SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ મુંબઈ અને વીરમગામના વેપારીઓને થયું કે તો માલ ક્યાં ગાયબ થઈ ગયો? મુંબઈના વેપારીએ સલાહ આપી કે પોલીસ ફરિયાદ કરી દો. ચુનીભાઈ કોઈ દિવસ પોલીસ સ્ટેશને પણ ગયા નહોતા તેથી ત્યાં જવું કે ન જવું તે માટે વિચારવા લાગ્યા. . - ચુનીભાઈ ઘેર આવ્યા અને પત્નીને બધી વાત કરી ત્યારે પત્નીએ કહ્યું : આપણે ક્યારેય પોલીસ સ્ટેશને ગયા નથી. આપણે તે ઉપાધિમાં પડવું નથી. એક કામ કરો... આવતી કાલે આપણે શંખેશ્વર જઈએ ત્યાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ વિહાર મહાપ્રાસાદની ભમતીમાં શ્રી ચંપા પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી બિરાજમાન છે. ત્યાં સંકલ્પ કરીશું તો જરૂર તમારો માલ મળી જશે.” હા...એમજ કરીએ...મને પણ પોલીસમાં જઈને ફરિયાદ કરવી ગમતી નથી.’ ચુનીભાઈ બોલ્યા. અને... બીજે જ દિવસે ચુનીભાઈ અને તેમના પત્ની રેણુકાબેન શંખેશ્વર ગયા અને સીધા શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારની ધર્મશાળામાં ઉતર્યા. વિરમગામથી શંખેશ્વરનો રસ્તો માત્ર દોઢ કલાકનો હતો. તેઓ છ વાગ્યાની બસમાં નીકળ્યા અને સવારના સાડા સાત વાગે શંખેશ્વર પહોંચી ગયા હતા. બન્ને ધર્મશાળામાં ઉતર્યા પ્રથમ ભોજનશાળામાં જઈને નવકારશી વાપરી ત્યારબાદ રૂમ પર આવીને બન્નેએ સ્નાન કરીને સેવાપૂજાના વસ્ત્રો ધારણ કર્યા અને શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુની સેવા-પૂજા કરી પછી ફરતી ભમતીની ચોપનમી દેરી પાસે આવ્યા. આ દેરીમાં શ્રી ચંપા પાર્શ્વનાથ પ્રભુની તેજોમય પ્રતિમાજી પ્રતિક્તિ હતા. બન્નેએ સેવા-પૂજા કરી, રેણુકાબેને સ્તવન ગાયું, બન્નેએ સાથે ચૈત્યવંદન કર્યું. ચુનીભાઈએ આવેલી વિપદા અંગે પ્રાર્થના કરી અને સંકલ્પ કર્યો કે વિપદા દૂર થશે તો તરત જ દર્શનાર્થે આવીશું. ચુનીભાઈ અને રેણુકા ત્યાંથી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની સેવા પૂજા કરવા માટે ગયા. ત્યાં પણ અનેરા ભક્તિ ભાવથી સેવા-પૂજા કરી. ત્યારબાદ બન્ને ધર્મશાળામાં આવ્યા ત્યારે બપોરના બાર વાગી ગયા હતા. બન્ને ભોજનશાળામાં શ્રી ચંપા પાર્શ્વનાથ ૧૦૮
SR No.032665
Book Title108 Parshwanath Tirth Samput Part 02
Original Sutra AuthorN/A
AuthorPrashantshekharvijay
PublisherUgamraj Bhanvarlal Shahji
Publication Year2006
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy