SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ ફૂટના ઘેરાવામાં પથરાયેલું આ જિનાલય પદ્મ સરોવરની સ્મૃતિ કરાવે છે. પાર્શ્વનાથ પ્રભુના ૧૦૮ તીર્થોના એક સાથે દર્શન, પૂજન અને યત્રાનો લાભ યાત્રાળુઓને મળી શકે છે. ૧૧૬ દેવકુલિકાઓના ૧૦૮ શિખરોથી અને ૮ સામરણોથી આ તીર્થ સુશોભિત છે. કલાત્મક ગર્ભદ્રાર, બબ્બે ચોકી મંડપ અને ઉંચા શિખરો ધરાવતાં ત્રણ દિશાના ત્રણ મહાધર પ્રાસાદ નાનામાં નાનું શિખર ૩૭ ફૂટ ઊંચું, અને સૌથી ઊંચું ૭૨ ફૂટનું છે. આ જિનાલયનો પ્રવેશદ્વાર ભવ્ય છે. શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ જિનાલયની ફરતી ભમતીમાં ત્રેસઠમી દેવકુલિકામાં શ્રીસ્વંભૂ પાર્શ્વનાથ પ્રભુ બિરાજમાન છે. પ્રતિમાજીની ઊંચાઈ ૩૧ ઈંચની છે. આ પ્રતિમાજી પદ્માસનસ્થ, કથ્થાઈ પાષાણની છે. અત્યંત મનોરમ્ય અને દર્શનીય છે. તેમજ સમ્રફણાથી અલંકૃત છે. પ્રતિમાજીના દર્શન કરતાં હૈયામાં ભક્તિસૂર ગુંજવા લાગે તેવા અલૌક્ક અને નયનરમ્ય પ્રતિમાજી છે. મંત્ર આરાધના (૧) ૐ હ્રીં શ્રીં સ્વયંભૂ પાર્શ્વનાથાય નમઃ । ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં સ્વયંભૂ પાર્શ્વનાથાય નમઃ। (3) ૐૐ હ્રીં શ્રીં શ્રીં શ્રીં સ્વયંભૂ પાર્શ્વનાથાય નમઃ । (૨) ઉપરોક્ત ત્રણેય મહામંત્રોમાંથી કોઈપણ એક મંત્રની નિત્ય વહેલી સવારે નિશ્ચિત સમયે અને સ્થળ પર બેસીને આરાધના કરવી. જાપ દરમ્યાન ધૂપ-દીપ અખંડ રાખવા. મંત્ર આરાધનાથી જીવનમાં આવતાં વિઘ્નો, પરિતાપોનો નાશ થાય છે. અત્યંત ફળદાયી મંત્રો છે. - સંપર્કઃ શ્રી જૈન શ્વેતાંમ્બર પ્રાચીન તીર્થ સ્વયંભૂ પાર્શ્વનાથ મુ.પો. કાયરડા, વાયા-ભાવી જિ. જોધપુર (રાજસ્થાન) - ૩૪૨૬૦૫. ફોન : (૦૨૯૩૦) ૨૬૩૯૦૯, ૨૬૩૯૩૭ ૧૬૮ શ્રી સ્વયંભૂ પાર્શ્વનાથ
SR No.032665
Book Title108 Parshwanath Tirth Samput Part 02
Original Sutra AuthorN/A
AuthorPrashantshekharvijay
PublisherUgamraj Bhanvarlal Shahji
Publication Year2006
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy