આવે તો અવશ્ય તેનું ઉત્તમ ફળ મળે છે.
મંત્ર આરાધના
(૧)
3ૐ હ્રીં શ્રીં લોઢણ પાર્શ્વનાથાય નમઃ | (૨) 3ૐ શ્રીં હ્રીં શ્રીં લોઢણ પાર્શ્વનાથાય નમઃ |
ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં લોઢણ પાર્શ્વનાથાય નમઃ |
ઉપરોક્ત ત્રણ મંત્રોમાંથી કોઈપણ એક મંત્રના જાપ નિત્ય વહેલી સવારે નિશ્ચિત સમયે અને આસન પર બેસીને શાંત મુદ્રા રાખીને, જાપ દરમ્યાન અખંડ દીપ ધૂપ રાખવા. દરરોજ એક માળા અવશ્ય કરવી. આ મંત્ર જાપથી આરોગ્ય સ્વસ્થ રહે છે. માનસિક ચિંતા દૂર થાય છે.
સંપર્કઃ શેઠ દેવચંદજી ધરમચંદજી પેઢી
શ્રી લોઢણજી પાર્શ્વનાથ શ્રીમાળીવાસ, શામળાજીની શેરી, મુ.પો. ડભોઈ, જિ. વડોદરા(ઉ.ગુ.)-૩૯૧૧૧૦.
ફોનઃ (૦૨૬૬૩) ૨૨૫૮૧૫૦
શ્રી લોઢણજી પાર્શ્વનાથ
૭૦
Page #95
--------------------------------------------------------------------------
________________
શ્રી કરેડાજી પાર્શ્વનાથ
રાજસ્થાનના ચિત્તોડગઢ જિલ્લાના ભૂપાલ સાગર મુકામે શ્રી કરેડા પાર્શ્વનાથ પ્રભુનું આ મુખ્ય તીર્થ છે. ઉદયપુર-ચિત્તોડ રેલ્વે માર્ગ પર આવેલું આ તીર્થ ચિત્તોડથી અને ઉદયપુરથી ૭૦ કિ.મી. ના અંતરે આવેલું છે.
ભૂપાલસાગર રેલ્વે સ્ટેશનથી ૧ કિ.મી.ના અંતરે આ તીર્થ આવેલું છે. બાવન જિનાલયોથી અલંકૃત્ત આ જિનાલયે દર વર્ષે પોષ દશમના વિરાટ મેળાનું આયોજન ક૨વામાં આવે છે. અહીં બાવન દેવકુલિકાઓમાં જુદા જુદા નામના પાર્શ્વનાથ પ્રભુજીની પ્રતિમાજી બિરાજમાન છે.
શ્રી કરેડા પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી સાંતાક્રુઝ (મુંબઈ) ના શ્રી કલિકુંડ પાર્શ્વનાથ જિનાલયની ભમતીમાં તથા શ્રી જીરાવલા તીર્થની ભમતીમાં બિરાજમાન
છે.
શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારના ભવ્ય જિનાલયની ફરતી ભમતીમાં ઓગણપચાસમી દેરીમાં શ્રી કરેડાજી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી બિરાજમાન છે.
રાજસ્થાનના ભૂપાલસાગર મુકામે શ્રી કરેડા પાર્શ્વનાથ પ્રભુની પ્રાચીન અને દિવ્યતાના તેજ પ્રસરાવતી પ્રતિમાજી બિરાજમાન છે. શ્યામવર્ણ – પાષાણની, પદ્માસનસ્થ અને નવફણાથી અલંકૃત આ પ્રતિમાજી છે. ફણામાં દિવ્ય ચક્ષુઓના કારણે પ્રતિમાજી દર્શનીય લાગે છે. સુંદર પરિકરથી પરિવૃત શ્રી કરેડા પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજીની ઊંચાઈ ૨૯ ઈંચ અને ૨૭ ઈંચ પહોળી છે.
શ્રી કરેડા પાર્શ્વનાથ પ્રભુના તીર્થને ‘કહેટક’, ‘કરહડા’ કે ‘કરહેડા’ પણ કહેવાતું હતું. આ તીર્થના અનેક પ્રાચીન ઉલ્લેખો છે. વિક્રમ સંવત ૮૬૧માં ઓસવાલ વંશના શ્રેષ્ઠીવર્ય ખીમસિંહ શાહે આ તીર્થમાં શ્રી કરહેડા પાર્શ્વનાથનું ભવ્ય જિનાલય બંધાવ્યું.
આચાર્ય ભગવંત શ્રી જયાનંદ સૂરિશ્વરજી મહારાજાના શુભ હસ્તે શ્રી કરહેડા પાર્શ્વનાથ પ્રભુજીની પ્રતિમાજીની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.
વિક્રમ સંવત ૧૦૩૯માં આ જિનાલયનો પુનઃ જીર્ણોધ્ધાર થયો. બાવન દેવકુલિકાઓથી યુક્ત આ જિનાલયની પ્રતિષ્ઠા સંડરેક ગચ્છના આચાર્ય ભગવંત
શ્રી રેડાજી પાર્શ્વનાથ
૭૧
Page #96
--------------------------------------------------------------------------
________________
શ્રી યશોભદ્રસૂરિશ્વરજી મહારાજાના વરદ હસ્તે થઈ.
વિક્રમ સંવત ૧૩૧૧ માં આચાર્ય ભગવંત શ્રી ધર્મ ઘોષસૂરિશ્વરજી મહારાજા આદિ ૨૦ સૂરિ મહારાજાઓની મંગલ નિશ્રામાં માડવગઢના મહામંત્રી પેથડ શાહના પુત્ર ઝાંઝણ શાહ વિશાળ સંઘ સાથે આ તીર્થમાં આવ્યા હતા. અહીં સંઘપતિને તિલક કરવામાં આવ્યું હતું. એ સમયે જિનાલયનો જીર્ણોધ્ધાર ઝાંઝણ શાહે કરાવ્યો અને સાત માળના ભવ્ય જિનાલયનું નિર્માણ ઝાંઝણ શાહે કરાવ્યું હતું. જ ત્યાર પછી સંવત ૧૬૫૬માં આ તીર્થનો પુનઃ જીર્ણોધ્ધાર કરવામાં આવ્યો ત્યારે જિનાલયની પૂર્વ દિશાની દીવાલમાં એક છિદ્ર વિશિષ્ટ રીતે કરવામાં આવ્યું. જેથી શ્રી પાર્શ્વ પ્રભુના જન્મ કલ્યાણકના દિવસે સૂર્યના તેજસ્વી કિરણો પ્રભુના દેહને સ્પર્શ કરતાં, ત્યાર પછી પુનઃ જીર્ણોધ્ધાર થતાં વર્તમાનમાં તે મુજબ કિરણો
સ્પર્શતા નથી. મુસ્લિમ આક્રમણોને ખાળવા માટે જિનાલયનો ઉપરનો ભાગ મજીદ આકારનો બનાવાયો હતો.
તાજેતરમાં આ પ્રાચીન અને ગૌરવવંતા જિનાલયનો જીણોધ્ધાર વિક્રમ સંવત ૨૦૩૩માં આચાર્ય ભગવંત શ્રી સુશીલસૂરિશ્વરજી મહારાજાના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો. ગામના નામ પરથી આ પાર્થ પ્રભુ ‘કરેડા, ‘કરોડા' કે “કરકેટક” ના નામથી જાણવામાં આવે છે. પ્રતિમાજી અત્યંત દર્શનીય છે, પ્રભાવક છે. દર્શન કરવાથી હૈયામાં ભક્તિના ભાવ ઝણહણી ઊઠે છે.
સંપર્ક :- શ્રી કરેડા પાર્શ્વનાથજી જૈન મૂર્તિપૂજક તીર્થ, મુ.પો. પાલસાગર, જી. ચિત્તોડગઢ - ૩૧૨૨૦૪ (રાજસ્થાન).
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ વિહારમાં બિરાજમાન શ્રી કરેડાજી પાર્શ્વનાથ
શંખેશ્વર તીર્થ સર્વ લોકોની શ્રધ્ધાનું પરમધામ છે. આ સ્થળ અત્યંત પવિત્ર
શ્રી ક્રેડાજી પાર્શ્વનાથ
૭૨
Page #97
--------------------------------------------------------------------------
________________
છે. અહીં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી યુગોના યુગો પ્રાચીન છે. આથી આ તીર્થનો મહિમા દિવસો દિવસ વધતો જાય છે. શંખેશ્વરમાં રોજ હજારો યાત્રિકોની અવર-જવર રહે છે. અને અનેરી શ્રધ્ધા અને ભક્તિથી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની ભક્તિ કરે છે. શ્રી શંખેશ્વર પાર્શ્વ પ્રભુની પ્રતિમાજી એટલા તેજોમય અને દિવ્ય છે કે દર્શનાર્થી દર્શન કરતાંજ ધન્યતા અનુભવે છે.
- શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ આવેલું છે. અહીંના ભવ્ય જિનાલયમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી બિરાજમાન છે. શંખેશ્વરની યાત્રાએ આવનાર યાત્રિકને ૧૦૮ પાર્થ પ્રભુના તીર્થોના દર્શનનો અનેરો લ્હાવો લે છે એટલું જ નહિ ભક્તિ, સેવા-પૂજા કરવાનો પણ દિવ્ય લાભ મળે છે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદના પ્રેરક પ.પૂ. પ્રશાંતમૂર્તિ, તપાગચ્છ સૂર્ય, ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય પ્રેમસૂરિશ્વરજી મહારાજા તથા આ.ભ.પૂ. શ્રીમદ્ વિજય સુબોધસૂરિશ્વરજી મહારાજા છે. આ ભવ્ય જિનાલયની અંજન શલાકા - પ્રતિષ્ઠા વિક્રમ સંવત ૨૦૪૫ ના મહા સુદ પાંચમના દિવસે અનેરા ધર્મોલ્લાસ સાથે તઈ હતી.
આ ભવ્ય જિનાલયમાં શ્રી ભક્તિ પાર્શ્વનાથ પ્રભુ મૂળનાયક રૂપે બિરાજમાન છે. લગભગ ૫૦ વિઘા જમીન પર ૮૪000 ચોરસફૂટના ઘેરાવામાં પથરાયેલું આ તીર્થ પદ્મ સરોવરનો ભાસ કરાવે છે.
આ દિવ્યતાથી શોભતા જિનાલયમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુ નયનરમ્ય અને મનોહર ૧૦૮ પ્રતિમાજીઓ સહિત અન્ય પ્રતિમાજીઓ બિરાજમાન છે.
આ જિનાલય ૧૧૬ દેવકુલિકાઓના ૧૦૮ શિખરોથી અને આઠ સામરણોથી સુશોભિત છે. બે ઉપમંદિરોથી શોભતું મુખ્યત્વે મકરાણા આરસનું
શ્રી ભક્તિ પાર્શ્વનાથ પ્રભુનું મુખ્ય મંદિર છે. અહીં કલાત્મક ગર્ભદ્વાર, બબ્બે ચોકી મંડપ અને ઊંચા શિખરો ધરાવતાં ત્રણ દિશાના ત્રણ મહાધર પ્રાસાદ આવેલા છે. અહીં નાનામાં નાનું શિખર ૩૭ ફૂટ ઊંચું અને સૌથી ઊંચું શિખર ૭૨ ફૂટની ઊંચાઈ ધરાવતું છે.
શ્રી ક્રેડાજી પાર્શ્વનાથ
૭૩
Page #98
--------------------------------------------------------------------------
________________
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારના ભવ્ય અને કલાત્મક જિનાલયની ફરતી ભમતીમાં ઓગણપચાસમી દેવકુલિકામાં શ્રી કરેડાજી પાર્શ્વનાથ પ્રભુજીની ભવ્ય પ્રતિમાજી બિરાજમાન છે. શ્રી કરેડા પાર્શ્વનાથ પ્રભુજીની ભવ્ય પ્રતિમાજી બિરાજમાન છે. શ્રી કરેડા પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજીના દર્શન કરતાં અંતરમાં શ્રધ્ધા અને ભક્તિનું સંગીત ગુંજ્યા વગર ન રહે તેવી પ્રતિમાજી છે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર જિનાલયની ભમતીમાં ઓગણપચાસમી દેરીમાં બિરાજમાન શ્રી કરેડા પાર્શ્વનાથ પ્રભુજીની પ્રતિમાજી શ્યામવર્ણના છે. તેમજ પરિકરથી પરિવૃત્ત છે. શ્રી કરેડાજી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી પદ્માસનસ્થ છે. તથા ફણાથી અલંકૃત છે.
શ્રી કરેડા પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી ૩૧ ઈંચની ઊંચાઈ ધરાવે છે. આ પ્રતિમાજી અત્યંત મનોહર અને નયનરમ્ય છે. પ્રતિમાજીના દર્શન કરતાં જ અંતરમાં ભક્તિના સૂર ગુંજવા લાગે છે.
મહિમા અપરંપાર
અમદાવાદમાં ખુશાલદાસાઈના પુત્ર જતીનને સ્ટેશનરી ની દુકાન ગાંધીરોડ ૫૨ હતી. ખુશાલભાઈ કાપડમીલમાં નોકરી કરતાં હતા. તેઓ પાંચ વર્ષ પહેલાં જ નિવૃત્ત થયા હતા. નિવૃત્ત થયા પછી તેઓ શાંતિથી ઘેર બેસી નહોતા રહ્યાં. તેમણે ચાર-પાંચ વેપારીઓના નામા લખવાનું કામ શરૂ કરી દીધેલું. ખુશાલદાસભાઈ નિવૃત્ત થયા ત્યારે ખાસ્સી એવી રકમ હાથમાં આવી હતી અને તે રકમથી તેમણે પોતાના એક ના એક પુત્ર જતીનને ગાંધીરોડ પ૨ દુકાન લઈ દીધી હતી. જતીને ત્યાં સ્ટેશનરીનો વ્યવસાય શરૂ કર્યો.
જતીન પોતાનો વ્યવસાય વધારે વિકાસ પામે એ હેતુથી અમદાવાદની મોટી – મોટી સ્કૂલોનો સંપર્ક કરતો હતો અને ત્યાં પોતાને ત્યાંથી પુસ્તકો વિદ્યાર્થીઓ લઈ જઈ શકે તેવી વ્યવસ્થા કરતો હતો.
૭૪
શ્રી રેડાજી પાર્શ્વનાથ
Page #99
--------------------------------------------------------------------------
________________
આમ જતીન માંડ બે-ત્રણ સ્કૂલમાં પુસ્તકો વેચવાનું ગોઠવી શક્યો હતો. ત્રણેક વર્ષમાં તેનો ધંધો જામી ગયો. તેના પિતા ખુશાલદાસ પણ સાંજના સમયે દુકાને આવીને બેસતા હતા.
એક દિવસ એક સ્કૂલનો માણસ જતીન પાસે આવ્યો અને બે લાખ પુસ્તકોનો ઓર્ડર આપી ગયો. જતીન ને આટલો મોટો ઓર્ડર પ્રથમવાર મળ્યો હતો આથી તે રાજી રાજી થઈ ગયો હતો.
જતીને બે દિવસમાં તે સ્કૂલના માણસને બે લાખના પુસ્તકો આપી દીધા. અને પેમેન્ટ માટે પૂછયું ત્યારે તે સ્કૂલના માણસે કહ્યું : “હું સાંજે જ આપની દુકાને આવીને ચેક આપી જઈશ.”
જતીન ચાલ્યો ગયો. તે સ્કૂલનો માણસ ખરેપર સાંજે જતીનની દુકાને આવ્યો અને ચેક પણ આપ્યો અને કહ્યું : “આ ચેક બે દિવસ પછી ભરજો ...”
જતીને કહ્યું : “ભલે...”
બે દિવસ પછી જતીને બેંકમાં ચેક ભર્યો પણ તે ચેક બેલેન્સના અભાવે પાછો ફર્યો. બેંકના ખાતામાં ૧૦OOની રકમ જ હતી.
જતીન ગભરાઈ ગયો અને સીધો સ્કૂલમાં ગયો અને પેલા માણસની તપાસ કરી તો જાણવા મળ્યું કે તે તો ૨જા ઉપર છે. આઠ દિવસ પછી આવશે.
જતીન આઠ દિવસ બાદ સ્કૂલે ગયો ત્યારે પણ તે માણસનો ભેટો ન થયો.
ખુશાલભાઈને આ બાબતની ખબર હતી. જતીને જયારે તે માણસ સાથે વાતચીત કરેલી ત્યારે તેના પિતાએ જણાવેલ કે અડધી રકમ એડવાન્સ લઈ લેજે. પણ જતીનને માંગતા શરમ આવી...
હવે તે મુશ્કેલીમાં મૂકાઈ ગયો. તે માણસનું નામ બીજું નીકળ્યું અને તેનું ખાતું પણ નકલી નીકળ્યું. જતીન ખરેખર છેતરાઈ ગયો.
ખુશાલભાઈના એક મિત્રએ સલાહ આપી કે તમે શંખેશ્વર જઈ આવો, ત્યાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ વિહાર જિનાલયની ભમતીમાં ઓગણપચાસમી દેરીમાં શ્રી કરેડા પાર્શ્વનાથ પ્રભુ બિરાજે છે ત્યાં જઈને શ્રધ્ધાથી પ્રાર્થના કરજો...તમારી મુશ્કેલી દૂર થઈ જશે.”
શ્રી ક્રેડાજી પાર્શ્વનાથ
૭૫
Page #100
--------------------------------------------------------------------------
________________
બીજે જ દિવસે જતીન તેના મમ્મી - પપ્પા સાથે શંખેશ્વર ગયો ત્યાં શ્રી કરેડા પાર્શ્વનાથ પ્રભુની ખરા હૃદયથી સેવા-પૂજા અને ભક્તિ કરી અને માર્ગમાંથી બહાર કાઢવા વિનંતી કરીને સૌ પાછા ફર્યા.
આઠ દિવસ બાદ તે માણસ રોકડા રૂપિયા લઈને જતીનની દુકાને આવ્યો અને મોડું થવા બદલ માફી માંગી અને રકમ આપી દીધી.
ત્યાર પછી જતીનને શ્રી કરેડા પાર્શ્વનાથ પ્રભુ પ્રત્યે અનન્ય શ્રધ્ધા બેસી ગઈ. કંઈ પણ ગુંચવણ ભર્યા પ્રશ્નો ઊભા થાય ત્યારે જતીન સીધો શંખેશ્વર જઈ આવતો અને તેના પ્રશ્નોનું નિરાકરણ થઈ જતું.
શ્રી કરેડા પાર્શ્વનાથ પ્રભુનું સ્મરણ જ દિવ્યતાને આપે છે. ગમે તેવા સંકટો તેમનું સ્મરણ કરતાં નાસી જાય છે.
(૧)
(૨)
(૩)
મંત્ર આરાધના
ૐ હ્રીં શ્રીં કરેડા પાર્શ્વનાથાય નમઃ ।
ૐૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં કરેડા પાર્શ્વનાથાય નમઃ ।
ૐ હ્રીં શ્રીં શ્રીં શ્રીં કરેડા પાર્શ્વનાથાય નમઃ ।
ઉપરોક્ત ત્રણ મંત્રોમાંથી કોઈપણ એક મંત્રના દ૨૨ોજ વહેલી સવારે નિશ્ચિત સમયે અને આસન પરબેસીને જાપ કરવા. રોજ એક માળા અવશ્ય કરવી. મંત્રજાપ કરતી વખતે અખંડ ધૂપ-દીપ રાખવા. આ મંત્ર જાપથી સંકટો ટળે છે. મુશ્કેલીભર્યા પ્રશ્નોનું નિરાકરણ આવે છે.
સંપર્કઃ
શ્રી રેડાજી પાર્શ્વનાથ શ્વેતાંમ્બર મૂર્તિપૂજક સંઘ મુ.પો. ભૂપાલસાગર, તા. કપાસણા, જિ. ચિતોડગઢ, (રાજસ્થાન) - ૩૧૨૨૦૪. ફોન : (૦૧૪૭૬) ૨૨૪૨૩૩
૭૬
શ્રી રેડાજી પાર્શ્વનાથ
Page #101
--------------------------------------------------------------------------
________________
શ્રી ડોહલાજી પાર્શ્વનાથ ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ધોતા-સકલાણા ખાતે શ્રી ડોસલા , ડોહલાજી પાર્શ્વનાથ પ્રભુનું મુખ્ય તીર્થધામ આવેલું છે. તે ઉપરાંત અમદાવાદમાં કીકાભટ્ટની પોળમાં પણ શ્રી ડોહલા પાર્શ્વનાથ પ્રભુનું જિનાલય આવેલું છે. આ તીર્થ પાલનપુરથી નજીક છે. ધોતા-સકલાણા ગામ નાનું છે છતાં શ્રી ડોસલા પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી ચમત્કારિક અને દર્શનીય છે.
શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં ભવ્ય જિનાલયની ફરતી ભમતીમાં આવેલ પચાસમી દેવકુલિકામાં શ્રી ડોહલાજી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી બિરાજમાન છે.
ધોતા - સકલાણા ગામમાં આવેલા જિનાલયમાં શ્રી ડોસલા પાર્શ્વનાથ પ્રભુ મૂળનાયક રૂપે બિરાજમાન છે. શ્વેત પાષાણની, પદ્માસનસ્થ અને ફણારહિત આ પ્રતિમાજીની ઊંચાઈ ૨૩ ઈંચ અને પહોળાઈ ૧૮ ઈંચની છે. કે આ પ્રતિમાજી મહારાજા સંપ્રતિના સમયની છે. આ પ્રતિમાજી શ્રી દોહ્યલા પાર્શ્વનાથથી પણ ઓળખાય છે. એવી સંભાવના હશે કે આ પ્રતિમાજીના દર્શન સરળ નહીં હોય તેથી દોહ્યલા પાર્શ્વનાથ નામથી પ્રસિધ્ધિ પામી હશે.
આ વિશિષ્ટ નામ પાછળની કથા કે તેનો ઈતિહાસ ઉપલબ્ધ નથી. શ્રી સંઘે આ જિનાલય વિક્રમ સંવત ૧૮૮૦ની આસપાસ બંધાવ્યું છે.
દર વર્ષે કાર્તિકી પુનમનો અહીં મેળો ભરાય છે. બનાસકાંઠા જીલ્લાનું આ અજ્ઞાત તીર્થ અત્યંત દર્શનીય છે. પ્રાચીન ગ્રંથોમાં આ તીર્થઅંગેની વિશેષ માહિતી ઉપલબ્ધ થતી નથી.
સંપર્ક :- શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, મુ.પો. ધોતા - સકલાણા, જી. બનાસકાંઠા. ગુજરાત.
શ્રી ડોહલાજી પાર્શ્વનાથ
૭૭
Page #102
--------------------------------------------------------------------------
________________
noen gafa fle
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં બિરાજમાન શ્રી ડોસલા પાર્શ્વનાથ
વિશ્વમાં શ્રી શંખેશ્વર તીર્થ અત્યંત પ્રસિધ્ધ છે. આ સ્થળ અત્યંત પવિત્ર અને મનોરમ્ય છે. અહીં શ્રી શંખેવર પાર્શ્વનાથ પ્રભુની યુગો જુની પ્રતિમાજી બિરાજમાન છે. આથી આ તીર્થનો મહિમા દિન-પ્રતિદિન વધારે થતો જાય છે. શંખેશ્વરમાં દ૨૨ોજ હજારો યાત્રિકોની અવ૨-જવર રહે છે. અને અનેરી શ્રધ્ધા અને ભક્તિથી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ દાદાની ભક્તિ કરે છે.
શ્રી શંખેશ્વર પાર્શ્વ પ્રભુની પ્રતિમાજી એટલી તેજ ધરાવતી છે કે જોનારના હૈયામાં ભક્તિના ભાવ જાગૃત થયા વિના રહી શકતા નથી. શંખેશ્વરમાં બીજું મનોરમ્ય અને જાગૃત તીર્થ એટલે શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ વિહાર મહાપ્રસાદ છે. અહીંના ભવ્ય જિનાલયમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી બિરાજમાન છે. શંખેશ્વરની યાત્રાએ આવનારને શ્રી ૧૦૮ પાર્શ્વ પ્રભુના તીર્થોના દર્શનનો અનેરો લ્હાવો મળે છે એટલું જ નહિ ભક્તિ, સેવા-પૂજા કરવાનો પણ દિવ્ય લાભ મળે છે.
આ તીર્થના પ્રેરક પ.પૂ. પ્રશાંતમૂર્તિ, તપાગચ્છસૂર્ય, ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય પ્રેમસૂરિશ્વરજી મહારાજા તથા આ.ભ.પૂ. શ્રીમદ્ વિજય સુબોધસૂરિશ્વરજી મહારાજા છે. આ ભવ્ય જિનાલયની અંજન શલાકા તથા પ્રતિષ્ઠા વિક્રમ સંવત ૨૦૪૫ ના મહાસુદ પાંચમના દિવસે અનેરા ધર્મોલ્લાસ સાથે થઈ હતી.
આ ભવ્ય જિનાલયમાં શ્રી ભક્તિ પાર્શ્વનાથ પ્રભુ મૂળનાયક રૂપે બિરાજમાન છે. લગભગ ૫૦ વિઘા જમીન પ૨ ૮૪૦૦૦ ચોરસ ફૂટના ઘેરામાં પથરાયેલું આ તીર્થ પદ્મ સરોવર જેવું દીપે છે.
७८
શ્રી ડોહલાજી પાર્શ્વનાથ
Page #103
--------------------------------------------------------------------------
________________
જ આ દિવ્યતાથી શોભતા જિનાલયમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુની નયનરમ્ય અને મનોહર ૧૦૮ પ્રતિમાજીઓ સહિત અન્ય પ્રતિમાજીઓ બિરાજમાન છે.
આ જિનાલય ૧૧૬ દેવકુલિકાઓના ૧૦૮ શિખરોથી અને આઠ સામરણોથી સુશોભિત છે. બે ઉપમંદિરોથી શોભતું મુખ્યત્વે મકરાણા આરસનું શ્રી ભક્તિ પાર્શ્વનાથ પ્રભુનું મુખ્ય મંદિર છે.
અહીં કલાત્મક ગર્ભદ્વાર, બબ્બે ચોકી મંડપ અને ઊંચા શિખરો ધરાવતાં ત્રણ દિશાના ત્રણ મહાઘર પ્રાસાદ આવેલા છે. અહીં નાનામાં નાનું શિખર ૩૭ ફૂટ ઊંચું અને સૌથી ઊંચુ શિખર ૭૨ ફૂટની ઊંચાઈ ધરાવે છે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારના ભવ્ય અને કલાત્મક જિનાલયની ફરતી ભમતીમાં પચાસમી દેરીમાં શ્રી ડોહલાજી પાર્શ્વનાથ પ્રભુ બિરાજમાન છે.
શ્રી ડોહલાજી પાર્શ્વનાથ પ્રભુના દર્શન કરવાથી અંતરમાં શ્રધ્ધાની સરગમ વાગવા લાગે છે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ વિહાર જિનાલયની ભમતીમાં પચાસમી દેવકુલિકામાં બિરાજમાન શ્રી ડોહલાજી પાર્શ્વનાથ પ્રભુજીની પ્રતિમા શ્વેત પાષાણના છે. શ્રી ડોહલાજી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી પદ્માસનસ્થ છે તેમજ આ પ્રતિમાજીની ઊંચાઈ ૩૧ ઈંચની છે.
આ પ્રતિમાજી અત્યંત મનોહર અને નયનરમ્ય છે. પ્રતિમાજીના દર્શન કરતાં જ અંતરમાં ભક્તિના સૂર ગુંજયા વગર રહેતા નથી.
|
શ્રી પાર્શ્વનાથ સ્તવન
ૐ નમો પાર્થ પ્રભુ પંકજે, વિશ્વ ચિંતામણિ રત્ન રે ૐ હૂ ધરણેન્દ્ર પદ્માવતી, વેરૂટ્યા કરો મુજ યત્ન રે ....૧ અબ મોહે શાંતિ તુષ્ટિ મહાપુષ્ટિ, ધૃતિ કીર્તિકાંતિ વિદ્યાયિરે, ૐ હૂ અક્ષર શબ્દથી, આધિ, વ્યાધિ સવિ જાય રે.....૨
શ્રી ડોહલાજી પાર્શ્વનાથ
૯૯
Page #104
--------------------------------------------------------------------------
________________
ૐ અસિઆ ઉસાય નમોનમઃ તું હી ત્રૈલોક્યનો નાથ રે, ચોસઠ ઈન્દ્રો ટોળે મળી, સેવે જોડી પ્રભુને હાથ રે............૩ ૐ હ્રીં શ્રીં પાર્શ્વ પ્રભુજી, મૂળના મંત્રનું એ બીજ રે, પાર્શ્વથી સવિ દુરિત ટળે, આય મિલે સવિ ચીજ રે ......૪ ૐ અજિતા વિજ્યા તથા, અપરા વિજયા જ્યા જ્યા દેવીરે, દશ દિશીપાલ ગ્રહી યક્ષએ, વિદ્યા દેવી પ્રસન્ના હોય સેવી રે....૫ ગોડી પ્રભુ પાસ ચિંતામણી, સ્થંભણો અહે છત્તો દેવ રે, જગવલ્લભ જગમાં તું જાગતો, અંતરિક્ષ વરકાણો કરું સેવરે....૬ શ્રી શંખેશ્વર પુર મંડણો પાર્શ્વજિન પ્રણત તરુ કલ્ચરે, વારજો દુષ્ટના વૃંદને, સુજસ સૌભાગ્ય સુખ કલ્પરે
હે આત્મન, શાંતિ સમાન તપ નથી, સંતોષ સમાન સુખ નથી, તૃષ્ણા સમાન વ્યાધિ નથી અને દયા સમાન ધર્મ નથી, શાસ્ત્રો અનંત છે વિદ્યા બહુ પ્રકારની છે. પણ આયુષ્ય થોડું છે માટે બધું જ મેળવી લેવાની ઘેલછા છોડી દે. હંસ જેમ જળમાંથી દૂધ ગ્રહણ કરી લે છે તેમ સારરૂપ ગ્રહણ કરીલે અર્થાત પાર્શ્વ ભક્તિ સર્વ સારરૂપ છે.
(૦ પૂ. યશોવિજયજી મહોપાધ્યાય રચિત)
મહિમા અપરંપાર
એ દિવસ મનોજભાઈને ખૂબ જ યાદ રહી ગયો છે. એ દિવસનું ક્યારેક સ્મરણ થઈ જાય તો તેમનું મન ઉદ્વેગ પામી ઉઠે છે.
વાત જાણે એમ બની હતી કે મનોજભાઈને એક પુત્ર હતો તેનું નામ મીહિર. મનોજભાઈ પોતાની પત્ની રેખા અને પુત્ર મીહિરને લઈને ગાંધીનગર ફરવા ગયા હતા ત્યારે ગાંધીનગરના સરસ મજાના બગીચામાં ગયા હતા.
८०
શ્રી ડોહલાજી પાર્શ્વનાથ
Page #105
--------------------------------------------------------------------------
________________
| મનોજભાઈ અને રેખા વાતો કરી રહ્યાં હતા ત્યારે પાંચ વર્ષનો મીહિર રમતાં રમતાં આગળ નીકળી ગયો પછી તે કંઈ તરફ ગયો તેની મનોજ કે રેખાને ખબર ન રહી.
મનોજ અને રેખાનું ચિત્ત ગભરાઈ ગયું. બન્ને ખૂબ ચિંતામાં પડી ગયા. બન્ને હાંફળા ફાંફળા બની ગયા પોતાના સંતાનની તપાસ અહીં કરે, બીજે કરે પણ મીહિરનો પત્તો ન લાગ્યો.
દોઢ કલાક થઈ પણ મીહિર ક્યાં ગાયબ થઈ ગયો તેની ખબર જ ન પડી. મનોજ - રેખા બધાને પૂછતાં હતા કે પાંચ વર્ષના બાળકને જોયું છે? ત્યાં ઊભેલા રેંકડીવાળાઓને પણ પૂછયું પણ કોઈને કશી ખબર ન હતી.
રેખાની આંખોતો રડી રડીને સુઝી ગઈ. અને બોલતી હતી: “મારા મીહિરને કોઈ લાવી દો...મારો મીહિર ક્યાં હશે ?'
ત્યાં મનોજભાઈને શંખેશ્વર તીર્થનું સ્મરણ થઈ આવ્યું. તેમના માનસપટ શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ વિહાર મહાપ્રાસાદ છવાઈ ગયું તેમાંય શ્રી ડોહલાજી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી દેખાયા. તેમણે મનોમન પ્રાર્થના કરી છે ડોહલાજી પાર્શ્વનાથ પ્રભુ, મારો પુત્ર મળી જશે તો હું તરત જ આપના દર્શનાર્થે લઈ આવીશે..... | મનોજ હજુ પ્રાર્થના કરે છે ત્યાંજ સામેથી એક ભાઈ મીહિરને તેડીને આવતા હતા.. | મનોજે તે ભાઈને રોક્યા અને કહ્યું : “ભાઈ, આ તો મારો પુત્ર મીહિર છે અમે બે કલાકથી તેને શોધવા આકાશ પાતાળ એક કર્યા છે. મારી પત્નીના આંખો રડી રડીને સુઝી ગઈ છે. તમને મારું બાળક ક્યાંથી મળ્યું?”
‘ભાઈ, હવે તમે શાંતિ રાખો....' તે રાહગીરે કહ્યું. | મીહિર તરત જ તેની મમ્મી પાસે ગયો અને ગળે વળગી પડ્યો. “મારા દીકરા, તું ક્યાં ચાલ્યો ગયો હતો...!' રેખાએ તેના વ્હાલા પુત્રને ખૂબજ વ્હાલ
કર્યું.
પેલા ભાઈએ મનોજને કહ્યું: ‘તમારો પુત્ર સામેના ભાગમાં એક જગ્યાએ
શ્રી ડોહલાજી પાર્શ્વનાથ
૮૧
Page #106
--------------------------------------------------------------------------
________________
બેસીને રડતો હતો. મને નવાઈ લાગી હું તેની પાસે ગયો. તે પપ્પા-મમ્મી બોલતો હતો....હજુ થોડીવાર પહેલાં જ તેને લઈને હું બહાર નીકળ્યો ત્યાં તમને જોયા. હું તો પોલીસમાં આ બાળકની સોંપણી કરવા જતો હતો. પણ એક વાત કરવાનું મન થાય છે કે તમે બન્ને વાતોમાં એટલા વ્યસ્ત ન બનો કે જેથી તમારું સંતાન ક્ય જાય છે ? શું કરે છે? તેની ભાળ ન રાખવી. આ તમારી બેદરકારી છે. હવેથી ધ્યાન રાખજો...' તેમ કહીને તે માણસ ચાલ્યો ગયો. i બીજે જ દિવસે મનોજ, રેખા અને મીહિર શંખેશ્વર આવ્યા ત્યાં ધર્મશાળામાં ઉતર્યા : પ્રથમ સૌએ શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર જિનાલયમાં મૂળનાયક અને ભમતીમાં બિરાજમાન શ્રી પાર્શ્વ પ્રભુના દર્શન કર્યા. બીજે દિવસે બધેય પૂજા કરી, તેમાં શ્રી ડોહલાજી પાર્શ્વનાથ પ્રભુની અનન્ય શ્રધ્ધા સાથે સેવા-પૂજા કરી.
ત્યારબાદ શ્રી શંખેસ્વર પાર્શ્વનાથ પ્રભુની પણ પૂજા કરી. સેવાપૂજા કરીને તેઓ ધર્મશાળામાં આવ્યા અને બપોર પછી બસ મળતાં તેઓ મૂળ સ્થાને પાછા આવ્યા. | શ્રી ડોહલાજી પાર્શ્વનાથ પ્રભુની ભક્તિ ભાવિકના મનોરથો પૂર્ણ કરે છે.
મંત્ર આરાધના
- ૐ હ્રીં શ્રીં ડોહલાજી પાર્શ્વનાથાય નમઃ |
ૐ શ્રીં હ્રીં શ્રીં ડોહલાજી પાર્શ્વનાથાય નમઃ | (૩) ૐ હ્રીં શ્રીં શ્રીં શ્રીં ડોહલાજી પાર્શ્વનાથાય નમઃ |
ઉપરોક્ત ત્રણ મંત્રોમાંથી કોઈપણ એક મંત્રના દરરોજ સવારે વહેલા ઉઠીને નિશ્ચિત સ્થાને અને સમય પર બેસીને કરવા. રોજ એક માળાતો અવશ્ય કરવી. માળા-જાપ કરતી વખતે ચિત્ત શુધ્ધ રાખવું, મન શાંત રાખવું જરૂરી છે. મંત્ર જાપ વખતે અખંડ ધૂપ-દીપ અને છબી હોવી જરૂરી છે. આ મંત્ર આરાધનાથી સર્વ મનોરથો પૂર્ણ થાય છે.
સંપર્કઃ શ્રી ડોહલાજી પાર્શ્વનાથ શ્વે.મૂ. જૈન સંઘ મુ.પો. ધોતા. (સકલાણાં તીર્થ) તા. મેમદપુર, જિ. પાલનપુર ફોન : (૦૨૭૪૨) ૨૬૨૭૩૧
શ્રી ડોહલાજી પાર્શ્વનાથ ૮૨
Page #107
--------------------------------------------------------------------------
________________
શ્રી ચમત્કારી પાર્શ્વનાથ મધ્યપ્રદેશમાં અનેક પ્રાચીન જિનાલયો આવેલા છે. જેમાં ખાસ કરીને શ્રી ગ્વાલીયર તીર્થ, જ્યાં લગભગ ૧૫૦૦ જેટલી જૈન પ્રતિમાજીઓ અહીંના તીર્થસ્થાનોમાં પ્રતિષ્ઠિત છે. એક વાવમાં શ્રી સુપાર્શ્વનાથ પ્રભુની ૩૪ ફૂટ ઊંચી અને ૩૦ ફૂટ પહોળી પ્રતિમાજી પ્રતિષ્ઠિત છે.
- ખજૂરાહો ગામથી લગભગ ૧ કિલોમીટરના અંતરે ખૂડર નદીના કિનારે નવમી અને બારસી સદી વચ્ચે ચંદેલ રાજાઓ દ્વારા અહીં જૈન મંદિરોનું નિર્માણ થયેલું, અહીં ધર્મ, અર્થ, કામ અને મોક્ષનું શિષ્યમાં આલેખાયેલી આ ચાર વિભાવનાઓનું મોહક દર્શન છે. પ્રાચીન સુંદર કલાના દર્શન થાય છે. આ તીર્થ પન્નાથી ૪૩ કિ.મી. અને છત્તરપુરથી ૪૬ કિ.મી. ના અંતરે આવેલું છે.. | મધ્યપ્રદેશનું શ્રી કુંડલપુરતીર્થ દર્શનીય છે. આ તીર્થમાં શ્રી મહાવીર સ્વામી મૂળનાયકરૂપે બિરાજમાન છે. આ વિશાળ પ્રતિમાજી કુંડલાકાર પર્વત ઉપર આવેલા કોટમાં ૪૬ મંદિરોના સમૂહમાં આવેલ છે અહીં બીજા ૧૬ મંદિરો તળેટીમાં છે. હટ્ટાથી ૧૬ કિ.મી. અને હમોહથી ૩૫ કિ.મી. ના અંતરે આ તીર્થસ્થાન આવેલુ છે. આ પ્રતિમાજી બડેબાબા તરીકે પ્રખ્યાત છે. આ તીર્થ ઘણું પ્રાચીન છે. - હરવાલપુરથી ૯૬ કિ.મી.ના અંતરે અને સાગરથી ૧૦૩ કિ.મી. ના અંતરે શ્રી દ્રોણગિરિ તીર્થ આવેલું છે. આ એક નાની પહાડી પરનું પ્રાચીન તીર્થ છે. યુધ્ધમાં ઘાયલ થયેલા લક્ષ્મણ માટે હનુમાનજી આ પહાડ ઉપરથી સંજીવની લઈ ગયા હોવાનું મનાય છે. આ પહાડ સુગંધી વનસ્પતિઓ અને જડીબુટ્ટીઓથી ભરપુર છે. નજીકનું ગામ બડા મલહરા છે. જે છત્તરપુર - સાગર રોડ પર આવેલ છે. આ તીર્થમાં મૂળનાયક રૂપે શ્રી આદિશ્વર પ્રભુ બિરાજમાન છે.
- સાગરથી પ૬ કિ.મી. ના અંતરે, શાહગઢથી ૧૩ કિ.મી. અને વકસવાથી ૨૪ કિ.મી. ના અંતરે શ્રી શેષન્દીગિરિ તીર્થ આવેલું છે. એક સાધારણ ઊંચા પહાડ ઉપર૩૫ મંદિરોનો સમૂહ અત્યંત રમણીય છે. અહીં એક જલમંદિર છે. તળેટીમાં બીજા પંદર મંદિરો છે. નદીના વહેણ વચ્ચે એક પાષાણશિલા છે, જેના ઉપર અનેક મુનિઓ તપશ્ચર્યા કરી મુક્તિ પામેલ છે. આ શિલાને સિધ્ધ શિલા
શ્રી ચમારી પાર્શ્વનાથ
Page #108
--------------------------------------------------------------------------
________________
પણ કહેવાય છે. અહીં મૂળનાયક રૂપે શ્રી પાર્શ્વનાથ પ્રભુ બિરાજમાન છે.
| મધ્ય પ્રદેશમાં શ્રી આહારજી તીર્થ, શ્રી પપોરાજી તીર્થ, શ્રી સોનગિરિ તીર્થ, શ્રી ભુવનજી તીર્થ, શ્રી મક્ષી તીર્થ, શ્રી અવન્તી પાર્શ્વનાથ તીર્થ, શ્રી અલૌકિક પાર્શ્વનાથ તીર્થ, શ્રી બદનાવર તીર્થ, શ્રી ઉન્હેલ તીર્થ, શ્રી બિમ્બદોડ તીર્થ, શ્રી ભોપાવર તીર્થ, શ્રી પરાસલી તીર્થ, શ્રી મોહનખેડા તીર્થ, શ્રી સિધ્ધવરકુટજી તીર્થ, શ્રી માંડવગઢ તીર્થ, શ્રી બાવનગજાજી તીર્થ, શ્રી લક્ષ્મણી તીર્થ, શ્રી તાલનપુર તીર્થ સહિત ના અન્ય તીર્થો આવેલા છે.
ઈંદોરથી ૮૮ કિ.મી. અને ધારથી ૩૫ કિ.મી. ના અંતરે શ્રી અમીઝરા તીર્થ આવેલું છે. લગભગ ૫૦૦ વર્ષ જૂના આ તીર્થસ્થાનમાં આ પ્રતિમાજી માંથી ઘણા સમય સુધી અમીધારા થતી રહેલી છે. ગામનું પ્રાચીન નામ કુંદનપુર હતું હાલમાં અમીઝરા નામ છે. અહીં મૂળનાયક રૂપે શ્રી અમીઝરા પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી બિરાજમાન છે.
મધ્ય પ્રદેશના ધાર જીલ્લામાં બદનાવરની બાજુમાં શ્રી વર્ધમાનપુર ગામની નજીક શ્રી ચમત્કારી પાર્શ્વનાથ પ્રભુનું પ્રાચીન તીર્થ આવેલું છે. આ તીર્થમાં શ્રી ચમત્કારી પાર્શ્વનાથ પ્રભુની પાસનસ્થ પ્રતિમાજી છે આ પ્રતિમાજી ૨૭ ઈંચ ઊંચી છે. આ તીર્થમાં મોટી સંખ્યામાં યાત્રિકોની અવર-જવર રહે છે. યાત્રિકોને ચમત્કારના અનુભવ થતાં હોય આ તીર્થની પ્રસિધ્ધિ શ્રી ચમત્કારી પાર્શ્વનાથ તરીકે થઈ છે. કોઈપણ યાત્રિક આ તીર્થના દર્શનાર્થે જાય છે તેને કંઈક ને કંઈક ચમત્કારનો અનુભવ થાય છે.
શ્રી પાર્શ્વનાથ સ્તવન
પથ્થરને પારસ કરનારા, કથીરને કાંચન કરનારા
પ્યારા પારસનાથ
શ્રી ચમત્કરી પાર્શ્વનાથ
.
Page #109
--------------------------------------------------------------------------
________________
જીવનની જયોતિ ધરનારા, અંતરનું તિમિર હરનારા
પ્યારા પારસનાથ ....૧ પથ્થર જેવો પામર પ્રાણી, નહિ ઘડતર કે ઘાટ અંધારે અંધારે ભટકું, ના મળતી કોઈવાટ ઘટઘટના જીવન ઘડનારા, આંતર શત્રુને હણનારા
| પ્યારા પારસનાથ ....૨ ભડભડતી ઓલ્યા જોગીની આગમાં,
નાગને બળતો દીઠો તરફડતા સર્પને મૃત્યુ ટાણે,
મંત્ર સુણાવ્યો મીઠો ઝેર હળાહળ જીરવનારા, નયનોથી અમૃત વરસાવનારા
પ્યારા પારસનાથ ....૩ હું છું અનાથ, મારે થાવું મનાથ
મને દેજો રે સાથ,
ઓ ત્રિભુવન નાથ ભવ અટવીમાં ભૂલો પડ્યો છું
ઝાલજો મારો હાથ ભૂલ્યાને મારગ દેખાડનારા, ડૂબેલાને ઉગારનારા
પ્યારા પારસનાથ ....૪
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં બિરાજમાન શ્રી ચમત્કારી પાર્શ્વનાથ
પરમ પાવન શ્રી શંખેશ્વર તીર્થનો મહિમા યુગો-યુગોથી ગવાતો રહ્યો છે શંખેશ્વરમાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની દિવ્ય અને તેજોમય પ્રતિમાજી યુગો
શ્રી ચમારી પાર્શ્વનાથ
Page #110
--------------------------------------------------------------------------
________________
જૂની છે. શ્રી શંખેશ્વર પાર્શ્વ પ્રભુની પ્રતિમાજીનો ઈતિહાસ અત્યંત રોચક છે. આ પ્રતિમાજી દેવી-દેવતાઓએ પૂજી છે. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુના દર્શનથી જીવનની તમામ ઉપાધિઓ નષ્ટ થાય છે.
શંખેશ્વરમાં બીજું મહાપ્રભાવક તીર્થ એટલે શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ. આ સંકુલમાં ધર્મશાળાઓ, ભોજનશાળા ઉપાશ્રય, આરાધના ભવન, જ્ઞાનમંદિર, ગુરૂકુળ વગેરે આવેલા છે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદના પ્રેરક તપાગચ્છ સૂર્ય, પ્રશાંતમૂર્તિ, ગચ્છાધિપતિ પ.પૂ.આ.ભ. શ્રીમદ્ વિજય પ્રેમસૂરિશ્વરજી મહારાજા તથા આ.ભ.સ્વ. શ્રી સુબોધ સૂરિસ્વરજી મહારાજા છે. તેમના વરદ હસ્તે સંવત ૨૦૪૫ની સાલમાં અંજનશલાકા અને પ્રતિષ્ઠા મહોત્સવ થયો હતો ત્યારે વિશાળ સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. ભારતભરમાં સૌથી વધુ વિશાળ ક્ષેત્રફળ (૮૪000 ચોરસફૂટ) ધરાવતું મહા જિનપ્રાસાદ છે. અહીં શ્રી ૧૦૮ પાર્શ્વ પ્રભુ તીર્થો ના પ્રતિમાજી બિરાજમાન છે. જેથી યાત્રાળુઓને એકી સાથે ૧૦૮ પાર્શ્વ તીર્થના દર્શનનો અનન્ય લાભ મળે છે. મકરાણાના શ્વેત આરસમાંથી બનેલું બન્ને બાજુ બે વિશાળ મંદિરોથી જોડાયેલું મધ્યનું ભવ્ય મુખ્ય મંદિર અત્યંત દર્શનીય છે. ભારતમાં મળતાં પત્થરોમાં વિશિષ્ઠ બાંસી પહાડપુરના આછા ગુલાબી પથ્થરમાં નયનરમ્ય ઘાટોના આલેખનથી સભર દેવકુલિકાઓ છે. તેમજ ભવ્ય પ્રવેશ દ્વારા બનાવાયું છે.
આવા ભવ્ય, કલા અને કારીગરીથી સમૃધ્ધ શ્રી ૧૦૮ પાર્શ્વનાથ જિનાલયની ફરતી ભમતીમાં એકાવનમી દેરી શ્રી ચમત્કારી પાર્શ્વનાથ પ્રભુની છે. જિનાલયની ફરતી ભમતીમાં એકાવનમી દેવકુલિકામાં બિરાજમાન શ્રી ચમત્કારી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી પદ્માસનસ્થ છે. આ પ્રતિમાજી સપ્તફણાથી અલંકૃત છે અને પરિકરથી પરિવૃત્ત છે. આ પ્રતિમાજીની ઊંચાઈ ૩૧ ઈંચની છે.
શ્રી ચમત્કારી પાર્શ્વનાથ પ્રભુના દર્શન માત્રથી અંતરમાં ભક્તિના ગાન ગુંજવા લાગે છે. આ પાર્થ પ્રભુના જેવા નામ છે તેવા ગુણ તેમાં સમાયેલા છે. અનેક શ્રધ્ધાળુઓને શ્રી ચમત્કારી પાર્શ્વનાથ પ્રભુની સેવા પૂજા કરવાથી લાભ છે
શ્રી ચમારી પાર્શ્વનાથ
Page #111
--------------------------------------------------------------------------
________________
થયા છે. શ્રી પાર્શ્વ પ્રભુનો મહિમા અનેરો છે.
મહિમા અપરંપાર
વાંકાનેરમાં હરખચંદભાઈ કોઠારીનો પરિવાર ધર્મ આરાધનામાં આસ્થા ધરાવનારો હતો. તેઓ ઘણીવાર શંખેશ્વર જતા હતા અને શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ વિહારમાં ઉતરતા અને સેવા પૂજા કરતાં તેઓને શ્રી ચમત્કારી પાર્શ્વનાથ પ્રભુ પ્રત્યે અનન્ય શ્રધ્ધા અને ભક્તિભાવ હતો.
એકવા૨ હરખચંદભાઈનો પુત્ર દિનેશ તેના મિત્ર સાથે મોટર બાઈક લઈને મોરબી ગયો. વાંકાનેરથી મોરબીનો રસ્તો લાંબો નહોતો બાઈક પર માત્ર પોણો કલાકમાં પહોંચી જવાય.
હરખચંદભાઈની પત્ની વીણાબેને દિનેશને કહ્યું હતું પણ ખરૂં કે તું બાઈક લઈને જવાનું રહેવા દે... હાઈવે પર જવું જોખમકારક છે...પણ આજના જુવાનિયા માને ખરા..?
દિનેશ અને તેનો મિત્ર પરેશ બાઈક લઈને મોરબી પહોંચી તો ગયા અને જે કામ માટે ગયા હતા તે કામ પણ પતાવ્યું. બન્ને મિત્રો સાંજે પાંચ વાગે મોરબીથી નીકળી ગયા. અધવચ્ચે આવ્યા હશે ત્યાં એક પુરપાટ ઝડપે આવતાં ટ્રક સાથે તેઓનું બાઈક પટકાયું. બન્ને મિત્રો ઊડીને એક તરફ પડ્યા. બન્નેને ગંભીર ઈજા થઈ. ટ્રકચાલક ટ્રક મૂકીને ભાગી ગયો.
સદ્નસીબે એક એમ્બ્યુલન્સ ત્યાંથી પસાર થતી હતી. એમ્બ્યુલન્સ ત્યાં ઊભી રહી અને ગંભીર રીતે ઘવાયેલા અને બેભાન બનેલા બન્ને મિત્રોને એમ્બ્યુલન્સમાં ઊંચકીને સુવડાવી દીધા એમ્બ્યુલન્સ સીધી વાંકાનેરની હોસ્પીટલમાં આવી. પોલીસ સ્ટેશનમાં સમાચાર આપી દેવામાં આવ્યા હતા.
હોસ્પીટલમાં તત્કાળ ઉપચાર કરવામાં આવ્યા. તેમાં દિનેશ ભાનમાં આવી ગયો અને પોલીસને તેના ઘરનો ટેલીફોન નંબર આપ્યો. પોલીસે દિનેશના ઘેર
શ્રી ચમારી પાર્શ્વનાથ
८७
Page #112
--------------------------------------------------------------------------
________________
જાણ કરી. ઘરના બધા હોસ્પીટલે દોડી આવ્યા. વીણાબેન તો ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા.
હોસ્પીટલના ઈન્ચાર્જ ડોક્ટરે કહ્યું : ‘બન્ને મિત્રો બચી ગયા છે પરંતુ ભયમુક્ત નથી. હજુ અડતાલીસ કલાક સુધી સાવચેતી રાખવી પડશે.’ ‘ડોક્ટર સાહેબ, બન્નેને કશું થશે નહિ તેની અમને ખાત્રી છે.’ વીણાબેન
બોલ્યા.
‘એ કેવી રીતે ?’
‘ડોક્ટર, ખાત્રી પાછળ શ્રધ્ધાનો સૂર છે. શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ આવેલ છે. આ જિનાલયની ભમતીમાં શ્રી ચમત્કારી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી બિરાજમાન છે. અમને અગાઉ પણ ચમત્કારી પરિણામો મળ્યા છે. એટલે પ્રભુ પ્રત્યેની શ્રધ્ધાના કારણે આમ કહી શકું છું...’ વીણાબેન બોલ્યા.
ડોક્ટર કહે : ‘તમારી વાતમાં સત્ય અને શ્રધ્ધાનો રણકો છે એનું કારણ એ છે કે જ્યારે બન્ને મિત્રોને હોસ્પીટલમાં લવાયા ત્યારે અતિ ગંભીર હાલત હતી. અમારી ડોક્ટરોની પેનલોએ આ બન્ને મિત્રો બચી જશે તેવી આશા જ છોડી દીધી હતી પરંતુ પછી એકાએક બન્નેની તબીયતમાં અણાર્યો સુધારો થવા લાગ્યો. અમારા માટે પણ આ એક ચમત્કારીક ઘટના બની છે. જ્યાં વિજ્ઞાન પુરૂં થાય છે ત્યાંથી આધ્યાત્મિક અર્થાત ધર્મ શરૂ થાય છે...’
વીણાબેન બોલ્યા : ‘આ બન્નેના સમાચાર જેવા અમને મળ્યા કે મેં શ્રી ચમત્કારી પાર્શ્વનાથ પ્રભુની માળા કરવા માંડી હતી અને હોસ્પીટલમાં આવ્યા પછી પણ મનોમન જાપ ચાલુ રાખ્યા હતા જેનું પરિણામ શુભ જ આવે..તેવો વિશ્વાસ હતો..’
અને આઠ દિવસ બાદ બન્ને મિત્રો ઘેર આવી શક્યા. ટ્રકચાલક રોંગ સાઈડમાં હતો. ટ્રકચાલકની ધરપકડ કરવામાં આવી.
આ તરફ પંદર દિવસ પછી દિનેશ અને પરેશને લઈને સૌ શંખેશ્વર આવ્યા. શંખેશ્વરમાં બે દિવસ રોકાઈને શ્રી ચમત્કારી પાર્શ્વનાથ પ્રભુની અનન્ય ભક્તિથી
८८
શ્રી ચમારી પાર્શ્વનાથ
Page #113
--------------------------------------------------------------------------
________________
સેવાપૂજા કરી હરખચંદભાઈના પરિવારે શ્રી ૧૦૮ પાર્શ્વનાથ જિનાલયમાં બિરાજમાન સર્વપ્રતિમાજીઓની સેવાપૂજા ઉપરાંત શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની પણ સેવા-પૂજા અને ભક્તિ કરી.
બે દિવસ રોકાઈને હરખચંદભાઈ કોઠારીનો પરિવાર શંખેશ્વરથી વાંકાનેર પરત ફર્યો. દિનેશના મિત્ર પરેશને પણ શ્રી ચમત્કારી પાર્શ્વનાથ પ્રભુ પ્રત્યે શ્રધ્ધા બેસી ગઈ. પરેશ લોહાણા જ્ઞાતિનો હતો. દિનેશે તેને નવકાર મંત્ર શીખવાડયો હતો. આથી તે નિયમિત નવકારનું રટણ કરતો હતો.
મંત્ર આરાધના
ૐ હ્રીં શ્રીં ચમત્કારી પાર્શ્વનાથાય નમઃ |
ૐ હ્રીં હ્રીં શ્રીં ચમત્કારી પાર્શ્વનાથાય નમઃ | (૩) ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં ચમત્કારી પાર્શ્વનાથાય નમઃ |
ઉપરોક્ત ત્રણ મંત્રોમાંથી કોઈપણ એક મંત્રની આરાધના નિત્ય વહેલી સવારે નિશ્ચિત સમયે અને એકજ આસન પર બેસીને કરવી. જાપ દરમ્યાન ધૂપ અને દીપ અખંડ રાખવા. શુધ્ધ વસ્ત્રો ધારણ કરવા. મુખ પૂર્વ દિશા તરફ રાખવું. શ્રી ચમત્કારી પાર્શ્વનાથ પ્રભુની આરાધના કરવાથી વિપ્નોમાં બચાવ થાય છે તેમજ જીવનમાં મંગલ થાય છે.
સંપર્કઃ શ્રી ચમારી પાર્શ્વનાથ જૈન તીર્થ
શ્રી શ્વેતામ્બર મૂ. પૂ. જૈન પેઢી મુ.પો. બદનાવર (વર્ધમાનપુર) - ૪૪પ૬૬૭.
જિ. ધાર. (મ.પ્ર.) ફોન : (૦૭૨૯૫) ૩૩૮૧૪, ૩૩૭૩૬ પી.પી.
શ્રી ચમત્કારી પાર્શ્વનાથ
૮૯
Page #114
--------------------------------------------------------------------------
________________
શ્રી શેરીસાજી પાર્શ્વનાથ
અમદાવાદ - મહેસાણા રોડ પર કલોલથી આઠ કિલોમીટર દૂર શેરીસા ગામમાં શ્રી શેરીસાજી પાર્શ્વનાથ પ્રભુનું મુખ્ય તીર્થ આવેલું છે. આ પ્રાચીન તીર્થ અમદાવાદથી નજીક છે. અહીં ધર્મશાળા, ભોજનશાળાની ઉત્તમ સગવડ છે. વામજ, પાનસર, ભોંયણી વગેરે તીર્થસ્થળો અહીંથી નજીકમાં છે.
શ્રી શેરીસા પાર્શ્વનાથ પ્રભુજીની પ્રતિમાજી જીરાવલા તીર્થની ભમતીમાં પ્રતિષ્ઠિત છે. સુરેન્દ્રનગરના જિનાલયમાં શ્રી શેરીસા પાર્શ્વનાથ પ્રુભુ બિરાજમાન છે. તેમજ શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ – જિનાલયની ભમતીમાં બાવનમી દેવકુલિકામાં શ્રી શેરીસા પાર્શ્વનાથ પ્રભુ બિરાજે છે.
શેરીસા ગામમાં શિખરબંધી જિનાલયમાં શ્રી શેરીસા પાર્શ્વનાથજીની શ્યામ વર્ણની પ્રતિમાજી બિરાજમાન છે. પદ્માસનસ્થ અને સમ્રફણાથી અલંકૃત આ પ્રતિમાજીની ઊંચાઈ ૧૬૫ સે.મી. ની છે.
રાજ રાજેશ્વર મહારાજા કુમારપાળના સમયમાં કલિકાળ સર્વજ્ઞ મહાપુરુષ જૈનાચાર્ય શ્રી હેમચંદ્રસૂરિશ્વરજી મહારાજના સહાધ્યાયી આ.શ્રી દેવેન્દ્રસૂરિશ્વરજી મહારાજ એકવાર શેરીસા આવ્યા હતા. તેઓ આ ભૂમિનું સૌંદર્ય અને પવિત્રતાથી અતિ પ્રસન્નતા અનુભવવા લાગ્યા. તેઓ ધ્યાનમાં સ્થિર થતાં તેમના દિવ્યતા ધરાવતાં જ્ઞાનમાં આ સ્થાનની અંદર છૂપાયેલી એક વિશાળ પાટ જોવા મળી. પાષાણની આ પાટમાંથી એ સુમનોહર જિનબિંબનું નિર્માણ થાય તો અનેક જીવોનું
આત્મ કલ્યાણ થાય.
આચાર્ય ભગવંત શ્રી દેવેન્દ્રસૂરીશ્વરજી મહારાજે ધ્યાન સાધનામાં વિરાટ પાટ જોયા પછી જિનબિંબની રચના તેમાંથી થાય તેવી ઈચ્છા ઉત્પન્ન થઈ. ત્યાર પછી તેઓએ પોતાની ઉત્કૃષ્ટ મનોકામના સિધ્ધ કરવા શ્રી પદ્માવતી દેવીની આરાધના અઠ્ઠમ તપસાથે કરી. શ્રી પદ્માવતી દેવી સાક્ષાત થઈને આચાર્ય ભગવંતને માર્ગદર્શન આપ્યું. દેવીના કથન અનુસાર આચાર્ય ભગવંત શ્રી દેવેન્દ્રસૂરિજી મહારાજે સોપારક નગરથી એક અંધ શિલ્પીને બોલાવ્યો.
અંધ શિલ્પીએ અઠ્ઠમ તપ કર્યા પછી પાષાણની વિરાટ પાટ પર શિલ્પકામ
શ્રી શેરીસાજી પાર્શ્વનાથ
૯૦
Page #115
--------------------------------------------------------------------------
________________
CHE
શરૂ કર્યુ.
અંધ શિલ્પીએ સૂર્યાસ્ત બાદ શિલ્પકામ શરૂ કર્યુ અને બીજે દિવસે સૂર્ય ઉગે તે પહેલાં એક અતિ મનોહર જિનબિંબનું સર્જન થઈ ચૂક્યું હતું.
એક તરફ અંધ શિલ્પીએ શ્રી પાર્શ્વ પ્રભુનું દર્શનીય અને મનોહારી જિનબિંબનું નિર્માણ કર્યું તે જ રાત્રે આચાર્ય ભગવંત શ્રી દેવેન્દ્રસુરીજી મહારાજે પોતાની મંત્રસિધ્ધિથી અયોધ્યા નગરીથી ચાર જિનબિંબો અત્રે લઈ આવવાનું વિચાર્યું.
આચાર્ય ભગવંત શ્રી દેવેન્દ્રસૂરીજી મહારાજ એક સિધ્ધ મહાત્મા હતા. તેમણે મંત્ર શક્તિના બળે ચાર જિનબિંબો અત્રે લાવવાની કામના કરી. સિધ્ધપુરુષની કામના ક્યારેય નિષ્ફળ જતી નથી.
સિધ્ધપુરુષની ઈચ્છા ક્યારેય અફળ થતી નથી.
સિધ્ધ મહાત્મા આચાર્ય ભગવંત શ્રી દેવેન્દ્રસૂરિજી મહારાજની ઈચ્છા...તેમનો દૃઢ સંકલ્પ હતો. અને અયોધ્યા નગરીથી ચાર જિનબિંબો અદશ્ય રીતે રવાના થઈ પરંતુ ચારમાંથી એક પ્રતિમાજીને પ્રાતઃ કાળ થઈ જતાં માર્ગમાં ધારાસેનક નામના ગામમાં પધરાવવામાં આવી. અન્ય ત્રણ પ્રતિમાજીઓ આવી પહોંચી. ત્યાંતો આસપાસમાં એક જગ્યાએથી બીજી ચોવીસ જિનપ્રતિમાજીઓ મળી આવી.
આ તમામ જિનપ્રતિમાજીઓને શેરીસા ગામમાં એક ભવ્ય જિનાલયનું નિર્માણ કરાવીને પ્રતિષ્ઠિત કરવામાં આવી. જ્યારે અંધ શિલ્પીએ એક રાતમાં નિર્માણ કરેલી સુમનોહર પ્રતિમાજી શ્રી શે૨ીસા પાર્શ્વનાથના નામથી જગવિખ્યાત થઈ.
આ તીર્થની સ્થાપના બારમા સૈકામાં થયાના ઉલ્લેખો છે.
એમ કહેવાય છે કે મૂળનાયક પ્રભુની પ્રતિમાજી ડોલતી રહેતી હતી. તેથી ‘લોડણ પાર્શ્વનાથ’ ના નામથી ઓળખાવા લાગી, પરંતુ આચાર્ય ભગવંતે મંત્રશક્તિથી આ ડોલતી પ્રતિમાજીને સ્થિર કરી.
કવિ લાવણ્યજીએ એક સ્તવનમાં જણાવેલ છે કે પરમાત્માનું પ્રક્ષાલનજળ
શ્રી શેરીસાજી પાર્શ્વનાથ
૯૧
Page #116
--------------------------------------------------------------------------
________________
શેરીમાં સર્વત્ર પ્રસરી ગયું તેથી શેરી સાંકડી બની. તે પ્રસંગથી “શેરીસા” અને ‘કડી” બે નામનો ઉદ્દભવ થયો હોય. આજે પણ શેરીસા અને કડી બન્ને ગામો વિદ્યમાન છે.
તેરમાં સૈકામાં મંત્રી તેજપાળે આ તીર્થમાં પોતાના વડીલબંધુ માલદેવ અને તેના પુત્ર પુનસિંહના આત્મકલ્યાણ અર્થે બે દેવકુલિકાઓ કરાવી હતી. જેમાં એક દેરીમાં શ્રી નેમનાથ પ્રભુ અને બીજી દેરીમાં શ્રી અંબિકા દેવીની મૂર્તિ પ્રતિષ્ઠિત કરવામાં આવી. જેની પ્રતિષ્ઠા નાગેન્દ્રગચ્છના શ્રી વિજયસેનસૂરિજીના વરદ હસ્તે સંપન્ન થઈ હતી.
સંવત ૧૪૨૦માં શેરીસા તીર્થમાં શ્રી પદ્માવતી દેવીની મૂર્તિ પ્રતિષ્ઠિત કરવામાં આવી હતી. આજે આ પ્રતિમા નરોડામાં છે.
| વિક્રમ સંવત ૧૫૬૨માં કવિ લાવણ્ય સમયે આ તીર્થનું પ્રત્યક્ષ વર્ણન એક સ્તવનમાં કરતાં જણાવેલ છે કે સોળમાં સૈકા સુધી આ તીર્થ સુરક્ષિત હતું ત્યારબાદ આ તીર્થ પર આફતના ઓળા ઉતરી આવ્યા. વિક્રમ સંવત ૧૭૨૧માં મુસ્લિમોના આક્રમણથી આ ભવ્ય જિનાલયનો વિધ્વંશ થયો. એ વખતે શ્રીસંઘે અગમચેતી વાપરીને જિનબિંબોની રક્ષા કરી હતી.
આ તીર્થ થોડા વર્ષો સુધી વિસ્મૃતિની ગર્તામાં વિલીન થઈ ગયું.આ તીર્થ કેટલાક શ્રાવકોના ધ્યાનમાં આવ્યું. વિ.સં. ૧૯૬૯ની સાલમાં કલોલ આવેલા શાસન સમ્રાટ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય નેમિસૂરીશ્વરજી મહારાજાએ આ તીર્થનો ઉધ્ધાર કરવા શ્રીસંઘને પ્રેરણા કરી.
આચાર્ય ભગવંતની પ્રેરણાથી જીર્ણોધ્ધારની કાર્યવાહી શરૂ થઈ અને સંવત ૨૦૦૦ના વૈશાખ સુદ-૧૦ના આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય નેમિસૂરીશ્વરજી મહારાજાના વરદ હસ્તે આ ભવ્યાતિભવ્ય જિન પ્રાસાદની પ્રતિષ્ઠા થઈ.
હાલ આ તીર્થનો વહીવટ શેઠ શ્રી આણંદજી કલ્યાણજીની પેઢી કરી રહી છે. અનેક આચાર્ય ભગવંતો, મુનિવરો અને કવિઓએ આ તીર્થની ગાથા પોતાની રચનામાં કરી છે. આ ભવ્ય તીર્થના દર્શન પાવનકારી છે.
શ્રી શેરીસા પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજીના દર્શન માત્ર કરવાથી અંતર
શ્રી શેરીસાજી પાર્શ્વનાથ
૯૨
Page #117
--------------------------------------------------------------------------
________________
મનમાં ધર્મોલ્લાસ છવાઈ જાય છે.
સંપર્ક : શ્રી શેરીસા પાર્શ્વનાથ જૈન શ્વે. તીર્થ, શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી, મુ.પો. શેરીસા, તા.કલોલ. (ગુજરાત).
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં બિરાજમાન શ્રી શેરીસા પાર્શ્વનાથ
પરમ તારક તીર્થ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુનો મહિમા યુગો-યુગોથી ગવાતો રહ્યો છે. શંખેસ્વરમાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી યુગો જૂની છે.
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજીનો ઈતિહાસ અત્યંત રોચક અને પ્રભાવક છે. આ પ્રતિમાજી દેવી-દેવતાઓએ પૂજી છે. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુના દર્શનથી જીવનની તમામ ઉપાધિઓ નષ્ટ થાય છે.
આવા પરમ તારક શ્રી શંખેશ્વર તીર્થની પવિત્ર ધરતી પર બીજું મહાપ્રભાવક તીર્થ એટલે શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ, આ સંકુલમાં ધર્મશાળાઓ, ભોજનશાળા, આરાધના ભવન, જ્ઞાન મંદિર સહિતની અન્ય ઈમારતો છે.
| શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદના પ્રેરક તપાગચ્છ સૂર્ય, પ્રશાંતમૂર્તિ, ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત પ.પૂ. શ્રીમદ્દ પ્રેમસૂરિશ્વરજી મહારાજા તથા સ્વ. આ.ભગવંત પૂ. શ્રીમદ્ વિજય સુબોધસૂરિશ્વરજી મહારાજા છે. પૂ. ગુરૂ ભગવંતોના વરદ હસ્તે સંવત ૨૦૪૫ની સાલમાં અંજનશલાકા અને પ્રતિષ્ઠા મહોત્સવ થયો હતો. એ સમયે હજારો શ્રાવક – શ્રાવિકાઓ ઉપસ્થિત રહ્યાં હતા. પ્રતિષ્ઠા મહોત્સવ યાદગાર બન્યો હતો.
| ભારતભરમાં સૌથી વધુ વિશાળ ક્ષેત્રફળ (૮૪000 ચોરસ ફૂટ) ધરાવતું આ મહાજિનપ્રસાદ છે. અહીં શ્રી ૧૦૮ પાર્શ્વ પ્રભુ તીર્થોના પ્રતિમાજી બિરાજમાન છે. જેથી અહીં આવતાં યાત્રિકો એકી સાથે ૧૦૮ શ્રી પાર્શ્વ તીર્થના દર્શનનો તથા
શ્રી શેરીસાજી પાર્શ્વનાથ
Page #118
--------------------------------------------------------------------------
________________
સેવા-પૂજાનો દિવ્ય લાભ મળે છે.
આ ભવ્ય જિનાલય પદ્મ સરોવરની આભા ધરાવે છે. મકરાણાના શ્વેત આરસમાંથી બનેલું બન્ને બાજુ બે વિશાળ મંદિરોથી જોડાયેલું મધ્યનું ભવ્ય મુખ્ય મંદિર અત્યંત દર્શનીય છે.
ભારતમાં મળતાં પથ્થરોમાં વિશિષ્ટ બાંસી પહાડપુરના આછા ગુલાબી પથ્થરમાં નયનરમ્ય ઘાટોના આલેખનથી સભર દેવકુલિકાઓ છે.તેમજ ભવ્ય પ્રવેશદ્વાર બનાવાયું છે. આ જિનાલયમાં નાનામાં નાનું શિખર ૩૭ ફૂટ ઊંચું અને સૌથી ઊંચું શિખર ૭૨ ફૂટ ઊંચું છે. શ્રી પાર્થ પ્રભુના શુભ આદિ ૧૦ ગણધરો તથા શ્રી ગૌત્તમસ્વામીજી, શ્રી માણિભદ્ર વીર, સરસ્વતી માતા, લક્ષ્મીમાતા, ધરણેન્દ્ર દેવ, પદ્માવતી માતાજી, અંબિકા માતાજી, ચક્રેશ્વરી માતાજી દરેકની સ્વતંત્ર દેવકુલિકાઓ છે તથા શ્રી શંખેશ્વર મહાતીર્થના અધિષ્ઠાયક બનેલા શ્રી વર્ધમાન સૂરિજીની તથા ગુરૂમૂર્તિઓની દેરી પણ આવેલી છે.
આવા ભવ્ય, કલા અને કારીગરીથી સમૃધ્ધ શ્રી ૧૦૮ પાર્શ્વનાથ જિનાલયની ફરતી ભમતીમાં બાવનમી દેરીમાં શ્રી શેરીસા પાર્શ્વનાથ પ્રભુજી પ્રતિમાજી બિરાજમાન છે. આ જિનાલયની ફરતી ભમતીમાં બાવનમી દેવકુલિકામાં બિરાજમાન શ્રી શેરીસા પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી પદ્મસનસ્થ છે. આ શ્યામ પાષાણની છે. પરિકરથી પરિવૃત્ત છે. તેમજ પ્રતિમાજીની ઊંચાઈ ૩૧ ઈંચની છે.
શ્રી શેરીસા પાર્શ્વનાથ પ્રભુના દર્શન માત્રથી અંતરમાં ભક્તિના ગાન ગુંજવા લાગે છે. શ્રી શે૨ીસા પાર્શ્વ પ્રભુનો મહિમા અનેરો છે.
[1]
શ્રી શેરીસાજી પાર્શ્વનાથ
૯૪
Page #119
--------------------------------------------------------------------------
________________
મહિમા અપરંપાર અમદાવાદમાં રહેતા તારાચંદભાઈ ગાઠાણીનો પુત્ર ચેતન પ્રાઈવેટ ફાર્મમાં સર્વિસ કરતો હતો. તેનો પગાર ઘણો ઓછો હતો આથી તે બીજી કોઈ સારી જગ્યાએ નોકરી માટેના પ્રયત્નો કરતો હતો. ચેતન જ્યાં નોકરી કરતો હતો ત્યાં બાર કલાક કામ કરવું પડતું હતું અને પગાર માત્ર પંદરસો રૂપિયા હતો.
ચેતને અવાર-નવાર પોતાના શેઠને પગાર વધારવા માટે જણાવતો પણ શેઠ તેની કોઈ વાત ધ્યાને લેતા નહોતા. આથી ચેતન ભારે આર્થિક મુંઝવણ અનુભવતો હતો. ચેતન અન્યત્ર નોકરી માટે પ્રયત્ન કરતો હતો પરંતુ સફળતા મળતી નહોતી.
- ત્યારે એકવાર ચેતનને તેના મિત્રએ સલાહ આપી કે તું શંખેશ્વર શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ વિહારમાં જઈને શ્રી શેરીસા પાર્શ્વનાથ પ્રભુ પાસે પ્રાર્થના કરીશ તો તારી મનોકામના સફળ થશે.
આમ ચેતન રવિવાર આવતાં શંખેશ્વર ગયો ત્યાં શ્રી શંખેશ્વર પાર્થ પ્રભુના દર્શન-વંદન કરીને શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ વિહાર મહાપ્રાસાદમાં આવ્યો ત્યાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુની સેવા પૂજા કરી, અને ફરતી ભમતીમાં બાવનમી દેરીમાં બિરાજમાન શ્રી શેરીસા પાર્શ્વનાથ પ્રભુની અનન્ય શ્રધ્ધાથી સેવા-પૂજા. કરી અને મનોમન પ્રાર્થના કરી કે મારા કાર્યને સફળ બનાવો....' - ચેતન રવિવારે સાંજે શંખેશ્વરથી અમદાવાદ આવી પહોંચ્યો. આઠ દિવસ બાદ ચેતનને ઘેર એક પ્રાઈવેટ કંપની તરફથી લેટર આવ્યો, જ્યાં અગાઉ ચેતને નોકરી માટે અરજી કરી હતી તેનો જવાબ હતો. ચેતનને ચાર હજારની ઓફર સાથેની નોકરી અંગેની જાણ કરાઈ હતી.
( ચેતન તો આનંદિત થઈ ગયો. તેણે તરત જ તે નોકરીનો સ્વીકાર કરી લીધો. તે પહેલાં શંખેશ્વર જઈને દર્શન-વંદનાદિ કરી આવ્યો. તેને શ્રી શેરીસા પાર્શ્વનાથ પ્રભુ પ્રત્યે અનન્ય શ્રધ્ધા થઈ ગઈ હતી. તે વર્ષમાં બે વાર શંખેશ્વર
શ્રી શેરીસાજી પાર્શ્વનાથ
૯૫
Page #120
--------------------------------------------------------------------------
________________
જવાનો સંકલ્પ કરી લીધો હતો. શ્રી શેરીસા પાર્શ્વનાથ પ્રભુની ભક્તિ જીવનના મનોરથો પૂર્ણ કરે છે.
મંત્ર આરાધના
(૧) ૐૐ હ્રીં શ્રીં શેરીસા પાર્શ્વનાથાય નમઃ । (૨)
(3)
ૐૐ હ્રીં શ્રીં હ્રીં શ્રÆ શેરીસા પાર્શ્વનાથાય નમઃ । ૐૐ હ્રીં શ્રÆ Æ Æ શેરીસા પાર્શ્વનાથાય નમઃ ।
ઉપરોક્ત કોઈપણ એક મંત્રની આરાધના દરરોજ વહેલી સવારે નિશ્ચિત સમયે અને આસન પર બેસીને કરવી. જાપ દરમ્યાન ધૂપ-દીપ અખંડ રાખવા. શ્રી શેરીસા પાર્શ્વનાથ પ્રભુના મંત્ર જાપ કરવાથી વિપદાઓ દૂર થાય છે, મનોકામના સિધ્ધ થાય છે.
સંપર્કઃ
શેઠ શ્રી શેરીસા પાર્શ્વનાથ જૈન સંઘ મુ.પો. શેરીસા, જિ. ગાંધીનગર
ગુજરાત-૩૮૨૭૨૧ ફોન : (૦૨૭૬૪) ૨૫૦૧૨૬
શ્રી શેરીસાજી પાર્શ્વનાથ
૯૬
Page #121
--------------------------------------------------------------------------
________________
શ્રી ભદ્રેશ્વરજી પાર્શ્વનાથ કચ્છના પ્રાચીન તીર્થધામ ભદ્રેશ્વરમાં શ્રી ભદ્રેશ્વર પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી ભદ્રેશ્વર તીર્થની ભમતીમાં ૨૫મી દેરીમાં બિરાજે છે. અન્યત્ર શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ વિહાર મહાપ્રાસાદ (શંખેશ્વર) પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી બિરાજમાન છે.
ગાંધીધામ રેલ્વે સ્ટેશનથી ૩૯ કિ.મી. મુંદ્રાથી ૨૭ કિ.મી. અને ભૂજથી ૮૦ કિ.મી. ના અંતરે આ તીર્થ આવેલું છે. શ્રી ભદ્રેશ્વર તીર્થમાં મૂળનાયક તરીકે શ્રી મહાવીર સ્વામી બિરાજમાન છે. તેમજ ભગવાન મહાવીર સ્વામીનું જીવનનું ચિત્રાંકન કરવામાં આવેલ છે. શ્રી ભદ્રેશ્વર તીર્થ કલાકારીગરીથી સમૃદ્ધ છે. | શ્રી ભદ્રેશ્વર તીર્થમાં બાવન દેવકુલિકાઓમાંની ૨૫મી દેરીમાં જૂના મૂળનાયક શ્રી પાર્શ્વનાથ પ્રભુની શ્યામ પાષાણની, પદ્માસનસ્થ, ફણારહિત, દર્શનીય અને ભવ્ય પ્રતિમાજી બિરાજમાન છે. આ પ્રતિમાજીની ઊંચાઈ ૨૭ ઈંચની છે. શ્રી પાર્શ્વનાથ પ્રભુની આ પ્રતિમાજી પ્રાચીન છે. | શ્રમણ ભગવાન મહાવીરના સમયમાં આ સ્થળ “ભદ્રાવતી નગરી’ તરીકે ઓળખાતું હતું. એ વખતે ભદ્રાવતી નગરીમાં સમૃધ્ધિની છોળો ઉડતી હતી. આજે ‘ભદ્રેશ્વર’ કે ‘વસઈ” ના નામથી આ સ્થળ જાણીતું છે. | પ્રભુના નિર્વાણ બાદ અહીં હરિવંશના મહારાજા સિધ્ધસેન રાજ્યનો કારભાર સંભાળતા હતા બ્રહ્મચર્યની પવિત્રતાથી જૈન ઈતિહાસમાં અમર બની ગયેલા વિજય શેઠ અને વિજયા શેઠાણીનું વતન ભદ્રેશ્વર હતું. દેવચંદ્ર શ્રેષ્ઠી નામના પવિત્ર ધર્માત્મા ભદ્રેશ્વરમાં થઈ ગયા હતા. તેમણે પ્રભુના નિર્વાણ બાદ ૨૩માં વર્ષે ભદ્રાવતી નગરીમાં ભવ્ય જિનાલય બંધાવીને મૂળનાયક રૂપે ૨૩માં તીર્થકર શ્રી પાર્શ્વનાથ પ્રભુને બિરાજીત કર્યા હતા. તે પ્રતિમાજીન કપિલ કેવળીએ પ્રતિષ્ઠિત કરી હતી. આ તીર્થની સ્થાપના અંગેની વિગતો વિક્રમ સંવત ૧૯૩૯માં જિનાલયના જીર્ણોધ્ધાર દરમ્યાન મળેલ તામ્રપત્ર પરથી મળી છે. વિક્રમની આઠમી સદીના અંત ભાગથી આ નગરી ‘ભદ્રેશ્વર' તરીકે ઓળખાવા લાગી તેવો વિદ્વાનોનો મત છે.
મહારાજા સંપ્રતિ, કનક ચાવડા, રાજરાજેશ્વર મહારાજા કુમારપાળ,
શ્રી ભદ્રેશ્વરજી પાર્શ્વનાથ
Page #122
--------------------------------------------------------------------------
________________
વસ્તુપાળ-તેજપાળ આ સ્થાન પર આવ્યા હતા. અને આ તીર્થનો જીર્ણોધ્ધાર કરીને ભક્તિ દર્શાવી હતી.
| વિક્રમના તેરમા સૈકાના અંતભાગમાં પારકરના રાજા પીઠદેવે ભદ્રેશ્વર પર હુમલો કરીને કિલ્લાનો ધ્વંશ કર્યો હતો. ત્યારે દાનવીર જગડૂશાહના પ્રયત્નોથી આ તીર્થ સુરક્ષિત રહ્યું હતું. જ જગડૂશાહે આ તીર્થને ઉન્નતિ અને ઉધ્ધાર માટે અઢળક ધન વાપર્યું હતું. વિ.સં. ૧૩૧૩થી ત્રણ વર્ષના દુકાળમાં જગડૂશાહે લોકો માટે અનાજના ભંડારો ખૂલ્લા મૂકી દીધા હતા. ઠેરઠેર ભોજનશાળાઓ શરૂ કરાવી હતી.
જગડૂશાહ બાદ આ નગરી પર સંકટોના વાદળો ઉમટી પડ્યાં. શ્રી ભદ્રેશ્વર તીર્થ પર કેટલાક બાવાઓએ કબજો જમાવ્યો અને મૂળનાયક શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી ઉઠાવી ગયા, તેથી વિક્રમ સંવત ૧૬૨૨માં શ્રી સંઘે તીર્થનો જીર્ણોધ્ધાર કરાવ્યો અને મૂળનાયક રૂપે ૨૪મા તીર્થંકર ભગવંત શ્રી મહાવીર સ્વામીને ગાદીનશીન કર્યા. | બાવાઓએ શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી એક ભોંયરામાં છૂપાવી દીધી. વર્ષો પછી બાવાઓ પાસેથી તે પ્રતિમાજી પ્રાપ્ત થઈ. અને આ પ્રતિમાજી દેરાસરના ગર્ભગૃહમાં જમણી બાજુ પધરાવવામાં આવી પરંતુ મૂળનાયક તરીકે તો શ્રમણ ભગવાન મહાવીર સ્વામી જ રહ્યાં.
વિક્રમ સંવત ૧૬૮૨માં અચલ ગચ્છીય આચાર્ય ભગવંત શ્રી કલ્યાણ સાગર સૂરીશ્વરજી મહારાજના ઉપદેશથી શ્રેષ્ઠી વર્ધમાન શાહ અને પનસિંહ નામના બે ભાઈઓએ આ તીર્થનો જીણોધ્ધાર કર્યો.
સાત વર્ષના ટૂંકા ગાળામાં ભદ્રેશ્વર કુદરતી કોપનો ભોગ બન્યું. અને તેની અસર આ તીર્થને પણ થઈ. વિક્રમ સંવત ૧૭૪૯માં મહોસમ બેગના મુસ્લિમ લશ્કરે ભદ્રેશ્વર પર કરેલા આક્રમણથી આ જિનાલયને ઘણું નુકસાન પહોંચાડ્યું. મુસ્લિમ આક્રમણોના કારણે અનેક મૂર્તિઓ ખંડિત થઈ ગઈ. વિક્રમ સંવત ૧૮૮૦ની આસપાસ શ્રીસંઘે અંગ્રેજોની મદદથી આ તીર્થનો જીણોધ્ધાર કર્યો.
ત્યાં વળી ફરીને આ તીર્થ પર સંકટ આવ્યું. ભદ્રેશ્વર ગામના ઠાકોરોએ આ
શ્રી ભદ્રેશ્વરજી પાર્શ્વનાથ
Page #123
--------------------------------------------------------------------------
________________
તીર્થ પર કબજો જમાવ્યો અને તીર્થને હતું ન હતું કરી નાખ્યું.
ઠાકોરોના ઉપદ્રવથી યાત્રાળુઓ આવતા બંધ થયા, ત્યારે યતિ શ્રી ખાંતિવિજયના પ્રયાસોથી ઉપદ્રવ શાંત થયો. વિક્રમ સંવત ૧૯૨૦માં આ તીર્થની યાત્રા પુનઃ શરૂ થઈ. વિક્રમ સંવત ૧૯૩૪-૩૯ દરમિયાન આ તીર્થનો જીર્ણોધ્ધાર થયો. વર્ધમાન કલ્યાણજીની પેઢીએ દેરાસરનો વહીવટ સંભાળ્યો. વિક્રમ સંવત ૧૯૩૯માં જીર્ણોધ્ધાર થયેલા આ જિનાલયની પ્રતિષ્ઠા થઈ.
આજે શ્રી ભદ્રેશ્વર તીર્થ ભવ્ય અને દર્શનીય બન્યું છે. કલાત્મક શિલ્પકામ અદ્ભૂત છે. ફાગણ સુદ-૩, ૪, ૫ ના દિવસોમાં અહીં મોટો મેળો ભરાય છે. આ નગરીની પ્રાચીનતાના અનેક શિલાલેખો છે. અનેક આચાર્ય-ભગવંતો અને કવિઓએ આ નગરી અને તીર્થનો પોતાની પ્રાચીન રચનાઓમાં ઉલ્લેખ કર્યો છે.
વિક્રમ સંવત ૧૯૫૫માં કવિ પ્રેમવિજય કૃત ‘૩૬૫ શ્રી પાર્શ્વનાથ નામમાલા’ માં શ્રી ભદ્રેશ્વર પાર્શ્વનાથના નામનો ઉલ્લેખ જોવા મળે છે. સંપર્ક : શેઠ વર્ધમાન કલ્યાણજીની પેઢી, મુ.પો. ભદ્રેશ્વર(વસઈ), શ્વેતાંબર જૈન તીર્થ, તા. મુંદ્રા(જી.કચ્છ) ગુજરાત.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં બિરાજમાન શ્રી ભદ્રેશ્વર પાર્શ્વનાથ
શંખેશ્વર મહાતીર્થની પાવન ધરા પર પ્રભાવક શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ આવેલ છે. આ સંકુલમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુના ભવ્ય જિનાલય ઉપરાંત ઉતારા માટેની ધર્મશાળાઓ, ભોજનશાળા, આરાધના ભવન, સાધુ-સાધ્વીજી ભગવંતોના ઉપાશ્રયો, જ્ઞાન મંદિર સહિતની ઈમારતો
છે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ વિહાર મહાપ્રાસાદના પ્રેરક તપાગચ્છ સૂર્ય,
શ્રી ભદ્રેશ્વરજી પાર્શ્વનાથ
૯૯
Page #124
--------------------------------------------------------------------------
________________
પ્રશાંતમૂર્તિ, ગચ્છાધિપતિ, આચાર્ય ભગવંત પ.પૂ. શ્રીમદ્ વિજય પ્રેમસૂરિવરજી મહારાજા તથા સ્વ. આ.ભ.પૂ. શ્રીમદ્ વિજય સુબોધસૂરીશ્વરજી મહારાજા છે. પૂ. ગૂરૂ ભગવંતોના વરદ હસ્તે વિક્રમ સંવત ૨૦૪૫ની સાલમાં અંજનશલાકા અને પ્રતિષ્ઠા મહોત્સવ થયો હતો. એ સમયે હજારો શ્રાવક – શ્રાવિકાઓ ઉપસ્થિત રહ્યાં હતા. આ પ્રતિષ્ઠા મહોત્સવ યાદગાર બન્યો હતો.
આ મહાજિન પ્રાસાદ ભારતભરમાં સૌથી વધુ વિશાળ ક્ષેત્રફળ (૮૪૦૦૦ ચોરસ ફૂટ) ધરાવે છે. અહીં શ્રી ૧૦૮ પાર્શ્વ પ્રભુ તીર્થોના પ્રતિમાજી બિરાજમાન છે. જેથી આ જિનાલયના દર્શનાર્થે આવતાં યાત્રિકો એકી સાથે શ્રી ૧૦૮ પાર્શ્વ તીર્થના દર્શનનો તથા સેવા-પૂજાનો દિવ્ય લાભ મેળવી શકે છે.
આ ભવ્ય જિનાલયને જોતાં પદ્મસરોવરની ઝાંખી થાય છે. મકરાણાના શ્વેત આરસમાંથી બનેલું બન્ને બાજુ બે વિશાળ મંદિરોથી જોડાયેલું મધ્યનું ભવ્ય મુખ્ય મંદિર અત્યંત દર્શનીય છે.
ભારતમાં મળતાં પથ્થરોમાં વિશિષ્ટ બાંસી પહાડપુરના આછા ગુલાબી પથ્થ૨માં નયનરમ્ય ઘાટોના આલેખનથી રાભર દેવકુલિકાઓ છે. તેમજ ભવ્ય પ્રવેશદ્વાર બનાવાયું છે.
આ જિનાલયમાં નાનામાં નાનું શિખર ૩૭ ફૂટ ઊંચું અને સૌથી ઊંચું શિખર ૭૨ ફૂટ ઊંચું છે. તે
શ્રી પાર્શ્વ પ્રભુના શુભ આદિ ૧૦ ગણધરો તથા શ્રી ગૌત્તમ સ્વામીજી, શ્રી માણિભદ્રવીર, સરસ્વતી માતા, ચક્રેશ્વરી માતાજી, લક્ષ્મીજી, ધરણેન્દ્ર દેવ, પદ્માવતી દેવી વગેરેની સ્વતંત્ર દેવકુલિકાઓ છે તથા શ્રી શંખેશ્વર મહાતીર્થના અધિકાષ્ઠાયક બનેલા શ્રી વર્ધમાન સૂરિજીની તથા ગુરૂમૂર્તિઓની દેરી પણ આવેલી
છે.
આવા ભવ્ય, કલા અને કારીગરીથી સમૃધ્ધ શ્રી ૧૦૮ પાર્શ્વનાથ જિનાલયની ફરતી ભમતીમાં ત્રેપનમી દેરીમાં શ્રી ભદ્રેશ્વર પાર્શ્વનાથ પ્રભુજીની પ્રતિમાજી બિરાજમાન છે. આ પ્રતિમાજી પદ્માસનસ્થ છે. તેમજ શ્યામ વર્ણના પાષાણની છે. આ પ્રતિમાજીની ઊંચાઈ ૩૧ ઈંચની છે.
૧૦૦
શ્રી ભદ્રેશ્વરજી પાર્શ્વનાથ
Page #125
--------------------------------------------------------------------------
________________
મહિમા અપરંપાર
મહેસાણાના ચમનલાલ પટવા ભારે ધાર્મિક. તેમના પરિવારના તમામ સભ્યોને ધર્મ પ્રત્યે ભારે આસ્થા હતી. ચમનલાલના પત્ની દેવકીબેનને વર્ષોથી પેટમાં દુઃખાવો રહેતો હતો. ચમનલાલે પોતાની પત્નીની સારવાર મહેસાણા, અમદાવાદ કરાવી પરંતુ કશો ફરક પડતો નહોતો.
અમદાવાદમાં તો ડોક્ટરોએ દેવકીબેનના બધા ટેસ્ટ રીપોર્ટ કરાવ્યા પરંતુ રીપોર્ટમાં બધું નોર્મલ આવતું હતું. ચમનલાલે પાટણના એક જાણીતા વૈદ્યની દવા કરાવી પરંતુ દેવકીબેનની તબીયતમાં કોઈ સુધારો થતો નહોતો.
દેવકીબેનને પેટમાં દુઃખે ત્યારે એકાએક દુ:ખતું. તેમનાથી દુ:ખાવો સહન થતો નહિ. આજુબાજુમાં કોઈ ઊભું હોય તો તે પણ દેવકીબેનની પીડા જોઈને અરેરાટી અનુભવતા.
1 ચમનલાલ એક દિવસ પોતાની દુકાનમાં બેઠા હતા ત્યારે અમદાવાદનો એક વેપારી મળવા આવ્યો. આમતો આ વેપારી અવાર-નવાર મળવા આવતો હતો. તેનું નામ મહેશભાઈ હતું.
મહેશભાઈએ ચમનલાલને કહ્યું : “શેઠ, આજે કંઈક ચિંતામાં લાગો છો?
શું વાત છે ?'
‘ભાઈ, શું કરું? મારી પત્નીને થતી યાતના હું જોઈ શકતો નથી. મારી પત્નીને વર્ષોથી પેટમાં શૂળ ઉપડે છે. ખૂબજ ભયંકર દુઃખાવો થાય છે. તેણી સહન કરી શકતી નથી. અમારાથી તેની પીડા જોઈ શકાતી નથી. અમે અમદાવાદમાં અનેક ડોક્ટરો વૈદ્યોને બતાવ્યું પરંતુ રીપોર્ટમાં કંઈ જ આવતું નથી. દવા પણ કામ કરતી નથી. શું કરવું તે સુઝતું નથી....'
‘શેઠ, આનો એક માત્ર ઉપાય છે. જ્યાં વિજ્ઞાન પુરૂં થાય ત્યાં આધ્યાત્મ શરૂ થાય છે. જ્યારે દવા કામ ન કરે ત્યારે દુઆ કામ કરે છે. આપ શંખેશ્વર ગયા છો?”
શ્રી ભદ્રેશ્વરજી પાર્શ્વનાથ
૧૦૧
Page #126
--------------------------------------------------------------------------
________________
‘હા.. .છેલ્લા બે-ત્રણ વર્ષથી ગયો નથી...' ચમનલાલે કહ્યું.
‘તમે તમારા પત્નીને લઈને શંખેશ્વર જાઓ, ત્યાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ વિહાર મહાપ્રાસાદ આવેલ છે તેમાં ફરતી ભમતીમાં ત્રેપનમી દેરી શ્રી ભદ્રેશ્વર પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી બિરાજમાન છે. ત્યાં દેવ દર્શન - વંદન, સેવા-પૂજા કરીને મનમાં સંકલ્પ ધારણ કરજો...દાદાની કૃપાથી બધું સારૂ થઈ જશે.'
‘ભાઈ, તો તો અમે કાલેજ જઈએ...’ચમનલાલ બોલ્યા.
એમજ થયું.
બીજે જ દિવસે ચમનલાલ અને દેવકીબેન શંખેશ્વર ગયા. મહેસાણાથી શંખેશ્વરનો માર્ગ નજદીક હોવાથી સવારે દસ વાગે પહોંચી ગયા. બન્ને શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારની ધર્મશાળામાં ઉતર્યાં. પ્રથમ સ્નાનાદિથી નિવૃત્ત થઈને સેવા-પૂજાના વસ્ત્રો ધારણ કરીને શ્રી ૧૦૮ પાર્શ્વ પ્રભુની પૂજા કરી પછી શ્રી ભદ્રેશ્વર પાર્શ્વનાથ પ્રભુની દેરી પાસે આવીને અનેરી શ્રધ્ધા સાથે સેવા-પૂજા અને ચૈત્યવંદન કર્યું. અને મનોમન પ્રાર્થના કરી. ચમનલાલે ફરી દર્શનાર્થે આવવાનો સંકલ્પ ધારણ કર્યો.
બન્ને સેવાપૂજા કરીને બહાર નીકળ્યા અને શ્રી શંખેશ્વર પાર્શ્વ પ્રભુની સેવાપૂજા કરી. એજ દિવસે બપોર પછી મહેસાણા જવા નીકળી ગયા.
ત્રણ મહિના પસાર થઈ ગયા. દેવકીબેનનો પેટનો દુઃખાવો ગાયબ થઈ ગયો. જે અઠવાડિયે - પંદર દિવસે પેટનો દુઃખાવો ઉપડતો તે સાવ શાંત થઈ ગયો.
બન્નેની શ્રધ્ધા શ્રી ભદ્રેશ્વર પાર્શ્વનાથ પ્રત્યે અપૂર્વ થઈ ગઈ. બન્ને દર્શનાર્થે જઈ આવ્યા અને અનેરા ભાવથી ભક્તિ કરી. શ્રી ભદ્રેશ્વર પાર્શ્વનાથ પ્રભુનું સ્મરણ મનોકામના પૂર્ણ કરે છે.
૧૦૨
શ્રી ભદ્રેશ્વરજી પાર્શ્વનાથ
Page #127
--------------------------------------------------------------------------
________________
મંત્ર આરાધના
ૐ હ્રીં શ્રીં ભદ્રેશ્વર પાર્શ્વનાથાય નમઃ | - ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં ભદ્રેશ્વર પાર્શ્વનાથાય નમઃ |
ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં ભદ્રેશ્વર પાર્શ્વનાથાય નમઃ |
ઉપરોક્ત કોઈપણ એક મંત્રના જાપ વહેલી સવારે ઊઠીને, સ્વચ્છ વસ્ત્રો ધારણ કરીને નિશ્ચિત સમયે અને આસન પર બેસીને કરવા. દરરોજ એક માળા અવશ્ય ગણવી. જાપ દરમ્યાન ધૂપ-દીપ અખંડ રાખવા. મંત્ર આરાધનાથી આરોગ્ય જળવાય છે તેમજ સુખ-સમૃદ્ધિમાં વધારો થાય છે.
સંપર્કઃ શ્રી ભદ્રેશ્વર પાર્શ્વનાથ જૈન તીર્થ
મુ.પો. ભદ્રેશ્વર તા. મુદ્રા જિ. કચ્છ. (ગુજરાત)-૩૭૦૪૧૧. ફોન : (૦૨૮૩૮) ૨૮૨૩૬ ૧, ૨૮૨૩૬૨
શ્રી ભદ્રેશ્વરજી પાર્શ્વનાથ
૧૦૩
Page #128
--------------------------------------------------------------------------
________________
શ્રી ચંપા પાર્શ્વનાથ
ઉત્તર ગુજરાતમાં મહેસાણા જિલ્લામાં આવેલું પાટણ એ જિનાલયોની ભૂમિ છે. પાટણના સાલવીવાડામાં શ્રી ચંપા પાર્શ્વનાથનું મુખ્ય તીર્થ આવેલું છે. પાટણ રેલ્વે અને રસ્તાથી અનેક શહેરો સાથે સંકળાયેલું છે. પાલીતાણાના સમવસરણ મંદિરમાં શ્રી ચંપા પાર્શ્વનાથ પ્રભુજીની પ્રતિમાજી બિરાજે છે.
શ્રી ચંપા પાર્શ્વનાથના જિનાલયો પાટણમાં સાલવીવાડામાં, ગોલવાડ શેરીમાં તથા નારાયણજીના પાડામાં આજે પણ છે. પાટણના દરેક જિનાલયો તીર્થ સમાન છે. શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદના જિનાલયની ભમતીમાં ચોપનમી દેવકુલિકામાં નયનરમ્ય શ્રી ચંપા પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી બિરાજમાન છે.
| જિનાલયોની દિવ્ય નગરી પાટણના સાલવીવાડામાં સપ્તફણાથી વિભૂષિત, શ્વેત પાષાણના શ્રી ચંપા પાર્શ્વનાથની પદ્માસનસ્થ પ્રતિમાજી છે. આ મહારાજા સંમતિના સમયના છે. પ્રતિમાજીની ઊંચાઈ ૨૧ ઈંચ અને પહોળાઈ ૧૯ ઈંચની છે. આ
વિક્રમ સંવત ૮૦૨માં પાટણ નગરી વસાવાઈ. ચાવડા વંશના રાજાઓની રાજધાની તરીકે આ નગરી પ્રસિધ્ધ થઈ. વનરાજ ચાવડાથી સામંતસિંહ સુધી ચાવડા વંશ ચાલ્યો, ત્યાર બાદ ચૌલુક્ય વંશના હાથમાં શાસનની લગામ ગઈ. ચાવડા વંશના જૈન ધર્મના પાલક હતા. તેમના મંત્રી મંડળમાં બહુધા નો હોવાથી જૈન ધર્મનું વર્ચસ્વ અકબંધ રહ્યું હતું.
પાટણના ઈતિહાસમાં ચૌલુક્ય વંશના પહેલા રાજવી ભીમદેવને દંડનાયક વિમલ સાથે ઉત્પન્ન થયેલું કદાચ આ ઘટનાથી જૈનોના અને જૈનોના ધર્મસ્થાનકોના વિકાસમાં કંઈક અંશે ધક્કો પહોંચ્યો હોવાનું તારણ કાઢી શકાય.
ત્યાર પછીના રાજવીઓ કર્ણદેવ, સિધ્ધરાજ, કુમારપાળ વગેરેના શાસનકાળમાં જૈન શાસનનો ધ્વજ ગૌરવભેર ફરકતો રહ્યો. એ સમયમાં જૈનોનું વર્ચસ્વ વધ્યું હતું તેમાં શંકાને સ્થાન નથી.
મહારાજા કુમારપાળના સમયમાં કલિકાળ સર્વજ્ઞ આચાર્ય ભગવંત શ્રી
શ્રી ચંપા પાર્શ્વનાથ
૧૦૪
Page #129
--------------------------------------------------------------------------
________________
હેમચંદ્રસૂરિજી મહારાજનું પાટણમાં આગમન થયું ત્યારે ૧૮૦૦ કોટિધ્વજ શ્રેષ્ઠીઓ તેમની સ્વાગતયાત્રામાં ઉપસ્થિત હતા. જૈનોની જાહોજલાલી કેવી હતી તેનો આ ઉપરથી ખ્યાલ આવે છે (વિમલભાઈ ધામી લિખિત પુસ્તક ‘રાજરાજેશ્વર કુમારપાળ')
મહારાજા કુમારપાળ પછી પાટણની રાજગાદી પર આરૂઢ થયેલા અજયપાલના સમયથી પાટણના જૈનોની અને સમગ્ર રાજ્યની દુર્દશા શરૂ થઈ. જૈન મંત્રી વસ્તુપાળ – તેજપાળે થોડા સમય માટે ગુજરાતની ઝાંખી પડેલી કીર્તિને દૈદીપ્યમાન બનાવી હતી.
પાટણનો ઈતિહાસ રોમાંચક છે. પાટણ નગરીએ સમૃધ્ધિના ચઢાણ જોયાં છે અને પડતીનો કાળ જોયો છે.
વિક્રમ સંવત ૧૩૫૬માં અલ્લાઉદ્દીનના સેનાપતિ મલિક કાકૂરના હાથે પાટણની ગૌરાન્વિત પ્રતિભા જમીનદોસ્ત થઈ ગઈ.
છતાંય આજે પણ પાટણમાં વિવિધ પોળોના જિનાલયો ગઈકાલના કાળની સાક્ષી પૂરે છે. પાટણમાં આજે પણ જ્ઞાન ભંડારો આવેલા છે. અનેક પ્રાચીન હસ્તપ્રતોની જાળવણી થઈ રહી છે. સાલવીવાડામાં આવેલ શ્રી ચંપા પાર્શ્વનાથનું જિનાલય ધાબાબંધ છે. આ જિનાલય રાજ રાજેશ્વર મહારાજા કુમારપાળના શાસનકાળ દરમિયાન નિર્માણ પામ્યું હતું. આ જિનાલયના જીર્ણોધ્ધાર થયા હશે પરંતુ તેની પૂરતી વિગતો મળતી નથી.
શ્રી ચંપા પાર્શ્વનાથ જિનાલયની છેલ્લી પ્રતિષ્ઠા વિક્રમ સંવત ૧૭૦૦ની આસપાસમાં થઈ હોવાનું મનાય છે. શ્રી સંઘે વૈશાખ સુદ-૩ના દિવસે જિનાલયની વરસગાંઠ ઉજવે છે. ચંપા પાર્શ્વનાથ નામકરણ અંગેની વિગતો પણ સાંપડતી નથી. પરંતુ પ્રતિમાજી અત્યંત દર્શનીય છે.
‘શ્રી ચંપા પાર્શ્વનાથ તીર્થ’ નો ઉલ્લેખ જૈનાચાર્યો અને મહાપુરુષોએ પોતાની રચનાઓમાં કર્યો છે.
૧૦૫
શ્રી ચંપા પાર્શ્વનાથ
Page #130
--------------------------------------------------------------------------
________________
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં બિરાજમાન શ્રી ચંપા પાર્શ્વનાથ
પરમ પાવન શ્રી શંખેશ્વર મહાતીર્થનો મહિમા યુગો યુગોથી ગવાતો રહ્યો છે. શ્રી શંખેશ્વર પાર્થ પ્રભુની પ્રતિમાજી યુગો જૂની છે. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી અત્યંત તેજોમય અને દિવ્ય આભા ધરાવે છે. આ પ્રતિમાજીના દર્શનમાત્રથી હૈયું પુલકિત બની જાય છે. શ્રધ્ધા અને ભક્તિની ગંગા વહેવા લાગે છે. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુજીની પ્રતિમાજી દેવી-દેવતાઓએ પૂજી છે.
શંખેશ્વર મહાતીર્થમાં બીજું મહાપ્રભાવક શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ આવેલ છે. આ સંકુલમાં યાત્રાળુઓને ઉતરવા માટે અદ્યતન સવલતો ધરાવતી ધર્મશાળાઓ, શુધ્ધ અને સાત્વિક ભોજન પીરસતી ભોજનશાળા, સાધુસાધ્વીજી ભગવંતોના ઉપાશ્રયો, આરાધના ભવન, જ્ઞાન મંદિર વગેરે આવેલા
તપાગચ્છ સૂર્ય, પ્રશાંતમૂર્તિ, ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત પૂ. શ્રીમદ્ વિજય પ્રેમસૂરિશ્વરજી મહારાજા તથા સ્વ. આ.ભ. શ્રીમદ્ વિજય સુબોધસૂરિવરજી મહારાજાની પાવન પ્રેરણાથી આ તીર્થની રચના થઈ છે. પૂ. ગુરૂ ભગવંતોના વરદ હસ્તે વિક્રમ સંવત ૨૦૪૫ની સાલમાં મહાસુદ પાંચમના દિવસે આ જિનાલયનો અંજનશલાકા તથા પ્રતિષ્ઠા મહોત્સવ અનેરા ધર્મોલ્લાસ સાથે ઉજવાયો હતો. આ પ્રસંગે હજારો ભાવિકો ઉપસ્થિત રહ્યાં હતા.
ભારતભરમાં સૌથી વધુ વિશાળ ક્ષેત્રફળ (૮૪000 ચોરસફૂટ) ધરાવતું આ મહા જિન પ્રાસાદ છે. અહીં શ્રી ૧૦૮ પાર્શ્વ પ્રભુ તીર્થોના પ્રતિમાજીઓ બિરાજમાન છે. જેથી યાત્રિકોને એકી સાથે શ્રી ૧૦૮ પાર્શ્વ પ્રભુના દર્શન-વંદન અને સેવા-પૂજાનો લાભ મળે છે. આ
મકરાણાના શ્વેત આરસમાંથી બનેલું બન્ને બાજુ બે વિશાળ મંદિરોથી જોડાયેલું
શ્રી ચંપા પાર્શ્વનાથ
૧૦૬
Page #131
--------------------------------------------------------------------------
________________
મધ્યનું ભવ્ય મુખ્ય મંદિર અત્યંત દર્શનીય છે. ભારતમાં મળતાં પથ્થરોમાં વિશિષ્ઠ બાંસી પહાડપુરના આછા ગુલાબી પથ્થરમાં નયનરમ્ય ઘાટોના આલેખનથી સભર દેવકુલિકાઓ છે. તેમજ ભવ્ય પ્રવેશ દ્વાર બનાવાયું છે.
આવા ભવ્ય, કલા અને કારીગરીથી સમૃધ્ધ શ્રી ૧૦૮ પાર્શ્વનાથ | જિનાલયની ફરતી ભમતીમાં ચોપનમી દેવકુલિકામાં શ્રી ચંપા પાર્શ્વનાથ પ્રભુજીની તેજોમય પ્રતિમાજી બિરાજમાન છે. આ પ્રતિમાજી પદ્માસનસ્થ છે. શ્વેત પાષાણના આ પ્રતિમાજી સતફણાથી મંડિત છે. તેમજ પરિકરથી પરિવૃત્ત છે. આ પ્રતિમાજીની ઊંચાઈ ૩૧ ઈંચની છે.
| શ્રી ચંપા પાર્શ્વનાથ પ્રભુના દર્શન માત્રથી અંતરમાં ભક્તિના ગાન ગુંજવા લાગે છે.
મહિમા અપરંપાર
વીરમગામમાં ચુનીલાલભાઈને કાપડનો વેપાર હતો. તેમને ત્યાં આજુબાજુના ગામોના વેપારીઓ માલ ખરીદવા માટે આવતા હતા. ચુનીલાલભાઈ રીટેઈલ અને હોલસેલ કાપડનો વેપાર કરતાં હતા. વેપારી આલમમાં ચુનીલાલભાઈની પ્રતિષ્ઠા ખૂબજ સારી હતી. પ્રમાણિકતા, નિષ્ઠાના કારણે તેમનું માન વેપારીઓમાં જ નહિ પરંતુ સમાજમાં પણ હતું.
એકવાર મુંબઈથી ચુનીલાલભાઈએ કાપડની ગાંસડીઓ મંગાવી. મુંબઈના વેપારીએ ટ્રન્સપોર્ટની રસીદો મોકલી દીધી. ચુનીભાઈને રસીદો મળી ગઈ અને ટ્રાન્સપોર્ટની ઓફિસે ફોન કરીને માલ આવી ગયા અંગેની તપાસ કરી પરંતુ માલ આવ્યો નહોતો.
આમને આમ આઠ દિવસ થઈ ગયા પણ માલના કોઈ ઠેકાણા નહોતા. ચુનીભાઈએ મુંબઈના વેપારીને ફોન પર જણાવ્યું કે માલ મળ્યો નથી. મુંબઈના વેપારીએ જે ટ્રન્સપોર્ટમાં માલ મોકલ્યો હતો ત્યાં તપાસ કરાવી તો જાણવા મળ્યું કે માલ તો તે દિવસે જ રવાના થઈ ગયો છે.
શ્રી ચંપા પાર્શ્વનાથ
૧૦૭
Page #132
--------------------------------------------------------------------------
________________
મુંબઈ અને વીરમગામના વેપારીઓને થયું કે તો માલ ક્યાં ગાયબ થઈ ગયો? મુંબઈના વેપારીએ સલાહ આપી કે પોલીસ ફરિયાદ કરી દો.
ચુનીભાઈ કોઈ દિવસ પોલીસ સ્ટેશને પણ ગયા નહોતા તેથી ત્યાં જવું કે ન જવું તે માટે વિચારવા લાગ્યા. . - ચુનીભાઈ ઘેર આવ્યા અને પત્નીને બધી વાત કરી ત્યારે પત્નીએ કહ્યું : આપણે ક્યારેય પોલીસ સ્ટેશને ગયા નથી. આપણે તે ઉપાધિમાં પડવું નથી. એક કામ કરો... આવતી કાલે આપણે શંખેશ્વર જઈએ ત્યાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ વિહાર મહાપ્રાસાદની ભમતીમાં શ્રી ચંપા પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી બિરાજમાન છે. ત્યાં સંકલ્પ કરીશું તો જરૂર તમારો માલ મળી જશે.”
હા...એમજ કરીએ...મને પણ પોલીસમાં જઈને ફરિયાદ કરવી ગમતી નથી.’ ચુનીભાઈ બોલ્યા.
અને...
બીજે જ દિવસે ચુનીભાઈ અને તેમના પત્ની રેણુકાબેન શંખેશ્વર ગયા અને સીધા શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારની ધર્મશાળામાં ઉતર્યા. વિરમગામથી શંખેશ્વરનો રસ્તો માત્ર દોઢ કલાકનો હતો. તેઓ છ વાગ્યાની બસમાં નીકળ્યા અને સવારના સાડા સાત વાગે શંખેશ્વર પહોંચી ગયા હતા. બન્ને ધર્મશાળામાં ઉતર્યા પ્રથમ ભોજનશાળામાં જઈને નવકારશી વાપરી ત્યારબાદ રૂમ પર આવીને બન્નેએ સ્નાન કરીને સેવાપૂજાના વસ્ત્રો ધારણ કર્યા અને શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુની સેવા-પૂજા કરી પછી ફરતી ભમતીની ચોપનમી દેરી પાસે આવ્યા. આ દેરીમાં શ્રી ચંપા પાર્શ્વનાથ પ્રભુની તેજોમય પ્રતિમાજી પ્રતિક્તિ હતા. બન્નેએ સેવા-પૂજા કરી, રેણુકાબેને સ્તવન ગાયું, બન્નેએ સાથે ચૈત્યવંદન કર્યું.
ચુનીભાઈએ આવેલી વિપદા અંગે પ્રાર્થના કરી અને સંકલ્પ કર્યો કે વિપદા દૂર થશે તો તરત જ દર્શનાર્થે આવીશું.
ચુનીભાઈ અને રેણુકા ત્યાંથી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની સેવા પૂજા કરવા માટે ગયા. ત્યાં પણ અનેરા ભક્તિ ભાવથી સેવા-પૂજા કરી. ત્યારબાદ બન્ને ધર્મશાળામાં આવ્યા ત્યારે બપોરના બાર વાગી ગયા હતા. બન્ને ભોજનશાળામાં
શ્રી ચંપા પાર્શ્વનાથ
૧૦૮
Page #133
--------------------------------------------------------------------------
________________
ભોજન ગ્રહણ કરવા માટે ગયા.
ભોજન પૂર્ણ કરીને બન્ને ધર્મશાળામાં પાછા ફર્યા બન્ને આડે પડખે થવા અને બપોરની ચાર વાગ્યાની બસમાં વિરમગામ પાછા ફર્યા. અને બીજેજ દિવસે ટ્રન્સપોર્ટની ઓફિસેથી ફોન આવી ગયો કે તમારી ગાંસડીઓ આવી ગઈ છે.
આ સમાચાર જાણતાં ચુનીભાઈની ખુશીનો પાર ન રહ્યો. તેમણે તરતજ કાપડની ગાંસડીઓ ગોદામમાં મૂકાવી દીધી. તેમણે મુંબઈ પણ ફોન કરી દીધો. પત્નીને પણ ફોન કરીને સમાચાર આપી દીધા. બન્ને પતિ-પત્ની બીજા જ અઠવાડીયે શંખેશ્વર જઈને શ્રી ચંપા પાર્શ્વનાથ પ્રભુની સેવાપૂજા કરી આવ્યા..
મંત્ર આરાધના (૧) ૐ હ્રીં શ્રીં ચંપા પાર્શ્વનાથાય નમઃ |
Part - 9 (૨) ૐ હ્રીં શ્રીં હ્રીં શ્ર ચંપા પાર્શ્વનાથાય નમઃ (૩) ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રી ચંપા પાર્શ્વનાથાય નમઃ |
ઉપરોક્ત કોઈપણ એક મંત્રની શ્રધ્ધા અને ભક્તિથી આરાધના કરવી. જાપનો સમય વહેલી સવારનો રાખવો. જાપ નિશ્ચિત સમયે અને આસન ગ્રહણ કરીને કરવા. જાપ દરમ્યાન ધૂપ-દીપ અખંડ રાખવા. વસ્ત્રો સ્વચ્છ પહેરવા. મંત્ર જાપથી સર્વ કાર્યો સિદ્ધ થાય છે. સુખ-સમૃદ્ધિમાં વધારો થાય છે.
છે.
| સંપર્કઃ શ્રી ચંપા પાર્શ્વનાથ જૈન તીર્થ
મીન સાલવી પાડો. નારાયણજી નો પાડો. વચલી શેરી મુ.પો. પાટણ, (ગુજરાત)-૩૮૪૨૬૫.
ફોનઃ (૦૨૭૬૬) ૨૨૩૬૦૪ )
ગી ,
| છે
-
શ્રી ચંપા પાર્શ્વનાથ
૧૦૯
Page #134
--------------------------------------------------------------------------
________________
શ્રી સુખસાગરજી પાર્શ્વનાથ અમદાવાદમાં દોશીવાડાની પોળ, શ્રી સીમંધર સ્વામીની ખડકી ખાતે શ્રી સુખ સાગર પાર્શ્વનાથ પ્રભુનું મુખ્ય જિનાલય આવેલું છે. અમદાવાદમાં ૪૦૦થી વધારે જિનાલયો છે. ખંભાતમાં ખારવાડામાં, મુંબઈ-સાંતાક્રુઝના શ્રી કલિકુંડ પાર્શ્વનાથ જિનાલયની ભમતીની એક દેરીમાં શ્રી સુખસાગર પાર્શ્વનાથજીની દિવ્યતા બિછાવતી પ્રતિમાજી બિરાજમાન છે.
શંખેશ્વરમાં પા સરોવર નો આભાસ કરાવતા શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારના જિનાલયની ફરતી ભમતીમાં પંચાવનમી દેવકુલિકામાં શ્રી સુખસાગર પાર્શ્વનાથ પ્રભુની દિવ્ય પ્રતિમાજી બિરાજીત છે. - અમદાવાદમાં શ્રી સીમંધર સ્વામીની ખડકી, દોશીવાડાની પોળમાં આવેલ શ્રી સુખસાગર પાર્શ્વનાથ પ્રભુની ધાતુની પ્રતિમાજી છે. નવફણાથી વિભૂષિત, પદ્માસનસ્થ આ પ્રતિમાજી ૧૯ ઈંચ ઊંચી અને ૧૭ ઈંચ પહોળી છે.
અમદાવાદનું નામ દશમા સૈકા પૂર્વે આશાવેલ કે આશાપલ્લી હતું ત્યારે પણ આ નગર સમૃધ્ધ હતું તે અરસામાં અનેક જૈન અને જૈનેતર મંદિરો હતા. જ્ઞાનભંડારો હતા. જૈન શાસનના પ્રભાવક જૈનાચાર્યોના આવન-જાવન થતી રહી
છે.
અગિયારમા સૈકામાં કર્ણદેવે આશાપલ્લીના રાજા આશાને પરાજિત કર્યો. કર્ણદેવના નામ પરથી અમદાવાદ “કર્ણાવતી’ તરીકે ઓળખાવા લાગ્યું છે. પરંતુ વધારે તો અમદાવાદ તરીકે જ ઓળખાય છે.
અમદાવાદના શ્રીમંતોએ જૈન શાસનના ગૌરવને વધારે ઉજ્જવળ બનાવ્યું. મોગલકાળ દરમ્યાન બાદશાહોનો પણ અમદાવાદ પ્રત્યે આદર રહેતો. ૧૭માં સૈકામાં અમદાવાદે સમૃદ્ધિના શિખરો સર કર્યા. મુસલમાન અને મરાઠાઓના વિગ્રહકાળમાં અમદાવાદને થોડી ઘણી મુશ્કેલી આવી, પરંતુ મહાજનો, નગરશેઠોએ આ નગરના ગૌરવને જાળવી રાખ્યું હતું. હાલ અમદાવાદમાં ૪૭૦થી વધારે જિનાલયો છે. અનેક પ્રકારની જૈન પ્રવૃત્તિઓથી આ શહેર ધમધમે છે.
દોશીવાડાની પોળમાં શ્રી સીમંધર સ્વામીનું ભવ્ય જિનાલય આવેલું છે.
શ્રી સુખસાગરજી પાર્શ્વનાથ
૧૧૦
Page #135
--------------------------------------------------------------------------
________________
તેમાં મૂળનાયક શ્રી સીમંધર સ્વામી છે. તેની ડાબી બાજુએ શ્રી સુખસાગર પાર્શ્વનાથ પ્રભુની પંચધાતુની દર્શનીય પ્રતિમા બિરાજમાન છે. પ્રતિમાજીના દર્શન કરતાં હૈયામાં સુખનો સાગર છલકી ઊઠે તેવી દર્શનીય પ્રતિમાજી છે. ખંભાતમાં શ્રી સુખસાગર પાર્શ્વનાથનું પ્રાચીન જિનાલય છે. ૧૭માં સૈકામાં સ્તંભનતીર્થમાં આ પાર્શ્વનાથજીની પ્રતિષ્ઠા આચાર્ય ભગવંત શ્રી વિજયસેનસૂરિશ્વરજી મહારાજના હસ્તે સંપન્ન થઈ હતી. ખંભાતમાં શ્વેત વર્ણના શ્રી સુખસાગર પાર્શ્વનાથ બિરાજમાન છે. શ્રી સુખસાગર પાર્શ્વનાથની પ્રશસ્તિ આચાર્ય ભગવંતો, મુનિ ભગવંતોએ પોતાની પ્રાચીન રચનાઓમાં કરી છે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ વિહારમાં બિરાજમાન શ્રી સુખસાગર પાર્શ્વનાથ
પરમ તારક શ્રી શંખેશ્વર મહાતીર્થમાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુનું મુખ્ય જિનાલય આવેલું છે. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી યુગો જૂની છે. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુનો ઈતિહાસ અત્યંત ભવ્ય છે. આ પ્રતિમાજી દેવીદેવતાઓએ પૂજી છે.
શંખેશ્વરમાં બીજું મહાપ્રભાવક શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ વિહાર મહાપ્રાસાદ તીર્થ આવેલું છે. વિક્રમ સંવત ૨૦૪૫માં મહાસુદ પાંચમના દિવસે અનેરા ધર્મોલ્લાસ સાથે અંજનશલાકા અને પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો. તપાગચ્છ સૂર્ય, પ્રશાંતમૂર્તિ, ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત પૂ. શ્રીમદ્ વિજય પ્રેમસૂરિશ્વરજી મહારાજા અને સ્વ.આ.શ્રીમદ્ વિજય સુબોધસૂરિજી મહારાજાની પાવન પ્રેરણાથી આ તીર્થ સાકાર પામેલ છે.
આ સંકુલમાં યાત્રિકોને ઉતરવા માટે અદ્યતન સુવિધાઓથી યુક્ત ધર્મશાળાઓ, સાત્વિક અને શુધ્ધ ભોજન માટેની ભોજનશાળા, સાધુ-સાધ્વીજી ભગવંતોના ઉપાશ્રયો, આરાધના ભવન, જ્ઞાનમંદિર વગેરે આવેલા છે.
શ્રી સુખસાગરજી પાર્શ્વનાથ
૧૧૧
Page #136
--------------------------------------------------------------------------
________________
ભારતભરમાં સૌથી વધુ ક્ષેત્રફળ (૮૪૦૦૦ ચો.ફૂટ) ધરાવતું આ મહાપ્રાસાદ છે. અહીં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુના તીર્થોના પ્રતિમાજી બિરાજમાન છે. જેથી યાત્રિકોને એકી સાથે શ્રી ૧૦૮ પાર્શ્વ પ્રભુના દર્શન, વંદન, સેવાપૂજાનો દિવ્ય લાભ મળી શકે છે. મકરાણાના શ્વેત આરસમાંથી બનેલું બન્ને બાજુ બે વિશાળ મંદિરોથી જોડાયેલું મધ્યનું ભવ્ય મુખ્ય મંદિર અત્યંત દર્શનીય છે. ભારતમાં મળતાં પથ્થરોમાં વિશિષ્ટ બાંસી પહાડપુરના આછા ગુલાબી પથ્થરમાં નયનરમ્ય ઘાટોના આલેખનથી સભર દેવકુલિકાઓ આવેલી છે. તેમજ આ મહાપ્રાસાદનું પ્રવેશ દ્વાર અતિ ભવ્ય અને કલા કારીગરીથી સમૃધ્ધ છે. આ ભવ્ય જિનાલયના દર્શન કરતાં યાત્રિકોને પદ્મ સરોવરની ઝાંખી થયા વિના રહેતી નથી.
આ જિનાલયમાં નાનામાં નાનું શિખર ૩૭ ફૂટ ઊંચું અને સૌથી ઊંચું શિખર ૭૨ ફૂટ ઊંચું છે. શ્રી પાર્શ્વ પ્રભુના શુભ આદિ દસ ગણધરો તથા શ્રી ગૌત્તમસ્વામી, શ્રી માણિભદ્ર વીર, ધરણેન્દ્ર દેવ, પદ્માવતી દેવી, શ્રી અંબિકા દેવી સહિતની અન્ય પ્રતિમાજીઓની સ્વતંત્ર દેવકુલિકાઓ છે. તેમજ શ્રી શંખેશ્વર મહાતીર્થના અધિષ્ઠાયક બનેલા શ્રી વર્ધમાન સૂરિજીની તથા ગુરૂમૂર્તિઓની દેરી પણ છે.
આવા ભવ્ય, કલા અને કા૨ીગરીથી સમૃધ્ધ શ્રી ૧૦૮ પાર્શ્વનાથ જિનાલયની ફરતી ભમતીમાં પંચાવનમી દેવકુલિકામાં શ્રી સુખ સાગર પાર્શ્વનાથ પ્રભુની તેજોમય પ્રતિમાજી પ્રતિષ્ઠિત છે. આ પ્રતિમાજી પરિકરથી પરિવૃત્ત છે, તેમજ પદ્માસનસ્થ છે. ફણાથી યુક્ત આ પ્રતિમાજીની ઊંચાઈ ૩૧ ઈંચની છે.
19
& infire ép salpus
શ્રી સુખસાગરજી પાર્શ્વનાથ
539
૧૧૨
KUM.
Page #137
--------------------------------------------------------------------------
________________
મહિમા અપરંપાર
| ઉપલેટામાં નટુભાઈ શેઠનો પરિવાર રહે. તેઓ સ્થાનકવાસી જૈન હતા. છતાં દરરોજ દેરાસર શ્રી જિનેશ્વર ભગવંતના દર્શનાર્થે જતા. નટુભાઈ પોતાની દુકાને જાય તે પહેલાં અચૂક દેરાસરે જતાં હતા. આ નિયમ તેમણે જાળવી રાખ્યો હતો. ચાતુર્માસમાં કોઈ મહાસતીજી આવે તો પણ પ્રથમ દેરાસરે જતાં પછી જ ઉપાશ્રયે જતા. નટુભાઈના પત્ની રેખાબેન પણ દેરાસરે જતા હતા.
નટુભાઈને ઋત્વિક નામનો પુત્ર હતો. તે કોલેજના છેલ્લા વર્ષમાં હતો. કોલેજનું છેલ્લું વર્ષ પુરૂં કરીને પછી આગળ ભણવાનો વિચાર નહોતો કારણકે તે પિતાને ધંધામાં સાથ આપવા માંગતો હતો. આમ તો તે દરરોજ કોલેજ પછીના ફાજલ સમયમાં દુકાને બેસતો હતો.
એક દિવસ દુકાન પર નટુભાઈ અને ઋત્વિક બેઠાં હતા ત્યાં નટુભાઈના જૂના મિત્ર આવ્યા. તેમનું નામ દિલસુખભાઈ હતું.
નટુભાઈએ દિલસુખભાઈને આવકાર આપ્યો અને કહ્યું : “દિલસુખભાઈ, હમણાં અઠવાડિયાથી દેખાતાં નહોતા. શું બહાર ગામ ગયા હતા ?'
હા...અચાનક જવું પડયું. અહીંથી અમદાવાદ ગયા હતા અને ત્યાંથી મહુડી, આગલોડ પછી શંખેશ્વર ગયા હતા.'
‘મારી શંખેશ્વર જવાની ઘણી ઈચ્છા છે પરંતુ નીકળાતું નથી.'
નટુભાઈ, એકવાર શંખેશ્વર જશો તો ચોક્કસ વર્ષમાં બે-ત્રણવાર જવાનું મન થયા વિના રહેશે નહિ. પ્રથમ કારણ એ છે કે ત્યાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુનું ભવ્ય જિનાલય છે. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી એટલી તેજોમય લાગે છે કે જેનું વર્ણન કરી શકતો નથી. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુના દર્શન માત્રથી હૈયામાં ભક્તિના ગાન ગુંજવા લાગે છે...'
ઓહ...હવે તો જરૂર જવું જ પડશે. પણ અમને તમારી જેમ સેવા-પૂજા
શ્રી સુખસાગરજી પાર્શ્વનાથ
૧૧૩
Page #138
--------------------------------------------------------------------------
________________
કરતાં આવડે નહિ. માત્ર દર્શન અને માળા કરી શકીએ...”
‘નટુભાઈ, પ્રભુ તો ભાવના ભૂખ્યા છે. શ્રધ્ધા અને ભક્તિ હોય એટલે બધું આવી ગયું. અને હા, બીજું ત્યાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ વિહાર મહાપ્રાસાદ છે. આ જિનાલયમાં શ્રી ૧૦૮ પાર્શ્વ પ્રભુના તીર્થોની પ્રતિમાજી બિરાજમાન કરાયેલી છે. દરેક પ્રતિમાજી ભવ્ય અને નયન રમ્ય છે તેમાંય પંચાવનમી દેરીમાં બિરાજમાન કરવામાં આવેલી શ્રી સુખસાગર પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી અત્યંત પ્રભાવક છે. ત્યાં જઈને જે કોઈ સંકલ્પ કરે તો તેનો સંકલ્પ પરિપૂર્ણ થયા વિના રહેતો નથી.'
ઓહ...તો તો આ અઠવાડિયામાં જ શંખેશ્વર જવાનો કાર્યક્રમ ગોઠવવો પડશે.”
‘અહીંથી સુરેન્દ્રનગરની બસમાં બેસી જવું અને સુરેન્દ્રનગરથી શંખેશ્વરની બસ મળી જાય છે.”
ના...ના... અમે તો ટેક્સી કરીને જઈશું. ત્યાં બે દિવસ રોકાવાય તે રીતે જઈશું.”
| ‘નટુભાઈ, તમે જરૂર જાવ, તમને ખૂબજ મજા પડશે.' દિલસુખભાઈ બોલ્યા.
અને...
બીજા અઠવાડિયે નટુભાઈ, રેખાબેન અને ઋત્વિક ટેક્સી કરીને શંખેશ્વર ગયા. તેઓ પ્રથમવાર જતા હતા. દિલસુખભાઈએ કહેલું કે શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં જ ઉતારો રાખજો. ત્યાં ધર્મશાળા સરસ છે. આથી તેઓ સીધા શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ વિહારમાં આવ્યા. નટુભાઈએ ધર્મશાળાની એક રૂમ લીધી.
નટુભાઈ રૂમમાં પલંગ પર આડે પડખે થતાં બોલ્યા! “અરે...અહીં તો મજા આવે તેવું વાતાવરણ છે...'
હા..આ જગ્યા જ ખૂબ પવિત્ર છે...' રેખાબેને કહ્યું. થોડીવાર ત્રણેય આડે પડખે થયા પછી શ્રી ૧૦૮ પાર્શ્વનાથ જિનાલયના
શ્રી સુખસાગરજી પાર્શ્વનાથ
૧૧૪
Page #139
--------------------------------------------------------------------------
________________
દર્શનાર્થે ગયા. ત્યાંની કલા કારીગરી જોઈને નવાઈ પામી ગયા. નટુભાઈ, રેખાબેન અને ઋત્વિક ફરતી ભમતીમાં પંચાવનમી દેરી પાસે ઊભા રહી ગયા. ત્યાં મૂર્તિ જોઈને નટુભાઈ, રેખાબેન અને ઋત્વિક ભાવ વિભોર બની ગયા. ત્રણેયે ખૂબજ ભાવથી દર્શન-વંદન કર્યા. શ્રી ૧૦૮ પાર્શ્વનાથ જિનાલયમાં દર્શન કરીને તેઓ બજારમાં ફરતાં ફરતાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથના દર્શન અર્થે ગયા. ત્યાં પહોંચ્યા પછી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી નિહાળીને અત્યંત ભાવુક બની ગયા.
નટુભાઈ, રેખાબેન અને ઋત્વિકે ત્યાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુના જાપ કર્યા લગભગ એકાદ કલાક શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુના જિનાલયમાં બેસીને પછી ધર્મશાળા પર આવ્યા. અને ભોજનશાળામાં બેસીને પછી ધર્મશાળા પર આવ્યા. અને ભાજનશાળામાં ભોજન માટે ગયા.
આમ બે દિવસ રોકાઈને તેઓ ઉપલેટા પાછા ફર્યા. નટુભાઈ ઉપલેટા આવીને સીધા દિલસુખભાઈના ઘેર આવ્યા અને કહ્યું: ‘દિલસુખભાઈ, આપનો કયા શબ્દોમાં ઉપકાર માનું તેની ખબર પડતી નથી. અમે શંખેશ્વર જઈ આવ્યા ત્યાં શ્રી શંખેશ્વર પાર્શ્વ પ્રભુના દર્શન કર્યા અને જાણ્યું પાવન થઈ ગયા તેવી અનુભૂતિ અમને સૌને થઈ તેમજ શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ વિહારનું જિનાલય કેટલું ભવ્ય છે...! તેમાંય ફરતી ભમતીમાં શ્રી સુખ સાગર પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી પાસે અમે બેસી જ રહ્યાં હતા. મારી પાસે વર્ણન કરવા માટેના શબ્દો નથી. અમે નક્કી કર્યું છે કે દરવર્ષે બે વાર તો શંખેશ્વર અવશ્ય જવું જ....
“નટુભાઈ, આ તીર્થ અત્યંત જાગૃત છે તેમજ પરમ તારક તીર્થ છે. આ તીર્થની યાત્રાએ એકવાર ગયા પછી વારંવાર જવાનું મન થાય...”
‘દિલસુખભાઈ, મારી એક નમ્ર વિનંતી છે કે તમે અમને સેવા-પૂજા તથા ચૈત્યવંદન શિખવાડી દો...બીજીવાર શંખેશ્વર જઈએ ત્યાં સુધીમાં અમને તેનો અભ્યાસ થઈ જાય....'
એમજ થયું નટુભાઈ, રેખાબેન અને ઋત્વિક વગેરે શ્રી જિનેશ્વર ભગવંતની સેવા
શ્રી સુખસાગરજી પાર્શ્વનાથ
૧૧૫
Page #140
--------------------------------------------------------------------------
________________
પૂજા તથા ચૈત્યવંદન ક્રિયા બે મહિનામાં શિખી લીધી. બીજીવાર શંખેશ્વર ગયા ત્યારે ત્યાં અનેરા ભક્તિભાવથી ત્રણેય સેવા-પૂજા અને ચૈત્યવંદન વગેરે કર્યા ત્યારે તેમનો આનંદ માતો નહોતો. જાગ્યે સુખનો સાગર ઉમટી ન પડયો હોય તેમ લાગતું હતું.
મંત્ર આરાધના
(૧)
ૐ હ્રીં શ્રી સુખસાગર પાર્શ્વનાથાય નમઃ | (૨) ૐ હ્રીં શ્રીં હ્રીં શ્ર સુખસાગર પાર્શ્વનાથાય નમ: (૩) ૐ હ Ø Ø Ø સુખસાગર પાર્શ્વનાથાય નમ:
ઉપરોક્ત ત્રણ મંત્રોમાંથી કોઈપણ એક મંત્રની આરાધના – જાપ દરરોજ વહેલી સવારે નિશ્ચિત સમયે આસન પર બેસીને કરવા. દરરોજ એક માળાતો અવશ્ય કરવી. જાપ દરમ્યાન ધૂપ-દીપ અખંડ રાખવા તેમજ વસ્ત્રો શુધ્ધ ધારણ કરવા, આ મંત્રજાપથી સુખ-સમૃદ્ધિમાં વધારો થાય છે. અંતર મન સુખ અનુભવે
છે.
પર સંપર્કઃ ઈ. શ્રી સિમંધર સ્વામી જૈન દેરાસર
દોશીવાડાની પોળ, ગાંધીરોડ,
અમદાવાદ-૩૮૦૦૦૧. ફોન : (૦૭૯) ૨૫૩૮૩૮૩૨
શ્રી સુખસાગરજી પાર્શ્વનાથ
Page #141
--------------------------------------------------------------------------
________________
શ્રી સહસ્ત્રફણાજી પાર્શ્વનાથ દક્ષિણ ગુજરાતના સમૃદ્ધ શહેર સુરતમાં શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ પ્રભુજીનું મુખ્યતીર્થ આવેલું છે. સુરતમાં શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ મુની મનોહરી પ્રતિમાજી ગોપીપુરામાં આવેલ શ્રી શીતલનાથજી સ્વામીના જિનાલયના ભોંયરામાં પ્રતિષ્ઠિત છે.
આ સિવાય ભારતભરમાં અનેક સ્થાનો પર શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજીઓ બિરાજમાન છે. પાટણના ટાંગડિયા વાડામાં, રાધનપુર, અણવાલ (બનાસકાંઠા), અમદાવાદમાં લાંબેસની પોળમાં શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી બિરાજમાન છે.
અમદાવાદમાં તળીયાની પોળ, સમેતશિખરની પોળમાં તથા વડનગર, પાલીતાણા, જોધપુર, ઉદેપુર, જયપુર, મુંબઈ (પાયધુની) સમલા (મહારાષ્ટ્ર) માં તેમજ ભીલડીયાજી તીર્થ, જીરાવલા તીર્થ તથા સાંતાક્રુઝ (મુંબઈ)ના જિનાલયોની ભમતીની દેરીઓમાં તેમજ મુંબઈ બાબુલનાથ રોડ પર આવેલા જિનાલયમાં પરમ પ્રભાવક શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી બિરાજમાન છે.
શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ (જિનાલય)માં ફરતી ભમતીમાં છપ્પનમી દેવકુલિકામાં શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ પ્રભુજીની નયનરમ્ય પ્રતિમાજી બિરાજમાનો.
સુરતમાં ગોપીપુરામાં આવેલ શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ જિનાલયમાં અમીવૃષ્ટિ, અમીઝરણાં અને નાગદેવતાના દર્શનની ઘટનાઓ અવારનવાર થતી જોવા મળે છે.
| વિક્રમ સંવત ૨૦૩૫માં પર્યુષણમાં શ્રી શીતલનાથજી પ્રભુના જિનાલયના ગર્ભગૃહમાં દીવાલનો આરસ ખોલવામાં આવ્યો ત્યારે દશ જેટલા નાગદેવતાઓએ ભાવિકોને દર્શન આપેલાં.
શ્રી સહસ્ત્રફણાજી પાર્શ્વનાથ
૧૧૭
Page #142
--------------------------------------------------------------------------
________________
Fir
usenForS
વિક્રમ સંવત ૨૦૩૭માં આ સ્થાને અમીવૃષ્ટિ કલાકો સુધી થઈ હતી. આ જિનાલયના જીર્ણોધ્ધાર અર્થે જીર્ણ મંદિરને ઉતારવાનો પ્રારંભ થયેલો. ત્યારે જમીન માંથી ૨૦૦ જેટલાં પ્રાચીન પરંતુ અત્યંત તાજા પુષ્પોની પાંદડીઓ અને સિંદુર મળેલા હતા. એક કુંડી પણ નીકળી હતી. તેમાંથી સુગંધી પુષ્પો પણ નીકળ્યાનું કહેવાય છે.
સુરતમાં શ્રી શીતલનાથજીના જિનાલયમાં આવેલ ભોંયરામાં શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ પ્રભુજી બિરાજે છે. કાયોત્સર્ગ મુદ્રામાં, શ્વેતવર્ણના સહસ્ત્રફણાથી વિભૂષિત આ પ્રતિમાજીની ઊંચાઈ ૫૮ ઈંચ અને પહોળાઈ ૧૭ ઈંચની છે. સુરતના શ્રેષ્ઠી ભાઈદાસ નેમીદાસે આચાર્ય ભગવંત શ્રી જિનલાભ સૂરિશ્વરજી મહારાજાના પાવનકારી ઉપદેશથી શ્રી સહસ્રફણા પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજીનું નિર્માણ કરાવ્યું. તેમણે વિક્રમ સંવત ૧૮૨૭ના વૈશાખ સુદ ૧૨ ના આચાર્ય ભગવંતના વરદ હસ્તે ૧૮૧ જિનબિંબોની અંજનશલાકા - પ્રતિષ્ઠા કરાવી હતી. અને મૂળનાયક રૂપે શ્રી શીતલનાથ પ્રભુને ગાદીનશીન કર્યાં હતા.
આ જિનાલયના ભોંયરામાં શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથજીને બિરાજમાન કર્યાં હતા. શ્રેષ્ઠી ભાઈદાસ નેમીદાસે સુરતમાં ઉપાશ્રય અને સિધ્ધગિરિ પર એક જિનાલયનું નિર્માણ કરાવ્યું હતું.
Step
શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી અતિ મનોહર અને દર્શનીય છે તેમજ ચમત્કારી છે. શિલ્પકારોએ તેમાં કલાના કામણ પૂર્યા છે. આ જિનાલયનો તાજેત૨માં જ જીર્ણોધ્ધાર થયો હતો. અનેક આચાર્યો, મુનિ-ભગવંતો અને કિવોએ શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ પ્રભુની સ્તુતિ પોતાની રચનાઓમાં ગાઈ છે.
(B)
*4*733YE
©e iPh
૧૧૮
@
Sing
શ્રી સહસ્ત્રફણાજી પાર્શ્વનાથ
Page #143
--------------------------------------------------------------------------
________________
શ્રી પાર્શ્વ જિન સ્તવન
તું પ્રભુ મારો હું પ્રભુ તારો, ક્ષણ એક મુજને નહિ વિસારો, મહેર કરી મુંજ વિનંતી સ્વીકારો, સ્વામી સેવક જાણી નિહાળો - ૧
લાખ ચોરાસી ભટકી પ્રભુજી, આવ્યો હું તારે શરણે હો જિનજી, દૂરગતિ કાપો, શિવસુખ આપો, સ્વામી સેવક જાણી નિહાળો - ૨
અક્ષય ખજાનો પ્રભુ તારો ભર્યો છે, આપોકૃપાળુ મેં હાથ ધર્યો છે, વામાનંદન જગવંદન પ્યારો, દેવ અનેરા માટેં તું ન્યારો...૩
પલ-પલ સમરું નાથ શંખેશ્વર, સમરથ તારણ તું હી જિનેશ્વર, પ્રાણ થકી તું અધિક વહાલો, દયા કરી મુજને નેહે નિહાળો...૪
ન
ભક્ત વત્સલ તારૂં બિરૂદ જાણી, કેડ ન છોડું એમ લેજો જાણી, ચરણોની સેવા નિતનિત ચાહું, ઘડી ઘડી મનમાં રે ઉમા હું...પ
જ્ઞાન વિમલ તુજ ભક્તિ પ્રભાવે, ભવોભવના સંતાપ શમાવે, અમીય ભરેલ તારી મૂતિ નિહાળી, પાપ અંતરના ધોજોએ પખાળી...૬
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ વિહારમાં બિરાજમાન શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ
પુણ્યવંતી ભૂમિ શંખેશ્વરમાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુનું મુય તીર્થ છે
શ્રી સહસ્ત્રફણાજી પાર્શ્વનાથ
૧૧૯
Page #144
--------------------------------------------------------------------------
________________
આ તીર્થ જગવિખ્યાત છે. દરરોજ હજારો યાત્રિકોની અવર-જવર થાય છે. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજીનો ઈતિહાસ અત્યંત પ્રાચીન છે. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજીનો અત્યંત પ્રભાવક અને ચમત્કારિક છે. અહીં ભોજનશાળા, ધર્મશાળાઓ તેમજ અન્ય જિનાલયો આવેલા છે.
શંખેશ્વરમાં બીજું દર્શનીય સ્થાન શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ છે. આ તીર્થમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજીઓ બિરાજીત
| વિક્રમ સંવત ૨૦૪પના મહાસુદ પાંચમના દિવસે આ મહાપ્રાસાદના પ્રેરક તપાગચ્છ સૂર્ય, પ્રશાંતમૂર્તિ, ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત પૂ. શ્રીમદ્ વિજય પ્રેમસૂરિશ્વરજી મહારાજા તથા સ્વ. આ. ભ. પૂ. શ્રીમદ્ વિજય સુબોધસૂરિશ્વરજી મહારાજાના વરદ હસ્તે ભવ્યાતિભવ્ય જિનાલયમાં મૂળનાયક શ્રી ભક્તિ પાર્શ્વનાથ સાથે ૧૦૮ પાર્શ્વનાથ ભગવંતની અંજનશલાકા તથા પ્રતિષ્ઠાનો ભવ્યાતિભવ્ય મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો આ તીર્થના દર્શનાર્થે દરરોજ હજારો યાત્રિકો આવતાં-જતાં રહે છે. અને દર્શન - સેવાપૂજા કરીને જીવનની ધન્યતમ ભાવદશા અનુભવે છે. વિશ્વભરમાં વિક્રમસર્જક આ મહાપ્રાસાદ પોતાની વિશાળતા અને ભવ્યતાના કારણે વર્તમાન કાળના સ્વર્ણિમ ઈતિહાસનું એક ભવ્ય સંભારણું બની રહેશે.
આ ભવ્ય મહાપ્રાસાદ ૫૦ વિઘા ધરતી પર ૮૪000 ચોરસ ફૂટના ઘેરાવામાં પથરાયેલું પદ્મ સરોવર આકારનું છે. અહીં શ્રીપાર્શ્વનાથ પ્રભુની મનોહર, નયનરમ્ય ૧૦૮ પ્રતિમાજીઓ, પંચધાતુની મૂર્તિઓ વગેરે પ્રતિષ્ઠિત છે. શ્રી પાર્શ્વના પ્રભુના ૧૦૮ તીર્થોના એકી સાથે દર્શન-વંદન અને સેવાપૂજાનો અગણિત લાભ યાત્રિકને મળી શકે છે. ૧૧૬ દેવકુલિકાઓના ૧૦૮ શિખરોથી અને આઠ સામરણોથી સુશોભિત છે બે ઉપમંદિરોથી શોભતું મુખ્યત્વે મકરાણાના આરસનું શ્રી ભક્તિ પાર્શ્વનાથનું મુખ્ય મંદિર છે. કલાત્મક ગર્ભદ્વાર, બબ્બે ચોકી મંડપ, અને ઊંચા શિખરો ધરાવતા ત્રણ દિશાના ત્રણ મહાધર પ્રાસાદ છે. નાનામાં નાનું શિખર ૩૭ ફૂટ ઊંચું અને સૌથી ઊંચું શિખર ૭૨ ફૂટની ઊંચાઈ વાળું છે.
શ્રી સહસ્ત્રફણાજી પાર્શ્વનાથ
૧૨૦
Page #145
--------------------------------------------------------------------------
________________
ભારતમાં મળતાં પત્થરોમાં પ્રથમ કક્ષાના, કલાકોતરણી માટે અતિ ઉત્તમ, નયન રમ્ય, આછા ગુલાબી એવા બંસી પહાડપુરના પથ્થરનું બાંધકામ કરાયું છે. અહીંનું ભવ્ય અને કલાત્મક પ્રવેશદ્વાર ઊંચું ને વિશાળ છે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર જિનાલયની ફરતી ભમતીમાં છપ્પનમી દેવકુલિકામાં શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ પ્રભુની તેજસ્વી, મનોહારી પ્રતિમાજી પ્રતિષ્ઠિત છે. શ્વેત પાષાણની આ પ્રતિમાજી પદ્મસનસ્થ છે અને આ પ્રતિમાજીની ઊંચાઈ ૩૧ ઈંચની છે.
મહિમા અપરંપાર
એકવાર પ્રફુલભાઈ તેમની પત્ની ચંદ્રિકા અને આઠ વર્ષનો પુત્ર દેવેશ સાથે જન્માષ્ટમીના દિવસોમાં યોજાતા આનંદ મેળામાં ગયા. મેળામાં આવ્યા તે પહેલાં પ્રફુલભાઈએ પત્નીને કહ્યું હતું કે દેવેશનો હાથ બરાબર પકડી રાખજે, કારણકે મેળામાં સખત ભીડ હશે. જો હાથ મુકાઈ ગયો તો મળવો મુશ્કેલ બનશે.
ચંદ્રિકાએ કહ્યું : ‘હું બરાબર ધ્યાન રાખીશ.'
ત્રણેય મેળામાં આવ્યા. મેળામાં હજારો લોકો ઘૂમતા હતા. સખત ભીડ હતી. આનંદ મામાં રમકડાના સ્ટોલ, ખાણીપીણીના સ્ટોલ, ચકરડી, ફજતફાળકો વગેરે હતું.
દેવેશે કહ્યું : ‘મમ્મી, મારે ચકરડીમાં બેસવું છે...’
1:
‘બેટા, ત્યાં જો...કેટલી બધી મોટી લાઈન છે ! આપણો વારો પણ આવે તેમ નથી...આપણે કાલે આવશું એટલે તને જરૂર બેસાડીશ...’
મેળામાં ચાલવાની પણ મુશ્કેલી અનુભવાતી હતી ત્યાં સામેથી કેટલાક ટિખળી છોકરાઓની ટોળી ઝડપથી દોડતી આવી અને ચંદ્રિકાની પાસેથી પસાર થઈ..તેમાં દેવેશનો હાથ છૂટી ગયો... માત્ર બે મિનિટમાં દેવેશ દેખાતો બધ થઈ ગયો. ચંદ્રિકાએ તરત જ પ્રફુલને કહ્યું : ‘સામેથી તોફાની છોકરાઓની ટોળી આવી એમાં દેવેશનો હાથ છૂટી ગયો છે... હવે જલ્દી એને શોધો...’
શ્રી સહસ્ત્રફણાજી પાર્શ્વનાથ
૧૨૧
Page #146
--------------------------------------------------------------------------
________________
જ પ્રફુલે કહ્યું : “મેં કહ્યું હતું કે તું બરાબર ધ્યાન રાખજે કંઈ વાંધો નહિ હું માઈકમાં જાહેરાત કરાવું છું.'
પ્રફુલભાઈ અને ચંદ્રિકાબેન સ્ટેશ પાસે જઈને જાહેરાત કરાવી. ચંદ્રિકાબેનની આંખો માંથી આંસુ વહેવા લાગ્યા. મગજ બહેર મારી ગયું હતું સ્ટેજ પાસે ઊભા રહેતા એક કલાક થઈ ગયો છતાં દેવેશનો પત્તો નહોતો. ઉના ત્યાં ચંદ્રિકાબેનને સ્મરણ થઈ આવ્યું કે શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ
ભક્તિ વિહારના જિનાલયની ફરતી ભમતીમાં છપ્પનમી દેરીમાં શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ પ્રભુ બિરાજે છે સંકટ સમયે તેમનું સ્મરણ કરીને કરેલી પ્રાર્થના નિષ્ફ જતી નથી. તરતજ ચંદ્રિકાબેન શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ પ્રભુનો જાપ કરવા લાગ્યા. | ચંદ્રિકાબેને એક માળાના જાપ કર્યા હશે તયાંજ દેવેશને લઈને કોઈ ભાઈ સ્ટેજ પર આવ્યા. સ્ટેજ પાસે મમ્મી પપ્પાને જોઈને દેવેશ ત્યાં દોડી ગયો અને વળગી પડ્યો...
ચંદ્રિકાબેને પોતાના પુત્રને તેડી લીધો અને ખૂબ વ્હાલ કર્યું. પ્રફુલભાઈએ પેલા ભાઈનો ખૂબ ખૂબ આભાર માન્યો.
આ પછી ત્યાં ઊભા ન રહેતા પ્રફુલભાઈ પત્ની અને પુત્રને લઈને ઘેર આવ્યા. ઘેર આવ્યા પછી ચંદ્રિકાબેને કહ્યું : “સાંભળો, આપણે શંખેશ્વર જવું પડશે. ત્યાં શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથજીના દર્શન - વંદન અને સેવાપૂજા કરવાની છે. તેમની કૃપાથી મેળામાં આપણને આપણો પુત્ર પાછો મળી ગયો છે...”
તો પછી આપણે આવતીકાલે સવારે નીકળી જઈએ. હજુ અમારે બે દિવસની રજા છે. ત્યાં શાંતિથી રહીશું અને પ્રભુ ભક્તિનો લાભ લઈશું.”
એમજ થયું.
બીજે જ દિવસે મુલભાઈ, ચંદ્રિકાબેન તથા દેવેશ શંખેશ્વર જવા નીકળી ગયા. ત્યાં તેઓ શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર ની ધર્મશાળામાં ઉતર્યા. થોડીવાર ધર્મશાળાની રૂમમાં આરામ કરીને પછી પૂજાના વસ્ત્રો ધારણ કરીને શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુની સેવા-પૂજા માટે ગયા. ત્રણેયે ખૂબજ શાંતિથી સેવા-પૂજા
શ્રી સહસ્ત્રફણાજી પાર્શ્વનાથ
૧૨૨
Page #147
--------------------------------------------------------------------------
________________
કરી અને ખાસતો શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ પ્રભુની સેવા-પૂજા કરીને ત્યાં ચૈત્યવંદન કર્યું અને અનેરા ભાવથી ભક્તિ કરી. ચંદ્રિકાબેનની આંખો માંથી સ્તવન ગાતાં ગાતાં આંસુ બહાર આવી ગયા. ત્યાર પછી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની પૂજા કરી આવ્યા. આમ બે દિવસ રોકાઈને તેઓ પોતાના સ્થાને પાછા ફર્યા.
શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ પ્રભુની ભક્તિથી સંકટો નષ્ટ પામે છે.
મંત્ર આરાધના
(૧) ૐ હ્રીં શ્રુ સહસ્ત્રફણા પાર્શ્વનાથાય નમ:
ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં સહસ્ત્રફણા પાર્શ્વનાથાય નમઃ (૩) ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં સહસ્ત્રફણા પાર્શ્વનાથાય નમઃ |
ઉપરોક્ત ત્રણ મંત્રોમાંથી કોઈપણ એક મંત્રની આરાધના દરરોજ વહેલી સવારે નિશ્ચિત સમયે અને આસન પર બેસીને કરવી. જાપ દરમ્યાન અખંડ ધૂપદીપ રાખવા. વસ્ત્રો શુધ્ધ અને સ્વચ્છ ધારણ કરવા. શ્રધ્ધા અને ભક્તિથી દરરોજ એક માળા તો અવશ્ય કરવી. જાપ કરવાથી દરેક કાર્યોમાં સિધ્ધિ મળે છે. તેમજ સંકટોનો નાશ થાય છે.
તે
રીતે સંપર્ક: શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ જૈન દેરાસર સુભાષચોક, ગોપીપુરા,
સુરત. ફોનઃ (૦૨૬૧) ૨૫૯૫૨૭૯
શ્રી સહસ્ત્રફણાજી પાર્શ્વનાથ
( ૧૨૩
Page #148
--------------------------------------------------------------------------
________________
શ્રી સૂરજમંડનજી પાર્શ્વનાથ
ગુજરાતના સુરત શહેરના ગોપીપુરા વિસ્તારમાં શ્રી સૂરજમંડન પાર્શ્વનાથ પ્રભુજીનું મુખ્યતીર્થ આવેલું છે. ગોપીપુરામાં શ્રી વાસુપૂજ્ય સ્વામીનું જિનાલય, આગમ મંદિર, અષ્ટાપદજીનું મંદિર વગેરે દર્શનીય સ્થાનો આવેલાં છે.
સુરતમાં ઉપાશ્રયો, પાઠશાળાઓ, આયંબીલ ભવન વગેરે આવેલા છે. સાંતાક્રુઝ (મુંબઈ)ના શ્રી કલિકુંડ પાર્શ્વનાથ જિનાલય તથા જીરાવલા તીર્થની ભમતીમાં શ્રી સૂરજમંડન પાર્શ્વનાથ પ્રભુજીની પ્રતિમાજી બિરાજમાન છે.
શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ (જિનાલય)ની ફરતી ભમતીમાં સત્તાવનમી દેવકુલિકામાં શ્રી સૂરજમંડન પાર્શ્વનાથ પ્રભુજીની મનો૨મ્ય પ્રતિમાજી પ્રતિષ્ઠિત છે.
સુરતના ગોપીપુરા વિસ્તારમાં શ્વેત વર્ણની, નવફણાથી અલંકૃત્ત, પદ્માસનસ્થ શ્રી સૂરજમંડન પાર્શ્વનાથજીની પ્રતિમાજી દિવ્યતાના તેજ પ્રસરાવે છે. પ્રતિમાજીની ઊંચાઈ ૬૧ ઈંચ અને પહોળાઈ ૪૫ ઈંચની છે.
વિક્રમ સંવત ૧૬૭૯ના કારતક વદ પાંચમના રોજ શ્રી શાંતિચંદ્ર ઉપાધ્યાયના શિષ્ય શ્રી રત્નચંદ્ર ગણિજીના શુભ હસ્તે આ પરમાત્માની પ્રતિષ્ઠા થઈ હતી. ગોપીદાસ નામના પરમ શ્રાવકે આ પ્રતિમાજીની પ્રતિષ્ઠા કરાવી હતી. આ દાનવીર શ્રેષ્ઠીના નામ પરથી સુરતનો આ વિસ્તાર ગોપીપુરાથી ઓળખાય છે. હાથીવાળા દેરાસરના ભોંયરામાં શ્રી સૂરજમંડન પાર્શ્વનાથ બિરાજે છે. આ જિનાલયમાં મૂળનાયક શ્રી ધર્મનાથ પ્રુ બિરાજમાન છે. જેની પ્રતિષ્ઠા વિક્રમ સંવત ૧૬૬૪ના જેઠ વદ-૫ ના શ્રી હીરવિજય સૂરજી મહારાજાના વરદ હસ્તે કરાઈ હતી.
વિક્રમ સંવત ૧૬૭૫માં ‘હીરવિહાર’ નામના ગુરૂમંદિરમાં શ્રી હીર વિજય સૂરિ તથા શ્રી સેન સૂરિજી મહારાજની પાદુકાની પ્રતિષ્ઠા ઉપાધ્યાય શ્રી રત્નચંદ્ર ગણિએ કરાવી હતી. જેનો લાભ વસ્તુપા સોમજી નામના શ્રાવકે લીધો હતો. અમદાવાદના સુશ્રાવક શાંતિદાસ શેઠે શ્રી સૂરજમંડન પાર્શ્વનાથ પ્રભુની સમક્ષ ચિંતામણિ મંત્રની આરાધના કરી હતી અને ધન્યતા અનુભવી હતી. હાથીવાળા દેરાસર તરીકે જાણીતા આ જિનાલયમાં બિરાજમાન આ પાર્શ્વનાથનું બીજું નામ
શ્રી સૂરજમંડનજી પાર્શ્વનાથ
૧૨૪
Page #149
--------------------------------------------------------------------------
________________
‘શ્રી દિગ્ગજ પાર્શ્વનાથ' હોવાનું માનવામાં આવે છે.
આચાર્ય ભગવંતો, મુનિ ભગવંતો વગેરેએ પોતાની પ્રાચીન રચનાઓમાં શ્રી સૂરજમંડન પાર્શ્વનાથ પ્રભુને અનેરા ભાવથી નમસ્કાર ગર્યાં છે.
યતિની મંત્ર સિધ્ધિ
એક યતિએ શ્રી સુરજ મંડન પાર્શ્વનાથ સમક્ષ છે માસની એક મંત્ર સાધનાનો પ્રારંભ કર્યો તે માટે સૂરતના શાંતિદાસ શેઠ નિત્ય પાંચશેર દૂધ તથા એક શેર સાકર મોકલાતા હતા. શેઠ પર પ્રસન્ન થયેલા યતિએ મંત્રસિદ્ધિના દિવસે શેઠને હાજર રહેવા જણાવ્યું. મહત્વના કાર્યમાં પડી જવાથી શેટે પોતાના શાંતિ નામના નોકરને ત્યાં મોકલ્યો. ધ્યાનમાં મગ્ન બનેલા યતિએ તેને શેઠ સમજીને પરમાત્મા સન્મુખ ઊભા રહેવા જણાવ્યું. એક કાળો નાગ તેના પગથી માથી સુધી ચડીને જીભ કાઢે ત્યારે પોતાની જીભનો સ્પર્શ તેની સાથે નિર્ભીક બનીને કરવા તેને સૂચના કરી.
શાંતિ નામનો નોકર પમાત્માની સન્મુખ ઊભો રહી ગયો. તેના મસ્તક સુધી સર્પ ચઢ્યો ત્યાં સુધી તે નિર્ભિક રહ્યો પણ તેની સાથે જીભ મિલાવવાની તેની હિંમત ન ચાલી, તે ભયભીત બનતાં સર્પ નીચે ઉતરી ગયો.
યતિ ધ્યાનાવસ્થા માંથી જાગૃત થયા અને શાંતિ નામના નોકરને કહ્યું : ‘તું ભયીત ન બન્યો હોત તો અભંગ વંશપરંપરા અને અખૂટ સમૃધ્ધિનો સ્વામી બન્યો હોત, હવે તેની સમૃધ્ધિ સાત પેઢી સુધી અખૂટ રહેશે, ત્યારબાદ તેમાં ઓટ આવશે.’
યતિ મહારાજનો આ સંકેત સાચો ઠર્યો.
શાંતિ નામનો નોકર દિલ્હી જઈને ખૂબ કમાયો અને અમદાવાદનો નગરશેઠ
બન્યો.
૧૨૫
શ્રી સૂરજમંડનજી પાર્શ્વનાથ
Page #150
--------------------------------------------------------------------------
________________
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં બિરાજમાન શ્રી સૂરજમંડન પાર્શ્વનાથ
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુનું મુખ્ય તીર્થ શંખેશ્વરમાં છે. આ તીર્થ જગવિખ્યાત છે. અહીં દરરોજ હજારો યાત્રિકોની અવર જવર રહે છે. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજીનો ઈતિહાસ અત્યંત પ્રાચીન છે. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી અત્યંત પ્રભાવક અને ચમત્કારિક છે. અહીં ધર્મશાળાઓ, ભોજનશાળા તેમજ અન્ય દર્શનીય જિનાલયો આવેલા છે.
શંખેશ્વરમાં બીજું દર્શનીય સ્થાન શ્રી ૧૦૮ પાર્શ્વનાથજી ભક્તિવિહાર મહાપ્રાસાદ છે. આ તીર્થમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુજીની પ્રતિમાજીઓ પ્રતિષ્ઠિત કરવામાં આવી છે.
| વિક્રમ સંવત ૨૦૪પના મહાસુદ પાંચમના મંગલ દિવસે આ મહાપ્રાસાદના પ્રેરક તપાગચ્છ સૂર્ય, પ્રશાંતમૂર્તિ, ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત પૂ. શ્રીમદ્ વિજય પ્રેમસૂરિસ્વરજી મહારાજા તથા સ્વ. આ. ભ. પૂ. શ્રીમદ્ વિજય સુબોધસૂરિશ્વરજી મહારાજાના વરદ હસ્તે ભવ્યાતિભવ્ય જિનાલયમાં મૂળનાયક શ્રી ભક્તિ પાર્શ્વનાથ પ્રભુજીની સાથે ૧૦૮ પાર્શ્વનાથ ભગવંતની અંજનશલાકા તથા પ્રતિષ્ઠાનો મહોત્સવ ધામધૂમપૂર્વક ઉજવાયો હતો.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર તીર્થના દર્શનાર્થે દરરોજ વિશાળ સંખ્યામાં યાત્રિકો આવતા-જતા રહે છે અને દર્શન-વંદન તથા સેવાપૂજા કરીને જીવનની ધન્યતમ ભાવદશાનો અનુભવ કરે છે. વિશ્વભરમાં વિક્રમ સર્જક આ મહાપ્રાસાદ પોતાની વિશાળતા અને ભવ્યતાના કારણે વર્તમાનકાળના ૨ સ્વર્ણિમ ઈતિહાસનું એક ભવ્ય સંભારણું બન્યું.
આ ભવ્ય મહાપ્રાસાદ ૫૦ વિધા ધરતી પર ૮૪૦૦૦ ચોરસ ફૂટના ઘેરાવામાં પથરાયેલું પદ્મસરોવર આકારનું છે. અહીં શ્રી પાર્શ્વનાથ પ્રભુની મનોહર, નયનરમ્ય ૧૦૮ પ્રતિમાજીઓ, પંચધાતુની મૂર્તિઓ વગેરે પ્રતિષ્ઠિત છે.
શ્રી સૂરજમંડનજી પાર્શ્વનાથ
૧૨૬
Page #151
--------------------------------------------------------------------------
________________
શ્રી પાર્શ્વનાથ પ્રભુના ૧૦૮ તીર્થોના એકી સાથે દર્શન વંદન અને સેવાપૂજાનો અણીગત લાભ યાત્રિકોને મળી શકે છે. ૧૧૬ દેવકુલિકાઓના ૧૦૮ શિખરોથી અને આઠ સામરણોથી સુશોભિત છે. બે ઉપમંદિરોથી શોભતું મુખ્યત્વે મકરાણા આરસનું શ્રી ભક્તિ પાર્શ્વનાનું મુખ્ય મંદિર છે. કલાત્મક ગર્ભદ્વાર, બબ્બે ચોકી મંડપ, અને ઊંચા શિખરો ધરાવતા ત્રણ દિશાના ત્રણ મહાધર પ્રસાદ છે. નાનામાં નાનું શિખર ૩૭ફૂટ ઊંચું અને સૌથી ઊંચુ શિખ ૭૨ ફૂટની ઊંચાઈ વાળું છે.
ભારતમાં પત્થરોમાં પ્રથમ કક્ષાના કલાકોતરણી માટે અતિ ઉત્તમ, નયનરમ્ય, આછા ગુલાબી એવા બંસી પહાડપુરના પત્થરનું બાંધકામ કરાયું છે. અહીંનું ભવ્ય અને કલાત્મક પ્રવેશદ્વાર ઊંચું અને વિશાળ છે.
આ સંકુલમાં વૃક્ષોની હારમાળા, બગીચાના કારણે પ્રાકૃતિક સૌંદર્ય ખીલી ઊઠ્યું છે. અહીં આવનાર યાત્રિકને પરમ શાંતિનો અનુભવ થયા વિના રહેતો નથી.
આ સંકુલમાં પ્રવેશ કરતાં જ યાત્રિક પવિત્ર અને દિવ્ય વાતાવરણમાં આવ્યાનો અનુભવ કરે છે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ વિહાર જિનાલયની ફરતી ભમતીમાં સત્તાવનમી દેવકુલિકામાં શ્રી સૂરજમંડન પાર્શ્વનાથ પ્રભુજીની પ્રતિમાજી બિરાજમાન છે. આ પ્રતિમાજી મનોહારી અને નયનરમ્ય છે. શ્વેત પાષાણની આ પ્રતિમાજી સસફણાથી મંડિત છે. આ પ્રતિમાજી પદ્માસનસ્થ છે તેમજ પ્રતિમાજીની ઊંચાઈ ૩૧ ઈંચની છે.
મહિમા અપરંપાર
ભાવનગરમાં જિતેન્દ્ર નામનો પચ્ચીસ વર્ષનો જૈન યુવાન એક કારખાનામાં મજુરીકામ કરતો હતો. તેના માતા-પિતા સ્વભાવે શાંત અને વિવેકી હતા. જિતેન્દ્રના પિતા વારંવાર બીમાન પડતા હોવાથી ઘેર જ રહેતા હતા. આથી જિતેન્દ્રની ઉપર ઘરનો ભાર હતો. ઘરમાં માત્ર ત્રણ વ્યક્તિ જ હતા. તેઓ એક
શ્રી સૂરજમંડનજી પાર્શ્વનાથ
૧૨૭
Page #152
--------------------------------------------------------------------------
________________
નાનકડી રૂમમાં રહેતા હતા. જિતેન્દ્રને મહિને મજુરી કામમાં બે હજાર રૂપિયા મળી જતાં. કારખાનેથી છૂટ્યા પછી તે અગરબત્તી વેચવા જતો હતો.
| જિતેન્દ્ર દરરોજ દેરાસરે દર્શન કરવા જતો હતો. તેના ઘરની બાજુમાં જ દેરાસર હતું. | એક દિવસ તેના પિતાએ કહ્યું : “દીકરા, તું સખત મજુરી કરે છે. સવારના સાત વાગ્યાનો નીકળી જાય છે, સાંજે સાત વાગે આવે છે પછી બે કલાક અગરબત્તીનો વેપાર કરવા જાય છે. તેમાં તને રોજના વીસ-પચ્ચીસ રૂપિયા મળે છે... દીકરા, અમે તને વધારે ભણાવી ન શક્યા તેનો રંજ છે. આપણા ભાગ્યમાં પહેલેથી જ ગરીબાઈ લખાયેલી છે. તારા માટે કોઈ વાત આવતી નથી. શું કરવું તેની મને કે તારી માતાને સુઝ પડતી નથી...”
“પિતાજી, ભાગ્યમાં જે લખાયું હોય તેમજ બને છે. માણસે પોતાના કર્મ ભોગવવા જ પડે છે. આપ મારી ચિંતા કરશો નહિ મારે પરણવું ની. તેનું કારણ એ છે કે આપણે મોટું ઘર લઈ શકીએ તેમ નથી. આપણું જીવન આમ જ પસાર થઈ જશે. ગરીબ લોકોના નસીબ પણ ગરીબ જ હોય છે.'
દીકરા, તું એસ.એસ.સી. પાસ થઈ ગયો પછી મારી તબીયત લથડવા લાગી, તેના કારણે મારે ઘેર પડ્યા રહેવાનો વારો આવ્યો અને તારી ભણવાની ઈચ્છાનો અંત આવી ગયો અને નોકરીએ લાગી જવું પડ્યું.' | “પિતાજી, જે હોય તે, સંસારમાં આમજ ચાલ્યા કરે છે. મારે આપને અને માતાજીને ઘણા વખતથી એક વાત કરવાની ઈચ્છા છે જે આજે જણાવી દઉં છું. વાત જાણે એમ છે કે હું દરરોજ દેરાસર દર્શન કરવા જઉં છું ત્યારે પ્રેમચંદભાઈ નામના વડીલ હંમેશા ભેગા થઈ જાય છે. દેરાસરમાં મને અન્ય કોઈ બોલાવતું નથી પરંતુ પ્રેમચંદભાઈ ખુબજ પ્રેમથી બોલાવે છે તેઓ વચ્ચે શંખેશ્વર જઈ આવ્યા હતા. શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ છે. આ મહાપ્રાસાદની ફરતી મતીમાં સત્તાવનમી દેરીમાં શ્રી સૂરજ મંડન પાર્શ્વનાથ પ્રભુજી બિરાજમાન છે. આ પ્રતિમાજી અત્યંત મનોહારી અને દર્શનીય છે. તેમણે મને
શ્રી સૂરજમંડનજી પાર્શ્વનાથ
= ૧૨૮
Page #153
--------------------------------------------------------------------------
________________
કહ્યું કે તું એકવાર શંખેશ્વરની અને શ્રી સૂરજમંડન પાર્શ્વનાથ પ્રભુજી દર્શન-વંદન અને સેવાપૂજા કરી આવ...' વડીલની વાત સાંભળ્યા પછી શંખેશ્વર જવાની ઈચ્છા પ્રબળ બની છે.”
જીતેન્દ્ર, તારી ઈચું છે તો જઈ આવ...' માતાજીએ કહ્યું.
ના...આપણે ત્રણેય સાથે જઈશું...અહીંથી પુનમની બસ જાય છે. તેમાં જઈશું. એકદમ ઓછા ભાવે લઈ જાય છે. ત્રણ દિવસ પછી પુનમ છે તો હું આજે જ ટિકિટ લઈ લઉં છું. આ વખતે પુનમના દિવસે રવિવાર છે એટલે રજા લેવાનો પણ પ્રશ્ન નથી.'
‘ભલે...એમ કર...'
અને જિતેન્દ્ર પોતાના માતાપિતાને લઈને પુનમના આગલી રાતે શંખેશ્વર યાત્રા બસમાં બંસી ગયો. ત્રણેય પ્રથમ વાર જ શંખેશ્વર આવતા હતા. ત્યાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુના દર્શન-વંદન કર્યા, શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદમાં સેવાપૂજા કરી તેમાંય શ્રી સૂરજ મંડન પાર્શ્વનાથ પ્રભુની સેવા પૂજા અનેરી ભક્તિથી કરી... ત્રણેયને શંખેશ્વરનો યાત્રા પ્રવાસ આનંદમય બની ગયો. તે દિવસે સાંજે શંખેશ્વરથી બસ ઉપડીને મોડી રાત્રે ભાવનગર આવી.
પંદર દિવસ વીતી ગયા. એક દિવસ જિતેન્દ્રને પ્રાઈવેટ બેંકમાં પટાવાળા તરીકેની ઓફર આવી. આ ઓફર પ્રેમચંદભાઈ લાવ્યા હતા. જિતેન્દ્રએ તરતજ ઓફર સ્વીકારી લીધી. જિતેન્દ્ર બેંકમાં લાગી ગયો. શરૂઆતનો પગાર પાંચ હજાર રૂપિયા હતો. જિતેન્દ્ર મનોમન શ્રી સૂરજ મંડન પાર્શ્વનાથ પ્રભુની ભક્તિ કરવા લાગ્યો. તે બેંકની નોકરી માં લાગ્યો તે પછી એકવાર એકલો શંખેશ્વર જઈ આવ્યો. આમ જિતેન્દ્રનો પરિવાર સુખના દિવસો જોવા લાગ્યો. બીજા વર્ષે તેના વિવાહ પણ થઈ ગયા અને એક સારી જગ્યાએ નાનકડો ફલેટબેંકની લોન લઈને ખરીદ્યો.
શ્રી સૂરજમંડનજી પાર્શ્વનાથ
૧૨૯
Page #154
--------------------------------------------------------------------------
________________
મંત્ર આરાધના
(૧) હ્રીં શ્રી સૂરજમંડન પાર્શ્વનાથાય નમઃ | (૨) ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં સૂરજમંડન પાર્શ્વનાથાય નમઃ | (૩) ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રી સૂરજમંડન પાર્શ્વનાથાય નમઃ |
ઉપરોક્ત ત્રણ મંત્રોમાંથી કોઈપણ એક મંત્રની આરાધના દરરોજ વહેલી સવારે ઉઠીને, સ્વસ્થતા ધારણ કરીને, સ્વચ્છ અને શુદ્ધ વસ્ત્રો પહેરીને કરવી. જાપનો સમય અને આસન નિશ્ચિત રાખવું. જાપ દરમ્યાન ધૂપ-દીપ અખંડ રાખવા. મંત્ર આરાધનાથી માનસિક શાંતિ અને સુખની પ્રાપ્તિ થાય છે. જીવન ધન્ય બની ઉઠે છે.
સંપર્કઃ શ્રી સુરજમંડન પાર્શ્વનાથ જૈન દેરાસર હાથીવાળી ગલી, ગોપીપુરા,
a સુરત. મોબાઈલ નંબર : ૯૮૭૯૫ ૧૬૪૪૨
શ્રી સૂરજમંડનજી પાર્શ્વનાથ
૧૩૦
Page #155
--------------------------------------------------------------------------
________________
શ્રી સોમચિંતામણિજી પાર્શ્વનાથ
ગુજરાતના ખેડા જિલ્લામાં આવેલ ખંભાતમાં શ્રી સોમચિંતામણિ પાર્શ્વનાથનું મુખ્ય તીર્થ આવેલું છે. આ તીર્થ ખંભાત રેલ્વે સ્ટેશનથી દોઢ કિ.મી. દૂર, વડોદરાથી ખંભાત તીર્થ ૮૦ કિ.મી. ના અંતરે આવેલું છે.
ખંભાત તીર્થની નજીકમાં સોજીત્રા, માતર, ખેડા, કલિકુંડ વગેરે તીર્થો આવેલા છે. ખંભાતમાં ધર્મશાળા-ભોજનશાળાની સુવિધાઓ છે. શ્રી સોમચિંતામણિ પાર્શ્વનાથ પ્રભુનું પ્રાચીન જિનાલય સંઘવીની પોળમાં આવેલું છે. મુંબઈ. સાંતાક્રુઝના શ્રી કલિકુંડ પાર્શ્વનાથ જિનાલયની દેરીમાં શ્રી સોમ ચિંતામણિ પાર્શ્વનાથજી બિરાજે છે.
શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ (જિનાલય)માં ફરતી ભમતીમાં પત્ની દેવકુલિકામાં શ્રી સોમચિંતામણિ પાર્શ્વનાથ પ્રભુજીની દર્શનીય પ્રતિમાજી બિરાજમાન છે.
ખંભાતના જિનાલયો ભવ્ય અને દર્શનીય છે. ખંભાતના અન્ય જિનાલયોમાં ખારવાડામાં શ્રી સ્તંભન પાર્શ્વનાથ તથા શ્રી સીમંધર સ્વામીનું જિનાલય, ઘીટીમાં ભગવાન મહાવીર સ્વામીનું જિનાલય તથા જીરાળા પાડામાં શ્રી ચિંતામણિ પાર્શ્વનાથનું જિનાલય આવેલું છે. સાગોરાપાડામાં શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાનનું જિનાલય છે. આ બધા પ્રાચીન જિનાલયો છે. ખંભાતના વસ સ્ટેન્ડ પાસે ચોવીસ જિનનું નૂતન જિનાલય છે તેના ભોંયરામાં ૯૬ જિનની પ્રતિમાજીઓ બિરાજમાન છે.
ખંભાતમાં શ્વેતવર્ણ પાષાણના, સાત ફણાથી યુક્ત, પદ્માસનસ્થ શ્રી સોમ ચિંતામણિ પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજીની ઊંચાઈ ૨૨ ઈંચ અને પહોળાઈ ૧૬ ઈંચ છે.
ખંભાત એક સમયમાં ગુજરાતનું મહત્વનું બંદર હતું. ખંભાતનું બંદર બારે માસ વેપા૨-ધંધાથી ધમધમતું રહેતું હતું. આચાર્ય શ્રી અભય દેવ સૂરિશ્વરજી મહારાજે ‘શ્રીજયતિહુઅણસ્તોત્ર' દ્વારા શ્રી સ્તંભન પાર્શ્વનાથ પ્રભુની દિવ્ય અને અલૌકિક પ્રતિમાજી પ્રગટ કરેલી. ચૌદમાં સૈકામાં આ પ્રતિમાજીને ખંભાત
શ્રી સોમચિંતામણિજી પાર્શ્વનાથ
૧૩૧
Page #156
--------------------------------------------------------------------------
________________
લાવવામાં આવી અને આ પ્રતિમાજીને ભવ્ય જિનાલયમાં પ્રતિષ્ઠિત કરવામાં આવી, ત્યારથી ખંભાત પવિત્ર તીર્થસ્થળ ગણાવા લાગ્યું.
પ્રાચીન ગ્રંથોમાં ખંભાતના વિવિધ નામો રહ્યાં છે. ખંભાતના ત્રંબાવતી, ભોગાવતી, કનકાવતી, રૂપવતી, લીલાવતી, ખંભાવતી, અમરાવતી, સ્તંભતીર્થ, સ્તંભન, સ્તંભનપુર, ખંભ નગરી, થંભનપુર, થંભતીરથ વગેરે વિવિધ નામો રહ્યાં છે. અંગ્રેજીમાં “કેમ્બે' નામથી ઓળખાય છે.
મહારાજા સિધ્ધરાજ જયસિંહ અને મહારાજા કુમારપાળની અમી દૃષ્ટિ ખંભાત પ્રત્યે રહી હતી. તે કારણે જ અહીંના ધનિક શ્રેષ્ઠીઓનો ફાળો નાનોસૂનો નથી. ખંભાતમાં અનેક જ્ઞાની અને સમર્થ આચાર્યોની આવન-જાવન રહી છે. જૈનાચાર્યો એ અહીં રહીને શાસન-પ્રભાવનાના અનેક મહાન કાર્યો કર્યા છે. ખંભાતમાં રહીને અનેક જૈનાચાર્યોએ સાહિત્ય સર્જન કર્યા છે.
આ નગરીમાં કલિકાલ સર્વદા શ્રી હેમચંદ્રાચાર્ય સહિત અનેક જ્ઞાની આચાર્યોના પગલાંથી ધરતી પવિત્ર બની છે. ઉધ્યનમંત્રી, સજ્જનમંત્રી સહિત અન્ય મહાપુરુષોના કુનેહ અને કૌશલ્યનો લાભ ખંભાતને મળેલો. અનેક શ્રેષ્ઠીઓએ લક્ષ્મીનો સદ્વ્યય કરીને ખંભાતને રોનક બક્ષવામાં સહયોગ આપ્યો
ગૌરવપ્રદ પ્રતિમા ધરાવતું ખંભાત આજેપણ ગુજરાતનું ગૌરવ છે. આજે પણ અનેક ભવ્ય જિનાલયો આ નગરીની શોભા છે. સંઘવીની પોળમાં શ્રી સોમચિંતામણિ પાર્શ્વનાથનું ભવ્ય જિનાલય શ્રધ્ધાળુઓના અંતરમનને પરમ શાંતિનો આફ્લાદક અનુભવ કરાવનારું છે.
| વિક્રમ સંવત ૧૯૯૯૦ માગસર સુદ-૧૧ ના આ પ્રાચીન જિનાલયનો જીર્ણોધ્ધાર થયો હતો. આ જિનાલયમાં પદ્માવતી દેવીની અલૌકિક અને ચમત્કારી મૂર્તિ છે. લોકોની પરમ શ્રધ્ધા પદ્માવતી દેવીની આરાધનામાં જોવા મળે છે. તેથી આ જિનાલયને ‘પદ્માવતીના દેરા” તરીકે પણ ઓળખવામાં આવે છે.
સંઘવીની પોળમાં જ શ્રી વિમલનાથ પ્રભુનું પ્રાચીન અને દર્શનીય જિનાલય
શ્રી સોમચિંતામણિજી પાર્શ્વનાથ
૧૩૨
Page #157
--------------------------------------------------------------------------
________________
આવેલું છે. શ્રી સોમચિંતામણિ પાર્શ્વનાથ તીર્થની પ્રશસ્તિ અનેક જૈનાચાર્યો તથા કવિઓએ પોતાની રચનામાં કરી .
શ્રી ૧૦૮ પાશ્વનાથ ભક્તિવિહારમાં બિરાજમાન શ્રી સોમચિંતામણિ પાર્શ્વનાથ
શંખેશ્વરમાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુનું મુખ્ય તીર્થ આવેલું છે. આ તીર્થ જગ વિખ્યાત છે. અહીં દરરોજ હજારો યાત્રિકોની અવર-જવર રહે છે. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજીનો ઈતિહાસ અત્યંત પ્રાચીન અને યુગો પુરાણો છે.
- શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી અત્યંત પ્રભાવક અને ચમત્કારિક છે. અહીં ધર્મશાળાઓ, ભોજનશાળા તેમજ અન્ય દર્શનીય જિનાલયો આવેલા છે. - શંખેશ્વરમાં બીજું દર્શનીય તીર્થસ્થળ શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ (જિનાલય) છે. આ તીર્થમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુજીની પ્રતિમાઓ પ્રતિષ્ઠિત કરવામાં આવી છે. | વિક્રમ સંવત ૨૦૪પના મહાસુદ પાંચમના મંગલ દિવસે આ મહાપ્રાસાદના પ્રેરક, તપાગચ્છસૂર્ય, પ્રશાંતમૂર્તિ, ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત પૂ. શ્રીમદ્ વિજય પ્રેમસૂરિશ્વરજી મહારાજા તથા આચાર્ય ભગવંત પૂ. સ્વ. શ્રીમદ્ વિજય સુબોધ સૂરિશ્વરજી મહારાજાના વરદ હસ્તે આ જિનાલયમાં મૂળનાયક શ્રી ભક્તિ પાર્શ્વનાથ પ્રભુજીની સાથે ૧૦૮ પાર્શ્વનાથ ભવંતની અંજનશલાકા તથા પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્યતિભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર તીર્થના દર્શનાર્થે દરરોજ વિશાળ સંખ્યામાં યાત્રિકો આવતા-જતા રહે છે અને દર્શન, વંદન તથા સેવા-પૂજા કરીને જીવનની ધન્યતમ ભાવદશાનો અનુભવ કરે છે. વિશ્વભરમાં વિક્રમ સર્જક આ મહાપ્રાસાદ પોતાની વિશાળતા અને ભવ્યતાના કારણે વર્તમાનકાળના સ્વર્ણિમ ઈતિહાસનું એક ભવ્ય સંભારણું બન્યું છે.
શ્રી સોમચિંતામણિજી પાર્શ્વનાથ
૧૩૩
Page #158
--------------------------------------------------------------------------
________________
આ ભવ્ય મહાપ્રાસાદ ૫૦વિધા ધરતીપર ૮૪૦૦૦ ચોરસફૂટના ઘેરાવામાં પથરાયેલું પદ્મસરોવર આકારનું છે. અહીં શ્રી પાર્શ્વનાથ પ્રભુની મનોહર, નયનરમ્ય ૧૦૮ પ્રતિમાજીઓ તથા પંચ ધાતુ મૂર્તિઓ વગેરે પ્રતિષ્ઠિત છે.
શ્રી પાર્શ્વનાથ પ્રભુના ૧૦૮ તીર્થોના એકી સાથે દર્શન વંદન અને સેવાપૂજાનો અગણિત લાભ યાત્રિકોને મળી શકે છે. ૧૧૬ દેવકુલિકાઓના ૧૦૮ શિખરોથી અને આઠ સામરણોથી સુશોભિત છે. બે ઉપમંદિરોથી શોભતું મુખ્યત્વે મકરાણા આરસનું શ્રી ભક્તિ પાર્શ્વનાથનું મુખ્ય મંદિર છે. કલાત્મક ગર્ભદ્વાર, બબ્બે ચોકી મંડપ, અને ઊંચા શિખરો ધરાવતા ત્રણ દિશાના ત્રણ મહાધરા પ્રાસાદ છે. નાનામાં નાનું શિખર ૬૭ ફૂટ ઊંચું અને સૌથી ઊંચું શિખર ૭૨ ફૂટની ઊંચાઈવાળું છે.
ભારતમાં મળતાં પથ્થરોમાં પ્રથમ કક્ષાના, કલાકોતરણી માટે અતિ ઉત્તમ, નયનરમ્ય, આછા ગુલાબી એવા બંસી પહાડપુરના પથ્થરનું બાંધકામ કરાયું છે. અહીંનું ભવ્ય અને કલાત્મક પ્રવેશદ્વાર ઊંચું અને વિશાળ છે.
આ સંકુલમાં પ્રવેશતાં જ યાત્રિકને પરમ શાંતિનો અનુભવ થાય છે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર જિનાલયની ફરતી ભમતીમાં અઠ્ઠાવનમી દેવકુલિકામાં શ્રી સોમચિંતામણિ પાર્શ્વનાથ પ્રભુની તેજોમય પ્રતિમાજી પ્રતિષ્ઠિત કરવામાં આવી છે. આ પ્રતિમાજી પદ્માસનસ્થ અને શ્વેતવર્ણ પાષાણની છે. પરિકરથી પરિવૃત્ત છે. તેમજ સપ્તફણાથી મંડિત છે. આ પ્રતિમાજીની ઊંચાઈ ૩૧ ઈંચની છે.
.
મહિમા અપરંપાર
ચોટીલામાં કુટુંબનું ભરણપોષણ કરવા મહેન્દ્રભાઈ આજુબાજુના ગામડામાં કાપડની ફેરી કરતાં હતા. તેઓ રાજકોટ જઈને કાપડ લઈ આવે અને ચોટીલાની આજુબાજુના ગામોમાં જઈને વેંચતા. મહેન્દ્રભાઈના પરિવારમાં સુશીલ અને ગુણીયલ ૨મા નામે પત્ની હતી. તેમજ એક પુત્ર તેજસ અને પુત્રી દેવયાની હતા.
શ્રી સોમચિંતામણિજી પાર્શ્વનાથ
Page #159
--------------------------------------------------------------------------
________________
અને
પુત્ર અને પુત્રી હજુ શાળામાં અભ્યાસ કરતાં હતા. તેજસ છઠ્ઠા ધોરણમાં ભણતો હતો ત્યારે દેવયાની ચોથા ધોરણમાં ભણતી હતી.
એ દિવસે રાત્રે કાપડની ફેરી કરીને પોતાના ઘેર આવેલા મહેન્દ્રાઈ કાપડની ગાંસડી એક તરફ મૂકીને ખાટલા પર બેસી ગયા. રમા તરત જ પાણી લઈને આવી, ને તે પાણી ન આપ્યું કહ્યું : “આજ તમારા ચહેરા પર થાક વરતાય છે....'
“હા...૨મા, મને બેચેની જેવું લાગે છે...આજે ગામડાની બસ ભરચક હતી એલે ઊભા ઊભા આવવાનું થયું. માથુ પણ ભારે લાગે છે...” મહેન્દ્રભાઈ બોલ્યા.
‘પહેલાં હાથ-મોં ધોઈલો... આજે માત્ર ખીચડી અને દૂધજ લેજો...” રમા રસોડામાં ગઈ.
છોકરાઓએ જમી લીધું?' હા...બન્ને બાજુમાં રમવા ગયા છે. હમણાં આવવા જોઈએ...”
‘ભલે.. તું થાળી કાઢ...હું હાથ-મોં ધોઈ લઉ...' એમ કહીને મહેન્દ્રભાઈ ઊભા થયા.
હાથ-મોં ધોઈને મહેન્દ્રાઈ રસોડામાં આવ્યા. રમાએ થાળી ગાઢી હતી. થાળીમાં ગરમાગરમ ખીચડી અને એક વાટકામાં દૂધ કાઢયું હતું. [ રમાએ પણ બીજી થાળીમાં ખીચડી અને દૂધીનું શાક લીધું હતું. જમતા જમતાં રમાએ કહ્યું : ‘તમે રોજ કાપડની ફેરી કરો છો. સવારે વહેલા ઊઠીને નીકળી જાઓ છો અને ઠેઠ રાત્રે પાછા ફરો છો. બીજો કોઈ ધંધો ધ્યાનમાં આવેતો જુઓને... આ ફેરીમાં તમે થાકી જાઓ છો. અને તમે જ્યાં સુધી પાછા ન ફરો ત્યાં સુધી ચિંતા રહે છે. સાંજ પડતાં જ તમારી રાહ જોતી બેસી રહું છું. ક્યારેક તો ગમતું જ નથી.”
‘રમા, હું પણ કાપડની ફેરીથી કંટાળી ગયો છું. પણ કરવું શું? આપણને મહિને ત્રણ હજારનો ખર્ચ થાય છે. એક હજાર બાપુજીને મોકલાવવા પડે છે. શું
શ્રી સોમચિંતામણિજી પાર્શ્વનાથ
૧૩૫
Page #160
--------------------------------------------------------------------------
________________
કરવું તે સુઝતું નથી.” મહેન્દ્રભાઈ બોલ્યા.
‘તમે ભણેલા છો. બી.એડ.ની ડિગ્રી છે તો ક્યાંય શિક્ષકની નોકરી મળી શકે તેમ નથી ?'
“અગાઉ ખૂબ પ્રયત્નો કર્યા હતા. એ નોકરી મેળવવા માટે સાહેબોને માતબર રકમ ચૂકવવી પડે છે. આપણી પાસે એવી રકમ ક્યાં છે?”
એક કામ કરીએ...મને બાજુવાળા રળિયાતબેને કહ્યું કે તમે એકવાર શંખેશ્વર જઈ આવ્યો. ત્યાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુના દર્શન કરો પછી શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર જિનાલય છે તેની ફરતી ભમતીમાં શ્રી સોમ ચિંતામણિ પાર્શ્વનાથ પ્રભુની દેરી છે તેના દર્શન-વંદન અને સેવા-પૂજા કરવાથી મનોકામના સિદ્ધ થાય છે...”
તો પછી આપણે બે દિવસ પછી જઈ આવીએ...વર્ષોથી યાત્રાપણ ફરી નથી...માત્ર દેરાસરે દર્શન કરવા જઈ શકાય છે...”
એમજ થયું.
બે દિવસ બાદ પતિ-પત્ની અને બન્ને બાળકો ચોટીલાથી શંખેશ્વર ગયા ત્યાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુના દર્શન-વંદન સેવા-પૂજા કર્યા બાદ શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર જિનાલયમાં સેવા-પૂજા કરી તથા ભમતીની અઠ્ઠાવનમી દેવકુલિકામાં બિરાજમાન શ્રી સોમચિંતામણિ પાર્શ્વનાથ પ્રભુની અનન્ય શ્રધ્ધા સાથે સેવા પૂજા કરી અને સંકલ્પ ધારણ કર્યો. શંખેશ્વરમાં એક દિવસ રોકાઈને ચોટીલા પાછા ફર્યા. વિક એક મહિના પછી મહેન્દ્રભાઈને ગામડાની શાળામાં અગાઉ એક અરજી કરી હતી તેનો ઓર્ડર આવ્યો અને શિક્ષક તરીકે જોડાઈ જવાનું આમંત્રણ હતું. મહેન્દ્રભાઈ રાજી રાજી થઈ ગયા. તેઓ બીજા જ દિવસે ચોટીલાની નજીકના ગામડામાં ગયા અને શિક્ષક તરીકેનો કાર્યભાર સંભાળી લીધો. તેમને સવારે સાત વાગે હાજર થઈ જવાનું હતું અને બપોરે ૧૨ વાગે છૂટી જવાનું હતું. રૂા. પાંચહજારનો પગાર હતો. પતિ-પત્ની બન્નેને થયું કે અશક્ય ગણાતું કાર્ય શ્રી
શ્રી સોમચિંતામણિજી પાર્શ્વનાથ
૧૩૬
Page #161
--------------------------------------------------------------------------
________________
Blue Saliers Re
સોમચિંતામણિ પાર્શ્વનાથ દાદાની કૃપાથી જ શક્ય બન્યું છે. નોકરી સ્વીકાર્યના બીજાજ અઠવાડિયે ફરીને આખો પરિવાર શંખેશ્વર ગયો અને શ્રી સોમચિંતામણિ પાર્શ્વ પ્રભુની હૈયાના ઉમંગ સાથે ભક્તિ કરી. પછી ચોટીલા પાછા ફર્યાં. મહેન્દ્રભાઈએ બપોર પછી ઘેર ટ્યુશન લેવાના ચાલુ કર્યા આમ મહેન્દ્રભાઈના જીવનમાં ખુશીની લ્હેર ફેલાઈ ગઈ.
મંત્ર આરાધના
(૧) ૐ મૈં Æ સોમચિંતામણિ પાર્શ્વનાથાય નમઃ । (૨) ૐ હ્રીં શ્રÆ હ્રીં શ્રÆ સોમચિંતામણિ પાર્શ્વનાથાય નમઃ । (૩) ૐ હ્રીં શ્રીં શ્રÆ Æ સોમચિંતામણિ પાર્શ્વનાથાય નમઃ ।
ઉપરોક્ત ત્રણ મંત્રોમાંથી કોઈપણ એક મંત્રના જાપ દરરોજ વહેલી સવારે નિશ્ચિત સમયે અને આસન પર બેસીને કરવા. દરરોજ એક માળાના જાપ અવશ્ય કરવા. ત્રણેય મંત્રો ફળદાયી છે. જાપ દરમ્યાન ધૂપ-દીપ અખંડ રાખવા જાપ આરાધનાથી જીવનમાં આવતી ઉપાધિઓ માંથી માર્ગ મળે છે. જીવન સુખી બને છે.
સંપર્કઃ
શ્રી સોમચિંતામણી પાર્શ્વનાથ જૈન દેરાસર
ઠે. સંઘવીની પોળ, મુ.પો. ખંભાત, જિ. ખેડા ફોન : (૦૨૬૯૮) ૨૨૧૮૧૬
શ્રી સોમચિંતામણિજી પાર્શ્વનાથ
૧૩૭
Page #162
--------------------------------------------------------------------------
________________
શ્રી અલૌકિક પાર્શ્વનાથ
મધ્ય પ્રદેશના ઉજ્જૈન જિલ્લામાં ઉજ્જૈન રેલ્વે સ્ટેશનથી ૧૧ કિ.મી. ના અંતરે આવેલ હાસામપુરામાં શ્રી અલૌકિક પાર્શ્વનાથ પ્રભુજીનું ભવ્ય જિનાલય આવેલું છે. શ્રી અલૌકિક પાર્શ્વનાથજીનું આ મુખ્ય તીર્થ છે. હાસામપુરા રાણાવદ ટેકરીની ઉત્તર પૂર્વમાં છે. હાસામપરા નામ કોઈ મુસ્લિમ શાસકે પોતાની બેગમનું નામ અમર બનાવવા માટે રાખ્યાનું જણાય છે. હાસામપુરાને આસામપુરા તરીકે પણ જાણવામાં આવે છે. આ મંદિરની નજીક ધર્મશાળા છે.
શંખેસ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ(જિનાલય)ની ફરતી ભમતીમાં ઓગણસાંઈઠમી દેરીમાં શ્રી અલૌકિક પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી બિરાજમાન છે.
હાસામપુરામાં બિરાજમાન શ્યામવર્ણના શ્રી અલૌકિક પાર્શ્વનાથજીની પ્રતિમાજી મનોરમ્ય અને દર્શનીય છે. પદ્માસનસ્થ આ પ્રતિમાજી કલાત્મક પરિકરથી પરિવૃત્ત છે. આ પ્રતિમાજીની હસ્તમુદ્રા પર સર્પયુગલના પ્રભાવક શિલ્પ હોવાથી પ્રતિમાજીની પ્રતિભા કંઈક અલગ તરી આવે ચે. પ્રભુજીના મસ્તકે સાતફણા છે. પ્રતિમાજીની ઊંચાઈ ૩૫ ઈંચ અને પહોળાઈ ૩૦ ઈંચની છે. પ્રતિમાની હસ્તમુદ્રા નીચે નાગ-નાગણીની જોડી વીંટાયેલી છે, જે અલૌકિક ચે.
પ્રાચીનકાળમાં આજનું હાસામપુરા ઉજ્જૈન નગરીનો મહોલ્લો હોવાનું કહેવાય છે. મહારાજા વિક્રમાદિત્યનો રાજમહેલ આ વિસ્તારમાં રહ્યો હોવાની સંભાવના છે. નજીકના રાણીકોટ નામના સ્થળે રાણી મહેલ રહ્યો હશે તેવી લોકવાયકા છે. એટલું ચોક્કસ કે આ સ્થળ પ્રાચીન છે.
આ જિનાલયનું સ્થાપત્ય વહી તીર્થના શ્રી વહી પાર્શ્વનાથ જિનાલયના સ્થાપત્યને મળતું આવે છે. વહી તીર્થના જિનાલયનો નિર્માણકાળ દશમા સૈકાનો માનવામાં આવે છે. તેથી શ્રી અલૌકિક પાર્શ્વનાથનું આ જિનાલય એટલું પ્રાચીન હોવું જોઈએ. ૫રમાર વંશના રાજવીઓના સમયમાં માળવામાં જૈન ધર્મની સવિશેષ ઉન્નતિ થઈ હતી તેમ ઈતિહાસની નોંધ છે.
તેથી ઉપરોક્ત સંભાવનાઓમાં વજુદ જણાયા વગર રહેતું નથી.
શ્રી અલૌકિ પાર્શ્વનાથ
૧૩૮
Page #163
--------------------------------------------------------------------------
________________
શ્રી અલૌકિક પાર્શ્વનાથ જિનાલયમાં એક ધાતુની ચોવીસી પર ૧૨મી શતાબ્દીનો લેખ છે. એથી આ જિનાલય ૧૦મી શતાબ્દીનું હોવાનું માની શકાય. આ તીર્થનો જીર્ણોધ્ધાર શાહ વિદ્યાધર પરિવારે આચાર્ય ભગવંત પૂ. દાનસૂરિશ્વરજી મહારાજા તથા આચાર્ય ભગવંત શ્રી હીરસૂરિશ્વરજી મહારાજાના ઉપદેશથી કર્યો હતો. વિક્રમ સંવત ૧૬૪૯ના કારત સુદ-રના દિવસે જીર્ણોધ્ધાર સંપન્ન થયો હતો. વિક્રમ સંવત ૧૬૪૯ના માઘ સુદ-૮ના દિવસે ઉજ્જૈન નિવાસી વિદ્યાધર પરિવારે શ્રી અલૌકિક પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી ભરાવીને પ્રતિષ્ઠિત કરી હતી. વચ્ચે કેટલોક કાળ આ તીર્થ અજ્ઞાત રહ્યું હતું.
એકવાર આચાર્ય ભગવંત શ્રી ભુવનભાનુ સૂરિશ્વરજી મહારાજાના શિષ્યરત્ન મુનિરાજ શ્રી નયન રત્નવિજયજી મહારાજ વિચરણ કરતાં અત્રે આવ્યા. આ તીર્થની જીર્ણ હાલત જોઈને તેમનું હૃદય દ્રવી ઊઠ્યું. તેમણે આ તીર્થનો જીર્ણોધ્ધાર કરવાનો મક્કમ નિર્ણય કર્યો. અને સંવત ૨૦૨૯માં તીર્થના જીર્ણોધ્ધારનું કાર્ય આરંભાયું. અને નૂતન શિખરબંધી જિનાલય આકાર પામ્યું. વિક્રમ સંવત ૨૦૩૬ના વૈશાખ સુદ-૭ના રોજ પૂજયશ્રીની પાવન નિશ્રામાં જીર્ણોધ્ધાર થયેલા આ જિનાલયમાં ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ થયો હતો.
આજે આ તીર્થની ખ્યાતિ સર્વત્ર પ્રસરી છે. દર્શનાર્થીઓનો ધસારો રહે છે.
આ તીર્થમાં સિધ્ધાંત મહોદધિ પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય પ્રેમસૂરિશ્વરજી મહારાજની ગુરુમૂર્તિનું સ્થાપન કરવામાં આવેલ છે.
રાણીકોટની બાજુના ખેતરમાંથી ધાતુની એક ખંડિત ચોવીસીની પ્રાપ્તિ થઈ હતી, તેના પર સંવત ૧૨૧૨નો લે છે. જયારે એક શિલાલેખમાં સંવત ૧૬૪૯માં આ તીર્થની પ્રતિષ્ઠા થયાનો ઉલ્લેખ છે અને શ્રી અલૌકિક પાર્શ્વનાથજીની દિવ્ય પ્રતિમાજીની નીચે સંવત ૧૬૫૮નો ઉલ્લેખ થયેલો જોવા મળે છે.
શ્રી અલૌક્કિ પાર્શ્વનાથ
૧૩૯
Page #164
--------------------------------------------------------------------------
________________
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં બિરાજમાન શ્રી અલૌકિક પાર્શ્વનાથ
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુનું મુખ્ય તીર્થ શંખેશ્વર છે. આજે આ તીર્થ જગવિખ્યાત છે. અહીં દરરોજ હજારો યાત્રિકોની અવર-જવર રહે છે. શ્રી શંખેશ્વર પાર્શ્વ પ્રભુની પ્રતિમાજીનો ઈતિહાસ અત્યંત પ્રાચીન અને ભવ્ય છે. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી પ્રભાવક અને ચમત્કારિક છે.
શંખેશ્વરમાં અનેક જિનાલયો આવેલા છે. શંખેશ્વરમાં બીજું દર્શનીય સ્થાન શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ છે. આ તીર્થમાં ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુજીની પ્રતિમાજીઓ બિરાજમાન કરાઈ છે.
વિક્રમ સંવત ૨૦૪૫ના મહા સુદ પાંચમના મંગલ દિવસે આ મહાપ્રાસાદના પ્રેરક, તપાગચ્છ સૂર્ય, પ્રશાંતમૂર્તિ, ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત પૂ. શ્રીમદ્ વિજય પ્રેમસૂરિશ્વરજી મહારાજા તથા સ્વ. પૂ. આ. ભ. શ્રીમદ્ વિજય સુબોધ સૂરિશ્વરજી મહારાજાના વરદ હસ્તે જિનાલયમાં મૂળનાયક શ્રી ભક્તિ પાર્શ્વનાથ પ્રભુજીની સાથે ૧૦૮ પાર્શ્વનાથ ભગવંતની અંજનશલાકા તથા પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયો હતો. આ પ્રસંગે વિશાળ સંખ્યામાં વિકો ઉપસ્થિત રહ્યાં હતા.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ વિહાર તીર્થમાં દ૨૨ોજ વિશાળ સંખ્યામાં ભાવિકો દર્શનાર્થે આવતા-જતા રહે છે. દર્શન, વંદન તથા સેવાપૂજા કરીને જીવનની ધન્યતમ ભાવદશાનો અનુભવ કરે છે. વિશ્વભરમાં વિક્રમ સર્જક આ મહાપ્રાસાદ પોતાની વિશાળતાં અને ભવ્યતાના કારણે વર્તમાનકાળના સ્વર્ણિમ ઈતિહાસનું એક ભવ્ય સંભારણું બન્યું છે.
આ ભવ્ય મહાપ્રાસાદ ૫૦ વિઘા ધરતી પર ૮૪૦૦૦ ચોરસ ફૂટના ઘેરાવામાં પથરાયેલું પદ્મસરોવર આકારનું છે. અહીં શ્રી પાર્શ્વનાથ પ્રભુની મનોહર, નયનરમ્ય ૧૦૮ પ્રતિમાજીઓ તથા પંચધાતુની મૂર્તિઓ પ્રતિષ્ઠિત છે.
શ્રી અલૌક્કિ પાર્શ્વનાથ
૧૪૦
Page #165
--------------------------------------------------------------------------
________________
શ્રી પાર્શ્વનાથ પ્રભુના ૧૦૮ તીર્થોના એકી સાથે દર્શન વંદન અને સેવાપૂજાનો અગણિત લાભ યાત્રિકોને મળી શકે છે. ૧૧૬ દેવકુલિકાઓના ૧૦૮ શિખરોથી અને આઠ સામરણોથી સુશોભિત છે. બે ઉપમંદિરોથી શોભતું મુખ્યત્વે મકરાણા આરસનું શ્રી ભક્તિ પાર્શ્વનાથ પ્રભુનું મુખ્ય મંદિર છે. કલાત્મક ગર્ભદ્વાર, બબ્બે ચોકી મંડપ, અને ઊંચા શિખરો ધરાવતાં ત્રણ દિશાના ત્રણ મહાધર પ્રસાદ છે. નાનામાં નાનું શિકર ૩૭ ફૂટ ઊંચું અને સૌથી ઊંચું શિખર ૭૨ ફૂટની ઊંચાઈ વાળું છે.
ભારતમાં મળતાં પત્થરોમાં પ્રથમ કક્ષાના, કલા કોતરણી માટે અતિ ઉત્તમ, નયનરમ્ય, આછા ગુલાબી એવા બંસી પહાડપુરના પત્થરોથી બાંધકામ કરાયું છે. અહીંનું ભવ્ય અને કલાત્મક પ્રવેશદ્વાર ઊંચું અને વિશાળ છે.
આ સંકુલમાં વૃક્ષોની હારમાળા તથા બગીચાના કારણે પ્રાકૃતિક સૌંદર્ય ઊઠ્યું છે. વહેલી સવારે નિરભ્રમાં વિહરતાં પંખીઓનો મીઠો, મધુરો કલરવ હૈયાની પ્રસન્નતામાં વધારો કરે છે. અહીં આવનાર યાત્રિકને પરમ શાંતિનો અનુભવ થયા વગર રહેતો નથી.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદની ફરતી ભમતીમાં ઓગણસાઈઠમી દેવકુલિકામાં શ્રી અલૌકિક પાર્શ્વનાથ પ્રભુજીની મનોહારી પ્રતિમાજી પ્રતિષ્ઠિત છે. શ્યામ વર્ણ-પાષાણના આ પ્રતિમાજી પદ્માસનસ્થ છે તેમજ પરિકરથી પરિવૃત્ત છે. આ પ્રતિમાજીની ઉપ૨ ફણાનું છત્ર છે જે ભાવિકને વંદન કરવા પ્રેરણા આપે છે. આ પ્રતિમાજીની ઊંચાઈ ૩૧ ઈંચની છે.
મહિમા અપરંપાર
અમદાવાદમાં મણિલાલભાઈ શાહનો પરિવાર સુખી અને સમૃધ્ધ હતો. તેમનો વેપા૨-ધંધો પણ સરસ ચાલતો હતો. મણિલાલભાઈને ત્રણ પુત્રો હતા. રમેશ, દિનેશ અને હિતેશ. ત્રણેય ભાઈઓના વિવાહ થઈ ગયા હતા.
૧૪૧
શ્રી અલૌક્કિ પાર્શ્વનાથ
Page #166
--------------------------------------------------------------------------
________________
મણિલાલભાઈના પત્ની રંજનબેન ધાર્મિક પ્રવૃત્તિના હતા.
1 મણિલાલભાઈના ઘરમાં બધું બરાબર ચાલતું હતું. પરંતુ છેલ્લા છે મહિનાથી કામની બાબતે ત્રણેય ભાઈઓની પત્નીઓ વચ્ચે ઝઘડો થતો હતો. પછી તો એવો સમય આવી ગયો કે સાવ અમસ્તી વાતમાં ઝઘડો થઈ જતો તેમાં મોટા દીકરાની વહુ તો આ દિવસ પોતાના રૂમમાં ભરાઈ જતી. બહાર નીકળતી જ નહિ.
મણિલાલભાઈ પોતાના ઘરમાં થતાં આ કલહથી ભારે ચિંતામગ્ન બન્યા હતા. તેઓ અવાર-નવાર પુત્રવધૂઓને સમજાવતાં હતા. પરંતુ બે દિવસ બધું સરખું ચાલે પાછી એની એ જ રામાયણ ઊભી થતી.
આથી મણિલાલે મોટા પુત્ર રમેશને કહ્યું: ‘રમેશ, હમણાં ઘરમાં કજીયા કંકાશ વધ્યો છે. જ્યાં કંકાશ હોય ત્યાં લક્ષ્મી સ્થિર રહેતી નથી. આનો ઉપાય વિચારવો પડશે.
‘પિતાજી, આપ જ ઉપાયા વિચારો. હું પણ આ કજીયા કંકાશથી ભારે કંટાળી ગયો છું.”
‘તું એક કામ કર...હમણાં થોડો સમય જુદો રહેવા ચાલ્યો જા ...'
ના...પિતાજી, એવું કહેશો નહિ, અમે ત્રણેય ભાઈઓ ક્યારેય તમારાથી અલગ થવાનો વિચાર કરવાના નથી. આપ એવો ઉપાય કરો કે આ કજીયો કંકાશ બંધ થાય...'
એક ઉપાય છે. ત્રણેય વહુઓને કોઈ બહારની વ્યક્તિ સમજાવે તો પરિણામ આવી શકે છે.' - દિનેશે કહ્યું : “પપ્પા, એ ઉપાય પણ અજમાવી જોઈએ.”
બીજે દિવસે મણિલાલભાઈના મોટાભાઈને બોલાવવામાં આવ્યા. તેમણે પરિવારના બધા સભ્યોને સાથે બેસાડીને જીવન મંગલ કેમ બને તેવી વાત કરી.
ચાર દિવસ ઘરમાં કંકાશ બંધ થયો ત્યાં પાંચમા દિવસે પાછી એ જ કજીયાની હોળી શરૂ થઈ.
ત્યારે રંજનબેન બોલ્યો: ‘આપણે શંખેશ્વર જઈએ છેલ્લા એક વર્ષથી જઈ
શ્રી અલૌક્કિ પાર્શ્વનાથ
૧૪૨
Page #167
--------------------------------------------------------------------------
________________
શક્યા નથી. મને શ્રી અલૌકિક પાર્શ્વનાથ પ્રભુ પ્રત્યે અનન્ય શ્રધ્ધા છે. પ્રભુના અલૌકિક પ્રભાવથી બધા સારાં વાના થઈ જશે.'
એમજ થયું.
મણિલાલભાઈ પરિવાર સાથે શંખેશ્વર ગયા અને શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં ઉતર્યા. ત્યાં દરેક પ્રતિમાજીની સેવાપૂજા કરીને શ્રી અલૌકિક પાર્શ્વનાથ પ્રભુની અનન્ય ભાવથી સેવા-પૂજા કરી. મણિલાલભાઈ અને રંજનબેને મનોમન સંકલ્પ કર્યો અને જીવન સુખમય બને તેવી પ્રાર્થના કરી.
બે દિવસ રોકાઈને પરિવાર અમદાવાદ પાછો ફર્યો. મણિલાલે ઘરમાં બે કામવાળાના સ્થાને ત્રણ કામવાળા રાખ્યા. અને બધા પ્રશ્નો ચાર દિવસમાં ઉકેલાઈ ગયા. | મણિલાલભાઈનો પરિવાર પહેલાંની જેમ કિલ્લોલ કરવા લાગ્યો. જો છે. મંત્ર આરાધના
Sી છે. (૧) ૐ હ ઈં અલૌકિક પાર્શ્વનાથાય નમઃ | (૨) ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં અલૌકિક પાર્શ્વનાથાય નમ: | (૩) ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં અલૌકિક પાર્શ્વનાથાય નમઃ |
ઉપરોક્ત ત્રણેય મંત્રો અલૌકિક છે. કોઈપણ એક મંત્રની આરાધના કરવાથી જીવનમાં પ્રસન્નતા છવાઈ જસે. આરાધકે દરરોજ વહેલી સવારે નિશ્ચિત સમયે અને એક જ નિશ્ચિત આસન પર બેસીને મંત્ર જાપ કરવા. જાપ દરમ્યાન ધૂપ-દીપ અખંડ રાખવા. વસ્ત્રો શુધ્ધ અને સ્વચ્છ ધારણ કરવા. મંત્ર આરાધનાથી સુખસમૃધિમાં વધારો થશે. જીવનમાં ઉદ્ભવતા પ્રશ્નો, વિપદાઓનો નાશ થશે. દરરોજ શ્રી અલૌકિક પાર્શ્વનાથ પ્રભુની એક માળાતો અવશ્ય કરવી.
| સંપર્કઃ છે
શ્રી અલૌકિપાર્શ્વનાથ જૈન દેરાસર પેઢી
મુ.પો. સામપુરા, પો. તલોદ જિ. ઉજ્જૈન (એમ.પી.)-૪પ૬૦૦૬ પ ર
ફોન : (૦૭૩૪) ૨૬૧૦૨૦૫
શ્રી અલૌક્કિ પાર્શ્વનાથ
૧૪૩
Page #168
--------------------------------------------------------------------------
________________
શ્રી કલ્યાણ પાર્શ્વનાથ
મહેસાણા જિલ્લામાં વિસનગર નામના ગામમાં સર્પના કલ્યાણકારી એવા શ્રી કલ્યાણ પાર્શ્વનાથ પ્રભુનું પ્રાચીન અને મુખ્ય જિનાલય આવેલું છે. વિસનગરમાં છ જિનાલય, ઉપાશ્રય, જ્ઞાનભંડાર, પાઠશાળા વગેરે આવેલા છે.
અહીં ધર્મશાળા અને ભોજનશાળાની ઉત્તમ સગવડ છે. જૈનોના ૪૦૦થી વધારે ઘરો છે. તેથી સાધુ-સાધ્વીજી ભગવંતો આવતા-જતાં રહે છે. વિસનગરની આજુબાજુમાં વાલમ, મહુડી, વિજાપુર, તારંગા વગેરે તીર્થો આવેલા છે. વિસનગર બસ તથા રેલ્વે દ્વારા જઈ શકાય છે.
શ્રી કલ્યાણ પાર્શ્વનાથના જિનાલયો ભારતમાં અનેક સ્થાનો પર આવેલાં છે. પેટલાદ, વડોદરા, સુરત, ભરૂચ, રાધનપુર, પાલનપુર, આગલોડ, મુલ્ડ(મુંબઈ), ચોપાટી(મુંબઈ), પાંચોરા(મહારાષ્ટ્ર), પોરબંદર, ભાવનગર, કોઢ(સૌરાષ્ટ્ર) વેગેર સ્થાનો પ૨ શ્રી કલ્યાણ પાર્શ્વનાથના દૈદિપ્યમાન જિનાલયો આવેલા છે. જ્યારે જીરાવલા તીર્થ, કરેડા પાર્શ્વનાથ તીર્થ, શ્રી કલિકુંડ પાર્શ્વનાથ જિનાલય (મુંબઈ)ની ફરતી ભમતીમાં શ્રી કલ્યાણ પાર્શ્વનાથજીની પ્રતિમાજી બિરાજમાન છે.
મુંબઈના ચોપાટી વિસ્તારમાં આવેલ શ્રી કલ્યાણ પાર્શ્વનાથ જિનાલયની પ્રતિષ્ઠા વિક્રમ સંવત ૧૬૨૭માં પો સુદ-૧૫ના થઈ હતી અને અહીંના પ્રતિમાજી અત્યંત પ્રભાવશાળી છે.
શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ(જિનાલય)ની ફરતી ભમતીમાં સાંઈઠમી દેવકુલિકામાં શ્રી કલ્યાણ પાર્શ્વનાથ પ્રભુની મનોરમ્ય પ્રતિમાજી બિરાજમાન છે.
વિસનગરમાં શ્રી કલ્યાણ પાર્શ્વનાથ પ્રભુનું ત્રણ માળનું જિનાલય કડા દરવાજા પાસે આવેલું છે. જેમાં મૂળનાયક તરીકે શ્રી કલ્યાણ પાર્શ્વનાથ પ્રભુ બિરાજે છે. સાત ફણાથી અલંકૃત, શ્વેત પાષાણમાં પદ્માસનસ્થ શ્રી કલ્યાણ પાર્શ્વનાથની પ્રતિમાજીની ઊંચાઈ ૧૯ ઈંચ અને પહોળાઈ ૧૫ ઈંચની છે.
શ્રી કલ્યાણ પાર્શ્વનાથ
૧૪૪
Page #169
--------------------------------------------------------------------------
________________
અજમેરના રાજા વિશલદેવ ઔહાણે વિક્રમ સંવત ૧૦૮૦ની આસપાસ ‘વિસલનગર’ વસાવ્યું હતું જે આજે ‘વિસનગર' તરીકે ઓળખાય છે. બારમા સૈકામાં મહેસાજી ચાવડાએ મહેસાણા વસાવ્યું હતું ત્યાં પૂર્વે શ્રી કલ્યાણ પાર્શ્વનાથ બિરાજતા હતા. વિક્રમ સંવત ચૌદમા સૈકામાં મુસ્લિમ આક્રમણખોરોનું આ જિનાલય ભોગ બન્યું હતું. ત્યારે સુરક્ષા કાજે મૂળનાયકની પ્રતિમાજીને કૂવામાં ભંડારી દીધી હોવાની સંભાવના જણાય છે.
વર્ષો પછી મહેસાણાના કોડિ કૂવામાંથી આ પ્રતિમાજી પ્રગટ થઈ. તે પ્રતિમાજી વિસનગર લાવીને પ્રતિષ્ઠિત કરવામાં આવી. વિસનગરના ત્રણ માળના જિનાલયમાં પ્રથમ માળે મૂળનાયક તરીકે શ્રી કલ્યાણ પાર્શ્વનાથ, બીજે માળે શ્રી સહસ્રફણા પાર્શ્વનાથ તથા ત્રીજે માળે શ્રી ગોડી પાર્શ્વનાથ પ્રભુજીની પ્રતિમાજી બિરાજમાન છે.
આ જિનાલયને ફરતી ભમતીમાં ૨૪ તીર્થકર ભગવંતોના ગોખલા છે. આ પ્રાચીન, પરમ દર્શનીય જિનાલયના નિર્માણમાં શ્રાવક શેઠ ગલાચંદે મહત્વનું આર્થિક યોગદાન આપેલ છે. પ્રતિષ્ઠા વિક્રમ સંવત ૧૮૬૩ના ફાગણ સુદ-૩ના થઈ હતી. શ્રી સંઘ દ્વારા દર વર્ષે પ્રતિષ્ઠા દિનનો ઉત્સવ ઉજવવામાં આવે છે.
વિસનગરમાં અન્ય પાંચ જિનાલયો છે. જેમાં શાંતિનાથ, આદિનાથ, શાંતિનાથ પ્રભુનું, અનંતનાથ પ્રભુનું તથા શ્રી સુમતિનાથ પ્રભુ મૂળનાયક રૂપે બિરાજમાન છે. જૈનાચાર્યોએ તથા કવિઓએ પોતાની પ્રાચીન રચનાઓમાં વિસનગરના શ્રી કલ્યાણ પાર્શ્વનાથ તીર્થનો ઉલ્લેખ કર્યો છે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં બિરાજમાન શ્રી કલ્યાણ પાર્શ્વનાથ
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુનો મહિમા સમસ્ત જગતમાં પ્રસરાયો છે. શંખેશ્વર તીર્થના દર્શનાર્થે દે-વિદેશથી મોટી સંખ્યામાં યાત્રિકોની અવર-જવર
૧૪૫
શ્રી કલ્યાણ પાર્શ્વનાથ
Page #170
--------------------------------------------------------------------------
________________
રહે છે. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુનું આ મુખ્યતીર્થ છે. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજીનો ઈતિહાસ અત્યંત રોચક અને ભવ્ય છે. અહીં બિરાજમાન શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી યુગો જૂની છે. તેમજ પ્રભાવક અને ચમત્કારિક છે.
શંખેશ્વરમાં ધર્મશાળાઓ, ભોજનશાળા તથા અનેક જિનાલયો આવેલા છે. દિવસો દિવસ આ તીર્થનો વિકાસ થઈ રહ્યો છે. આ તીર્થ પર આવવા વાહનોની સુવિધા મળતી રહે છે. પ્રાઈવેટ ગાડીઓ તથા બસો ખૂબ જ આવતીજતી રહે છે.
શંખેશ્વરમાં બીજું દર્શનીય સ્થાન શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ છે. આ તીર્થમાં ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુજીની પ્રતિમાજીઓ બિરાજમાન છે.
વિક્રમ સંવત ૨૦૪પના મહાસુદ પાંચમના કલ્યાણકારી દિવસે આ મહાપ્રાસાદના પ્રેરક, તપાગચ્છ સૂર્ય, પ્રશાંતમૂર્તિ,ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત પૂ. શ્રીમદ્ વિજય પ્રેમસૂરિશ્વરજી મહારાજા તથા સ્વ. આ.ભ.પૂ. શ્રીમદ્ વિજય સુબોધસૂરિજી મ. ના વરદ હસ્તે જિનાલયમાં મૂળનાયક શ્રી ભક્તિ પાર્શ્વનાથ પ્રભુજીની સાથે ૧૦૮ પાર્શ્વનાથ ભગવંતની અંજનશલાકા તથા પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયો હતો. આ પ્રસંગે વિશાળ સંખ્યામાં ભાવિકો અને ભક્તો ઉપસ્થિત રહ્યાં હતા.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર તીર્થના દર્શનાર્થે દરરોજ વિશાળ સંખ્યામાં યાત્રિકો આવતા-જતા રહે છે. અને દર્શન-વંદન તથા સેવા પૂજા કરીને જીવનની ધન્યતમ ભાવદશાનો અનુભવ કરે છે. વિશ્વભરમાં વિક્રમસર્જક આ મહાપ્રાસાદ પોતાની વિશાળતા અને ભવ્યતાના કારણે વર્તમાનકાળના સ્વર્ણિમ ઈતિહાસનું એક ભવ્ય સંભારણું બન્યું છે.
આ ભવ્ય મહાપ્રાસાદ ૫૦ વિઘા ધરતીપર ૮૪000 ચોરસફૂટના ઘેરાવામાં પથરાયેલું પદ્મસરોવર આકારનું છે. અહીં શ્રી પાર્શ્વનાથ પ્રભુની મનોહર, નયનરમ્ય ૧૦૮ પ્રતિમાજીઓ, પંચધાતુની મૂર્તિઓ વગેરે પ્રતિષ્ઠિત છે.
શ્રી કલ્યાણ પાર્શ્વનાથ
૧૪૯
Page #171
--------------------------------------------------------------------------
________________
શ્રી પાર્શ્વનાથ પ્રભુના ૧૦૮ તીર્થોના એકી સાથે દર્શન વંદન અને સેવાપૂજાનો અગણિત લાભ યાત્રિકોને મળી શકે છે. ૧૧૬ દેવકુલિકાઓના ૧૦૮ શિખરોથી અને આઠ સામરણોથી સુશોભિત છે. બે ઉપમંદિરોથી શોભતું મુખ્યત્વે મકરાણા આરસનું શ્રી ભક્તિ પાર્શ્વનાથનું મુખ્ય મંદિર છે. કલાત્મક ગર્ભદ્વાર, બબ્બે ચોકી મંડપ અને ઊંચા શિખરો ધરાવતા ત્રણ દિશાના ત્રણ મહાધર પ્રાસાદ છે. નાનામાં નાનું શિખર ૩૭ ફૂટ ઊંચું અને સૌથી ઊંચું શિખર ૭૨ ફૂટની ઊંચાઈવાળું ચે.
ભારતમાં મળતા પથ્થરોમાં પ્રથમ કક્ષાના કલા કોતરણી માટે અતિ ઉત્તમ, નયનરમ્ય, આછા ગુલાબી એવા બંસી પહાડપુરના પથ્થરનું બાંધકામ કરાયું છે. અહીંનું ભવ્ય અને કલાત્મક પ્રવેશદ્વાર ઊંચું અને વિશાળ છે.
આ સંકુલમાં વૃક્ષોની હારમાળા, બગીચાના કારણે પ્રાકૃતિક સૌંદર્ય ખીલી ઊઠ્યું છે. અહીં આવનાર યાત્રિકને પરમ શાંતિનો અનુભવ થયા વિના રહેતો નથી.
આ સંકુલમાં પ્રવેશ કરતાં જ યાત્રિક પવિત્ર અને દિવ્ય વાતાવરણમાં આવ્યાનો અનુભવ કરે છે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર જિનાલયની ફરતી ભમતીમાં સાંઈઠમી દેવકુલિકામાં શ્રી કલ્યાણ પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા બિરાજમાન છે. આ પ્રતિમાજી મનોહારી અને નયનરમ્ય છે. શ્વેત વર્ણ-પાષાણની આ પ્રતિમાજી પરિકરથી પરિવૃત્ત છે. તેમજ સમ્રફણાથી અલંકૃત્ત છે. આ પ્રતિમાજી પદ્માસનસ્થ છે તેમજ પ્રતિમાજીની ઊંચાઈ ૩૧ ઈંચની છે.
રાધનપુરમાં શ્રી કલ્યાણ પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી પ્રતિષ્ઠિત છે. વિક્રમ સંવત ૧૯૧૪ના માગશર સુદ-૩ના આ જિનાલયનું ખાત મુહૂર્ત શ્રેષ્ઠી હુકમચંદ દોશીએ કરેલું હતું. મૂળનાયક પ્રભુજીની અંજનશલાકા તેમણે સંવત ૧૯૦૩માં કરાવી હતી. અને સંવત ૧૯૧૬ ના વૈશાખ સૂદ-૪-૫ના પોતાના બન્ને પુત્રો સૂરજમલ અને ગુલાબચંદને સાથે રાખીને દાદાની પ્રતિષ્ઠાનો લ્હાવો ઉત્સાહભેર લીધો હતો. આ જિનાલયનું નિર્માણ હુકમચંદભાઈ દોશી તેમજ તેનો જીર્ણોધ્ધાર
૧૪૭
શ્રી ક્લ્યાણ પાર્શ્વનાથ
Page #172
--------------------------------------------------------------------------
________________
શેઠ શ્રી કમળશીભાઈ ગુલાબચંદે સ્વદ્રવ્યથી કરાવેલ હતો. સંવત ૧૯૬૧ જેઠ સુદ-૧૩ના રોજ ભમતીમાં ત્રેવીસમી પ્રભુજીની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. તેમજ ભમતીમાં સુંદ૨ ગભારો બનાવી સંવત ૧૯૯૦ માં શ્રી સીમંધર સ્વામીની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. ભમતીમાં ત્રીજી લાઈન સામે ત્રણ ભગવાનની પ્રતિષ્ઠા વિક્રમ સંવત ૨૦૩૨માં કરવામાં આવી હતી. મહિમા અપરંપાર
નાગપુરના રવિચંદભાઈ દેસાઈ વર્ષમાં એકવાર દેશમાં પોતાના પરિવાર સાથે આવતાં ત્યારે શંખેસ્વર અચૂક આવતાં હતા. તેમને શંખેશ્વરમાં આવેલ શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર જિનાલયની સાંઈઠમી દેરીમાં બિરાજમાન શ્રી કલ્યાણ પાર્શ્વનાથ પ્રભુ પ્રત્યે અપૂર્વ શ્રધ્ધા હતી. જીવનમાં કોઈપણ પ્રશ્નો ઊભા થાય ત્યારે તેઓ શ્રી કલ્યાણ પાર્શ્વનાથ પ્રભુનું સ્મરણ કરતાં અને ગમે તેવા વિકટ પ્રશ્નો આવ્યા હોય તો તેમાંથી તેમને માર્ગ મળી જતો હતો.
એકવાર નાગપુરમાં તેમના પત્ની કલ્પનાબેન બીમાર પડ્યા અને પથારીવશ થયા ત્યારે રવિચંદભાઈએ પોતાના ફેમીલી ડોક્ટરની દવા શરૂ કરાવી પરંતુ પંદર દિવસ દવા લીધા પછી પણ કશો ફરક પડ્યો નહોતો. કલ્પનાબેનને ભારે અશક્તિ લાગતી હતી. કોઈ કામમાં ચિત્ત ચોંટતું નહોતું.
ફેમીલી ડોક્ટરે કલ્પનાબેનના બધા રીપોર્ટ કઢાવ્યા પણ રીપોર્ટમાં કશું આવ્યું નહિ. ડોક્ટરને ભારે નવાઈ લાગી કે હવે શું કરવું ? ત્યારે તેમણે રવિચંદાઈને કહ્યું કે કોઈ મોટા ડોક્ટરને બતાવીએ.
એમજ થયું. કલ્પનાબેનની તબિયત મોટા ડોક્ટરને બતાવાઈ. ડોક્ટરે બધી રીપોર્ટ જોયા છતાંય ફરીવાર રીપોર્ટ કઢાવવાનું જણાવ્યું. ફરીને રીપોર્ટ કઢાવાયા છતાંય કંઈજ ન આવ્યું. ડોક્ટર કહે કે શરીરમાં કંઈ જ નથી માત્ર માનસિક બીમારી છે.
રવિચંદભાઈ પત્નીને લઈને ઘેર આવ્યા અને તેમણે શ્રી કલ્યાણ પાર્શ્વનાથ પ્રભુનું સ્મરણ કર્યું અને જાપ કર્યા. તેમજ સંકલ્પ કર્યો કે પત્નીની તબીયત પુનઃ
શ્રી કલ્યાણ પાર્શ્વનાથ
૧૪૮
Page #173
--------------------------------------------------------------------------
________________
ensibov fle
જેવી થઈ જશે તો દર્શનાર્થે આવીશું.
કલ્પનાબેને બધી દવાઓ બંધ કરી દીધી. તેઓ પણ શ્રી કલ્યાણ પાર્શ્વનાથ પ્રભુના જાપ કરવા લાગ્યા. માત્ર ચાર દિવસમાં કલ્પનાબેનને પુનઃ સ્વસ્થતા પ્રાપ્ત કરી લીધી. શ્રી કલ્યાણ પાર્શ્વનાથ પ્રભુના સ્મરણ માત્રથી કલ્યાણ થઈ જાય છે તેનો અનુભવ રવિચંદભાઈ અને કલ્પનાબેનને થઈ ગયો.
ચાર દિવસ બાદ તેઓ નાગપુરથી સીધા શંખેશ્વર આવ્યા અને શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં ઉતર્યાં ત્યાં ચાર દિવસ રોકાઈને શ્રી કલ્યાણ પાર્શ્વનાથ પ્રભુની અનન્ય શ્રધ્ધાથી ભક્તિ કરી. ત્યારબાદ તેઓ નાગપુર જવા જવાના થયા. મંત્ર આરાધના
(૧)
(૨)
(૩)
ૐૐ હ્રીં Æ કલ્યાણ પાર્શ્વનાથાય નમઃ ।
ૐૐ હ્રીં શ્રÆ મૈં Æ કલ્યાણ પાર્શ્વનાથાય નમઃ ।
ૐૐ હ્રીં શ્રીં શ્રÆ Æ કલ્યાણ પાર્શ્વનાથાય નમઃ ।
ઉપરોક્ત ત્રણ મંત્રો મહા પ્રભાવક અને ચમત્કારિક છે. ત્રણમાંથી કોઈપણ મંત્રનું આરાધન કરવાથી જીવન કલ્યાણમય બને છે. સાધકે દ૨૨ોજ વહેલી સવારે ઉઠીને નિશ્ચિત સમયે અને નિશ્ચિત આસન પર બેસીને મંત્ર જાપ કરવા. મંત્ર જાપ દરમ્યાન ધૂપ-દીપ અખંડ રાખવા. વસ્ત્રો શુધ્ધ અને સ્વચ્છ પહેરવા. શ્રી કલ્યાણ પાર્શ્વનાથ પ્રભુના મંત્ર જાપથી જીવનમાં આવતી વિપદાઓ માંથી માર્ગ મળે છે અને જીવન કલ્યાણમય બને છે.
સંપર્કઃ
શ્રી ક્લ્યાણ પાર્શ્વનાથ શ્વેતાંમ્બર જૈન તિર્થ કડા દરવાજા, મુ.પો. વિસનગર, જિ. મહેસાણા(ઉ.ગુ.)-૩૮૪૩૧૫. ફોન : (૦૨૭૬૫) ૨૨૧૧૭૨
૧૪૯
બા
શ્રી કલ્યાણ પાર્શ્વનાથ
Page #174
--------------------------------------------------------------------------
________________
શ્રી પલ્લવીયાજી પાર્શ્વનાથ
ગુજરાતના બનાસકાંઠા જીલ્લાના પાલનપુર શહે૨માં શ્રી પલ્લવિયા પાર્શ્વનાથ પ્રભુજીનું મુખ્ય તીર્થ આવેલું છે. બનાસકાંઠાનું આ મુખ્ય શહેર છે. અમદાવાદ-આબુરોડ રેલ્વેલાઈન પર પાલનપુર રેલ્વે સ્ટેશન વચ્ચે આવે છે. પાલનપુર જમીન માર્ગે પણ જઈ શકાય છે. પાલનપુરમા દશ જિનપ્રસાદો આવેલા છે. અહીં ધર્મશાળા, ભોજનશાળા, ઉપાશ્રયો તથા જ્ઞાન ભંડારો આવેલા છે.
શ્રી પલ્લવિયા પાર્શ્વનાથજીની પ્રતિમા મુંબઈમાં સાંતાક્રુઝ (મુંબઈ)ના કલિકુંડ પાર્શ્વનાથ જિનાલયની ભમતીના એક ગોખલામાં બિરાજમાન છે.
શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ જિનલયની ફરતી ભમતીમાં એકસઠમી દેવકુલિકામાં શ્રી પલ્લવિયા પાર્શ્વનાથ પ્રભુની તેજોમય પ્રતિમાજી પ્રતિષ્ઠિત છે.
પાલનપુર નગરમાં પ્રસન્ન મુદ્રામાં શ્રી પલ્લવિયા પાર્શ્વનાથની એક ભવ્ય અને પ્રાચીન જિનાલયમાં પ્રતિમાજી બિરાજમાન છે. શ્વેત વર્ણની આ પ્રતિમાજી પદ્માસનસ્થ છે. પ્રતિમાજીની ઊંચાઈ ૧૭ ઈંચ અને પહોળાઈ ૧૪ ઈંચની છે. જૈન શાસનના ઝગમગતા સિતારા સમાન, પરમ પ્રભાવક આચાર્ય ભગવંત શ્રી સોમસુંદરસૂરિશ્વરજી મહારાજા તથા મોગલ શહેનશાહ અકબરને પ્રતિબોધ આપનાર આચાર્ય ભગવંત શ્રી હીરવિજયસૂરિશ્વરજી મહારાજા જેવી હસ્તીઓની પાલનપુર જન્મભૂમિ રહી છે. પાલનપુર નગર એક હજાર વર્ષથી વધારે પ્રાચીન હોવાનું માનવામાં આવે છે. મહારાજા પાલણ અર્થાત પ્રહલાદને અર્બુદાચલના શાસન પર બેસીને વિક્રમ સંવત ૧૦૦૧માં રાજ્યની ધૂરાં સંભાળી.
મહારાજા પાલણ શિવભક્ત હતો. તેણે પિત્તળની ધાતુની એક દર્શનીય જિન પ્રતિમાજીને પિગાળીને તેમાંથી એક નંદીનું નિર્માણ કરાવ્યું. રાજા પાલણે આ નંદીને એક શિવમંદિરમાં પ્રતિષ્ઠિત કર્યો.
રાજા પાલણથી આ અક્ષમ્ય ભૂલ થઈ ગઈ હતી. તેને આચરેલા પાપની સજા ભોગવવી પડી. કર્મની સત્તા સામે કોઈનું કશું ચાલતું નથી. પાલણ રાજાને આચરેલા પાપની સજા મળી. તેની કામણગારી કાયા પર કુષ્ઠરોગે ભરડો લીધો. સમગ્ર દેહ કુષ્ઠ રોગથી આવૃત્ત બની ગયો. રાજા પાલણે રોગમુક્ત થવા તમામ
શ્રી પલ્લવીયાજી પાર્શ્વનાથ
૧૫૦
Page #175
--------------------------------------------------------------------------
________________
પ્રકારના ઉપચારો કર્યા, પરંતુ કોઈ ઉપાય કારગત ન નીવડ્યો. | રાજા પાલણ રાજસભામાં આવતો નહોતો. રાજાની નબળાઈનો લાભ તેના ભાયાતોને લઈને રાજય પચાવી પાડ્યું અને પાલણને નગરી બહાર કાઢી મૂક્યો. રાજા પાલણ કુષ્ઠરોગ સાથે અહીં તહીં ભટકવા લાગ્યો, ત્યારે તેનો ભેટો આચાર્ય શીલધવલસૂરિ સાથે થયો.
રાજા પાલણ આચાર્ય ભગવંત સમક્ષ પોતાની કરૂણ કથની કહી સંભળાવી અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો અને પોતાનાથી આચરાઈ ગયેલું પાપ જ્ઞાની ભગવંત સમક્ષ રજૂ કર્યું. રાજાએ પોતાનાથી થઈ ગયેલા દુષ્ટકૃત્યનું પ્રાયશ્ચિત આપવા આચાર્ય ભગવંતને વિનંતી કરી.
ત્યારે આચાર્ય ભગવંત શ્રી શીલધવલસૂરિજી મહારાજાએ રાજા પાલણને સાંત્વન આપીને કહ્યું : “રાજનું, તારાથી અક્ષમ્ય અપરાધ થયો છે. આ માટે તને ભરપૂર પશ્ચાતાપ થઈ રહ્યો છે. એટલે પ્રાયશ્ચિત રૂપે તું એક મનોહર જિનપ્રતિમા ભરાવીને તેની નિત્ય સેવા-પૂજા કર...'
મહારાજા પાલણે ગુરૂ ભગવંતને વંદન કર્યા અને ગુરૂદેવના વચનોને અનુસરીને રાજાએ શ્રી પાર્શ્વપ્રભુની દિવ્ય અને ભવ્ય જિન પ્રતિમા પ્રતિષ્ઠિત કરાવી. તે નિયમિત સેવા-પૂજા કરવા લાગ્યો. પરમાત્માની પૂજાના પ્રભાવથી તેનો વર્ષોથી પરેશાન કરતો કચ્છનો વ્યાધિ નષ્ટ થયો. આવો દિવ્ય ચમત્કાર થતાં રાજા પાલણની જિનશાસન પ્રત્યેની ભક્તિમાં ઉમેરો થતાં રાજા પાલણની કાયા શ્રી પાર્શ્વ પ્રભુની સેવા પૂજાથી પલ્લવિત બનતાં રાજાએ પ્રતિમાના દિવ્ય પ્રભાવથી પરમાત્માને ‘પલ્લવિયા પાર્શ્વનાથ' ના નામથી પોકાર્યા. | પાલણ રાજાએ વિક્રમ સંવત ૧૦૧૧ની સાલમાં નૂતન નગર વસાવ્યું. તેણે આ નગરનું નામ પોતાના નામ પરથી પાલ્ડણપુર કે પ્રહલાદનપુર રાખ્યું. આ નગરીને પોતાના રાજ્યની રાજધાની બનાવી. તેણે અહીં. “પ્રહલાદન વિહાર' નામનો ભવ્ય જિન પ્રાસાદ બંધાવીને તેમાં ‘શ્રી પલ્લવિયા પાર્શ્વનાથ” બિરાજમાન કર્યા. આ પ્રસંગ અનેરા ઉમંગ સાથે ભવ્ય મહોત્સવ રચીને ઉજવ્યો હતો. આ પ્રતિમાજીને ‘પ્રહલાદન પાર્શ્વનાથ” ના નામથી પણ ઓળખાતા રહ્યાં હતા.
શ્રી પલ્લવીયાજી પાર્શ્વનાથ
૧૫૧.
Page #176
--------------------------------------------------------------------------
________________
રાજા પાલણે જિનાલયમાં પ્રતિષ્ઠિત શ્રી પાર્શ્વ પ્રભુની પ્રતિમાજી મુસ્લિમોના આક્રમણથી બચાવવા ભંડારી દેવાઈ હોવાની સંભાવના છે. ત્યાર બાદ શ્રી પાર્શ્વનાથ પ્રભુની નૂતન પ્રતિમા બનાવાઈ અને વિક્રમ સંવત ૧૨૭૪માં કોરંટગચ્છીય આચાર્ય ભગવંત શ્રી કક્કસૂરિજીના વરદ હસ્તે તે પ્રતિમાજી મૂળ જિનાલયમાં પ્રતિષ્ઠિત કરવામાં આવી. જે “શ્રી પલ્લવિયા પાર્શ્વનાથ' તરીકે ઓળખાય છે. શ્રી પલ્લવિયા પાર્શ્વનાથનું બે માળનું જિનાલય આજે પણ વિદ્યમાન છે. વિક્રમ સંવત ૧૩૧૫ના સાલની લેખવાળી શ્રી અંબિકા દેવીની પ્રાચીન મૂર્તિ આજે પણ છે. આ મુખ્ય મંદિરની બાજુમાં અન્ય બે જિનાલયો આવેલા છે. એકમાં શ્રી આદિનાથ પ્રભુ અને બીજા જિનાલયમાં શ્રી નેમનાથ પ્રભુ મૂળનાયક રૂપે બિરાજમાન છે.
આ નગરીની સમૃધ્ધિ અને ભવ્યતામાં દિન-પ્રતિદિન વધારો થતો ગયો. મહારાજા પાલણ વિદ્વાન અને સાહિત્યકાર હતા. તેમણે “પાર્થ પરાક્રમ વ્યાયોગ” નામનું સંસ્કૃત નાટક રચેલું હતું. શ્રી પલ્લવિયા પાર્શ્વનાથ જિનાલયની ભવ્યતા અને આ તીર્થની પ્રશસ્તિ અનેક કવિઓએ તથા ગુરૂ ભગવંતોએ મુક્તકંઠે પોતાની રચનાઓમાં અલંકૃત કરી છે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં
બિરાજમાન શ્રી પલ્લવિયા પાર્શ્વનાથ ભારતવર્ષમાં જૈન ધર્મનો વિજય ધ્વજ અતિ પ્રાચીન કાળથી લહેરાઈ રહ્યો છે. જૈનો વ્યવહાર કુશળ, ધર્મવત્સલ, અને કલાપ્રેમી રહ્યાં છે. ભારતમાં ધર્મપ્રિય શ્રેષ્ઠીઓએ પ્રભુભક્તિ માટે ઠેરઠેર જિનાલયોના ભવ્ય નિર્માણ કરાવીને તેમાં શ્રી જિનેશ્વર ભગવંતોની દૈદીપ્યમાન, પરમ પ્રભાવક પ્રતિમાજીઓ બિરાજમાન કરાવી છે. આજે પણ પ્રાચીન જિનાલયો ભવ્ય ભૂતકાળના દિવ્ય સંભારણાની માફક અડીખમ ઊભા છે. ભૌગોલિક પરિસ્થિતિ,આક્રમણ અને સ્થાળાંતર જેવા કારણોથી અનેક જિનાલયો અદૃશ્ય થયા છે. પરંતુ તીર્થનું મહાભ્ય અને તેનો
શ્રી પલ્લવીયાજી પાર્શ્વનાથ
૧૫૨
Page #177
--------------------------------------------------------------------------
________________
પ્રભાવ પ્રાચીન કાળથી અકબંધ રહ્યો છે. આજે પણ તેમાં જરાપણ ઘટાડો થયો નથી.
આજે શ્રી શંખેશ્વર તીર્થનો મહિમા દિન-પ્રતિદિન વધતો જાય છે. શ્રી પાર્શ્વ પ્રભુના અન્ય તીર્થો પણ એટલાંજ પ્રભાવક છે. શ્રી શંખેશ્વર તીર્થ અત્યંત પ્રાચીન છે. એનો ઈતિહાસ યુગો પૂર્વનો છે. આજે આ તીર્થ જાગૃત્ત તીર્થસ્થાન છે. આ તીર્થસ્થાને હજારો યાત્રાળુઓની અવર-જવર રહે છે. અને ભાવભરી ભક્તિથી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની સેવા-પૂજા-સ્તુતિ કરે છે. બાવીસમા તીર્થંકર શ્રી નેમિનાથ પ્રભુના કાળથી આ મહાતીર્થ અસ્તિત્વમાં છે.
પરમ પ્રભાવક શ્રી શંખેશ્વર તીર્થમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ - જિનાલય આવેલું છે. વિક્રમ સંવત ૨૦૪૫ મહાસુદ પાંચમના દિવસે આ મહાપ્રાસાદના પ્રેરક પ.પૂ. પ્રશાંતમૂર્તિ, તપાગચ્છ સૂર્ય, ગચ્છાધિપતિ આ.ભ. શ્રીમદ્ વિજય પ્રેમસૂરિશ્વરજી મહારાજા તથા પ.પૂ. આ. દેવ શ્રીમદ્ વિજય સુબોધ સૂરિશ્વરજી મહારાજાના વરદ હસ્તે આ મહાપ્રાસાદમાં મૂળનાયક શ્રી ભક્તિ પાર્શ્વનાથ સાથે ૧૦૮ પાર્શ્વનાથ ભગવંતની અંજનશલાકા – પ્રતિષ્ઠાનો ભવ્ય મહોત્સવ ઉજવાયો હતો. લગભગ ૫૦ વિઘા ધરતી પર ૮૪૦૦૦ ચોરસ
ફૂટના ઘેરાવામાં પથરાયેલું આ જિનાલય પદ્મ સરોવરની સ્મૃતિ કરાવે છે. પાર્શ્વના પ્રભુના ૧૦૮ તીર્થોના એક સાથે દર્શન, પૂજન અને યાત્રાનો લાભ યાત્રાળુઓને મળી શકે છે. ૧૧૬ દેવકુલિકાઓના ૧૦૮ શિખરોથી અને ૮ સામરણોથી આ તીર્થ સુશોભિત છે. કલાત્મક ગર્ભદ્વાર, બબ્બે ચોકી મંડપ અને ઉંચા શિખરો ધરાવતાં ત્રણ દિશાના ત્રણ મહાધર પ્રાસાદ નાનામાં નાનું શિખર ૩૭ ફૂટ ઊંચું, અને સૌથી ઊંચું ૭૨ ફૂટનું છે. આ જિનાલયનો પ્રવેશદ્વાર ભવ્ય છે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ - જિનાલયની ફરતી ભમતીમાં એકસઠમી દેવકુલિકામાં શ્રી પલ્લવીયાજી પાર્શ્વનાથ પ્રભુ બિરાજમાન છે. પ્રતિમાજીની ઊંચાઈ ૩૧ ઈંચની છે. આ પ્રતિમાજી પદ્માસનસ્થ, શ્વેત પાષાણની છે. અત્યંત મનોરમ્ય અને દર્શનીય છે.
૧૫૩
શ્રી પલ્લવીયાજી પાર્શ્વનાથ
Page #178
--------------------------------------------------------------------------
________________
| મહિમા અપરંપાર, | દિવાળીના દિવસો હતા. અમદાવાદમાં રહેતાં મનોજભાઈ શાહના બે નાના પુત્રો રીતેશ અને અજયને ફટાકડાં ફોડવાનો ભારે શોખ હતો. આજુબાજુમાં રહેતા પાડોસના છોકરાઓ ફટાકટાં ફોડે એટલે તેઓને પણ ફટાકડાં ફોડવાનું મન થઈ જાય તે સ્વાભાવિક હતું.
દર વર્ષની જેમ આ વર્ષે પણ રીતેશ અને અજયે જીદ કરીને ફટાકડાં લઈ આવ્યા હતા. મમ્મી ઉષાબેન તો ધાર્મિક દૃષ્ટિથી ફટાકડાં ફોડવાનો વિરોધ કરતાં હતા. તેઓ બન્ને બાળકોને સમજાવતાં હતા પરંતુ બાળકો માટે ખરા?
દિવાળીના દિવસે જ રીતેશ રોકેટ ફોડવા જતો હતો. રોકેટ કંઈક ત્રાંસુ મૂકાઈ ગયું. રીતેશે અગરબત્તીથી રોકેટની વાટ સળગાવી. રોકેટ ફૂટ્યું આડુ અને તે રોકેટ સીધું રીતેશના મોઢાને દઝાડી ગઈ. રીતેશે મોટી બૂમ પાડી.
તરત જ તેના મમ્મી પપ્પા બહાર દોડી આવ્યા. રીતેશની પાસે છોકરાઓ ભેગા થઈ ગયા. મનોજભાઈ અને ઉષાબેન રીતેશને લઈને ઘરમાં આવ્યા.
| ઉષાબેન કહે : “હું હંમેશા ના પાડતી હતી કે ફટાકડાં ન ફોડો પણ મારી વાત કોણ સાંભળે છે?'.
મનોજભાઈ બોલ્યા: ઉષા, અત્યારે ટોણાં મારવાનો સમય નથી. આપણે રીતેશને તાત્કાલિક હોસ્પિટલે લઈ જવો પડશે.'
એમજ થયું. રીક્ષામાં રીતેશને બેસાડીને મનોજભાઈ તથા ઉષાબેન હોસ્પિટલે પહોંચ્યા તે દરમ્યાન ઉષાબેન શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ - જિનાલયમાં એકસઠમી દેરીમાં બિરાજમાન શ્રી પલ્લવીયા પાર્શ્વનાથ પ્રભુના જાપ કરવા લાગ્યા અને મનોમન નક્કી કર્યું કે મારા રીતેશને સારું થઈ જે તો દર્શનાર્થે આવીશ.
સૌ હોસ્પિટલે પહોંચ્યા. ત્યાં હાજર રહેલા ડોક્ટરે તરત જ સારવાર શરૂ કરી દીધી. લગભગ એક કલાક બાદ ડોક્ટર બહાર આવ્યા અને કહ્યું : “જો તમે અર્ધો કલાક મોડા આવ્યા હોત તો રીતેશને પ્લાસ્ટીક સર્જરી કરાવી પડત...
શ્રી પલ્લવીયાજી પાર્શ્વનાથ
૧૫૪
Page #179
--------------------------------------------------------------------------
________________
પરંતુ હવે એમ કરવું નહિ પડે.... આઠ દિવસમાં રૂઝ આવી જશે તેમજ તેના ચહેરા પર કોઈ ડાઘ નહિ રહે. વડીલોના પુણ્યથી જ તમારો પુત્ર બચી ગયો છે... તમે એને ઘેર લઈ જઈ શકો છો.'
અને...મનોજભાઈ, ઉષાબેન રીતેશને લઈને ઘેર આવી ગયા. ઉષાબેને શ્રી પલ્લવીયા પાર્શ્વનાથ પ્રભુના જાપ ચાલુ કરી દીધા હતા. આઠ દિવસ સુધી દરરોજ ડ્રેસીંગ કરવામાં આવતું હતું. નવમે દિવસે રીતેશનો ચહેરો પહેલાં જેવો થઈ ગયો. મનોજભાઈ અને ઉષાબેને શાંતિનો શ્વાસ ખાધો.
ઉષાબેને મનોજભાઈને કહ્યું : “મનોજ, આપણે રીતેશને લઈને શંખેશ્વર જવું પડશે ત્યાં શ્રી પલ્લવીયા પાર્શ્વનાથ પ્રભુના દર્શન કરાવવાના છે. શ્રી પલ્લવીયા પાર્શ્વનાથ પ્રભુની કૃપાથી આપણો રીતેશ નવપલ્લવિત થયો છે.'
ઉષા, આપણે આવતી કાલેજ શંખેશ્વર જઈએ અને સેવા-પૂજા કરીને સાંજે ત્યાંથી નીકળી જઈશું. આવતીકાલે રવિવાર છે. હું ટેક્સીનું કહી દઉં છું.”
એમજ થયું.
બીજે દિવસે મનોજભાઈનો પરિવાર શંખેશ્વર ગયો ત્યાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની તથા શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદમાં બિરાજમાન દરેક પ્રતિમાજીઓની અનેરી શ્રધ્ધા સાથે સેવા પૂજા કરી તેમાં એકસઠમી દેરીમાં બિરાજમાન શ્રી પલ્લવીયા પાર્શ્વનાથ પ્રભુની અનેરા ભાવથી સેવા-પૂજા અને ચૈત્યવંદન કર્યું. બપોરે ભોજનશાળામાં ભોજન લઈને બપોરે ચાર વાગે શંખેશ્વરથી નીકળી ગયા અને સીધા અમદાવાદ આવી ગયા.
શ્રી પલ્લવીયા પાર્શ્વનાથ પ્રભુની ભક્તિથી જીવન નવપલ્લવિત બની જાય છે.
શ્રી પલ્લવીયાજી પાર્શ્વનાથ
૧૫૫
Page #180
--------------------------------------------------------------------------
________________
મંત્ર આરાધના
(૧) ૐ હ્રીં શ્રÆ પલ્લવીયા પાર્શ્વનાથ નમઃ। (૨) ૐ હ્રીં શ્રીં હ્રીં * પલ્લવીયા પાર્શ્વનાથ નમઃ । (૩) ૐ હ્રાઁ Æ Æ Æ પલ્લવીયા પાર્શ્વનાથ નમઃ ।
ઉપરોક્ત ત્રણેય મંત્રો મહાપ્રભાવક છે. કોઈપણ એક મંત્રની માળા નિત્ય વહેલી સવારે નિશ્ચિત સમયે અને આસન પર બેસીને કરવી હંમેશ એક માળા તો અવશ્ય ગણવી. વસ્ત્રો શુધ્ધ અને સ્વચ્છ ધારણ કરવા. આ મંત્ર જાપથી જીવન સુખમય અને આરોગ્યપ્રદ બને છે. વિઘ્નો દૂર થાય છે.
સંપર્કઃ
શ્રી પલ્લવિયા પાર્શ્વનાથ જૈન તીર્થ મુ.પો. પાલનપુર, જી. બનાસકાંઠા ગુજરાત પીન-૩૮૫૦૦૧. ફોન : (૦૨૭૪૨) ૨૬૨૭૩૧
શ્રી પલ્લવીયાજી પાર્શ્વનાથ
૧૫૬
Page #181
--------------------------------------------------------------------------
________________
શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ
રાજસ્થાનના સિરોહી જીલ્લાના નૂન નામના ગામમાં શ્રી આશાપૂરણ પાર્શ્વનાથજી પ્રભુનું ભવ્ય અને પ્રાચીન જિનાલય આવેલું છે. કાલંદ્રીથી નૂન ગામે જઈ શકાય છે. તેમજ સિરોહી રોડ રેલ્વે સ્ટેશનથી પ૬ કિ.મી.ના અંતરે નૂન તીર્થ આવેલું છે. અહીં જૈનોની વસ્તી ન હોવાથી તીર્થનો વહીવટ કાલંદ્રી જૈન સંઘ કરી રહ્યો છે. અહીં દર વર્ષે પોષ દસમીનો મેળો ભરાય છે. શ્રી આશાપૂરણ પાર્શ્વનાથજીનું નૂનમાં મુખ્ય તીર્થ છે. તે ઉપરાંત સાબરમતી - રામનગરના જિનાલયમાં ઉપરના માળે શ્રી આશાપૂરણ પાર્શ્વનાથજી (ધાતુના), મૂળનાયક રૂપે બિરાજે છે.
| શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ વિહાર મહાપ્રાસાદ જિનાલયની ફરતી ભમતીમાં બાસઠમી દેવકુલિકામાં શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી બિરાજીત છે.
રાજસ્થાનના નૂન નામના જૈનોની વસ્તી વગરના ગામમાં શ્રી આશાપૂરણ પાર્શ્વનાથનું કલાકારીગરીથી ઓપતું પ્રાચીન જિનાલય આવેલું છે. ભૂતકાળમાં નૂન ગામ સમૃધ્ધ નગરી રહી હશે તેવું અનુમાન કરી શકાય છે. આ જિનાલય અત્યંત પ્રાચીન છે. સપ્તફણા શ્રી આશાપૂરણ પાર્શ્વનાથજીની પ્રતિમાજીની ઊંચાઈ ૧૭ ઈંચ અને પહોળાઈ ૧૨.૫ ઈંચની છે. આ પ્રતિમાજી શ્વેતવર્ણની છે. આ જિનાલયનું નિર્માણ શ્રી સંઘે સંવત ૧૧૦૦ ની આસપાસ કરાવ્યું હતું. જ્યારે આ નગરી સમૃધ્ધિની ટોચે હશે ત્યાં સુધી આ જિનાલયના જીર્ણોધ્ધાર થતા રહ્યાં છે.
આ પ્રાચીન જિનાલયમાં બિરાજમાન શ્રી આશાપૂરણ પાર્શ્વનાથની ભક્તિ કરનાર ભાવિકને તેના પ્રભાવનો પરિચય થતો રહ્યો છે. તેથી શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ તરીકે ખ્યાતિ પામ્યા.
સંસારીજનોની મનોકામના અહીંના શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ પ્રભુની ભાવભરી ભક્તિથી સિધ્ધ થયાના અનેક દૃષ્ટાંતો છે.
શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ
૧૫૭
Page #182
--------------------------------------------------------------------------
________________
STARIG
મુંબઈમાં શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ
મુંબઈમાં મુલુન્ડ (વેસ્ટ) ખાતે શાસન સમ્રાટ નગર (પોરબંદરવાળા કોમ્પ્લેક્ષ) અમૃત એનેક્ષ, તાંબેનગર, એસ.એન. રોડ પર શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ પ્રભુનું તીર્થ આવેલું છે. શ્રી શાસનસમ્રાટ (નેમિસૂરિ) શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ જૈન સંઘ આ જિનાલયનો વહીવટ કરે છે. સંવત ૨૦૫૪ની સાલમાં સાલમાં આ.ભ. પૂ. ચંદ્રોદય સૂરિશ્વરજી મહારાજ તથા આ.ભ.પૂ. શ્રી અશોકચંદ્રસૂરિશ્વરજી મ. તેમજ આ.ભ. પૂ.શ્રી સોમચંદ્રસૂરિશ્વરજી મ. ના આશીર્વાદથી અત્રે અમીઝરા આદિનાથ તથા ભોંયરામાં મૂળનાયક રૂપે શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ પ્રભુ બિરાજમાન થાય છે.
શ્રી સંઘની પ્રચંડ પુણ્યાઈથી તથા ગુરૂ ભગવંતોની પાવન પ્રેરણાથી ખોજા જ્ઞાતિના વડીલ શ્રી અકબરભાઈ પોરબંદરવાળાએ લગભગ સાંઈઠ લાખની જમીન એક રૂપિયો લીધા વિના શ્રી સંઘને અર્પણ કરી હતી. આ પ્રતિમાજી ભરવાનો તથા પ્રતિષ્ઠા કરવાનો દિવ્ય લાભ ભદ્રાવળવાળા પ્રવિણચંદ્ર બાબુલાલ શાહ પરિવારે લીધો હતો. આ ઉપરાંત તેઓએ જિનાલયમાં આદિનાથ પ્રભુ, પુંડરિક સ્વામી, રાયણ પગલા વગેરેની પ્રતિષ્ઠાનો લાભ પણ લીધો હતો. તેમજ પોષ દશમીના કાયમી અઠ્ઠમ તપના મુખ્ય દાતા તરીકે લાભ લીધો છે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં બિરાજમાન શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ
ભારતવર્ષમાં જૈન ધર્મનો વિજયધ્વજ અતિ પ્રાચીન કાળથી લહેરાઈ રહ્યો છે. જૈનો વ્યાવહાર કુશળ, ધર્મવત્સલ, અને કલાપ્રેમી રહ્યાં છે. ભારતમાં ધર્મપ્રિય શ્રેષ્ઠીઓએ પ્રભુભક્તિ માટે ઠેરઠેર જિનાલયોના ભવ્ય નિર્માણો કરાવીને તેમાં શ્રી જિનેશ્વર ભગવંતોની દૈદીપ્યમાન, પરમ પ્રભાવક પ્રતિમાજીઓ બિરાજમાન કરાવી છે. આજે પણ પ્રાચીન જિનાલયો ભૂતકાળના દિવ્ય સંભારણાની માફક અડીખમ ઊભા છે. ભૌગોલિક પરિસ્થિતિ, આક્રમણ અને સ્થળાંતર જેવા કારણોથી
શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ
૧૫૮
Page #183
--------------------------------------------------------------------------
________________
અનેક જિનાલયો અદશ્ય થયા છે. પરંતુ તીર્થનું મહાભ્ય અને તેનો પ્રભાવે પ્રાચીન કાળથી અકબંધ રહ્યો છે. આજે પણ તેમાં જરાપણ ઘટાડો થયો નથી.
આજે શ્રી શંખેશ્વર તીર્થનો મહિમા દિન-પ્રતિદિન વધતો જાય છે. શ્રી પાર્થ પ્રભુના અન્ય તીર્થો પણ એટલાંજ પ્રભાવક છે. શ્રી શંખેશ્વર તીર્થ અત્યંત પ્રાચીન છે. એનો ઈતિહાસ યુગો પૂર્વનો છે. આજે આ તીર્થ જાગૃત તીર્થસ્થાન છે. આ તીર્થસ્થાને હજારો યાત્રાળુઓની અવરજવર રહે છે. અને ભાવભરી ભક્તિથી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની સેવા-પૂજા-સ્તુતિ કરે છે. બાવીસમા તીર્થંકર શ્રી નેમિનાથ પ્રભુના કાળથી આ મહાતીર્થ અસ્તિત્વમાં છે. - પરમ પ્રભાવક શ્રી શંખેશ્વર તીર્થમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ – જિનાલય આવેલું છે. વિક્રમ સંવત ૨૦૪૫ મહાસુદ પાંચમના દિવસે આ મહાપ્રાસાદના પ્રેરક પ.પૂ. પ્રશાંતમૂર્તિ, તપાગચ્છ સૂર્ય, ગચ્છાધિપતિ
આ.ભ. શ્રીમદ્ વિજય પ્રેમસૂરિશ્વરજી મહારાજા તથા પ.પૂ. આ. દેવ શ્રીમદ્ વિજય સુબોધ સૂરિવરજી મહારાજાના વરદ હસ્તે આ મહાપ્રાસાદ માં મૂળનાયક શ્રી ભક્તિ પાર્શ્વનાથ સાથે ૧૦૮ પાર્શ્વનાથ ભગવંતની અંજનશલાકા - પ્રતિષ્ઠાનો ભવ્ય મહોત્સવ ઉજવાયો હતો. લગભગ ૫૦ વિઘા ધરતી પર ૮૪000 ચોરસ ફૂટના ઘેરાવામાં પથરાયેલું આ જિનાલય પદ્મ સરોવરની સ્મૃતિ કરાવે છે. પાર્શ્વનાથ પ્રભુના ૧૦૮ તીર્થોના એક સાથે દર્શન, પૂજન અને યત્રાનો લાભ યાત્રાળુઓને મળી શકે છે. ૧૧૬ દેવકુલિકાઓના ૧૦૮ શિખરોથી અને ૮ સામરણોથી આ તીર્થ સુશોભિત છે. કલાત્મક ગર્ભદ્વાર, બબ્બે ચોકી મંડપ અને ઉંચા શિખરો ધરાવતાં ત્રણ દિશાના ત્રણ મહાધર પ્રાસાદ, નાનામાં નાનું શિખર ૩૭ ફૂટ ઊંચું, અને સૌથી ઊંચું ૭૨ ફૂટનું છે. આ જિનાલયનો પ્રવેશદ્વાર ભવ્ય છે. - શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ - જિનાલયની ફરતી ભમતીમાં બાસુંઠમી દેવકુલિકામાં શ્રીઆશા પૂરણ પાર્શ્વનાથ પ્રભુ બિરાજમાન છે. પ્રતિમાજીની ઊંચાઈ ૩૧ ઈંચની છે. આ પ્રતિમાજી પદ્માસનસ્થ, શ્વેત પાષાણની છે. અત્યંત મનોરમ્ય અને દર્શનીય છે. તેમજ સપ્તફણાથી અલંકૃત છે.
શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ
૧૫૯
Page #184
--------------------------------------------------------------------------
________________
વિશેષ જાણકારી રાજસ્થાનમાં શિરોહી જીલ્લાના ગુન ગામે શ્રી આશાપુરણ પાર્શ્વનાથ પ્રભુનું પ્રાચીન અને મુખ્ય જિનાલય છે. આ તીર્થસ્થળમાં યાત્રિકોની અવર-જવર વિશેષ રહે છે. શિરોહીમાં અનેક પ્રાચીન જિનાલયો આવેલા છે. નૂન ગામના શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ પ્રભુના અવશ્ય દર્શન વંદન કરવા. જિનાલય અત્યંત કલાત્મક છે.
આ મહિમા અપરંપાર અમરાવતીમાં વર્ષોથી રહેતા ચંપકલાલનો પરિવાર સુખી અને સમૃધ્ધ હતો. ચંપકલાલને ત્યાં કાપડનો હોલસેલ વેપાર હતો. ચંપકલાલ અને તેમની પત્ની સુનયનાબેનને પોતાની ૨૪ વર્ષની પુત્રી દિવ્યાની ચિંતા રહેતી હતી. દિવ્યા ડબલ ગ્રેજ્યુએટ થઈ ગઈ હતી તેમજ તે ઘરમાં ટ્યુશનના ક્લાસીઝ ચલાવી રહી હતી.
ચંપકલાલ અને સુનયનાબેન પોતાની પુત્રી માટે ઠેકાણાં જોતાં હતા પરંતુ અનુકૂળ આવતું નહોતું.
એક દિવસ ચંપકલાલની પાસે તેમના ખૂબજ જૂના મિત્ર મફતલાલ આવી ચડ્યા.
બન્ને મિત્રો ઘણા વર્ષો પછી ભેગા થયા હતા. મફતલાલ તો મુંબઈ રહેતા હતા. તેમના | મફતલાલે કહ્યું : “ચંપક, આપણે ઘણા વર્ષો પછી મળીએ છીએ. આપણે સ્કૂલના અભ્યાસ વખતે સાથે જૈન બૌડીંગમાં એક જ રૂમમાં રહેતા હતા. મારે મુંબઈ આવી જવું પડ્યું અને તારે અમરાવતીને કર્મભૂમિ બનાવવી પડી. આટલા વર્ષોમાં એકાદ-બેવાર ટેલીફોન દ્વારા આપણે મળ્યા પણ રૂબરૂ તો આજે જ મળવાનું થયું છે.'
“હા... મફતલાલ, દિવસો, મહિનાઓ અને વર્ષો ક્યાં પસાર થઈ જાય છે તેની ખબર રહેતી નથી. હું મુંબઈ પણ આવતો નથી. ત્યાં મારું કોઈ છે નહિં. દેશમાં જઉ ત્યારે ગામડે જાઉ અને શ્રી શંખેશ્વર તીર્થની યાત્રા કરી આવું... અને
શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ
૧૬૦
Page #185
--------------------------------------------------------------------------
________________
પાછા અહીં આવી જઈએ.” શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ આવેલ છે ત્યાં બે દિવસ રહીએ. આ જિનાલય અતિ ભવ્ય છે. ત્યાં અમે સેવા પૂજા કરીએ. તેમાંય ત્યાં શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી એટલા પ્રભાવક છે કે ત્યાંથી દષ્ટિ ખેંચવાનું જ મન ન થાય... શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ પ્રભુની દેરી પાસે સેવા-પૂજા અને ચૈત્યવંદન કરીએ. આ વખતે તમારા જેવા મિત્રના કહેવાથી શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ પ્રભુની સમક્ષ અમારી મનોકામના પાર પાડવાનો સંકલ્પ કરીને આવ્યા છીએ. અમને શંખેશ્વરથી પાછા આવ્યાને વીસ દિવસ થઈ ગયા’ ચંપકલાલે શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારની માંડીને વાત કરી.
મફતલાલે કહ્યું : “તમે શંખેશ્વરમાં કઈ બાબતનો સંકલ્પ કર્યો છે ?'
મારી પુત્રી દિવ્યા ચોવીસ વર્ષની થઈ છે. ડબલ ગ્રેજ્યુએટ અને કલાક્ષેત્રમાં પ્રવિણ છે. દેખાવમાં સરસ છે. તેને યોગ્ય મુરતિયો મળી જાય તેવો સંકલ્પ શંખેશ્વર જઈને ધારણ કરી આવ્યા છીએ. અમે દીકરી માટે અનેક ઠેકાણાં જોયા પરંતુ અનુકૂળ આવતાં નથી.'
મફતલાલે કહ્યું : “તો પછી જાણી લોકે તમારો સંકલ્પ પૂરો થઈ ગયો છે. મારો પુત્ર પચ્ચીસ વર્ષનો છે. મુંબઈમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. મારા પુત્રએ મને બે દિવસ પહેલાં જ તમારી પુત્રીની વાત કરી હતી.'
એમ...! મારી પુત્રી દિવ્યાને ક્યાં જોઈ હતી ?”
‘તમારી પુત્રી ત્રણ મહિના પહેલાં એક ગ્રુપ સાથે કાર્યક્રમ આપવા આવી હતી ત્યારે જોઈ હતી. કાર્યક્રમમાં જાહેરાત થઈ કે અમરાવતીની ચંપકલાલ દેસાઈની પુત્રી દિવ્યા ભાગ લઈ રહી છે. તેને આછેરો ખ્યાલ હતો કે તમે મારા ખાસ મિત્ર છો. તેણે ઘેર આવીને વાત કરી અને હું તરત જ અહીં તારી પાસે આવ્યો છું. મારો પુત્ર આજ સાંજ સુધીમાં અહીં આવી પહોંચશે.”
મફતલાલ, તમારું ઘર મળતું હોય તો મારે કંઈ પૂછવું નથી. અને કંઈ જોવું નથી.... મેં મારી પુત્રી દિવ્યા તમારા પુત્ર માટે આપી... તમારા પુત્રનું નામ શું છે?'
- “સલીલ...”
શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ
૧૬૧
Page #186
--------------------------------------------------------------------------
________________
‘સરસ...ચાલો...આપણે ઘેર જઈએ...' ચંપકલાલ ઊભા થયા. મફતલાલ પણ ઊભા થયા. બન્ને મિત્રો ઘેર આવ્યા ઘરમાં આવતાંવેંત સુનયનાબેને સ્વાગત કર્યું. ચંપકલાલે સુનયનાને બધી વાત કરી. સુનયના તે સાંભળીને રાજી થઈ ગઈ.
તે
અને એ જ દિવસે સાંજે સલીલ અમરાવતી આવી પહોંચ્યો. સલીલ અને દિવ્યાની મીટીંગ ગોઠવાઈ. અને સંબંધ નક્કી થયો.
બીજે દિવસે ગોળ-ધાણા તથા શ્રીફળ વિધિ કરવામાં આવી.
આઠ દિવસ બાદ ચંપકલાલ, સુનયના અને દિવ્યા શંખેશ્વર - શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહા પ્રાસાદ તીર્થમાં બે દિવસ રોકાઈને શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ પ્રભુની ભક્તિ કરી. તેમનો સંકલ્પ, તેમની આશા પરિપૂર્ણ થઈ હતી. અને શુભ દિવસે અમરાવતીમાં સલીલ અને દિવ્યાના વિવાહ થયા. બન્ને પરિવારોમાં આનંદનો સૂર ગુંજવા લાગ્યો.
શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ પ્રભુની ભક્તિ કરવાથી માનવીની આશાઓ પરિપૂર્ણ થયા વગર રહેતી નથી.
(૧)
(૨)
(૩)
મંત્ર આરાધના
ૐૐ હ્રીં શ્રીં આશાપૂરણ પાર્શ્વનાથ નમઃ । ૐૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં આશાપૂરણ પાર્શ્વનાથ નમઃ । ૐ હ્રીં શ્રીં શ્રીં શ્રાઁ આશાપૂરણ પાર્શ્વનાથ નમઃ।
ઉપારોક્ત ત્રણેય મંત્રો મહાપ્રભાવક છે અને અલૌકિક છે. આરાધકે કોઈપણ એક મંત્રનો નિત્ય વહેલી સવારે નિશ્ચિત સમયે નિશ્ચિત સ્થાન અને આસન સાથે જાપ કરવા, જાપ દરમ્યાન ધૂપ અને દીપ અખંડ રાખવા. વસ્ત્રો શુધ્ધ ધારણ કરવા. મંત્ર જાપની એક માળા અવશ્ય રોજ ગણવી. શુભ દિવસથી મંત્રજાપનો પ્રારંભ કરવો. આ મંત્ર જાપથી મનોકામના પૂર્ણ થાય છે.
- સંપર્ક
શ્રી આશાપુરાણ પાર્શ્વનાથ શ્વે. જૈન. તીર્થ
મુ. નુન, વાયા-બાલન્ટ્રી જિ. સિરોહી, (રાજસ્થાન)
૧૬૨
શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ
C
Page #187
--------------------------------------------------------------------------
________________
શ્રી સ્વયંભૂ પાર્શ્વનાથ રાજસ્થાનના જોધપુર જિલ્લામાં આવેલ કાપરડા ગામમાં શ્રી સ્વયંભૂ પાર્શ્વનાથ પ્રભુનું પ્રાચીન તીર્થધામ આવેલું છે. જોધપુરથી કાપરડા જૈન તીર્થ ૫૦ કિ.મી. ના અંતરે પીપાડ સિટીથી ૧૬ કિ.મી., જયપુરથી ૨૪૦ કિ.મી. તથા સિવાડી રેલ્વે સ્ટેનથી આ તીર્થ માત્ર આઠ કિલોમીટરના અંતરે આવેલું છે. શ્રી સ્વયંભૂ પાર્શ્વનાથનું જિનાલય કલા-કારીગરીથી ઉત્કૃષ્ટ છે. શ્રી સ્વયંભૂ પાર્શ્વનાથના જિનાલયમાં સભા મંડપ, મંડપના સ્તંભો, છત, તોરણોમાં શિલ્પીઓએ શિલ્પકલાને જીવંત કરી હોય તેમ લાગ્યા વગર રહેતું નથી.
મુંબઈના સાંતાક્રુઝના શ્રી કલિકુંડ પાર્શ્વનાથ જિનાલય તથા પાર્લા (ઈસ્ટ) મુંબઈના શ્રી ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયની ફરતી ભમતીમાં શ્રી સ્વયંભૂ પાર્શ્વનાથ પ્રભુજીની પ્રતિમા બિરાજીત છે.
શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ જિનાલયની ફરતી ભમતીમાં ત્રેસઠમી દેવકુલિકામાં શ્રી સ્વયંભૂ પાર્શ્વનાથ પ્રભુની મનોરમ્ય પ્રતિમાજી પ્રતિષ્ઠિત છે.
જોધપુર (રાજસ્થાન) જિલ્લામાં શ્રી કાપરડાજી તીર્થના ભવ્ય જિનાલયમાં શ્રી સ્વયંભૂ પાર્શ્વનાથ પ્રભુનું આ મુખ્ય તીર્થ છે. સપ્તફણાથી અલંકૃત, નીલ પીસ્તા વર્ણના, પદ્માસનસ્થ આ પ્રતિમાજી મરકત પાષાણની છે. તેની ઊંચાઈ ૨૧ ઈંચ અને પહોળાઈ સવા સોળ ઈંચ છે.
કાપરડા ગામમાં ચાર માળનું શિખરબંધી જિનાલય આજે ભાવિકો માટે શ્રધ્ધાના અમૃત સમાન છે. અહીં થોડા સૈકાઓ પૂર્વે ખેડૂતોનાં થોડા-ઘણાં ઝુંપડાંઓ હતાં. ધીરે ધીરે અહીં કાપડની બજાર ભરાવા લાગી. કાપડની બજાર ભરાવાના કારણે આ ગામ “કાપડ હાટ’ કે ‘કર્પટવાણિજ્ય' ના નામે બોલાવા લાગ્યું. અપભ્રંશ થતાં તેનું કાપરડા નામ જાણીતું બન્યું. ચૌદમા સૈકામાં આ ગામ હતું તેમ જાણવા મળે છે. આ ગામમાં આવેલું “ચાંપાસર સરોવર’ રાવ ચાંપાએ બંધાવ્યું હતું, જે આજે પણ છે.
આ ગામની જાણકારી શ્રી સ્વયંભૂ પાર્શ્વનાથ પ્રભુનું દેરાસર બંધાયું ત્યારે
શ્રી સ્વયંભૂ પાર્શ્વનાથ
૧૬૩
Page #188
--------------------------------------------------------------------------
________________
Bolan miss fie
ચાર
લોકોને થઈ. આ જિનાલયના નિર્માણ પાછળ એક શ્રધ્ધાવાન શ્રાવકની કથા સંકળાયેલી છે.
પંદરમાં સૈકાના પ્રારંભે ભંડારી પરિવારો મારવાડમાં આવીને વસ્યા હતા. તેઓ પોતાની કૌશલ્યતા અને ચાતુર્યના કારણે રાજ્યના ઉચ્ચ હોદા પર સ્થાન
પામ્યા હતા.
જોઘપુરના મહારાજા ગજરાજસિંહે અમર ભંડારીના પુત્ર ભાણજી ભંડારીને જેતારણના અધિકારી તરીકે પસંદ કર્યાં. ભાણજી ભંડારીએ જેતારણ પહોંચીને કાર્યભાર સંભાળી લીધો.
ભાણજી ભંડારીએ જેતા૨ણ જઈને સુંદર કામગીરી બજાવવા માંડી. આથી ઈર્ષાળુ રાજ કર્મચારીઓએ રાજા ગજરાજસિંહના કાન ભંભેર્યા. રાજા ગજરાજસિંહ રાજકર્મચા૨ીઓની વાતોમાં સપડાઈ ગયો અને ભાણજી ભંડા૨ીને તત્કાળ જોધપુર આવી જવાનો સંદેશો મોકલ્યો. સંદેશા વાચન પરથી જ ભાણજી ભંડારીને અંદાજ આવી ગયો કે મહારાજા કોઈની ચઢામણીનો ભોગ બન્યા છે. કંઈક નવાજૂની અવશ્ય થવાની જ.
મહારાજાની આજ્ઞાનું પાલન કરવા ભાણજી ભંડા૨ી જોતા૨ણથી જોધપુર જવા નીકળી પડ્યો. તેણે માર્ગમાં કાપરડા ગામે મુકામ કર્યો. ભોજનનો સમય થતાં ભાણજી ભંડારી સાથે આવેલાં માણસોએ ભોજન માટે આમંત્રણ આપ્યું. પરંતુ ભાણજી ભંડારીને શ્રી જિનપૂજા વગર ભોજન ગ્રહણ ન કરવાની ટેક હતી. તેણે ભોજન માટેના પાડી, તેથી સાથેના માણસોએ તેની દૃઢ પ્રતિજ્ઞા જાણીને ગામમાં જિનમૂર્તિ' માટે તપાસ આદરી.
ગામમાં એક જૈન યતિજી હતા. તેમની પાસે શ્રી જિન પ્રતિમાજી હતી. આમ શ્રી જિન પ્રતિમાજી પ્રાપ્ત થતાં ભાણજી ભંડારીએ સ્નાનાદિથી નિવૃત્ત થઈને પૂજાના વસ્ત્રો ધારણ કરીને પ્રસન્ન ભાવે પ્રભુની સેવા-પૂજા કરી અને ટેક પાળી. જૈન તિ મહારાજ ભાણજી ભંડારીના દૃઢ મનોબળથી પ્રસન્ન થયા અને જણાવ્યું કે રાજા પાસે તું નિર્દોષ ઠરીશ. અને યતિ મહારાજના કથન મુજબ જ થયું.
૧૬૪
શ્રી સ્વયંભૂ પાર્શ્વનાથ
Page #189
--------------------------------------------------------------------------
________________
મહારાજા ગજરાજસિહભાણજી ભંડારીનું અદકેરૂં બહુમાન કર્યું. રાજાએ પોતાના અંગત માણસો પાસે તપાસ કરાવી હતી. આમ ઈર્ષાળુઓની ચાલ ઊંધી પડી.
ભાણજી ભંડારીને યતિ મહારાજ પર ભક્તિભાવ થયો. જોધપુરથી વળતાં તે કાપરડા આવ્યો અને યતિ મહારાજને આ ગામમાં ભવ્ય જિનાલય બંધાવવાની વાત કરી. યતિ મહારાજ તેના પર અતિ પ્રસન્ન થયા. આમ વિક્રમ સંવત ૧૬૬૦ માં ભવ્ય જિનાલય માટેનું નિર્માણ કાર્ય શરૂ થયું. નવ વર્ષ બાદ દેવવિમાનની ઝાંખી કરાવતું ભવ્ય જિનાલય કાપરડાં ગામમાં નિર્માણ પામ્યું.
આ જિનાલયમાં બિરાજમાન કરવા સહુ કોઈ પ્રતિમાજીની શોધમાં હતા. એ સમયે આચાર્ય ભગવંત શ્રી જિનચંદ્રસૂરિજી મહારાજને સ્વપ્નમાં ત્રણ બાવળની તળેટીમાં ત્રણ વાંસની ભૂમિ નીચે શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા હોવાનો સંકેત મળ્યો અને વિક્રમ સંવત ૧૬૭૪ના પોષ વદ ૧૦ ના દિવસે આ મૂર્તિ પ્રગટ કરાવી. આમ સ્વપ્ન સંકેતથી સ્વયં પ્રગટ થયેલા હોવાથી તે પાર્શ્વનાથ પ્રભુ “શ્રી સ્વયંભૂ પાર્શ્વનાથ' તરીકે પ્રસિધ્ધિ પામ્યા. કાપરડા ગામના નામ પરથી આ પાર્શ્વનાથ “શ્રી કાપરડા પાર્શ્વનાથ' તરીકે પણ ઓળખાય છે. ' આમ વિક્રમ સંવત ૧૬૭૮ની સાલમાં ચાર માળના આ ભવ્ય જિનપ્રાસાદમાં પરમાત્માનો ભવ્ય મહોત્સવ રચીને પ્રતિષ્ઠિત કરવામાં આવ્યા.
ત્યાર પછી સૈકાઓ બાદ વિક્રમ સંવત ૧૯૭૫ના મહા સુદ પાંચમના દિવસે આ જિનાલયનો જીર્ણોધ્ધાર શાસનસમ્રાટ આ.ભ. શ્રી વિજય નેમિસૂરિશ્વરજી મહારાજના પ્રયાસોથી થયો અને તેમના જ વરદ હસ્તે આ તીર્થની પુનઃ પ્રતિષ્ઠા થઈ. આ પ્રતિષ્ઠા સમયે બીજી પંદર જિન પ્રતિમાજીઓની પ્રતિષ્ઠા કરવામાં આવી.
આ જિનાલયના શિખરના ચોથા માળે ચૌમુખજી બિરાજમાન છે. ચારમાળના આ જિનાલયની નીચે ભોયરૂં પણ છે જિનપ્રાસાદની ઊંચાઈ ૯૮ ફૂટની છે. દર વર્ષે ચૈત્ર સુદ-૫ ના દિવસે અહીં વિરાટ મેળાનું આયોજન કરવામાં આવે છે. વર્તમાનમાં આ તીર્થનો મહિમા દિન-પ્રતિદિન વધતો જાય છે. “શ્રી સ્વયંભૂ પાર્શ્વનાથ તીર્થ’ અંગેના ઉલ્લેખો જૈનાચાર્ય અને મહાપુરુષોની રચનામાં જોવા મળે છે.
શ્રી સ્વયંભૂ પાર્શ્વનાથ
૧૬૫
Page #190
--------------------------------------------------------------------------
________________
વિશેષ જાણકારી
કાપરડા ગામની સ્થાપના ક્યારે થઈ તે અંગેની માહિતી ઉપલબ્ધ નથી. ચમત્કારિક ઘટનાઓ સાથે વિ.સં. ૧૬૭૪ માગશર વદ-૧૦ના પાર્શ્વનાથ પ્રભુના જન્મ કલ્યાણક દિવસના શુભ અવસરે ભૂગર્ભ માંથી શ્રી સ્વયંભૂ પાર્શ્વ પ્રભુની પ્રતિમાજી પ્રગટ થઈ હતી. આ ચાર મજલાનું ચૌમુખી દેરાસરનું બાંધકામ, શિલ્પ અનેરી ભાતનું છે. આજુબાજુ નાના ગામડાં હોવાથી આ દેરાસરના શિખરના દર્શન ખૂબજ દૂરથી થઈ શકે છે. ભંડા૨ી ગોત્રના શ્રી ભાનાજી ઉપર રાજા કોઈ કારણસર કોપાયમાન થતાં તેમને જોધપુર આવવાનો આદેશ આપ્યો. ભંડારીજી ભયભીત હોવા છતાં જવા તૈયાર થયા. વચ્ચે કાપરડામાં મુકામ કર્યો. પ્રભુ પ્રતિમાના દર્શન કર્યા પછી જ ભોજન કરવાનો નિર્ણય હોવાને કરણે તપાસ કરતાં ઉપાશ્રયમાં એક યતિવર્ય પાસે પ્રતિમા હોવાનું જાણી ત્યાં ગયા, યતિજીએ ભંડારીનું જોધપુ૨ જવાનું કા૨ણ સમજતાં જણાવ્યું કે આ તમારી કસોટીનો સમય છે પણ તમે નિર્દોષ હોવાને કારણે હિંમત હારશો નહિં. ભંડારીજી જોધપુર પહોંચે એ પહેલાં જ જોધપુરના રાજાને પોતાની ભૂલ સમજાઈ, સાંભળેલી વાત ખોટી જણાઈ અને ભાનાજી નિર્દોષ જણાયા. ભાનાજી આવતાં જ રાજાએ એમનું સન્માન કર્યું. સાથે ૫૦૦ રજતમુદ્રા ઉપહાર તરીકે ધરી. પાછા ફરતાં ભાનાજી પર યતિજીએ પ્રસન્ન થઈ આ મુદ્રાઓ થેલીમાં નાખી ઉપર વર્ધમાન વિદ્યાસિધ્ધ વાસક્ષેપ નાખી ભંડારીને પાછી સોંપી એ થેલીને ઊંધી ન કરવા જણાવી. મંદિરનું નિર્માણકાર્ય તથા બધી આવશ્યકતાઓ પૂરી થશે એવું જણાવ્યું. ભંડા૨ીજીની ઈચ્છા મુજબ ભવ્ય મંદિરનો નકશો તૈયાર થયો. અને નિર્માણ શરૂ થયું. કાર્ય સંપૂર્ણ થવાની નજીક હોવા પહેલાં ભંડારીજીના પુત્રે એથેલીને ઊંધી કરતાં મુદ્રાઓ બહાર આવી ગઈ. અને ભંડારીજીને દુઃખ થયું. પરંતુ થવાનું બનવાકાળ સમજી મંદિરની પ્રતિષ્ઠા કરવાનો નિર્ણય કર્યો. પ્રાચીન પ્રતિમા માટે પ.પૂ. આચાર્ય ભગવંત શ્રી જિનચંદ્રસૂરિશ્વરજી મહારાજને પ્રાર્થના કરવામાં આવી.
આ બાજુ આચાર્યને કાપરડા ગામે બાવળની ઝાડીમાં ભગવાનની મૂર્તિ
શ્રી સ્વયંભૂ પાર્શ્વનાથ
૧૬૬
Page #191
--------------------------------------------------------------------------
________________
હોવાનો સંકેત થયો. આખરે પ્રભુના જન્મ કલ્યાણક દિવસે પ્રતિમાજી પ્રગટ થતાં પ્રતિષ્ઠા કરવામાં આવી ત્યારથી ભક્તજનો પ્રભુને શ્રી સ્વયંભૂ પાર્શ્વનાથ કહેવા લાગ્યા. ભગવાનની પ્રતિમા ઉપર ફણાની બે ફણાઓ છે. અહીંનું શિખર લગભગ ૯૫ ફૂટ ઊંચું છે. જોધપુર ૫૦ કિ.મી. છે. રહેવા તથા ભોજનશાળાની સગવડ છે. (સંકલિત).
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં
બિરાજમાન શ્રી સ્વયંભૂ પાર્શ્વનાથ ભારતવર્ષમાં જૈન ધર્મનો વિજયધ્વજ અતિ પ્રાચીન કાળથી લહેરાઈ રહ્યો છે. જૈનો વ્યવહાર કુશળ, ધર્મવત્સલ, અને કલાપ્રેમી રહ્યાં છે. ભારતમાં ધર્મપ્રિય શ્રેષ્ઠીઓએ પ્રભુભક્તિ માટે ઠેરઠેર જિનાલયોના ભવ્ય નિર્માણો કરાવીને તેમાં શ્રી જિનેશ્વર ભગવંતોની દૈદીપ્યમાન, પરમ પ્રભાવક પ્રતિમાજીઓ બિરાજમાન કરાવી છે. આજે પણ પ્રાચીન જિનાલયો ભૂતકાળના દિવ્ય સંભારણાની માફક અડીખમ ઊભા છે. ભૌગોલિક પરિસ્થિતિ, આક્રમણ અને સ્થળાંતર જેવા કારણોથી અનેક જિનાલયો અદશ્ય થયા છે. પરંતુ તીર્થનું મહાભ્ય અને તેનો પ્રભાવ પ્રાચીન કાળથી અકબંધ રહ્યો છે. આજે પણ તેમાં જરાપણ ઘટાડો થયો નથી.
ન આજે શ્રી શંખેશ્વર તીર્થનો મહિમા દિન-પ્રતિદિન વધતો જાય છે. શ્રી પાર્શ્વ પ્રભુના અન્ય તીર્થો પણ એટલાજ પ્રભાવક છે. શ્રી શંખેશ્વર તીર્થ અત્યંત પ્રાચીન છે. એનો ઈતિહાસ યુગો પૂર્વનો છે. આજે આ તીર્થ જાગૃત તીર્થસ્થાન છે. આ તીર્થસ્થાને હજારો યાત્રાળુઓની અવરજવર રહે છે. અને ભાવભરી ભક્તિથી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની સેવા-પૂજા-સ્તુતિ કરે છે. બાવીસમા તીર્થંકર શ્રી નેમિનાથ પ્રભુના કાળથી આ મહાતીર્થ અસ્તિત્વમાં છે. એ
- પરમ પ્રભાવક શ્રી શંખેશ્વર તીર્થમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ - જિનાલય આવેલું છે. વિક્રમ સંવત ૨૦૪૫ મહાસુદ પાંચમના દિવસે આ મહાપ્રાસાદના પ્રેરક પ.પૂ. પ્રશાંતમૂર્તિ, તપાગચ્છ સૂર્ય, ગચ્છાધિપતિ
આ.ભ. શ્રીમદ્ વિજય પ્રેમસૂરિશ્વરજી મહારાજા તથા પ.પૂ. આ. દેવ શ્રીમદ્ વિજય સુબોધ સૂરિવરજી મહારાજાના વરદ હસ્તે આ મહાપ્રાસાદ માં મૂળનાયક શ્રી ભક્તિ પાર્શ્વનાથ સાથે ૧૦૮ પાર્શ્વનાથ ભગવંતની અંજનશલાકા -પ્રતિષ્ઠાનો ભવ્ય મહોત્સવ ઉજવાયો હતો. લગભગ ૫૦ વિઘા ધરતી પર ૮૪000 ચોરસ
શ્રી સ્વયંભૂ પાર્શ્વનાથ
૧૬૭
Page #192
--------------------------------------------------------------------------
________________
ફૂટના ઘેરાવામાં પથરાયેલું આ જિનાલય પદ્મ સરોવરની સ્મૃતિ કરાવે છે. પાર્શ્વનાથ પ્રભુના ૧૦૮ તીર્થોના એક સાથે દર્શન, પૂજન અને યત્રાનો લાભ યાત્રાળુઓને મળી શકે છે. ૧૧૬ દેવકુલિકાઓના ૧૦૮ શિખરોથી અને ૮ સામરણોથી આ તીર્થ સુશોભિત છે. કલાત્મક ગર્ભદ્રાર, બબ્બે ચોકી મંડપ અને ઉંચા શિખરો ધરાવતાં ત્રણ દિશાના ત્રણ મહાધર પ્રાસાદ નાનામાં નાનું શિખર ૩૭ ફૂટ ઊંચું, અને સૌથી ઊંચું ૭૨ ફૂટનું છે. આ જિનાલયનો પ્રવેશદ્વાર ભવ્ય છે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ જિનાલયની ફરતી ભમતીમાં ત્રેસઠમી દેવકુલિકામાં શ્રીસ્વંભૂ પાર્શ્વનાથ પ્રભુ બિરાજમાન છે. પ્રતિમાજીની ઊંચાઈ ૩૧ ઈંચની છે. આ પ્રતિમાજી પદ્માસનસ્થ, કથ્થાઈ પાષાણની છે. અત્યંત મનોરમ્ય અને દર્શનીય છે. તેમજ સમ્રફણાથી અલંકૃત છે. પ્રતિમાજીના દર્શન કરતાં હૈયામાં ભક્તિસૂર ગુંજવા લાગે તેવા અલૌક્ક અને નયનરમ્ય પ્રતિમાજી છે.
મંત્ર આરાધના
(૧) ૐ હ્રીં શ્રીં સ્વયંભૂ પાર્શ્વનાથાય નમઃ । ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં સ્વયંભૂ પાર્શ્વનાથાય નમઃ। (3) ૐૐ હ્રીં શ્રીં શ્રીં શ્રીં સ્વયંભૂ પાર્શ્વનાથાય નમઃ ।
(૨)
ઉપરોક્ત ત્રણેય મહામંત્રોમાંથી કોઈપણ એક મંત્રની નિત્ય વહેલી સવારે નિશ્ચિત સમયે અને સ્થળ પર બેસીને આરાધના કરવી. જાપ દરમ્યાન ધૂપ-દીપ અખંડ રાખવા. મંત્ર આરાધનાથી જીવનમાં આવતાં વિઘ્નો, પરિતાપોનો નાશ થાય છે. અત્યંત ફળદાયી મંત્રો છે.
-
સંપર્કઃ
શ્રી જૈન શ્વેતાંમ્બર પ્રાચીન તીર્થ સ્વયંભૂ પાર્શ્વનાથ મુ.પો. કાયરડા, વાયા-ભાવી
જિ. જોધપુર (રાજસ્થાન) - ૩૪૨૬૦૫.
ફોન : (૦૨૯૩૦) ૨૬૩૯૦૯, ૨૬૩૯૩૭
૧૬૮
શ્રી સ્વયંભૂ પાર્શ્વનાથ
Page #193
--------------------------------------------------------------------------
________________
શ્રી સિરોડીયજી પાર્શ્વનાથ
રાજસ્થાનના સિરોહી જીલ્લાના રેવદર તાલુકાના મોટી સિ૨ોડી ખાતે સિરોડીયા(ગોડી) પાર્શ્વનાથ પ્રભુનું મુખ્ય તીર્થ આવેલું છે. આબુરોડ રેલ્વે સ્ટેશનથી આ તીર્થ ૬૦ કિ.મી. ના અંતરે આવેલું છે. આ તીર્થની નજીક દીયાણા તીર્થ ૧૯ કિ.મી. ના અંતરે છે. સાંતાક્રુઝ (મુંબઈ) ના શ્રી કલિકુંડ પાર્શ્વનાથ જિનાલયની ભમતીના એક ગોખલામાં શ્રી સિરોડીયા પાર્શ્વનાથ પ્રભુની દિવ્ય પ્રતિમાજી બિરાજમાન છે.
શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ જિનાલયની ફરતી ભમતીમાં ચોસઠમી દેવકુલિકામાં શ્રી સિરોડીયા (ગોડી) પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી બિરાજમાન છે.
સિરોડી ગામમાં શિખરબંધી જિનાલયમાં દિવ્યતાના તેજપૂંજ સમી શ્રી સિરોડીયા પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી બિરાજમાન છે. શ્વેત પાષાણની, પદ્માસનસ્થ, સપ્તફણાથી વિભૂષિત આ પ્રતિમાજી ની ઊંચાઈ ૩૬ ઈંચ અને પહોળાઈ ૩૨ ઈંચની છે. આ તીર્થ પ્રાચીન અને ૫૨મ પ્રભાવક છે. કલાત્મક પરિકરથી પ્રતિમાજીનું તેજ નીખરી ઊઠે છે.
આ તીર્થની પ્રાચીનતા, ઉદ્ભવ વગેરેનો ઈતિહાસ ઉપલબ્ધ થતો નથી. પ્રાચીન રચનાઓમાં આ તીર્થનો ઉલ્લેખ જોવા મળે છે. વિક્રમ સંવત ૧૫૦૦ ની આસપાસ આ તીર્થનો જીર્ણોધ્ધાર કરવામાં આવેલો અને છેલ્લો જીર્ણોધ્ધાર વિક્રમ સંવત ૨૦૧૮ માં થયો હતો. તે વર્ષના પોષ મહિનામાં સિધ્ધાંત મહોદધિ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય શ્રી પ્રેમસૂરિશ્વરજી મહારાજાની શુભ નિશ્રામાં આ તીર્થનો પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્યાતિભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો. આ પ્રતિમાજી ‘શ્રી ગોડી પાર્શ્વનાથ' ના નામથી વધુ જાણીતી છે. અનેક આચાર્યો, મુનિ-ભગવંતો તથા કવિઓએ આ તીર્થ અને પ્રતિમાજી વિષે પોતાની રચનામાં નિર્દેશ કર્યો છે.
શ્રી સિરોડીયજી પાર્શ્વનાથ
૧૬૯
Page #194
--------------------------------------------------------------------------
________________
ને ક
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં બિરાજમાન શ્રી સિરોડીયા પાર્શ્વનાથ
ભારતવર્ષમાં જૈન ધર્મનો વિજયધ્વજ અતિ પ્રાચીન કાળથી લહેરાઈ રહ્યો છે. જૈનો વ્યવહાર કુશળ, ધર્મવત્સલ, અને કલાપ્રેમી રહ્યાં છે. ભારતમાં ધર્મપ્રિય શ્રેષ્ઠીઓએ પ્રભુભક્તિ માટે ઠેરઠેર જિનાલયોના ભવ્ય નિર્માણો કરાવીને તેમાં શ્રી જિનેશ્વર ભગવંતોની દૈદીપ્યમાન, પરમ પ્રભાવક પ્રતિમાજીઓ બિરાજમાન કરાવી છે. આજે પણ પ્રાચીન જિનાલયો ભૂતકાળના દિવ્ય સંભારણાની માફક અડીખમ ઊભા છે. ભૌગોલિક પરિસ્થિતિ, આક્રમણ અને સ્થળાંતર જેવા કારણોથી અનેક જિનાલયો અદૃશ્ય થયા છે. પરંતુ તીર્થનું મહાત્મ્ય અને તેનો પ્રભાવ પ્રાચીન કાળથી અકબંધ રહ્યો છે. આજે પણ તેમાં જરાપણ ઘટાડો થયો નથી.
આજે શ્રી શંખેશ્વર તીર્થનો મહિમા દિન-પ્રતિદિન વધતો જાય છે. શ્રી પાર્શ્વ પ્રભુના અન્ય તીર્થો પણ એટલાંજ પ્રભાવક છે. શ્રી શંખેશ્વર તીર્થ અત્યંત પ્રાચીન છે. એનો ઈતિહાસ યુગો પૂર્વનો છે. આજે આ તીર્થ જાગૃત તીર્થસ્થાન છે. આ તીર્થસ્થાને હજારો યાત્રાળુઓની અવરજવર રહે છે. અને ભાવભરી ભક્તિથી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની સેવા-પૂજા-સ્તુતિ કરે છે. બાવીસમા તીર્થંકર શ્રી નેમિનાથ પ્રભુના કાળથી આ મહાતીર્થ અસ્તિત્વમાં છે.
પરમ પ્રભાવક શ્રી શંખેશ્વર તીર્થમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ - જિનાલય આવેલું છે. વિક્રમ સંવત ૨૦૪૫ મહાસુદ પાંચમના દિવસે આ મહાપ્રાસાદના પ્રેરક પ.પૂ. પ્રશાંતમૂર્તિ, તપાગચ્છ સૂર્ય, ગચ્છાધિપતિ આ.ભ. શ્રીમદ્ વિજય પ્રેમસૂરિશ્વરજી મહારાજા તથા પ.પૂ. આ. દેવ શ્રીમદ્ વિજય સુબોધ સૂરિવરજી મહારાજાના વરદ હસ્તે આ મહાપ્રાસાદ માં મૂળનાયક શ્રી ભક્તિ પાર્શ્વનાથ સાથે ૧૦૮ પાર્શ્વનાથ ભગવંતની અંજનશલાકા – પ્રતિષ્ઠાનો ભવ્ય મહોત્સવ ઉજવાયો હતો. લગભગ ૫૦ વિઘા ધરતી પર ૮૪૦૦૦ ચોરસ ફૂટના ઘેરાવામાં પથરાયેલું આ જિનાલય પદ્મ સરોવરની સ્મૃતિ કરાવે છે. પાર્શ્વનાથ
૧૭૦
શ્રી સિરોડીયજી પાર્શ્વનાથ
Page #195
--------------------------------------------------------------------------
________________
પ્રભુના ૧૦૮ તીર્થોના એક સાથે દર્શન, પૂજન અને યાત્રાનો લાભ યાત્રાળુઓને મળી શકે છે. ૧૧૬ દેવકુલિકાઓના ૧૦૮ શિખરોથી અને ૮ સામરણોથી આ તીર્થ સુશોભિત છે. કલાત્મક ગર્ભદ્વાર, બબ્બે ચોકી મંડપ અને ઉંચા શિખરો ધરાવતાં ત્રણ દિશાના ત્રણ મહાધર પ્રાસાદ નાનામાં નાનું શિખર ૩૭ ફૂટ ઊંચું, અને સૌથી ઊંચું ૭૨ ફૂટનું છે. આ જિનાલયનો પ્રવેશદ્વાર ભવ્ય છે.
( શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ - જિનાલયની ફરતી ભમતીમાં ચોસઠમી દેવકુલિકામાં શ્રીસિરોડીયા પાર્શ્વનાથ પ્રભુ બિરાજમાન છે. પ્રતિમાજીની ઊંચાઈ ૩૧ ઈંચની છે. આ પ્રતિમાજી પદ્માસનસ્થ, શ્વેત પાષાણની છે. અત્યંત મનોરમ્ય અને દર્શનીય છે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ - જિનાલયમાં શ્રી સિરોડીયા પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી પરિકરથી પરિવૃત્ત છે.
મહિમા અપરંપાર
નડિયાદમાં દીપકભાઈ શેઠને લોખંડનો વેપાર...ગયા વર્ષમાં તેઓ ખૂબ કમાયા હતા. તેણે કેટલીક રકમ પુત્ર અને પુત્રીના ભવિષ્ય માટે બેંકમાં વ્યાજે મૂકી. તેમજ અન્ય રકમ વ્યાજે ફેરવવા લાગ્યા. દીપકભાઈના પત્ની અત્યંત ધર્મ શ્રધ્ધાળુ હતા. તેઓ નિયમિત સેવા પૂજા અને તપ આદિ કરતાં રહેતા.
એક દિવસ દીપકભાઈએ કહ્યું : “શોભા, ગયું વર્ષ આપણા માટે અત્યંત ફળદાયી નીવડ્યું છે. આપણે કેટલીક રકમ ધર્મકાર્યમાં વાપરવી છે. તારી શું સલાહ
છે ?'
જ “દીપક, નડીયાદમાં તો આપણે અવાર-નવાર લાભ લેતા હોઈએ છીએ. આપ જાણો છો કે મને શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ વિહાર મહા પ્રાસાદમાં બિરાજમાન શ્રી સિરોડીયાજી પાર્શ્વનાથ પ્રભુ પ્રત્યે અનન્ય શ્રધ્ધા છે. હું દરરોજ શ્રી શિરોડીયાજી પાર્શ્વનાથ પ્રભુની માળા પણ કરું છું. જો આપ સહમત થાઓ તો આપણે શંખેશ્વર જઈએ અને શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં રકમનો સદ્વ્યય
શ્રી સિરોડીયજી પાર્શ્વનાથ
૧૭૧
Page #196
--------------------------------------------------------------------------
________________
કરીએ...'
, ‘તારી વાત સાચી છે. આપણે બન્ને સંતાનોને લઈને શંખેશ્વર જઈ આવીએ અને તું કહે છે તેમ ત્યાં રકમ નોંધાવી દઈશું.” પર “એક શરતે શંખેશ્વર જઈએ. ત્યાં બે દિવસ રોકાણ કરવાનું હોય તો જ જવું છે. દર વખતે સવારે પહોંચીએ અને બપોરે નીકળી જઈએ છીએ તેમ કરવું નથી.”
| દીપકભાઈ હસી પડ્યા અને કહ્યું : “ભલે...આપણે ત્યાં બે દિવસ રોકાઈશું.'
અને દીપકભાઈનો પરિવાર શનિવારે શંખેશ્વર જવા નીકળી ગયો. તેઓની પાસે નવીજ ગાડી હતી. તેઓ શનિવારે વહેલી પરોઢે નીકળ્યા હતા. અને સવારે નવ કલાકે તો શંખેશ્વર આવી પહોંચ્યા.
શંખેશ્વરમાં તેઓ શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદની ધર્મશાળામાં ઉતર્યા. દીપકભાઈ, તેમના પત્ની શોભા, પુત્ર હિરેન અને પુત્રી રોમા વગેરે સર્વ પ્રથમ નવકારશી વાપરવા ગયા. ત્યારબાદ સ્નાનકાર્ય સંપન્ન કરીને પૂજાના વસ્ત્રો ધારણ કરીને શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં સેવાપૂજા કરવા ગયા.
તે દીપકભાઈના પરિવારે અનેરી શ્રધ્ધા સાથે સેવા-પૂજા કરી અને ખાસ તો ચોસઠમી દેવકુલિકામાં બિરાજમાન શ્રી સિરોડીયા પાર્થ પ્રભુની સેવા-પૂજા અને ચૈત્યવંદન કર્યું. દીપકભાઈ અને શોભા ભાવ વિભોર બની ગયા.
| દીપકભાઈ બે હા જોડીને શ્રી સિરોડીયા પાર્શ્વ પ્રભુની ભક્તિ કરતાં બોલ્યા : “હે દિવ્ય પૂંજને ધારણ કરનારા પાર્શ્વનાથ પ્રભુ...! મેં આપના ચરણ કમળના દર્શન માત્રથી મારા નયનોને પરમ પવિત્ર કર્યા. મારા જીવનમાં આવેલ વિપત્તિઓના વાદળોનું વિસર્જન થયું. વિપ્નો સમૂહો નષ્ટ થયા. મારા ભાગ્યનો મહોદય થયો. મારૂં સૌભાગ્ય ખીલી ઉઠ્યું. મારું શ્રેય વિકાસ પામ્યું. હે પાર્શ્વ પ્રભુ ! આપની કરૂણાનો કોઈ પાર નથી. હે પ્રભુ, આપની દિવ્ય કૃપા સદાય અમારા પરિવાર પર વરસતી રહે....
શ્રી સિરોડીયજી પાર્શ્વનાથ
૧૭૨
Page #197
--------------------------------------------------------------------------
________________
શોભાબેને પણ અનન્ય ભક્તિ દર્શાવતા કહ્યું : “હે મહિમાવંત પાર્શ્વ પ્રભુ, આપના દિવ્ય શરણમાં આવી છું. મને દુઃખરૂપી સંસાર સાગરથી પાર ઉતારો... આ જીવનમાં બધું જ ક્ષણભંગુર અને નશ્વર છે. આપની કૃપા દૃષ્ટિ સદાય વરસતી રહે તેવી અભ્યર્થના છે. મને સત્યનો માર્ગ બતાવો... તમે મારું સૌભાગ્ય છો... તમે મારું સર્વસ્વ છો. આપની ભક્તિ કરવાથી હું ક્યારેય ચલિત ન બનું, તેવી પ્રેરણા આપતાં રહેજો...સર્વ વિઘ્નોનો નાશ કરજો... હે પરમકૃપાળુ પાર્શ્વનાથ પ્રભુ, આપની કરૂણાનો કોઈ પાર નથી...”
દીપકભાઈ અને શોભાબેને શ્રી સિરોડીયા પાર્શ્વનાથ પ્રભુની ખરા હૃદયથી ભક્તિ કરી.. ભક્તિ કરતાં તેમની આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી.
દીપકભાઈનો પરિવાર ત્યાંથી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની સેવા-પૂજા કરવા માટે ગયો ત્યારે બપોરના બાર વાગી ગયા હતા. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથના જિનાલયમાં સેવા-પૂજા માટે તાર હતી તેમાં પરિવારના સભ્યો ઊભા રહી ગયા. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની સેવા-પૂજા કરવા માટે અર્ધા કલાકમાં વારો આવી ગયો. ત્યાં પણ દીપકભાઈના પરિવારે અનેરા ભાવથી સેવા પૂજા કરી અને ચૈત્યવંદન, મંત્રજાપ વગેરે કર્યા.
બપોરે એક વાગે દીપકભાઈનો પરિવાર ફરીને શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ વિહારમાં આવી ગયો. ધર્મશાળામાં આવીને વસ્ત્રો બદલાવ્યા અને ભોજનના પાસ લઈને જમવા માટે ગયા. ભોજનશાળામાં સાત્વિક, શુધ્ધ ભોજન બનાવવામાં આવતું હોવાથી દીપકભાઈનો પરિવાર ખૂબજ આનંદથી જમ્યા. ભોજન ગ્રહણ કરી દીધા પછી દીપકભાઈ, શોભા, હિરેન તથા રોમા ધર્મશાળાની રૂમમાં પાછા ફર્યા અને બે કલાક આરામ કર્યો.
દીપકભાઈ અને શોભાબેન બપોરના ચાર વાગે ઉપાશ્રયમાં બિરાજમાન મુનિ ભગવંત પાસે આવ્યા અને વંદના કરીને દીપકભાઈએ પૂછયું: ‘ગુરૂદેવ, અમે નડિયાદથી આવીએ છીએ, અમને શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારના જિનાલયમાં ફરતી ભમતીમાં શ્રી સિરોડીયા પાર્શ્વનાથ પ્રભુ પ્રત્યે અનન્ય ભક્તિ છે. અમારે ધર્મકાર્યમાં થોડી રકમ વાપરવી છે. આપ અમને માર્ગદર્શન આપો..”
શ્રી સિરોડીયજી પાર્શ્વનાથ
૧૭૩
Page #198
--------------------------------------------------------------------------
________________
| ‘ભાઈ, હાલમાં અહીં નવી ધર્મશાળાનું કાર્ય ચાલી રહ્યું છે. તેમાં રૂમ લખાવી શકાશે. એક રૂમ માટે રૂા. એકાવન હજાર છે. તમે તેનો લાભ લો... જો વધારે રકમ વાપરવાની ઈચ્છા હોય તો ધર્મશાળાના આગળના ભાગમાં મુખ્ય દાતા તરીકેની તકતી મૂકાશે. તે માટે રૂા. પાંચ લાખનો નકરો છે.
ગુરૂદેવ, અમે ધર્મશાળાના મુખ્ય દરવાજા પરના મુખ્ય દાતા તરીકેનો લાભ લેવા માગીએ છીએ. તે માટેની રકમ હું અત્યારેજ જમા કરાવી દેવા માગું છું. મુખ્ય દરવાજા પર મારા માતા-પિતાનું નામ રાખવાનું છે.'
મુનિરાજે તરત જ પેઢીના માણસને બોલાવ્યો અને પેઢીનો માણસ મહેતાજીને બોલાવી લાવ્યો. મહેતાજીને તરત જ દીપકભાઈએ પાંચ લાખ રૂપિયા આપ્યા અને માતા-પિતા તથા પોતા પરિવારની વિગતો આપી દીધી.
મહેતાજીએ કહ્યું : “હવે જ્યારે પણ શંખેશ્વર આવો ત્યારે તમને બે રૂમ કાયમ માટે આપી શકીશું. એ માટે એક દિવસ અગાઉથી અમને ફોન દ્વારા જાણ કરશો. આગામી દિવસોમાં કોઈ પ્રસંગની ઉજવણી થશે ત્યારે આપનું બહુમાન કરવામાં આવશે.'
‘ના...ના... અમને બહુમાનમાં રસ નથી. પણ અમારે કેટલીક રકમ ધર્મકાર્યમાં વાપરવી હતી એટલે આ લાભ લીધો છે...' દીપકભાઈ બોલ્યા.
મુનિરાજે મંત્રિત વાસક્ષેપ દીપકભાઈના પરિવારના સભ્યોના મસ્તક પર છાંટ્યો.
આમ વધુ એક દિવસ રોકાઈને દીપકભાઈનો પરિવાર શંખેશ્વરથી નડિયાદ જવા વિદાય થયો.
શ્રી સિરોડીયા પાર્શ્વનાથ પ્રભુની ભક્તિ કરવાથી સુખ-સમૃદ્ધિમાં વધારો થાય છે.
શ્રી સિરોડીયજી પાર્શ્વનાથ
૧૭૪
Page #199
--------------------------------------------------------------------------
________________
મંત્ર આરાધના (૧) ૩ૐ હ્રીં શ્રીં સિરોડીયા પાર્શ્વનાથાય નમઃ | (૨). ઉૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં સિરોડીયા પાર્શ્વનાથાય નમઃ (૩) ૐ હ્રીં શ્રીં હ્રીં શ્ર સિરોડીયા પાર્શ્વનાથાય નમ:
- ઉપરોક્ત ત્રણેય મંત્રો અત્યંત પ્રભાવક છે. કોઈપણ એક મંત્રના જાપ કરવા લાભદાયી છે. દરરોજ વહેલી સવારે નિશ્ચિત સમયે અને સ્થાન પર બેસીને જાપ આરાધના કરવી. મંત્રજાપ દરમ્યાન ધૂપ દીપ અખંડ રાખવા વસ્ત્રો શુધ્ધ અને સ્વચ્છ ધારણ કરવા. આ મંત્ર આરાધનાથી સુખ-સમૃદ્ધિમાં વધારો થાય છે. તેમજ જીવનમાં આવતી અણધારી વિપત્તિઓ નષ્ટ થાય છે.
સંપર્કઃ શ્રી સિરોડીયા (ગોડી) પાર્શ્વનાથ શ્વેતામ્બર જૈન તીર્થ મુ.પો. સિરોડી(મોટી) વાયા-અનાદરા,
તા. રેવદર, સ્ટેશન - આબુરોડ, જિ. સિરોહી, (રાજસ્થાન) – ૩૦૭૫૧૧
ફોન : (૦૨૯૭૫) ૨૫૬૭00
|
શ્રી સિરોડીયજી પાર્શ્વનાથ
-
૧૭૫ ૬
g
al
Page #200
--------------------------------------------------------------------------
________________
શ્રી ચારૂપ પાર્શ્વનાથ
ઉત્તર ગુજરાતના ભવ્ય જિનાલયોની નગરી પાટણથી દસ કિલોમીટરના અંતરે ચારૂપ તીર્થમાં શ્રી ચારૂપ પાર્શ્વનાથ પ્રભુનું મુખ્ય જિનાલય આવેલું છે. જિનાલયથી રેલ્વે સ્ટેશન ૧ કિ.મી. ના અંતરે છે. અહીં ધર્મશાળા ભોજનશાળાની ઉત્તમ સગવડ છે. શ્યામવર્ણના શ્રી ચારૂપ પાર્શ્વનાથ શ્રી શામળા પાર્શ્વનાથ તરીકે વધુ જાણીતા છે. શ્રી શામળા પાર્શ્વનાથ પ્રભુના અનેક જગ્યાએ મંદિરો આવેલા છે. અહીં કારતક વદ-૧ ના દિવસે મોટો મેળો ભરાય છે. આખું પાટણ દર્શનાર્થે ઉમટી પડે છે. તેમજ જેઠ સુદ ૫ નો પણ ઘણો મહિમા છે. શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ જિનાલયની ફરતી ભમતીમાં પાંસઠમી દેવકુલિકામાં ૫૨મ પ્રભાવક શ્રી ચારૂપ પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી બિરાજમાન છે.
શ્રી ચારૂપ પાર્શ્વનાથ જિનાલય શિખરબંધી છે શ્રી પાર્શ્વ પ્રભુની પ્રતિમાજી પદ્માસનસ્થ, શ્યામવર્ણના પાષાણની, સપ્તફણાથી વિભૂષિત છે. ફણા સહિત ઊંચાઈ ૩૭ ઈંચ અને પહોળાઈ ૪૩ ઈંચની છે.
શ્રી ચારૂપ પાર્શ્વનાથના ઉદ્ગમસ્થાન માટે અતિ પ્રાચીન કાળમાં જવું પડશે. ગત ચોવીશીના ૧૬મા તીર્થંકર શ્રી નમિનાથ સ્વામીના શાસનને ૨૨૨૨ વર્ષોના વહાણાં પસાર થઈ ગયાં ત્યારે ગોંડ દેશના ૫૨મ જૈન શ્રાવક અષાઢીએ ત્રણ મનોહર પ્રતિમાજીનું નિર્માણ કરાવ્યું, એમાંથી એક પ્રતિમાજી ચારૂપ તીર્થમાં છે, તે અષાઢી શ્રાવકે નિર્માણ કરાવેલી ત્રણ પ્રતિમાજીમાંની એક છે.
‘અષાઢી શ્રાવક શ્રી નમિનાથ સ્વામીના કાળમાં થયા.’ આ વાતથી દ્વિધા જન્મે તે સ્વાભાવિક છે. આ નમિનાથ તે વર્તમાન ચોવીશીના ૨૧મા તીર્થંકર ન હોઈ શકે ? આવો પ્રશ્ન સ્વાભાવિક રીતે થાય, પરંતુ અષાઢી શ્રાવક બેમાંથી કયા નમિનાથ સ્વામીના કાળમાં થયા તે પ્રશ્નનો ઉત્તર માત્ર કેવળી ભગવંત જ આપી શકે.
કાળનો પ્રવાહ વહેતો રહ્યો.
એક દિવસ કાંતિનગરના ધનશ્રેષ્ઠીનું વહાણ સમુદ્રમાં એકાએક રોકાઈ ગયું. ધનશ્રેષ્ઠી તરત જ સમજી ગયા કે આ કોઈ દૈવી કૃત્ય છે. ધનશ્રેષ્ઠીએ તરત
શ્રી ચારૂપ પાર્શ્વનાથ
૧૭૬
Page #201
--------------------------------------------------------------------------
________________
જ ભક્તિ દ્વારા દેવને પ્રત્યક્ષ કર્યા. દેવે સમુદ્રની અંદર રહેલી ત્રણ પ્રતિમાજીઓના પ્રગટીકરણની વાત કરી. ધનશ્રેષ્ઠી તો દેવનું કથન સાંભળીને અતિ હર્ષિત બન્યો. તેણે દેવની સહાયથી ત્રણ જિનબિંબો સમુદ્રમાંથી બહાર આણ્યાં.
આ ત્રણ પ્રતિમાજીઓમાંની એક પ્રતિમાજી ચારૂપ ગામમાં પધરાવીને તીર્થની પ્રતિષ્ઠા કરાઈ બીજી અરિષ્ટનેમિ પ્રભુને પાટણમાં આંબલીના વૃક્ષ નીચે આવેલા જિનાલયમાં પધરાવ્યા અને ત્રીજી શ્રી પાર્શ્વ પ્રભુની પ્રતિમાજીને થાંભણા ગામમાં સેઢી નદીના કિનારે ઘટાદાર વૃક્ષોની ભૂમિ પર રાખી.
ચારૂપમાં મનોહર જિનબિંબને કોણે પ્રતિક્તિ કર્યા એની જાણકારી નથી. આ જિનાલયમાં ખંડિત પરિકરના લેખ પરથી જણાય છે કે નાગેન્દ્ર ગચ્છીય શ્રી શીલગુણસૂરિના સંતાનીય શ્રી દેવચંદ્રસૂરીજીએ ચારૂપ તીર્થમાં શ્રી પાર્શ્વનાથ પરિકરની પ્રતિષ્ઠા ૧૪મી સદીમાં કરી હતી, તેમાં ચારૂપને મહાતીર્થ દર્શાવાયું છે.
ચારૂપમાં નાગોરના શ્રેષ્ઠી દેવચંદ્ર ગુઢ મંડપ અને છ ચોકીથી યુક્ત એક જિનપ્રાસાદ બંધાવ્યો હતો. તેમાં શ્રી આદિનાથ પ્રભુની પ્રતિમાજીની પ્રતિષ્ઠા કરાવી હતી, તેવી નોંધ આબુના લુણવસહી મંદિરના સં. ૧૨૯૬ના શિલાલેખમાં છે.
વિક્રમ સંવત ૧૪૬૬માં શ્રેષ્ઠી પેથડે ચારૂપમાં શ્રી શાંતિનાથ ભગવાનનું જિનમંદિર બંધાવ્યું હતું, પરંતુ વર્તમાનમાં આ બેમાંથી એક પણ જિનાલય નથી.
ગુર્જરનરેશ સિધ્ધરાજ જયસિંહે ચારૂપમાં વીરાચાર્ય નામના એક સત્વશીલ અને પ્રભાવક જૈનાચાર્યનો ભવ્ય સ્વાગત-મહોત્સવ રચ્યો હતો. આથી કહી શકાય કે ૧૨મા સૈકા પહેલાં ચારૂપમાં જૈનોનું વર્ચસ્વ હતું તેમ કહેવાનું અસ્થાને નહિ ગણાય.
તે એટલું ચોક્કસ છે કે ચારૂપનું શ્રી પાર્શ્વનાથ તીર્થ સોલંકી કાળથી આજ દિવસ સુધી પ્રસિધ્ધ રહ્યું છે. અઢારમા સૈકામાં શૈવોએ આ મંદિર પર કબજો જમાવીને તેમાં મહાદેવ, પાર્વતી અને ગણેશની મૂર્તિઓ મૂકી. વિક્રમ સંવત
શ્રી ચારૂપ પાર્શ્વનાથ
૧૭૭
Page #202
--------------------------------------------------------------------------
________________
૧૯૩૦ની આસપાસ પાટણના જૈનસંઘોનું આ બાબતે ધ્યાન જતાં મંદિરનો કબજો મેળવ્યો અને વિક્રમ સંવત ૧૯૩૮માં આ જિનાલયનો જીર્ણોધ્ધાર કરાવ્યો. વિક્રમ સંવત ૧૯૫૬માં વિશાળ ધર્મશાળા બનાવાઈ. આ પછી પણ એકવાર આ જિનાલયનો જીર્ણોધ્ધાર થયો. મૂળનાયકની બાજુમાં સંવત ૧૯૮૪ના જેઠ સુદ-૫ ના શ્રી શીતલનાથ પ્રભુની પ્રતિષ્ઠા કરવામાં આવી. આ તીર્થ અંગે અનેક જૈનાચાર્યો તથા કવિઓએ પોતાની રચનાઓમાં ઉલ્લેખ કર્યો છે.
વિશેષ જાણકારી
(૧) ચારૂપ તીર્થમાં બિરાજમાન શ્રી શ્યામલા પાર્શ્વનાથ પ્રભુની શ્યામવર્ણ, પદ્માસનસ્થ પ્રતિમાજીનો ઈતિહાસ અત્યંત પ્રાચીન છે. પ્રીચીનકાળમાં અષાઢી શ્રાવકે ત્રણ પ્રતિમાજીઓની પ્રતિષ્ઠા કરાવી હતી. એમાંની આ એક છે. પ્રભુ પ્રતિમાજી પ્રાચીન કલાનો અદ્વિતીય નમૂનો છે. પ્રતિમાજીમાં તપસ્વીની કૃશતા, સ્વસ્થતા, શાંતિ, ગંભીરતા અને નિરાગીપણાનાં ચિન્હો સ્પષ્ટ રીતે જોવામાં આવે છે. નજીકનું ગામ પાટણ ૧૦ કિ.મી. ના અંતરે છે. અહીં ધર્મશાળા તથા ભોજન શાળાની સગવડ છે. (સંકલિત)
(૨) કાળના કેટલાય થરો ઓળંગીને ગત ચોવીસીના ૧૬માં તીર્થંકર શ્રી નમિનાથના શાસનકાળમાં પહોંચીયે ત્યારે ત્યાંથી શ્રી ચારૂપ પાર્શ્વનાથ (શ્રી શ્યામલા પાર્શ્વનાથજી)નું ઉદ્ગમ સ્થાન પ્રાપ્ત થાય છે. શ્રી નેમિનાથ પ્રભુ તીર્થંકરના શાસનને ૨૨૨૨ વર્ષોના વહાણાં વીતી ગયા હતા ત્યારે ગોંડ દેશના અષાઢી નામના શ્રાવકે ત્રણ મનોહર પ્રતિમાનું નિર્માણ કરાવ્યું. ચારૂપમાં બિરાજીને દર્શનાર્થીઓના હૃદયને ડોલાવી દેતાં શ્રી પાર્શ્વનાથના મનમોહક પ્રતિમાજી આ અષાઢી શ્રાવકે આપેલા ત્રણ પ્રતિમાના વારસામાંની એક છે. કાળની કિતાબના પાના ફરતાં ગયા. એકદા કાંતિનગરના ધન શ્રેષ્ઠીનું વહાણ અચાનક સમુદ્રમાં થંભી ગયું. આ કોઈ દેવી ચેષ્ટા છે તેમ જાણીને શ્રેષ્ઠીએ પૂજા દ્વારા દેવને પ્રત્યક્ષ કર્યાં. તે ભૂમિમાં ગુપ્તપણે રહેલાં ત્રણ મનોહર જિનબિંબોના પ્રગટકરણને ઝંખતા
શ્રી ચારૂપ પાર્શ્વનાથ
૧૭૮
Page #203
--------------------------------------------------------------------------
________________
દેવાત્માની આ ચેષ્ટા સપ્રયોજન હતી. દૈવી સહાયથી ધન શ્રેષ્ઠીએ ત્રણ જિનબિંબોને બહાર આણ્યા. આ ત્રણમાંના એક પ્રતિમાજીને ચારૂપ ગામમાં પધરાવીને તીર્થની પ્રતિષ્ઠા કરી. અહીં કારતક વદી-૧ ના દિવસે મોટો મેળો ભરાય છે. આખું પાટણ દર્શનાર્થે છે. અને ગામેગામથી યાત્રાર્થીઓ પધારે છે. જેઠ સુદ-૫નો પણ અહીં ખૂબ મહિમા છે. (સંકલિત) જામા મુનિરાજે શ્રી ચારૂપ પાર્શ્વનાથ પ્રભુની ભક્તિ કરતાં ગાન કર્યું છે. “ચારૂપ તીર્થે ચાર રૂપ કરતી પ્રતિમા આપની, જોતા ઠરે નયનો અમારાને ઠરે મોહતાપણી, અષાઢીના પ્યારા પ્રભુ લાગે ધૂન અજપાજપની, ‘ચારૂપ” પારસનાથ ભાવે કરું વંદના...” અષાઢી શ્રાવકે ભરાવેલ આ પ્રાચીન પ્રતિમાજી બાલ, કુમાર, યુવા અને વૃધ્ધ એમ ચાર રૂપ બદલે છે. ચાર રૂપનું અપભ્રંશ “ચારૂપ’ થયું છે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં
બિરાજમાન શ્રી ચારૂપ પાર્શ્વનાથ | ભારતવર્ષમાં જૈન ધર્મનો વિજયધ્વજ અતિ પ્રાચીન કાળથી લહેરાઈ રહ્યો છે. જૈનો વ્યવહાર કુશળ, ધર્મવત્સલ, અને કલાપ્રેમી રહ્યાં છે. ભારતમાં ધર્મપ્રિય શ્રેષ્ઠીઓએ પ્રભુભક્તિ માટે ઠેરઠેર જિનાલયોના ભવ્ય નિર્માણો કરાવીને તેમાં શ્રી જિનેશ્વર ભગવંતોની દૈદીપ્યમાન, પરમ પ્રભાવક પ્રતિમાજીઓ બિરાજમાન કરાવી છે. આજે પણ પ્રાચીન જિનાલયો ભૂતકાળના દિવ્ય સંભારણાની માફક અડીખમ ઊભા છે. ભૌગોલિક પરિસ્થિતિ, આક્રમણ અને સ્થળાંતર જેવા કારણોથી અનેક જિનાલયો અદશ્ય થયા છે. પરંતુ તીર્થનું મહાત્મ અને તેનો પ્રભાવ પ્રાચીન કાળથી અકબંધ રહ્યો છે. આજે પણ તેમાં જરાપણ ઘટાડો થયો નથી. ની
આજે શ્રી શંખેશ્વર તીર્થનો મહિમા દિન-પ્રતિદિન વધતો જાય છે. શ્રી પાર્થ પ્રભુના અન્ય તીર્થો પણ એટલાજ પ્રભાવક છે. શ્રી શંખેશ્વર તીર્થ અત્યંત પ્રાચીન છે. એનો ઈતિહાસ યુગો પૂર્વનો છે. આજે આ તીર્થ જાગૃત તીર્થસ્થાન છે. આ તીર્થસ્થાને હજારો યાત્રાળુઓની અવરજવર રહે છે. અને ભાવભરી
શ્રી ચારૂપ પાર્શ્વનાથ
૧૭૯
Page #204
--------------------------------------------------------------------------
________________
ભક્તિથી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની સેવા-પૂજા-સ્તુતિ કરે છે. બાવીસમા તીર્થકર શ્રી નેમિનાથ પ્રભુના કાળથી આ મહાતીર્થ અસ્તિત્વમાં છે.
પરમ પ્રભાવક શ્રી શંખેશ્વર તીર્થમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ - જિનાલય આવેલું છે. વિક્રમ સંવત ૨૦૪૫ મહાસુદ પાંચમના દિવસે આ મહાપ્રાસાદના પ્રેરક પ.પૂ. પ્રશાંતમૂર્તિ, તપાગચ્છ સૂર્ય, ગચ્છાધિપતિ
આ.ભ. શ્રીમદ્ વિજય પ્રેમસૂરિશ્વરજી મહારાજા તથા પ.પૂ. આ. દેવ શ્રીમદ્ વિજય સુબોધ સૂરિવરજી મહારાજાના વરદ હસ્તે આ મહાપ્રાસાદ માં મૂળનાયક શ્રી ભક્તિ પાર્શ્વનાથ સાથે ૧૦૮ પાર્શ્વનાથ ભગવંતની અંજનશલાકા-પ્રતિષ્ઠાનો ભવ્ય મહોત્સવ ઉજવાયો હતો. લગભગ ૫૦ વિઘા ધરતી પર ૮૪000 ચોરસ ફૂટના ઘેરાવામાં પથરાયેલું આ જિનાલય પદ્મ સરોવરની સ્મૃતિ કરાવે છે. પાર્શ્વનાથ પ્રભુના ૧૦૮ તીર્થોના એક સાથે દર્શન, પૂજન અને યાત્રાનો લાભ યાત્રાળુઓને મળી શકે છે. ૧૧૬ દેવકુલિકાઓના ૧૦૮ શિખરોથી અને ૮ સામરણોથી આ તીર્થ સુશોભિત છે. કલાત્મક ગર્ભદ્વાર, બબ્બે ચોકી મંડપ અને ઉંચા શિખરો ધરાવતાં ત્રણ દિશાના ત્રણ મહાધર પ્રાસાદ નાનામાં નાનું શિખર ૩૭ ફૂટ ઊંચું, અને સૌથી ઊંચું ૭૨ ફૂટનું છે. આ જિનાલયનો પ્રવેશદ્વાર ભવ્ય છે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ - જિનાલયની ફરતી ભમતીમાં પાસુંઠમી દેવકુલિકામાં શ્રીચારૂપ પાર્શ્વનાથ પ્રભુ બિરાજમાન છે. પ્રતિમાજીની ઊંચાઈ ૩૧ ઈંચની છે. આ પ્રતિમાજી પદ્માસનસ્થ, શ્યામવર્ણ પાષાણની છે. અત્યંત મનોરમ્ય અને દર્શનીય છે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ - જિનાલયમાં શ્રી ચારૂપ પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી અગિયાર ફણાથી અલંકૃત્ત છે.
શ્રી પાર્શ્વ - સ્તવના હે પાર્શ્વનાથ સ્વામી, આપ સર્વ કર્મરૂપ દુષ્ટ વૈરીનું દહન કરનાર છો. કમઠ નામ મહામૂર્ખ અસુરરૂપ પવન સામે મેરૂવત્ અડગ રહેનારા છો.
નિર્મળ સિધ્ધસ્થાનમાં રમનારા છો. જગતના જીવો રૂપી મેઘ ઘટાનું વિસર્જન કરનારા પવન છો. જલપૂર્ણ મેઘ લ
શ્રી ચારૂપ પાર્શ્વનાથ
૧૮૦
Page #205
--------------------------------------------------------------------------
________________
ઘટા જેવો શ્યામ આપનો દેહ છે અને આપ ઉપશમ કરનારા છો. પાપરજનું હરણ કરનારા મેઘ છો. ત્રિભુવનને પૂજય છો અને ભવભયને હરનારા છો. મૃત્યુને દળનારા છો. અને ભવ્ય જીવોની નરકોનો ક્ષય કરનારા છો.
અગાધ ભવ સાગરથી તારનારા છો. કામદેવના વનનું દહન કરનારા છો. એવા હે, અભયદાતા પ્રભુ આપનો જય થાઓ, જય થાઓ... જય થાઓ...
અષાઢી શ્રાવકને પ્રભુ, પ્રતિમા ભરાઈ આપકી ફી આપકે દર્શન કિયે, સુખી સરિતા સંતાપ કી.
ચારુપ નગરી નાથ હી, ફોરેંગે મટકી પાપકી ઐસે “શ્રી ચારુપ પાર્થ' કો મેં ભાવસે કરૂં વંદના...//
ના મંત્ર આરાધના 3ૐ હ્રીં શ્રીં ચારૂપ પાર્શ્વનાથાય નમઃ | ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં ચારૂપ પાર્શ્વનાથાય નમઃ | ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં ચારૂપ પાર્શ્વનાથાય નમઃ | 0
નિજ છે.
ઉપરોક્ત ત્રણેય મંત્રો અત્યંત પ્રભાવક અને ચમત્કારિક છે. કોઈપણ એક મંત્રની નિત્ય આરાધના અત્યંત ફળદાયી બને છે. દરરોજ વહેલી સવારે નિશ્ચિત સમયે અને સ્થાન પર બેસીને મંત્રજાપ કરવા. ઓછામાં ઓછી એક માળા તો અવશ્ય કરવી. શુધ્ધ અને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા. આ મંત્રજાપ કરવાથી સુખસમૃદ્ધિ વધે છે અને સઘળા વિપ્નો નષ્ટ થાય છે.
તે સંપર્કઃ શ્રી ચારૂપ જૈન મૂર્તિપૂજક સામળા પાર્શ્વનાથ મહાતીર્થ
મુ.પો. ચારૂપ તા. જી. પાટણ(ગુજરાત) - ૩૮૪૨૮૫ ફોન : (૦૨૭૬૬) ૨૭૭૫૯૨
.
શ્રી ચારૂપ પાર્શ્વનાથ
૧૮૧
Page #206
--------------------------------------------------------------------------
________________
શ્રી સુલતાન પાર્શ્વનાથ ઉત્તર ગુજરાતમાં પાટણથી નજીક સિધ્ધપુરમાં શ્રી સુલતાન પાર્શ્વનાથ પ્રભુનું પ્રાચીન જિનાલય આવેલું છે. સિધ્ધપુરમાં જ આ એક માત્ર મુખ્ય તીર્થ છે. અહીં ધર્મશાળા, બે દેરાસર, અને ત્રણ ઉપાશ્રયો આવેલા છે. અહીંથી ૧૩ કિ.મી.ના અંતરે મેત્રાણા તીર્થ આવેલ છે.
શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ જિનાલયની ફરતી ભમતીમાં છાસઠમી દેવકુલિકામાં શ્રી સુલતાનજી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી બિરાજમાન છે.
સિધ્ધપુરના અલવાના ચકલે શ્રી મહાવીર સ્વામીના શિખરબંધી જિનાલયના ઉપરના એક ગભારામાં મૂળનાયક રૂપે શ્રી સુલતાન પાર્શ્વનાથ પ્રભુ બિરાજમાન છે. આ પ્રતિમાજી શ્વેત વર્ણની, પાષાણની, પદ્માસનસ્થ અને ફણારહિત છે. પ્રતિમાજીની ઊંચાઈ ૨૫ ઈંચ અને પહોળાઈ ૨૫ ઈંચની છે. પ્રતિમાજી સંપ્રતિ મહારાજાના સમયની છે. - સોળમા-સત્તરમાં સૈકામાં સિધ્ધપુરના જૈનોની જાહોજલાલી અપૂર્વ હતી. તેનો ઈતિહાસ સંવત ૧૬૪૧માં જગદ્ગુરૂ શ્રી હીરવિજયસૂરીજીના શિષ્ય શ્રી કુશલવર્ધન ગણિની ‘સિધ્ધપુર ચૈત્ય પરિપાટી' રચનામાં જોવા મળે છે. તે સમયે અહીં પાંચ જિનાલયો હતા. તે જિનપ્રાસાદોમાં ક્રમશઃ શ્રી નેમિનાથ પ્રભુ, શ્યામવર્ણા શ્રી સુપાર્શ્વનાથ પ્રભુ, શ્રી મહાવીર સ્વામી પ્રભુ, શ્રી ચંદ્રપ્રભસ્વામી અને શ્રી પાર્શ્વનાથ પ્રભુ મૂળનાયક રૂપે બિરાજમાન છે. જયારે શ્રી પાર્શ્વનાથ પ્રભુનું જિનાલય ૨૪ દેવકુલિકાઓથી અલંકૃત હતું. સમય જતાં મુસ્લિમ આક્રમણોના કારણે ધર્મસ્થાનો ભયમાં મૂકાયા હતા.
શ્રી સુલતાન પાર્શ્વનાથ નામ શી રીતે પડ્યું તે અંગેની કથા આ પ્રમાણે જાણવા મળે છે. તે અનુસાર એકવાર મુસ્લિમ બાદશાહ અલ્લાઉદ્દીન ખીલજી પોતાના સૈન્ય સાથે સિધ્ધપુરમાં અહીંના જિનાલયમાં બિરાજમાન પાર્શ્વનાથની પ્રતિમાજીનો ધ્વંસ કરવા આવ્યો હતો, ત્યારે જિનાલયમાં પ્રભુની ભક્તિ કરતાં ભોજકોએ બાદશાહને તેમ ન કરવા જણાવ્યું. અને કહ્યું કે આ તો સાક્ષાત
શ્રી સુલતાન પાર્શ્વનાથ
૧૮૨
Page #207
--------------------------------------------------------------------------
________________
પરમકૃપાળુ પરમેશ્વર છે. પથ્થર નથી ત્યારે અલ્લાઉદ્દીન ખીલજીએ તેનું પ્રમાણ માંગ્યું.
ત્યારે ભોજકોએ તરતજ દીપકરાગ અનેરી શ્રધ્ધા સાથે ગાયો. રાગના પ્રભાવથી અને પ્રભુની અમીદષ્ટિથી ત્યાં રહેલાં ૯૯દીપકો સ્વયં પ્રગટી ઊઠ્યા.
અલ્લાઉદ્દીનને આશ્ચર્યનો પાર ન રહ્યો. ત્યાં તો એક વિશાળ સર્ષ અલ્લાઉદ્દીનની સામે આવીને બેસી ગયો. આ પ્રભાવ જોઈને અલ્લાઉદ્દીન શરમિંદો બન્યો અને બોલી ઊઠ્યો : “આ દેવ બાદશાહોનો પણ બાદશાહ અર્થાત સુલતાન છે.” આટલું કહીને અલ્લાઉદ્દીન પોતાના લશ્કર સાથે ચાલ્યો ગયો. તે દિવસથી આ પાર્શ્વનાથ પ્રભુની આગળ “સુલતાન’ નું વિશેષણ કાયમી બન્યું. આગળ જણાવ્યા અનુસાર આ પ્રતિમાજી મહારાજા સંપ્રતિના સમયના છે. આ પ્રતિમાજી પ્રથમ શ્રી મહાવીર સ્વામી પ્રભુના જિનાલયમાં નીચેના ગભારાના ગોખલામાં મૂળનાયક તરીકે બિરાજતી હતી. હાલ ઉપરના ગભારામાં મૂળનાયક રૂપે બિરાજે છે. આ જિનાલયનો જીર્ણોધ્ધાર કરાયો છે. આ તીર્થ અને પ્રભુ વિશેની પ્રાચીનતા આચાર્ય ભગવંતો, મુનિઓ તથા કવિઓએ જે તે કાળમાં દર્શાવી છે. અને અપૂર્વ મહિમા ગાયો છે.
વિશેષ જાણકારી અહીં વિવિધ ગ્રંથો, પુસ્તિકામાંથી ઉદ્ધત કરેલી માહિતી પ્રસ્તુત કરાઈ છે. શ્રી સિધ્ધપુર તીર્થમાં શ્રી સુલતાન પાર્શ્વનાથ પ્રભુનું મુખ્ય તીર્થ છે. આ પાર્શ્વનાથ ભગવાનના નામનિક્ષેપની ભીતરમાં પ્રવેશ કરતાં મુસ્લિમ બાદાહ અલ્લાઉદ્દીન ખીલજીની ધર્મધ્વંશ અઢળક પ્રવૃત્તિઓ દષ્ટિ સમક્ષ ઉપસ્થિત થાય છે. મંદિરો અને પ્રતિમાઓના સર્વનાશને ઝંખતો અલ્લાઉદ્દીન ખીલજી આ મનોહર પ્રતિમાજીને તોડવા પણ ઉત્સુક બન્યો ત્યારે તે સમયે જિનમંદિરમાં ભક્તિ કરતાં ભોજકોએ બાદશાહને બે હાથ જોડી વિનંતી કરી. ‘તમારા શસ્ત્રનું લક્ષ આ પ્રતિમાજીને ન બનાવતાં આ કોઈ પથ્થર નથી. પણ સાક્ષાત પરમકૃપાળુ
શ્રી સુલતાન પાર્શ્વનાથ
૧૮૩
Page #208
--------------------------------------------------------------------------
________________
પરમેશ્વર છે. ભોજકોની અશ્રુભીની વાણીથી સહેજ થંભી ગયેલા બાદશાહ પ્રતિમાના પરમેશ્વર પણાનું પ્રમાણ માગ્યું. શ્રધ્ધાનો મહાનલ પ્રગટાવીને આ ભોજકોએ સંગીતના સૂર વહેતા મૂક્યા, દીપક રાગે જાદુ કર્યો. ધૃત પૂરીને રાખેલા ૯૯ દીપક સ્વયં પ્રગટી ઉઠ્યા.
સ્વયં પ્રગટેલા આ દીપકોનું આશ્ચર્ય શમ્યું નથી. ત્યાંજ એક સર્પ પ્રગટ થઈ સુલતાન સામે આવી બેઠો. પ્રતિમાનો પ્રચંડ વિરોધી પ્રતિમાના આ પ્રભાવ જાણી લજ્જિત બન્યો. “આ દેવ તો બાદશાહનો પણ બાદશાહ સુલતાન છે.' એમ બોલીને પ્રતિમાને તોડ્યા વગર અલ્લાઉદ્દીન ખીલજી પાછો ફર્યો. તે દિવસથી આ પ્રભુજીની આગળ “સુલતાન’નું વિશેષણ ચિરસ્થાયી બની રહ્યું. આ “સુલતાન’ નામની ભીતરમાં ભોજકોનો અખૂટ શ્રધ્ધા વૈભવ તથા અપૂર્વ શાસન ભક્તિ છૂપાયેલા છે. આ પ્રતિમાજી સંપ્રતિ કાલીન છે. (૨) મુનિ ભગવંતોએ આ તીર્થના મહિમા ગાન ગાયેલા છે.
સુલતાન જો ત્રિલોક કે, શહેંશાહ મહારાજ હૈં ભવ-સિંધુ તરને કે લિયે, જે સર્વ શ્રેષ્ઠ જહાજ હૈ , - સિધ્ધપુર મંડન પ્રભુજી, સંઘ કે સિરતાજ હૈં ઐસે શ્રી સુલ્તાન પાર્શ્વ, કો મેં, ભાવસે કરું વંદના II
બાદશાહોના બાદશાહ છે તેથી જ તે સુલતાન છે, સહુ ભાન ભૂલીને સમયનું તુજ ભક્તિમાં ગુલતાન છે, છે સિધ્ધપુર મંડન પ્રભુ જે સિધ્ધ દેતા ભવ્યને, સુલતાન’ પારસનાથને ભાવે કરું હું વંદના.
પ્રતિમાજીનું ખંડન કરવા આવેલ અલ્લાઉદ્દીન ખીલજીને દેરાસરમાં ભોજકોએ દીપક રાગ ગાઈને ૯૯ દીપકો પ્રગટાવી બતાવ્યા ને સર્પના રૂપમાં અધિષ્ઠાયક બાદશાહની સામે આવતાં અલ્લાઉદ્દીને કહ્યું, “આ તો... બાદશાહનાય બાદશાહ સુલતાન છે...' ત્યારથી આ પ્રતિમાજી “સુલતાન પાર્શ્વનાથ' કહેવાયા...
શ્રી સુલતાન પાર્શ્વનાથ
૧૮૪
Page #209
--------------------------------------------------------------------------
________________
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં
બિરાજમાન શ્રી સુલતાન પાર્શ્વનાથ ભારતવર્ષમાં જૈન ધર્મનો વિજયધ્વજ અતિ પ્રાચીન કાળથી લહેરાઈ રહ્યો છે. જૈનો વ્યવહાર કુશળ, ધર્મવત્સલ, અને કલાપ્રેમી રહ્યાં છે. ભારતમાં ધર્મપ્રિય શ્રેષ્ઠીઓએ પ્રભુભક્તિ માટે ઠેરઠેર જિનાલયોના ભવ્ય નિર્માણ કરાવીને તેમાં શ્રી જિનેશ્વર ભગવંતોની દૈદીપ્યમાન, પરમ પ્રભાવક પ્રતિમાજીઓ બિરાજમાન કરાવી છે. આજે પણ પ્રાચીન જિનાલયો ભૂતકાળના દિવ્ય સંભારણાની માફક અડીખમ ઊભા છે. ભૌગોલિક પરિસ્થિતિ, આક્રમણ અને સ્થળાંતર જેવા કારણોથી અનેક જિનાલયો અદૃશ્ય થયા છે. પરંતુ તીર્થનું મહાભ્ય અને તેનો પ્રભાવ પ્રાચીન કાળથી અકબંધ રહ્યો છે. આજે પણ તેમાં જરાપણ ઘટાડો થયો નથી.
આજે શ્રી શંખેશ્વર તીર્થનો મહિમા દિન-પ્રતિદિન વધતો જાય છે. શ્રી પાર્શ્વ પ્રભુના અન્ય તીર્થો પણ એટલાજ પ્રભાવક છે. શ્રી શંખેશ્વર તીર્થ અત્યંત પ્રાચીન છે. એનો ઈતિહાસ યુગો પૂર્વનો છે. આજે આ તીર્થ જાગૃત તીર્થસ્થાન છે. આ તીર્થસ્થાને હજારો યાત્રાળુઓની અવરજવર રહે છે. અને ભાવભરી ભક્તિથી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની સેવા-પૂજા-સ્તુતિ કરે છે. બાવીસમા તીર્થકર શ્રી નેમિનાથ પ્રભુના કાળથી આ મહાતીર્થ અસ્તિત્વમાં છે. - પરમ પ્રભાવક શ્રી શંખેશ્વર તીર્થમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ - જિનાલય આવેલું છે. વિક્રમ સંવત ૨૦૪૫ મહાસુદ પાંચમના દિવસે આ મહાપ્રાસાદના પ્રેરક પ.પૂ. પ્રશાંતમૂર્તિ, તપાગચ્છ સૂર્ય, ગચ્છાધિપતિ આ.ભ. શ્રીમદ્ વિજય પ્રેમસૂરિશ્વરજી મહારાજા તથા પ.પૂ. આ. દેવ શ્રીમદ્ વિજય સુબોધ સૂરિવરજી મહારાજાના વરદ હસ્તે આ મહાપ્રાસાદ માં મૂળનાયક શ્રી ભક્તિ પાર્શ્વનાથ સાથે ૧૦૮ પાર્શ્વનાથ ભગવંતની અંજનશલાકા -પ્રતિષ્ઠાનો ભવ્ય મહોત્સવ ઉજવાયો હતો. લગભગ ૫૦ વિઘા ધરતી પર ૮૪OOO ચોરસ
ફૂટના ઘેરાવામાં પથરાયેલું આ જિનાલય પદ્મ સરોવરની સ્મૃતિ કરાવે છે. પાર્શ્વનાથ એ પ્રભુના ૧૦૮ તીર્થોના એક સાથે દર્શન, પૂજન અને યત્રાનો લાભ યાત્રાળુઓને
શ્રી સુલતાન પાર્શ્વનાથ
૧૮૫
Page #210
--------------------------------------------------------------------------
________________
મળી શકે છે. ૧૧૬ દેવકુલિકાઓના ૧૦૮ શિખરોથી અને ૮ સામરણોથી આ તીર્થ સુશોભિત છે. કલાત્મક ગર્ભદ્વાર, બબ્બે ચોકી મંડપ અને ઉંચા શિખરો ધરાવતાં ત્રણ દિશાના ત્રણ મહાધર પ્રાસાદ નાનામાં નાનું શિખર ૩૭ ફૂટ ઊંચું, અને સૌથી ઊંચું ૭૨ ફૂટનું છે. આ જિનાલયનો પ્રવેશદ્વાર ભવ્ય છે. એવા શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ - જિનાલયની ફરતી ભમતીમાં છાસઠમી |
દેવકુલિકામાં શ્રી સુલતાન પાર્શ્વનાથ પ્રભુ બિરાજમાન છે. પ્રતિમાજીની ઊંચાઈ ૩૧ ઈંચની છે. આ પ્રતિમાજી પદ્માસનસ્થ, શ્વેત પાષાણની છે. અત્યંત મનોરમ્ય અને દર્શનીય છે. તો
મહિમા અપરંપાર જીતુભાઈ મારવાડી મૂળ મારવાડના હતા પરંતુ તેમણે પોતાનો વેપાર ભાવનગરમાં શરૂ કર્યો હતો અને ભાવનગરમાં મકાન લઈને તેઓ પોતાના પરિવાર સાથે રહેતા હતા. તેમના પરિવારમાં માતાપિતા, પત્ની અને એક પુત્ર હતો. જ એકવાર જીતુભાઈ મારવાડીનો પુત્ર ગંભીર બીમારીમાં પટકાયો હતો. જીતુભાઈ મારવાડીએ પોતાના પુત્ર સંદીપની સારવારમાં જરાય કચાશ રાખી નહોતી. તેમણે ભાવનગરના મોટા-મોટા ડોક્ટરોને બતાવ્યું પણ તેમની દવાઓથી કશો ફરક ન પડ્યો ત્યારે ત્યાંના ડોક્ટરોએ કહ્યું કે તમે સંદીપને અમદાવાદ લઈ જાઓ...'
જીતુભાઈ મારવાડીના માતાજી ભદ્રાબેનને શ્રી સુલતાન પાર્શ્વનાથ પ્રભુ પ્રત્યે અનન્ય શ્રધ્ધા હતી. તેઓ દરરોજ શ્રી સુલતાન પાર્શ્વનાથ પ્રભુના જાપ પણ કરતાં હતા.
ભદ્રાબેને કહ્યું. : ‘જીતુ, સંદીપ કેટલાય દિવસોથી હેરાન થઈ રહ્યો છે... અહીંના ડોક્ટરો અમદાવાદ જવાનું કહે છે.પણ મને મારા શ્રી સુલતાન પાર્શ્વનાથ પ્રભુ પ્રત્યે અનન્ય શ્રધ્ધા છે. શ્રી સુલતાન પાર્શ્વનાથ બાદશાહોના
શ્રી સુલતાન પાર્શ્વનાથ
૧૮૬
Page #211
--------------------------------------------------------------------------
________________
બાદશાહ છે. તેમની ભક્તિ કરવાથી બધા કષ્ટો નષ્ટ પામે છે. તું જો જે બે દિવસમાં સંદીપ સ્વસ્થ થઈ જશે. તેના બધા રીપોર્ટ નોર્મલ આવી જશે. આજે જ મેં અત્યંત શ્રધ્ધાથી શ્રી સુલતાન પાર્શ્વનાથ પ્રભુની ભક્તિ અને જાપ કર્યાં છે.
જીતુભાઈ બોલ્યા : ‘પણ આપણે અમદાવાદ તો જવું જ પડશે. આપની ભક્તિ વંદનીય છે પણ આમ હાથ જોડીને બેસી રહેવું કેમ પાલવે ? સંદીપને કંઈ થઈ જશે તો ઉપાધિ આવી પડશે.'
‘તું ગમે તે કહે... મને મારા પ્રભુ પ્રત્યે શ્રધ્ધા છે. તું આજે નહિ કાલે અમદાવાદ જજે. ત્યાંના ડોક્ટરો રીપોર્ટ કઢાવશે તો દરેક રીપોર્ટમાં કશું જ નહિ હોય.’
‘બા, તમારી વાણી ફળે તેમ હું ઈચ્છું છું. આવતીકાલે આપણે સૌ અમદાવાદ સાથે જ સુમો કરીને જઈશું...'
એમજ થયું. બીજે દિવસે જીતુભાઈ મારવાડીનો પરિવાર અમદાવાદ ગયો ત્યાંના અત્યંત જાણીતા ડોક્ટરને બતાવ્યું. રીપોર્ટસ નવા કઢાવ્યા. સૌના આશ્ચર્ય વચ્ચે રીપોર્ટસમાં કશું ન આવ્યું. બધું જ નોર્મલ હતું. સંદીપ પણ ખુશ મિજાજમાં હતો.
આમ ભદ્રાબેનની વાણી ફળી. તેમની ભક્તિ યથાર્થ ઠરી. જીતુભાઈ મારવાડીનો પરિવાર ત્યાંથી સીધો શંખેશ્વર આવ્યો અને શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહા પ્રાસાદ-ધર્મશાળામાં ઉતર્યા. ત્યાં સૌએ શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુ તથા શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની સેવાપૂજા કરી તેમાંય ભક્તિ વિહાર જિનાલયની છાસંઠમી દેવકુલિકામાં બિરાજમાન શ્રી સુલતાન પાર્શ્વનાથ પ્રભુની અનેરી શ્રધ્ધા સાથે ભક્તિ કરી. જ્યાં દવા કામ ન કરે ત્યાં દુઆ કામ કરી જાય છે. પરિવાર ભાવનગર પાછો ફર્યો.
શ્રી સુલતાન પાર્શ્વનાથ પ્રભુની ભક્તિ ભાવિકોના મનોરથોને સિધ્ધ
કરે છે.
૧૮૭
શ્રી સુલતાન પાર્શ્વનાથ
Page #212
--------------------------------------------------------------------------
________________
મંત્ર આરાધના ૩ૐ હ્રીં શ્રીં સુલતાન પાર્શ્વનાથાય નમઃ | (૨) ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં સુલતાન પાર્શ્વનાથાય નમઃ |
ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં સુલતાન પાર્શ્વનાથાય નમઃ |
ઉપરોક્ત ત્રણેય મંત્રો માંથી કોઈપણ એક મંત્રની નિત્ય વહેલી સવારે આરાધના કરવી. મંત્રજાપનો સમય નિશ્ચિત રાખવો તેમજ સ્થાન અને આસન એકજ રાખવું. શુધ્ધ અને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા. મંત્રજાપ દરમ્યાન અખંડ ધૂપ દીપ રાખવા. મંત્ર આરાધનાથી આરોગ્ય સ્વસ્થ રહે છે તેમજ સર્વ મનોકામના સિદ્ધ થાય છે. શ્રી સુલતાન પાર્શ્વનાથ પ્રભુનું સ્મરણ અત્યંત મંગલકારી અને લાભદાયી છે.
.
સંપર્કઃ શ્રી સિદ્ધપુર જૈન શ્વેતાંમ્બર મૂર્તિપૂજક સંઘ
મુ.પો. સિધ્ધપુર જી. પાટણ
| (ઉ.ગુ.)-૩૮૪૧૫૧ ફોન : (૦૨૭૬૭) ૨૨૦૦૨૯, ૨૨૦૧૦૯
મોબાઈલ : ૯૮૨૫૩૬૦૩૩૦.
શ્રી લતાન પાર્શ્વનાથ
૧૮૮
Page #213
--------------------------------------------------------------------------
________________
શ્રી દુઃખભંજન પાર્શ્વનાથ ગુજરાતમાં સુરત ખાતે ચંદનબાગ વિસ્તારમાં શ્રી દુઃખભંજન પાર્શ્વનાથ પ્રભુનું મુખ્ય તીર્થ આવેલું છે. જીરાવલા તીર્થ તથા કલિકુંડ પાર્શ્વનાથ (સાંતાક્રુઝ - મુંબઈ) તીર્થની ફરતી ભમતીમાં શ્રી દુઃખભંજન પાર્શ્વનાથ પ્રભુજીની પ્રતિમાજી બિરાજમાન છે. સુરતમાં અનેક ભવ્ય જિનાલયો આવેલા છે.
- શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ જિનાલયની ફરતી ભમતીમાં સડસઠમી દેવકુલિકામાં શ્રી દુઃખભંજન પાર્શ્વનાથ પ્રભુની મનોરમ્ય પ્રતિમાજી બિરાજમાન છે.
સુરતના ચંદનબાગ વિસ્તારમાં આવેલ શ્રી દુઃખભંજન પાર્શ્વનાથનું તીર્થ દર્શનીય છે. શ્વેત પાષાણના, પદ્માસનસ્થ અને સપ્રફણાથી આ પ્રતિમાજી સુશોભિત છે. આ પ્રતિમાજીની ઊંચાઈ ૧૦ ઈંચ અને પહોળાઈ ૯ ઈંચની છે. આ પ્રતિમાજી અતિ પ્રાચન નથી છતાં તેનો પ્રભાવ અનન્ય છે. ભક્તોના દુઃખો હરી લેનારા શ્રી દુઃખભંજન પાર્શ્વનાથ પ્રભુનું આ જિનાલય શેઠ તલકચંદ માણેકચંદ માસ્તરના નામથી ઓળખાય છે. આ પ્રતિમાજી વિક્રમ સંવત ૧૮૪૨ની હોવાનું માનવામાં આવે છે. અને વિક્રમ સંવત ૧૯૫૦માં આ જિનાલય બાંધવામાં આવ્યું હતું.
વિક્રમ સંવત ૧૮૮૧ માં પં. ઉત્તમ વિજયજી મહારાજાએ શ્રી પાર્શ્વનાથના ૧૦૮ છંદ” માં શ્રી દુઃખભંજન પાર્શ્વનાથના નામનો ઉલ્લેખ કરેલો છે. આ પ્રતિમાજી નયનોને શાતા આપનારા મનોહારી છે. શ્રધ્ધાળુઓની મનોકામના આ પ્રતિમાજી ના દર્શનથી સિદ્ધ થાય છે.
શ્રી દુઃખભંજન પાર્શ્વનાથ
૧૮૯
Page #214
--------------------------------------------------------------------------
________________
વિશેષ જાણકારી
(અહીં વિવિધ પુસ્તક - પુસ્તિકામાંથી ઉદ્ભૂત કરેલી માહિતી આપવામાં આવી છે.) સુરતમાં દેસાઈ પોળ, બેસન્ટ હોલ સામે, ચંદનબાગ ખાતે શ્રી દુઃખભંજન પાર્શ્વનાથ પ્રભુનું મુખ્ય તીર્થ આવેલું છે. નામથી જ પોતાનો પ્રબળ પ્રભાવનો પરિચય કરાવતા આ પાર્શ્વ પ્રભુ અતિ પ્રાચીન નથી છતાં તે અતિ પ્રભાવક છે.
ભક્તજનોના દુઃખો અને દુરિતનું ભંજન કરનારા આ પરમાત્માનું “શ્રી દુ:ખભંજન’ નામ સાર્થક છે. સૂર્યપુર મંડન શ્રી દુઃખભંજન પાર્શ્વનાથ પ્રભુનું આ જિનાલય શેઠ તલકચંદ માણેકચંદ માસ્તરના દેરાસર તરીકે ઓળખાય છે. આ પાર્શ્વસ્વામી વિક્રમ સંવત ૧૯૪૨ના હોવાનું કહેવાય છે. વિક્રમ સંવત ૧૯૫૦માં આ જિનાલયનું નિર્માણ થયું હતું.
| શ્રી પાર્શ્વ - પ્રાર્થના હે પાર્શ્વ પ્રભુ...! હે કરૂણાના સાગર...! મારા જીવનના પ્રત્યેક પર્યાય આપની જ કૃપા-આશિષ અને કરૂણાની દેન છે. આપની ઈચ્છા એ જ મારું જીવન બનો. મારા મનમાં ઉપજતી સંકલ્પ-વિકલ્પની ધારા આપના વિચારમય બનો. મારા મુખમાંથી નિકળતા શબ્દો આપની સ્તુતિ અને આપના ગુણગાન રૂપ બનો... આ મારી પ્રત્યેક ક્રિયા આપની પ્રદક્ષિણા-વંદનરૂપ થાઓ. મારી દૃષ્ટિમાં દુન્યવી વૈભવ દેખાય છે. તે આપના બાહ્ય અને અત્યંત ગુણ વૈભવ રૂપ બનો... જેથી સમયના નાનામાં નાના અંશમાં પણ હું આપમય રહું. મારી આંખો સદાય આપના મનમોહક રૂપના દર્શનમાં રત રહે. કાન સદા આપના યશોગાન સુણવામાં તત્પર રહે. નાક સદા આપના અલૌકિક લોકોત્તર ગુણોની સુવાસ લેવામાં આતુર રહે. જીભ સદા આપે પ્રરૂપેલ ઉત્તમ તત્ત્વજ્ઞાન રૂપી પદાર્થો તથા આપના ગુણગાન ગાવામાં મસ્ત રહે. આપના સિવાય કોઈ નામમાં મધુરપ ન લાગે. હૃદયમાં એક આપની જ સ્થાપના, આપની જ પ્રતિષ્ઠા, અંતરમાં બસ એક આપજ આપ છો, ©.
- શ્રી દુઃખભંજન પાર્શ્વનાથ
૧૯૦
Page #215
--------------------------------------------------------------------------
________________
હે પ્રાણ પ્રાણેશ્વર પ્રભુ પાર્શ્વ, હૃદયમાં આપ છો તો બધું જ છે. આપ નથી તો બધું શૂન્ય છે. આપ મારા પ્રાણ છો. મારા જીવન આધાર છો.
અને અંતે હે કૃપાસાગર, કરૂણા નિધાન પ્રભુ પાર્થ...
આગલા ભવમાં કરેલ ૫0૦ કલ્યાણકના આરાધક, પાયલ, ધરણેન્દ્રદેવ, મા પદ્માવતી અને વૈરોપ્યા આદિ અનેક દેવ-દેવીથી પૂજાયેલ હે પ્રભુ પાર્શ્વ...! આપની પાસે શું માગું?
મારી કોઈ શક્તિ નથી, પાત્રતા નથી. મારી પાસે કોઈ વિશેષ ભાવ નથી છતાં પણ હે પ્રભુ, જિનશાસનના અનેક કાર્યો કરવાની ભાવના વારંવાર થાય છે. પૂજા-પૂજનો દ્વારા તારી ઉત્કૃષ્ટ ભક્તિ કરવાનું મન થાય છે. તપ દ્વારા અનેક કર્મોનો ક્ષય કરવાના ભાવ જાગે છે. ઉત્તમ એવું આપનું તત્ત્વજ્ઞાન લોકોમાં પીરસવાનું મન પ્રત્યેક ક્ષણે થાય છે. આપની આજ્ઞાનુસાર સમગ્ર જીવન જીવવાની ઈચ્છાઓ વારંવાર થાય છે. હે કૃપા સાગર, હે કરુણાનિધાન, આપની કૃપા અને કરૂણા વિના કંઈજ શક્ય નથી. તો હે દીનાનાથ, મુજ પામર જીવ ઉપર કૃપા વરસાવો.... કુપા વરસાવો....મહાકૃપા વરસાવો (સંકલિત)
મુનિ ભગવંતોએ પણ શ્રી દુ:ખભંજન પાર્શ્વ પ્રભુના ગુણગાન ગાયા છે. ભવદુઃખ ખંડન નાથ નિરંજન દુઃખભંજન હે પ્રભુ, હે વામા નંદન ત્રિજગવંદન, શીતલચંદન હે વિભુ, સુરત નગરે આપ બિરાજ્યા, પૂજન કરતાં મન હરખાય, આપની ભક્તિ ખરા હૃદયે કરતાં દુઃખો સર્વ કપાય.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં બિરાજમાન શ્રી દુઃખભંજન પાર્શ્વનાથ ભારતવર્ષમાં જૈન ધર્મનો વિજયધ્વજ અતિ પ્રાચીન કાળથી લહેરાઈ રહ્યો છે. જૈનો વ્યવહાર કુશળ, ધર્મવત્સલ, અને કલાપ્રેમી રહ્યાં છે. ભારતમાં ધર્મપ્રિય શ્રેષ્ઠીઓએ પ્રભુભક્તિ માટે ઠેરઠેર જિનાલયોના ભવ્ય નિર્માણ કરાવીને તેમાં
શ્રી દુઃખભંજન પાર્શ્વનાથ
૧૯૧
Page #216
--------------------------------------------------------------------------
________________
શ્રી જિનેશ્વર ભગવંતોની દૈદીપ્યમાન, પરમ પ્રભાવક પ્રતિમાજીઓ બિરાજમાન કરાવી છે. આજે પણ પ્રાચીન જિનાલયો ભૂતકાળના દિવ્ય સંભારણાની માફક અડીખમ ઊભા છે. ભૌગોલિક પરિસ્થિતિ, આક્રમણ અને સ્થળાંતર જેવા કારણોથી અનેક જિનાલયો અદૃશ્ય થયા છે. પરંતુ તીર્થનું મહાભ્ય અને તેનો પ્રભાવ પ્રાચીન કાળથી અકબંધ રહ્યો છે. આજે પણ તેમાં જરાપણ ઘટાડો થયો નથી.
આજે શ્રી શંખેશ્વર તીર્થનો મહિમા દિન-પ્રતિદિન વધતો જાય છે. શ્રી પાર્શ્વ પ્રભુના અન્ય તીર્થો પણ એટલાંજ પ્રભાવક છે. શ્રી શંખેશ્વર તીર્થ અત્યંત પ્રાચીન છે. એનો ઈતિહાસ યુગો પૂર્વનો છે. આજે આ તીર્થ જાગૃત તીર્થસ્થાન છે. આ તીર્થસ્થાને હજારો યાત્રાળુઓની અવરજવર રહે છે. અને ભાવભરી ભક્તિથી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની સેવા-પૂજા-સ્તુતિ કરે છે. બાવીસમા તીર્થંકર શ્રી નેમિનાથ પ્રભુના કાળથી આ મહાતીર્થ અસ્તિત્વમાં છે.
પરમ પ્રભાવક શ્રી શંખેશ્વર તીર્થમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ – જિનાલય આવેલું છે. વિક્રમ સંવત ૨૦૪૫ મહાસુદ પાંચમના દિવસે આ મહાપ્રાસાદના પ્રેરક પ.પૂ. પ્રશાંતમૂર્તિ, તપાગચ્છ સૂર્ય, ગચ્છાધિપતિ આ.ભ. શ્રીમદ્ વિજય પ્રેમસૂરિશ્વરજી મહારાજા તથા પ.પૂ. આ. દેવ શ્રીમદ્ વિજય સુબોધ સૂરિવરજી મહારાજાના વરદ હસ્તે આ મહાપ્રાસાદ માં મૂળનાયક શ્રી ભક્તિ પાનાથ સાથે ૧૦૮ પાર્શ્વનાથ ભગવંતની અંજનશલાકા - પ્રતિષ્ઠાનો ભવ્ય મહોત્સવ ઉજવાયો હતો. લગભગ ૫૦ વિઘા ધરતી પર ૮૪૦૦૦ ચોરસ ફૂટના ઘેરાવામાં પથરાયેલું આ જિનાલય પદ્મ સરોવરની સ્મૃતિ કરાવે છે. પાર્શ્વનાથ પ્રભુના ૧૦૮ તીર્થોના એક સાથે દર્શન, પૂજન અને યત્રાનો લાભ યાત્રાળુઓને મળી શકે છે. ૧૧૬ દેવકુલિકાઓના ૧૦૮ શિખરોથી અને ૮ સામરણોથી આ તીર્થ સુશોભિત છે. કલાત્મક ગર્ભદ્વાર, બબ્બે ચોકી મંડપ અને ઉંચા શિખરો ધરાવતાં ત્રણ દિશાના ત્રણ મહાધર પ્રાસાદ નાનામાં નાનું શિખર ૩૭ ફૂટ ઊંચું, અને સૌથી ઊંચું ૭૨ ફૂટનું છે. આ જિનાલયનો પ્રવેશદ્વાર ભવ્ય છે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ - જિનાલયની ફરતી
શ્રી દુઃખભંજન પાર્શ્વનાથ
૧૯૨
Page #217
--------------------------------------------------------------------------
________________
ભમતીમાં સડસઠમી દેવકુલિકામાં શ્રી દુઃખભંજન પાર્શ્વનાથ પ્રભુ બિરાજમાન છે. પ્રતિમાજીની ઊંચાઈ ૩૧ ઈંચની છે. આ પ્રતિમાજી પદ્માસનસ્થ, શ્વેત પાષાણની છે. અત્યંત મનોરમ્ય અને દર્શનીય છે. તેમજ આ પ્રતિમાજી સપ્તફણાથી અલંકૃત્ત છે. આ પ્રતિમાજીના દર્શન કરવાથી અંતરમાં ભક્તિના સૂરો ગુંજ્યા વગર રહેતા નથી.
મહિમા અપરંપાર પ્રાણીમાત્રને પોતાના કર્મ અનુસાર જીવન વીતાવવું પડતું હોય છે. ચોટીલામાં રહેતો પ્રાણજીવનનો પરિવાર અત્યંત કષ્ટમય દશામાં જીવન વીતાવી રહ્યો હતો. પ્રાણજીવન ચોટીલાની બજારમાં એક જગ્યા પર બેસીને બંગડી - ચાંદલાનો નાનો વેપાર કરી રહ્યો હતો. પ્રાણજીવન રોજનું કમાતો અને રોજનું ખાતો તેવી પરિસ્થિતિ હતી. પ્રાણજીવન અને તેની પત્ની નિયમિત શ્રી જિનેશ્વર ભગવંતની સેવા પૂજા કરવા અવશ્ય જતા. ભાવભરી ભક્તિ કરતાં.
એક દિવસ પ્રાણજીવનની પત્ની રેણુકાએ કહ્યું : “આપણી સ્થિતિ કાયમ આવી જ રહેવાની છે. દુઃખના દિવસો ક્યારેય પૂરા નહિ થાય...!' ફી
પ્રાણજીવને કહ્યું : “રેણુકા, આપણા જીવનમાં કષ્ટ ભોગવવાનું લખ્યું છે તેથી તે ભોગવ્યા સિવાય છૂટકો નથી. ચોટીલામાં હમણાં હમણાં નવી નવી દુકાનો થઈ છે તેથી મારો રસ્તા પરનો વેપાર પર મંદ પડ્યો છે. આપણે બન્નેને ક્યારેક એકાસણાં કે ઉપવાસ કરવાનો વારો આવે છે પરંતુ તે આરાધના અનેરી ભક્તિથી કરીએ છીએ.
એકબાજુ મોંઘવારી વધતી જાય છે. અને બીજી બાજુ આવક પણ નથી. આપણા બન્નેના જીવન શી રીતે ટકી શકશે ?'
ના ‘તારી વાત સાવ સાચી છે. મારો એક મિત્ર હમણાં શંખેશ્વર યાત્રાએ ગયો હતો ત્યાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ વિહારના જિનાલયની ભમતીમાં શ્રી દુઃખભંજન પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી છે. તેમની ભક્તિ કરવાથી કષ્ટો દૂર થાય છે. આજથી આપણે બન્ને શ્રી દુઃખ ભંજન પાર્શ્વનાથ પ્રભુના મંત્ર જાપ શરૂ
શ્રી દુઃખભંજન પાર્શ્વનાથ
૧૯૩
Page #218
--------------------------------------------------------------------------
________________
કરી દઈએ. મારા મિત્રએ મને મંત્ર આપેલો છે.” | ‘એમ...તો તો આજથી મંત્ર જાપ શરૂ કરી દઈએ. આપણી સ્થિતિ સુધરશે ત્યારે શંખેશ્વર દર્શનાર્થે જઈ આવીશું.’ રેણુકા બોલી.
અને એ દિવસથી બન્ને પતિ-પત્નીએ શ્રી દુઃખભંજન પાર્શ્વનાથના મંત્ર જાપ શરૂ કરી દીધા. બન્ને દરરોજ ૨૧-૨૧ માળા ફેરવવા લાગ્યા.
- આમને આમ પંદર દિવસ પસાર થઈ ગયા. ત્યાં એક દિવસ પ્રાણજીવન પાસે એક માણસ આવ્યો અને : ‘ભાઈ, તમારા કપાળ પર ચાંદલો જોઈને લાગે છે કે તમે જૈન છો. ?'
હા...' પ્રાણજીવને કહ્યું.
‘તમને આ વેપારમાં કેટલી આવક થાય છે ?' [ “કંઈ નક્કી ન હોય ક્યારેક મહિને બે હજાર તો ક્યારેક મહિને ૭૦૦ કે ૮૦૦ જેટલી રકમ મળે છે. નવી દુકાનો થઈ છે એથી આ ધંધો પણ ઠપ્પ થઈ રહ્યો
| ‘તમે મારા સાધર્મિક છો. હું તમને દર મહિને પાંચ હજાર રૂપિયાનું વતન મળે તેવું ગોઠવી દઉં તો...!!
“મને વાંધો નથી...મારે શું કરવાનું છે ?'
‘અમારી ચોટીલામાં બોર્ડીંગ છે તેમાં ગૃહપતિ તરીકે રહેવાનું છે. તમારે તમારા પરિવાર સાથે રહેવું પડશે અને જમવાનું પણ ત્યાં જ રાખવાનું. તમારો પગાર પાંચ હજાર રહેશે.'
‘ભલે...મને મંજુર છે.’ પ્રાણજીવન બોલી ઊઠ્યો. [ બીજા દિવસથી પ્રાણજીવને બોડીંગના ગૃહપતિનો કાર્યભાર સંભાળી લીધો. શ્રી દુઃખભંજન પાર્શ્વનાથ પ્રભુના જાપ ચાલુ જ રાખ્યા. પતિ-પત્નીની શ્રધ્ધા વધી હતી. એક રવિવારે બન્ને શંખેશ્વર જઈ આવ્યા અને શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ જિનાલયની ફરતી ભમતીમાં બિરાજમાન શ્રી દુ:ખભંજન પાર્શ્વનાથ પ્રભુની સેવા-પૂજા સાથે ભક્તિ કરી. આમ પતિ-પત્નીના દુઃખનો અંત શ્રી દુઃખભંજન પાર્શ્વનાથ પ્રભુની ભક્તિ સાથે આવી ગયો.
શ્રી દુઃખભંજન પાર્શ્વનાથ
૧૯૪
Page #219
--------------------------------------------------------------------------
________________
મંત્ર આરાધના
ૐ હ્રીં શ્રીં દુ:ખભંજન પાર્શ્વનાથાય નમઃ | (૨) ૩ૐ શ્રીં હ્રીં શ્રીં દુઃખભંજન પાર્શ્વનાથાય નમઃ
3ૐ હ્રીં શ્રીં દુઃખભંજન પાર્શ્વનાથાય નમઃ
ઉપરોક્ત ત્રણેય મંત્રી મહાપ્રભાવક છે. નિત્ય સવારે વહેલા ઉઠીને મંત્રજાપ કરવા. મંત્ર જાપ દરમ્યાન અખંડ ધૂપ-દીપ રાખવા તથા સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા. મંત્ર આરાધના સઘળા કષ્ટો અને દુઃખોનો નાશ થાય છે. પરમ પ્રભાવક મંત્રો છે.
સંપર્કઃ શ્રી દુઃખભંજન પાર્શ્વનાથ જૈન દેરાસર
ચંદન બાગ, એનીબેસન્ટ રોડ, હિન્દુ મિલન ની પાસે, (ગુજરાત) 1 સુરત - ૩૯૫૦૦૧ મોબાઈલ : ૯૮૨૫૫૨૬૫૬૮
ના
તા
શ્રી દુઃખભંજન પાર્શ્વનાથ
૧૯૫
Page #220
--------------------------------------------------------------------------
________________
શ્રી ભુવન પાર્શ્વનાથ ગુજરાતના ખેડા જિલ્લાના ખંભાત ખાતે શ્રી ભુવન પાર્શ્વનાથ પ્રભુજીનું મુખ્ય તીર્થ ભોંયરાના પાડામાં આવેલું છે. આ પાર્શ્વનાથનું બીજું નામ નવખંડા પાર્શ્વનાથ છે. ખંભાતમાં પ્રાચીન અને દર્શનીય જિનાલયો આવેલા છે. તેમજ જ્ઞાનભંડારો પણ છે.
શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ વિહાર મહાપ્રાસાદ જિનાલયની ફરતી ભમતીમાં અડસઠમી દેવકુલિકામાં શ્રી ભુવન પાર્શ્વનાથ પ્રભુજીની પ્રતિમા બિરાજમાન છે.
ખંભાતમાં ભોંયરાના પાડામાં શ્યામ વર્ણના, પાષાણના, પદ્માસનસ્થ તથા સપ્તફણાથી અલંકૃત, કલાત્મક પરિકરથી પરિવૃત શ્રી ભુવન (નવખંડા) પાર્શ્વનાથ પ્રભુજીની દિવ્ય પ્રતિમાજી છે. આ પ્રતિમાજી ૨૭ ઈંચ ઊંચી અને ૨૨ ઈંચ પહોળી છે. ભોંયરાના પાડામાં હાલ પાંચ જિનાલયો છે. તેમાં પ્રથમ શ્રી શાંતિનાથ પ્રભુના જિનાલયમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી છે. તે પ્રતિમાજી પર વિક્રમ સંવત ૧૩૮૩નો લેખ છે. ત્રીજા જિનાલયમાં શ્રી મલ્લિનાથ પ્રભુ મૂળનાયક રૂપે બિરાજે છે. ચોથા જિનાલયમાં શ્રી ચંદ્રપ્રભસ્વામી બિરાજમાન છે. પાંચમા દેરાસરમાં શ્રી નવખંડા પાર્શ્વનાથ પ્રભુ બિરાજે છે. આ શ્રી નવખંડા પાર્શ્વનાથને શ્રી ભુવન પાર્શ્વનાથ તરીકે “જયતિ હુઅણસ્તોત્ર' નામના પુસ્તકમાં આલેખમાં જણાવાયા છે. આ જિનાલયમાં આચાર્ય ભગવંત શ્રી હીરવિજયસૂરિના વરદ હસ્તે વિક્રમ સંવત ૧૬૩૬માં શ્રી અજિતનાથ પ્રભુની પ્રતિમાજીની પ્રતિષ્ઠા થયાનો લેખ જોવા મળે છે. વિક્રમ સંવત ૨૦૦૭માં આ જિનાલયનો જીર્ણોધ્ધાર કરવામાં આવ્યો હતો. શ્રી સંઘ દ્વારા દર વર્ષે વૈશાખ સુદ-૫ના પ્રતિષ્ઠા દિને વર્ષગાંઠ ઉજવવામાં આવે છે. ખંભાતમાં અનેક પ્રાચીન રચનાઓનું સર્જન થયું છે. પ્રાચીન રચનાઓમાં આ તીર્થનો ઉલ્લેખ થયો છે.
શ્રી ભુવન પાર્શ્વનાથ
૧૯૬
Page #221
--------------------------------------------------------------------------
________________
વિશેષ જાણકારી અહીં વિવિધ પુસ્તકો – પુસ્તિકામાંથી ઉધૂત કરેલી માહિતી પ્રસ્તુત કરાઈ છે.
ખંભાતના ભોંયરા પાડામાં શ્રી ભુવન પાર્શ્વનાથ પ્રભુનું ભવ્ય અને મુખ્ય જિનાલય આવેલું છે. આ શ્રી નવખંડા પાર્શ્વનાથનું જિનાલય પ્રાચીન છે. “જયતિ હુ અણસ્તોત્ર' નામના પુસ્તકની પ્રસ્તાવનામાં શ્રીમંત ગિરધરલાલ હીરાભાઈએ ખંભાતના જિનાલયોની યાદી આપી છે તેમાં તેમણે આ નવખંડા પાર્શ્વનાથને શ્રી ભુવન પાર્શ્વનાથ નામથી ઓળખાવ્યા છે. કૃષ્ણવર્ણના આ પ્રતિમાજી નયનરમ્ય છે. શ્યામ પાષાણનું પરિકર પ્રભુજીની શોભામાં અભિવૃદ્ધિ કરે છે. ભોંયરા પાડાના શ્રી પાર્શ્વનાથ જિનાલયે શ્રી હીરવિજયસૂરિના હસ્તે વિક્રમ સંવત ૧૬૩૬માં શ્રી અજિતનાથ બિંબની પ્રતિષ્ઠા થયાની માહિતી આપતો શિલાલેખ આ જિનાલયની પ્રાચીનતા પર પ્રકાશ પાડે છે. મૂળનાયક પ્રભુને તે જ સ્થાને રાખીને વિક્રમ સંવત ૨૦૧૭માં આ જિનાલયનો જીર્ણોધ્ધાર કરવામાં આવ્યો હતો. ઉત્થાપિત કરેલા જિનબિંબોની પુનઃ પ્રતિષ્ઠા વૈશાખ સુદ-૧૧ના ગુરૂવારે કરવામાં આવી હતી. વૈશાખ સુદ-પના પ્રતિષ્ઠા દિનને શ્રી સંઘ પ્રતિવર્ષ ઉજવે છે.
(૨) ખંભાત એક અતિ પ્રાચીન અને ભવ્ય તીર્થ છે. ખંભાતની જાહોજલાલી વર્ષોથી પ્રખ્યાત શહેર તરીકેની હતી. વડોદરાથી ૮૦ કિ.મી.ના અંતરે આવેલા આ ખંભાત ગામે હજુ પણ પ્રાચીન અવશેષો મળી આવે છે. આ સિવાય અહીં ૧૧૬ જિનાલયો આવેલા છે. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યે અહીં દીક્ષા ગ્રહણ કરી હતી. ખંભાતમાં ઘણા પ્રાચીન ગ્રંથભંડારો છે.
એક સમયે ખંભાતની જાહોજલાલી પુરબહારમાં હતી. વ્યાપાર અને તેનો વૈભવટોચ પર હતા. ખંભાતનો આ ભૂતકાલીન વૈભવ ૧૭માં સૈકામાં થઈ ગયેલા મહાકવિ ઋષભદાસજીએ આ પ્રમાણે આલેખ્યો છે. ખંભાત શહેરમાં ૧૮ વર્ણનો વ્યાપાર સોળે કલાએ ખીલ્યો હતો. ત્યાંના ધનિકો, સાધુ પુરુષોના ચરણો પૂજતા, વિવેક અને સુવિચારથી ત્યાં અઢારે વર્ણના લોકો રહેતા હતા. ધનવાન લોકોના ઘરની સ્ત્રીઓ પટોળાં પહેરતી હતી. જ્યારે ધનિકો ત્રણ આંગળ પહોળા સોનાના અને હીરાના કંદોરા તથા સોનાના સાંકળા પહેરતા હતા.'
શ્રી ભુવન પાર્શ્વનાથ
૧૯૭
Page #222
--------------------------------------------------------------------------
________________
કવિ ઋષભદાસજી વધુમાં જણાવે છે કેપંચ્યાશી જિનના પ્રાસાદ, ધ્વજ તોરણ તિહાં ઘંટનાદ; પિસ્તાલીસ જ્યાં પૌષધશાલ, કરઈ વખાણ અનિવાયાલ; પરુિકમણુ પૌષધ પૂજાય, પુણ્ય કરતાં દા'ડા જાય; પ્રભાવના વ્યાખ્યાન જહાંતિ, સ્તહમ્મિ વચ્છલ્લોઈત્યાહિ; કંડિલ ગોયરી સોહિ ત્યાં આંહિ, મુનિ પણ રહેવા હિંડી આહિ.
આ સ્થિતિ વિક્રમ સંવતના ૧૭માં સૈકામાં ખંભાત શહેરની હતી. વિક્રમ સંવતના ઠેઠ ૧૧ના શતકથી માંડી ૧૭માં સૈકા સુધી ઉત્તરોત્તર પ્રગતિ કરતાં ખંભાતે પોતાનો યશસ્વી ધ્વજ દિગંતોમાં ફેલાવ્યો હતો. (સંકલિત)
(૩) મુનિ ભગવંતોએ પણ શ્રી ભુવન પાર્શ્વનાથ પ્રભુના મહિમા ગાન ગાયા છે. તે અનુસાર.. ગુણરત્ન રોહણ ભુવન મોહન ભુવન પારસનાથજી, તુજ મુરતિના મલકાટથી મોહી રહ્યાં સુરનાથજી, મને મુક્તિ પગથારે ચઢાવો નાથ પકડી હાથજી,
શ્રી ભુવન” પારસનાથને ભાવે કરૂં વંદના. હતી આ ભગવાનને નવખંડા પાર્શ્વનાથ પ્રભુ તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીં તાડપત્રીય જ્ઞાન ભંડાર છે. જો નગર ખંભાતમેં, મણિરત્ન સે હૈ સોહતેT પ્રતિમા હૈ જીનકી અતિ મનોહર, નાથ મન કો મોહતે . ભક્તજન, શ્રધ્ધાળુ ભવિજન, રાહ પ્રતિપલ જોહતા ઐસે ‘શ્રી ભુવન પાર્શ્વ' કો મેં, ભાવસે કરૂં વંદના ..
શ્રી ભુવન પાર્શ્વનાથ
૧૯૮
Page #223
--------------------------------------------------------------------------
________________
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં
બિરાજમાન શ્રી ભુવન પાર્શ્વનાથ આ ભારતવર્ષમાં જૈન ધર્મનો વિજયધ્વજ અતિ પ્રાચીન કાળથી લહેરાઈ રહ્યો છે. જૈનો વ્યવહાર કુશળ, ધર્મવત્સલ, અને કલાપ્રેમી રહ્યાં છે. ભારતમાં ધર્મપ્રિય શ્રેષ્ઠીઓએ પ્રભુભક્તિ માટે ઠેરઠેર જિનાલયોના ભવ્ય નિર્માણ કરાવીને તેમાં શ્રી જિનેશ્વર ભગવંતોની દૈદીપ્યમાન, પરમ પ્રભાવક પ્રતિમાજીઓ બિરાજમાન કરાવી છે. આજે પણ પ્રાચીન જિનાલયો ભૂતકાળના દિવ્ય સંભારણાની માફક અડીખમ ઊભા છે. ભૌગોલિક પરિસ્થિતિ, આક્રમણ અને સ્થળાંતર જેવા કારણોથી અનેક જિનાલયો અદૃશ્ય થયા છે. પરંતુ તીર્થનું મહાભ્ય અને તેનો પ્રભાવ પ્રાચીન કાળથી અકબંધ રહ્યો છે. આજે પણ તેમાં જરાપણ ઘટાડો થયો નથી.
આજે શ્રી શંખેશ્વર તીર્થનો મહિમા દિન-પ્રતિદિન વધતો જાય છે. શ્રી પાર્થ પ્રભુના અન્ય તીર્થો પણ એટલાજ પ્રભાવક છે. શ્રી શંખેશ્વર તીર્થ અત્યંત પ્રાચીન છે. એનો ઈતિહાસ યુગો પૂર્વનો છે. આજે આ તીર્થ જાગૃત તીર્થસ્થાન છે. આ તીર્થસ્થાને હજારો યાત્રાળુઓની અવરજવર રહે છે. અને ભાવભરી ભક્તિથી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની સેવા-પૂજા-સ્તુતિ કરે છે. બાવીસમા તીર્થંકર શ્રી નેમિનાથ પ્રભુના કાળથી આ મહાતીર્થ અસ્તિત્વમાં છે.
શંખેશ્વરમાં દરરોજ મેળા જેવું વાતાવરણ રહે છે. યાત્રિકોની અવર-જવર ધમધમતી રહે છે. શંખેશ્વરમાં અન્ય દર્શનીય જિનાલયો આવેલા છે.
પરમ પ્રભાવક શ્રી શંખેશ્વર તીર્થમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ - જિનાલય આવેલું છે. વિક્રમ સંવત ૨૦૪૫ મહાસુદ પાંચમના દિવસે આ મહાપ્રાસાદના પ્રેરક પ.પૂ. પ્રશાંતમૂર્તિ, તપાગચ્છ સૂર્ય, ગચ્છાધિપતિ આ.ભ. શ્રીમદ્ વિજય પ્રેમસૂરિશ્વરજી મહારાજા તથા પ.પૂ. આ. દેવ શ્રીમદ્ વિજય સુબોધ સૂરિશ્વરજી મહારાજાના વરદ હસ્તે આ મહાપ્રાસાદ માં મૂળનાયક શ્રી ભક્તિ પાર્શ્વનાથ સાથે ૧૦૮ પાર્શ્વનાથ ભગવંતની અંજનશલાકા - પ્રતિષ્ઠાનો ભવ્ય મહોત્સવ ઉજવાયો હતો. લગભગ ૫૦ વિઘા ધરતી પર ૮૪000 ચોરસ ફૂટના
શ્રી ભુવન પાર્શ્વનાથ
, ૧૯૯
Page #224
--------------------------------------------------------------------------
________________
ઘેરાવામાં પથરાયેલું આ જિનાલય પદ્મ સરોવરની સ્મૃતિ કરાવે છે. પાર્શ્વનાથ પ્રભુના ૧૦૮ તીર્થોના એક સાથે દર્શન, પૂજન અને યત્રાનો લાભ યાત્રાળુઓને મળી શકે છે. ૧૧૬ દેવકુલિકાઓના ૧૦૮ શિખરોથી અને ૮ સામરણોથી આ તીર્થ સુશોભિત છે. કલાત્મક ગર્ભદ્વાર, બબ્બે ચોકી મંડપ અને ઉંચા શિખરો ધરાવતાં ત્રણ દિશાના ત્રણ મહાધર પ્રાસાદ નાનામાં નાનું શિખર ૩૭ ફૂટ ઊંચું, અને સૌથી ઊંચું ૭૨ ફૂટનું છે. આ જિનાલયનો પ્રવેશદ્વાર ભવ્ય છે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ - જિનાલયની ફરતી ભમતીમાં અડસઠમી
દેવકુલિકામાં શ્રી ભુવન પાર્શ્વનાથ પ્રભુ બિરાજમાન છે. પ્રતિમાજીની ઊંચાઈ ૩૧ ઈંચની છે. આ પ્રતિમાજી પદ્માસનસ્થ, શ્યામ પાષાણની છે. અત્યંત મનોરમ્ય અને દર્શનીય છે. આ પ્રતિમાજી સપ્તફણાથી અલંકૃત્ત છે. તેમજ પરિકરથી પરિવૃત્ત છે.
મહિમા અપરંપાર માંડવી (કચ્છ) માં ધરમશીભાઈ શાહને પ્રોવિઝન સ્ટોર્સ હતો. આ પરિવાર ખાધેપીધે સુખી હતો. વેપાર ગામના પ્રમાણમાં સારો ચાલતો હતો. ધરમશીભાઈ અવારનવાર વાંકી, બોંતેરે જીનાલય વગેરે તીર્થોમાં દર્શનાર્થે જતા હતા. ધમરશીભાઈ સ્વભાવે વિનયી અને વિવેકી હતા.
એકવાર તેમની દુકાન પર માંડવીની પોલીસ આવી ચડી. પોલીસ ઈન્સ્પેક્ટરે ધરમશીભાઈને કહ્યું : “ધરમશીભાઈ તમે જ છો?'
હા...બોલો શું કામ છે?' | ‘તમારે અત્યારે અમારી સાથે પોલીસ સ્ટેશન આવવું પડશે.” ‘પણ મારો વાંક-ગુન્હો શું છે?” ધરમશીભાઈ બોલ્યા.
એ બધું પોલીસ સ્ટેશન પર જણાવવામાં આવશે. તમે અમારી સાથે ચાલો...” gી ધરમશીભાઈએ પોતાના મોટા પુત્રને થડાં પર બેસવાનું કહીને પોલીસ
શ્રી ભુવન પાર્શ્વનાથ
૨૦૦
Page #225
--------------------------------------------------------------------------
________________
ઈન્સ્પેક્ટર સાથે જીપમાં બેસી ગયા. ધરમશીભાઈના મોટા પુત્રએ ગામમાં રહેતા પોતાના કાકાને ત્યાં ફોન કરીને આ અંગે જાણ કરી દીધી.
ધરમશીભાઈના ભાઈ રાયચંદભાઈ પણ ગભરાટ અનુભવતાં પોલીસ સ્ટેશન જવા નીકળી ગયા. તેઓ શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર (શંખેશ્વર)માં બિરાજમાન શ્રી ભુવન પાર્શ્વ પ્રભુની ક્તિ અને જાપ આરાધના કરતાં હતા. તેઓ મનોમન બોલ્યા. મારા ભાઈને શામાટે પોલીસ ઉપાડી ગઈ છે તેની ખબર નથી પરંતુ આ વિઘ્ન માંથી નીકળી જઈશું તો તરત જ દર્શનાર્થે આવીશું.’
રાયચંદભાઈ પોલીસ સ્ટેશન પહોંચ્યા. ત્યાં પોલીસ ઈન્સ્પેક્ટર ધરમશીભાઈને નકલી નોટો અંગે પૂછ પરછ કરી રહ્યો હતો. ધરમશીભાઈએ જણાવ્યું કે નકલી નોટો અંગે અમને કશી જાણ નથી. તે કેવી હોય છે તે પણ જાણતા નથી. અમે તો સીધા સાદા વેપારી છીએ.........
રાયચંદભાઈએ પણ તેમા સૂર પુરાવ્યો.
આમ પોલીસ ઈન્સ્પેક્ટર ઉલટતપાસ કરી રહ્યો હતો ત્યાં એક પોલીસ કર્મચારી આવ્યો અને કહ્યું : ‘સાહેબ, આપણે ખોટી વ્યક્તિને લઈ આવ્યા છીએ. આમની દુકાનની બાજુમાં રેડીમેઈડ કાપડની દુકાન છે ત્યાં નકલી નોટો જોવા મળી હતી તેમ જાણવા મળેલ છે.’
પોલીસ ઈન્સ્પેક્ટરે ધરમશીભાઈ અને રાયચંદભાઈની માફી માંગી અને પાછા મોકલી દીધા અને ખરા ગુન્હેગારને પકડી પાડવામાં આવ્યો.
ધરમશીભાઈ અને રાયચંદભાઈએ શાંતિનો શ્વાસ લીધો રાયચંદભાઈએ ધરમશીભાઈને શંખેશ્વર જવાની વાત કરી. તેઓ તેમાં સહમત થઈ ગયા.
અને બીજાજ અઠવાડિયે બન્ને પરિવારના સભ્યો મેટાડોર કરીને શંખેશ્વર આવ્યા ત્યાં ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુની તથા શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની સેવા પૂજા કરી તેમાંય વિશેષ કરીને શ્રી ભુવન પાર્શ્વનાથ પ્રભુની અનન્ય સેવા ભક્તિ કરી. ધરમશીભાઈને પણ શ્રી ભુવન પાર્શ્વનાથ પ્રભુ પ્રત્યે અનેરી શ્રધ્ધા બેસી ગઈ.
૨૦૧
શ્રી
ભુવન પાર્શ્વનાથ
Page #226
--------------------------------------------------------------------------
________________
મંત્ર આરાધના (૧). 3ૐ હ્રીં શ્રીં ભુવન પાર્શ્વનાથાય નમઃ | (૨) ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં ભુવન પાર્શ્વનાથાય નમઃ | (૩) ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં ભુવન પાર્શ્વનાથાય નમઃ |
ઉપરોક્ત ત્રણ મંત્રોમાંથી કોઈપણ એક મંત્રના જાપ નિત્ય વહેલી સવારે ઊઠીને નિશ્ચિત સમયે અને સ્થાન પર બેસીને કરવા, ધૂપ-દીપ અખંડ રાખવા, વસ્ત્રો શુધ્ધ અને સ્વચ્છ ધારણ કરવા. મંત્ર આરાધનાથી વિપ્નો નષ્ટ થાય છે અને માનસિક શાંતિ મળે છે.
સંપર્કઃ શ્રી ભુવન પાર્શ્વનાથ જૈન દેરાસર ઠે. ભોદ્રારા પાડા, મુ.પો. ખંભાત જિ. આણંદ, ગુજરાત - ૩૮૮૬ ૨૦ ફોન : (૦૨૬૯૮) ૨૨૩૭૮૦
|
શ્રી ભુવન પાર્શ્વનાથ
૨૦૨
Page #227
--------------------------------------------------------------------------
________________
શ્રી શંખલા પાર્શ્વનાથ
મહેસાણા જિલ્લાના ચાણસ્મા તાલુકામાં આવેલ શંખલપુર ગામમાં શ્રી શાંતિનાથ જિનપ્રાસાદમાં શ્રી શંખલા પાર્શ્વનાથ પ્રભુનું મુખ્ય તીર્થ આવેલું છે. બહુચરાજી સ્ટેશનથી ૨૬ કિ.મી. ના અંતરે શંખલપુર આવેલ છે. શ્રી શાંતિનાથ પ્રભુનું ત્રણ શિખરોથી યુક્ત ભોંયરાવાળું આ ભવ્ય જિનાલય છે. જિનાલયના જમણા ગભારામાં શ્રી શંખલા પાર્શ્વનાથ પ્રભુની પ્રાચીન પ્રતિમાજી છે. બધી પ્રતિમાજીઓ પ્રાચીન છે. દર્શનીય તીર્થસ્થળ છે.
શ્રી કલિકુંડ પાર્શ્વનાથ જિનાલય (સાંતાક્રુઝ-મુંબઈ) તથા શ્રી જીરાવલા પાર્શ્વનાથ જિનાલયની ભમતીમાં શ્રી શંખલા પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી બિરાજમાન છે.
HERE
શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ જિનાલયની ફરતી ભમતીમાં ઓગણસીત્તે૨મી દેવકુલિકામાં શ્રી શંખલા (શંખલપુર) પાર્શ્વનાથ પ્રભુજીની પ્રતિમા બિરાજમાન છે. આ પ્રતિમાજી અત્યંત દર્શનીય અને મનમોહક છે.
શંખલપુર ગામની વચ્ચો વચ્ચ શ્રી શાંતિનાથ પરમાત્માનું ભવ્ય અને દર્શનીય જિનાલય આવેલું છે. આ જિનાલયમાં મૂળનાયકની જમણી બાજુના ગભારામાં શ્રી શંખલા પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી બિરાજમાન છે. પ્રતિમાજી શ્યામ પાષાણની, સમ્રફણાથી અલંકૃત અને પદ્માસનસ્થ છે. પ્રતિમાજીની ઊંચાઈ ૨૭ ઈંચ અને પહોળાઈ ૧૯ ઈંચની છે. મહારાજા સંપ્રત્તિના સમયની આ દિવ્ય આભા પ્રસરાવતી પ્રતિમાજી છે.
શંખલપુરનો ઈતિહાસ પ્રાચીન છે. આ ગામ લખમણ નામના રાજાએ વસાવ્યું અને પોતાના નામ પરથી ‘સલખણપુર' ગામનું નામ રાખ્યું. ચૌદમા અને સત્તરમાં સૈકામાં જૈનોની વસ્તી વિશાળ હતી. પેથડ શાહ મંત્રીએ ૧૪માં સૈકામાં સલખણપુરમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુનું ભવ્ય જિનાલય બંધાવ્યું હતું. આ સમયમાં વિનયપ્રભ ઉપાધ્યાયે ‘તીર્થમાળા’ ની રચના કરી હતી. તેમાં તેમણે આ ગામમાં પાર્શ્વનાથ અને શાંતિનાથના એમ બે જિનમંદિરોનો ઉલ્લેખ કર્યો છે.
શ્રી શંખલા પાર્શ્વનાથ
૨૦૩
Page #228
--------------------------------------------------------------------------
________________
કે સંવત ૧૮૪૮માં કોઈ તસ્કર રાંતેજથી બે મૂર્તિઓની ચોરી કરીને સલખણપુર’ માં આવ્યો ત્યારે ગામના શ્રાવકોએ ૧ મણ અને પાશેરદાદા આપીને બન્ને મૂર્તિઓનો કબજો લીધો. બેમાંથી એક મૂર્તિ પોતાના ગામ માટે રાખી. અને બીજી મૂર્તિ કટુવડ ગામના શ્રીસંઘને સોંપી. અહીં રાખેલી મૂર્તિને એક જિનાલય બંધાવીને તેમાં ગાદીનશાન કરવાનો શ્રી સંઘે નિર્ણય કર્યો. | શ્રી સંઘે તરત જ ખંડેર જેવું ગણાતું એક મકાન દેરાસર બાંધવા માટે લીધું. અને ખોદકામ શરૂ કર્યું. ખોદકામ કરતાં એક વિશાળ ભોયરૂ પ્રાપ્ત થયું. ગામના શ્રીસંઘને ભોંયરામાંથી ૨૦૦ જેટલી જિન પ્રતિમાજીઓની પ્રાપ્તિ થઈ. પરિકરો, દેવ-દેવીઓ, ઓરશિયો, સુખડ સહિત ઘણી વસ્તુઓ મળી. સંઘે કેટલીક પ્રતિમાજી અનેક ક્ષેત્રોમાં મોકલી આપ્યા. ભોંયરામાંથી મોટી સંખ્યામાં જિન પ્રતિમાજીની પ્રાપ્તિથી એવું તારણ કઢાયું કે ભૂતકાળમાં અહીં ભવ્ય જિનાલય હોવું જોઈએ.
[ ત્યારબાદ નૂતન જિનાલયનું નિર્માણ આરંભાયું. અને સંવત ૧૯૦૫માં નૂતન જિનાલયની મહામહોત્સવ સાથે પ્રતિષ્ઠા થઈ જેને આજે ૧૬૦ વર્ષ થયા છે. સંઘ દ્વારા દર વર્ષે પ્રતિષ્ઠા દિવસની ઉજવણી કરવામાં આવે છે. ગામના નામ પરથી અહીંના પાર્શ્વનાથ ‘શ્રી શંખલા પાર્શ્વનાથ' તરીકે ઓળખાય છે. ભોંયરામાં મૂર્તિઓ છે જેમાં શ્રી નવખંડા પાર્શ્વનાથનો મહિમા અપૂર્વ છે. મુનિ ભગવંતો અને કવિઓએ પોતાની પ્રાચીન રચનાઓમાં આ તીર્થનો ઉલ્લેખ કરીને તીર્થને જુહાર્યા છે.
વિશેષ જાણકારી અહીં વિવિધ પુસ્તક - પુસ્તિકાઓમાંથી ઉધૃત કરેલી માહિતી પ્રસ્તુત છે વર્તમાન “શંખલપુર' નામથી ઓળખાતું આ ગામ ઘણું પ્રાચીન છે. વિક્રમ સંવત ૧૪૬૬માં શ્રી મુનિસુંદર રચિત “ગુર્નાવલી' માં માંડવગઢના મંત્રી પેથડશાહે ૧૪માં સૈકામાં ભિન્ન ભિન્ન ગામોમાં બંધાવેલા ૮૪ જિનપ્રાસાદોની નોંધ રાખી છે. આ નોંધમાં જણાવ્યું છેકે ‘શ્રી વામેય જિનઃ સલક્ષણપુરે’ તેથી સલખણપુર પેથડશાહ
શ્રી શંખલા પાર્શ્વનાથ
૨૦૪
Page #229
--------------------------------------------------------------------------
________________
મંત્રીએ શ્રી પાર્શ્વનાથનું ભવ્ય જિનાલય બંધાવેલું તે જાણકારી પ્રાપ્ત થાય છે. અહીં મળી આવેલી ઘણી બધી પુરાતન ચીજો તેમજ જિન પ્રતિમાઓ અહીનો પ્રચીન જિન મંદિરોનો પુરાવો આપે છે. આ દેરાસરજીનો જીર્ણોધ્ધાર કરી નૂતન મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું અને સંવત ૧૯૦૫ના જેઠ વદ આઠમના દિવસે નૂતન જિનાલયની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.
મુનિ ભગવંતોએ પણ શ્રી શંખલા પાર્શ્વનાથ પ્રભુનો મહિમા મુક્ત કંઠે ગાયો છે. જેમ શંખના નિર્દોષથી સહુ શત્રુગણ ભય પામતા, તેમ શંખલા પ્રભુ પાર્શ્વજી પણ આપદાને ડારતા, શંખલપુરમાં શોભતા ને ત્રણ ભુવન અજવાળતા, શ્રી શંખલા’ પ્રભુ પાર્શ્વને ભાવે કરૂં હું વંદના.
શંખલપુરમાં શ્રી શંખલા પાર્શ્વનાથ પ્રભુજી બિરાજમાન છે. આ પ્રતિમાજી મૂળનાયક રૂપે નથી છતાં આ પ્રતિમાજી પરમ પ્રભાવિક છે. તથા આજે જિનાલયના ભોંયરામાં ચમત્કારિક નવખંડા પાર્શ્વનાથ પ્રભુ બિરાજમાન છે. શંખકે ઉદ્ઘોષ સે જય, શત્રુ થર-થર કાંપતા ત્યો શંખલા પ્રભુ પાર્શ્વ સારે, રોગ-શોક નિવારતે || જો શંખલપુર મેં બૈઠ અપને, શ્રાવકો કો ઉગારતા ઐસે ‘શ્રી શંખલા પાર્થ' કો મૈં, ભાવસે કરું વંદના //
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં
બિરાજમાન શ્રી શંખલા પાર્શ્વનાથ ભારતવર્ષમાં જૈન ધર્મનો વિજયધ્વજ અતિ પ્રાચીન કાળથી લહેરાઈ રહ્યો છે. જૈનો વ્યવહાર કુશળ, ધર્મવત્સલ, અને કલાપ્રેમી રહ્યાં છે. ભારતમાં ધર્મપ્રિય શ્રેષ્ઠીઓએ પ્રભુભક્તિ માટે ઠેરઠેર જિનાલયોના ભવ્ય નિર્માણ કરાવીને તેમાં શ્રી જિનેશ્વર ભગવંતોની દૈદીપ્યમાન, પરમ પ્રભાવક પ્રતિમાજીઓ બિરાજમાન
વકો કો ઉગારતા
ન
શ્રી શંખલા પાર્શ્વનાથ
૨૦૫
Page #230
--------------------------------------------------------------------------
________________
કરાવી છે. આજે પણ પ્રાચીન જિનાલયો ભૂતકાળના દિવ્ય સંભારણાની માફક અડીખમ ઊભા છે. ભૌગોલિક પરિસ્થિતિ, આક્રમણ અને સ્થળાંતર જેવા કારણોથી અનેક જિનાલયો અદશ્ય થયા છે. પરંતુ તીર્થનું મહાત્મ અને તેનો પ્રભાવ પ્રાચીન કાળથી અકબંધ રહ્યો છે. આજે પણ તેમાં જરાપણ ઘટાડો થયો નથી.
- આજે શ્રી શંખેશ્વર તીર્થનો મહિમા દિન-પ્રતિદિન વધતો જાય છે. શ્રી પાર્શ્વ પ્રભુના અન્ય તીર્થો પણ એટલાજ પ્રભાવક છે. શ્રી શંખેશ્વર તીર્થ અત્યંત પ્રાચીન છે. એનો ઈતિહાસ યુગો પૂર્વનો છે. આજે આ તીર્થ જાગૃત તીર્થસ્થાન છે. આ તીર્થસ્થાને હજારો યાત્રાળુઓની અવરજવર રહે છે. અને ભાવભરી ભક્તિથી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની સેવા-પૂજા-સ્તુતિ કરે છે. બાવીસમાં તીર્થંકર શ્રી નેમિનાથ પ્રભુના કાળથી આ મહાતીર્થ અસ્તિત્વમાં છે.
પરમ પ્રભાવક શ્રી શંખેશ્વર તીર્થમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ - જિનાલય આવેલું છે. વિક્રમ સંવત ૨૦૪૫ મહાસુદ પાંચમના દિવસે આ મહાપ્રાસાદના પ્રેરક પ.પૂ. પ્રશાંતમૂર્તિ, તપાગચ્છ સૂર્ય, ગચ્છાધિપતિ આ.ભ. શ્રીમદ્ વિજય પ્રેમસૂરિશ્વરજી મહારાજા તથા પ.પૂ. આ. દેવ શ્રીમદ્ વિજય સુબોધ સૂરિવરજી મહારાજાના વરદ હસ્તે આ મહાપ્રાસાદ માં મૂળનાયક શ્રી ભક્તિ પાર્શ્વનાથ સાથે ૧૦૮ પાર્શ્વનાથ ભગવંતની અંજનશલાકા - પ્રતિષ્ઠાનો ભવ્ય મહોત્સવ ઉજવાયો હતો. લગભગ ૫૦ વિઘા ધરતી પર ૮૪૦૦૦ ચોરસ ફૂટના ઘેરાવામાં પથરાયેલું આ જિનાલય પદ્મ સરોવરની સ્મૃતિ કરાવે છે. પાર્શ્વનાથ પ્રભુના ૧૦૮ તીર્થોના એક સાથે દર્શન, પૂજન અને યાત્રાનો લાભ યાત્રાળુઓને મળી શકે છે. ૧૧૬ દેવકુલિકાઓના ૧૦૮ શિખરોથી અને ૮ સામરણોથી આ તીર્થ સુશોભિત છે. કલાત્મક ગર્ભદ્વાર, બબ્બે ચોકી મંડપ અને ઉંચા શિખરો ધરાવતાં ત્રણ દિશાના ત્રણ મહાધર પ્રાસાદ નાનામાં નાનું શિખર ૩૭ ફૂટ ઊંચું, અને સૌથી ઊંચું ૭૨ ફૂટનું છે. આ જિનાલયનો પ્રવેશદ્વાર ભવ્ય છે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ - જિનાલયની ફરતી ભમતીમાં ઓગણસીત્તેરમી દેવકુલિકામાં શ્રી શંખલા પાર્શ્વનાથ પ્રભુ બિરાજમાન છે. પ્રતિમાજીની ઊંચાઈ ૩૧ ઈંચની છે. આ પ્રતિમાજી પદ્માસનસ્થ, શ્યામ
શ્રી શંખલા પાર્શ્વનાથ
૨૦૬
Page #231
--------------------------------------------------------------------------
________________
પાષાણની છે. અત્યંત મનોરમ્ય અને દર્શનીય છે. સપ્તફણાથી અલંકૃત્ત છે. આ પ્રતિમાજી અત્યંત નયનરમ્ય અને દિવ્યતાના તેજ પ્રસરાવે છે.
મહિમા અપરંપાર સરધારમાં પ્રભુદાસભાઈ શેઠનો પરિવાર અત્યંત ધર્મિષ્ઠ ઘરના દરેક સભ્યો જિનાલયમાં જઈને શ્રી જિનેશ્વર ભગવંતની સેવા-પૂજા અને ભક્તિ કરે. પ્રભુદાસભાઈના ત્રણ પુત્રો વિવિધ વ્યવસાયોમાં ગુંથાયેલા હતા. પ્રભુદાસાઈ નિવૃત્તિનું જીવન ગાળતા હતા. તેમાં મોટો પુત્ર રાજેશ ગાંધીનગર સચિવાલયમાં નોકરી કરતો હતો. તેને ગાંધીનગરમાં રહેવા માટે ક્વાર્ટર મળ્યું હતું. તે તેની પત્ની સાથે ત્યાં રહેતો હતો. રજાઓમાં તે માતા પિતાને મળવા પોતાના પરિવાર સાથે સરધાર આવતો હતો. બીજો પુત્ર વિરેન રાજકોટની એક પ્રાઈવેટ બેંકમાં નોકરી કરતો હતો. તે દરરોજ સરધાર-રાજકોટ અપડાઉન કરતો હતો. ત્રીજો અને નાનો પુત્ર સરધારની કરિયાણાની દુકાન સંભાળતો હતો.
એકવાર રાજેશ અને તેનો પરિવાર દીવાળીની રજાઓમાં સરધાર આવ્યો. ત્યારે રાજેશે માતા પિતા સમક્ષ વાત ઉચ્ચારી કે દરેક ભાઈઓને ભાગમાં જે આવતું હોય તે આપી દો...'
પ્રભુદાસભાઈ રાજેશની વાત સાંભળીને હતપ્રભ બન્યા. તેમણે કહ્યું : ‘રાજેશ, મારી પાસે મકાન અને કરિયાણાની દુકાન છે. સોનુ તો તમને ત્રણેયને આપી દીધું છે. રોકડ મિલ્કત કશી નથી. સરધારમાં ખેતીની જમીન છે. બાકી કશું નથી.”
“પિતાજી, આપની પાસે ત્રણ ચીજો છે. તેનો બજારભાવ જાણીને ભાગ પાડી દો...હકીકતમાં મારે ગાંધીનગર મકાન બનાવવું છે. બેંકમાંથી લોન લઉં તો વ્યાજ ભરી ભરીને થાકી જવાય. અહીં ભાગમાં જે રકમ મળે તેનાથી મકાન થઈ જાય...'
રાજેશ, ભાગ પાડીએ તો પણ દોઢ-બે લાખથી વધારે કોઈને મળે તેમ નથી. આ મકાન, જમીન તથા દુકાન વગેરેનું મૂલ્ય દોઢ-બે લાખથી વધારે નથી.
શ્રી શંખલા પાર્શ્વનાથ
૨૦૭
Page #232
--------------------------------------------------------------------------
________________
તારે જે જોઈએ તે તને આપી દઉં.’
“પિતાજી, નાનો તો કરિયાણાની દુકાન ચલાવે છે તેથી તે દુકાન તેની. રાજેશ આ મકાન રાખે અને મને જમીન આપી દો... હું તે વેંચીને ગાંધીનગરમાં મકાન બનાવીશ.'
પ્રભુદાસભાઈ અને તેમના અન્ય બે પુત્રો પણ રાજેશની વાતમાં સહમત થઈ ગયા. બીજે દિવસે ખેતરના કાગળો. રાજેશના નામે ટ્રાન્સફર કરવામાં આવ્યા. પેલા બન્ને નાનાભાઈઓને સારું બનતું હતું એટલે તે બન્ને વચ્ચે કોઈ કલહ નહોતો. મોટાભાઈ રાજેશની પત્ની ઈર્ષાળુ અને જોરૂકી હતી તેણે રાજેશના કાન ભંભેર્યા હતા. આથી ભાગલા પાડવાની નોબત આવી હતી.
| પ્રભુદાસભાઈનું ખેતર રોડ પર આવેલું હતું. તેનું મૂલ્ય બે લાખ જેટલું ગણાતું હતું. રાજેશ બે ચાર દિવસ રહીને ગાંધીનગર ચાલ્યો ગયો. ચાર-છ મહિના એમને એમ પસાર થઈ ગયા. ત્યાં રાજેશને જાણ કરવામાં આવી કે હાઈવે મોટો કરવા માટે તમારી જમીનમાંથી પટ્ટો કાપવામાં આવનાર છે. રાજેશ તરત જ અધિકારીને મળવા ગયો અને કંઈક ઉકેલ લાવવા જણાવ્યું. અધિકારીએ જણાવ્યું કે આ તો સરકારનો નિર્ણય છે. અંતે જમીન કપાઈ. આમ બે લાખની જમીનનું મૂલ્ય પાંત્રીસ હજાર થઈ ગયું. રાજેશે પાંત્રીસ હજારમાં જમીન વેંચી નાખી. પ્રભુદાસભાઈએ જમીન વેંચવાની ના પાડી હતી પરંતુ પત્નીનો દોરવાયેલો રાજેશ એકનો બે ન થયો.
પ્રભુદાસભાઈ પુત્રની લાલસા અને વાતચીત કરવાના ઢંગથી ભારે આઘાત પામ્યા હતા ત્યારે તેઓ પોતાની પત્નીને લઈને શંખેશ્વર ગયા. શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ વિહાર માં ઉતર્યા. ત્યાં શ્રી શંખલાપુર પાર્શ્વનાથ પ્રભુની ભક્તિ કરી અને માનસિક સાતા અનુભવી. ત્યાં તેઓ આઠ દિવસ રોકાયા. પ્રભુદાસભાઈ અને તેમના પત્નીને શ્રી શંખલાપુર પાર્શ્વનાથ પ્રભુ પ્રત્યે અનન્ય શ્રધ્ધા અને ભક્તિ હતી. આઠ દિવસ બાદ સ્વસ્થ થઈને પાછા સરધાર આવી ગયા.
શ્રી શંખલા પાર્શ્વનાથ
૨૦૮
Page #233
--------------------------------------------------------------------------
________________
મંત્ર આરાધના ૐ હ્રીં શ્રીં શંખલા પાર્શ્વનાથાય નમઃ | (૨) ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રી શંખલા પાર્શ્વનાથાય નમઃ (૩) ૩ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં શંખલા પાર્શ્વનાથાય નમઃ |
| ઉપરોક્ત ત્રણેય મંત્રો પરમપ્રભાવક છે. દરરોજ વહેલી સવારે નિશ્ચિત સમયે અને સ્થાન પર બેસીને શ્રી શંખલા પાર્શ્વ પ્રભુના જાપ કરવા. જાપ દરમ્યાન અખંડ ધૂપ-દીપ રાખવા. મંત્ર આરાધનાથી માનસિક શાંતિ તેમજ વિપ્નોનો નાશ થાય છે.
સંપર્ક : શ્રી શંખલપુર પાર્શ્વનાથ જૈન શ્વે. મૂર્તિપૂજક સંઘ
| મુ.પો. શંખલપુર તા. બેચરાજી જિ. મહેસાણા, ગુજરાત - ૩૮૪૨૧૦
ફોન : (૦૨૭૩૪) ૨૮૪૪૦૮
શ્રી શંખલા પાર્શ્વનાથ
૨૦૯
Page #234
--------------------------------------------------------------------------
________________
શ્રી જગવલ્લભ પાર્શ્વનાથ
મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લાના હાતકણંગલા તાલુકામાં કુંભોજ ગિરિ પર શ્રી જગવલ્લભ પાર્શ્વનાથ પ્રભુનું ભવ્ય, પ્રભાવક અને મુખ્ય તીર્થ આવેલું છે. વિક્રમ સંવત ૧૯૨૧માં એક મહિના સુધી દરરોજ ચંદનની વર્ષા થતી હતી. અને તેની સુગંધ ચોમેર પ્રસરી જતી હતી વિક્રમ સંવત ૨૦૨૬માં આ તીર્થનો શતાબ્દી – મહોત્સવ ચાલતો હતો ત્યારે પ્રતિમાજીમાંથી બે વાર અમી ઝરણાં થયા હતા.
આ તીર્થ કોલ્હાપુર જિલ્લામાં હાતકણંગલા તાલુકામાં આવેલું છે. ગિરિ પર આવેલા આ તીર્થ પર જવા માટે ૧૦૦૦ પગથિયાં છે હાતકણંગલા રેલ્વે સ્ટેશનથી ૮ કિ.મી. ના અંતરે આ તીર્થ આવેલું છે. કોલ્હાપુરથી ૩૦ કિ.મી. ના અંતરે આ તીર્થ છે. અહીં ધર્મશાળા તથા ભોજનશાળાની સર્વોત્તમ સગવડ છે. અહીં કારતક સુદ પુનમ, ચૈત્રી પુનમ તથા પોષ દશમીનો મેળો ભરાય છે. આજુબાજુના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભાવિકો આવે છે.
આ સિવાય શ્રી જગવલ્લભ પાર્શ્વનાથજીની પ્રતિમાજી નિશાપોળ (અમદાવાદ) ના જિનાલયમાં, મલાડ (મુંબઈ), સુરત, રાંદેર, કરાડ (મહારાષ્ટ્ર) વગેરેમાં બિરાજમાન છે.
રાજસ્થાનમાં કેસરિયાજી, બ્રહ્મસર, સુજાનગઢ, જીરાવલા તીર્થ વગેરેમાં શ્રી જગવલ્લભ પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી બિરાજમાન છે.
શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ વિહાર મહાપ્રાસાદ જિનાલયની ફરતી ભમતીમાં સીત્તેરમી દેવકુલિકામાં શ્રી જગવલ્લભ પાર્શ્વનાથ પ્રભુની મનોહર પ્રતિમાજી બિરાજમાન છે.
કુંભોજગિરિ પર બિરાજમાન શ્રી જગવલ્લભ પાર્શ્વનાથજી પદ્માસનસ્થ, નવફણાથી વિભૂષિત, શ્વેત પાષાણના છે. આ પ્રતિમાજીની ઊંચાઈ ૩૧ ઈંચ અને પહોળાઈ ૨૭ ઈંચની છે. આ નાનકડા પર્વત પર આવેલ જિનાલય ત્રણ માળનું છે. મૂળનાયક તરીકે શ્રી જગવલ્લભ પાર્શ્વનાથ પ્રભુ બિરાજે છે. ઉપરના ગભારામાં શ્રી શાંતિનાથ પ્રભુ અને ભોંયરામાં શ્રી અજિતનાથ પ્રભુ બિરાજમાન
શ્રી જગવલ્લભ પાર્શ્વનાથ
૨૧૦
Page #235
--------------------------------------------------------------------------
________________
છે. કુંભોજગિરિ પર્વત નિરંજનગિરિ, ગાયરાનનો ડુંગર, દુર્ગાદેવીનો ડુંગર, બાહુબલિનો ડુંગર, નેજકુંભોજનો ડુંગરના નામથી પણ ઓળખાય છે. દક્ષિણના શત્રુંજય તરીકે આ તીર્થ હાલ પ્રસિધ્ધ પામ્યું છે. તે
જાણવા મળતી વિગતો મુજબ શ્રી જગવલ્લભ પાર્શ્વનાથ પ્રભુની અહીં સ્થાપના થઈ તે પહેલાં આજુબાજુનાં ગામોના જૈનોએ અહીં પંચધાતુની એક પ્રતિમાજી પ્રતિષ્ઠિત કરી હતી. અને તેની યાત્રા કરવા યાત્રિકો આવતા-જતા રહેતા હતા. ધાતુની પ્રતિમાજી ૧૪મી સદીની હોવાનું મનાય છે. વર્ષો પછી શ્રી જગવલ્લભ પાર્શ્વનાથ પ્રભુના જિનાલયનું નિર્માણ થયેલું છે. આથી આ ભૂમિ તીર્થ રૂપે જ હતી.
એક પ્રમાણભૂત કથન મુજબ ઈચલકરંજીથી પાંચ માઈલના અંતરે આવેલા ‘શિરઢોણ’ ગામના શ્રેષ્ઠી નાનચંદભાઈ અને ફતેહચંદભાઈ નામના બે ભાઈઓનો વેપાર ધમધોકાર ચાલતો હતો. તેમજ ખેતી પણ હતી. આ બન્ને ભાઈઓ મૂળ ગુજરાતના પેઢામલીના વતની હતા. વર્ષોથી અહીં તેમણે પોતાની કર્મભૂમિ બનાવી હતી.
એકવાર આચાર્ય ભગવંત આનંદસૂરિજી મહારાજના મુખેથી તીર્થ અને શ્રી જિન ભક્તિનો મહિમા બન્ને ભાઈઓએ સાંભળ્યો અને તેમને તીર્થનિર્માણનો વિચાર આવ્યો.
આ સમયગાળામાં તેમની દૃષ્ટિ કુંભોજગિરિ પર ગઈ અને ત્યાં ભવ્ય જિનાલય નિર્માણ કરવાની ભાવના જાગી. વિક્રમ સંવત ૧૯૧૨ તેઓએ કુંભોજગિરિ પર તીર્થ નિર્માણનો પ્રારંભ કર્યો. તીર્થ નિર્માણમાં તેઓને સારો એવો સમય ગયો. છેવટે દર્શનીય જિનાલયનું નિર્માણ થયું. ફતેહચંદભાઈ ગુજરાતમાંથી મનોરમ્ય જિનબિંબો લઈ આવીને વિક્રમ સંવત ૧૯૨૬ ના મહા સુદ – ૭ના દિવસે તે પ્રતિમાજીઓ નો ભવ્ય મહોત્સવ રચીને પ્રતિષ્ઠા કરી.
વિક્રમ સંવત ૧૯૨૮માં આ તીર્થની સોંપણી શ્રીસંઘને કરવામાં આવી. ત્યાર પછી તો ડુંગર પર ચઢવા માટે પાકાં પગથિયાં કરવામાં આવ્યા. તળેટી પાસે વિશાળ ધર્મશાળા બનાવાઈ તેમજ ધર્મશાળામાં એક જિનાલય રચવામાં
શ્રી જગવલ્લભ પાર્શ્વનાથ
૨૧૧
Page #236
--------------------------------------------------------------------------
________________
આવ્યું. આ જિનાલયમાં કલિકુંડ પાર્શ્વનાથ પ્રભુની ચમત્કારી અને પ્રભાવક પ્રતિમાજી બિરાજમાન છે. અનેક જૈનાચાર્યો, મુનિ ભગવંતો તથા કવિઓએ આ તીર્થનો ઉલ્લેખ પોતાની રચનામાં કર્યો છે.
વિશેષ જાણકારી
અહીં વિવિધ પુસ્તક - પુસ્તિકાઓમાં ઉધૃત કરેલી માહિતી પ્રસ્તુત છે. શ્રી અમુલખ માણેકલાલજી બાગરેયાએ શ્રી જગવલ્લભ પાર્શ્વનાથ પ્રભુનું જિનાલય બંધાવીને વિક્રમ સંવત ૧૯૪૪માં મહા સુદ આઠમના શુભ દિવસે પ્રતિષ્ઠા કરાવી હતી. શ્રી જગવલ્લભ પાર્શ્વનાથનું આ તીર્થ રાજસ્થાનના જેસલમેર જીલાલાના બ્રહ્મસર ગામમાં આવેલ છે. આ ક્ષેત્ર શ્રી જેસલમેર પંચતીર્થનું એક તીર્થસ્થાન છે. અહીંથી દોઢ કિલોમીટર દૂર દાદા શ્રી જિનકુશલસૂરીશ્વરજીનું સ્થાન તથા કુંડ આવેલા છે. જનશ્રુતિ અનુસાર દેરાઉર ગામમાં લુણિયા ગોત્રના એક શેઠને યવન લોકો ખૂબજ સતાવતા હતા. ગુરૂદેવે શેઠને રાજસ્થાન પ્રસ્થાન કરવાનું કહ્યું. અને પાછળ જોવાની ના કહી. લુણિયા પરિવાર ઊંટો પર સામાન મૂકીને ચાલી નીકળ્યા. આ સ્થળે પહોંચ્યા ત્યારે અજવાળું થતાં શેઠજી એ પાછળ ફરીને જોયું અને ગુરૂદેવ તરત જ ત્યાં રોકાઈ ગયા. તથા આશીર્વાદ આપીને કહ્યું કે હવે હું જાઉ છું, તું ડરતો નહિ. નજીકમાં બહ્મસર ગામ છે ત્યાં જજો, જે પથ્થર પર ગુરૂદેવના ચરણોને ઉત્કીર્ણ કરાવીને છત્રીની સ્થાપના કરી હતી. એ ચરણો આજે પણ છે. દાદાવાડી પણ નિર્માણ કરવામાં આવી. આ દાદાવાડીમાં એક કુંડ છે. જેમાં દુકાળના સમયમાં પણ હંમેશા નિર્મળ પાણી ભરેલું રહે છે. આ સ્થળ ખૂબજ ચમત્કારી તેમજ જોવા લાયક છે.
(૨) શ્રી કુંભોજગિરિ તીર્થ પર શ્રી જગવલ્લભ પાર્શ્વનાથ પ્રભુનું મુખ્ય જિનાલય આવેલું છે. પહાડ પર આવેલું આ તીર્થ અતિ રમણીય લાગે છે. ત્યાંના નયનરમ્ય વાતાવરણમાં પ્રભુ પિરતિમા સમક્ષ મન ભક્તિમાં લીન થઈ જાય છે.
શ્રી જગવલ્લભ પાર્શ્વનાથ
૨૧૨
Page #237
--------------------------------------------------------------------------
________________
પહાડ પરથી દેખાતું નીચેનું દશ્ય મનને મુગ્ધ કરી મૂકે છે. આ તીર્થ દક્ષિણ મહારાષ્ટ્રનું શત્રુંજય કહેવાય છે. આ તીર્થનો જીર્ણોધ્ધાર વિક્રમ સંવત ૧૯૨૬ના મહા સુદ-૭ ના રોજ થયાનો ઉલ્લેખ છે. અહીં કાર્તિક પુનમ, ચૈત્રી પુનમ તેમજ માગસર સુદ-૧૦ના રોજ મેળો ભરાય છે. હજારો શ્રધ્ધાળુ ભક્તો દર્શનાર્થે પધારે છે. અહીં સાધુ-સાધ્વીજીઓ માટેના અલગ અલગ ઉપાશ્રયો આવેલા છે. આરાધન ભવણ પણ છે. તેથી આ તીર્થ પર સાધુ તથા સાધ્વીજી ભગવંતોની અવર-જવર રહે છે. આ તીર્થમાં આવવાથી મનને ખૂબજ શાંતિ મળે છે.
(૩) જેસલમેરથી ૧૩કિ.મી. દુર બાગસા માર્ગે શ્રી બ્રહ્મસર તીર્થ આવેલું છે. અહીં શ્રી જગવલ્લભ પાર્શ્વનાથ ભગવાનની અલૌકિક પ્રતિમાજી બિરાજમાન છે. લોદ્રવાથી પણ જઈ શકાય છે. ૭ કિ.મી. પાકી તથા ૬ કિ.મી. કાચી સડક છે. દેરાઉર ગામમાં લૂણિયા ગોત્રના એક શેઠને યવન લોકો ખૂબજ હેરાન કરતાં હતા. દાદા શ્રી જિનકુશલસૂરીશ્વરજી ગુરૂદેવે તેમને રાજસ્થાન પ્રસ્થાન કરવાનું કહ્યું. (આ વિગતો ઉપર આપી છે.) શેઠે ગુરૂદેવના ચરણો ઉત્કીર્ણ કરાવીને છત્રીની સ્થાપના કરાવી હતી. આ ચરણો આજે પણ છે. દાદાવાડી પણ છે. આ દાદાવાડીમાં એક કુંડ છે. જેમાં દુકાળના સમયમાં હંમેશા નિર્મળ પાણી ભરેલું રહે છે. આ સ્થળ ખૂબજ ચમત્કારિક અને જોવાલાયક છે. મંદિર પાસેના ઉપાશ્રયના દરવાજા ઉપરના કલાના નમૂના જોવા જેવા છે.
મુનિ ભગવંતોએ શ્રી જગવલ્લભ પાર્શ્વનાથ પ્રભુના મહિમા ગાયો છે.
કુંભોજગિરિ કે નાથ હૈં, કેસરકી વૃષ્ટિ હો રહી દક્ષિણ કા શત્રુજ્ય યહી, હૈ હો રહી અનુપમ મહી II તીર્થ યે નૂતન નવેલા, શાસ્ત્ર મેં ગાથા સહી ! ઐસે ‘શ્રી જગવલ્લભ પાર્શ્વ કો મેં, ભાવ સે કરું વંદના .. કેશરમણી વૃષ્ટિ થતી, ને અમીતણાં ઝરણા ઝરે,
1 જગવલ્લભ પાર્શ્વનાથ
૨૧૩
Page #238
--------------------------------------------------------------------------
________________
કુંભોજગિરિએ બેસણાં, તું નામ જગવલ્લભ ધરે, વલ્લભ ગણે મુજને પ્રભુ તો આતમાં મારો ઠરે, શ્રી જગવલ્લભ” પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના.
દક્ષિણના શત્રુંજય તરીકે વર્તમાનમાં પ્રસિધ્ધિને પામેલા આ તીર્થમાં વિક્રમ સંવત ૧૯૨૧માં એક મહિના સુધી સુગંધી ચંદનની નિત્ય વર્ષા થઈ હતી.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં બિરાજમાન શ્રી જગવલ્લભ પાર્શ્વનાથ
ભારતવર્ષમાં જૈન ધર્મનો વિજયધ્વજ અતિ પ્રાચીન કાળથી લહેરાઈ રહ્યો છે. જૈનો વ્યવહાર કુશળ, ધર્મવત્સલ, અને કલાપ્રેમી રહ્યાં છે. ભારતમાં ધર્મપ્રિય શ્રેષ્ઠીઓએ પ્રભુભક્તિ માટે ઠેરઠેર જિનાલયોના ભવ્ય નિર્માણો કરાવીને તેમાં શ્રી જિનેશ્વર ભગવંતોની દૈદીપ્યમાન, પરમ પ્રભાવક પ્રતિમાજીઓ બિરાજમાન કરાવી છે. આજે પણ પ્રાચીન જિનાલયો ભૂતકાળના દિવ્ય સંભારણાની માફક અડીખમ ઊભા છે. ભૌગોલિક પરિસ્થિતિ, આક્રમણ અને સ્થળાંતર જેવા કારણોથી અનેક જિનાલયો અદશ્ય થયા છે. પરંતુ તીર્થનું મહાભ્ય અને તેનો પ્રભાવ પ્રાચીન કાળથી અકબંધ રહ્યો છે. આજે પણ તેમાં જરાપણ ઘટાડો થયો નથી.
આજે શ્રી શંખેશ્વર તીર્થનો મહિમા દિન-પ્રતિદિન વધતો જાય છે. શ્રી પાર્થ પ્રભુના અન્ય તીર્થો પણ એટલાજ પ્રભાવક છે. શ્રી શંખેશ્વર તીર્થ અત્યંત પ્રાચીન છે. એનો ઈતિહાસ યુગો પૂર્વનો છે. આજે આ તીર્થ જાગૃત તીર્થસ્થાન છે. આ તીર્થસ્થાને હજારો યાત્રાળુઓની અવરજવર રહે છે. અને ભાવભરી ભક્તિથી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની સેવા-પૂજા-સ્તુતિ કરે છે. બાવીસમા
શ્રી જગવલ્લભ પાર્શ્વનાથ
૨૧૪.
Page #239
--------------------------------------------------------------------------
________________
તીર્થકર શ્રી નેમિનાથ પ્રભુના કાળથી આ મહાતીર્થ અસ્તિત્વમાં છે.
શ્રી શંખેશ્વરમાં દરરોજ યાત્રિકોનો મેળો જામે છે. દરરોજ મોટી સંખ્યામાં યાત્રિકોની અવર-જવર રહે છે. શંખેશ્વરમાં એક જ બજાર છે. બજાર પણ સવારી મોડી રાત સુધી ધમધમતી રહે છે.
- પરમ પ્રભાવક શ્રી શંખેશ્વર તીર્થમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ – જિનાલય આવેલું છે. વિક્રમ સંવત ૨૦૪૫ મહાસુદ પાંચમના દિવસે આ મહાપ્રાસાદના પ્રેરક પ.પૂ. પ્રશાંતમૂર્તિ, તપાગચ્છ સૂર્ય, ગચ્છાધિપતિ
આ.ભ. શ્રીમદ્ વિજય પ્રેમસૂરિશ્વરજી મહારાજા તથા પ.પૂ. આ. દેવ શ્રીમદ્ વિજય સુબોધ સૂરિવરજી મહારાજાના વરદ હસ્તે આ મહાપ્રાસાદ માં મૂળનાયક શ્રી ભક્તિ પાર્શ્વનાથ સાથે ૧૦૮ પાર્શ્વનાથ ભગવંતની અંજનશલાકા - પ્રતિષ્ઠાનો ભવ્ય મહોત્સવ ઉજવાયો હતો. લગભગ ૫૦ વિઘા ધરતી પર ૮૪000 ચોરસ ફૂટના ઘેરાવામાં પથરાયેલું આ જિનાલય પદ્મ સરોવરની સ્મૃતિ કરાવે છે. પાર્શ્વનાથ પ્રભુના ૧૦૮ તીર્થોના એક સાથે દર્શન, પૂજન અને યાત્રાનો લાભ યાત્રાળુઓને મળી શકે છે. ૧૧૬ દેવકુલિકાઓના ૧૦૮ શિખરોથી અને ૮ સામરણોથી આ તીર્થ સુશોભિત છે. કલાત્મક ગર્ભદ્રાર, બબ્બે ચોકી મંડપ અને ઉંચા શિખરો ધરાવતાં ત્રણ દિશાના ત્રણ મહાધર પ્રાસાદ નાનામાં નાનું શિખર ૩૭ ફૂટ ઊંચું, અને સૌથી ઊંચું ૭૨ ફૂટનું છે. આ જિનાલયનો પ્રવેશદ્વાર ભવ્ય છે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ – જિનાલયની ફરતી ભમતીમાં સીત્તેરમી દેવકુલિકામાં શ્રી જગવલ્લભ પાર્શ્વનાથ પ્રભુ બિરાજમાન છે. પ્રતિમાજીની ઊંચાઈ ૩૧ ઈંચની છે. આ પ્રતિમાજી પદ્માસનસ્થ, શ્વેત પાષાણની છે. અત્યંત મનોરમ્ય અને દર્શનીય છે. આ પ્રતિમાજી અગિયાર ફણાથી અલંકૃત્ત છે. પ્રતિમાજીના દર્શન કરતાં હૈયામાં ભક્તિના અનેરા ભાવ ઝંકૃત થાય છે. શ્રી જગવલ્લભ પાર્શ્વનાથ પ્રભુનો મહિમા દિન પ્રતિદિન વધતો જાય છે.
શ્રી જગવલ્લભ પાર્શ્વનાથ
૨૧૫
Page #240
--------------------------------------------------------------------------
________________
મંત્ર આરાધના
(૧) ૩ૐ હ્રીં શ્રી જગવલ્લભ પાર્શ્વનાથાય નમઃ | (૨) ૩ૐ હ્રીં શ્રીં હ્રીં શ્ર જગવલ્લભ પાર્શ્વનાથાય નમઃ | (૩) ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં જગવલ્લભ પાર્શ્વનાથાય નમઃ |
ઉપરોક્ત ત્રણેય મંત્રો પરમપ્રભાવક છે. કોઈપણ એક મંત્રની આરાધના નિત્ય વહેલી સવારે ઊઠીને નિશ્ચિત સમય અને સ્થાન પર બેસીને કરવી. જાપ દરમ્યાન ધૂપ-દીપ અખંડ રાખવા. મનને સ્થિર બનાવવું. હૈયામાં અપૂર્વ શ્રધ્ધા જરૂરી છે. જાપ વખતે વસ્ત્રો શુધ્ધ અને સ્વચ્છ ધારણ કરવા.
મંત્ર આરાધના કરવાથી સર્વ મનોરથોની પૂર્તિ થાય છે તેમજ સઘળા વિનોનો નાશ થાય છે.
સંપર્કઃ શ્રી જગવલ્લભ પાર્શ્વનાથજી જેન મંદિર ટ્રસ્ટ
મુ.પો. બાહુબલી તા. હતગણગલા, જિ. કોલ્હાપુર (મહારાષ્ટ્ર)-૪૧૬૧૧૦
કુંભોજગીરી તીર્થ ફોન : (૦૨૩૦) ૨૫૮૪૪૪૫ મોબાઈલ : ૯૮૨૩૨૩૯૫૩૯
શ્રી જગવલ્લભ પાર્શ્વનાથ
૨૧૬
Page #241
--------------------------------------------------------------------------
________________
શ્રી વિમલ પાર્શ્વનાથ ના વડોદરા જિલ્લાનાં છાણી ખાતે શ્રાવકના મહોલ્લામાં શ્રી વિમલ પાર્શ્વનાથ પ્રભુનું દર્શનીય જિનાલય આવેલું છે. વડોદરાથી આઠ કિ.મી.ના અંતરે આ જિનાલય આવેલું છે. છાણીના અનેક જૈન પરિવારો માંથી અનેક ભાવિકોએ સંયમનો માર્ગ ગ્રહણ કર્યો છે. અને શાસનના પ્રભાવક આચાર્ય બન્યા છે. અહીં પ્રાચીન જ્ઞાનભંડાર અને ઉપાશ્રયો આવેલા છે. અહીં ચાર જિનાલયો છે. અહીંના જિનાલયોની યાત્રા કરવાલાયક છે. - શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ વિહાર મહાપ્રાસાદ જિનાલયની ફરતી ભમતીમાં એકોતેરમી દેવકુલિકામાં પરમ વંદનીય શ્રી વિમલ પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી બિરાજમાન છે.
વડોદરાના છાણી વિસ્તારમાં શ્રી વિમલ પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી શ્વેત પાષાણની, સપ્તફણાથી અલંકૃત અને પદ્માસનસ્થ છે. પ્રતિમાજીની ઊંચાઈ ૧૩ ઈંચ અને પહોળાઈ ૧૧ ઈંચની છે.
અહીં પૂર્વે લશ્કરની છાવણીનું મથક હતું. ‘છાવણી' પરથી છાણી નામ પ્રસિધ્ધ થયાનું મનાય છે. શ્રાવકના મહોલ્લામાં એક તરફ શ્રી વિમલ પાર્શ્વનાથ પ્રભુનું નાનકડું પરંતુ દર્શનીય જિનાલય છે. વિક્રમ સંવત ૧૮૯૩માં આ પ્રભુજીની પ્રતિષ્ઠા કરાઈ હતી. આ જિનાલયના બીજા ભાગમાં શ્રી મહાવીર સ્વામીની પ્રતિમાજીને પ્રતિષ્ઠિત કરવામાં આવ્યા હતા. આ પ્રતિમાજી ઘણા પ્રાચીન હોવા છતાં કોઈ પ્રાચીન રચનામાં તેમનો ઉલ્લેખ જોવા મળતો નથી.
| વિક્રમ સંવત ૧૬૫૫માં શ્રી પ્રેમવિજયજી મહારાજે ‘પાર્શ્વ જિન નામ માલા’ માં છાયાપુર પાર્શ્વનાથનો ઉલ્લેખ કર્યો છે. તેથી છાયાપુર પાર્શ્વનાથ એ જ આ વિમલ પાર્શ્વનાથ હોવાનું સમજાય છે.
શ્રી વિમલ પાર્શ્વનાથ
૨૧૭
Page #242
--------------------------------------------------------------------------
________________
વિશેષ જાણકારી ગુરૂ ભગવંતોએ શ્રી વિમલ પાર્શ્વનાથનો મહિમા મુક્તકંઠે ગાયો છે. વડોદરા જીલ્લાના છાણી મુકામે શ્રી વિમલ પાર્શ્વનાથ પ્રભુનું મનોરમ્ય અને દર્શનીય જિનાલય આવેલું છે. અહીં મોટી સંખ્યામાં યાત્રિકો દર્શનાર્થે આવે છે. (૧) તુ જ ગામ છાણી વિમલ વાણી નિર્મળ પાણી પીધા કરું, મમ જીવન સરોવરના પાણી ડહોયા છે સીધા કરું, હે પ્રભુ! વિમલેશ પારસ વિમલ પીયૂષ પિવડાવતાં, ‘વિમલ' પારસના ચરણમાં તનમન ધન અર્પણ સદા.
| છાણીમાં અતિ પ્રાચીન અને મનોહર પ્રતિમાજી છે. (૨) હે વિમલ પારસ વિમલ કરો મુજ કર્મમલ ઉચ્છેદીને, મુજ હૃદય કમલે વાસ કરજો, જીવગુણો સહુ ભેદીને, તુજ નયન કમલો પેખીને મુજ મન ભ્રમર લલચાય છે, “શ્રી વિમલ' પારસનાથને ભાવે કરું હું વંદના. | છાણી તે પૂ. ગુરૂદેવશ્રી વિક્રમસૂરિશ્વરજી મહારાજાની જન્મભૂમિ છે. (૩) છાણી બડભાગી જહ, પ્રભુ કર્મ-દલ છેદતા વિમલ પારસનાથ મેરે, અવગુણો કો કુરેદતે || જો સદા શ્રી સંઘ કી ભી, આધિ-વ્યાધિ ભેદતે ! ઐસે “શ્રી વિમલપાર્થ” કો મેં ભાવસે કરું વંદના .
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં
બિરાજમાન શ્રી વિમલ પાર્શ્વનાથ ભારતવર્ષમાં જૈન ધર્મનો વિજયધ્વજ અતિ પ્રાચીન કાળથી લહેરાઈ રહ્યો છે. જૈનો વ્યવહાર કુશળ, ધર્મવત્સલ, અને કલાપ્રેમી રહ્યાં છે. ભારતમાં ધર્મપ્રિય શ્રેષ્ઠીઓએ પ્રભુભક્તિ માટે ઠેરઠેર જિનાલયોના ભવ્ય નિર્માણો કરાવીને તેમાં શ્રી જિનેશ્વર ભગવંતોની દૈદીપ્યમાન, પરમ પ્રભાવક પ્રતિમાજીઓ બિરાજમાન
શ્રી વિમલ પાર્શ્વનાથ
૨૧૮
Page #243
--------------------------------------------------------------------------
________________
કરાવી છે. આજે પણ પ્રાચીન જિનાલયો ભૂતકાળના દિવ્ય સંભારણાની માફક અડીખમ ઊભા છે. ભૌગોલિક પરિસ્થિતિ, આક્રમણ અને સ્થળાંતર જેવા કારણોથી અનેક જિનાલયો અદૃશ્ય થયા છે. પરંતુ તીર્થનું મહાત્મ્ય અને તેનો પ્રભાવ પ્રાચીન કાળથી અકબંધ રહ્યો છે. આજે પણ તેમાં જરાપણ ઘટાડો થયો નથી.
આજે શ્રી શંખેશ્વર તીર્થનો મહિમા દિન-પ્રતિદિન વધતો જાય છે. શ્રી પાર્શ્વ પ્રભુના અન્ય તીર્થો પણ એટલાંજ પ્રભાવક છે. શ્રી શંખેશ્વર તીર્થ અત્યંત પ્રાચીન છે. એનો ઈતિહાસ યુગો પૂર્વનો છે. આજે આ તીર્થ જાગૃત તીર્થસ્થાન છે. આ તીર્થસ્થાને હજારો યાત્રાળુઓની અવરજવર રહે છે. અને ભાવભરી ભક્તિથી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની સેવા-પૂજા-સ્તુતિ કરે છે. બાવીસમા તીર્થંકર શ્રી નેમિનાથ પ્રભુના કાળથી આ મહાતીર્થ અસ્તિત્વમાં છે. વધ
પરમ પ્રભાવક શ્રી શંખેશ્વર તીર્થમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ - જિનાલય આવેલું છે. વિક્રમ સંવત ૨૦૪૫ મહાસુદ પાંચમના દિવસે આ મહાપ્રાસાદના પ્રેરક પ.પૂ. પ્રશાંતમૂર્તિ, તપાગચ્છ સૂર્ય, ગચ્છાધિપતિ આ.ભ. શ્રીમદ્ વિજય પ્રેમસૂરિશ્વરજી મહારાજા તથા પ.પૂ. આ. દેવ શ્રીમદ્ વિજય સુબોધ સૂરિવરજી મહારાજાના વરદ હસ્તે આ મહાપ્રાસાદ માં મૂળનાયક
શ્રી ભક્તિ પાર્શ્વનાથ સાથે ૧૦૮ પાર્શ્વનાથ ભગવંતની અંજનશલાકા – પ્રતિષ્ઠાનો ભવ્ય મહોત્સવ ઉજવાયો હતો. લગભગ ૫૦ વિઘા ધરતી પર ૮૪૦૦૦ ચોરસ ફૂટના ઘેરાવામાં પથરાયેલું આ જિનાલય પદ્મ સરોવરની સ્મૃતિ કરાવે છે. પાર્શ્વનાથ પ્રભુના ૧૦૮ તીર્થોના એક સાથે દર્શન, પૂજન અને યત્રાનો લાભ યાત્રાળુઓને મળી શકે છે. ૧૧૬ દેવકુલિકાઓના ૧૦૮ શિખરોથી અને ૮ સામરણોથી આ તીર્થ સુશોભિત છે. કલાત્મક ગર્ભદ્વાર, બબ્બે ચોકી મંડપ અને ઉંચા શિખરો ધરાવતાં ત્રણ દિશાના ત્રણ મહાધર પ્રાસાદ નાનામાં નાનું શિખર ૩૭ ફૂટ ઊંચું, અને સૌથી ઊંચું ૭૨ ફૂટનું છે. આ જિનાલયનો પ્રવેશદ્વાર ભવ્ય છે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ - જિનાલયની ફરતી ભમતીમાં એકોતેરમી દેવકુલિકામાં શ્રી વિમલ પાર્શ્વનાથ પ્રભુ બિરાજમાન છે.
શ્રી વિમલ પાર્શ્વનાથ
૨૧૯
Page #244
--------------------------------------------------------------------------
________________
આ પ્રતિમાજી પદ્માસનસ્થ અને પાષાણની છે. અત્યંત મનોરમ્ય અને દર્શનીય છે. આ પ્રતિમાજી સતફણાથી અલંકૃત છે.
મહિમા અપરંપાર
રાજકોટના રમેશભાઈ પારેખનો પરિવાર દર વર્ષે દીવાળીની રજાઓમાં શ્રી શંખેશ્વરની યાત્રાએ અવશ્ય જાય. રમેશભાઈ તેમના પત્ની સુજાતા, પુત્ર દીપક તથા પુત્રી મારી શંખેશ્વરમાં બે દિવસનું રોકાણ કરતાં તેઓ શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદમાં ઉતરતા. તેઓને ભક્તિવિહારનું વાતાવરણ જ ગમી ગયું હતું. આ તીર્થ વિશાળ જગ્યામાં આવેલું હોવાથી તેમજ બગીચો, વૃક્ષોની હારમાળાઓને કારણે કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું હતું. વહેલી સવારે પક્ષીઓનો મધુર કલરવ મનને પ્રસન્ન કરી મૂકતો હોય છે.
દર દીવાળીના દિવસોમાં જતો રમેશભાઈ પારેખનો પરિવાર આ વર્ષે પણ અગાઉથી રૂમ બુક કરાવીને શંખેશ્વર પહોંચ્યો. શંખેશ્વરમાં પેઢીના મુનિએ ધર્મશાળામાં તેમની રૂમ લખી રાખી હતી.
રમેશભાઈ અને તેમનો પરિવાર ધર્મશાળાની રૂમમાં ઉતર્યો. રમેશભાઈએ રૂમમાં બેસતાં વેંત કહ્યું: “સુજાતા, અહીં આવીએ છીએ ત્યારે એમજ લાગે છે કે વર્ષોના થાક ઉતરી ગયો.”
સાચી વાત છે. મને પણ એવી અનુભૂતિ થાય છે. અહીંની પવિત્રતા તેમજ પ્રાકૃતિક વાતાવરણના કારણે તેમજ ભવ્ય જિનાલય હોવાથી આપણને શારીરિક, માનસિક થાક ઉતરી ગયો હોય તેવી અનુભૂતિ થાય છે...' સુજાતા બોલી.
રમેશભાઈ, સુજાતા, દીપક અને મારી નવકારશી વાપરીને પુનઃ રૂમ પર આવ્યા અને સ્નાનાદિ ક્રિયાથી નિવૃત્ત થઈને પૂજાના વસ્ત્રો ધારણ કર્યા અને શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુની સેવા-પૂજા કરવા અર્થે ગયા. કેસર ઘરમાંથી કેસરની વાટકીઓ લીધી. ફૂલવાળા પાસેથી ફૂલો લીધા.
શ્રી વિમલ પાર્શ્વનાથ
૨૨૦
Page #245
--------------------------------------------------------------------------
________________
પ્રથમ શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારના મૂળનાયક શ્રી ભક્તિ પાર્શ્વનાથ પ્રભુની પૂજા કરી ત્યારબાદ ફરતી ભમતીમાં સેવા પૂજા કરી.
[ સૂજાતા કહે : “એકોતેરમી દેરીમાં શ્રી વિમલ પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી અત્યંત દર્શનીય છે. ત્યાં ચૈત્યવંદન કરીશું..” |
| ‘ભલે...આપણે ત્યાં ચૈત્યવંદન, સ્તુતિ કરીશું...” રમેશભાઈ બોલ્યા.
રમેશભાઈનો પરિવાર શ્રી વિમલ પાર્શ્વનાથ પ્રભુની દેવકુલિકા પાસે આવ્યો અને ચૈત્યવંદન કર્યું..
સુજાતાએ પાર્શ્વનાથ પ્રભુનું સ્તોત્ર અનેરા ભક્તિભાવથી ઉચ્ચાર્યું.
કિં કપૂરમય સુધાર સમય કિં ચંદ્રરોચિમ્ય | કિં લાવણ્યમયે મહામણિમય કારૂણ્યકેલિમય //. વિશ્વાનંદમય મહોદયમય શોભામય ચિન્મયમ્ | શુકલધ્યાનમય વપુર્જિન પતે ભુયાદ્ ભવાલંબનમ્ ...(૧) પાતાલ કલયન્ ધરાંધવલયશાકાશ મા પૂરયન્ | દિકચક્ર ક્રમયનું સુરાસુરનર શ્રેણીં ચ વિસ્માપયનું I બ્રહ્માંડ સુખયનું જલાનિ જલધે: ફેનચ્છ લાલો લયનું | શ્રી ચિંતામણી પાર્શ્વ સંભવયશો હંસશ્ચિર રાજતે / ... (૨) પુણ્યાનાં વિપણિ રૂમોદિનમણિઃ કામેભકુંભે શૂણિઃ | મોક્ષે નિસ્સરણિઃ સુરેંદ્રકરણિઃ જયોતિઃ પ્રકાશારણિ // દાને દેવમણિર્નોત્તમજન શ્રેણીઃ કૃપા સારિણી | વિશ્વાનંદ સુધા ધૂણિર્ભવભિદે શ્રી પાર્શ્વ ચિંતામણી I ...(૩)
શ્રી ચિંતામણિ પાર્ચ વિશ્વ જનતા સંજીવનā મયા .. દષ્ટ તાત તતઃ શ્રિય: સમ ભવન્નશક્રમા ચક્રિણમ્ | મુક્તિ ક્રીડતી હસ્તયો ર્બહુ વિધ સિદ્ધ મનોવાંચ્છતું ! દુર્દેવં દુરિત ચ દુર્દિન ભય કષ્ટ પ્રણરું મમ ... (૪)
શ્રી વિમલ પાર્શ્વનાથ
૨૨૧
Page #246
--------------------------------------------------------------------------
________________
યસ્ય પ્રોઢતમુ પ્રતાપ તપનઃ પ્રોદ્રામધામા જગ | જંઘાલ કલિકાલ કેલિ દહનો મોહાબ્દિ વિધ્વંસક // નિત્યોદ્યોતપદે સમસ્ત કમલા કેલિગ્રહ રાજતે | સ શ્રી પાર્શ્વજિનોજનેહિતકૃતશ્ચિતામણી પાતુ મામ્ ! .. (૫) વિશ્વ વ્યાપિ તમો હીનતિ તરણિબાલાપિ કલ્પાંકુરો | દારિદ્રાણિ ગજાવલી હરિ શિશુઃ કાષ્ટાનિ વહને કણઃ || પિયુ પર્યાલવાપિ રોગ નિવાં યુદ્ધ તથા તે વિભો | મૂર્તિઃ સ્કૂર્તિમતીસતી ત્રિજગતિકઝાનિ હતું ક્ષમા // .. (૬) શ્રી ચિંતામણિ મંત્ર મોંકૃતિયત ઈંકાર સારાશ્રિતો શ્રી મહંનમિઉણ પાશ કલિત ટોલો ક્ય વશ્યાવહિં || દ્વધા ભૂત વિષાપતું વિષહરં શ્રેયઃ પ્રભાવાશ્રય | સૌલ્લાસ વસહાંકિત જિન લિગા નન્દઇ દેહિનાં /.. (૭) હૂ શ્ર કારવર નમોડક્ષર પર ધ્યાયન્તિ યે યોગીનો | હત્પયે વિનિવેશ્ય પાર્શ્વમહિપ ચિંતામણીસં || ભાલે ધામભૂજે ચ નાભિકર યો ભુયો ભુજે દક્ષિણે ! પશ્ચાદષ્ટ દલે " તે શિવપદં લીટૌર્ભવૈર્યાત્યહો ... (૮) નૈવ રોગા નૈવશો કા ન કલહકલના નારિમારિપ્રચારા / નૈવ વ્યાધિનસિમાધિન ચ દર દુરિતે દુષ્ટ દારિદ્રતાનો // નૈવશાકિનન્યાગ્રહનો ન હરિકરિંગણા વ્યાલ વૈતાલ જાલા. જાયન્ત પાર્શ્વચિંતામણિનાતિવસતા: પ્રાણિનાં ભક્તિભાઓll...(૯) ગીર્વાણ દ્રુમધેનુકું ભમણિ યસ્તસ્યાંગણે રંગીણો | દેવા દાનવમાનવાઃ સવિનય તમૅહિત ધ્યાયિનઃ // લક્ષ્મીસ્તસ્ય વશાવશેવ ગુણિનાં બ્રહ્માંડ સંસ્થાયિની | શ્રી ચિંતામણી પાર્શ્વનાથ મનીશ સંસ્તૌતિયો ધ્યાયત //... (૧૦)
શ્રી વિમલ પાર્શ્વનાથ
૨૨૨
Page #247
--------------------------------------------------------------------------
________________
LE SOME ઈતિ જિનયતિપાર્થ: પાર્થ: પાર્શ્વખ્યયક્ષઃ | પ્રદાલીતÉરિતૌધઃ પ્રીણિત પ્રાણી સાથઃ | ત્રિભુવનજનવાંચ્છા દાની ચિંતામણિર્વા: | શિવપદ તરૂબીજે બોધિબીજે દદાતુ // ... (૧૧)
(આ સ્તોત્રનો નિરંતર પાઠ કરવાથી યશ, કીર્તિ, લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. તેમજ ધારેલું કાર્ય સિદ્ધ થાય છે. વિશેષ માર્ગદર્શન ગુરૂ ભગવંતો પાસેથી લેવું)
(૧) સુજાતાએ મધુર સ્વરે શ્રી પાર્શ્વ પ્રભુનું સ્તોત્ર ઉચ્ચાર્યુ હતું. સૌ ભક્તિમાં વિભોર બની ગયા હતા. બે દિવસ શંખેશ્વર રોકાઈને રમેશભાઈનો પરિવાર પુનઃ રાજકોટ પરત આવી ગયો. શ્રી વિમલ પાર્શ્વનાથ પ્રભુની ભક્તિ કરવાથી અંતરમન નિર્મળ બની જાય છે. - મંત્ર આરાધના
રી (૧) ૐ હ્રીં શ્રીં વિમલ પાર્શ્વનાથાય નમઃ (૨) ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં વિમલ પાર્શ્વનાથાય નમઃ | (૩) ૐ હ્રીં શ્રુ શ્ર શ્ર વિમલ પાર્શ્વનાથાય નમઃ |
ઉપરોક્ત ત્રણેય મંત્રો પ્રભાવક છે. આરાધકે કોઈપણ એક મંત્રના જાપ વહેલી સવારે ઊઠીને નિશ્ચિત સમયે અને સ્થાન પર બેસીને કરવા. વસ્ત્રો શુધ્ધ અને સ્વચ્છ હોવા જરૂરી છે. જાપ દરમ્યાન ધૂપ-દીપ ચાલુ રાખવા. મંત્ર આરાધનાથી મન નિર્મળ થાય છે. માનસિક શાંતિ મળે છે.
સંપર્કઃ શ્રી વિમલ પાર્શ્વનાથ જૈન દેરાસર વાણીયાવાડા, મુ. પો. છાણી જિ. વડોદરા (ગુજરાત)
શ્રી વિમલ પાર્શ્વનાથ
૨૨૩
Page #248
--------------------------------------------------------------------------
________________
શ્રી આનંદા પાર્શ્વનાથ બનાસકાંઠા (ગુજરાત)ના ઉંબરી ગામમાં શ્રી આનંદા પાર્શ્વનાથ પ્રભુનુ પ્રાચીન અને મુખ્ય જિનાલય આવેલું છે. પાટણથી રાધનપુરના રસ્તે ઉંબરી ગામ આવેલું છે. પાટણ, ભીલડીયાજી, રાધનપુર વગેરે તીર્થો નજીકમાં પડે છે. શ્રી આનંદા પાર્શ્વનાથ પ્રભુનું આ મુખ્યતીર્થ છે. આ ઉપરાંત સાંતાક્રુઝ(મુંબઈ)ના શ્રી કલિકુંડ પાર્શ્વનાથ જિનાલયની ભમતીના એક ગોખલામાં શ્રી આનંદા પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી બિરાજમાન છે.
શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહા પ્રાસાદ જિનાલયની ફરતી ભમતીમાં બોંતેરમી દેવકુલિકામાં શ્રી આનંદા પાર્શ્વનાથ પ્રભુની તેજોમય પ્રતિમાજીની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. - ઉંબરી ગામમાં ઘુમ્મટ બંધ જિનાલયમાં શ્વેત પાષાણના શ્રી આનંદા પાર્શ્વનાથ પ્રભુજીની પદ્માસનસ્થ અને સપ્તફણાથી અલંકૃત્ત પ્રતિમાજી બિરાજમાન છે. પ્રતિમાજીની ઊંચાઈ ૧૧ ઈંચ (ફણા સહિત ૧૩ ઇંચ) તથા પહોળાઈ નવ ઇંચની છે.
- આ તીર્થ અંગે કોઈ પ્રમાણભૂત માહિતી ઉપલબ્ધ નથી. શ્રી આનંદા પાર્શ્વનાથજીની પ્રતિમા પ્રાચીન હોવાનું મનાય છે. અનેક પ્રાચીન રચનાઓમાં શ્રી પાર્શ્વ પ્રભુનો “આનંદા” કે “આણંદા' નામોલ્લેખ થયો છે.
વિક્રમ સંવત ૧૯૦૪ની સાલમાં ઉંબરી ગામમાં આ ઘુમ્મટબંધ જિનાલય રચીને પરમાત્માને પ્રતિષ્ઠિત કરવામાં આવ્યા. વિક્રમ સંવત ૨૦૧૪માં જીર્ણોધ્ધાર થયો. આચાર્ય ભગવંત શ્રી જંબૂસૂરિશ્વરજી મહારાજાના વરદ હસ્તે આ જીર્ણોધ્ધાર થયેલા જિનાલયની પ્રતિષ્ઠા કરવામાં આવી. મુનિભગવંતો તથા કવિઓની પ્રાચીન રચનાઓમાં “શ્રી આનંદા પાર્શ્વનાથ' નો ઉલ્લેખ થયો છે.
શ્રી આનંદા પાર્શ્વનાથ
૨૨૪
Page #249
--------------------------------------------------------------------------
________________
શ્રી આનંદા પા ભક્તિ મુનિ ભગવંતોએ પોતાની રચનાઓમાં શ્રી આનંદા પાર્શ્વનાથ પ્રભુની ભક્તિ કરી છે. જે અહીં પ્રસ્તુત છે.
ગ્રામ ‘ઉંબરી’ મેં બિરાજે, ભવિક જનકો તારતે | કર્મક્ષય કરતે સદાહી, વાસના કો નિવા૨તે || ત્રિરત્ન કા કર દાન જો, કષાય સબ સંહારતે | ઐસે “શ્રી આનંદાપાર્થ' કો મૈં, ભાવ સે કરું વંદના //. થાકી ગયો છું એવો કે પ્રભુ, ઉંબરો પણ ડુંગર લાગે, ઉંબરી ગામથી આશિષ આપો, ડુંગરો પણ સુંદર લાગે, આનંદને પરમાનંદ મા પ્રભુ, તું વસે છે આનંદા, ‘આનંદા” પારસના ચરણમાં તન મન ધન અર્પણ સદા.
તે
(આ અજ્ઞાતતીર્થ પાટણની નજીક આવેલું છે. અહીંના પ્રતિમાજી અતિ પ્રાચીન અને ચમત્કારી છે.) પ્રભુ તુ સદાનંદ, તું ચિદાનંદ, તું સહજ આનંદ છે. પણ નાથ મારો જીવડો, એક વાસનાનો કંદ છે. મુજ કર્મકંદ ઉચ્છદશો, તો એ જ પરમાનંદ છે,
શ્રી આનંદા' પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના. થી શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં
બિરાજમાન શ્રી આનંદા પાર્શ્વનાથ ભારતવર્ષમાં જૈન ધર્મનો વિજયધ્વજ અતિ પ્રાચીન કાળથી લહેરાઈ રહ્યો છે. જૈનો વ્યવહાર કુશળ, ધર્મવત્સલ, અને કલાપ્રેમી રહ્યાં છે. ભારતમાં ધર્મપ્રિય
શ્રી આનંદા પાર્શ્વનાથ
૨૨૫
Page #250
--------------------------------------------------------------------------
________________
શ્રેષ્ઠીઓએ પ્રભુભક્તિ માટે ઠેરઠેર જિનાલયોના ભવ્ય નિર્માણ કરાવીને તેમાં શ્રી જિનેશ્વર ભગવંતોની દૈદીપ્યમાન, પરમ પ્રભાવક પ્રતિમાજીઓ બિરાજમાન કરાવી છે. આજે પણ પ્રાચીન જિનાલયો ભૂતકાળના દિવ્ય સંભારણાની માફક અડીખમ ઊભા છે. ભૌગોલિક પરિસ્થિતિ, આક્રમણ અને સ્થળાંતર જેવા કારણોથી અનેક જિનાલયો અદૃશ્ય થયા છે. પરંતુ તીર્થનું મહાભ્ય અને તેનો પ્રભાવ પ્રાચીન કાળથી અકબંધ રહ્યો છે. આજે પણ તેમાં જરાપણ ઘટાડો થયો નથી.
આજે શ્રી શંખેશ્વર તીર્થનો મહિમા દિન-પ્રતિદિન વધતો જાય છે. શ્રી પાર્થ પ્રભુના અન્ય તીર્થો પણ એટલાજ પ્રભાવક છે. શ્રી શંખેશ્વર તીર્થ અત્યંત પ્રાચીન છે. એનો ઈતિહાસ યુગો પૂર્વનો છે. આજે આ તીર્થ જાગૃત તીર્થસ્થાન છે. આ તીર્થસ્થાને હજારો યાત્રાળુઓની અવરજવર રહે છે. અને ભાવભરી ભક્તિથી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની સેવા-પૂજા-સ્તુતિ કરે છે. બાવીસમા તીર્થંકર શ્રી નેમિનાથ પ્રભુના કાળથી આ મહાતીર્થ અસ્તિત્વમાં છે.
પરમ પ્રભાવક શ્રી શંખેશ્વર તીર્થમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ - જિનાલય આવેલું છે. વિક્રમ સંવત ૨૦૪૫ મહાસુદ પાંચમના દિવસે આ મહાપ્રાસાદના પ્રેરક પ.પૂ. પ્રશાંતમૂર્તિ, તપાગચ્છ સૂર્ય, ગચ્છાધિપતિ આ.ભ. શ્રીમદ્ વિજય પ્રેમસૂરિશ્વરજી મહારાજા તથા પ.પૂ. આ. દેવ શ્રીમદ્ વિજય સુબોધ સૂરિવરજી મહારાજાના વરદ હસ્તે આ મહાપ્રાસાદ માં મૂળનાયક શ્રી ભક્તિ પાર્શ્વનાથ સાથે ૧૦૮ પાર્શ્વનાથ ભગવંતની અંજનશલાકા -પ્રતિષ્ઠાનો ભવ્ય મહોત્સવ ઉજવાયો હતો. લગભગ ૫૦ વિઘા ધરતી પર ૮૪૦૦૦ ચોરસ ફૂટના ઘેરાવામાં પથરાયેલું આ જિનાલય પા સરોવરની સ્મૃતિ કરાવે છે. પાર્શ્વનાથ પ્રભુના ૧૦૮ તીર્થોના એક સાથે દર્શન, પૂજન અને યાત્રાનો લાભ યાત્રાળુઓને મળી શકે છે. ૧૧૬ દેવકુલિકાઓના ૧૦૮ શિખરોથી અને ૮ સામરણોથી આ તીર્થ સુશોભિત છે. કલાત્મક ગર્ભદ્વાર, બબ્બે ચોકી મંડપ અને ઉંચા શિખરો ધરાવતાં ત્રણ દિશાના ત્રણ મહાધર પ્રાસાદ નાનામાં નાનું શિખર ૩૭ ફૂટ ઊંચું, અને સૌથી ઊંચું ૭૨ ફૂટનું છે. આ જિનાલયનો પ્રવેશદ્વાર ભવ્ય છે. | શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ - જિનાલયની ફરતી
શ્રી આનંદા પાર્શ્વનાથ
૨૨૬
Page #251
--------------------------------------------------------------------------
________________
ભમતીમાં બોતેરમી દેવકુલિકામાં શ્રી આનંદા પાર્શ્વનાથ પ્રભુ બિરાજમાન છે. પ્રતિમાજીની ઊંચાઈ ૩૧ ઈંચની છે. આ પ્રતિમાજી પદ્માસનસ્થ અને શ્વેત પાષાણની છે. અત્યંત મનોરમ્ય અને દર્શનીય છે. તેમજ શ્રી આનંદા પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી સપ્તફણાથી અલંકૃત છે તથા પરિકરથી પરિવૃત્ત છે.
મહિમા અપરંપાર અમદાવાદની ઝુંપડપટ્ટીમાં રીખવચંદ જૈન તથા તેમના પત્ની પ્રતિભા છેલ્લા દસ વર્ષથી રહેતા હતા. રીખવચંદભાઈ શેર સટ્ટાનું કામ કરતાં હતા. દસ વર્ષ સટ્ટામાં બધુ ગુમાવી બેઠા અને પોતાની ઓફિસ, બંગલો, ગાડી તેમજ પત્નીના દાગીના, ફીક્સ ડીપોઝીટ વગેરે ગુમાવી બેઠાં તેઓ પહેરેલ કપડે નીકળી ગયા. રીખવચંદ વધુ કમાઈ લેવાની લ્હાયમાં બધું ગુમાવી બેઠાં હતાં. અને રસ્તા પર આવી ગયા હતા. જ્યારે તેઓ એકદમ સુખી હતા ત્યારે દેરાસર કે ઉપાશ્રય જતાં નહોતા. તેઓ તેમાં શ્રધ્ધા ધરાવતા નહોતા. પરંતુ રસ્તે આવી ગયા પછી તેમનામાં શ્રી જિનેશ્વર દેવ પ્રત્યે શ્રધ્ધા વધી ગઈ હતી. તેમને સંતાનમાં કશું હતું નહિ.
પ્રતિભા સુશીલ અને ગુણીયલ નારી હતી. તે એક રૂમના ઘરમાં સીવણકામ કરીને થોડી ઘણી આવક ઊભી કરતી હતી. રીખવચંદ મજુરી કામ કરતો હતો. ઉપાશ્રયો કે સંઘો દ્વારા જ્યારે વિના મૂલ્ય ચીજ વસ્તુનું વિતરણ થાય ત્યારે તેઓ
ત્યાં પહોંચી જતાં અને જે કંઈ મળે તે લઈને આવતા. કરી | એક દિવસ પ્રતિભાએ કહ્યું : “છેલ્લા દસ વર્ષથી આપણી સ્થિતિમાં કશો ફરક પડયો નથી. હું એમ કહેવા માગતી નથી કે તમે મહેનત કરતાં નથી... પરંતુ દુઃખના દિવસો ક્યારે પૂરાં થશે ?'
“પ્રતિભા, દુઃખના દિવસો ક્યારે પૂરા થશે તે કેમ કહી શકાય? એક નાનકડી ભૂલે જીંદગી બદલાવી નાંખી. મારા મિત્રો, સગા-સ્નેહીઓએ પણ મોઢું ફેરવી લીધું છે. એટલું જ નહિ તેઓ મને ક્યાંય સ્થિર પણ થવા દેતા નથી. કોઈ જગ્યાએ નોકરી માટે જાઉં તો ઓળખાણ માંગે છે. સગા સ્નેહીઓના નામ આપું છું તો તેઓ મારા વિષે સારો અભિપ્રાય આપતાં નથી. આથી ક્યાંય સ્થિર નોકરી મળી
શ્રી આનંદા પાર્શ્વનાથ
૨૨૭
Page #252
--------------------------------------------------------------------------
________________
શકતી નથી. હવે તો મેં નોકરી મેળવવાના પ્રયત્નો પણ છોડી દીધા છે. અહીંથી નીકળીને પહેલાં શ્રી જિનેશ્વર ભગવંતના દર્શન કરવા પછી જ મજુરી કામ કરવું. આ નિયમ જાળવી રાખ્યો છે.''
અહીં બાજુના ઉપાશ્રયમાં જ્ઞાની ગુરૂ ભગવંત પધાર્યા છે. આપણે બપોરે તેમના વંદન કરવા જવું છે.' પ્રતિભા બોલી.
ભલે...બપોરે ત્રણ વાગે જઈશું...” રીખવચંદે કહ્યું.
અને એ જ દિવસે બપોરે ત્રણ વાગે ઝુંપડપટ્ટીના આગળના ભાગે આવેલા ઉપાશ્રયમાં રીખવચંદ અને પ્રતિભા દર્શનાર્થે ગયા. તેઓએ અત્યંત શ્રધ્ધા સાથે વંદના કરી. ત્યારે ઉપાશ્રયમાં અન્ય કોઈ હતું નહિ.
આ બન્ને પતિ-પત્નીએ ગુરૂદેવની સાતા પૂછી પછી રીખવચંદે પોતાનો પરિચય આપ્યો. - ગુરૂદેવ, આ ઉપાશ્રયના પાછળના ભાગે આવેલ ઝુંપડપટ્ટીમાં છેલ્લા દસેક વર્ષથી રહીએ છીએ. ધંધામાં બધું ગુમાવી દીધું. તેથી સંજોગો વિપરીત થયા અને ત્યાં રહેવા જવું પડ્યું.'
ગુરૂદેવે બન્નેના મસ્તક પર વાસક્ષેપ છાંટ્યો. પછી ગુરૂદેવે કંઈક વિચારીને કહ્યું: “રીખવભાઈ, તમે એક કામ કરો. તમે શ્રી આનંદા પાર્શ્વનાથ પ્રભુના જાપ કરો. બન્ને કરશો તો સારૂ રહેશે. અઠ્ઠમ તપની આરાધના કરો તેમજ શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદની ફરતી ભમતીમાં શ્રી આનંદા પાર્શ્વનાથ પ્રભુની દેરી છે ત્યાં અઠ્ઠમ તપ કર્યા પછી દર્શન કરી આવજો . અટ્ટમ તપનું પારણું પણ ત્યાં જ કરજો. શ્રી આનંદા પાર્શ્વનાથ પ્રભુની ભક્તિથી તમારા જીવનમાં ફરીથી આનંદ, હર્ષ, મંગલ છવાઈ જશે.”ાડા
રીખવચંદ અને પ્રતિભા આ સાંભળીને ગુરૂદેવને પુનઃ વંદન કર્યા. તેમની આંખોમાંથી આંસુ ઉમટી આવ્યા.
ગુરૂદેવે કહ્યું : “રીખવચંદ, આ સંસારમાં દરેક જીવને તડકો-છાંયો અનુભવવો પડે છે. તારા દુઃખના દિવસો હવે પૂરા થવામાં છે. શ્રી આનંદા પાર્શ્વનાથ પ્રભુની ભક્તિ તારા જીવનમાં આનંદની વર્ષા કરશે.”
શ્રી આનંદા પાર્શ્વનાથ
૨૨૮
Page #253
--------------------------------------------------------------------------
________________
થોડીવાર રહીને બન્ને પતિ-પત્ની પોતાના સ્થાને આવ્યા. પોતાની રૂમ પર આવ્યા પછી બન્નેએ સ્વચ્છ વસ્ત્રો ધારણ કરીને શ્રી આનંદા પાર્શ્વનાથની માળા ગુરૂદેવના કહેવા અનુસાર શરૂ કરી દીધી. રોજની અગિરાય માળા ગણવા માટે જણાવેલું બન્નેએ શ્રધ્ધા સાથે જાપ કર્યા.
એ સાંજે જ બન્નેએ નક્કી કર્યું કે આવતી કાલથી અઠ્ઠમ તપનો આરંભ કરવો. બન્નેએ અઠ્ઠમ તપ કર્યો. ત્રણ દિવસ સુધી ગુરૂદેવ પાસે જઈને પચ્ચખાણ લઈ આવતાં હતા. ચોથે દિવસે બન્ને શંખેશ્વર ગયા. ત્યાં સવારે શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુના દર્શન કરીને તેમજ ખાસ શ્રી આનંદા પાર્શ્વનાથ પ્રભુના દર્શન-વંદન કરીને પછી ભોજનશાળામાં આવીને પારણું કર્યું.
રીખવચંદ અને પ્રતિભાએ પારણું કરી લીધા પછી પાછા ધર્મશાળામાં આવ્યા. બન્નેએ સ્નાન કરીને પૂજાના વસ્ત્રો ધારણ કર્યા. પૂજાના વસ્ત્રો પેઢીમાંથી મેળવ્યા હતા. બન્નેએ શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુની પૂજા કરી. શ્રી આનંદા પાર્શ્વનાથ પ્રભુની ભક્તિ અને સેવા પૂજા કરી. ત્યારબાદ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની સેવા પૂજા કરી આવ્યા. પછી ધર્મશાળામાં આવ્યા. એ
બપોરે ભોજનશાળામાં થોડું ઘણું વાપરીને બપોરની બસમાં અમદાવાદ જવા નીકળી ગયા. સાંજે અમદાવાદ પહોંચી ગયા. રાતે ગુરૂદેવના દર્શન કરી આવ્યા અને બધી વાત કરી.
બીજે દિવસે ઝુપડપટ્ટીમાં રીખવચંદનું સરનામું શોધતો ટપાલી આવી ચડ્યો. નસીબજોગે ટપાલી આવ્યો ત્યારે રીખવચંદ ઘેર જ હતો.
1 ટપાલી બોલ્યો : “ભાઈ, તમારું સરનામું શોધતાં નાકે દમ આવી ગયો. માંડ માંડ તમારો પત્તો લાગ્યો...”
‘પણ મને તો કોઈ ટપાલ લખનારૂં છે નહિ. છેલ્લા દસ વર્ષમાં કોઈની ટપાલ આવી નથી...”
રીખવચંદ જૈન તો તમે જ ને .. !'
હા...' ‘તમારા નામનું રજીસ્ટર એ.ડી. છે. આ ટપાલ તમને હાથોહાથ આપવાની
શ્રી આનંદા પાર્શ્વનાથ
૨૨૯
Page #254
--------------------------------------------------------------------------
________________
હોય છે. તમે અહીં સહી કરો...' ટપાલી બોલ્યો.
રીખવચંદે ટપાલીએ કહ્યું તે રીતે સહી કરી. ટપાલી ચાલ્યો ગયો. રીખવચંદે ટપાલ ખોલીતો તેની પોલીસી પંદર વર્ષ પહેલાં મૂકી હતી તે પાકી ગઈ હતી. આ વાત તેને યાદ જ નહોતી. તેણે જોયું કે પચ્ચીસ લાખ રૂપિયા મળવાને પાત્ર થતા હતા. રીખવચંદ અને પ્રતિભાના ચહેરા પર આનંદ છવાઈ ગયો. શ્રી આનંદા પાર્શ્વનાથ અને ગુરૂદેવનું સ્મરણ કરીને વંદન કર્યા.
રીખવચંદ અને પ્રતિભા ગુરૂદેવને વંદન કરવા ગયા. અને બધી વાત કરી. ગુરૂદેવ હસી પડ્યા : “ભાઈ, હવે ચિંતા કરીશ નહિ... બધું ગોઠવાઈ જશે.”
એ જ દિવસે રીખવચંદે પોલીસનો ચેક પોતાના ખાતામાં જમા કરાવ્યો. તેમાંથી તેણે નાનકડો ફલેટ અને એક ઓફિસ લઈ લીધી. તોય પાંચ લાખ રૂપિયા બચ્યા હતા. રીખવચંદ ફરીને શેરબજારમાં આવી ગયો અને નાના પાયે ધંધો શરૂ કર્યો. માત્ર બે વર્ષમાં પોતાનો જૂનો બંગલો ખરીદી લીધો. ગાડી લઈ લીધી. અને પહેલાંથી પણ સારી પરિસ્થિતિ થઈ ગઈ. | બન્ને પતિ-પત્ની દર પુનમે શંખેશ્વર જવાનું ચૂકતા નહોતા તેમજ શ્રી આનંદા પાર્શ્વનાથ પ્રભુના જાપ કરવાનું ચૂકતા નહોતા. હવે તો તેઓ ધર્મકાર્યમાં પણ માતબર રકમ વાપરતાં હતા. તેમણે શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદમાં પણ મોટી રકમ ધર્મકાર્ય માટે આપી હતી. એટલું જ નહિ બન્ને પેલા ગુરૂદેવને પણ ભૂલ્યા નહોતા. તેમના આશીર્વાદથી જ ફરીને સુખના દિવસો શરૂ થયા હતા. તેઓ ગુરૂદેવ કહે ત્યાં રકમ વાપરવા સદાય તત્પર રહેવા માંડ્યા. શ્રી આનંદા પાર્શ્વનાથ પ્રભુની ભક્તિથી જીવનમાં આનંદ-મંગલના સૂર રેલાયા વિના રહેતા નથી.
શ્રી આનંદા પાર્શ્વનાથ
૨૩૦
Page #255
--------------------------------------------------------------------------
________________
મંત્ર આરાધના
(૧) ૩ૐ હ્રીં શ્રીં આનંદા પાર્શ્વનાથાય નમઃ | | (૨) ૐ હ્રીં શ્રીં હ્રીં શ્ર આનંદા પાર્શ્વનાથાય નમઃ | (૩) ૐ હ્રીં શ્રીં Ø Ø આનંદા પાર્શ્વનાથાય નમઃ |
ઉપરોક્ત ત્રણેય મંત્રો મહાપ્રભાવક છે. આ મંત્રજાપથી જીવન મંગલમય અને તેજસ્વી બને છે. દરરોજ વહેલી સવારે નિશ્ચિત સમયે અને સ્થાન પર બેસીને ઓછામાં ઓછી એક માળા તો અવશ્ય કરવી. જાપ દરમ્યાન અખંડ ધૂપ-દીપ રાખવા. વસ્ત્રો શુધ્ધ અને સ્વચ્છ ધારણ કરવા. મંત્ર આરાધનાથી જીવનમાં સુખ શાંતિ અને મંગલ પ્રસરે છે.
સંપર્કઃ
શ્રી આનંદા પાર્શ્વનાથ જૈન શ્વેતામ્બર ઉંબરી જૈન સંઘ
| મુ.ઊંબરી તા. કાંકરેજ, જી. બનાસકાંઠા (ગુજરાત) - ૩૮૫૫૫૦ ફોન : (૦૨૭૪૯) ૨૩૫૧૨૬, ૨૩૫૧૩૦
કિમી
શ્રી આનંદા પાર્શ્વનાથ
૨૩૧
Page #256
--------------------------------------------------------------------------
________________
શ્રી સોગડિયા પાર્શ્વનાથ
રાજસ્થાનના પાલી જિલ્લાના દેસૂરી તાલુકા નાડલાઈ ખાતે શ્રી સોગઠિયા પાર્શ્વનાથ પ્રભુનું મુખ્ય તીર્થધામ આવેલું છે. આ તીર્થ જેઓલ પર્વતની તળેટીમાં, ઘંઘવાડીની બાજુમાં છે. અન્યત્ર આ નામના પાર્શ્વનાથ શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ-જિનાલયની ફરતી ભમતીમાં તોંતેરમી દેવકુલિકામાં બિરાજમાન છે.
આ તીર્થના દર્શનાર્થે જવા માટે રાણી રેલ્વે સ્ટેશનથી ૨૫ કિ.મી. ના અંતરે તથા ફાલના રેલ્વે સ્ટેશનથી ૪૦ કિ.મી. ના અંતરે આ તીર્થ આવેલું છે. અહીં સાત જિનાલયો છે. ગામમાં બે અને ટેકરી પર બે જિનાલયો છે. અહીંથી નાડોલ તીર્થ નજીક છે.
આ તીર્થભૂમિ પર શાસન પ્રભાવક આચાર્યોની પધરામણી થઈ છે. કારતકી પુનમ અને ચૈત્રી પુનમના દિવસે અહીં મેળો ભરાય છે. ધર્મશાળાભોજનશાળાની સુંદર વ્યવસ્થા છે.
નાડલાઈ નગરમાં શ્રી સોગઠિયા પાર્શ્વનાથ પ્રભુ કલાત્મક પરિકર સાથે દીપી રહ્યાં છે. ભવ્ય શિખરબંધી જિનાલયના મૂળનાયક રૂપે શ્રી સોગઠિયા પાર્શ્વનાથ પ્રભુ બિરાજમાન છે. શ્વેત પાષાણની, પાંચફણાથી વિભૂષિત, પદ્માસનસ્થ આ પ્રતિમાજીની ઊંચાઈ ૨૭ ઈંચ અને પહોળાઈ ૨૩ ઈંચની છે.
નાડલાઈના અનેક પ્રાચીન નામો રહ્યાં હતા. જેમાં નાડુલાઈ, નારદપુરી, નંદકુલવતી, વલ્લભપુર કેનડુડાલિકા નામો હતા પણ આજે આ નગરનાડલાઈ તરીકે ઓળખાય છે.
- ઈતિહાસના કથન અનુસાર આ નગર નારદે વસાવેલું. તેથી નારદપુરી નામ હતું. અહીંના પર્વત પર શ્રીકૃષ્ણના પુત્ર પ્રદ્યુમ્નકુમારે ભવ્ય શિખરબંધી જિનાલયનું નિર્માણ કરાવેલું અને તેમાં શ્રી નેમિનાથ પ્રભુની દિવ્ય પ્રતિમાજીની પ્રતિષ્ઠા કરાવી હતી. આમ આ નગર અતિ પ્રાચીન હોવાનું માનવામાં આવે
શ્રી સોગઠિયા પાર્શ્વનાથ
૨૩૨
Page #257
--------------------------------------------------------------------------
________________
છે. આ નગરની બે બાજુની ટેકરીઓ શત્રુંજય અને ગિરનારના નામથી જાણીતી છે. જેનલ ટેકરીને શત્રુંજયથી ઓળખવામાં આવે છે. અહીં શ્રી આદિનાથ પ્રભુનું જિનાલય છે. જ્યારે ગિરનાર ટેકરી પર શ્રી હીર વિજયસૂરિશ્વરજી મહારાજાને પંન્યાસ અને ઉપાધ્યાય પદવી આપવામાં આવેલી હતી. જૈનશાસન પ્રભાવક આ. શ્રી વિજયસેનસૂરિશ્વરજી મહારાજની જન્મભૂમિ નાડલાઈ છે. અહીં શિવ ધર્મ પાળતાં કેશવયોગીને વાદમાં પરાજિત કરીને આચાર્ય ભગવંત શ્રી યશોભદ્રસૂરિજી મહારાજે જૈન શાસનનો વિજય ધ્વજ ફરકાવ્યો હતો. તે પ્રસંગનું સાક્ષીરૂપ બનેલું શ્રી આદિનાથ પ્રભુનું જિનાલય આજે પણ અતીતના ભવ્ય સંભારણા સાથે અડીખમ ઊભું છે.
જેનલ ટેકરીના મૂળમાં શ્રી સોગઠિયા પાર્શ્વનાથ પ્રભુનું ભવ્ય શિખરબંધી જિનાલય શ્રધ્ધાળુઓને પ્રેરણા આપનારું છે. આ જિનાલયનું બાંધકામ દશમા સૈકામાં થયાનું માનવામાં આવે છે. આ તીર્થના પાર્શ્વનાથને આજે પણ “સોગઠિયા પાર્શ્વનાથ' તરીકે જ જાણવામાં આવે છે. આ નામનું રહસ્ય હજુ પ્રગટ થયું નથી. આ પ્રતિમાજી જમીનમાંથી પ્રગટ થઈ હતી અને મહારાજા સંપ્રતિના કાળની આ પ્રતિમાજી હોવાનું જણાય છે.
અનેક જૈનાચાર્યો, મુનિવરો અને કવિઓએ શ્રી સોગઠિયા પાર્શ્વનાથ તીર્થ અને પરમાત્માની સ્તુતિ ગાઈ છે.
વિશેષ જાણકારી તમારા અહીં વિવિધ પુસ્તક - પુસ્તિકામાંથી ઉદ્ભૂત કરેલી માહિતી પ્રસ્તુત છે. ઈતિહાસ કહે છે કે નારદે વસાવેલી આ નાદરપુરીના નિકટવર્તી ગિરિશ્ચંગ પર શ્રીકૃષ્ણના પુત્ર પ્રદ્યુમ્નકુમારે ભવ્ય શિખરબંધી જિનપ્રાસાદનું નિર્માણ કરાવી, પરમ યોગીશ્વર શ્રી નેમિનાથ પ્રભુની પ્રભાવપૂર્ણ પ્રતિમાને પ્રતિષ્ઠિત કરાવી, આ ઈતિહાસ, આ નગર અતિ પ્રાચીન હોવાનું અનુમાન કરવા પ્રેરે છે. આ નગરની નિકટવર્તી બે ટેકરીઓ અનુક્રમે શત્રુંજય અને ગિરનારના
શ્રી સોગઠિયા પાર્શ્વનાથ
૨૩૩
Page #258
--------------------------------------------------------------------------
________________
નામથી પ્રસિધ્ધ છે. અહીં વિક્રમસંવત ૧૬૦૭માં શ્રી હરિ વિજયસૂરિજીને પંન્યાસ તથા ઉપાધ્યાય પદથી વિભૂષિત કરવામાં આવ્યા હતા. જેનલ પર્વતના મૂળમાં શ્રી સોગઠિયા પાર્શ્વનાથ પ્રભુનું ભવ્ય શિખરબંધ જિનાલય આવેલું છે. આ જિનપ્રાસાદનું સ્થાપત્ય દશમાં સૈકાનું જણાય છે..
(૨) નાડલાઈ ગામની બહાર, પર્વતો ઉપર અને તળેટીમાં, અહીં બધા મળીને દસેક દેરાસરો (પર્વત પર બે, તળેટીમાં સાત અને ગામમાં એક) છે. બે પર્વતો ઉપર ગિરનાર અને શત્રુંજય તીર્થની રચનાઓ છે. શ્રી નેમિનાથ ભગવાનનું જિનાલય શ્રી નારદજીએ વસાવેલા આ ગામમાં શ્રીકૃષ્ણના પુત્ર પ્રદ્યુમ્નકુમારે કરાવેલ છે. ગામમાં આવેલ શ્રી આદિનાથ ભગવાનનું મંદિર વિક્રમ સંવત ૯૫૦માં શ્રી યશોભદ્રસૂરિજી મહારાજે પોતાની વિદ્યાશક્તિથી વલ્લીપુરથી લાવ્યા હોવાનું બતાવાય છે. યાદવ ટેકરી તેમજ શત્રુંજય ટેકરી વચ્ચેના પહાડોનું, દેરાસરોનું સૌદર્ય ખૂબ જ સુંદર છે. ગામમાં શ્રી આદિનાથ ભગવાનના મંદિરમાં વિશાળ રંગમંડપમાં ચિત્રકામ પ્રાચીન હોવા છતાં અત્યંત સુંદર છે. ડુંગર ઉપર એક હાથીની પ્રતિમાજી છે. ગામમાં રહેવા અને જમવાની સગવડો છે. આ સ્થળ અત્યંત પ્રાચીન અને સુંદર છે. રાણી ૨૮ કિ.મી., ફાલના ૪૦ કિ.મી. દેસુરી ૬ કિ.મી., ધાણરાવ ૧૩ કિ.મી. દૂર છે. બન્ને પહાડો ઉપર જતાં આવતાં દોઢેક કલાકનો સમય લાગે છે. ચઢાણ કઢિન નથી. પગથિયાં બનાવેલાં છે. જેનલ પર્વતના મૂળમાં શ્રી સોગઠિયા પાર્શ્વનાથ પ્રભુનું શિખરબંધી જિનાલય આવેલું છે.
શ્રી સોગઠિયા પાર્શ્વનાથ પ્રભુ વિષે ગુરૂ ભગવંતોએ મહિમા ગાન કર્યું છે.
ચાર ગતિ સે જો જગતકો, નિત્ય સત્વર તારતે / ભૂમિ સે પ્રકટે જો સ્વામી, મતિ હમારી સુધારતે || હો દયાલુ પરમ જિનવર, કષાય મેરે મારતે | ઐસે શ્રી સોગઠિયા પાર્થ કો મૈં ભાવસે કરું વંદના ||
શ્રી સોગઠિયા પાર્શ્વનાથ
૨૩૪
Page #259
--------------------------------------------------------------------------
________________
નાખો એવી ધર્મ સોગઠી, કર્મ શકુની હાર ગણે, હાર બતાવો મોહને એવી, ધોળા દિવસે તારા ગણે, નાડલાઈના રાજા છો મુજ આડોડાઈ દૂર કરો, ‘સોગઠિયા' પા૨સના ચરણમાં તનમનધન અર્પણ સદા.
શ્રી સોગઠિયા પાર્શ્વનાથ જમીનમાંથી પ્રગટ્યા હતા. આ પ્રતિમાજી સંપ્રતિકાલીન જણાય છે. જેસલ પર્વતના મૂળમાં આ જિનાલયનું સ્થાપત્ય ૧૦માં સૈકાનું જણાય છે.
ચોપાટ ચાર ગતિ તણી ખેલું પ્રભુ સંસારમાં, મુજ સોગઠી જિતાડજો, પહોંચાડજો તુ જ દ્વારમાં, જેખલગિરિના મૂળમાં જે જમીનમાંથી પ્રગટતા, ‘સોગઠિયા’પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં બિરાજમાન શ્રી સોગઠિયા પાર્શ્વનાથ
ભારતવર્ષમાં જૈન ધર્મનો વિજયધ્વજ અતિ પ્રાચીન કાળથી લહેરાઈ રહ્યો છે. જૈનો વ્યવહાર કુશળ, ધર્મવત્સલ, અને કલાપ્રેમી રહ્યાં છે. ભારતમાં ધર્મપ્રિય શ્રેષ્ઠીઓએ પ્રભુભક્તિ માટે ઠેરઠેર જિનાલયોના ભવ્ય નિર્માણો કરાવીને તેમાં શ્રી જિનેશ્વર ભગવંતોની દૈદીપ્યમાન, પરમ પ્રભાવક પ્રતિમાજીઓ બિરાજમાન કરાવી છે. આજે પણ પ્રાચીન જિનાલયો ભૂતકાળના દિવ્ય સંભારણાની માફક અડીખમ ઊભા છે. ભૌગોલિક પરિસ્થિતિ, આક્રમણ અને સ્થળાંતર જેવા કારણોથી અનેક જિનાલયો અદૃશ્ય થયા છે. પરંતુ તીર્થનું મહાત્મ્ય અને તેનો પ્રભાવ પ્રાચીન કાળથી અકબંધ રહ્યો છે. આજે પણ તેમાં જરાપણ ઘટાડો થયો નથી.
આજે શ્રી શંખેશ્વર તીર્થનો મહિમા દિન-પ્રતિદિન વધતો જાય છે. શ્રી પાર્શ્વ પ્રભુના અન્ય તીર્થો પણ એટલાંજ પ્રભાવક છે. શ્રી શંખેશ્વર તીર્થ અત્યંત
૨૩૫
શ્રી સોગઠિયા પાર્શ્વનાથ
Page #260
--------------------------------------------------------------------------
________________
પ્રાચીન છે. એનો ઈતિહાસ યુગો પૂર્વનો છે. આજે આ તીર્થ જાગૃત તીર્થસ્થાન છે. આ તીર્થસ્થાને હજારો યાત્રાળુઓની અવરજવર રહે છે. અને ભાવભરી ભક્તિથી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની સેવા-પૂજા-સ્તુતિ કરે છે. બાવીસમા તીર્થકર શ્રી નેમિનાથ પ્રભુના કાળથી આ મહાતીર્થ અસ્તિત્વમાં છે.
પરમ પ્રભાવક શ્રી શંખેશ્વર તીર્થમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ – જિનાલય આવેલું છે. વિક્રમ સંવત ૨૦૪૫ મહાસુદ પાંચમના દિવસે આ મહાપ્રાસાદના પ્રેરક પ.પૂ. પ્રશાંતમૂર્તિ, તપાગચ્છ સૂર્ય, ગચ્છાધિપતિ
આ.ભ. શ્રીમદ્ વિજય પ્રેમસૂરિશ્વરજી મહારાજા તથા પ.પૂ. આ. દેવ શ્રીમદ્ વિજય સુબોધ સૂરિવરજી મહારાજાના વરદ હસ્તે આ મહાપ્રાસાદ માં મૂળનાયક શ્રી ભક્તિ પાર્શ્વનાથ સાથે ૧૦૮ પાર્શ્વનાથ ભગવંતની અંજનશલાકા -પ્રતિષ્ઠાનો ભવ્ય મહોત્સવ ઉજવાયો હતો. લગભગ ૫૦ વિઘા ધરતી પર ૮૪OO૦ ચોરસ ફૂટના ઘેરાવામાં પથરાયેલું આ જિનાલય પદ્મ સરોવરની સ્મૃતિ કરાવે છે. પાર્શ્વનાથ પ્રભુના ૧૦૮ તીર્થોના એક સાથે દર્શન, પૂજન અને યાત્રાનો લાભ યાત્રાળુઓને મળી શકે છે. ૧૧૬ દેવકુલિકાઓના ૧૦૮ શિખરોથી અને ૮ સામરણોથી આ તીર્થ સુશોભિત છે. કલાત્મક ગર્ભદ્વાર, બબ્બે ચોકીમંડપ અને ઉંચા શિખરો ધરાવતાં ત્રણ દિશાના ત્રણ મહાધર પ્રાસાદ નાનામાં નાનું શિખર ૩૭ ફૂટ ઊંચું, અને સૌથી ઊંચું ૭૨ ફૂટનું છે. આ જિનાલયનો પ્રવેશદ્વાર ભવ્ય છે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ – જિનાલયની ફરતી ભમતીમાં તોતેરમી દેવકુલિકામાં શ્રી સોગઠિયા પાર્શ્વનાથ પ્રભુ બિરાજમાન છે. પ્રતિમાજીની ઊંચાઈ ૩૧ ઈંચની છે. આ પ્રતિમાજી પદ્માસનસ્થ અને શ્વેત પાષાણની છે. અત્યંત મનોરમ્ય અને દર્શનીય છે. આ પ્રતિમાજી સપ્તફણાથી અલંકૃત છે તેમજ સુંદર પરિકરથી પરિવૃત્ત છે. આ પ્રતિમાજીના દર્શન-વંદન કરવાથી સર્વ મનોકામના પૂર્ણ થાય છે.
શ્રી સોગઠિયા પાર્શ્વનાથ
૨૩૬
Page #261
--------------------------------------------------------------------------
________________
શ્રી પાર્શ્વ પ્રભુ પ્રાર્થના પ્યારો પ્યારો રે મને પ્યારો રે વ્હાલા પાર્થ નિણંદ મને પ્યારો રે તારો તારો રે મને તારો રે મારા ભવના દુઃખડા વારો રે...૧ કાશીદેશ વારાણસી નગરી, અશ્વસેન કુલ સોહીએ રે પાર્શ્વકિર્ણદા વામાનંદા મારા વ્હાલા, દેખત જગજન મોહિએ રે...૨ છપ્પન દિકુમારી મળી આવે, પ્રભુજીને હુલરાવે રે થઈ થઈ નાચ કરે મારા વ્હાલા હરખે જિનગુણ ગાવે રે....૩ કમઠ હઠ ગાળ્યો પ્રભુ પાર્શ્વ બળતો ઉગાર્યો ફણી નાગ રે દિયો સાર નવકાર નાગકુમાર ધરણેન્દ્ર પદ પાયો રે...૪ દીક્ષા લઈ પ્રભુ કેવલ પાયો, સમવસરણ મેં સોહાયો રે, દીયે મધુર ધ્વનિ દેશના પ્રભુ ચૌમુખ ધર્મ સુણાયો રે...૫ કર્મ ખપાવી શિવપુર જાવે, અજર અમર પદ પાવે રે, જ્ઞાન અમૃત રસ ફરસે મારા વ્હાલા, જયોતિ સે જ્યોતિ મિલાવે રે....૬
/
મંત્ર આરાધના
(૧) ૐ હ્રીં શ્રીં સોગઠિયા પાર્શ્વનાથાય નમ: (૨) ૐ હ્રીં શ્રીં શ્રીં સોગઠિયા પાર્શ્વનાથાય નમઃ |
ૐ હ્રીં શ્રીં શ્રીં શ્રીં સોગઠિયા પાર્શ્વનાથાય નમઃ | ઉપરોક્ત ત્રણેય મંત્રો અત્યંત પ્રભાવક છે. શ્રધ્ધા અને ભક્તિથી કોઈપણ
શ્રી સોગઠિયા પાર્શ્વનાથ
૨૩૭
Page #262
--------------------------------------------------------------------------
________________
એક મંત્રનો જાપ કરવો. મંત્ર જાપથી વાતાવરણમાં પવિત્રતા ફેલાય છે. મંત્રની સાધના, આરાધના કે ઉપાસના દ્વારા વિશિષ્ટ શક્તિ ઉત્પન્ન થાય છે. અને તે અમુક અમુક પ્રકારનું કાર્ય કરે છે. આ કાર્ય એટલું ઝડપથી થાય છે તેની આપણને કલ્પના પણ આવી શકે નહિ. છતાં દૃષ્ટાંતથી કહેવું હોય તો એમ કહી શકીએ કે જેમ ઈલેકટ્રીક સ્વીચ દબાવીએ અને લાઈટ (દીવો) થાય છે તેમ સિધ્ધમંત્રનો પાઠ કરીએ કે ધારેલું પરિણામ આવીને ઊભું રહે છે.
ઉપરોક્ત ત્રણેય મંત્રોમાંથી કોઈપણ એક મંત્રને અંગીકાર કરીને દરરોજ વહેલી સવારે નિશ્ચિત સમયે અને સ્થાન પર બેસીને મંત્ર જાપ કરવા. મુખ પૂર્વ દિશા તરફ રાખવું. મંત્રજાપ કરતી વખતે મનની સ્થિરતા રહેવી જરૂરી છે. મંત્ર આરાધના વખતે ધુપ-દીપ અખંડ રાખવા. સામે પાર્શ્વનાથ પ્રભુની છબી રાખવી અથવા જિનાલયમાં બેસીને મંત્ર આરાધના કરવી. મંત્ર આરાધનાથી સર્વ પ્રકારના મંગલ જોવા મળે છે.
સંપર્કઃ
શ્રી સોગઠિયા પાર્શ્વનાથ જૈન શ્વેતાંબર મંદિર ઘંઘવાડીની બાજુમાં, મુ. નાડલાઈ. તા. દેસૂરી, જી. પાલી, વાયા રાણી (રાજસ્થાન).
શ્રી સોગઠિયા પાર્શ્વનાથ
૨૩૮
Page #263
--------------------------------------------------------------------------
________________
શ્રી વિઘ્નહરા પાર્શ્વનાથ | ગુજરાતના સુરતની બાજુમાં આવેલ રાંદેર ગામમાં શ્રી વિઘ્નહરા પાર્શ્વનાથ પ્રભુનું મુખ્ય તીર્થ આવેલું છે. સુરત રેલ્વે સ્ટેશનથી આ તીર્થસ્થળ નજીક છે. બસ, રીક્ષા દ્વારા રાંદેર જઈ શકાય છે. સુરતથી છ કિ.મી.ના અંતરે આવેલું રાંદેર નદી કિનારે આવેલ છે.
રાંદેરમાં પાંચ ભવ્ય જિનાલયો છે. અહીં ઉપાશ્રય અને ધર્મશાળા છે. સુરતથી અનેક જૈનો રાંદેરના ચૈત્યોને જુહારવા આવે છે.
શ્રી વિઘ્નહરા પાર્શ્વનાથજીના અન્ય તીર્થધામોમાં (૧) મંદસૌરથી ૧૬ માઈલ દૂર આવેલા દેવગઢ તથા ઉદેપુરમાં શ્રી વિઘ્નહરા પાર્શ્વનાથના જિનાલયો છે. વાલકેશ્વર (મુંબઈ)ના બાબુના દેરાસરમાં શ્રી વિઘ્નહરા પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી છે. અંતરિક્ષજી સહિત અન્ય સ્થળોએ શ્રી વિષ્નહરા પાર્શ્વનાથજીની પ્રતિમાજીઓ છે.
શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ જિનાલયની ફરતી ભમતીમાં ચુમોતેરમી દેવકુલિકામાં શ્રી વિષ્નહરા પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી બિરાજમાન છે.
રાંદેર ગામ સુરતનું એક પરા જેવું છે. પ્રાચીન તીર્થમાલાના સ્તવનોમાં રાંદેરનો ઉલ્લેખ જોવા મળે છે. રાંદેરના નિશાળ ફળિયામાં આવેલ જિનાલયમાં મૂળનાયક શ્રી આદિનાથ પ્રભુની જમણી બાજુએ શ્રી વિઘ્નહરા પાર્શ્વનાથજીની દિવ્ય અને ભવ્ય શ્યામ વર્ણની, પદ્માસનસ્થ પ્રતિમાજી પ્રતિષ્ઠિત છે. બન્ને બાજુ બે નાનાં જિનબિંબ છે. વિક્રમ સંવત ૧૭૯૩માં રાંદેરમાં ચૌદ દેરાસર અને ૧૪૩ જિનબિંબ હોવાનો ઉલ્લેખ કર્કમતી લાઘાશાહ વિરચિત સુરત ચૈત્ય પરિપાટીમાં કર્યો છે.
- આ જિનાલયમાં મૂળનાયક શ્રી આદિશ્વર દાદા છે. પ્રતિમાજી પર ૧૬૮૩નો ઉલ્લેખ છે. સંવત ૧૮૦૦ની આસપાસ આ જિનાલય શ્રી સંઘે બંધાવેલું છે. અહીંનું શ્રી નેમિનાથજીનું જિનાલય ઘણું પ્રાચીન છે. અહીંના શ્રી વિઘ્નહરા પાર્શ્વનાથજી ૩૦૦ વર્ષ જેટલા પ્રાચીન ગણાય છે. ભક્તોના વિપ્નો
શ્રી વિઘ્નહરા પાર્શ્વનાથ
૨૩૯
Page #264
--------------------------------------------------------------------------
________________
દૂર થયેલા હોવાના કારણે “શ્રી વિઘ્નહરા પાર્શ્વનાથ' નામ યથાર્થ છે.
| વિક્રમ સંવત ૧૬૩૮માં મહોપાધ્યાય શ્રી વિનયવિજયજી મહારાજ રાંદેરમાં ચાતુર્માસ અર્થે રહેલા. અહીં રહીને તેમણે શ્રીપાળ મહારાજાના રાસની રચના કરી હતી. અને અહીંજ કાળધર્મ પામેલા હતા. તેમણે વિક્રમ સંવત ૧૬૮૯માં રચેલી કૃતિ “શ્રી સૂર્યપુર ચૈત્ય પરિપાટી” માં રાંદેરના ચૈત્યોનો જુહાર્યા છે. એ સિવાય અન્ય જૈન મુનિ ભગવંતોની રચનાઓમાં શ્રી વિઘ્નહરા પાર્શ્વનાથજી તીર્થનો ઉલ્લેખ થયો છે. શ્રી આદિનાથ નેમનાથ જૈન દેરેસરની પેઢી આ તીર્થનો વહિવટ કરે છે.
વિશેષ જાણકારી અહીં વિવિધ પુસ્તક - પુસ્તિકાઓ માંથી ઉદ્દધૃત્ત કરેલી માહિતી પ્રસ્તુત
(૧) સુરતની પાડોશમાં આવેલ રાંદેર પ્રાચીન છે. પાંચ મનોહર જિનાલયો આ ગામના જૈનોની ધર્મપ્રિયતાના સાક્ષી છે. અને પ્રાચીન તીર્થમાલા સ્તવનોમાં રાંદેરનો ઉલ્લેખ નોંધપાત્ર છે.
શ્રી વિઘ્નહરા પાર્શ્વનાથજી ૩૦૦ વર્ષ જેટલા પ્રાચીન ગણાય છે. વિપ્નના વિંટોળનું વિસર્જન કરીને ભક્તને ભયરહિત બનાવતા આ પ્રભુજીનું ‘વિઘ્નહરા' નામ યથાર્થ છે. વિક્રમ સંવત ૧૬૩૮માં રાંદેર ચાતુર્માસ રહીને શ્રી શ્રીપાળ રાજાના રાસની રચના કરતાં કરતાં પૂ. મહોપાધ્યાય શ્રી વિનય વિજયજી મહારાજ અહીંજ સ્વર્ગવાસ પામ્યા અને તેમના સંકેત પ્રમાણે પૂ. મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે બાકીનો રાસ અહીં જ પૂર્ણ કર્યો હતો.
(૨) સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના મોટા પોસીના ખાતે શ્રી વિઘ્નહરા પાર્શ્વનાથ ભગવાનનું તીર્થ આવેલું છે. કહેવાય છે કે મોટા પોસીના ગામમાં વિક્રમની તેરમી સદીમાં અહીં એક મોટા વૃક્ષની નીચે ભૂગર્ભમાંથી આ
શ્રી નિગ્નહરા પાર્શ્વનાથ
૨૪૦
Page #265
--------------------------------------------------------------------------
________________
પ્રતિમાજી પ્રગટ થઈ હતી. શ્રી કુમારપાળ મહારાજાએ મંદિરનું નિર્માણ કરાવીને આ પ્રભુની પ્રતિમાજીની પ્રતિષ્ઠા કરાવી હતી. એવી લોકવાયકા છે. કોઈપણ સંઘ આવવાનો હોય ત્યારે મંદિરની ધજા દંડને વિટાઈને સંકેત આપે છે.
વિક્રમની સત્તરમી સદીમાં આચાર્ય વિજયદેવસૂરિજી મ. ના હસ્તે પુનઃ જીર્ણોધ્ધાર થયાનો ઉલ્લેખ છે. તારંગાજીની તળેટીમાં મોટા તેમજ નાના પોસીના બન્ને તીર્થોમાં ખૂબજ શાંતિમય વાતાવરણ છે.
ગુરૂ ભગવંતો એ પણ પોતાની રચનાઓમાં શ્રી વિઘ્નહરા પાર્શ્વનાથ પ્રભુનો મહિમા ગાયો છે.
વિદનહારી પાર્શ્વજિન, રાંદેર-સૂરત મેં સોહતે | દેકે દર્શન નાથ યે, શ્રી સંઘ કા મન મોહતે || મુક્તિ-પદ-દાતા પ્રભુજો, કર્મ-દલ ઝુક ઝોરતે | ઐસે “શ્રી વિઘ્નહરા પાર્શ્વ’ કો મૈં, ભાવસે કરૂં વંદના || વિપ્ન હારક, શિવસુખદાયક છે અનોખા પાર્શ્વ પ્રભુ, સુરત મધ્યે, રાંદેરમાં મુજ વિપ્નહરો ને પાર્શ્વ પ્રભુ, પર દુઃખ ભંજક, નાથ નિરંજન વિજ્ઞ હરો મારા પ્રભુ, ‘વિઘ્નહરા' પારસ ના ચરણમાં તન મન ધન અર્પણ સદા.
આ પ્રભુની ભક્તિ કરવાથી ભક્તોના ભય દૂર થાય છે. આ પ્રતિમાજી ૩00 વર્ષથી વધારે પ્રાચીન છે.
જે પ્રભુના દર્શનથી સહુ આપદા દૂર થતી, ને જે પ્રભુના સ્પર્શથી, સહુ સંપદાઓ મળી જતી, વિઘ્નો હરી શિવમાર્ગના, જે મુક્તિ સુખને આપતા, ‘વિઘ્નહરા' પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના.
શ્રી વિઘ્નહરા પાર્શ્વનાથ
રજ
Page #266
--------------------------------------------------------------------------
________________
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં
બિરાજમાન શ્રી વિઘ્નહરા પાર્શ્વનાથ ભારતવર્ષમાં જૈન ધર્મનો વિજયધ્વજ અતિ પ્રાચીન કાળથી લહેરાઈ રહ્યો છે. જૈનો વ્યવહાર કુશળ, ધર્મવત્સલ, અને કલાપ્રેમી રહ્યાં છે. ભારતમાં ધર્મપ્રિય શ્રેષ્ઠીઓએ પ્રભુભક્તિ માટે ઠેરઠેર જિનાલયોના ભવ્ય નિર્માણો કરાવીને તેમાં શ્રી જિનેશ્વર ભગવંતોની દૈદીપ્યમાન, પરમ પ્રભાવક પ્રતિમાજીઓ બિરાજમાન કરાવી છે. આજે પણ પ્રાચીન જિનાલયો ભૂતકાળના દિવ્ય સંભારણાની માફક અડીખમ ઊભા છે. ભૌગોલિક પરિસ્થિતિ, આક્રમણ અને સ્થળાંતર જેવા કારણોથી અનેક જિનાલયો અદશ્ય થયા છે. પરંતુ તીર્થનું મહાત્મ અને તેનો પ્રભાવ પ્રાચીન કાળથી અકબંધ રહ્યો છે. આજે પણ તેમાં જરાપણ ઘટાડો થયો નથી.
આજે શ્રી શંખેશ્વર તીર્થનો મહિમા દિન-પ્રતિદિન વધતો જાય છે. શ્રી પાર્થ પ્રભુના અન્ય તીર્થો પણ એટલાંજ પ્રભાવક છે. શ્રી શંખેશ્વર તીર્થ અત્યંત પ્રાચીન છે. એનો ઈતિહાસ યુગો પૂર્વનો છે. આજે આ તીર્થ જાગૃત તીર્થસ્થાન છે. આ તીર્થસ્થાને હજારો યાત્રાળુઓની અવરજવર રહે છે. અને ભાવભરી ભક્તિથી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની સેવા-પૂજા-સ્તુતિ કરે છે. બાવીસમા તીર્થકર શ્રી નેમિનાથ પ્રભુના કાળથી આ મહાતીર્થ અસ્તિત્વમાં છે.
પરમ પ્રભાવક શ્રી શંખેશ્વર તીર્થમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ - જિનાલય આવેલું છે. વિક્રમ સંવત ૨૦૪૫ મહાસુદ પાંચમના દિવસે આ મહાપ્રાસાદના પ્રેરક પ.પૂ. પ્રશાંતમૂર્તિ, તપાગચ્છ સૂર્ય, ગચ્છાધિપતિ
આ.ભ. શ્રીમદ્ વિજય પ્રેમસૂરિશ્વરજી મહારાજા તથા પ.પૂ. આ. દેવ શ્રીમદ્ વિજય સુબોધ સૂરિવરજી મહારાજાના વરદ હસ્તે આ મહાપ્રાસાદ માં મૂળનાયક શ્રી ભક્તિ પાર્શ્વનાથ સાથે ૧૦૮ પાર્શ્વનાથ ભગવંતની અંજનશલાકા -પ્રતિષ્ઠાનો ભવ્ય મહોત્સવ ઉજવાયો હતો. લગભગ ૫૦ વિઘા ધરતી પર ૮૪000 ચોરસ ફૂટના ઘેરાવામાં પથરાયેલું આ જિનાલય પદ્મ સરોવરની સ્મૃતિ કરાવે છે. પાર્શ્વનાથ પ્રભુના ૧૦૮ તીર્થોના એક સાથે દર્શન, પૂજન અને યત્રાનો લાભ યાત્રાળુઓને
શ્રી વિઘ્નહરા પાર્શ્વનાથ
૨૪૨
Page #267
--------------------------------------------------------------------------
________________
મળી શકે છે. ૧૧૬ દેવકુલિકાઓના ૧૦૮ શિખરોથી અને ૮ સામરણોથી આ તીર્થ સુશોભિત છે. કલાત્મક ગર્ભદ્રા૨, બબ્બે ચોકી મંડપ અને ઉંચા શિખરો ધરાવતાં ત્રણ દિશાના ત્રણ મહાધર પ્રાસાદ નાનામાં નાનું શિખર ૩૭ ફૂટ ઊંચું, અને સૌથી ઊંચું ૭૨ ફૂટનું છે. આ જિનાલયનો પ્રવેશદ્વાર ભવ્ય છે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ - જિનાલયની ફરતી ભમતીમાં ચુમોતેરમી દેવકુલિકામાં શ્રી વિઘ્નહરા પાર્શ્વનાથ પ્રભુ બિરાજમાન છે. પ્રતિમાજીની ઊંચાઈ ૩૧ ઈંચની છે. આ પ્રતિમાજી પદ્માસનસ્થ અને શ્યામ પાષાણની છે. અત્યંત મનોરમ્ય અને દર્શનીય છે. અહીં બિરાજમાન શ્રી વિઘ્નહરા પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી સમણાથી અલંકૃત છે. આ પ્રતિમાજીની બાજુમાં બે શ્રી જિનબિંબ બિરાજમાન છે, જે શ્વેત પાષાણની છે. બન્ને અત્યંત દર્શનીય છે.
મહિમા અપરંપાર
લંડનમાં પોપટલાલભાઈનો પરિવાર વર્ષોથી રહેતો હતો. બે વર્ષ પહેલાં અમદાવાદ આવીને એક ફલેટ ખરીદ્યો હતો. અને ભારત આવવાનું થાય ત્યારે હોટલમાં ઉતરવું નપડે અથવા તો સગા-વહાલાને ત્યાં રહીને તેમને હેરાન કરવા નહિ તેવી ગણતરી કરીને ફલેટ લીધો હતો.
લંડનમાં પોપટભાઈના પત્ની રેખાબેનનો જન્મ જ લંડનમાં થયો હતો. પોપટભાઈ અને રેખાબેનનું જીવન ધર્મમય રીતે પસાર થતું હતું. તેઓ શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ વિહાર મહાપ્રાસાદમાં બિરાજમાન શ્રી વિઘ્નહરા પાર્શ્વનાથ પ્રત્યે અપૂર્વ શ્રધ્ધા હતી. તેઓ ત્યાંના શ્રી વિઘ્નહરા પાર્શ્વનાથની તસ્વીર લીધી હતી અને તેને એન્લાર્જ કરીને મોટી તસ્વીર પૂજાના રૂમમાં રાખી હતી. ત્યાં તેઓ દ૨૨ોજ ધૂપ-દીપ કરતાં હતા.
એકવાર પોપટભાઈ, રેખાબેન તથા તેમની પુત્રી શ્રીના લેસ્ટર ગયા. તેમણે લંડનનો પોતાનો ફલેટ બંધ કર્યો. તાળું માર્યું હતું. પોપટભાઈ લેસ્ટરમાં એક
શ્રી વિઘ્નહરા પાર્શ્વનાથ
૨૪૩
Page #268
--------------------------------------------------------------------------
________________
પ્રસંગમાં હાજરી આપવા ગયા હતા. તેઓ મોડીરાતે પાછા ફરવાના હતા.
પોપટભાઈ લેસ્ટર ગયા પછી ત્રણ ચોર તેમના ફલેટના તાળા તોડીને કીંમતી વસ્તુઓ તથા રોકડ રકમ અને દાગીના લઈને નીચે ઉતર્યા. | ત્યાં પોપટભાઈના પડોસી મનસુખભાઈ મેદાનમાં ઊભા હતા તેમને થયું કે આ તો બધી પોપટભાઈની વસ્તુઓ છે. શું તેઓ ફલેટ ખાલી કરી રહ્યાં હશે? તેમણે તો વાત કરી નથી. આ લોકો મેટાડોરમાં માલ ભરીને લઈ જાય છે. શું હશે? ( મનસુખભાઈએ તરત જ મેટાડોરની નંબર પ્લેટ દૂરથી નોંધી લીધી અને સીધો પોલીસને ફોન કર્યો અને કયા સ્થળેથી પોતેબોલી રહ્યાં છે તે પણ જણાવી દીધું. | મનસુખભાઈ વાત પૂરી કરે ત્યાં તો દસ મિનિટમાં પોલીસવાન આવી ગઈ. મેટાડોર ઉપડવાની તૈયારી થતી હતી. તરત જ પોલીસ ખુલ્લી બંદુકે ત્રણેય ચોરને પકડી લીધા. - ફલેટના માલિક પોપટભાઈને તરત જ બોલાવી લેવામાં આવ્યા. પોપટભાઈએ પોલીસને જણાવ્યું કે આ બધી વસ્તુઓ મારી છે. પોલીસે બધી નોંધ કરીને પોપટભાઈને તેમની વસ્તુઓ ત્યાંજ સોંપી દેવામાં આવી. દાગીના અને રોકડ રકમ પણ સોંપી દેવાઈ. પોપટભાઈ અને રેખાબેનને થયું કે આ વિનમાંથી બચાવનારા શ્રી વિઘ્નહરા પાર્શ્વનાથ પ્રભુ જ છે.
લંડનની પોલીસ આ ત્રણેય તસ્કરોની ઘણા દિવસોથી તલાશમાં હતી આજે પકડાઈ જતાં નિરાંતનો શ્વાસ લીધો. લંડન પોલીસે ત્રણેય તસ્કરોની પોલીસ સ્ટેશનમાં સારી એવી સરભરા કરી અને લોકઅપમાં નાંખી દીધા. પોપટભાઈની ફરિયાદથી ત્રણેયને આકરામાં આકરી સજા થાય તે માટે પોલીસ તંત્ર કામે લાગ્યું.
આ બાજું પોપટભાઈ, રેખાબેનની શ્રી વિઘ્નહરા પાર્શ્વનાથ પ્રભુ પ્રત્યેની શ્રધ્ધા વધારે ગાઢ બની. તેઓ બીજા જસપ્તાહમાં ભારત આવ્યા અને સીધા શંખેશ્વર
શ્રી વિઘ્નહરા પાર્શ્વનાથ
૨૪૪
Page #269
--------------------------------------------------------------------------
________________
તીર્થમાં આવીને શ્રી વિઘ્નહરા પાર્શ્વનાથ પ્રભુના દર્શન, વંદન અને સેવા પૂજા કરી.
| શ્રી વિઘ્નહરા પાર્શ્વનાથ માનવીના જીવનમાં આવતાં વિઘ્નોને હરી લે છે. તેમની ઉપાસના ફળદાયી છે.
મંત્ર આરાધના
(૧) :
3ૐ હ્રીં શ્રીં વિઘ્નહરા પાર્શ્વનાથાય નમઃ | (૨) ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં વિઘ્નહરા પાર્શ્વનાથાય નમઃ | (૩) ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં વિઘ્નહરા પાર્શ્વનાથાય નમઃ |
ઉપરોક્ત ત્રણેય મંત્રો વિઘ્નો દૂર કરવા માટે અત્યંત પ્રભાવક છે. દરરોજ વહેલી સવારે નિશ્ચિત સમયે અને સ્થાન પર બેસીને, પૂર્વ દિશા તરફ મુખ રાખીને, ધૂપ તથા દીપ અખંડ રાખીને, શ્રી પાર્શ્વ પ્રભુની છબી સામે રાખીને જાપ કરવા. દરરોજ એક માળા તો અવશ્ય કરવી. મંત્ર આરાધનાથી સર્વ વિઘ્નો નષ્ટ થાય છે. સર્વ ઉપાધિઓ ટળી જાય છે. આ મંત્રો ચમત્કારિક અને અનુભવ સિધ્ધ છે.
સંપર્કઃ શ્રી આદિ નોમનાથ જૈન દેરાસર પેઢી
ઉત્તમરાય સ્ટ્રીટ, નિશાન ફળીયા પો. રાંદેર, સુરત – ૩૯૫૦૦૫ (ગુજરાત)
ફોનઃ (૦૨૬૧) ૨૭૬૦૧૪૯
શ્રી વિઘ્નહરા પાર્શ્વનાથ
૨૪૫
Page #270
--------------------------------------------------------------------------
________________
શ્રી કચ્છુલિકા પાર્શ્વનાથ
રાજસ્થાનના સિરોહી જિલ્લાના પિંડવાડા તાલુકામાં આવેલ કાછોલી ગામમાં શ્રી કચ્છુલિકા પાર્શ્વનાથ પ્રભુનું મુખ્ય જિનાલય આવેલું છે. સ્વરૂપગંજ રેલ્વે સ્ટેશનથી પાંચ કિલોમીટરના અંતરે આ તીર્થ આવેલું છે. નજીકનું બસ સ્ટેન્ડ ઉડવારિયા દોઢ કિ.મી. ના અંતરે છે. અહીં ધર્મશાળાની સગવડ છે. વૈશાખ વદ ૧૨ના દિવસે અહીં મેળો ભરાય છે.
શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ જિનાલયની ફરતી ભમતીમાં પંચોતેરમી દેવકુલિકામાં શ્રી કચ્છુલિકા પાર્શ્વનાથ પ્રભુની દિવ્ય અને મનોરમ્ય પ્રતિમાજી બિરાજમાન છે.
કાછોલી તીર્થમાં શિખરબંધી જિનાલયના મૂળનાયક શ્રી કચ્છુલિકા પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી અલૌકિક અને દર્શનીય છે. સુમનોહર પરિકરમાં સુશોભિત પ્રતિમાજી શ્વેત વર્ણની, સમ્રફણાથી વિભૂષિત, પદ્માસનસ્થ છે. પ્રતિમાજી ૨૯ ઈંચ ઊંચી અને ૨૩ ઈંચ પહોળી છે.
કાછોલીમાં જૈન શાસનના અનેક મહાપુરુષોએ પુનીત પગલાં પાડીને ભૂમિને અતિ પવિત્ર બનાવી છે. કચ્છના રાવે આ ગામ વસાવ્યાનું કહેવાય છે. પોતાના વતનની સ્મૃતિને ચિરંજીવ બનાવવા આ ગામનું કાછોલી રાખ્યું હોવાનું મનાય છે. સંવત ૧૩૪૩નો લેખ આ તીર્થની પ્રાચીનતા દર્શાવે છે.
‘કાછોલીવાલ ગચ્છ’ ની ઉત્પત્તિ આ ગામમાંથી થઈ હતી, ગામના નામ ઉપરથી કાછોલી મંડન શ્રી પાર્શ્વનાથજી ‘કચ્છુલિકા’ ના નામથી ઓળખાય
છે.
આ જિનાલય ગભારો, ગૂઢમંડપ, છ ચોકી, સભા મંડપ, શ્રૃંગાર ચોકી વગેરેથી સુશોભિત છે. વિક્રમ સંવત ૨૦૧૬માં આ તીર્થનો જીર્ણોધ્ધાર અને પ્રતિષ્ઠા કરવામાં આવ્યા હતા. અનેક લોકો આ પરમાત્માને ચિંતામણિ પાર્શ્વનાથ ના નામથી પણ ઓળખે છે. અનેક આચાર્યો, કવિઓએ પોતાની પ્રાચીન રચનાઓમાં આ તીર્થનો ઉલ્લેખ કર્યો છે.
શ્રી ક્ચ્છલિકા પાર્શ્વનાથ
૨૪૬
Page #271
--------------------------------------------------------------------------
________________
વિશેષ જાણકારી અહીં વિવિધ પુસ્તકો અને પુસ્તિકાઓમાંથી ઉદ્દધૃત કરેલી માહિતી આપવામાં આવી છે.
(૧) રાજસ્થાનના સિરોહી જીલ્લાના પિંડવાડા તાલુકામાં આવેલ કાછોલી ગામમાં શ્રી કચ્છલિકા પાર્શ્વનાથ પ્રભુનું મુખ્ય જિનાલય આવેલું છે. આ તીર્થ કાછોલી તીર્થ તરીકે જાણીતું છે. આ તીર્થ સાડા છસો વર્ષ પૂર્વેનું હોવાનું મનાય છે. સર્પગંજથી ૫ કિ.મી. અને ઉડાવારિયા ગામથી ૧.૫ કિ.મી. ના અંતરે છે.
(૨) મંદિરમાં ઉપલબ્ધ શિલાલેખોથી પ્રતીત થાય છે કે આનું પ્રાચીન નામ કચ્છલિકા હતું. મૂળનાયક ભગવાનના પરિકરની ગાદી પર વિક્રમ સંવત ૧૩૪૩ નો લેખ ઉત્કીર્ણ છે. આ તીર્થ એથી યે પહેલાંનું માનવામાં આવે છે.
કાછોલીવાલ કચ્છનું ઉત્પત્તિ સ્થાન આ જ છે. એક સમયે આ નગર જાહોજલાલીથી પૂર્ણ હતું. અને સાધન સંપન્ન શ્રાવકોના હજારો કુટુંબો અહીં વસતા હતા. દર વર્ષે માગસર સુદ દસમે ધ્વજા ચઢાવવામાં આવે છે. પ્રભુ પ્રતિમાજી, ઘણા જ સૌમ્ય, શાંત અને પ્રભાવશાળી છે. જિનાલયનું નિર્માણ ઘણું જ સુંદર રીતે થયું છે. નજીકનું રેલ્વે સ્ટેશન સર્પગંજ પાંચ કિ.મી. દૂર છે.
(૩) આચાર્ય ભગવંતો અને મુનિરાજોએ આ તીર્થનો મહિમા પોતાની રચનાઓમાં કર્યો છે.
રાવ કચ્છ-વાસી બસાયા, નામ કાછોલી પડા | કચ્છલિકા પાર્શ્વ સે હી, તીર્થ યે સુંદર ખડા | ગર ઉગારોને પ્રભુ, ઉપકાર તો હોગા બડા | ઐસે “શ્રી કચ્છલિકા પાર્થ' કો મૈં, ભાવસે કરું વંદના |
શ્રી કચ્છલિકા પાર્શ્વનાથ
, ૨૪૭
Page #272
--------------------------------------------------------------------------
________________
ભવરણે મતા ભાગ્યોદયે રણકાં પ્રભુ તું મળ્યો | રણમાં મીઠું ઝરણ પ્રભુ તું, મુજ કેરો સંસાર વળ્યો || કર્મ વિચ્છુ ડંખને પ્રભુ નિવારજો કચ્છલિકા | કચ્છલિકા' પારસના ચરણમાં તન મન ધન અર્પણ સદા.
કચ્છના રાવે કાછોલી ગામ વસાવ્યું. વતનની સ્મૃતિને ચિરંજીવ બનાવવા કચ્છલિકા નામ રાખ્યું. પ્રભુજીની પ્રતિમાજી અતિ પ્રાચીન અને દર્શનીય છે.
જયાં કચ્છના રાવે વસાવ્યું ધામ કાછોલી તણું ,
ત્યાં થાપીયા પ્રભુ પાર્શ્વને તું જ નામ કાછોલી ગણું , કાછોલી પારસ કર્મ છોલી છેડલો ભવનો કરો, “શ્રી કાછોલી' પ્રભુ પાર્શ્વને ભાવે કરૂં હું વંદના.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં બિરાજમાન શ્રી કચ્છલિકા પાર્શ્વનાથ ભારતવર્ષમાં જૈન ધર્મનો વિજયધ્વજ અતિ પ્રાચીન કાળથી લહેરાઈ રહ્યો છે. જૈનો વ્યવહાર કુશળ, ધર્મવત્સલ, અને કલાપ્રેમી રહ્યાં છે. ભારતમાં ધર્મપ્રિય શ્રેષ્ઠીઓએ પ્રભુભક્તિ માટે ઠેરઠેર જિનાલયોના ભવ્ય નિર્માણ કરાવીને તેમાં શ્રી જિનેશ્વર ભગવંતોની દૈદીપ્યમાન, પરમ પ્રભાવક પ્રતિમાજીઓ બિરાજમાન કરાવી છે. આજે પણ પ્રાચીન જિનાલયો ભૂતકાળના દિવ્ય સંભારણાની માફક અડીખમ ઊભા છે. ભૌગોલિક પરિસ્થિતિ, આક્રમણ અને સ્થળાંતર જેવા કારણોથી અનેક જિનાલયો અદશ્ય થયા છે. પરંતુ તીર્થનું મહાત્મ અને તેનો પ્રભાવ પ્રાચીન કાળથી અકબંધ રહ્યો છે. આજે પણ તેમાં જરાપણ ઘટાડો થયો નથી.
આજે શ્રી શંખેશ્વર તીર્થનો મહિમા દિન-પ્રતિદિન વધતો જાય છે. શ્રી
શ્રી સ્મૃલિક પાર્શ્વનાથ
૨૪૮
Page #273
--------------------------------------------------------------------------
________________
પાર્શ્વ પ્રભુના અન્ય તીર્થો પણ એટલાંજ પ્રભાવક છે. શ્રી શંખેશ્વર તીર્થ અત્યંત પ્રાચીન છે. એનો ઈતિહાસ યુગો પૂર્વનો છે. આજે આ તીર્થ જાગૃત તીર્થસ્થાન છે. આ તીર્થસ્થાને હજારો યાત્રાળુઓની અવરજવર રહે છે. અને ભાવભરી ભક્તિથી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની સેવા-પૂજા-સ્તુતિ કરે છે. બાવીસમા તીર્થંકર શ્રી નેમિનાથ પ્રભુના કાળથી આ મહાતીર્થ અસ્તિત્વમાં છે.
પરમ પ્રભાવક શ્રી શંખેશ્વર તીર્થમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ - જિનાલય આવેલું છે. વિક્રમ સંવત ૨૦૪૫ મહાસુદ પાંચમના દિવસે આ મહાપ્રાસાદના પ્રેરક પ.પૂ. પ્રશાંતમૂર્તિ, તપાગચ્છ સૂર્ય, ગચ્છાધિપતિ આ.ભ. શ્રીમદ્ વિજય પ્રેમસૂરિશ્વરજી મહારાજા તથા પ.પૂ. આ. દેવ શ્રીમદ્ વિજય સુબોધ સૂરિવરજી મહારાજાના વરદ હસ્તે આ મહાપ્રાસાદ માં મૂળનાયક શ્રી ભક્તિ પાર્શ્વનાથ સાથે ૧૦૮ પાર્શ્વનાથ ભગવંતની અંજનશલાકા – પ્રતિષ્ઠાનો ભવ્ય મહોત્સવ ઉજવાયો હતો. લગભગ પ૦ વિઘા ધરતી પર ૮૪૦૦૦ ચોરસ ફૂટના ઘેરાવામાં પથરાયેલું આ જિનાલય પદ્મ સરોવરની સ્મૃતિ કરાવે છે. પાર્શ્વનાથ પ્રભુના ૧૦૮ તીર્થોના એક સાથે દર્શન, પૂજન અને યત્રાનો લાભ યાત્રાળુઓને મળી શકે છે. ૧૧૬ દેવકુલિકાઓના ૧૦૮ શિખરોથી અને ૮ સામરણોથી આ તીર્થ સુશોભિત છે. કલાત્મક ગર્ભદ્રાર, બબ્બે ચોકી મંડપ અને ઉંચા શિખરો ધરાવતાં ત્રણ દિશાના ત્રણ મહાધર પ્રાસાદ નાનામાં નાનું શિખર ૩૭ ફૂટ ઊંચું, અને સૌથી ઊંચું ૭૨ ફૂટનું છે. આ જિનાલયનો પ્રવેશદ્વાર ભવ્ય છે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ - જિનાલયની ફરતી ભમતીમાં પંચોતેરમી દેવકુલિકામાં શ્રી કચ્છુલિકા પાર્શ્વનાથ પ્રભુ બિરાજમાન છે. પ્રતિમાજીની ઊંચાઈ ૩૧ ઈંચની છે. આ પ્રતિમાજી પદ્માસનસ્થ અને શ્વેત પાષાણની છે. અત્યંત મનોરમ્ય અને દર્શનીય છે. અહીં બિરાજમાન શ્રી કચ્છુલિકા પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી સસફણાથી અલંકૃત છે. તેમજ પરિકરથી પરિવૃત છે.
૨૪૯
શ્રી ક્લુલિકા પાર્શ્વનાથ
Page #274
--------------------------------------------------------------------------
________________
મહિમા અપરંપાર કચ્છ જીલ્લાના રાપર ગામના વીરચંદભાઈ કચ્છી વર્ષોથી મુંબઈમાં રહેતા હતા. વીરચંદભાઈ કચ્છીનો પરિવાર અત્યંત ધાર્મિક. વીરચંદભાઈની અટક શાહ હતી પરંતુ કચ્છના હોવાના કારણે મુંબઈમાં તેઓ શાહના બદલે કચ્છી તરીકે વધારે જાણીતા થઈ ગયા હતા.
વીરચંદભાઈ અને તેમના પત્ની મીરાબેન મુંબઈમાં કાંદીવલી ખાતે રહેતા તેમના કાકાને ઘેર ગયા.
કાકા તથા કાકીએ બન્ને પ્રેમથી આવકાર્યા. આ વીરચંદભાઈએ કહ્યું : “કાકા, આ વખતે દેશમાં જવાના છો કે નહિ?” “ના...ભાઈ, લગભગ તો જઈ શકાશે નહિ. તું તો જવાનો છે ને?'
હા... હું અને મીરાં જવાના છીએ. રાપર બે ચાર દિવસ રોકાઈશું અને બે દિવસ શંખેશ્વર જવાની ઈચ્છા છે.”
શંખેશ્વર જવાનું તો તારૂં નક્કી જ હોય છે અને ત્યાં તું શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ વિહાર મહાપ્રાસાદની ફરતી ભમતીમાં બિરાજમાન શ્રી કચ્છલિકા પાર્શ્વનાથ પ્રભુની ભક્તિ અનેરા ભાવથી કરે છે તે વાત મારાથી અજાણી નથી.”
કાકા, આપની વાત સાચી છે. જીવનમાં બે-ત્રણ પ્રસંગો એવા બની ગયા હતા તેમાંથી ઉગર્યો હોઉ તો શ્રી કચ્છલિકા પાર્શ્વનાથ પ્રભુ પ્રત્યેની સેવેલી ભક્તિના કારણે. જયારે દેશમાં જવાનું થાય ત્યારે શંખેશ્વરનો કાર્યક્રમ હોય જ. કદાચ રાપર ન જઉં તો પણ શંખેશ્વર તો અચૂક જવાનું. મીરાંને પણ એટલી જ શ્રધ્ધા છે.”
“ભાઈ, એમાં જરાય ખોટું નથી. તું દર વર્ષે અમારા વતી શ્રી કચ્છલિકા પાર્શ્વનાથ પ્રભુની સેવા-પૂજા પણ કરે છે. અમારે પણ ત્યાં જવાની ઘણી ઈચ્છા છે. ક્યારે પ્રભુ દર્શનની કામના પૂરી થશે તે ખબર નથી.” આ “કાકા, તો પછી અમારી સાથે જ આવોને...રાપર જઈ અવાશે અને શંખેશ્વરની યાત્રા પણ થઈ જશે.”
કાકી બોલ્યા: ‘ભાઈ, મારી અને તારા કાકાની ટિકિટ કઢાવી લેજે...અમે શંખેશ્વર જરૂર આવીશું.' શ્રી ચ્છલિક પાર્શ્વનાથ
૨૫૦
Page #275
--------------------------------------------------------------------------
________________
‘ભલે...આપણે પ્રથમ અહીંથી અમદાવાદ જઈશું. ત્યાંથી ટેક્સી કરીને શંખેશ્વર જઈશું. બે દિવસ રોકાઈને અમદાવાદ એક દિવસ રોકાઈને રાપર ચારપાંચ દિવસ જઈ આવીશું. આઠેક દિવસનો કાર્યક્રમ થશે. હમણાં બજાર પણ શાંત છે. તેનો લાભ લઈ લઈએ.'
કાકા હા...ના...હા...ના... કરતાં હતા પરંતુ કાકીએ તો સંમતિ આપી દીધી. કાકી સંમતિ આપે એટલે કાકાને આવવું જ પડે તેની ખાત્રી વીરચંદભાઈ કચ્છીને હતી.
બીજે જ દિવસે વીરચંદભાઈએ બે દિવસ પછીની મુંબઈ-અમદાવાદ તથા અમદાવાદ-મુંબઈની રીટર્ન ટિકિટ કઢાવી લીધી. રેલ્વેની ચાર ટિકિટ કઢાવી હતી. વીરચંદભાઈએ શંખેશ્વર પેઢીમાં ફોન કરીને ધર્મશાળાની બે રૂમ પણ બે દિવસ માટે બુક કરાવી લીધી.
અને નિશ્ચિત દિવસે કાકા-કાકી તથા વીરચંદભાઈ અને મીરાબેન મુંબઈથી શંખેશ્વર જવા વિદાય થયા. તેઓએ અમદાવાદ રેલ્વે સ્ટેશન ઉતરીને ટેક્સી ભાડે કરી. ટેક્સીમાં બેસીને તેઓ શંખેશ્વર આવ્યા.
- શંખેશ્વરમાં તેમની રૂમ બુક થયેલી હતી. શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર સંકુલ જોઈને કાકા-કાકી તો રાજીરાજી થઈ ગયા. મુંબઈની હાડમારી જેવી જીંદગીની વચ્ચે પ્રકૃતિનું સૌંદર્ય માણવાની પ્રથમવાર તક મળી હતી. કાકા તથા કાકીના ચહેરા પર હર્ષનો કોઈ પાર નહોતો. ધર્મશાળા પણ અત્યંત સ્વચ્છ અને સુઘડ હતી. સ્ટાફ પણ વિનયી હતો.
સૌ પ્રથમ તો સૌ નવકારશી વાપરવા ભોજનશાળામાં ગયા. નવકારશી વાપરીને સ્નાન કરીને પૂજાના વસ્ત્રો ધારણ કરીને શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુની સેવા-પૂજા કરવા માટે ગયા. ત્યાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુની સેવા-પૂજા કરી. તેમાંય શ્રી કચ્છલિકા પાર્શ્વનાથ પ્રભુની અનેરી શ્રધ્ધા સાથે સેવા-પૂજા અને ચૈત્યવંદન કર્યું. ત્યારબાદ તેઓ શ્રી શંખેશ્વર પાર્થ પ્રભુની પૂજા કરવા માટે ગયા. બપોરે ભોજન લઈને આરામ કર્યો.
સાંજના સમયે શંખેશ્વરના અન્ય દર્શનીય સ્થાનો પર કાકા, કાકી તથા
શ્રી સ્મૃલિક પાર્શ્વનાથ
૨૫૧
Page #276
--------------------------------------------------------------------------
________________
વીરચંદભાઈ, મીરાબેન ગયા. સાંજે ભોજનશાળામાં વાળું કર્યું. રાત્રે ભક્તિમાં
બેઠા.
| કાકા-કાકીને તો આ સ્થાન ખૂબજ પસંદ પડી ગયું. તેમને માનસિક શાંતિ પ્રાપ્ત થયાનું લાગતું હતું. બીજે દિવસે સૌ ત્યાંથી નીકળીને અમદાવાદ અને અમદાવાદથી રાપર ચાર દિવસ રોકાઈને મુંબઈ પાછા ફર્યા. કાકા-કાકીએ પણ નિર્ણય લીધો કે દર વર્ષે એકવાર તો શંખેશ્વર અવશ્ય જવું જ...
મંત્ર આરાધના (૧) ૩ૐ હ્રીં શ્ર કચ્છલિકા પાર્શ્વનાથાય નમઃ | (૨) ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં કલિકા પાર્શ્વનાથાય નમઃ | (૩) ૩ૐ હ્રીં શ્રીં હ્રીં શ્ર કચ્છલિકા પાર્શ્વનાથાય નમઃ |
ઉપરોક્ત ત્રણેય મંત્રોમાંથી કોઈપણ એક મંત્રનો જાપ દરરોજ વહેલી સવારે નિશ્ચિત સમયે અને સ્થાન પર બેસીને કરવા. જાપ દરમ્યાન ધૂપ-દીપ અખંડ રાખવા. વસ્ત્રો શુધ્ધ ધારણ કરવા. મુખ પૂર્વ દિશા તરફ રાખવું. મંત્ર આરાધનાથી સર્વ કાર્યો સિદ્ધ થાય છે.
સંપર્કઃ શ્રી સ્મૃલિક પાર્શ્વનાથ જૈન દેરાસર મુ.પો. કાછોલી તા. પિંડવાડા,
જિ. સિરોહી (રાજસ્થાન) ફોન : (૦૨૯૭૧) ૨૯૨૨૧૨
શ્રી ચ્છલિક પાર્શ્વનાથ
૨૫૨
Page #277
--------------------------------------------------------------------------
________________
શ્રી સ્કૂલિંગજી પાર્શ્વનાથ
મહેસાણા જીલ્લાના વીજાપુરમાં શ્રી સ્ફલિંગજી પાર્શ્વનાથ પ્રભુનું મુખ્ય જિનાલય આવેલું છે. વીજાપુર રેલ્વે સ્ટેશન છે. રોડ અને રેલ્વે માર્ગથી અહીં આવી શકાય છે. અહીં ૧૨ ભવ્ય જિનાલયો છે. ઉપાશ્રય, પાઠશાળા, જ્ઞાનભંડાર, ધર્મશાળા, ભોજનશાળા વગેરેની સગવડો છે. મહેસાણા, મહુડી, આગલોડ વગેરે તીર્થો નજીકમાં છે.
પૂર્વે શ્રી સ્ફલિંગ પાર્શ્વનાથનું તીર્થ નેપાળમાં વિદ્યમાન હતું. અત્યારે વીજાપુર ગામમાં આ તીર્થ છે.
શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ જિનાલયની ફરતી ભમતીમાં છોતેરમી દેવકુલિકામાં શ્રી સ્ફલિંગ પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી બિરાજમાન છે.
વીજાપુરમાં શ્રી સ્ફલિંગ પાર્શ્વનાથ પરમાત્માનું ભવ્ય ખિરબંધી જિનાલય સ્ટેશન રોડ પર આવેલ છે. શ્રી સ્ફલિંગ પાર્શ્વનાથ પ્રભુજીની પ્રતિમાજી પદ્માસનસ્થ, શ્વેતવર્ણ, નવફણાથી અલંકૃત છે. પ્રતિમાજીની ઊંચાઈ ૫૫ ઈંચ અને પહોળાઈ ૪૭ ઈંચ છે. આ જિનબિંબ અર્વાચીન હોવા છતાં દર્શનીય છે. | વીજાપુર ગામ પ્રાચીન અને ઐતિહાસિક હોવાના સંખ્યાબંધ પ્રમાણો ઉપલબ્ધ છે. આહડદેવે પોતાના પિતા વિજયદેવની સ્મૃતિમાં વિક્રમ સંવત ૧૨૫૬માં આ નગર વસાવ્યું હતું. વિક્રમ સંવત ૧૫૭૧માં લખાયેલા કેટલાક ગ્રંથોના આધારે આભૂ પોરવાડના વંશજ શ્રેષ્ઠી પેથડે વિજા વિજલદેવની મદદથી આ નગર વસાવ્યું હતું. એક ભવ્ય જિનાલયની રચના કરી હતી. અને તેમાં સુવર્ણની જિન પ્રતિમાજી પ્રતિષ્ઠિત કરાયા હતા.
| મહામંત્રી વસ્તુપાળ - તેજપાળે વિક્રમ સંવત ૧૨૮૦માં અહીંના ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયનો જીર્ણોધ્ધાર કરાવ્યો હતો. તેરમા ચૌદમા સૈકાના અનેક ગ્રંથોના સર્જનની ભૂમિ બની હોવાના ઉલ્લેખ છે.
ચૌદમા સૈકાના પ્રારંભમાં આચાર્ય ભગવંત શ્રી વિદ્યાનંદસૂરીજીએ અહીં સરસ્વતી દેવીની મૂર્તિની સ્થાપના કરી હતી. અને ‘વિદ્યાનંદ વ્યાકરણ'ની રચના કરી હતી.
શ્રી સ્કુલિંગજી પાર્શ્વનાથ
૨૫૩
Page #278
--------------------------------------------------------------------------
________________
Stop
Dicles
વિક્રમ સંવત ૧૩૧૭માં અહીંના શ્રી વાસુપૂજ્ય જિનાલય ઉપર સુવર્ણદંડ અને સુવર્ણ કળશ ખરતરગચ્છીય શ્રી જિનેશ્વરસૂરીજી મ. ની પાવન નિશ્રામાં ચડાવવામાં આવ્યા હતા.
ખરતરગચ્છના આચાર્ય ભગવંત શ્રી જિનપ્રબોધસૂરીજી મહારાજ વિક્રમ સંવત ૧૩૩૭માં પધાર્યાનો ઉલ્લેખ છે. પાટણના મહારાજા રત્નાદિત્ય ચાવડાએ અહીં ‘કુંડ’ કરાવ્યો હતો તથા રાજ-રાજેશ્વર કુમારપાળ મહારાજાએ અહીં કિલ્લો બંધાવ્યો હતો.
આગમગચ્છીય આચાર્ય ભગવંત શ્રી અમરરત્નસૂરીજી મહારાજ તથા આ.ભગવંત શ્રી સોમરત્નસૂરીજી મહારાજના પાવન ઉપદેશથી વિક્રમ સંવત ૧૫૩૭માં અહીં ચતર્વિશતિ પદ બન્યો હતો.
સોળમા સૈકામાં આચાર્ય ભગવંત શ્રી સૌભાગ્ય હર્ષસૂરીજી મહારાજ તથા શ્રી સોમવિમલ ગણિ અહીં પધાર્યા હતા. પાછળથી ગણિ સોમવિમલ વિજયજી મહારાજ જૈન શાસનના પ્રભાવક આચાર્ય બન્યા હતા.
ભવ્ય ભૂતકાળના સંભારણા સાથે આ પ્રાચીન નગર વીજાપુરમાં શ્રી સ્ફુલિંગ પાર્શ્વનાથ પ્રભુના નૂતન તીર્થનું નિર્માણ થયું છે.
પૂર્વકાળમાં નેપાળમાં પ્રાચીનતમ શ્રી સ્ફુલિંગ પાર્શ્વનાથ, શ્રી વિષહર પાર્શ્વનાથ તથા શ્રી મંત્રાધિરાજ પાર્શ્વનાથ પ્રભુના પ્રભાવક તીર્થો વિદ્યમાન હતા. આજે આ તીર્થો વિચ્છેદ પામેલા જણાય છે.
કેટલાક વર્ષો પહેલાં આચાર્ય ભગવંત શ્રી સુબોધસાગરસૂરીજી મહારાજને આ તીર્થનું નિર્માણ કરવાની દૈવી પ્રેરણા મળી અને તેમણે આ કાર્યને વેગવંતું બનાવવા ઉપદેશ કર્યો. અને વીજાપુરમાં શ્રી સ્ફુલિંગ પાર્શ્વનાથ પ્રભુનું એક નૂતન તીર્થ અસ્તિત્વમાં આવ્યું.
વિક્રમ સંવત ૨૦૩૭ના વૈશાખ વદ ૩ ના દિવસે આચાર્ય ભગવંત શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મ. તથા આ. ભગવંત શ્રી સુબોધસાગરસૂરીજી મ. આદિની પાવન નિશ્રામાં આ તીર્થનો અંજનશલાકા તથા પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયો હતો. આ જિનાલયનો રંગમંડપ અને બહા૨નો નૃત્યમંડપ અત્યંત દર્શનીય છે.
૨૫૪
શ્રી સ્ફુલિંગજી પાર્શ્વનાથ
Page #279
--------------------------------------------------------------------------
________________
વિશેષ જાણકારી
અહીં વિવિધ પુસ્તક - પુસ્તિકામાંથી ઉદ્ધૃત કરેલી માહિતી પ્રસ્તુત છે.
આ અભિનવ તીર્થનું નિર્માણ થોડા વર્ષો પહેલાં આચાર્ય દેવ શ્રી સુબોધ સાગરસૂરીશ્વરજી મહારાજની પ્રેરણા દ્વારા થયેલ છે. જિનાલય ખૂબ જ આકર્ષક તેમજ વિશાળ છે. જિનાલયની પાસે મા ભગવતી પદ્માવતી, શ્રી ઘંટાકર્ણવીર અને શ્રી માણિભદ્રવીરના મંદિરો છે. પૂ. આ. બુધ્ધિસાગરસૂરિજી મ. સા. નું ગુરૂમંદિર છે. એક વિશાળ જ્ઞાન ભંડાર છે. આશરે ૬૦૦૦ હસ્તપ્રતો છે. ૪૫ આગમ તાડપત્રમાં છે. ભવ્ય વિશાળ ધર્મશાળા તથા ભોજનશાળા છે. અહીં ઉપાશ્રયો બે છે. યાત્રિકો આવે છે. અને વ્યવસ્થા સારી છે.
(૨) વીજાપુરમાં શ્રી સ્ફુલિંગ પાર્શ્વનાથ ભગવાનનું જિનાલય અતિ ભવ્ય છે. આ તીર્થના દર્શન અત્યંત ફળદાયી છે. આ જિનાલય અતિ ભવ્ય છે. આ તીર્થના દર્શન અત્યંત ફળદાયી છે. આ જિનાલય નવી શૈલીનું, વિશાળતાપૂર્વક, ઊંચાઈ ઉપર સુંદર રીતે બનાવાયું છે. અહીં શ્રી ઘંટાકર્ણ મહાવી૨, શ્રી માણિભદ્રવીરના સ્થાનો છે. બાજુમાં મા ભગવતી પદ્માવતી, શ્રી લક્ષ્મીદેવી, શ્રી સરસ્વતી દેવીની નયનરમ્ય પ્રતિમાજીઓ છે બાજુમાં શ્રી બુધ્ધિસાગરસૂરીજી મ. નું સ્થાનક(દાદાવાડી)નું નિર્માણ કરાયું છે. નવી રીતે નિર્માણ થયેલા આ સ્થળમાં વિવિધતા છે. દરેક પ્રતિમા અતિ સુંદર, સૌમ્ય, છટાદાર અને ભવ્ય છે.
ગુરૂ ભગવંતોએ પણ શ્રી સ્ફુલિંગ પાર્શ્વનાથનો મહિમા પોતાની રચનાઓમાં ગાયો છે.
નગર વીજાપુર મેં સ્વામી, આપ હી હૈં રાજ તે । ‘ઉવસગ્ગહરં સ્તોત્ર' મેં ભી, આપ હી હૈ છાજતે ।। જો જગત મેં ભક્તગણ કે, હૃદય-મધ્ય બિરાજતે । ઐસે ‘શ્રી સ્ફુલિંગ પાર્શ્વ' કો મૈં, ભાવ સે કરૂં વંદના ॥
શ્રી સ્ફુલિંગજી પાર્શ્વનાથ
૨૫૫
Page #280
--------------------------------------------------------------------------
________________
ઉવસગ્ગહર સૂત્રમાં જે પાર્શ્વ નામ વિરાજતું, જે પ્રભુના નામથી બડુ કર્મ મચ્છર લાગતું, વીજાપુરમાં વાગે વાજા સ્ફલિંગ પારસ છે રાજા, ‘સ્કુલિંગ' પારસના ચરણમાં , તન મન ધન અર્પણ સદા.
ઉવસગ્ગહર' માં સૂચિત ફલિંગ પદથી સ્ફલિંગ પાર્શ્વનાથ નામ પડ્યું છે. પૂર્વે નેપાળમાં સ્ફલિંગ પાર્શ્વનું મંદિર હતું. અત્યારે ફક્ત વીજાપુરમાં જ નૂતન તીર્થ છે.
સહુ કર્મગંજી કાજે જે અગ્નિ સ્ફલિંગ સમ ઝલકતા, ઉવસગ્ગહર ને નમિઉણથી જે પ્રભુ સૂચિત થતા, વિજાપુરમાં વિરાજતા વીતરાગી પારસ માહરા, તે “સ્કુલિંગ' પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં બિરાજમાન શ્રી સ્કૂલિંગજી પાર્શ્વનાથ ભારતવર્ષમાં જૈન ધર્મનો વિજયધ્વજ અતિ પ્રાચીન કાળથી લહેરાઈ રહ્યો છે. જૈનો વ્યવહાર કુશળ, ધર્મવત્સલ, અને કલાપ્રેમી રહ્યાં છે. ભારતમાં ધર્મપ્રિય શ્રેષ્ઠીઓએ પ્રભુભક્તિ માટે ઠેરઠેર જિનાલયોના ભવ્ય નિર્માણો કરાવીને તેમાં શ્રી જિનેશ્વર ભગવંતોની દૈદીપ્યમાન, પરમ પ્રભાવક પ્રતિમાજીઓ બિરાજમાન કરાવી છે. આજે પણ પ્રાચીન જિનાલયો ભૂતકાળના દિવ્ય સંભારણાની માફક અડીખમ ઊભા છે. ભૌગોલિક પરિસ્થિતિ, આક્રમણ અને સ્થળાંતર જેવા કારણોથી અનેક જિનાલયો અદૃશ્ય થયા છે. પરંતુ તીર્થનું મહાસ્ય અને તેનો પ્રભાવ પ્રાચીન કાળથી અકબંધ રહ્યો છે. આજે પણ તેમાં જરાપણ ઘટાડો થયો નથી.
શ્રી સ્કુલિંગજી પાર્શ્વનાથ
૨૫૬
Page #281
--------------------------------------------------------------------------
________________
આજે શ્રી શંખેશ્વર તીર્થનો મહિમા દિન-પ્રતિદિન વધતો જાય છે. શ્રી પાર્શ્વ પ્રભુના અન્ય તીર્થો પણ એટલાંજ પ્રભાવક છે. શ્રી શંખેશ્વર તીર્થ અત્યંત પ્રાચીન છે. એનો ઈતિહાસ યુગો પૂર્વનો છે. આજે આ તીર્થ જાગૃત તીર્થસ્થાન છે. આ તીર્થસ્થાને હજારો યાત્રાળુઓની અવરજવર રહે છે. અને ભાવભરી ભક્તિથી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની સેવા-પૂજા-સ્તુતિ કરે છે. બાવીસમા તીર્થંકર શ્રી નેમિનાથ પ્રભુના કાળથી આ મહાતીર્થ અસ્તિત્વમાં છે.
પરમ પ્રભાવક શ્રી શંખેશ્વર તીર્થમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ - જિનાલય આવેલું છે. વિક્રમ સંવત ૨૦૪૫ મહાસુદ પાંચમના દિવસે આ મહાપ્રાસાદના પ્રેરક પ.પૂ. પ્રશાંતમૂર્તિ, તપાગચ્છ સૂર્ય, ગચ્છાધિપતિ આ.ભ. શ્રીમદ્ વિજય પ્રેમસૂરિશ્વરજી મહારાજા તથા પ.પૂ. આ. દેવ શ્રીમદ્ વિજય સુબોધ સૂરિવરજી મહારાજાના વરદ હસ્તે આ મહાપ્રાસાદ માં મૂળનાયક શ્રી ભક્તિ પાર્શ્વનાથ સાથે ૧૦૮ પાર્શ્વનાથ ભગવંતની અંજનશલાકા પ્રતિષ્ઠાનો ભવ્ય મહોત્સવ ઉજવાયો હતો. લગભગ ૫૦ વિઘા ધરતી પર ૮૪૦૦૦ ચોરસ ફૂટના ઘેરાવામાં પથરાયેલું આ જિનાલય પદ્મ સરોવરની સ્મૃતિ કરાવે છે. પાર્શ્વનાથ પ્રભુના ૧૦૮ તીર્થોના એક સાથે દર્શન, પૂજન અને યત્રાનો લાભ યાત્રાળુઓને મળી શકે છે. ૧૧૬ દેવકુલિકાઓના ૧૦૮ શિખરોથી અને ૮ સામરણોથી આ તીર્થ સુશોભિત છે. કલાત્મક ગર્ભદ્રાર, બબ્બે ચોકી મંડપ અને ઉંચા શિખરો ધરાવતાં ત્રણ દિશાના ત્રણ મહાધર પ્રાસાદ નાનામાં નાનું શિખર ૩૭ ફૂટ ઊંચું, અને સૌથી ઊંચું ૭૨ ફૂટનું છે. આ જિનાલયનો પ્રવેશદ્વાર ભવ્ય છે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ - જિનાલયની ફરતી ભમતીમાં છોત્તેરમી દેવકુલિકામાં શ્રી સ્ફૂલિંગ પાર્શ્વનાથ પ્રભુ બિરાજમાન છે. પ્રતિમાજીની ઊંચાઈ ૩૧ ઈંચની છે. આ પ્રતિમાજી પદ્માસનસ્થ અને શ્વેત પાષાણની છે. અત્યંત મનોરમ્ય અને દર્શનીય છે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદની છોતેરમી દેવકુલિકામાં બિરાજમાન શ્રી સ્ફુલિંગ પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી સમણાથી અલંકૃત તેમજ પરિકરથી પરિવૃત છે.
શ્રી સ્ફુલિંગજી પાર્શ્વનાથ
૨૫૭
Page #282
--------------------------------------------------------------------------
________________
શ્રી પાર્શ્વ સ્તવન નમ: પાર્શ્વનાથાય, વિશ્વચિંતામણીયતે હૂ ધરણેન્દ્ર વૈરોગ્યા, પદ્માદેવીયુતાય તે ||૧| શાંતિ તુષ્ટિ મહાપુષ્ટિ ધૃતિકીર્તિ વિધાયને ૐ હૂ દ્વિવ્યાલ વૈતાલ સવધિ વ્યાધિનાશિને //રા. જયા જિતાં ખ્યા વિજયાખ્યા પરાજિતયાન્વિત: દિશાંપાર્લે ગ્રહૈર્યક્ષે ર્વિદ્યાદેવીભિરન્વિતઃ //૩ી
ૐ અસિઆ ઉસાય નમસ્તોત્રમૈલોક્યનાથતામ્ ચતુ:ખષ્ટિ સુરેન્દ્રાસ્તે ભાસત્તે છટાચામરે: //૪ll શ્રી શંખેશ્વર મંડણ પાર્શ્વજિન પ્રણતકલ્પતરૂકલ્પ ચૂરય દુષ્ટ વાત પૂરય મેં વાંછિત નાથ |
મંત્ર આરાધના (૧) ૩ૐ હ્રીં શ્રીં કચ્છલિકા પાર્શ્વનાથાય નમઃ | (૨) ૐ હ્રીં શ્રીં હ્રીં શ્ર કચ્છલિકા પાર્શ્વનાથાય નમઃ (૩) ૐ હ્રીં શ્રીં હ્રીં શ્ર કચ્છલિકા પાર્શ્વનાથાય નમઃ |
આ ઉપરોક્ત ત્રણેય મંત્રો માંથી કોઈપણ એક મંત્રના જાપ દરરોજ વહેલી સવારે નિશ્ચિત સમયે અને સ્થાન પર બેસીને કરવા. જાપ દરમ્યાન ધૂપ-દીપ અખંડ રાખવા. વસ્ત્રો શુધ્ધ ધારણ કરવા. મુખ પૂર્વ દિશા તરફ રાખવું. મંત્ર આરાધનાથી સર્વ કાર્યો સિદ્ધ થાય છે.
સંપર્કઃ શ્રી સ્કુલિંગજી પાર્શ્વનાથ જૈન દેરાસર મુ.પો. વિજાપુર તા. વિજાપુર જી. મહેસાણા
| ગુજરાત-૩૮૨૮૭૦ ફોન : (૦૨૭૬૩) ૨૨૦૨૦૯
શ્રી સ્કુલિંગજી પાર્શ્વનાથ
૨૫૮
Page #283
--------------------------------------------------------------------------
________________
શ્રી અહિછત્રાજી પાર્શ્વનાથ ઉત્તર પ્રદેશના બરેલી જીલ્લામાં રામાનગર ખાતે શ્રી અહિછત્રા પાર્શ્વનાથ પ્રભુજીનું મુખ્ય અને પ્રાચીન જિનાલય આવેલું છે. શ્રી અહિચ્છત્રા તીર્થ લગભગ ૨૮૦૦ વર્ષ પ્રાચીન છે.
આ તીર્થની પ્રાચીનતા અને લોકપ્રિયતાને પ્રગટ કરવા શ્રી આચારાંગસૂત્ર, શ્રી કલ્પસૂત્ર, શ્રી ત્રિપદ્ધિ શલાકા ચરિત્ર, શ્રી પાર્શ્વનાથ ચરિત્ર આદિમાં આ તીર્થનો ઉલ્લેખ છે.
શ્રી વીર વિજયજી મહારાજે પોતાની રચેલ શ્રી પાર્શ્વનાથ પંચ કલ્યાણ પૂજામાં લખ્યું છે કે “ત્રણ દિવસ ફણા છત્ર ધરાવે, અહિછત્રા નગરીને વસાવે...દશ દશ ભાવોના વેરી કમઠ તાપસના જીવે, મેઘમાળી દેવ બનીને, ભીષણ જળ વૃષ્ટિ દ્વારા શ્રી પાર્શ્વનાથ પ્રભુ ઉપર ભયંકર ઉપસર્ગ કર્યા. પ્રભુ ધ્યાનમાં લીન રહ્યાં. પ્રભુ ઉપર આવેલ ઉપસર્ગના નિવારણ માટે શ્રી ધરણેન્દ્ર દેવ તથા દેવી શ્રી પદ્માવતી પ્રભુના મસ્તક ઉપર ફણાનું છત્ર ફેલાવીને સતત ત્રણ દિવસ સુધી ત્યાં રહીને ઉપસર્ગનું નિવારણ કર્યું.
શ્રી પાર્શ્વનાથ પ્રભુના ચરણ સ્પર્શના તથા ઉપસર્ગના નિવારણના કારણે આ પુણ્યભૂમિ તીર્થરૂપે વિખ્યાત બની તથા હાલ આચાર્ય ભગવંત શ્રી પદ્મચંદ્રસૂરીશ્વરજી મહારાજની પ્રેરણાથી નૂતન જિનાલય નિર્માણાધીન છે.
વિશેષ જાણકારી.
કુરૂજાંગલ દેશમાં અહિચ્છત્રા નામે નગર આવેલું હતું. તેની પાર્શ્વતીર્થ તરીકે ભારે ખ્યાતિ હતી. એમ કહેવાય છે કે મેઘમાળીએ પાર્શ્વનાથ ભગવાનને જે સ્થાને ઉપસર્ગ કર્યો હતો અને જ્યાં ધરણેન્દ્ર નાગરાજે આવીને તેમના માથે છત્ર ધર્યું હતું, તે સ્થાન અહિચ્છત્રા નામે પ્રસિધ્ધ થયું. અને ત્યાં જે નગરી વસી તે અહિચ્છત્રા નામે ઓળખાવા લાગી. પુરાતત્વવિદોના અભિપ્રાય મુજબ
શ્રી અહિછત્રાજી પાર્શ્વનાથ
૨૫૯
Page #284
--------------------------------------------------------------------------
________________
ઉત્તરપ્રદેશના બરેલી જીલ્લામાં આવેલા એઓનાલા ગામથી ઉત્તરમાં ૮ માઈલ દૂર રામાનગર શહે૨ છે. ત્યાંથી દક્ષિણમાં સાડાત્રણ માઈલના ઘેરાવામાં જે ખંડેરો પડેલા છે, તે જ પ્રાચીનકાળની અહિચ્છત્રા નગરી છે.
અહીંથી થોડે દુર કટારીખેડા નામની જગ્યા છે. ત્યાંથી કેટલીક જૈન મૂર્તિઓ અને સ્તૂપો મળી આવ્યા છે. ત્યાં આજે ઈંટનું બનાવેલું એક નાનું જૈન મંદિર છે. પરંતુ જૈન સંઘે આ સ્થાનનું ઐતિહાસિક મહત્વ જાણીને શ્રી પાર્શ્વનાથ ભગવાનનું ભવ્ય મંદિર નિર્માણ, ધર્મશાળા, ભોજનશાળા વગેરે થવું જોઈએ. (હાલમાં જિનાલયના નિર્માણનું કાર્ય ચાલી રહ્યું છે.)
(૨) યુગાધિદેવ શ્રી આદિનાથ ભગવાન પછીના તીર્થંકરોની અહિચ્છત્રા નગરી વિહારભૂમિ રહી છે. તથા અગિયાર રાજાઓની આ અધિકાર ભૂમિ છે. સંકટ હરનારા ત્રેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ ભગવાનની આ તપોભૂમિ છે. શ્રી પાર્શ્વનાથ પ્રભુને કમઠ દ્વારા ઉપસર્ગ થતી વખતે શ્રી ધરણેન્દ્રદેવ અને શ્રી પદ્માવતી દેવી દ્વારા અહીં ફેણમંડપની રચના થઈ હોવાને કારણે આ નગરીનું નામ અહિચ્છત્ર પડ્યું હોવાની ધારણા છે. નજીકનું સ્ટેશન ઓવલા ૧૩ કિ.મી. રામનગર કિલ્લા નજીક આવેલું આ સ્થળ બરેલી જીલ્લાના ઓવલા - શાહબાદ સડક માર્ગ ઉપર છે. અહીં શ્રી પાર્શ્વનાથ પ્રભુની પદ્માસનસ્થ પ્રતિમાજી બિરાજમાન છે.
પ્રસંગ કથા fsterone
એક દિવસ શ્રી પાર્શ્વનાથ પ્રભુ વિચરણ કરતાં કરતાં કોઈ તાપસના આશ્રમ પાસે આવી પહોંચ્યા.
તે વખતે સાયંકાળ થઈ ગયો હતો, એટલે તેઓ નજીકના એક કૂવાની પાસે વડના વૃક્ષની નીચે ઊભા રહીને કાર્યોત્સર્ગ કરવા લાગ્યા. એ રાત્રીએ એમને અનેક જાતના ઉપદ્રવો થયા, પરંતુ મહાસત્વાળી અને દૃઢ પ્રતિજ્ઞ હોવાથી તેઓ એનાથી જરાપણ ચલિત થયા નહિ. અધુરામાં એ રાત્રીએ મૂશળધાર વરસાદ તૂટી
શ્રી અહિછત્રાજી પાર્શ્વનાથ
૨૬૦
Page #285
--------------------------------------------------------------------------
________________
પડ્યો. ચારે તરફ જળબંબાકાર થઈ ગયું છતાં શ્રી પાર્શ્વનાથ પ્રભુનું ધ્યાન તૂટ્યું નહિ. જળનો પ્રવાહ પ્રથમ તેમના કાંડા સુધી આવ્યો પછી ઢીંચણ સુધી આવ્યો અને છેવટે કમ્મરને પણ ડૂબાડી દીધી, છતાંય મહાધીર તો ધ્યાનમાં જ મગ્ન રહ્યાં. | કુદરત જાણે પ્રભુની કસોટી કરવા ન મથતી હોય તેમ જણાતું હતું.
અને...જળનો પ્રવાહ શ્રી પાર્શ્વ પ્રભુના કંઠ સુધી આવી પહોંચ્યો. પરંતુ મેરુ ડગે તો એ ડગે. શ્રી પાર્શ્વ પ્રભુ પોતાના સ્થાનેથી અને ધ્યાનથી જરા પણ ડગ્યા નહિ કે ખસ્યા નહિ.
ઓહ...! શું એમની અડગતા ! શું તેમની અપૂર્વ સાધના...!
અને જળરાશિએ એમનું છેલ્લું પારખું કરી લીધું. નાકના અગ્રભાગને જળનો પ્રવાહ આંબી ગયો પરંતુ એ મહામુનિનું મૌન તૂટ્યું નહિ. એમની યોગસાધના અખંડ રહી.
આ સમયે અવધિજ્ઞાનથી ધરણેન્દ્રના જાણવામાં આવ્યું કે અરે...! પેલો તાપસ કમઠ મારા પ્રભુને વૈરી માનીને ઉપદ્રવ કરી રહ્યો છે...'
અને તત્કાળ પોતાની મહિલાઓ સાથે નાગરાજ ધરણેન્દ્ર વેગથી પ્રભુ પાસે આવ્યો.
ધરણેન્દ્રએ તરત જ પ્રભુને વંદન કરીને પ્રભુના ચરણ નીચે કેવળીના આસન જેવું અને નીચે રહેલાં લાંબા વાળવાવાળું એક સુવર્ણકમળ વિકવ્યું પછી નાગરાજે પોતાની કાયાથી પ્રભુના પૃષ્ઠ અને બે પડખાને ઢાંકી દઈને સાત ફણા વડે પ્રભુને માથે છત્ર ધર્યું (અહિચ્છત્રા).
જળની ઊંચાઈ જેવડા લાંબા નાળાવાળા કમળની ઉપર સમાધિમાં લીન થઈને સ્થિર રહેલા પ્રભુ રાજહંસ જેવા દેખાવા લાગ્યા. ધરણેન્દ્રની સ્ત્રીઓ પ્રભુની સમક્ષ ગીત-નૃત્ય કરવા લાગી.
આ સમયે ધ્યાનમાં રહેલા પ્રભુના અંતરમાં સમતાભાવ રમતો હતો. પ્રભુએ નાગાધિરાજ ધરણેન્દ્ર તથા અસુર મેઘમાળી ઉપર સમાન ભાવ કેળવ્યો હતો. ન
શ્રી અહિછત્રાજી પાર્શ્વનાથ
૨૧
Page #286
--------------------------------------------------------------------------
________________
ન
દ્વેષ, ન ક્રોધ, ન વૈર, ન સ્નેહ, ન ઉમંગ કે ન કોઈ જાતનો ઉમળકો. પ્રભુ તો ધ્યાન મુદ્રામાં સ્થિર બન્યા હતા.
આ સમયે નાગરાજ ધરણેન્દ્રથી ન રહેવાયું. નાગરાજે ક્રોધિત સ્વરે કહ્યું : અરે...! તું આ શું કરી રહ્યો છે ? હું એ મહાકૃપાળુ નો શિષ્ય છું. પણ હવે હું સહન કરી શકીશ નહી. યાદ કર... તે વખતે આ પ્રભુએ કાષ્ઠમાંથી બળતા સર્પને બતાવીને તને પાપ માંથી બચાવ્યો હતો. એથી એમણે તારો શું અપરાધ કર્યો છે? તે પ્રભુની ઉ૫૨ નિષ્કારણ શત્રુ થઈને જ કાર્યારંભ કરેલ છે. તે અટકાવી દે નહિતર તું રહી શકીશ નહિં.'
નાગરાજ ધરણેન્દ્રના શબ્દો સાંભળીને મેઘમાળીએ નીચી દૃષ્ટિ કરીને જોયું તો નાગેન્દ્ર સેવિત એવા શ્રી પાર્શ્વનાથ પ્રભુને જોયા. મેઘમાળી પોતાનો પરાજય જણાયો. મેઘમાળીને થયું કે પોતાની તમામ શક્તિ પ્રભુના પ્રભાવ પાસે ક્ષીણ થઈ ગઈ છે. પ્રભુ તો એક મુષ્ટિથી પર્વતને પણ ચૂર્ણ કરવા સમર્થ છે. પણ કરૂણાનિધિ હોવાથી મને ભસ્મ કરતાં નથી. પરંતુ મને તો આ ધરણેન્દ્ર નાગરાજનો ભય લાગે છે. શું કરૂ ? હા...જો આ પ્રભુનું શરણ મળે તો જ હું ઉગરી શકીશ અને મારૂં હિત એમાં જ સમાયેલું છે.
::
આમ વિચારીને મેઘમાળી પ્રભુની પાસે આવ્યો અને ભાવભર્યા વંદન કરીને બોલ્યો : ‘પ્રભુ, આપ તો અપકારીજન પર ક્રોધ કરતા નથી. આપ મારા પર કૃપા વરસાવીને મારા તમામ અપરાધોની ક્ષમા આપો...મારી રક્ષા કરો. . .આ પ્રમાણે કહીને પ્રભુને ખમાવી, વંદન કરીને મેઘમાળી દેવ પશ્ચાતાપ કરતો પોતાના સ્થાને ગયો.
ત્યાર પછી શ્રી પાર્શ્વનાથ પ્રભુને ઉપસર્ગ રહિત જાણીને નાગરાજ ધરણેન્દ્ર સ્તુતિ અને વંદન કરીને પોતાના સ્થાનકે ગયા.
આ તરફ શ્રી પાર્શ્વનાથ પ્રભુએ આગળ ઉપર વિહાર કર્યો વિહાર કરતાં તેઓ વારાણસીની નજદિક આવ્યા અને આશ્રમપદ નામના ઉદ્યાનમાં ઘતકી વૃક્ષની નીચે કાર્યોત્સર્ગે રહ્યાં.
ત્યાં દીક્ષાના દિવસથી ચોરાસી દિવસો પસાર થયે શુભ ધ્યાનથી શ્રી પાર્શ્વ
શ્રી અહિછત્રાજી પાર્શ્વનાથ
૨૬૨
Page #287
--------------------------------------------------------------------------
________________
પ્રભુના ઘાતી કર્મો નષ્ટ થયા. અને ચૈત્ર માસની કૃષ્ણ ચતુર્થીએ શ્રી પાર્શ્વ પ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં બિરાજમાન શ્રી અહિછત્રાજી પાર્શ્વનાથ
ભારતવર્ષમાં જૈન ધર્મનો વિજયધ્વજ અતિ પ્રાચીન કાળથી લહેરાઈ રહ્યો છે. જૈનો વ્યવહાર કુશળ, ધર્મવત્સલ, અને કલાપ્રેમી રહ્યાં છે. ભારતમાં ધર્મપ્રિય શ્રેષ્ઠીઓએ પ્રભુભક્તિ માટે ઠેરઠેર જિનાલયોના ભવ્ય નિર્માણો કરાવીને તેમાં શ્રી જિનેશ્વર ભગવંતોની દૈદીપ્યમાન, પરમ પ્રભાવક પ્રતિમાજીઓ બિરાજમાન કરાવી છે. આજે પણ પ્રાચીન જિનાલયો ભૂતકાળના દિવ્ય સંભારણાની માફક અડીખમ ઊભા છે. ભૌગોલિક પરિસ્થિતિ, આક્રમણ અને સ્થળાંતર જેવા કારણોથી અનેક જિનાલયો અદૃશ્ય થયા છે. પરંતુ તીર્થનું મહાત્મ્ય અને તેનો પ્રભાવ પ્રાચીન કાળથી અકબંધ રહ્યો છે. આજે પણ તેમાં જરાપણ ઘટાડો થયો નથી.
આજે શ્રી શંખેશ્વર તીર્થનો મહિમા દિન-પ્રતિદિન વધતો જાય છે. શ્રી પાર્શ્વ પ્રભુના અન્ય તીર્થો પણ એટલાંજ પ્રભાવક છે. શ્રી શંખેશ્વર તીર્થ અત્યંત પ્રાચીન છે. એનો ઈતિહાસ યુગો પૂર્વનો છે. આજે આ તીર્થ જાગૃત તીર્થસ્થાન છે. આ તીર્થસ્થાને હજારો યાત્રાળુઓની અવરજવર રહે છે. અને ભાવભરી ભક્તિથી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની સેવા-પૂજા-સ્તુતિ કરે છે. બાવીસમા તીર્થંકર શ્રી નેમિનાથ પ્રભુના કાળથી આ મહાતીર્થ અસ્તિત્વમાં છે.
પરમ પ્રભાવક શ્રી શંખેશ્વર તીર્થમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ - જિનાલય આવેલું છે. વિક્રમ સંવત ૨૦૪૫ મહાસુદ પાંચમના દિવસે આ મહાપ્રાસાદના પ્રેરક ૫.પૂ. પ્રશાંતમૂર્તિ, તપાગચ્છ સૂર્ય, ગચ્છાધિપતિ
શ્રી અહિછત્રાજી પાર્શ્વનાથ
૨૬૩
Page #288
--------------------------------------------------------------------------
________________
આ.ભ. શ્રીમદ્ વિજય પ્રેમસૂરિશ્વરજી મહારાજા તથા પ.પૂ. આ. દેવ શ્રીમદ્ વિજય સુબોધ સૂરિવરજી મહારાજાના વરદ હસ્તે આ મહાપ્રાસાદ માં મૂળનાયક શ્રી ભક્તિ પાર્શ્વનાથ સાથે ૧૦૮ પાર્શ્વનાથ ભગવંતની અંજનશલાકા - પ્રતિષ્ઠાનો ભવ્ય મહોત્સવ ઉજવાયો હતો. લગભગ ૫૦ વિઘા ધરતી પર ૮૪000 ચોરસ ફૂટના ઘેરાવામાં પથરાયેલું આ જિનાલય પદ્મ સરોવરની સ્મૃતિ કરાવે છે. પાર્શ્વનાથ પ્રભુના ૧૦૮ તીર્થોના એક સાથે દર્શન, પૂજન અને યાત્રાનો લાભ યાત્રાળુઓને મળી શકે છે. ૧૧૬ દેવકુલિકાઓના ૧૦૮ શિખરોથી અને ૮ સામરણોથી આ તીર્થ સુશોભિત છે. કલાત્મક ગર્ભદ્વાર, બબ્બે ચોકી મંડપ અને ઉંચા શિખરો ધરાવતાં ત્રણ દિશાના ત્રણ મહાધર પ્રાસાદ નાનામાં નાનું શિખર ૩૭ ફૂટ ઊંચું, અને સૌથી ઊંચું ૭૨ ફૂટનું છે. આ જિનાલયનો પ્રવેશદ્વાર ભવ્ય છે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ - જિનાલયની ફરતી ભમતીમાં સીતોતેરમી દેવકુલિકામાં શ્રી અહિછત્રા પાર્શ્વનાથ પ્રભુ બિરાજમાન છે. પ્રતિમાજીની ઊંચાઈ ૩૧ ઈંચની છે. આ પ્રતિમાજી પદ્માસનસ્થ અને શ્યામ પાષાણની છે. અત્યંત મનોરમ્ય અને દર્શનીય છે.
| શ્રી પાર્શ્વ સ્તવન આશા પુરે પ્રભુ પાસજી, તોડે ભવ પાસ વામાં માતા જનમીયા, અહીંલંછન નાગ....૧ અશ્વસેન સુત સુખકરૂં, નવ હાથની કાય, કાશીદેશ વારાણસી, પુન્ય પ્રભુજી પાય....૨ એકસો વરસનું આયખું પાડી પાર્શ્વકુમાર, પદ્મ કહે મુગતે ગયા, નમતા સુખ નિરધાર...૩
શ્રી અહિછત્રાજી પાર્શ્વનાથ
૨૬૪
Page #289
--------------------------------------------------------------------------
________________
મંત્ર આરાધના
ૐ હ્રીઁ * અહિછત્રા પાર્શ્વનાથાય નમઃ ।
ૐ હ્રીઁ * હ્રીં શ્રીં અહિચ્છત્રા પાર્શ્વનાથાય નમઃ ।
ૐ હ્રાઁ Æ Æ Æ અહિચ્છત્રા પાર્શ્વનાથાય નમઃ । ઉપરોક્ત ત્રણેય મંત્રો મહાપ્રભાવક છે. દરરોજ વહેલી સવારે નિશ્ચિત સમયે અને સ્થાન પર બેસીને મંત્ર જાપ કરવા. દરરોજ એક માળા તો અવશ્ય કરવી. અગિયાર માળા રોજ કરવામાં આવે તો સર્વશ્રેષ્ઠ છે. મુખ પૂર્વ દિશા તરફ રાખવું. સામે શ્રી પાર્શ્વનાથ પ્રભુની છબી રાખવી અથવા દેરાસરમાં બેસીને મંત્ર આરાધના કરવી. જાપ સમયે ધૂપ-દીપ અખંડ રાખવા મંત્ર આરાધનાથી જીવનમાં સફળતાઓ જોવા મળે છે. તેમજ આવતાં વિઘ્નો, કષ્ટો દૂર થાય છે. અત્યંત પ્રભાવકારી મંત્રો છે.
(૧)
(૨)
(૩)
સંપર્કઃ
શ્રી અહિછત્રાજી પાર્શ્વનાથ જૈન દેરાસર પેઢી મુ.પો. રામાનગર
જિ. બરેલી પાંચાલ (ઉત્તર પ્રદેશ)-૨૪૩૩૦૩
શ્રી અહિછત્રાજી પાર્શ્વનાથ
૨૬૫
Te
Page #290
--------------------------------------------------------------------------
________________
શ્રી મહિમા પાર્શ્વનાથ પશ્ચિમ બંગાળના મુર્શીદાબાદ જીલ્લાના જિયાગંજ સ્ટેશનથી ચાર કિલોમીટરના અંતરે શ્રી મહિમા પાર્શ્વનાથ પ્રભુનું મુખ્ય જિનાલય આવેલું છે. ગામનું નામ મહિમાપુર હોવાના કારણે શ્રી મહિમા પાર્શ્વનાથ પ્રભુ તરીકે આ પાર્શ્વનાથ ઓળખાય છે.
- પશ્ચિમ બંગાળના પંચતીર્થનું આ મુખ્ય સ્થાન છે. કોઈ એક સમયે આ સ્થળ મુર્શિદાબાદનું એક અંગ હતું. વિક્રમની ૧૮મી સદીના પ્રારંભમાં મુર્શિદકુલીખાને આ મુર્શિદાબાદ વસાવ્યું હતું. ત્યાર પછી તેમના જમાઈ શુજાખાને રાજ્ય કર્યું.
મારવાડથી અહીં આવેલા શ્રેષ્ઠી શ્રી મહતાબરાયજી અને તેમના પૂર્વજોએ જનકલ્યાણના અનેક કાર્યો કર્યા. એટલે વિક્રમ સંવત ૧૮૦૫માં શ્રેષ્ઠી શ્રી મહતાબરાયજીને જગતશેઠની પદવીથી વિભૂષિત કરવામાં આવ્યા.
જગતશેઠે વિદેશી કસોટીના પાષાણથી ગંગાનદીના કિનારે ભવ્ય મંદિર નિર્માણ કર્યું હતું. નદીમાં પુર આવવાથી, મંદિરને બીજી જગ્યાએ લઈ ગયા અને તે જ પાષાણથી વિક્રમ સંવત ૧૯૭૫માં તેમના વંશ જ શ્રી સૌભાગ્યમલજી દ્વારા મંદિરનું નિર્માણ કરાવી ત્યાં પ્રાચીન પ્રતિમા આ મંદિરમાં પુનઃ પ્રતિષ્ઠિત કરવામાં આવી.
શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ જિનાલયની ભરતી ભમતીમાં અઠયોતેરમી દેવકુલિકામાં શ્રી મહિમા પાર્શ્વનાથ પ્રભુની મનોહર પ્રતિમાજી બિરાજમાન છે.
પશ્ચિમ બંગાળમાં જિયાગંજ તીર્થ આવેલું છે. જિયાગંજ ગામે સવાલ પટ્ટીમાં, મંદિરની નિર્માણ શૈલી તથા પ્રભુ પ્રતિમાજી કલા દર્શનીય છે. અહીં બીજા ત્રણ મંદિરો છે. અહીંના શ્રી વાસુપૂજ્ય સ્વામી ભગવાનના મંદિરમાં અંક્તિ ચિત્રો પ્રાચીન કલાના દર્શન કરાવે છે. અજિમગંજ જવા માટે અહીં રહેવું અને અહીંથી જવું સગવડભર્યું છે. જિયાગંજ રેલ્વે સ્ટેશન ૨ કિ.મી. છે. અહીંથી મહિમા પુર તથા કઠગોલા પણ જવાય છે. ધર્મશાળા - ભોજનશાળાની સગવડ
શ્રી મહિમા પાર્શ્વનાથ
૨૬૬
Page #291
--------------------------------------------------------------------------
________________
છે. જિયાગંજ તીર્થમાં મૂળનાયક શ્રી સંભવનાથ સ્વામી છે.
જ્યારે અઝિમગંજ તીર્થમાં મૂળનાયક રૂપે શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ પ્રભુ છે. ભાગીરથી ગંગા નદીના કિનારે વસેલા આ રમણીય તીર્થમાં કલાના નમૂનાઓ જોવા મળે છે. રત્નોની બનેલા પ્રતિમાઓનો સંગ્રહ જરૂર જોવાલાયક છે. જે અહીંની જાહોજલાલીનો ખ્યાલ આપે છે. આ ઉપરાંત અહીં બીજા સાત મંદિરો છે. જિયાગંજ રહી, ત્યાંથી અહીં હોડીમાં નદી પાર કરીને સહેલાઈથી આવી શકાય છે. અહીં કસોટીના પથ્થરમાંથી બનેલું મંદિર જોવાલાયક છે. કસોટીનો પથ્થર સોનાની ચકાસણી માટે વપરાય છે. અહીંના નવરત્નની પ્રતિમાઓના દર્શન યાદગાર બની રહે તેમ છે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં બિરાજમાન શ્રી મહિમા પાર્શ્વનાથ
ભારતવર્ષમાં જૈન ધર્મનો વિજયધ્વજ અતિ પ્રાચીન કાળથી લહેરાઈ રહ્યો છે. જૈનો વ્યવહાર કુશળ, ધર્મવત્સલ, અને કલાપ્રેમી રહ્યાં છે. ભારતમાં ધર્મપ્રિય શ્રેષ્ઠીઓએ પ્રભુભક્તિ માટે ઠેરઠેર જિનાલયોના ભવ્ય નિર્માણો કરાવીને તેમાં શ્રી જિનેશ્વર ભગવંતોની દૈદીપ્યમાન, પરમ પ્રભાવક પ્રતિમાજીઓ બિરાજમાન કરાવી છે. આજે પણ પ્રાચીન જિનાલયો ભૂતકાળના દિવ્ય સંભારણાની માફક અડીખમ ઊભા છે. ભૌગોલિક પરિસ્થિતિ, આક્રમણ અને સ્થળાંતર જેવા કારણોથી અનેક જિનાલયો અદૃશ્ય થયા છે. પરંતુ તીર્થનું મહાત્મ્ય અને તેનો પ્રભાવ પ્રાચીન કાળથી અકબંધ રહ્યો છે. આજે પણ તેમાં જરાપણ ઘટાડો થયો નથી.
આજે શ્રી શંખેશ્વર તીર્થનો મહિમા દિન-પ્રતિદિન વધતો જાય છે. શ્રી પાર્શ્વ પ્રભુના અન્ય તીર્થો પણ એટલાંજ પ્રભાવક છે. શ્રી શંખેશ્વર તીર્થ અત્યંત પ્રાચીન છે. એનો ઈતિહાસ યુગો પૂર્વનો છે. આજે આ તીર્થ જાગૃત તીર્થસ્થાન છે. આ તીર્થસ્થાને હજારો યાત્રાળુઓની અવરજવર રહે છે. અને ભાવભરી ભક્તિથી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની સેવા-પૂજા-સ્તુતિ કરે છે. બાવીસમા તીર્થંકર શ્રી નેમિનાથ પ્રભુના કાળથી આ મહાતીર્થ અસ્તિત્વમાં છે.
શ્રી મહિમા પાર્શ્વનાથ
૨૬૭
Page #292
--------------------------------------------------------------------------
________________
પરમ પ્રભાવક શ્રી શંખેશ્વર તીર્થમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ - જિનાલય આવેલું છે. વિક્રમ સંવત ૨૦૪૫ મહાસુદ પાંચમના દિવસે આ મહાપ્રાસાદના પ્રેરક પ.પૂ. પ્રશાંતમૂર્તિ, તપાગચ્છ સૂર્ય, ગચ્છાધિપતિ આ.ભ. શ્રીમદ્ વિજય પ્રેમસૂરિશ્વરજી મહારાજા તથા પ.પૂ. આ. દેવ શ્રીમદ્ વિજય સુબોધ સૂરિવરજી મહારાજાના વરદ હસ્તે આ મહાપ્રાસાદ માં મૂળનાયક શ્રી ભક્તિ પાર્શ્વનાથ સાથે ૧૦૮ પાર્શ્વનાથ ભગવંતની અંજનશલાકા - પ્રતિષ્ઠાનો ભવ્ય મહોત્સવ ઉજવાયો હતો. લગભગ ૫૦ વિઘા ધરતી પર ૮૪000 ચોરસ ફૂટના ઘેરાવામાં પથરાયેલું આ જિનાલય પદ્મ સરોવરની સ્મૃતિ કરાવે છે. પાર્શ્વનાથ પ્રભુના ૧૦૮ તીર્થોના એક સાથે દર્શન, પૂજન અને યાત્રાનો લાભ યાત્રાળુઓને મળી શકે છે. ૧૧૬ દેવકુલિકાઓના ૧૦૮ શિખરોથી અને ૮ સામરણોથી આ તીર્થ સુશોભિત છે. કલાત્મક ગર્ભદ્વાર, બબ્બે ચોકી મંડપ અને ઉંચા શિખરો ધરાવતાં ત્રણ દિશાના ત્રણ મહાધર પ્રાસાદ નાનામાં નાનું શિખર ૩૭ ફૂટ ઊંચું, અને સૌથી ઊંચું ૭૨ ફૂટનું છે. આ જિનાલયનો પ્રવેશદ્વાર ભવ્ય છે. આ
in શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ - જિનાલયની ફરતી ભમતીમાં અયોતેરમી દેવકુલિકામાં શ્રી મહિમા પાર્શ્વનાથ પ્રભુજી બિરાજમાન છે. પ્રતિમાજીની ઊંચાઈ ૩૧ ઈંચની છે. આ પ્રતિમાજી પદ્માસનસ્થ અને શ્વેત પાષાણની છે. આ પ્રતિમાજી અત્યંત મનોરમ્ય અને દર્શનીય છે.
મહિમા અપરંપાર
પાટણના રવિચંદભાઈ છેલ્લા કેટલાક વર્ષોથી મુંબઈમાં સ્થાયી થયા હતા. રવિચંદભાઈના સસરા મુંબઈ રહેતા હતા. તેઓ જ્યારે મુંબઈ ગયા ત્યારે એકાદ મહિનો સસરાને ત્યાં રહ્યાં હતા. પાટણમાં વેપાર-ધંધા ચાલતા ન હોવાથી રવિચંદભાઈએ મુંબઈનો માર્ગ પકડ્યો હતો. રવિચંદભાઈની પત્ની શોભનાબેન સંસ્કારી અને ગુણીયલ હતા. તેમને સાત વર્ષનો પુત્ર અને ૩ વર્ષની પુત્રી હતી. પાટણમાં તેઓ ડંખ મહેતાના પાડામાં જૂના પુરાણા ઘરમાં રહેતા હતા. તેઓ
શ્રી મહિમા પાર્શ્વનાથ
૨૬૮
Page #293
--------------------------------------------------------------------------
________________
દ૨૨ોજ સેવા પૂજા કરતાં.
મુંબઈ પહોંચ્યા પછી રવિચંદભાઈએ ફામાસ્યુટીકલ્સની લાઈન પકડી. રવિચંદભાઈ તેમના એક સ્નેહીને ત્યાં જ નોકરી કરવા લાગ્યા હતા. રાત્રે તેઓ એકાઉન્ટ લખતા.
રવિચંદભાઈએ ફાર્માસ્યુટીકલ્સની આઈટમોનો અભ્યાસ કરવા માંડ્યો હતો અને એમાં જ આગળ વધવાની નેમ હતી. કઈ કંપનીને કેટલી જરૂરિયાત હોય છે તેની જાણકારી મેળવવા માંડ્યા.
સસરાને ત્યાં એક મહિનો રહ્યાં પછી દાદરમાં એક રૂમ ભાડે લીધી. હજુ પોતાના પરિવારના સભ્યોને મુંબઈ બોલાવી શકે તેવી સ્થિતિમાં નહોતા.
રવિચંદભાઈને શ્રી મહિમા પાર્શ્વનાથ પ્રભુ પ્રત્યે અનન્ય શ્રધ્ધા અને ભક્તિ હતી. તેઓ પાટણમાં હતા ત્યારે મહિનામાં એક બે વાર શંખેશ્વર જરૂર જતાં અને શંખેશ્વરમાં આવેલ શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ વિહાર મહાપ્રાસાદ જિનાલયની ફરતી ભમતીમાં બિરાજમાન શ્રી મહિમા પાર્શ્વનાથ પ્રભુની ભક્તિ ભાવ વિભોર બનીને કરતાં હતા.
રવિચંદભાઈ મુંબઈના હાડમારી ભર્યા જીવનમાં પ્રવેશ્યા હોવા છતાં શ્રી મહિમા પાર્શ્વનાથ પ્રભુના જાપ વહેલી સવારે ઊઠીને કરી લેતાં અને મનોમન પ્રાર્થના કરતાં હે મહિમા પાર્શ્વ પ્રભુ ! આપના દિવ્ય દર્શનનો લાભ મને ક્યારે મળશે ?
રવિચંદભાઈએ મનમાં સંકલ્પ કર્યો હતો કે જો એક વર્ષમાં મુંબઈમાં પગભર થઈ જાઉં તો મારા પરિવારને અહીં બોલાવી લઈશ. તે પહેલાં શંખેશ્વર જઈ આવીશ.
શ્રી મહિમા પાર્શ્વનાથ પ્રભુની શ્રધ્ધાપૂર્વક કરેલી ભક્તિનું ફળ રવિચંદભાઈને છ મહિનામાંજ મળી ગયું.
વાત જાણે એવી બની હતી કે મુંબઈ આવ્યા પછી અમૂક મહિના બાદ તેઓ એક કંપનીના પરચેઝ ઓફિસરને મળવા ગયા અને જરૂરિયાતની આઈટમ માટે પૂછયું. આ કંપનીને તેના શેઠ માલ આપતા નહોતા કે કોઈ પ્રકારનો લેવડ દેવડનો
શ્રી મહિમા પાર્શ્વનાથ
૨૬૯
Page #294
--------------------------------------------------------------------------
________________
વ્યવહાર નહોતો.
કંપનીના પરચેઝ ઓફિસરે રવિચંદભાઈને સીધો પાંચ લાખનો ઓર્ડર રવિચંદભાઈએ આપેલા ભાવ પરથી આપ્યો. અને તાત્કાલિક માલ પહોંચાડી દેવા જણાવ્યું.
રવિચંદભાઈને ઓર્ડર તો મળ્યો પરંતુ તેને ઉધારીમાં માલ કોણ આપે? રવિચંદભાઈ મુંઝાયા. શું કરવું તે પ્રશ્ન થઈ પડ્યો. તેમની પાસે ઘરમાં માત્ર રૂા. દસ હજાર જેવી રકમ હતી. પરંતુ તેઓ હિંમત ન હાર્યા. તેઓ એ દિવસે સાંજે હોલસેલર વેપારી પાસે ગયા અને પાટણની ઓળખાણ કાઢીને ક્રેડીટ પર માલ માંગ્યો. જયારે તેઓ આ વાત કરવા માટે ગયા ત્યારે શ્રી મહિમા પાર્શ્વનાથ પ્રભુનું રટણ ચાલું જ રાખ્યું.
અને રવિચંદભાઈની ઈચ્છા ફળિભૂત થઈ. હોલસેલર વેપારીએ પાંચ લાખનો માલ પંદર દિવસની ક્રેડીટ પર આપવા રાજી થયા. જ્યારે પેલી કંપનીએ આઠ દિવસમાં પેમેન્ટ કરી દેવાની વાત કરી હતી.
આમ રવિચંદભાઈના પાસાં સવળાં પડ્યા.
બીજે દિવસે રવિચંદભાઈએ તે કંપનીને પાંચ લાખના માલની ડીલેવરી કરી. અને પોતાના પુત્ર તુષાર ફાર્મા ડીસ્ટ્રીબ્યુટર્સ નામની પેઢીના લેટરપેડ, ચલનબુક, બેંકમાં ખાતું, બીલબુક, પહોંચ બુક વગેરે છપાવી નાખ્યું.
તે કંપનીએ ત્યારે જ આઠ દિવસ પછીનો ચેક પણ રવિચંદભાઈને આપી દીધો. આ લેતી-દેતીમાં રવિચંદભાઈને દસ ટકા જેટલો નફો મળતો હતો.
આઠ દિવસ બાદ ચેક જમા કરાવ્યો..
બેંકમાં ચેક જમા થઈ ગયો. પછી રવિચંદભાઈએ હોલસેલર વેપારીને નિર્ધારિત તારીખનો ચેક આપી દીધો. આમ શ્રી મહિમા પાર્શ્વનાથ પ્રભુની કૃપાથી રવિચંદભાઈનો પહેલો સોદો સફળ થયો. તેમણે હજુ નોકરી છોડી નહોતી. તેમણે ખુલ્લા મને આ થયેલા સોદાની વાત પોતાના શેઠને કરી હતી. શેઠ નિખાલસ સ્વભાવના હતા. તેઓ રાજી થયા.
રવિચંદભાઈ નોકરીનો સમય પૂરો થયા પછી બજારમાં ફરવા
શ્રી મહિમા પાર્શ્વનાથ
૨૭૦
Page #295
--------------------------------------------------------------------------
________________
લાગ્યા...અને નાના-મોટા કામ મળવા લ
લાગ્યા. ધીરેધીરે તેમની મહેનત રંગ
લાવવા લાગી.
જે કંપનીએ પાંચ લાખનો ઓર્ડર આપ્યો હતો તેનો એક દિવસ ફોન આવ્યો કે મળી જાઓ...
SKYL
રવિચંદભાઈ બીજે દિવસે મળવા ગયા અને કંપનીના પરચેઝ ઓફિસરે પચાસ લાખનો ઓર્ડર આપ્યો. અને આઠ દિવસમાં માલની ડિલેવરી કરી દેવા જણાવ્યું. રવિચંદભાઈએ ખૂબજ વિનંતીપૂર્વક પચાસ ટકા એડવાન્સ રકમ માંગી. તો તરત જ તેમની વિનંતીનો સ્વીકાર થયો.
આમ આઠ દિવસમાં રવિચંદભાઈએ તે કંપનીને પચાસ લાખનો ઓર્ડર સપ્લાય કરી દીધો. કંપનીએ બીજો પચ્ચીસ લાખનો ચેક પણ આપી દીધો.
રવિચંદભાઈએ તરત જ પાર્લામાં રહેતા તેમના સસરાના ફલેટની બાજુમાં એક ફલેટ વેંચાતો લઈ લીધો. તેમણે નોકરી છોડી દીધી. ઓફિસ લેવાની બાકી હતી તે માટે તેઓ તેના વેંતમાં જ હતા.
એક દિવસ તેમને પ્રિન્સેસ સ્ટ્રીટમાંજ એક નાનકડી ઓફિસ ભાડે મળી ગઈ. તેમણે ત્યાં ફરનીચર કરીને અફલાતુન ઓફિસ બનાવી. તે દરમ્યાન તેઓ પાટણ ત્રણ વાર જઈ આવ્યા હતા અને ત્રણેય વાર શંખેશ્વર જઈને શ્રી મહિમા પાર્શ્વનાથ પ્રભુના દર્શન કરી આવ્યા હતા.
વેકેશનમાં રવિચંદભાઈએ પાટણનું ઘર બંધ કર્યું અને પત્ની તથા બાળકોને મુંબઈ લઈ આવ્યા ત્યાંની શાળામાં બાળકોના પ્રવેશ મેળવી લીધા. પંદર દિવસમાં ઘર ગોઠવાઈ ગયું.
રવિચંદભાઈનો વ્યવસાય સરસ ચાલવા લાગ્યો. તેઓ જ્યારે શંખેશ્વર જતાં ત્યારે શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં માતબર રકમ લખાવતા. તેઓ માનતા હતા કે આ જે કંઈ છે તે શ્રી મહિમા પાર્શ્વનાથ પ્રભુની કૃપાનું જ ફળ છે.
૨૭૧
શ્રી મહિમા પાર્શ્વનાથ
Page #296
--------------------------------------------------------------------------
________________
મત્ર આરાધના
(૧) ૩ૐ હ્રીં શ્રીં મહિમા પાર્શ્વનાથાય નમઃ | (૨) 3ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં મહિમા પાર્શ્વનાથાય નમઃ | (૩) ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં મહિમા પાર્શ્વનાથાય નમઃ |
ઉપરોક્ત ત્રણેય મંત્રો મહાપ્રભાવક અને ચમત્કારિક છે. દરરોજ વહેલી સવારે ઊઠીને નિશ્ચિત સમયે અને સ્થાન પર બેસીને સ્થિર મન રાખીને મંત્ર જાપ કરવા. મંત્રજાપ દરમ્યાન ધૂપ-દીપ અખંડ રાખવા. વસ્ત્રો શુધ્ધ ધારણ કરવા, સામે શ્રી પાર્શ્વનાથ પ્રભુની છબી રાખવી અથવા મંત્રજાપ જિનમંદિરમાં કરવા. મંત્ર આરાધના કરવાથી જીવનમાં ઉન્નતિ થાય છે. સંકટો ટળી જાય છે.
સંપર્કઃ શ્રી મહિમાપુર પાર્શ્વનાથ જૈન તીર્થ
શ્રી જગતશેઠ જૈન કસોટી મંદિર | મુ.પો. મહિમાપુર (બંગાલ) - પો. નસીપુર (રાજબારી) જિ. મર્શિદાબાદ (પશ્ચિમ બંગાળ)
શ્રી મહિમા પાર્શ્વનાથ
૨૭૨
Page #297
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રગટપ્રભાવી પાર્શ્વનાથ ગુજરાતના વડોદરા જિલ્લાના ડભોઈ મુકામે શ્રીમાળી વાગામાં શ્રી પ્રગટ પ્રભાવી પાર્શ્વનાથ પ્રભુનું મુખ્ય જિનાલય આવેલું છે. અહીંના જિનાલયો પ્રાચીન અને દર્શનીય છે. અહીં જૈનોની વસ્તી વિશાળ છે. ડભોઈ ગામથી પશ્ચિમ દિશામાં મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજનું સમાધિમંદિર આવેલું છે. અહીં એક સૂપમાં વિક્રમ સંવત ૧૭૪પના ઉલ્લેખવાળી પૂજ્ય ઉપાધ્યાયજીની ચરણપાદુકા પણ છે. ધર્મશાળા તથા ભોજનશાળાની ઉત્તમ સગવડ છે. અહીંના જ્ઞાનભંડારોમાં પ્રાચીન જૈન સાહિત્યનો વિપુલ ભંડાર છે. ડભોઈ દર્શનીય તીર્થસ્થાન છે.
શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ જિનાલયની ફરતી ભમતીમાં શ્રી પ્રગટ પ્રભાવી પાર્શ્વનાથ પ્રભુની દેરી છે. આ દેરીમાં શ્રી પ્રગટપ્રભાવી પાર્શ્વનાથની અલૌકિક અને દર્શનીય પ્રતિમાજી બિરાજમાન છે.
ડભોઈના શ્રીમાલી વાળા વિસ્તારમાં પીત પાષાણના, પદ્માસનસ્થ, સપ્તફણાથી અલંકૃત શ્રી પ્રગટ પ્રભાવી પાર્શ્વનાથ પ્રભુની અલૌકિક પ્રતિમાજી બિરાજમાન છે. પ્રતિમાજીના દર્શન કરતાં ભક્તિભાવનું પવિત્ર ઝરણું હૈયામાં વહેવા લાગે તેવી દિવ્ય પ્રતિમાજી છે. આ પ્રતિમાજીની ઊંચાઈ ૩૩ ઈંચ અને પહોળાઈ ૨૬ ઈંચની છે.
ગુર્જરેશ્વર મહારાજા સિધ્ધરાજ જયસિંહના સમયમાં વસેલી આ નગરી ત્યારે ‘દર્ભાવતી' નામથી ઓળખાતી હતી. રાજા વીરધવલના મંત્રી તેજપાળે ડભોઈ કિલ્લાનો જીર્ણોધ્ધાર કરાવ્યો હતો અને અહીં શ્રી પાર્શ્વનાથ પ્રભુનું ભવ્ય જિનાલય બંધાવ્યાનું મનાય છે. જ્યારે શ્રી પેથડ શાહ શ્રેષ્ઠીએ ૮૪ જિનપ્રસાદો બંધાવ્યા હતા તેમજ તેમણે અહીં શ્રી ચંદ્રપ્રભ સ્વામીનું જિનાલય બંધાવ્યું હતું.
મહારાજા વિક્રમના તેરમા સૈકામાં થઈ ગયેલા વિશળદેવના સમયમાં શિલ્પી હિરાધરે અહીં કિલ્લો બંધાવ્યો હતો. જે હીરાભાગોળના નામથી
ઓળખાતો હતો. આચાર્ય ભગવંત શ્રી મુનિચંદ્રસૂરીશ્વરજી મહારાજાનો જન્મ અહીં થયો હતો. અને મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજા વિક્રમ સંવત ૧૭૪૩માં અહીં કાળધર્મ પામ્યા હતા..
શ્રી પ્રગટપ્રભાવી પાર્શ્વનાથ
૨૭૩
Page #298
--------------------------------------------------------------------------
________________
ડભોઈમાં અનેક સુંદર, દર્શનીય અને કલાકારીગરીથી ઓપતાં જિનાલયો આવેલાં છે. શ્રી પ્રગટ પ્રભાવી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી શ્રી ઋષભાદિ જયતિલક પ્રાસાદના ભોંયરામાં બિરાજે છે. એક ધોબીએ સ્પષ્નમાં આ પ્રતિમાજીના દર્શન કર્યા હતા તે અનુસાર આ પ્રતિમાજી ડભોઈની નજીક આવેલ સંખેડા-બાદરપુર ગામોની વચ્ચે વહેતી “ઓરસંગ’ સરિતાના કિનારેથી પ્રાપ્ત થયા હતા. ત્યાર પછી પ્રતિમાજીને વાજતે-ગાજતે ડભોઈ લાવવામાં આવ્યા હતા. વિશાળ કદના આ પ્રતિમાજી ઘણા પ્રાચીન હોવાનું મનાય છે.
શ્રી આદિનાથજીના જિનાલયમાં ડભોઈમાં જન્મેલા આચાર્ય ભગવંત શ્રી જેબૂસુરીશ્વરજી મહારાજના વરદ હસ્તે વિક્રમ સંવત ૨૦૦૭ ના વૈશાખ સુદ-૭ના દિવસે આ પ્રતિમાજીની મહોત્સવ પૂર્વક ભવ્ય પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ પાર્શ્વનાથજીને ‘દર્ભાવતી પાર્શ્વનાથ' ના નામથી પણ જાણવામાં આવે છે. ડભોઈ તીર્થ અંગે આચાર્ય ભગવંતોએ પોતાની પ્રાચીન રચનાઓમાં ઉલ્લેખ કર્યો છે.
આ છે
શ્રી પાશ્વ-સ્તવના
ડભોઈ ખાતે શ્રી પ્રગટપ્રભાવી પાર્શ્વનાથ પ્રભુનું મુખ્ય જિનાલય આવેલું છે. શ્રી પ્રગટપ્રભાવી પાર્શ્વનાથ પ્રભુની ગુરૂ ભગવંતોએ સ્તવના કરી છે.
પ્રગટ પ્રભાવી નામ તારું નાથ સાચું હોય જો , કલિકાલમાં મુજને પ્રભુજી મુક્તિ સુખ દેખાડ તો, તું જ નામ સત્ય ઠરે જ છે, મુજ આતમા આનંદતા, પ્રગટ પ્રભાવી'(પ્રભુ) પાર્થને ભાવે કરું વંદના.
“ઓરસંગ નદી તટેથી સ્વપ્ન આપી પધારતાં, મહામંત્રી તેજપાલ રચિત જિનમંદિરે બિરાજતાં, દર્ભાવતીમાં પદ્માસનાથે કર્મ દર્ભને દૂર કરે, પ્રગટ પ્રભાવી” પ્રભુના ચરણમાં તન મન ધન અર્પણ સદા.
શ્રી પ્રગટ પ્રભાવી પાર્શ્વનાથ
૨૭૪
Page #299
--------------------------------------------------------------------------
________________
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં બિરાજમાન શ્રી પ્રગટપ્રભાવી પાર્શ્વનાથ
ભારતવર્ષમાં જૈન ધર્મનો વિજયધ્વજ અતિ પ્રાચીન કાળથી લહેરાઈ રહ્યો છે. જૈનો વ્યવહાર કુશળ, ધર્મવત્સલ, અને કલાપ્રેમી રહ્યાં છે. ભારતમાં ધર્મપ્રિય શ્રેષ્ઠીઓએ પ્રભુભક્તિ માટે ઠેરઠેર જિનાલયોના ભવ્ય નિર્માણ કરાવીને તેમાં શ્રી જિનેશ્વર ભગવંતોની દૈદીપ્યમાન, પરમ પ્રભાવક પ્રતિમાજીઓ બિરાજમાન કરાવી છે. આજે પણ પ્રાચીન જિનાલયો ભૂતકાળના દિવ્ય સંભારણાની માફક અડીખમ ઊભા છે. ભૌગોલિક પરિસ્થિતિ, આક્રમણ અને સ્થળાંતર જેવા કારણોથી અનેક જિનાલયો અદશ્ય થયા છે. પરંતુ તીર્થનું મહાભ્ય અને તેનો પ્રભાવ પ્રાચીન કાળથી અકબંધ રહ્યો છે. આજે પણ તેમાં જરાપણ ઘટાડો થયો નથી.
આજે શ્રી શંખેશ્વર તીર્થનો મહિમા દિન-પ્રતિદિન વધતો જાય છે. શ્રી પાર્થ પ્રભુના અન્ય તીર્થો પણ એટલાંજ પ્રભાવક છે. શ્રી શંખેશ્વર તીર્થ અત્યંત પ્રાચીન છે. એનો ઈતિહાસ યુગો પૂર્વનો છે. આજે આ તીર્થ જાગૃત તીર્થસ્થાન છે. આ તીર્થસ્થાને હજારો યાત્રાળુઓની અવરજવર રહે છે. અને ભાવભરી ભક્તિથી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની સેવા-પૂજા-સ્તુતિ કરે છે. બાવીસમા તીર્થંકર શ્રી નેમિનાથ પ્રભુના કાળથી આ મહાતીર્થ અસ્તિત્વમાં છે.
પરમ પ્રભાવક શ્રી શંખેશ્વર તીર્થમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ – જિનાલય આવેલું છે. વિક્રમ સંવત ૨૦૪૫ મહાસુદ પાંચમના દિવસે આ મહાપ્રાસાદના પ્રેરક પ.પૂ. પ્રશાંતમૂર્તિ, તપાગચ્છ સૂર્ય, ગચ્છાધિપતિ આ.ભ. શ્રીમદ્ વિજય પ્રેમસૂરિશ્વરજી મહારાજા તથા પ.પૂ. આ. દેવ શ્રીમદ્ વિજય સુબોધ સૂરિવરજી મહારાજાના વરદ હસ્તે આ મહાપ્રાસાદ માં મૂળનાયક શ્રી ભક્તિ પાર્શ્વનાથ સાથે ૧૦૮ પાર્શ્વનાથ ભગવંતની અંજનશલાકા - પ્રતિષ્ઠાનો ભવ્ય મહોત્સવ ઉજવાયો હતો. લગભગ ૫૦ વિઘા ધરતી પર ૮૪૦૦૦ચોરસ ફૂટના ઘેરાવામાં પથરાયેલું આ જિનાલય પદ્મ સરોવરની સ્મૃતિ
શ્રી પ્રગટપ્રભાવી પાર્શ્વનાથ
૨૭૫
Page #300
--------------------------------------------------------------------------
________________
કરાવે છે. પાર્શ્વનાથ પ્રભુના ૧૦૮ તીર્થોના એક સાથે દર્શન, પૂજન અને યાત્રાનો લાભ યાત્રાળુઓને મળી શકે છે. ૧૧૬ દેવકુલિકાઓના ૧૦૮ શિખરોથી અને ૮ સામરણોથી આ તીર્થ સુશોભિત છે. કલાત્મક ગર્ભદ્વાર, બબ્બે ચોકી મંડપ અને ઉંચા શિખરો ધરાવતાં ત્રણ દિશાના ત્રણ મહાધર પ્રાસાદ નાનામાં નાનું શિખર ૩૭ ફૂટ ઊંચું, અને સૌથી ઊંચું ૭૨ ફૂટનું છે. આ જિનાલયનો પ્રવેશદ્વાર ભવ્ય છે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ – જિનાલયની ફરતી ભમતીમાં ઓગણએંસી દેવકુલિકામાં શ્રી પ્રગટપ્રભાવી પાર્શ્વનાથ પ્રભુજી બિરાજમાન છે. પ્રતિમાજીની ઊંચાઈ ૩૧ ઈંચની છે. આ પ્રતિમાજી પદ્માસનસ્થ અને શ્વેત પાષાણની છે. અત્યંત મનોરમ્ય અને દર્શનીય છે. તેમજ આ પ્રતિમાજી પરિકરથી પરિવૃત્ત છે તથા સપ્તફણાથી અલંકૃત છે.
_મહિમા અપરંપાર વીરમગામની મુખ્ય બજારમાં લલિતભાઈની નાનકડી ખોલી જેવી દુકાન. આ નાનકડી દુકાનમાં બેસીને લલિતભાઈ કરિયાણાનો વેપાર કરે... લલિતભાઈના પિતા પણ આ દુકાનમાં બેસીને કરિયાણાનો વેપાર કરતાં હતા. લલિતભાઈએ જ્યારથી વેપાર સંભાળ્યો ત્યારથી દિન પ્રતિદિન વેપાર ધીમો પડવા લાગ્યો. મુખ્ય બજારમાં આધુનિક સ્ટાઈલની ત્રણચાર કરિયાણાની દુકાનો થઈ ગઈ હતી. આધુનિક દુકાનમાં દરેક વસ્તુ સરસ મજાના પેકીંગમાં મળતી. લોકો ધીરે ધીરે એ તરફ વળ્યા અને લલિતભાઈની દુકાન ધંધામાં બેસી ગઈ તેમ કહીએ તો ખોટું નથી. તેમને રોજનો સૌ-દોઢસોનો જ વેપાર થતો. આથી લલિતભાઈ ચિંતામાં પડી ગયા. તેમના દસ-પંદર ખૂબજ જૂના ગ્રાહકો હતા તે પણ પેલી નવી દુકાનમાં જવા લાગ્યા. જમાનો નવા રંગરૂપનો શરૂ થયો હતો. પ્રમાણિકતા, નિષ્ઠાનો કોણ ભાવ પૂછે?
- લલિતભાઈના પિતાજી સોમચંદભાઈને પણ ચિતાં પેઠી હતી. તેમણે
શ્રી પ્રગટપ્રભાવી પાર્શ્વનાથ
૨૭૬
Page #301
--------------------------------------------------------------------------
________________
લલિતને કહ્યું : “દીકરા, આધુનિકતાના પ્રવાહમાં આપણે ન પહોંચી શકીએ...આપણે વ્યવસાય બદલવો પડે એ જ સાચો ઉપાય છે.'
“પિતાજી, આપણે વ્યવસાય બદલીએ તો પણ આવડી નાની ખોલી જેવડી દુકાનમાં બીજું કરી શકીએ ?'
લલિતભાઈની પત્ની સુરેન્દ્રનગરની હતી અને ભણેલી પણ હતી. તેનું નામ ભાવના હતું.
ભાવનાએ કહ્યું : “પિતાજીની વાત એકદમ સાચી છે. અને તમારી વાત પણ સાચી છે કે નાનકડી દુકાનમાં શું કરી શકીએ ? મને એક વિચાર આવે છે આપણે શંખેશ્વર જઈએ ત્યાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ જિનાલયની ફરતી ભમતીમાં શ્રી પ્રગટ પ્રભાવી પાર્શ્વનાથ પ્રભુની મનોરમ્ય અને ચમત્કારિક પ્રતિમાજી છે. તેમના દર્શન-વંદન અને ભક્તિ કરવાથી કોઈ માર્ગ સુઝી આવશે...”
સોમચંદભાઈ અને લલિતભાઈ બન્ને ભાવનાની વાત સાથે સહમત થયા. સોમચંદભાઈના પત્ની પ્રભાબેન ત્રણવર્ષ પહેલાં જ મૃત્યુ પામ્યા હતા.
બીજે દિવસે સોમચંદભાઈ, લલિત, ભાવના તથા તેમનો પાંચ વર્ષનો પુત્ર સુમિત શંખેશ્વર ગયા. શંખેશ્વરમાં સીધા શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં ગયા અને ધર્મશાળામાં રૂમ રાખી.
થોડીવાર આરામ કરીને, નવકારશી વાપરીને સ્નાન કાર્યથી નિવૃત્ત થઈને, પૂજાના વસ્ત્રો ધારણ કરીને શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારના જિનાલયમાં સેવા-પૂજા કરવા ગયા ત્યાં દરેક ભગવાનની પૂજા કરી, શ્રી પ્રગટપ્રભાવી પાર્શ્વનાથ પ્રભુની અનેરી શ્રધ્ધા અને ભક્તિ સાથે સેવા-પૂજા કરી. ભાવનાએ ચૈત્યવંદન કરાવ્યું. ત્યારબાદ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ દાદાની પૂજા કરવા માટે ગયા. સૌએ ત્યાં ભાવથી સેવા પૂજા કરી અને પાછા ધર્મશાળામાં આવ્યા.
શ્રી પ્રગટપ્રભાવી પાર્શ્વનાથ
૨૭૭
Page #302
--------------------------------------------------------------------------
________________
સૌએ વસ્ત્રો બદલાવ્યા. અને ભોજનશાળામાં જઈને ભોજન કરી આવ્યા. ભોજન અતિ સ્વાદિષ્ટ અને સાત્વિક હતું. સૌએ ભરપેટ ભોજન કર્યું.
ભોજન પૂર્ણ કરીને ફરી રૂમ પર આવ્યા. ત્યારે ભાવનાએ કહ્યું : ‘પિતાજી, અહીં આવ્યા પછી મને એક વિચાર આવ્યો છે. જો અનુકૂળ લાગે તો સ્વીકા૨વા જેવો છે.’
‘શું...?’ સોમચંદભાઈએ પૂછયું.
‘આપણી નાનકડી દુકાનમાં ઝેરોક્ષ મશીન, એસી.ટીડી. પી.સી.ઓ. મૂકીએ તો ?’ ભાવના બોલી.
સોમચંદભાઈ કહે : ‘વહુ, મને પણ આ વિચાર અહી આવીને જ સ્ફૂર્યો હતો. તારી વાત સાચી છે. આપણે એ જ ધંધો શરૂ કરીએ. મુખ્ય બજા૨માં ઝેરોક્ષ અને એસ.ટી.ડી. બન્ને ચાલશે...’
‘બાપુજી, આપની વાત સાચી છે. એમાં વધારે મુડી રોકાણની જરૂર નહિ પડે. કરિયાણાનો બધો માલ વેંચી દઈશું તો સ્હેજે ૭૦ હજાર જેવી ૨કમ હાથમાં આવશે... હા..એમજ કરીએ...’
એમજ થયું.
લલિતે વીરમગામ આવીને વેપાર પરિવર્તનની કામગીરી ઉપાડી લીધી. તેણે કરિયાણાનો બધો માલ વેંચી નાખ્યો. તેમાં ૮૦ હજાર રૂપિયા મળ્યા. તેમાંથી દુકાનના રંગરોગાન, એસ.ટી.ડી પી.સી.ઓ. ની કેબીન તથા ઝેરોક્ષ મશીન વગેરેની ખરીદી કરી. બધું ગોઠવાઈ ગયું. અને શુભ દિવસે ઉદ્ઘાટન કર્યું.
અને પંદર દિવસમાં ઝેરોક્ષ અને એસ.ટી.ડી. બન્ને ચાલવા લાગ્યા. વચ્ચે એકવાર સોમચંદભાઈનો પરિવાર શંખેશ્વર પણ દર્શનાર્થે જઈ આવ્યો.
૨૭૮
શ્રી પ્રગટપ્રભાવી પાર્શ્વનાથ
Page #303
--------------------------------------------------------------------------
________________
મંત્ર આરાધના 8
(૧) ૐ હ્રીં શ્રÆ પ્રગટપ્રભાવી પાર્શ્વનાથાય નમઃ ।
(૨) ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં પ્રગટપ્રભાવી પાર્શ્વનાથાય નમઃ । (૩) ૐ હ્રીં શ્રીં શ્રÆ Æ પ્રગટપ્રભાવી પાર્શ્વનાથાય નમઃ ।
飯
ઉપરોક્ત ત્રણેય મંત્રો પ્રભાવક છે. દ૨૨ોજ વહેલી સવારે નિશ્ચિત સમયે અને સ્થાન પર બેસી, મનને સ્થિર કરીને જાપની આરાધના કરવી. જાપ કરતી વખતે અખંડ ધૂપ-દીપ રાખવા તથા શ્રી પાર્શ્વનાથ પ્રભુની છબી રાખવી. વસ્ત્રો શુધ્ધ ધારણ કરવા. મંત્ર આરાધનાથી જીવનમાં આવતા સંકટો દૂર થાય છે અને જીવનમાં ખુશીના વાદળો છવાવા લાગે છે.
સંપર્કઃ
શ્રી શેઠ રિખબચંદ ક્લ્યાજી ની પેઢી પંડિયા શેરી, શ્રીમાળી વાસ, મુ.પો. ડભોઈ જિ. વડોદરા (ગુજરાત) ફોન : (૦૨૬૬૩) ૨૫૪૮૧૪
શ્રી પ્રગટપ્રભાવી પાર્શ્વનાથ
૨૭૯
So
આપન
Page #304
--------------------------------------------------------------------------
________________
શ્રી રત્નચિંતામણિ પાર્શ્વનાથ ગુજરાતના ખેડા જીલ્લાના ખંભાત મુકામે શ્રી રત્નચિંતામણિ પાર્શ્વનાથ પ્રભુનું મુખ્ય તીર્થ આવેલું છે. આ તીર્થ ખંભાતના માણેકચોકમાં આવેલ છે. માણેકચોકમાં અન્ય સાત ભવ્ય જિનાલયો છે. જેમાં શ્રી આદિનાથ પ્રભુનું જિનાલય, શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ પ્રભુના બે જિનાલયો, શ્રી શાંતિનાથજીનું | જિનાલય, શ્રી વાસુપૂજ્ય સ્વામી, શ્રી ધર્મનાથજી તથા શ્રી મહાવીર સ્વામીનું જિનાલય છે. ખંભાતમાં આવેલા જિનાલયો ભવ્ય અને દર્શનીય છે. - શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ જિનાલયની ફરતી ભમતીમાં શ્રી રત્નચિંતામણિ પાર્શ્વનાથ પ્રભુની નયનરમ્ય પ્રતિમાજી બિરાજમાન છે.
ખંભાતમાં કલા કારીગરીના સર્વોત્કૃષ્ટ નમુનારૂપ, સુંદર અને કલાત્મક પરિકરથી પરિવૃત શ્રી રત્નચિંતામણિ પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી દિવ્યતાના તેજ પ્રસરાવે છે. શ્રી રત્નચિંતામણિ પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી પદ્માસનસ્થ, સપ્તફણાથી અલંકૃત છે. પ્રતિમાજી છ ઈંચ ઊંચી અને પાંચ ઈંચ પહોળી છે.
ખંભાતના જ્ઞાન ભંડારો આજે પણ સુરક્ષિત છે. ખંભાતમાં પ્રાચીન જિનાલયોની સાથે અહીં અનેક ઐતિહાસિક ઘટનાઓ બનવા પામી છે. જેમકે વિક્રમ સંવત ૧૨૭૭માં મહામાત્ય વસ્તુ પાળની દંડનાયક તરીકેની વરણી આ સ્થળે થઈ હતી. ઉદયન મંત્રી એ અહીં ઉદયનવસહી નામનો જિન પ્રાસાદ બંધાવ્યો હતો. શ્રી રત્નચિંતામણિ પાર્શ્વનાથના અન્ય મંદિરો ક્યાંય નથી. વિક્રમ સંવત ૨૦૦૧ ના માગશર સુદ – ૧૦ ના શનિવારે આચાર્ય ભગવંત શ્રી નેમિસુરિશ્વરજી મહારાજના વરદ હસ્તે ગૃહમંદિરની પ્રતિષ્ઠા થઈ હતી. અનેક આચાર્ય ભગવંતો તથા કવિઓએ ખંભાતના જિનાલયોનો પોતાની પ્રાચીન રચનાઓમાં ઉલ્લેખ કર્યો .
શ્રી રત્નચિંતામણિ પાર્શ્વનાથ
૨૮૦
Page #305
--------------------------------------------------------------------------
________________
વિશેષ જાણકારી ખંભાતની ઐતિહાસિકતા પર દષ્ટિપાત કરતાં અનેક યાદગાર પ્રસંગો ખંભાતની જાહોજલાલીનો પરિચય આપી જાય છે. માણે કચોકમાં શ્રી રત્નચિંતામણિ પાર્શ્વનાથનું ગૃહમંદિર આવેલું છે. પ્રતિમાજી પંચધાતુના નાનકડા પણ મનોહર છે.
આ પ્રતિમાજી પર વિક્રમ સંવત ૧૬૮૧નો લેખ ઉત્કીર્ણ છે. લેખમાં આ પ્રભુજીનું શ્રી રત્ન પાર્શ્વનાથનું નામ સૂચિત થયેલું છે. વિક્રમ સંવત ૨૦૦૧ ના માગશર વદ ૧૦ને શનિવારે આચાર્ય ભગવંત પૂ. શ્રી નેમિસૂરિશ્વરજી મહારાજના હસ્તે આ ગૃહમંદિરની પ્રતિષ્ઠા થઈ હતી. પંદરમા સૈકામાં થયેલા શ્રી જિનતિલકસૂરિજીએ “ખંભાત ચૈત્ય પરિપાટી” ની રચના કરેલી છે. ખંભાતમાં ૩૬ જિનાલયો હોવાનું તેમણે નોંધ્યું છે. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યે અહીં દીક્ષા ગ્રહણ કરી હતી.
શ્રી પાર્શ્વ-સ્તવના પથ્થર સમા તુજ ભક્તોને તું રત્ન સમ બનાવતો, ભક્ત-મોહ વિષ નિવારવા તું ચિંતામણિને ધરાવતો, ખંભાતના રાજા તું કર્મની ડંફાસને ના ચલાવતો, રત્નચિંતામણિ” ચરણમાં તન મન ધન અર્પણ સદા.
પ્રભુજીની પ્રતિમા નાની હોવા છતાં એમના પ્રભાવ ઘણા મોટા છે. પંચધાતુની પ્રતિમા છે.
ૐ નમો પાર્શ્વપ્રભુ પદક જે, વિશ્વ ચિંતામણિ રત્ન રે, ૐ હ્ર ધરણેન્દ્ર પદ્માવતી વૈરોટયા કરો મુજ યત્ન રે....(૧) અબ મોહે શાંતિ તુષ્ટિ મહા પુષ્ટિ ધૃતિ કીર્તિ વિધાયિરે, ૐ હૂ અક્ષર શબ્દથી, આધિ વ્યાધિ સવિ જાય રે....(૨)
શ્રી રત્નચિંતામણિ પાર્શ્વનાથ
૨૮૧
Page #306
--------------------------------------------------------------------------
________________
ૐ અસિઆ ઉસા નમોનમઃ તું મૈલોક્યનો નાથ રે, ચોસઠ ઈન્દ્રો ટોળે મળી સેવે જો ડી પ્રભુ હાથ રે...(૩)
ૐ હ્રીં શ્ર પ્રભુ પાર્શ્વ જી મૂળના મંત્રાનું બીજ રે, પાર્થ પ્રભુજીના નામથી આય મિલે સવિ ચીજરે... (૪)
ૐ અજિતા વિજયા તથા અપરાજિયા જયા દેવીરે, દશ દિશિપાલ ગ્રહ યક્ષએ વિદ્યાદેવી પ્રસન્ન હોય તેવીરે... (૫) ગોડી પ્રભુ પાસ ચિંતામણિ થંભણો અહિછત્તો દેવરે, જગવલ્લભ તું જગે જાગતો અંતરિક વરકાણો કરું એવરે...(૬) શ્રી શંખે શ્વ૨પુ૨ મંડણો, પાર્શ્વ જિન પ્રણત તકલ્પરે, વારજો દુષ્ટના વંદને, સુજસ સૌભાગ્ય સુખ કલ્પ રે... (૭)
જય ચિંતામણિ પાર્શ્વનાથ, જય ત્રિભુવન સ્વામી, અષ્ટકમ્ રિપુ જીતીને, પંચમી ગતિ પામી... (૧) પ્રભુ નામે આનંદ કંદ, સુખ સંપત્તિ લહીએ, પ્રભુ નામે ભવભવ તણા, પાતિક સવિ દહીએ... (૨) ૩ૐ હૂ વર્ણ જોડી કરી, જપીએ પારસ નામ, વિષ અમૃત થઈ પરિણમે, લહીએ અવિચલ ધામ... (૩)
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં બિરાજમાન શ્રી રત્નચિંતામણિ પાર્શ્વનાથ
ભારતવર્ષમાં જૈન ધર્મનો વિજયધ્વજ અતિ પ્રાચીન કાળથી લહેરાઈ રહ્યો છે. જૈનો વ્યવહાર કુશળ, ધર્મવત્સલ, અને કલાપ્રેમી રહ્યાં છે. ભારતમાં ધર્મપ્રિય શ્રેષ્ઠીઓએ પ્રભુભક્તિ માટે ઠેરઠેર જિનાલયોના ભવ્ય નિર્માણો કરાવીને તેમાં શ્રી જિનેશ્વર ભગવંતોની દૈદીપ્યમાન, પરમ પ્રભાવક પ્રતિમાજીઓ બિરાજમાન કરાવી છે. આજે પણ પ્રાચીન જિનાલયો ભૂતકાળના દિવ્ય સંભારણાની માફક
શ્રી રત્નચિંતામણિ પાર્શ્વનાથ
૨૮૨
Page #307
--------------------------------------------------------------------------
________________
અડીખમ ઊભા છે. ભૌગોલિક પરિસ્થિતિ, આક્રમણ અને સ્થળાંતર જેવા કારણોથી અનેક જિનાલયો અદૃશ્ય થયા છે. પરંતુ તીર્થનું મહાભ્ય અને તેનો પ્રભાવ પ્રાચીન કાળથી અકબંધ રહ્યો છે. આજે પણ તેમાં જરાપણ ઘટાડો થયો નથી.
આજે શ્રી શંખેશ્વર તીર્થનો મહિમા દિન-પ્રતિદિન વધતો જાય છે. શ્રી પાર્થ પ્રભુના અન્ય તીર્થો પણ એટલાજ પ્રભાવક છે. શ્રી શંખેશ્વર તીર્થ અત્યંત પ્રાચીન છે. એનો ઈતિહાસ યુગો પૂર્વનો છે. આજે આ તીર્થ જાગૃત તીર્થસ્થાન છે. આ તીર્થસ્થાને હજારો યાત્રાળુઓની અવરજવર રહે છે. અને ભાવભરી. ભક્તિથી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની સેવા-પૂજા-સ્તુતિ કરે છે. બાવીસમા તીર્થકર શ્રી નેમિનાથ પ્રભુના કાળથી આ મહાતીર્થ અસ્તિત્વમાં છે.
પરમ પ્રભાવક શ્રી શંખેશ્વર તીર્થમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ - જિનાલય આવેલું છે. વિક્રમ સંવત ૨૦૪૫ મહાસુદ પાંચમના દિવસે આ મહાપ્રાસાદના પ્રેરક પ.પૂ. પ્રશાંતમૂર્તિ, તપાગચ્છ સૂર્ય, ગચ્છાધિપતિ
આ.ભ. શ્રીમદ્ વિજય પ્રેમસૂરિશ્વરજી મહારાજા તથા પ.પૂ. આ. દેવ શ્રીમદ્ વિજય સુબોધ સૂરિવરજી મહારાજાના વરદ હસ્તે આ મહાપ્રાસાદ માં મૂળનાયક શ્રી ભક્તિ પાર્શ્વનાથ સાથે ૧૦૮ પાર્શ્વનાથ ભગવંતની અંજનશલાકા - પ્રતિષ્ઠાનો ભવ્ય મહોત્સવ ઉજવાયો હતો. લગભગ ૫૦ વિઘા ધરતી પર ૮૪000 ચોરસ ફૂટના ઘેરાવામાં પથરાયેલું આ જિનાલય પદ્મ સરોવરની સ્મૃતિ કરાવે છે. પાર્શ્વનાથ પ્રભુના ૧૦૮ તીર્થોના એક સાથે દર્શન, પૂજન અને યત્રાનો લાભ યાત્રાળુઓને મળી શકે છે. ૧૧૬ દેવકુલિકાઓના ૧૦૮ શિખરોથી અને ૮ સામરણોથી આ તીર્થ સુશોભિત છે. કલાત્મક ગર્ભદ્વાર, બબ્બે ચોકી મંડપ અને ઉંચા શિખરો ધરાવતાં ત્રણ દિશાના ત્રણ મહાધર પ્રાસાદ નાનામાં નાનું શિખર ૩૭ ફૂટ ઊંચું, અને સૌથી ઊંચું ૭૨ ફૂટનું છે. આ જિનાલયનો પ્રવેશદ્વાર ભવ્ય છે. | શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ – જિનાલયની ફરતી ભમતીમાં એંસીમી દેવકુલિકામાં શ્રી રત્નચિંતામણિ પાર્શ્વનાથ પ્રભુજી બિરાજમાન છે. પ્રતિમાજીની ઊંચાઈ ૩૧ ઈંચની છે. આ પ્રતિમાજી પદ્માસનસ્થ અને કથાઈ
શ્રી રત્નચિંતામણિ પાર્શ્વનાથ
૨૮૩
Page #308
--------------------------------------------------------------------------
________________
પાષાણની છે. અત્યંત મનોરમ્ય અને દર્શનીય છે. શ્રી રત્નચિંતામણિ પાર્શ્વનાથ પ્રભુની આ સપ્તફણાથી અલંકૃત છે. તેમજ પરિકરથી પરિવૃત છે.
મહિમા અપરંપાર
લીંબડીમાં ન્યાલચંદ અને તેમના પત્ની રેવાબેન ખૂબજ દયનીય સ્થિતિમાં જીવન પસાર કરતા હતા. ન્યાલચંદભાઈના વિવાહ થયા ત્યારે પરિસ્થિતિ ઘણી સારી હતી પરંતુ એકાએક ધંધામાં મંદી આવી જતાં તેમણે મકાન, દુકાન, દાગીનો બધુ ગુમાવી દેવું પડ્યું. તેઓ રસ્તા પર આવી ગયા હતા. લીંબડીમાં તેઓ એક ખોલીમાં રહેતા હતા.
| ન્યાલચંદભાઈ રેંકડી ફેરવવા લાગ્યા. રેંકડીમાં ઘરવપરાશની ચીજ વસ્તુઓ રાખતાં અને લત્તે લત્તે ફરતાં એમાં તેમને દરરોજ ચાલીસ પચાસ રૂપિયા જેવું મળી જતું. રેવાબેન ઘેર રહીને સિલાઈ કામ કરતાં તેમાં તેમને મહિને પાંચસો-છસો જેવી આવક રહેતી.
એક દિવસ ન્યાલચંદે પત્નીને કહ્યું : “રેવા, મારું મગજ કામ કરતું નથી. આવી પરિસ્થિતિમાં ક્યારેય રહ્યાં નથી. આજે તારે સિલાઈકામ કરવું પડે છે તે મારાથી જોવાતું નથી. શું કરવું તેની સુઝ પડતી નથી.” | ‘તમે આજે દેરાસર ગયા હતા?”
હા...પણ શું..?”
જો તમે દેરાસર જતાં હો તો તમારે ચિંતા કરવાની જરૂરજ નથી. આપણા કર્મો ઉદયમાં આવ્યા છે તેથી આ પરિસ્થિતિનો હસતા મોઢે સામનો કરવો ઉચિત ગણાશે... જિનાલયમાં દાદાની ભક્તિ અનન્ય ભાવથી કરજો ... હું મોડેથી દર્શન-પૂજા કરવા જઉ છું. મને તો પરમ શાંતિનો અનુભવ થાય છે.
“રેવા, મિત્રો, સ્નેહીઓ વગેરે સામે મળે તો પણ મોઢું ફેરવી લે છે. એનો મને અફસોસ નથી. આ જગતમાં ધનવાનોની કદર થાય છે. આજે દેરાસરમાં એક શ્રાવકે કહ્યું કે તમે શંખેશ્વર જાઓ ત્યાં ભક્તિ વિહારમાં શ્રી રત્ન
શ્રી રત્નચિંતામણિ પાર્શ્વનાથ
૨૮૪
Page #309
--------------------------------------------------------------------------
________________
ચિંતામણિ પાર્શ્વનાથ પ્રભુની દેવકુલિકા છે ત્યાં શ્રધ્ધાથી ભક્તિ કરશો તો તમારી મનોકામના પૂર્ણ થશે.”
આવતીકાલે રવિવાર છે. જો જવું હોય તો જઈએ...” રેવા બોલી.
બરાબર છે...મારી પાસે પાંચસો રૂપિયા છે. અહીંથી બસમાં જઈશું અને ત્યાં સેવા-પૂજા કરીને સાંજે પાછા આવી જઈશું.”
એમજ થયું. બીજે દિવસે ન્યાલચંદભાઈ અને રેવા શંખેશ્વર જવા માટે નીકળી ગયા.
ત્યાં ભક્તિ વિહારમાં ઉતર્યા. શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભગવાનની સેવા-પૂજા કરી તેમાંય શ્રી રત્નચિંતામણિ પાર્શ્વનાથની ખરા હૃદયથી પૂજા-ચૈત્યવંદન કર્યું. બન્નેની આંખોમાંથી આંસુ ઉમટી પડ્યા હતા. બન્નેએ ભાવથી દર્શન-વંદન કર્યા હતા. ત્યાંથી બન્ને શ્રી શંખેશ્વર દાદાની સેવા-પૂજા કરવા માટે ગયા. ત્યાંથી ધર્મશાળામાં પાછા આવ્યા. વસ્ત્રો બદલાવીને ભોજનશાળામાં જઈને ઘણા સમય પછી ઉત્તમ ભોજન પ્રાપ્ત કર્યું.
બપોરે ચાર વાગે તેઓ શંખેશ્વરથી નીકળીને સાંજના સાત વાગે લીંબડી પોતાની બોલીમાં આવી પહોંચ્યા. તેમની ખોલીમાં એક બંધ કવર પડ્યું હતું.
| ન્યાલચંદભાઈએ કવર ખોલ્યું તો તેમાં જણાવેલું હતું કે તમારી વીમાની રકમ પાકી ગઈ છે. ઓફિસે આવીને ચેક લઈ જશો. ન્યાલચંદભાઈ અને રેવાબેનની ખૂશીનો પાર ન રહ્યો.
| બીજે દિવસે ન્યાલચંદભાઈ વીમાકચેરીએ પહોંચ્યા ત્યાં આવેલી ટપાલ, પોતાની ઓળખ, રેશનકાર્ડ વગેરે બતાવ્યું. તેમની આ પોલીસી સુખના દિવસોમાં તેમના પિતાજીએ કઢાવી હતી. ન્યાલચંદભાઈના હાથમાં દસ લાખ રૂપિયાનો ચેક આવી ગયો. તેઓ ત્યાંથી બેંકમાં ગયા અને એક ભર્યો.
- બીજે જ દિવસે તેમણે ઓફિસની તપાસ આદરી અને તેણે એક લાખમાં ઓફિસનો સોદો કરી લીધો. તેમજ ત્રણ લાખમાં એક મકાન પણ લઈ લીધું. આઠ દિવસ બાદ બન્ને ખોલી છોડીને નવા મકાનમાં રહેવા આવી ગયા. અને ન્યાલભાઈ ઓફિસમાં બેસવા લાગ્યા. તેમણે અગાઉનો કોટનનો વ્યવસાય શરૂ કરી દીધો.
શ્રી રત્નચિંતામણિ પાર્શ્વનાથ
૨૮૫.
Page #310
--------------------------------------------------------------------------
________________
થોડા સમયમાં ધંધો જામી ગયો. આ દરમ્યાન બન્ને પતિ-પત્ની શંખેશ્વર ત્રણ વાર જ આવ્યા હતા. બન્ને માનતા હતા કે આ બધું શ્રી રત્નચિંતામણિ પાર્શ્વનાથ પ્રભુની કૃપાનું ફળ છે.
સુખના દિવસો પાછા ફરેલા જોઈને મિત્રો અને સ્નેહીઓ આવવા લાગ્યા. પણ આ વખતે ન્યાલચંદભાઈએ વ્યવહારમાં ખૂબજ મર્યાદા રાખવા માંડી હતી. | ત્રણ વર્ષમાં ન્યાલચંદભાઈ સારું એવું કમાયા. તેમણે મોટો બંગલો, ગાડી વગેરે લીધા. તેમજ તેમના ઘેર પુત્ર જન્મ થયો હતો. ન્યાલચંદભાઈ અને રેવાબેન ધર્મકાર્યમાં તેમજ જરૂરતમંદ સાધર્મિકમાં સારો એવો પૈસો વાપરવા લાગ્યા.
મંત્ર આરાધના (૧) ૐ હ્રીં શ્રી રત્નચિંતામણિ પાર્શ્વનાથાય નમ: (૨) ૐ હ્રીં શ્ર હૂ શ્રી રત્નચિંતામણિ પાર્શ્વનાથાય નમઃ | (૩) ૐ હ Ø Ø Ø રત્નચિંતામણિ પાર્શ્વનાથાય નમઃ |
ઉપરોક્ત ત્રણેય મંત્રો પ્રભાવક છે. દરરોજ વહેલી સવારે નિશ્ચિત સમયે ઊઠીને, હાથપગ સ્વચ્છ કરીને નિશ્ચિત સ્થાન પર બેસીને, સામે શ્રી પાર્શ્વનાથ પ્રભુની છબી રાખીને, અખંડ ધૂપ દીપ કરીને જાપ આરાધના કરવી. મંત્ર આરાધનાથી જીવનમાં આવતી વિપત્તિઓનો નાશ થાય છે અને જીવન જીવવાની દિશા પ્રાપ્ત થાય છે. મંત્રજાપ અનન્ય શ્રધ્ધા સાથે કરવા જરૂરી છે.
સંપર્કઃ કરી
શ્રી રત્નચિંતામણી પાર્શ્વનાથ જૈન દેરાસર ઠે. માણેક ચોક, મુ.પો. ખંભાત. જિ. ખેડા (ગુજરાત) કરી ફોન : (૦૨૬૯૮) ૨૨૧૮૧૬, ૨૨૫૬૧૬
|
શ્રી રત્નચિંતામણિ પાર્શ્વનાથ
૨૮૬
Page #311
--------------------------------------------------------------------------
________________
શ્રી સ્તંભન પાર્શ્વનાથ
ગુજરાતના ખેડા જીલ્લાના ખંભાત મુકામે શ્રી સ્તંભન પાર્શ્વનાથ પ્રભુનું પ્રાચીનતમ તીર્થ આવેલું છે. ખંભાતમાં અનેક જિનાલયો આવેલા છે. ખંભાત આજે પણ જૈન પ્રવૃતિઓનું મહત્વનું સ્થાન છે. ખંભાત રેલ્વે સ્ટેશનથી આ તીર્થ દોઠકિલોમીટરના અંતરે આવેલું છે. વડોદરાથી ૮૦ કિલોમીટરના અંતરે છે. અહીં ભોજનશાળા, આયંબીલશાળા તથા ધર્મશાળા આદિની ઉત્તમ સગવડ છે. ખંભાત ખારવાડામાં શ્રી સ્તંભન પાર્શ્વનાથ પ્રભુનું મુખ્ય તીર્થ છે. મુંબઈમાં ચંદનબાળા એપાર્ટમેન્ટ માં તથા વાલકેશ્વર શ્રી આદિનાથ જિનાલય તેમજ સાંતાક્રુઝ (મુંબઈ) શ્રી કલિકુંડ પાર્શ્વનાથ જિનાલયની ભમતીમાં પણ શ્રી સ્તંભન પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી બિરાજીત છે.
| નડિયાદમાં શ્રી શાંતિનાથ જિનાલયમાં પણ શ્રી સ્તંભન પાર્શ્વનાથની પ્રતિમાજી છે. પાટણ (ઉ.ગુ.) માં કોટાવાળાની ધર્મશાળાના પ્રાંગણમાં શ્રી સ્તંભન પાર્શ્વનાથ પ્રભુનું જિનાલય છે. - શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ જિનાલયની ફરતી ભમતીમાં શ્રી સ્થંભન પાર્શ્વનાથ પ્રભુની દેરી આવેલી છે.
અદૂભૂત કલા કારીગરીથી યુક્ત પરિકરમાં પરિવૃત્ત શ્રી સ્તંભન પાર્શ્વનાથજીની પ્રતિમા દિવ્યતા બક્ષે છે. કૃષ્ણ વર્ણની, પદ્માસનસ્થ, પાંચફણાથી અલંકૃત આ પ્રતિમાજીની ઊંચાઈ ૮ ઈંચ અને પહોળાઈ ૬ ઈંચની છે. પરિકરમાંના સપ્રફણા ભવ્યતા બક્ષે છે.
શ્રી સ્તંભન પાર્શ્વનાથ પ્રભુનો ઈતિહાસ ભવ્ય છે. ગઈ ચોવીસીના શ્રી નેમિનાથ પ્રભુના શાસનમાં અષાઢી નામના શ્રાવકે અનાગત ચોવીસીના ત્રેવીસમા તીર્થકર શ્રી પાર્શ્વનાથ પ્રભુની નીલમ રત્નની એક મનોહર મૂર્તિ પ્રતિષ્ઠિત કરી અને વર્ષો સુધી સેવા-પૂજા અને ભક્તિ કરી, ત્યાર પછી સૌધર્મેન્દ્રદેવે હજારો વર્ષો સુધી તેની પૂજા કરી. ત્યારબાદ વરુણદેવે આ પ્રતિમાજીની પૂજા કરી. સમયાન્તરે આ પ્રતિમાજી નાગરાજની પાસે આવી અને પાતાળલોકમાં લઈ જઈને અન્ય દેવોની સાથે પૂજન-અર્ચન કરવા લાગ્યો.
શ્રી સ્થંભન પાર્શ્વનાથ
૨૮૭
Page #312
--------------------------------------------------------------------------
________________
SINFI
વર્તમાન ચોવીસીના વીશમા તીર્થકર ભગવંત શ્રી મુનિસુવ્રત સ્વામીના શાસનમાં રામચંદ્રજી રાવણ પાસેથી સીતાજીને પાછા મેળવવા વિશાળ સેના સાથે સમુદ્ર કિનારે પડાવ નાખીને રહ્યાં હતા. રામચંદ્રજીને વિરાટ સમુદ્ર કઈ રીતે ઓળંગવો તેની ચિંતા કોરી ખાતી હતી, ત્યારે રામ-લક્ષ્મણે નજીકના વિસ્તારમાં એક ભવ્ય જિનાલય જોયું. જિનાલયમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુની અલૌકિક પ્રતિમા જોઈને રામ-લક્ષ્મણ આનંદ વિભોર બની ઉઠ્યા. બન્નેએ સેવા-પૂજા અને પ્રભુની એક ચિત્તે ભક્તિ કરી. ત્યાં નાગરાજ પ્રત્યક્ષ થયા. તેણે પ્રભાવકારી પ્રતિમાજીનો ભવ્ય ઈતિહાસ બન્નેને કહી સંભળાવ્યો. રામ અને લક્ષ્મણ બન્ને પુનઃ શ્રી પાર્શ્વનાથ પ્રભુને હૈયાના અનેરા ભાવથી વંદન કરીને જિનાલયની બહાર નીકળ્યા ત્યાં તેઓને સમુદ્ર સ્થંભિત થઈ ગયાના સમાચાર મળ્યા. પરમાત્માના આ પ્રત્યક્ષ પ્રભાવથી રામ-લક્ષ્મણને અતિ હર્ષ થયો. એ વખતે રામચંદ્રજીએ આ પરમાત્માને ‘શ્રી સ્થંભન પાર્શ્વનાથ' થી બિરદાવ્યા. સૌએ શ્રી જિનેન્દ્ર ભક્તિ મહોત્સવની ઉજવણી કરી.
સમયનો પ્રવાહ વહેતો રહ્યો. નવમા વાસુદેવ શ્રી કૃષ્ણ મહારાજા સમુદ્ર કિનારે છાવણી નાખીને કેટલાક દિવસો માટે રહ્યાં હતા, ત્યારે ત્યાં તેમણે એક જિનાલયમાં નીલમરત્નની અને સુમનોહર જિનપ્રતિમાજી જોઈ, એ વખતે નાગકુમારો પ્રભુ સમક્ષ ભક્તિનૃત્ય કરતાં હતાં. નાગકુમારોએ શ્રીકૃષ્ણને જોયા અને તેમણે શ્રીકૃષ્ણને પ્રતિમાજીનો ગૌરવવંતો ઈતિહાસ કહી સંભળાવ્યો. શ્રીકૃષ્ણ મહારાજાની આગ્રહભરી વિનંતીથી નાગકુમારોએ આ દિવ્ય પ્રતિમાજી દ્વારિકા લઈ જવા માટે હા ભણી. દ્વારિકામાં આ પ્રતિમાજીને સુવર્ણ અને રત્નોથી જડિત જિનાલયમાં પ્રતિષ્ઠિત કરવામાં આવી. વર્ષો વીતતાં ગયા. એક દિવસ દ્વારિકા નાગરી કુદરતના કોપનો ભોગ બની ત્યારે અધિષ્ઠાયક દેવની સૂચનાથી એક સુશ્રાવકે આ પ્રતિમાજીને સમુદ્રમાં પધરાવી. દ્વારિકા નગરી કુદરતી પ્રકોપમાં નાશ પામી, પરંતુ પ્રતિમાજી સાગરમાં સુરક્ષિત રહી. સાગરની અંદર તક્ષક નામના નાગેન્દ્રદેવે આ પ્રતિમાજીની એંસી હજાર વર્ષ સુધી પૂજા-સ્તુતિ અને ભક્તિ કરી. એ પછી વરુણદેવે આ પ્રતિમાજીની ભક્તિ કરવા માંડી. વરુણદેવે ચાર હજાર વર્ષ સુધી આ પ્રતિમાજીની સેવા-પૂજા કરી.
શ્રી સ્થંભન પાર્શ્વનાથ
Page #313
--------------------------------------------------------------------------
________________
એક દિવસ કાંતિપુરના સાર્થવાહ ધનશ્રેષ્ઠી વેપાર અર્થે વહાણો લઈને પરદેશ ગયા હતા. આગળ જતાં મધદરિયે તેમનાં વહાણો થંભી ગયા. ધનશ્રેષ્ઠીએ અથાગ પ્રયત્નો કર્યા, પરંતુ કોઈ ઉપાયો કારગત નીવડ્યા નહિ. નિરાશ થયેલા ધન શ્રેષ્ઠીએ આત્મ વિલોપન કરવાનો વિચાર કર્યો અને એ માટે તેમણે તૈયારીઓ શરૂ કરી ત્યારે આકાશવાણી થઈ અને ધન સાર્થવાહને આત્મવિલોપન માટે રોક્યો. આકાશવાણી દ્વારા ધન શ્રેષ્ઠીને જાણવા મળ્યું કે સમુદ્રના પેટાળમાં દિવ્યતા ધરાવતી શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી છે તેના પ્રભાવથી જ આ આપત્તિ દૂર થશે, તેમ જ તે પ્રતિમાજીનો સમગ્ર ઈતિહાસ ધન શ્રેષ્ઠીએ આકાશવાણી દ્વારા જાણ્યો. | ધન શ્રેષ્ઠી દિવ્યવાણીથી પુલકિત થયા અને દૈવી સહાયથી તેમણે સમુદ્રના પેટાળમાંથી શ્રી પાર્શ્વ પ્રભુની દિવ્ય પ્રતિમાજી બહાર આણી. પ્રતિમાજી જેવી બહાર આવી કે વહાણો ગતિમાન થયા. બધા વહાણો કાંતિપુર હેમખેમ આવી પહોંચ્યા. શ્રેષ્ઠીએ અનેરા ઉત્સવ સાથે પ્રતિમાજીનો ભવ્ય નગર પ્રવેશ કરાવીને એક દર્શનીય જિનાલયમાં બિરાજમાન કરાવી. આ પ્રતિમાજીની સાથે અન્ય બે પ્રતિમાજીઓ સમુદ્રમાંથી ધન શ્રેષ્ઠીને પ્રાપ્ત થયા તેમાંના એક પાર્થ પ્રભુની પ્રતિમાજી ચારૂપ ગામમાં અને શ્રીપત્તનમાં શ્રી નેમિનાથ પ્રભુની પ્રતિમાજી આજે પણ વિદ્યમાન છે.
આમ ૨૦૦૦ વર્ષ સુધી કાંતિપુરના શ્રાવકોએ આ પ્રતિમાજીની હૈયાના અનેરા ભાવ સાથે શ્રી પાર્શ્વ ભક્તિ કરી. વિક્રમના પહેલાં સૈકામાં શ્રીપાદ લિપ્તસૂરીશ્વરજી મહારાજાના શિષ્ય બનેલા નાગાર્જુન નામના યોગીએ આ પ્રતિમાજીનું હરણ કરીને કોટિવેધ નામના રસની સિદ્ધિ આ પ્રતિમાજીના પ્રભાવથી પ્રાપ્ત કરી. કાર્યસિધ્ધિ બાદ નાગાર્જુને આ પ્રતિમાજી સેઢી નદીના કિનારે ખાખરાના વૃક્ષ નીચે ભૂમિમા ભંડારી દીધી. ત્યાં પણ દેવો દ્વારા આ પ્રતિમાજીની પૂજાભક્તિ થતી રહી.
આચાર્ય ભગવંત શ્રી જિનેશ્વરસૂરીજી મહારાજના શિષ્યરત્ન શ્રી અભયદેવ મુનિ માત્ર ૧૬ વર્ષની કુમારવયે સૂરીપદે પ્રતિષ્ઠિત થયા. કર્મના પ્રતાપે આ સૂરીદેવ કુષ્ઠરોગના ભોગ બન્યા. આ વ્યાધિ ધર્મનિંદાનું કારણ બનતાં સૂરીદેવને ભારે
શ્રી સ્થંભન પાર્શ્વનાથ
૨૮૯
Page #314
--------------------------------------------------------------------------
________________
વ્યથા થઈ ત્યારે શાસનદેવીએ સૂરીદેવને પ્રત્યક્ષ દર્શન આપ્યા. અને સાંત્વન આપ્યું. તેમજ જણાવ્યું કે સેઢી નદીના કિનારે ખાખરાના વૃક્ષ નીચેની ભૂમિમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુની દિવ્ય પ્રતિમાજી છે. તે પ્રતિમાજીને પ્રગટ કરવા જણાવ્યું. શાસનદેવીએ તે પ્રતિમાજીનો ઈતિહાસ જણાવ્યો તેમજ નવ અંગોની ટીકા રચવા વિનંતી પણ કરી. કાકા
શાસનદેવીના કથન મુજબ શ્રી અભયદેવસૂરીજી સંઘ સહિત સેઢી નદીના 'કિનારે આવ્યા. ત્યા સૂરીદેવે ૩૨ શ્લોક પ્રમાણ જયતિહણ સ્તોત્રની રચના કરી. શ્રી સ્થંભન પાર્શ્વનાથની દિવ્ય અને અલૌકિક પ્રતિમાજીને પ્રગટ કરી. આ પ્રતિમાજીના સ્નાત્રજળથી સૂરીદેવનો કુષ્ઠ રોગ ક્ષણવારમાં નષ્ટ થયો. ધરણેન્દ્રદેવના સૂચનથી સૂરીદેવે સ્તોત્રની છેલ્લી બે ગાથા ગોપવી દીધી. છે. શ્રી સંઘે સેઢી નદીના કિનારે સ્થંભનપુરમાં નૂતન જિનાલય બંધાવીને શ્રી અભયદેવસૂરિશ્વરજી મહારાજાના વરદ હસ્તે શ્રી સ્થંભન પાર્શ્વનાથ પ્રભુની જિનાલયમાં પ્રતિષ્ઠા કરાવી. આ ઘટના ૧૧માં સૈકામાં બની હતી. સૂરીદેવે પ્રતિમાજીના દિવ્ય પ્રભાવથી નવ અંગોની ટીકા રચી.
વિક્રમ સંવત ૧૩૬૮માં ચમત્કારિક, દિવ્ય એવી શ્રી ચંભન પાર્શ્વથજીની પ્રતિમાજીને ત્યાંથી સ્થંભન તીર્થમાં લાવવામાં આવી. ખંભાતનો સંઘ આ પ્રતિમાજીની હૈયાના ભાવ સાથે સેવા-પૂજા ભક્તિ કરવા લાગ્યો. - આ રીતે સૈકાઓ પસાર થયા. પ્રતિમાજીની ભક્તિ પૂજા અર્ચના કરતા રહ્યાં. સંવત ૧૯૫૨માં તારાપુરના સુવર્ણકાર(સોની) એ નીલમરત્નની આ પ્રતિમાજી ચોરી લીધી, પરંતુ સંઘના પ્રયત્નોથી સોની પકડાયો અને પ્રતિમાજી પુનઃ સંઘને પ્રાપ્ત થઈ. - શાસન સમ્રાટ આચાર્ય ભગવંત વિજયનેમિસૂરિશ્વરજી મહારાજાના વરદ હસ્તે વિક્રમ સંવત ૧૯૫૫માં આ પ્રતિમાજીને પુનઃ પ્રતિષ્ઠિત કરવામાં આવી. શાસન સમ્રાટ શ્રી વિજય નેમિસૂરિજીના ઉપદેશથી આ જિનાલયનો જીર્ણોધ્ધાર થયો. વિક્રમ સંવત ૧૯૮૪ના ફાગણ સુદ – ૯ ના પૂજ્યશ્રીના હસ્તે જીણોદ્ધતા જિનાલયનો ભવ્ય પ્રતિષ્ઠા – મહોત્સવ ઉજવાયો.
શ્રી સ્થંભન પાર્શ્વનાથ
૨૯૦
Page #315
--------------------------------------------------------------------------
________________
આજે પણ ખંભાતના ખારવાડામાં આ ભવ્ય જિનાલય અતીતના દિવ્ય સંભારણા સાથે વિદ્યમાન છે. ત્રણ શિખરોથી યુક્ત આ જિનાલય દર્શનીય છે. સવાર અને રાત્રિના પ્રતિક્રમણમાં ભાવિકો તીર્થવંદના સૂત્રમાં શ્રી સ્થંભન પાર્શ્વનાથને નમસ્કાર કરે છે. આ તીર્થ અને પ્રતિમાજી વિશેની નોંધ અનેક પ્રાચીન ગ્રંથોમાં છે. મુનિવરો દ્વારા આ તીર્થની સ્તવના થઈ છે.
શ્રી પાર્શ્વ-સ્તવના
jojo
અતીત ચોવીસી સે પૂજિત, ખંભાત તારણહાર હૈ અષાઢી શ્રાવક પર રહા, ઈનકા મહા ઉપકાર હૈ ।। નાગાર્જુન, બલદેવ અષ્ટમ કે, યે હી આધાર હૈં । ઐસે ‘શ્રી સ્થંભન પાર્શ્વ' કો મૈં ભાવસે કરૂં વંદના |
નાના નમણા નાજુક ફુલ સમ પ્રભુજી નિલમ રત્નના, સ્થંભિત કરીને ચોરાદિકના દુષ્ટ ભાવો નિવારતાં, કુષ્ટ રોગી સૂરિ ભગવંતને નિરોગીપણું આપતાં, ‘સ્થંભન’ પારસના ચરણમાં તન મન ધન અર્પણ સદા. અતીત ચોવીસી તણા નેમિપ્રભુ ઉપદેશથી, આષાઢી શ્રાવક પૂજતા નીલમ તણા પ્રભુ પાર્શ્વજી, નાગાર્જુનને આઠમા બલદેવજી પણ ‘સ્થંભનજી' પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના.
પૂજતા,
શ્રી સ્થંભન પાર્શ્વનાથ
૨૯૧
>> j*!
Page #316
--------------------------------------------------------------------------
________________
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં બિરાજમાન શ્રી સ્થંભન પાર્શ્વનાથ
ભારતવર્ષમાં જૈન ધર્મનો વિજયધ્વજ અતિ પ્રાચીન કાળથી લહેરાઈ રહ્યો છે. જૈનો વ્યવહાર કુશળ, ધર્મવત્સલ, અને કલાપ્રેમી રહ્યાં છે. ભારતમાં ધર્મપ્રિય શ્રેષ્ઠીઓએ પ્રભુભક્તિ માટે ઠેરઠેર જિનાલયોના ભવ્ય નિર્માણો કરાવીને તેમાં શ્રી જિનેશ્વર ભગવંતોની દૈદીપ્યમાન, પરમ પ્રભાવક પ્રતિમાજીઓ બિરાજમાન કરાવી છે. આજે પણ પ્રાચીન જિનાલયો ભૂતકાળના દિવ્ય સંભારણાની માફક અડીખમ ઊભા છે. ભૌગોલિક પરિસ્થિતિ, આક્રમણ અને સ્થળાંતર જેવા કારણોથી અનેક જિનાલયો અદશ્ય થયા છે. પરંતુ તીર્થનું મહાત્મ્ય અને તેનો પ્રભાવ પ્રાચીન કાળથી અકબંધ રહ્યો છે. આજે પણ તેમાં જરાપણ ઘટાડો થયો નથી.
આજે શ્રી શંખેશ્વર તીર્થનો મહિમા દિન-પ્રતિદિન વધતો જાય છે. શ્રી પાર્શ્વ પ્રભુના અન્ય તીર્થો પણ એટલાંજ પ્રભાવક છે. શ્રી શંખેશ્વર તીર્થ અત્યંત પ્રાચીન છે. એનો ઈતિહાસ યુગો પૂર્વનો છે. આજે આ તીર્થ જાગૃત તીર્થસ્થાન છે. આ તીર્થસ્થાને હજારો યાત્રાળુઓની અવરજવર રહે છે. અને ભાવભરી ભક્તિથી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની સેવા-પૂજા-સ્તુતિ કરે છે. બાવીસમા તીર્થંકર શ્રી નેમિનાથ પ્રભુના કાળથી આ મહાતીર્થ અસ્તિત્વમાં છે.
પરમ પ્રભાવક શ્રી શંખેશ્વર તીર્થમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ - જિનાલય આવેલું છે. વિક્રમ સંવત ૨૦૪૫ મહાસુદ પાંચમના દિવસે આ મહાપ્રાસાદના પ્રેરક પ.પૂ. પ્રશાંતમૂર્તિ, તપાગચ્છ સૂર્ય, ગચ્છાધિપતિ આ.ભ. શ્રીમદ્ વિજય પ્રેમસૂરિશ્વરજી મહારાજા તથા પ.પૂ. આ. દેવ શ્રીમદ્ વિજય સુબોધ સૂરિવરજી મહારાજાના વરદ હસ્તે આ મહાપ્રાસાદ માં મૂળનાયક શ્રી ભક્તિ પાર્શ્વનાથ સાથે ૧૦૮ પાર્શ્વનાથ ભગવંતની અંજનશલાકા – પ્રતિષ્ઠાનો ભવ્ય મહોત્સવ ઉજવાયો હતો. લગભગ પ૦ વિઘા ધરતી પર ૮૪૦૦૦ ચોરસ ફૂટના ઘેરાવામાં પથરાયેલું આ જિનાલય પદ્મ સરોવરની સ્મૃતિ કરાવે છે. પાર્શ્વનાથ પ્રભુના ૧૦૮ તીર્થોના એક સાથે દર્શન, પૂજન અને યત્રાનો લાભ યાત્રાળુઓને
૨૯૨
શ્રી સ્થંભન પાર્શ્વનાથ
Page #317
--------------------------------------------------------------------------
________________
મળી શકે છે. ૧૧૬ દેવકુલિકાઓના ૧૦૮ શિખરોથી અને ૮ સામરણોથી આ તીર્થ સુશોભિત છે. કલાત્મક ગર્ભદ્વાર, બબ્બે ચોકી મંડપ અને ઉંચા શિખરો ધરાવતાં ત્રણ દિશાના ત્રણ મહાધર પ્રાસાદ નાનામાં નાનું શિખર ૩૭ ફૂટ ઊંચું, અને સૌથી ઊંચું ૭૨ ફૂટનું છે. આ જિનાલયનો પ્રવેશદ્વાર ભવ્ય છે. | શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ - જિનાલયની ફરતી ભમતીમાં એક્યાસી દેવકુલિકામાં શ્રી સ્થંભન પાર્શ્વનાથ પ્રભુજી બિરાજમાન છે. પ્રતિમાજીની ઊંચાઈ ૩૧ ઈંચની છે. આ પ્રતિમાજી પદ્માસનસ્થ અને શ્યામ પાષાણની છે. અત્યંત મનોરમ્ય અને દર્શનીય છે.
મંત્ર આરાધના (૧) ૩ૐ હૂ શ્ર સ્થંભન પાર્શ્વનાથાય નમઃ | (૨) ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં થંભન પાર્શ્વનાથાય નમઃ | (૩) ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં થંભન પાર્શ્વનાથાય નમઃ |
શ્રી સ્થંભન પાર્શ્વનાથ પ્રભુના ઉપરોક્ત ત્રણેય મંત્રો અત્યંત પ્રભાવશાળી છે. દરરોજ વહેલી સવારે નિશ્ચિત સમયે અને આસન પર બેસીને, પૂર્વ દિશા તરફ મુખ રાખીને મંત્રજાપ કરવા. જાપ કરતી વખતે ધૂપ-દીપ અખંડ રાખવા. વસ્ત્રો શુધ્ધ ધારણ કરવા. સામે શ્રી પાર્શ્વ પ્રભુની છબી કે પ્રતિમાજી રાખવા મનને સ્થિર કરીને મંત્ર આરાધના કરવી. મંત્ર આરાધનાથી કોઈપણ વિપ્નો નષ્ટ થાય છે. સુખ-સમૃદ્ધિમાં વધારો થાય છે.
સંપર્કઃ શ્રી સ્તંભન પાર્શ્વનાથ જૈન દેરાસર મુ.પો. ખારવાડો, પો. ખંભાત જી. ખેડા, ગુજરાત - ૩૮૮૬૨૦ ફોન : (૦૨૬૯૮) ૨૨૧૮૧૬
શ્રી સ્થંભન પાર્શ્વનાથ
૨૯૩
Page #318
--------------------------------------------------------------------------
________________
શ્રી કલ્હારા પાર્શ્વનાથ
ગુજરાતના ભરૂચ શહેરમાં શ્રીમાળી પોળમાં શ્રી કલ્હારા પાર્શ્વનાથ પ્રભુનું મુખ્ય જિનાલય આવેલું છે. ભરૂચના પ્રાચીન નામો ભૃગુકચ્છ કે ભૃગુપુર હતા. આ ઘણી પ્રાચીન ભૂમિ છે. આ પ્રાચીન તીર્થ ભરૂચ રેલ્વે સ્ટેશનથી દોઢ કિલોમીટરના અંતરે આવેલું છે. રસ્તા માર્ગે પણ ગુજરાતના અનેક શહેરો સાથે સંકળાયેલું છે.
ભરૂચની પવિત્ર ભૂમિ વજસ્વામી, શ્રી બપ્પભટ્ટી સૂરીજી, શ્રી કાલિકાચાર્ય, શ્રી મલ્લવાદિસૂરી, શ્રીપાદલિપ્તસૂરી, શ્રી હેમચંદ્રાચાર્ય, શ્રી વિજયસેનસૂરી સહીત મહાન અને પ્રભાવક જૈનચાર્યોના પદાર્પણથી આ ભૂમિ પાવન થઈ છે. આ તીર્થના જીર્ણોધ્ધારમાં આચાર્ય ભગવંત શ્રી વિક્રમસૂરીશ્વરજી મહારાજા વગેરેએ ઊંડો રસ લીધો હતો. આ તીર્થની આજુબાજુમાં વેજલપુર, કબીરપુરા, કાવી, ગંધાર, દહેજ, જંબુસર વગેરેમાં ભવ્ય જિનાલયો આવેલા છે. અહીં ધર્મશાળા ભોજનશાળાની ઉત્તમ સગવડ છે. શ્રી કલ્હારા પાર્શ્વનાથનું બીજું તીર્થ પાટડી નજીકમાં આવેલ જૈનાબાદ ખાતે આવેલું છે.
શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ જિનાલયની ફરતી ભમતીમાં શ્રી કલ્હારા પાર્શ્વનાથ પ્રભુની દેવકુલિકા છે. અહીં શ્રી કલ્હારા પાર્શ્વનાથ પ્રભુની નયનરમ્ય અને દર્શનીય પ્રતિમાજી બિરાજમાન કરવામાં આવી છે.
વીસમા તીર્થકર ભગવંત શ્રી મુનિસુવ્રત સ્વામીના સમયમાં બ્રાહ્મણોએ અશ્વમેઘ યજ્ઞ માટે એક અશ્વ તૈયાર કર્યો. તે અશ્વ તીર્થંકર પ્રભુના ઉપદેશથી પ્રતિબોધ પામ્યો. તે અશ્વ શુભ ભાવમાં પોતાનું ચિત્ત સેવીને મૃત્યુ પામ્યો. અને દેવ બન્યો. તે દેવે પોતાના પરમ ઉપકારી પ્રભુનું જિનાલય બંધાવ્યું. તે જિનાલય અશ્વાવબોધ તીર્થ તરીકે ખ્યાતિ પામ્યું.
સિંહલદ્વીપના સિંહલ રાજાની કુંવરી સુદર્શનાએ જાતિ સ્મરણજ્ઞાનમાં પોતાનો પૂર્વનો સમડીનો ભવ જોયો. તેથી તેણે અશ્વાવબોધ ચૈત્યનો ઉધ્ધાર કરાવ્યો. તેને ‘શકુનિકા વિહાર’ નામ આપ્યું. ત્યાર પછી તો આ તીર્થના અનેકવાર જીર્ણોધ્ધાર થતા રહ્યાં છે. (વિમલભાઈ ધામી લિખિત ‘સુદર્શના’ પુસ્તકમાં વિસ્તૃત માહિતી કથાનક રૂપે અપાયેલ છે.)
શાંતુ મહેતાએ આ તીર્થ પર સુવર્ણનો કળશ પ્રસ્થાપિત કર્યો હતો. અંબડ નામના મંત્રીએ આ જિન પ્રાસાદ પાછળ બત્રીસ લાખ સોનૈયાનો વ્યય કરીને કાઇના જિનાલયને પાષાણમય બનાવ્યો. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યના
શ્રી ઝ્હારા પાર્શ્વનાથ
૨૯૪
Page #319
--------------------------------------------------------------------------
________________
વરદ હસ્તે તેની પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી. તેમજ મહારાજા કુમારપાળે અહીં ઉતારેલી આરતી અમરતાને પામી હતી.
તેજપાળ મંત્રીએ આ જિનાલયની પચ્ચીસ દેવકુલિકાઓને સુવર્ણ ધજાથી વિભૂષિત કરી હતી. તે સિવાય અન્ય ભવ્ય જિનાલયોના અહીં નિર્માણ થયાં હતા. મુસ્લિમકાળમાં અનેક જિનાલયોનો નાશ થયો હતો. તેમાંના કેટલાકનું મસ્જિદમાં રૂપાંતર થઈ ગયું.
ભરૂચમાં આજે પ્રાચીન નવ જિનાલયો છે, તે જિનાલયોના જીર્ણોધ્ધારનું કાર્ય હાથ ધરવામાં આવેલ છે.
શ્રીમાળી પોળમાં શ્રી કલ્હારા પાર્શ્વનાથ પ્રભુનું ભવ્યતાથી ઓપતું પ્રાચીન જિનાલય છે. આ પાર્શ્વનાથ ‘શ્રી કલ્હારા પાર્શ્વનાથ’ તરીકે જાણીતા છે. શ્વેત વર્ણ ધરાવતા આ પાર્શ્વ જિનની પ્રતિમાજી અતિ પ્રાચીન અને નયનરમ્ય છે. જૈનાચાર્યોની પ્રાચીન રચનાઓમાં એ પાર્શ્વનાથને ‘કલ્ટારા’ નામથી બતાવાયા
છે.
જ્યારે જૈનતીર્થોના ઈતિહાસમાં શ્રી ન્યાયવિજયજી મહારાજે પાર્શ્વનાથને ‘શ્રી યશોધરા પાર્શ્વનાથ' તરીકે વર્ણવ્યા છે.
ભરૂચના આ
શ્રી કલ્હારા પાર્શ્વનાથ પ્રભુની સ્તવના અનેક જૈનાચાર્યોએ મુક્તકંઠે પોતાના સાહિત્ય સર્જનમાં કરી છે.
સંપર્ક : શ્રી કલ્હારા પાર્શ્વનાથ શ્વે. જૈન તીર્થ, શ્રી મુનિસુવ્રત સ્વામી શ્વે. જૈન દેરાસર પેઢી, શ્રીમાળી પોળ. મુ. ભરૂચ - ૩૯૨૦૦૧ (ગુજરાત).
સૌરાષ્ટ્રની ભૂમિ પર આવેલ દસાડા તાલુકાના જૈનાબાદ ગામમાં શ્રી કલ્હારા પાર્શ્વનાથ પ્રભુનું પ્રાચીન તીર્થ આવેલું છે. મૂળ આ ગામનું નામ જ કલ્હારા હતું. અને ૧૦૦૦ વર્ષ જૂનું આ ગામ છે. કેટલાંક કાળ પહેલાં દસાડાના દરબાદ જૈનખાનજીના ભાગે સાત ગામો આવેલાં તેમાં તેણે કલ્હારા ગામને પોતાનું મુખ્ય સ્થળ બનાવ્યું. ત્યારે જૈનખાનજીએ આ ગામનું નામ બદલીને ‘જૈનાબાદ’ રાખ્યું. અત્યારનું જિનાલય ૧૨૫ વર્ષ જૂનું છે. તે પહેલાં અહીં પ્રાચીન જિનાલય હોવાની સંભાવના છે.
વિશેષ જાણકારી
(૧) ભરૂચના ધીકતા બંદરી વ્યાપારે તેનું મહત્વ ખૂબ વધાર્યું હતું. લાટ દેશનું આ મહત્વનું નગર એક કાળે સમૃધ્ધિના શિખર પર બિરાજમાન હતું. આ
Tipper
શ્રી ઝ્હારા પાર્શ્વનાથ
૨૯૫
Page #320
--------------------------------------------------------------------------
________________
નગરના વૈભવથી લલચાઈને અનેક શાસકોએ તેનું આધિપત્ય પ્રાપ્ત કરવા જંગો ખેલ્યા હતા.
શ્રીમાળી પોળમાં શ્રી કલ્હારા પાર્શ્વનાથ પ્રભુનું જિનાલય પ્રાચીન છે. આ પાર્શ્વનાથ “શ્રી કલ્યાણ પાર્શ્વનાથ” થી પણ પ્રસિધ્ધ છે. શ્વેત વર્ણના આ પાર્શ્વનાથ અતિ પ્રાચીન અને મનોહર છે. અનેક પ્રાચીન રચનાઓમાં આ પાર્શ્વનાથને ‘કલ્હારા' નામથી ઓળખવામાં આવ્યા છે. | (૨) જૈન શાસ્ત્રો અનુસાર અશ્વમેઘ યજ્ઞ માટે તૈયાર થયેલ અશ્વ, શ્રી મુનિસુવ્રતસ્વામી દ્વારા પ્રતિબોધિત થઈ દેવલોક પામેલ અને તેમણે પોતાના આગલા જન્મના ઉધ્ધારક ભગવાન શ્રી મુનિસુવ્રતસ્વામીનું દેરાસર બંધાવ્યું હતું. સિંહલદ્વીપની સિંહલ રાજાની કુંવરી સતી સુદર્શનાએ પોતાના આગલા ભવમાં સમડી હોવાના જાતિ સ્મરણ ને કારણે આ તીર્થનો જીર્ણોધ્ધાર કરાવ્યો હતો.
ત્યાર પછી અહીં સંપ્રત્તિ રાજા, કુમારપાળ મહારાજા તથા અનેક પ્રસિધ્ધ શ્રેષ્ઠીઓએ જીર્ણોધ્ધાર કરાવેલ છે.
| શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના ગણધર ગુરૂ ગૌત્તમસ્વામીએ અષ્ટાબાદ તીર્થ પર રચેલા જગચિતામણિ સ્તોત્રમાં ભરૂચમાં બિરાજેલા શ્રી મુનિસુવ્રતસ્વામી ભગવાનની સ્તુતિ કરેલ છે. જે આ તીર્થની પ્રાચીનતા સિદ્ધ કરે છે. અહીં બીજા ૧૧ મંદિરો છે. પાંચ દેરાસરો તો સાથે જ છે. અને જીર્ણોધાર ચાલી રહ્યો છે. અહીં અત્યંત સુંદર પ્રાચીન પ્રતિમાજીઓના દર્શન થાય છે. અહીંનું શ્રી આદિશ્વર ભગવાનનું જિનાલય પણ સુંદર છે. | હાઈવેથી શહેરની અંદર જતાં રેલ્વે પુલ નીચે તરત જમણી તરફ સ્ટેશન બાજુ વળીને જવું સહેલું છે. ધર્મશાળા અને ભોજનશાળાની સગવડ છે.
શ્રી પાર્શ્વ-સ્વતના હૈ ચમત્કારી વિભુ જો, જગતમેં પ્રખ્યાત હૈ | ભગુ કચ્છ, જૈનાબાદ જિનકે, સ્થાન અતિ વિખ્યાત હૈ || બિમ્બ અતિ પ્રાચીન હૈ, જો નગર કે પ્રિય તાત હૈ | ઐસે “શ્રી કલ્હારા પાર્થ' કો મેં, ભાવસે કરૂ વંદના .
યશ ને કીર્તિ ધારનારા છો તે થી યશોધરા. કલ્યાણ પારસ છો અને બીજું નામ છે પ્રભુ કલ્યારા, ભાગ્યશાળી ભરૂચને આબાદ કરે જૈનાબાદને ,
શ્રી લ્હારા પાર્શ્વનાથ
૨૯૬
Page #321
--------------------------------------------------------------------------
________________
પારસના ચરણમાં
‘કલ્હારા’
શ્રી કલ્હારા પાર્શ્વનાથ જે અતિ પ્રાચીન જિનબિંબ છે, જેનું બીજું નામ યશોધરા પણ છે. જે હાલમાં કલ્યાણ પાર્શ્વનાથ તરીકે પણ ઓળખાય છે. (મહાપ્રભાવિક કલ્હારા પાર્શ્વનાથ જૈનાબાદમાં પણ છે, ત્યાં આજે પણ અનેક ચમત્કારો થાય છે.
તનમનધન અર્પણ સદા.
EFOP
કલ્ચરા
નિરંજનોના જૈનાબાદને
‘કલ્હારા’
પારસ મોહભંજી કાલહારા બની જજો, નગરમાં એકવાર મુજને લઈ જજો, ભૃગકચ્છ તારા તીર્થ જગમાં જાણીતા, પારસનાથને ભાવે કરૂ હું વંદના. શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં બિરાજમાન શ્રી કલ્હારા પાર્શ્વનાથ
ભારતવર્ષમાં જૈન ધર્મનો વિજયધ્વજ અતિ પ્રાચીન કાળથી લહેરાઈ રહ્યો છે. જૈનો વ્યવહાર કુશળ, ધર્મવત્સલ, અને કલાપ્રેમી રહ્યાં છે. ભારતમાં ધર્મપ્રિય શ્રેષ્ઠીઓએ પ્રભુભક્તિ માટે ઠેરઠેર જિનાલયોના ભવ્ય નિર્માણો કરાવીને તેમાં શ્રી જિનેશ્વર ભગવંતોની દૈદીપ્યમાન, પરમ પ્રભાવક પ્રતિમાજીઓ બિરાજમાન કરાવી છે. આજે પણ પ્રાચીન જિનાલયો ભૂતકાળના દિવ્ય સંભારણાની માફક અડીખમ ઊભા છે. ભૌગોલિક પરિસ્થિતિ, આક્રમણ અને સ્થળાંતર જેવા કારણોથી અનેક જિનાલયો અદૃશ્ય થયા છે. પરંતુ તીર્થનું મહાત્મ્ય અને તેનો પ્રભાવ પ્રાચીન કાળથી અકબંધ રહ્યો છે. આજે પણ તેમાં જરાપણ ઘટાડો થયો નથી.
આજે શ્રી શંખેશ્વર તીર્થનો મહિમા દિન-પ્રતિદિન વધતો જાય છે. શ્રી પાર્શ્વ પ્રભુના અન્ય તીર્થો પણ એટલાંજ પ્રભાવક છે. શ્રી શંખેશ્વર તીર્થ અત્યંત પ્રાચીન છે. એનો ઈતિહાસ યુગો પૂર્વનો છે. આજે આ તીર્થ જાગૃત તીર્થસ્થાન છે. આ તીર્થસ્થાને હજારો યાત્રાળુઓની અવરજવર રહે છે. અને ભાવભરી ભક્તિથી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની સેવા-પૂજા-સ્તુતિ કરે છે. બાવીસમા તીર્થંકર શ્રી નેમિનાથ પ્રભુના કાળથી આ મહાતીર્થ અસ્તિત્વમાં છે.
૨૯૭
શ્રી ઝ્હારા પાર્શ્વનાથ
Page #322
--------------------------------------------------------------------------
________________
પરમ પ્રભાવક શ્રી શંખેશ્વર તીર્થમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહા મહાપ્રાસાદ - જિનાલય આવેલું છે. વિક્રમ સંવત ૨૦૪૫ મહાસુદ પાંચમન દિવસે આ મહાપ્રાસાદના પ્રેરક પ.પૂ. પ્રશાંતમૂર્તિ, તપાગચ્છ સૂર્ય, ગચ્છાધિપતિ આ.ભ. શ્રીમદ્ વિજય પ્રેમસૂરિશ્વરજી મહારાજા તથા પ.પૂ. આ. દેવ શ્રીમદ્ વિજય સુબોધ સૂરિવરજી મહારાજાના વરદ હસ્તે આ મહાપ્રાસાદ માં મૂળનાયક શ્રી ભક્તિ પાર્શ્વનાથ સાથે ૧૦૮ પાર્શ્વનાથ ભગવંતની અંજનશલાકા – પ્રતિષ્ઠાનો ભવ્ય મહોત્સવ ઉજવાયો હતો. લગભગ ૫૦ વિઘા ધરતી પર ૮૪૦૦૦ ચોરસ ફૂટના ઘેરાવામાં પથરાયેલું આ જિનાલય પદ્મ સરોવરની સ્મૃતિ કરાવે છે. પાર્શ્વનાથ પ્રભુના ૧૦૮ તીર્થોના એક સાથે દર્શન, પૂજન અને યત્રાનો લાભ યાત્રાળુઓને મળી શકે છે. ૧૧૬ દેવકુલિકાઓના ૧૦૮ શિખરોથી અને ૮ સામરણોથી આ તીર્થ સુશોભિત છે. કલાત્મક ગર્ભદ્રાર, બબ્બે ચોકી મંડપ અને ઉંચા શિખરો ધરાવત ત્રણ દિશાના ત્રણ મહાધર પ્રાસાદ નાનામાં નાનું શિખર ૩૭ ફૂટ ઊંચું, અને સૌથી ઊંચું ૭૨ ફૂટનું છે. આ જિનાલયનો પ્રવેશદ્વાર ભવ્ય છે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ - જિનાલયની ફરતી ભમતીમાં બ્યાંસીમી દેવકુલિકામાં શ્રી કલ્હરા પાર્શ્વનાથ પ્રભુજી બિરાજમાન છે. પ્રતિમાજીની ઊંચાઈ ૩૧ ઈંચની છે. આ પ્રતિમાજી પદ્માસનસ્થ અને શ્વેત પાષાણની છે. અત્યંત મનોરમ્ય અને દર્શનીય છે.
મંત્ર આરાધના
(૧) ૐ હ્રીઁ મૈં કલ્હરા પાર્શ્વનાથાય નમઃ । ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીઁ કલ્હરા પાર્શ્વનાથાય નમઃ। ૐૐ હ્રીં શ્રીં શ્રીં શ્રÆ કલ્હરા પાર્શ્વનાથાય નમઃ ।
(૨) (3)
°°
ઉપરોક્ત ત્રણેય મંત્રો અત્યંત પ્રભાવક છે. દ૨૨ોજ વહેલી સવારે ઊઠીને નિશ્ચિત સમયે તથા સ્થાન પર આસન ગ્રહણ કરીને મંત્રજાપ કરવા. ચિત્ત શાંત અને સ્થિર રાખવું જરૂરી છે. મંત્ર જાપ દરમ્યાન ધૂપ-દીપ અખંડ રાખવા. દ૨૨ોજ એક માળાતો અવશ્ય કરવી. વસ્ત્રો શુધ્ધ ધારણ કરવા. મંત્ર જાપ આરાધનાથી કષ્ટો થાય છે. તેમજ માનસિક શાંતિની પ્રાપ્તિ થાય છે.
સંપર્કઃ
શ્રી ઝ્હારા પાર્શ્વનાથ જૈન દેરાસર
શ્રી માળી, મુ.પો. ભરૂચ, ગુજરાત - ૩૯૨૦૦૧ ફોન ઃ ૫૭૦૬૪૧
Kono test
૨૯૮
Page #323
--------------------------------------------------------------------------
Page #324
--------------------------------------------------------------------------
________________ પુસ્તક પ્રકાશનનો સંપૂર્ણ લાભ લેનાર ઉદારદિલ તપાગચ્છસૂર્ય પ.પૂ. આ. ભ. શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા ના શિષ્યરત્ન પ.પૂ.આ.શ્રી વિજય રત્નશેખરસૂરીશ્વરજી મ. સા. ની પ્રેરણાથી (ભીનમાલ (રાજ.) નિવાસી રવ. સોહનરાજજી, ધર્મપત્ની : પ્યારીબાઈ, પુત્ર : ભંવરલાલજી, પુત્રવધુ : શાંતાબેન ભંવરલાલજી પત્ર ' રાજમલ,ગાતાં. જલા ચોક, સંજય પત્રી-જમાઈ : ઉમિલ પરેશ, જીતેન્દ્ર, મનિષ, લીલા શ્વેતા 'મંજુબ સ્નેહા, ઉર્વશી, દિવ્યા, 'મંજુલા સમસ્ત શાહજી પરિવા સંગીતા, શાલા. પ્રપોત્ર 'પરેશ, જીતેન્દ્ર, મનિષ, કૃણાલ પ્રપૌત્રવધુ : શ્વેતા પ્રપોત્રી ': સ્નેહા, ઉર્વશી, દિવ્યા, સાક્ષી સમસ્ત શાહજી પરિવાર હાલ-મુંબઈ જૈનમ ગ્રાફીક પૌત્રવધુ ડીઝાઈન ? . અમદાવાદ. ફોન-રપક૨૭૪૬૯, મો. ૯૮રપ૮ પ૧૩૩