________________
શ્રી જગવલ્લભ પાર્શ્વનાથ
મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લાના હાતકણંગલા તાલુકામાં કુંભોજ ગિરિ પર શ્રી જગવલ્લભ પાર્શ્વનાથ પ્રભુનું ભવ્ય, પ્રભાવક અને મુખ્ય તીર્થ આવેલું છે. વિક્રમ સંવત ૧૯૨૧માં એક મહિના સુધી દરરોજ ચંદનની વર્ષા થતી હતી. અને તેની સુગંધ ચોમેર પ્રસરી જતી હતી વિક્રમ સંવત ૨૦૨૬માં આ તીર્થનો શતાબ્દી – મહોત્સવ ચાલતો હતો ત્યારે પ્રતિમાજીમાંથી બે વાર અમી ઝરણાં થયા હતા.
આ તીર્થ કોલ્હાપુર જિલ્લામાં હાતકણંગલા તાલુકામાં આવેલું છે. ગિરિ પર આવેલા આ તીર્થ પર જવા માટે ૧૦૦૦ પગથિયાં છે હાતકણંગલા રેલ્વે સ્ટેશનથી ૮ કિ.મી. ના અંતરે આ તીર્થ આવેલું છે. કોલ્હાપુરથી ૩૦ કિ.મી. ના અંતરે આ તીર્થ છે. અહીં ધર્મશાળા તથા ભોજનશાળાની સર્વોત્તમ સગવડ છે. અહીં કારતક સુદ પુનમ, ચૈત્રી પુનમ તથા પોષ દશમીનો મેળો ભરાય છે. આજુબાજુના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભાવિકો આવે છે.
આ સિવાય શ્રી જગવલ્લભ પાર્શ્વનાથજીની પ્રતિમાજી નિશાપોળ (અમદાવાદ) ના જિનાલયમાં, મલાડ (મુંબઈ), સુરત, રાંદેર, કરાડ (મહારાષ્ટ્ર) વગેરેમાં બિરાજમાન છે.
રાજસ્થાનમાં કેસરિયાજી, બ્રહ્મસર, સુજાનગઢ, જીરાવલા તીર્થ વગેરેમાં શ્રી જગવલ્લભ પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી બિરાજમાન છે.
શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ વિહાર મહાપ્રાસાદ જિનાલયની ફરતી ભમતીમાં સીત્તેરમી દેવકુલિકામાં શ્રી જગવલ્લભ પાર્શ્વનાથ પ્રભુની મનોહર પ્રતિમાજી બિરાજમાન છે.
કુંભોજગિરિ પર બિરાજમાન શ્રી જગવલ્લભ પાર્શ્વનાથજી પદ્માસનસ્થ, નવફણાથી વિભૂષિત, શ્વેત પાષાણના છે. આ પ્રતિમાજીની ઊંચાઈ ૩૧ ઈંચ અને પહોળાઈ ૨૭ ઈંચની છે. આ નાનકડા પર્વત પર આવેલ જિનાલય ત્રણ માળનું છે. મૂળનાયક તરીકે શ્રી જગવલ્લભ પાર્શ્વનાથ પ્રભુ બિરાજે છે. ઉપરના ગભારામાં શ્રી શાંતિનાથ પ્રભુ અને ભોંયરામાં શ્રી અજિતનાથ પ્રભુ બિરાજમાન
શ્રી જગવલ્લભ પાર્શ્વનાથ
૨૧૦