________________
આમને આમ દિવસો વીતવા લાગ્યા.
એકવાર દત્ત બ્રહ્મણને સાંભળવા મળ્યું કે નગરી બહાર ગુણસાગર નામના કેવળીભગવંત પધાર્યા છે. તેની ખુશીનો પાર ન રહ્યો. તેનું હૈયું કેવળીભગવંતના દર્શન માટે નાચવા લાગ્યું.
દત્ત બ્રાહ્મણ ઝટપટ તૈયાર થઈ ગયો અને ધીમે ધીમે કરતો નગરી બહાર સમવસરેલા ગુણસાગર કેવળીની નજદિક આવ્યો. દત્ત બ્રાહ્મણે દૂરથી કેવળીના દર્શન કર્યા અને હૈયામાં અનેરો હર્ષ ઉત્પન્ન થવા લાગ્યો.
દત્ત બ્રાહ્મણ આગળ વધીને ગુણસાગર કેવળીની નજદિક આવ્યો. અને અનેરા હર્ષોલ્લાસથી ચરણોમાં મસ્તક ઝુકાવ્યું.
દત્ત બ્રાહ્મણે કહ્યું : “ભગવંત, આપના દિવ્ય દર્શનથી મારી બધી પીડા ચાલી ગઈ છે....આપ મારા પર કૃપા વરસાવો...”
ગુણસાગર કેવળી બોલ્યા : “ધર્મલાભ...'
ભગવંત, આપ મને જણાવો કે મારું ભાવિ શું છે? આવતો ભવ કેવો જશે ?' દત્ત બ્રાહ્મણે પૂછયું.
ત્યારે ગુણસાગર કેવળી ભગવંતે કહ્યું : “હે દત્ત શ્રાવક તને જૈનધર્મ પ્રત્યે અપાર શ્રધ્ધા પ્રગટી છે. તે હું જાણું છું. આ સંસારમાં કર્મની સત્તા મહાન છે. સર્વ જીવોને કર્મને આધીન રહેવું પડે છે. તે નિકાચિત કરેલા આયુષ્ય બંધ ના ફળ તારે ભોગવવાં જ પડશે. તિર્યંચ યોનિમાં તારે અથડાવવું પડશે. સમ્યકત્વ પામી મૃત્યુ બાદ તું રાજપુર નગરમાં રોહિતગૃહે કૂકડી કુક્ષીએ અવતરીશ. તું જ્યારે કૂકડાના રૂપમાં હોઈશ ત્યારે તને એક જૈન મુનિના મંગલકારી અને પાવનકારી દર્શન થશે. એમના દર્શન થતાં જ તારા અંતરમન પર ખળભળાટ સર્જાશે. એ જ વખતે તને જાતિસ્મરણ જ્ઞાન ઉપજશે. તું અનશન વ્રત ગ્રહણ કરીને આત્મ આરાધનામાં મસ્ત બનીને મૃત્યુ પામીશ. ત્યાંથી તારો આત્મા રાજકુળમાં જશે અને તું ઈશ્વર નામનો રાજા થઈશ. તે રાજાને રાજાધિરાજ શ્રી પાર્શ્વનાથ પ્રભુના મંગલ પરિચયની વેળાએ જાતિ સ્મરણ જ્ઞાન થશે, ત્યાર પછી તું આત્મ કલ્યાણની સાધનામાં લાગી જઈશ.”
શ્રી કૂદ્ધેશ્વર પાર્શ્વનાથ
(
૨૦ )