SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ તીર્થકર શ્રી નેમિનાથ પ્રભુના કાળથી આ મહાતીર્થ અસ્તિત્વમાં છે. શ્રી શંખેશ્વરમાં દરરોજ યાત્રિકોનો મેળો જામે છે. દરરોજ મોટી સંખ્યામાં યાત્રિકોની અવર-જવર રહે છે. શંખેશ્વરમાં એક જ બજાર છે. બજાર પણ સવારી મોડી રાત સુધી ધમધમતી રહે છે. - પરમ પ્રભાવક શ્રી શંખેશ્વર તીર્થમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ – જિનાલય આવેલું છે. વિક્રમ સંવત ૨૦૪૫ મહાસુદ પાંચમના દિવસે આ મહાપ્રાસાદના પ્રેરક પ.પૂ. પ્રશાંતમૂર્તિ, તપાગચ્છ સૂર્ય, ગચ્છાધિપતિ આ.ભ. શ્રીમદ્ વિજય પ્રેમસૂરિશ્વરજી મહારાજા તથા પ.પૂ. આ. દેવ શ્રીમદ્ વિજય સુબોધ સૂરિવરજી મહારાજાના વરદ હસ્તે આ મહાપ્રાસાદ માં મૂળનાયક શ્રી ભક્તિ પાર્શ્વનાથ સાથે ૧૦૮ પાર્શ્વનાથ ભગવંતની અંજનશલાકા - પ્રતિષ્ઠાનો ભવ્ય મહોત્સવ ઉજવાયો હતો. લગભગ ૫૦ વિઘા ધરતી પર ૮૪000 ચોરસ ફૂટના ઘેરાવામાં પથરાયેલું આ જિનાલય પદ્મ સરોવરની સ્મૃતિ કરાવે છે. પાર્શ્વનાથ પ્રભુના ૧૦૮ તીર્થોના એક સાથે દર્શન, પૂજન અને યાત્રાનો લાભ યાત્રાળુઓને મળી શકે છે. ૧૧૬ દેવકુલિકાઓના ૧૦૮ શિખરોથી અને ૮ સામરણોથી આ તીર્થ સુશોભિત છે. કલાત્મક ગર્ભદ્રાર, બબ્બે ચોકી મંડપ અને ઉંચા શિખરો ધરાવતાં ત્રણ દિશાના ત્રણ મહાધર પ્રાસાદ નાનામાં નાનું શિખર ૩૭ ફૂટ ઊંચું, અને સૌથી ઊંચું ૭૨ ફૂટનું છે. આ જિનાલયનો પ્રવેશદ્વાર ભવ્ય છે. શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ – જિનાલયની ફરતી ભમતીમાં સીત્તેરમી દેવકુલિકામાં શ્રી જગવલ્લભ પાર્શ્વનાથ પ્રભુ બિરાજમાન છે. પ્રતિમાજીની ઊંચાઈ ૩૧ ઈંચની છે. આ પ્રતિમાજી પદ્માસનસ્થ, શ્વેત પાષાણની છે. અત્યંત મનોરમ્ય અને દર્શનીય છે. આ પ્રતિમાજી અગિયાર ફણાથી અલંકૃત્ત છે. પ્રતિમાજીના દર્શન કરતાં હૈયામાં ભક્તિના અનેરા ભાવ ઝંકૃત થાય છે. શ્રી જગવલ્લભ પાર્શ્વનાથ પ્રભુનો મહિમા દિન પ્રતિદિન વધતો જાય છે. શ્રી જગવલ્લભ પાર્શ્વનાથ ૨૧૫
SR No.032665
Book Title108 Parshwanath Tirth Samput Part 02
Original Sutra AuthorN/A
AuthorPrashantshekharvijay
PublisherUgamraj Bhanvarlal Shahji
Publication Year2006
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy