SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ ડભોઈમાં અનેક સુંદર, દર્શનીય અને કલાકારીગરીથી ઓપતાં જિનાલયો આવેલાં છે. શ્રી પ્રગટ પ્રભાવી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી શ્રી ઋષભાદિ જયતિલક પ્રાસાદના ભોંયરામાં બિરાજે છે. એક ધોબીએ સ્પષ્નમાં આ પ્રતિમાજીના દર્શન કર્યા હતા તે અનુસાર આ પ્રતિમાજી ડભોઈની નજીક આવેલ સંખેડા-બાદરપુર ગામોની વચ્ચે વહેતી “ઓરસંગ’ સરિતાના કિનારેથી પ્રાપ્ત થયા હતા. ત્યાર પછી પ્રતિમાજીને વાજતે-ગાજતે ડભોઈ લાવવામાં આવ્યા હતા. વિશાળ કદના આ પ્રતિમાજી ઘણા પ્રાચીન હોવાનું મનાય છે. શ્રી આદિનાથજીના જિનાલયમાં ડભોઈમાં જન્મેલા આચાર્ય ભગવંત શ્રી જેબૂસુરીશ્વરજી મહારાજના વરદ હસ્તે વિક્રમ સંવત ૨૦૦૭ ના વૈશાખ સુદ-૭ના દિવસે આ પ્રતિમાજીની મહોત્સવ પૂર્વક ભવ્ય પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ પાર્શ્વનાથજીને ‘દર્ભાવતી પાર્શ્વનાથ' ના નામથી પણ જાણવામાં આવે છે. ડભોઈ તીર્થ અંગે આચાર્ય ભગવંતોએ પોતાની પ્રાચીન રચનાઓમાં ઉલ્લેખ કર્યો છે. આ છે શ્રી પાશ્વ-સ્તવના ડભોઈ ખાતે શ્રી પ્રગટપ્રભાવી પાર્શ્વનાથ પ્રભુનું મુખ્ય જિનાલય આવેલું છે. શ્રી પ્રગટપ્રભાવી પાર્શ્વનાથ પ્રભુની ગુરૂ ભગવંતોએ સ્તવના કરી છે. પ્રગટ પ્રભાવી નામ તારું નાથ સાચું હોય જો , કલિકાલમાં મુજને પ્રભુજી મુક્તિ સુખ દેખાડ તો, તું જ નામ સત્ય ઠરે જ છે, મુજ આતમા આનંદતા, પ્રગટ પ્રભાવી'(પ્રભુ) પાર્થને ભાવે કરું વંદના. “ઓરસંગ નદી તટેથી સ્વપ્ન આપી પધારતાં, મહામંત્રી તેજપાલ રચિત જિનમંદિરે બિરાજતાં, દર્ભાવતીમાં પદ્માસનાથે કર્મ દર્ભને દૂર કરે, પ્રગટ પ્રભાવી” પ્રભુના ચરણમાં તન મન ધન અર્પણ સદા. શ્રી પ્રગટ પ્રભાવી પાર્શ્વનાથ ૨૭૪
SR No.032665
Book Title108 Parshwanath Tirth Samput Part 02
Original Sutra AuthorN/A
AuthorPrashantshekharvijay
PublisherUgamraj Bhanvarlal Shahji
Publication Year2006
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy