SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ હેમચંદ્રસૂરિજી મહારાજનું પાટણમાં આગમન થયું ત્યારે ૧૮૦૦ કોટિધ્વજ શ્રેષ્ઠીઓ તેમની સ્વાગતયાત્રામાં ઉપસ્થિત હતા. જૈનોની જાહોજલાલી કેવી હતી તેનો આ ઉપરથી ખ્યાલ આવે છે (વિમલભાઈ ધામી લિખિત પુસ્તક ‘રાજરાજેશ્વર કુમારપાળ') મહારાજા કુમારપાળ પછી પાટણની રાજગાદી પર આરૂઢ થયેલા અજયપાલના સમયથી પાટણના જૈનોની અને સમગ્ર રાજ્યની દુર્દશા શરૂ થઈ. જૈન મંત્રી વસ્તુપાળ – તેજપાળે થોડા સમય માટે ગુજરાતની ઝાંખી પડેલી કીર્તિને દૈદીપ્યમાન બનાવી હતી. પાટણનો ઈતિહાસ રોમાંચક છે. પાટણ નગરીએ સમૃધ્ધિના ચઢાણ જોયાં છે અને પડતીનો કાળ જોયો છે. વિક્રમ સંવત ૧૩૫૬માં અલ્લાઉદ્દીનના સેનાપતિ મલિક કાકૂરના હાથે પાટણની ગૌરાન્વિત પ્રતિભા જમીનદોસ્ત થઈ ગઈ. છતાંય આજે પણ પાટણમાં વિવિધ પોળોના જિનાલયો ગઈકાલના કાળની સાક્ષી પૂરે છે. પાટણમાં આજે પણ જ્ઞાન ભંડારો આવેલા છે. અનેક પ્રાચીન હસ્તપ્રતોની જાળવણી થઈ રહી છે. સાલવીવાડામાં આવેલ શ્રી ચંપા પાર્શ્વનાથનું જિનાલય ધાબાબંધ છે. આ જિનાલય રાજ રાજેશ્વર મહારાજા કુમારપાળના શાસનકાળ દરમિયાન નિર્માણ પામ્યું હતું. આ જિનાલયના જીર્ણોધ્ધાર થયા હશે પરંતુ તેની પૂરતી વિગતો મળતી નથી. શ્રી ચંપા પાર્શ્વનાથ જિનાલયની છેલ્લી પ્રતિષ્ઠા વિક્રમ સંવત ૧૭૦૦ની આસપાસમાં થઈ હોવાનું મનાય છે. શ્રી સંઘે વૈશાખ સુદ-૩ના દિવસે જિનાલયની વરસગાંઠ ઉજવે છે. ચંપા પાર્શ્વનાથ નામકરણ અંગેની વિગતો પણ સાંપડતી નથી. પરંતુ પ્રતિમાજી અત્યંત દર્શનીય છે. ‘શ્રી ચંપા પાર્શ્વનાથ તીર્થ’ નો ઉલ્લેખ જૈનાચાર્યો અને મહાપુરુષોએ પોતાની રચનાઓમાં કર્યો છે. ૧૦૫ શ્રી ચંપા પાર્શ્વનાથ
SR No.032665
Book Title108 Parshwanath Tirth Samput Part 02
Original Sutra AuthorN/A
AuthorPrashantshekharvijay
PublisherUgamraj Bhanvarlal Shahji
Publication Year2006
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy