SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ શિખરોથી અને આઠ સામરણોથી સુસોભિત છે. બે ઉપમંદિરોથી શોભતું મુખ્યત્વે મકરાણા આરસનું ‘શ્રી ભક્તિ પાર્શ્વનાથ પ્રભુનું મુખ્ય મંદિર છે. અહીં કલાત્મક ગર્ભદ્વાર, બબ્બે ચોકી મંડપ અને ઊંચા શિખરો ધરાવતાં ત્રણ દિના ત્રણ મહાધર પ્રાસાદ આવેલા છે. અહીં નાનામાં નાનું શિખર ૩૭ ફૂટ ઊંચું અને સૌથી ઊંચું શિખર ૭૨ ફૂટની ઊંચાઈ ધરાવતું છે. અહીં શ્રી પાર્શ્વનાથ પ્રભુના શુભ આદિ ૧૦ ગણધરો તથા શ્રી ગૌત્તમસ્વામીજી, શ્રી માણિભદ્રવીર, સરસ્વતી માતા, લક્ષ્મી દેવી, શ્રી ધરણેન્દ્ર દેવ, મા ભગવતી પદ્માવતી દેવી, શ્રી અંબિકા માતાજી, શ્રી ચક્રેશ્વરી દેવીજી, શ્રી ઘંટાકર્ણવી૨, શ્રી નાકોડાજી ભૈરવ દરેકની સ્વતંત્ર દેવકુલિકાઓ તથા શ્રી શંખેશ્વર મહાતીર્થના અધિષ્ઠાયક બનેલા શ્રી વર્ધમાનસૂરિજીની તથા ગુરૂમૂર્તિઓની દેરી છે. શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારના ભવ્ય અને કલાત્મક જિનાલયની ફરતી ભમતીમાં અડતાલીસમી દેવકુલિકામાં શ્રી લોઢણ પાર્શ્વનાથ પ્રભુજીની ભવ્ય પ્રતિમાજી બિરાજમાન છે. શ્રી લોઢણ પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજીના દર્શન કરતાં જ અંતરમાં અવર્ણનીય આનંદની ધારા વહ્યાં વગર રહેતી નથી. શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ વિહા૨ જિનાલયની ભમતીમાં અડતાલીસમી દેરીમાં બિરાજમાન શ્રી લોઢણ પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી શ્યામ પાષાણના છે, આ પ્રતિમાજી પદ્માસનસ્થ તથા સમણાથી મંડિત છે. આ પ્રતિમાજીની ઊંચાઈ ૩૧ ઈંચની છે. UE = આ પ્રતિમાજી અત્યંત મનોહર અને નયનરમ્ય છે. પ્રતિમાજીના દર્શન કરતાં જ હૈયામાં ભક્તિના સૂર ગુંજવા લાગે છે. મહિમા અપરંપાર સુરેન્દ્રનગરમાં શાંતિલાલભાઈ એક જીનની ફેક્ટરીમાં કામ કરતાં હતા. ६७ શ્રી લોઢણજી પાર્શ્વનાથ
SR No.032665
Book Title108 Parshwanath Tirth Samput Part 02
Original Sutra AuthorN/A
AuthorPrashantshekharvijay
PublisherUgamraj Bhanvarlal Shahji
Publication Year2006
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy